Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિશેષતાનું પ્રતિપાદન કરવા વાળા (૩૨) સાકારતા–હેતુ, કારણ આદિ વડે સ્પષ્ટ રૂપથી પ્રકાશિત કરીને પદાર્થોને સાક્ષાત્કાર કરાવવા વાળા. (૩૩) સપરિગ્રહીતત્વઉત્પાદ, વ્યય, અને ધૌવ્યમય સત્તાના રૂપમાં અર્થના પ્રકાશક (૩૪) અપરખેદિતત્વ પિતાને અને પારકાને ખેદ નહિ પહોંચાડનાર (૩૫) અવ્યુચ્છેદિત્વ–પ્રતિપાદ્ય વિષયને નિર્ણય થયા વિના નહિ અટકનારા, અર્થાત્ વિવક્ષિત વસ્તુને પૂર્ણ નિર્ણય કરવા વાળા,
અનુયોગ (૪)
ભગવાનના વચમાં આ પ્રમાણે પાંત્રીશ અતિશય અર્થા–ગુણ હોય છે. પ્રાચીન આચાર્યોએ પણ કહ્યું છે- “સારા” ઇત્યાદિ ૩૫. (પાંત્રીશ વાણીના ગુણે પહેલા કહી ગયા છીએ જેથી અહિં એને અર્થ કહેવાની આવશ્યકતા નથી)
ભગવાનના વચન ચાર અનુયાગોમાં વહેંચાયેલા છે. ચાર અનુગ આ છે(૧) ચરણકરણનુગ. (૨) ધર્મકથાનુયોગ, (૩) ગણિતાનુગ અને (૪) દ્રવ્યાનુયેગ.
ભગવાન-દ્વારા પ્રરૂપિત અર્થની સાથે ગણધરના વચનને રોગ હોય તે અનુગ કહેવાય છે, તાત્પર્ય એ છે કે ભગવાનના વચનને અનુકૂળ ગણધરોએ કરેલું વ્યાખ્યાન તે અનુગ કહેવાય છે.
ચરણ કરણાનુયોગ
(૧) ચરણકરણનુગ– જેનાથી ભવસાગરને કિનારે અર્થાત ચૌદમું ગુણસ્થાન પ્રાપ્ત કરી શકાય, તેને અર્થાત્ મૂલગુણને “ચરણ” કહે છે, અથવા વ્રત આદિ ચરણ કહેવાય છે. તે સિત્તેર (૦) છે. કહ્યું પણ છે–
શ્રી આચારાંગ સૂત્ર : ૧