Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
યશીય
ભિક્ષાની ઉપેક્ષા સાથે વૈરાગ્યમય ઉપદેશ ઃ
૪૦
ण कज्जं मज्झ भिक्खेण, खिप्पं णिक्खमसू दिया । मा भमिहिसि भयावट्टे, घोरे संसार सागरे ॥
શબ્દાર્થ:-વિયા- હે દ્વિજ મા = મને મિત્ત્વેળ = ભિક્ષાથી ૫ વÄ = પ્રયોજન નથી વિખં = શીઘ્ર ખિવસ્ત્વમસૢ = પ્રવ્રજ્યા સ્વીકાર કરો(તેમ કરવાથી) મયાવ} = ભયરૂપ આવર્તવાળા ચોરે ભયાનક સંસાર સાગરે = સંસાર સાગરમાં મા મહિતિ - પરિભ્રમણ ન કરો.
૯૫
ભાવાર્થ:- [જયઘોષ મુનિએ કહ્યું] હૈ દ્વિજ ! મારે ભિક્ષાનું કોઈ પ્રયોજન નથી. તમે શીઘ્ર અભિનિષ્ક્રમણ કરો અર્થાત્ સાધુપણાનો સ્વીકાર કરો. ભયના આવર્તવાળા ઘોર સંસાર સાગરમાં તમે ભ્રમણ ન કરો. उवलेवो होइ भोगेसु, अभोगी णोवलिप्पइ । भोगी भइ संसारे, अभोगी विप्पमुच्चइ ॥
४१
उल्लो सुक्को य दो छूढा, गोलया मट्टियामया । दो वि आवडिया कुड्डे, जो उल्लो सोत्थ लग्गइ ॥
=
=
શબ્દાર્થ:- મોળેલુ = ભોગો ભોગવવાથી વત્તેવો = કર્મોનો બંધ હોદ્દ = થાય છે અને ગમોની = ભોગોનું સેવન ન કરનાર પોવલિપ્પજ્ઞ = કર્મોથી લિપ્ત નથી થતો ભોળી = ભોગી આત્મા સંસારે = સંસારમાં મમફ = પરિભ્રમણ કરતો રહે છે મોન્ત = ભોગોનો ત્યાગી આત્મા વિષ્યમુત્ત્વજ્ઞ = મુક્ત થઈ જાય છે. ભાવાર્થ :– ભોગો ભોગવવાથી કર્મોનો બંધ થાય છે. ભોગોનું સેવન ન કરનાર કર્મોથી નિર્લેપ બને છે. ભોગી સંસારમાં ભ્રમણ કરે છે અને અભોગી તેનાથી મુક્ત થાય છે.
શબ્દાર્થ :- ૩ત્નો = ભીનો ય = અને સુો = સૂકો મટ્ટિયામયા = માટીના વો = બે ગોલયા ગોળાને(જો) ગુજ્જુ = ભીંત પર ધૂળ = ફેંકવામાં આવે ો વિ - તે બંને માવડિયા = ભીંતમાં ભટકાશે અન્ત્ય = તેમાંથી નો- જે ઝભ્ભો = ભીનો સો = તે તદ્ = ચોંટી જશે.
एवं लग्गंति दुम्मेहा, जे णरा कामलालसा । विरत्ता उ ण लग्गंति, जहा से सुक्कगोलए ॥
ભાવાર્થ :- માટીનો એક ભીનો અને એક સૂકો એમ બે ગોળા ભીંત પર ફેંકવામાં આવે, તો તે બંને ગોળા ભીંત સાથે અથડાય છે, પરંતુ તેમાંથી જે ભીનો ગોળો છે, તે ભીંત સાથે ચોંટી જાય છે અને સૂકો ગોળો ચોંટતો નથી.
૪
શબ્દાર્થ :- i = આ રીતે ને = જે જુમ્મેહા = દુર્મેધ, દુર્બુદ્ધિ ના = પુરુષ ગમાલા = કામ ભોગોમાં આસક્ત રહે છે તે લત્તિ = કર્મોથી લિપ્ત થઈને સંસારમાં ફસાય છે. ૩ = અને વિત્તા = વિરક્ત છે તે – તેઓ સુવોલ = સૂકા ગોળાની જેમ ગ઼હા=જેમ પ તાંતિ= કર્મોથી લિપ્ત થતા નથી. ભાવાર્થ :- આ રીતે જે મનુષ્ય દુર્બુદ્ધિવાળા અને કામભોગોમાં આસક્ત છે તે વિષયોમાં ચોંટી જાય છે અને કર્મોથી લેપાય છે. વિરક્ત સાધક સૂકા ગોળાની જેમ કર્મોથી લિપ્ત થતા નથી.