Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૯૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
જે મોજે = કામભોગોમાં જ સળ૬ = આસક્ત થતો નથી. ભાવાર્થ:- જે પૂર્વ સંયોગોને, જ્ઞાતિજનોના સંબંધને અને બાંધવોને છોડીને કામભોગોમાં આસક્ત થતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં ક્રમશઃ પાંચ મહાવ્રતના પાલન કરનાર મુધાજીવી સંયમી પુરુષોને બ્રાહ્મણ કહ્યા છે. ગાથાઓમાં નિરૂપિત વિષય શબ્દાર્થ ભાવાર્થમાં સુસ્પષ્ટ છે. મધાજીવી :- “આ દાતા મને સારી સારી વસ્તુઓ ગોચરીમાં આપે છે તેથી હું તેનું કંઈ કલ્યાણ કરું– કંઈક ઉપકાર કરે” એવી ભાવના રાખ્યા વિના જે ફક્ત સંયમ પાલનને માટે, નિઃસ્વાર્થ ભાવે અજ્ઞાતકુળ તેમાંથી ભિક્ષા લે છે, તેને “મુધાજીવી” કહેવાય છે. વેદ અને યજ્ઞની અશરણતા :, પશુગંધા સબ્યુવેયા, ગ૬ ૨ પવિમુખT I
ण तं तायति दुस्सील, कम्माणि बलवति हि ॥ શબ્દાર્થ –પસુગંધ = પશુવધનું સમર્થન કરનાર સબ્યુવેયા = બધા વેદો = અને વિષ્ણુ = પાપકર્મ યુક્ત હિંસા પ્રધાન નÉ= યજ્ઞ i = તે ફુલ્લીd = દુઃશીલની, હિંસાદિ પ્રવૃત્તિ કરનારાની જ તથતિ = દુર્ગતિથી રક્ષા કરી શકતા નથી દિ= કારણ કે માખ = કર્મો વનતિક બળવાન હોય છે, તેઓ પોતાનાં ફળ આપ્યા વિના રહેતાં નથી. ભાવાર્થ – વેદો પશવધનું મોટે ભાગે નિરૂપણ કરે છે અને યજ્ઞો પાપકારી પ્રવૃત્તિવાળા હોય છે, માટે તે વેદ અને યજ્ઞ હિંસાદિ પ્રવૃત્તિ કરનાર યાજ્ઞિકોનું રક્ષણ કરી શકતા નથી; કારણ કે કર્મો ફળ આપવામાં બળવાન હોય છે. વિવેચન :
ચારે ય પ્રકારના વેદોમાં યજ્ઞ, યાગ આદિ ક્રિયાકાંડોનું નિરૂપણ છે અને તે યજ્ઞાદિ ક્રિયાકાંડ હિંસા જન્ય(આરંભ યુક્ત) હોવાથી તેના દ્વારા અનંત કર્મોનો બંધ થાય છે. કર્મ સિદ્ધાંત અનુસાર કરેલા કર્મોનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. યજ્ઞાદિ ક્રિયાજન્ય કર્મોના ફળ ભોગવતા સમયે વેદ કે યજ્ઞાદિ ક્રિયાઓ યજ્ઞ કરનાર વ્યક્તિનું રક્ષણ કરી શકતી નથી.
સૂત્રોક્ત કથનથી સ્પષ્ટ થાય છે કે યજ્ઞાદિ જેવા કહેવાતા ધાર્મિક અનુષ્ઠાનોમાં થયેલી હિંસા પણ કર્મબંધ કરાવે જ છે અને તેનું અશુભ ફળ યજ્ઞ કરનારને ભોગવવું જ પડે છે. ૩ન્ત – જીત્તારમેવ અણુબાગ માં કર્મ કર્તાને જ અનુસરે છે. શ્રમણ, બ્રાહ્મણ, મુનિ, તાપસ સ્વરૂપ:
। ण वि मुंडिएण समणो, ण ओंकारेण बंभणो । ___ण मुणी रण्णवासेणं, कुसचीरेण ण तावसो ॥