Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| દેશી-ગૌતમીય
[૫૭]
૭૪
ભાવાર્થ:- (ગૌતમ સ્વામી કહે છે) શરીર નૌકા છે અને જીવ(આત્મા) તેનો નાવિક છે. જન્મ-મરણમય ચતુર્ગતિક સંસાર એ સમુદ્ર સમાન છે, જેને મહર્ષિઓ પાર કરી જાય છે. । साहु गोयम पण्णा ते, छिण्णो मे संसओ इमो ।
अण्णो वि संसओ मज्झं, तं मे कहसु गोयमा । ભાવાર્થ:- કિશીકુમાર શ્રમણ કહે છે] હે ગૌતમ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, આપે મારો આ સંશય દૂર કર્યો છે. હે ગૌતમ! મને બીજો પણ સંશય છે, તે વિષયમાં પણ મને કહો. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં દસમા પ્રશ્નોત્તર રૂપે સંસાર સમુદ્રને તરવાના સાધન રૂપ નૌકાની વિશેષતાને પ્રદર્શિત કરી છે.
કેશીસ્વામીનો પ્રશ્ન છે કે સંસાર સમુદ્રમાં વિષય કષાયના મોજાઓ વામ-વામ ઉછળી રહ્યા છે. તેમાં નૌકા અથડાઈ રહી છે. તે નૌકા દ્વારા આપ કઈ રીતે સમુદ્રને પાર કરશો?
ગૌતમ સ્વામીએ સંસાર સમુદ્રને પાર કરવાના સાધનરૂપ નૌકાની વિશેષતા પ્રદર્શિત કરવા નૌકાના બે પ્રકાર કહ્યા છે– (૧) છિદ્રોવાળી નૌકા (૨) છિદ્ર રહિત નૌકા.
જે નૌકા છિદ્રવાળી હોય છે તેમાં પાણી ભરાઈ જાય છે તેથી તે સમુદ્રને પાર કરાવી શકતી નથી. જે છિદ્ર વગરની નૌકા હોય છે, તેમાં પાણી ભરાતું નથી તેથી તે નિર્વિને સાગરને પાર કરાવી શકે છે. સરીરમાઇ નાવત્તિ - જે રીતે નૌકાથી સમુદ્ર તરી શકાય છે, તે જ રીતે શરીર રૂપ નૌકા દ્વારા જીવરૂપ નાવિક તપ-સંયમની આરાધનાથી સંસાર-સાગરને તરી જાય છે. હીન સંઘયણ, અયોગ્ય સામર્થ્યવાળું શરીર તથા શરીર દ્વારા થતાં દોષોનું સેવન વગેરે છિદ્રો છે. તેના દ્વારા આશ્રવરૂપ જલ વારંવાર આવ્યા કરે છે. તેવી છિદ્રોવાળી શરીરરૂપી નૌકાથી આત્મારૂપી નાવિક સંસાર સાગરને પાર પામી શકતો નથી. તે સંસારરૂપ ભવ ભ્રમણનો અંત કરી શકતો નથી.
વજઋષભનારા સંઘયણ, યોગ્ય સામર્થ્ય સંપન્ન શરીર, શરીર દ્વારા દોષ રહિત સંયમ જીવન જીવવું તે છિદ્રરહિત નૌકા છે. તેના દ્વારા આવતા કર્મોનો નિરોધ થાય છે અને ક્રમશઃ પૂર્વકૃત કર્મોનો ક્ષય થાય છે. ત્યારે આત્મારૂપ નાવિક સંસાર સાગરને તરી જાય છે; ભવભ્રમણ રૂપ સંસારનો અંત કરી મુક્તિને પ્રાપ્ત કરે છે.
પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે શરીરને નૌકાની ઉપમા આપી છે કારણ કે મોક્ષની સાધનામાં શરીર સાધન છે. તે જ રીતે સંયમને પણ નૌકાની ઉપમા આપી શકાય છે. દોષ સેવન યુક્ત સંયમ છિદ્રવાળી નૌકા સમાન છે, તે સાધકને સંસાર સમુદ્રમાં ડૂબાડે છે અને નિર્દોષ સંયમ છિદ્ર રહિત નૌકા સમાન છે, તે સાધકને સંસાર સમુદ્રના કિનારે પહોંચાડે છે.
સંક્ષેપમાં દ્રવ્યથી વજ28ષભનારા સંઘયણ સંપન્ન સામર્થ્યવાન શરીર અને ભાવથી નિર્દોષ સંયમ પાલન, આ બંનેના સુમેળથી સાધક સંસાર સમુદ્રને પાર પામી જાય છે. (૧૧) અજ્ઞાનાંધકાર નાશક સૂર્ય:७५ अंधयारे तमे घोरे, चिटुंति पाणिणो बहू । .
को करिस्सइ उज्जोय, सव्वलोयम्मि पाणीणं ॥