Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૧ “સુર” એ આઉસ” તેણુ ભગવયા
એ એવમકખાય ”
•
પરમાત્મા મહાવીર સ્વામીએ દ્વાદશાંગી નિરૂપી તેમાં સૌથી પ્રથમ આગમસૂત્ર શ્રી આચારાંગ સૂત્રનુ પ્રથમ સૂત્ર પ્રથમ પુરુષ એકવચન હું ને વિસ્મરણ કરવાની અદ્ભુત કળા શીખવે છે અને હું કાણુ તે જાણવાની અદ્ભુત પ્રક્રિયા
બતાવે છે.
વ્યક્તિત્વના વિશિષ્ટ મૂલ્યાંકન ઈચ્છતા યુગમાં પ્રતિક્ષણ પ્રતિપળ આપણે મારા અભિપ્રાય આ પ્રમાણે છે એમ કહીએ છીએ. પણ ‘હું’ ભૂલાતા નથી... હુ'ની શોધ થતી નથી ‘હું” ભૂલાઈ જાય અને ‘હુ''ની શેાધથઈ જાય તે આપણા ઇતિહાસ અનેાખા લખાય.
.
આધ્યાત્મિક જ્ઞાનના પ્રારભ · હુ''ના વિસ્મરણુથી થાય અને આત્માના સ’સ્મરણુથી થાય. શ્રી આચારાંગ સૂત્ર, કહે છે.
અહંકારનું વિસર્જન કર... આત્મદર્શનના પ્રારભ થઈ જશે.
જ્યાં મમત્વ રહે ત્યાં અહંકાર આવે....
જ્યાં અહંકાર રહે ત્યાં પ્રભુ ન આવે....
પ્રભુ ન આવે તે પ્રભુનુ' સમક્તિ કયાંથી આવે ? જ્યાં પ્રભુ આવે ત્યાં અહંકાર-મમકાર જાય અને શ્રદ્ધાની
સ્થાપના થાય.