Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સમુદ્રપાલીય
અજવી = કહેવા લાગ્યો કે અદો = અહો! અણુમાર્ગ = અશુભ સ્માર્ગ = કર્મોનું જ્ઞાઈ = નિર્માણ, અંતિમ ફળ પાવન = પાપરૂપ જ હોય છે ; = જેમ કે એ પ્રત્યક્ષ જ દેખાય છે. ભાવાર્થ:- તે ચોરને જોઈને સમુદ્રપાલ સંવેગ(વૈરાગ્ય) ભાવને પામ્યો અને તે મનમાં વિચારવા લાગ્યોઅહો ! પોતાના અશુભ કર્મોનું આ દુઃખદ પરિણામ છે.
संबुद्धो सो तहिं भगवं, परमसंवेगमागओ । १०
आपुच्छ अम्मापियरो, पव्वइए अणगारियं ॥ શબ્દાર્થ – દં= ત્યાં મહેલના ઝરૂખામાં બેઠેલા ભાવે = ઐશ્વર્ય સંપન્ન સો = તે(સમુદ્રપાલ) સંવૃદ્ધોબોધને પ્રાપ્ત થયો પરનાં = પરમ સંવેગને આ પામ્યો અમાપ = માતાપિતાને બાપુચ્છ = પૂછીને અનારિયે = અણગાર ધર્મ, અણગારવૃત્તિ પધ્વરૂ૫ = અંગીકાર કરી, દીક્ષા લીધી. ભાવાર્થ - તે જ સમયે ઊંડા ચિંતનના પરિણામે તે ભાગ્યવાન સમુદ્રપાલ સમ્યગુ બોધ પામ્યો અને તેને પરમ સંવેગ ભાવ જાગૃત થયો ત્યારે માતા-પિતાની આજ્ઞા લઈને અણગાર ધર્મમાં પ્રવ્રજિત થયો. વિવેચન :તં સિઝન વિનો... - દેહાંતદંડને પામેલા પરુષને વધ્યસ્થાન પર લઈ જવાતો જોઈને સમુદ્રપાલના અંતરમાં કર્મ અને તેના ફળ વિષયક ગહન વિચારધારા પ્રવાહિત થઈ. પરિણામે તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યારે તેણે અશુભકર્મ અને તેના ફળથી મુક્ત થવા સંયમ માર્ગ શ્રેષ્ઠ છે તેવી પરિપક્વ સમજણ સાથે સંયમ માર્ગનો સ્વીકાર કર્યો. કફામંડપ મા - વધુ યોગ્ય પહેરવેશ, રક્તચંદનાદિથી શોભિત. પ્રાચીન સમયમાં મૃત્યુદંડની શિક્ષા પામેલા વ્યક્તિને શરીરે લાલ ચંદનનો લેપ કરી, ગળામાં લાલ કરેણની માળા પહેરાવીને, ગધેડા પર બેસાડીને, ફૂટેલા ઢોલ વગાડતાં, આખા નગરમાં ફેરવવામાં આવતો. તે સમયે મૃત્યુદંડની મોટેથી ઘોષણા કરવામાં આવતી. આ રીતે તેને વધસ્થળ તરફ લઈ જવામાં આવતો. વફાન :- બે પ્રકારે અર્થ થાય છે– (૧) વાહ- નગરના બહારના ભાગેથી વધ્યપ્રદેશ તરફ લઈ જવાતા (૨) વધ્યા - વધભૂમિની તરફ લઈ જવાતા. સંવિમો - સંવેગ અર્થાત્ સમ્યગુ વેગ. મોક્ષ પ્રાપ્તિ માટેની તીવ્ર અભિલાષાને સંવેગ કહે છે. ભવં :- “ભગવાન” આ વિશેષણ સમુદ્રપાલ માટે પ્રયુક્ત છે. તેનો અહીં પ્રાસંગિક અર્થ મહામ્યવાન, પુણ્યવાન, ભાગ્યવાન અને ઐશ્વર્યસંપન્ન, એવો થાય છે. મુનિધર્મની શિક્ષા :
जहित्तु सग्गंथ महाकिलेसं, महंतमोहं कसिणं भयावहं ।
परियायधम्म चाभिरोयएज्जा, वयाणि सीलाणि परीसहे य ॥ શબ્દાર્થ –મહાવિસ્તi = મહાક્લેશકારી મહતમોદ = મહામોહોત્પાદક મર્યાવિહં = અનેક ભયને ઉત્પન્ન કરનાર સંપૂર્ણ સાથ-પરિગ્રહ અને સ્વજનાદિનો મોહ તુ છોડીને તેરવામાં = પ્રવ્રજ્યા ધર્મમાં ભોયણ = લીન રહેવા લાગ્યા વાણિ = પાંચ મહાવ્રતો અને સીતાપિ = પિંડ