________________
કરવો. આવા ગુણધારી અને ગુણજ્ઞ બનાવનાર જે અરિહંત છે તે સર્વેને હું નમસ્કાર કરું છું.
‘‘ણમોસિદ્ધાણં’’ પદમાં સિદ્ધ અર્થાત્ તે અરિહંત કે જેઓએ, સ્વ-જ્ઞાન-આલોકથી પ્રાણીમાત્રને સત્પથદર્શન કરાવ્યું છે, તેઓ ઉત્તરોત્તર આત્મસાધનામાં દૃઢ થતા ગયા. બાકી રહેલ ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી દીધો. એટલે હવે તેઓને શરીર રચનાની જરૂર રહી નથી. આયુનો મોહ કે કુળની ઈચ્છા નથી અને હવે જે સંપૂર્ણ આન્તરિક કે બાહ્ય પીડાથી મુક્ત થયા છે, જેઓ જન્મ-મરણના દુઃખથી મુક્ત બન્યા છે, જેઓએ આત્માના સાચા સ્વરૂપને સિદ્ધ કર્યું છે. આ રીતે સિદ્ધોને નમસ્કાર એટલે આત્માની ઉત્કૃષ્ટ અવસ્થાને નમસ્કાર. જન્મ-મરણનાં કષ્ટોથી
મુક્તિપ્રાપ્તિને નમસ્કાર. જીવનની સાર્થકતાને
નમસ્કાર.
‘ણમોઆયરિયાણં’, ‘ણમોઉવજ્ઝાયાણં, ‘ણમોલોએસવ્વસાહૂણં’ આ ત્રણ પદોમાં આચાર્ય, ઉપાધ્યાય અને સર્વે સાધુઓને નમસ્કાર કરવામાં આવેલ છે. આ ત્રણ પદોમાં મૂળતઃ તો સાધુને જ નમસ્કાર કરવામાં આવેલ છે. સાધુ એટલે કોઈ વિશેષ પ્રકારના વસ્ત્રધારી કે દિગંબર એ જ અર્થ થતો નથી. સાધુ તો એ છે જેની સાધનાની ધૂણી સતત ધખતી રહે છે. સંત તો એ છે જેની વાસનાઓ નાશ પામી છે. મુનિ તો એ છે જે મૌન થઈને નિરંતર આત્મા સાથે તદાકાર થવાનો પ્રયાસ કરે છે. સાધુ તો એ છે જે જ્ઞાનના અંજનશલાકાથી અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનચક્ષુ ખોલે છે. સાધુ તો એ છે જે મોક્ષમાર્ગનો પથદર્શક છે. જે વિષય, આશા, આરંભ-સમારંભ, પરિગ્રહથી મુક્ત । બની જ્ઞાન-ધ્યાન-તપસ્યામાં સદા લીન રહે છે. સાધુ તો એ છે જે સકલદેશ (સર્વરૂપે) બાર વ્રતોનું પાલન કરે છે. બાર પ્રકારનાં તપ તપે છે.
Jain Education International 2010_03
જે ભવના ભૌતિક ભોગોથી વિરક્ત થઈ આત્મામાં દૃઢ બને છે. જે વિષયોથી મુક્ત, સામ્યભાવના ધારક છે, તેઓ જ સાચા અર્થમાં સાધુ છે. જેઓ પરિષહ સહન કરે છે. જેઓનાં ખાન-પાન, આહાર-વિહાર, પોતે એક દાખલા સ્વરૂપ હોય છે. જેઓ યત્કિંચિત પણ પરિગ્રહથી મુક્ત એવા અકિંચનવ્રતધારી છે. જેઓ ‘‘જિન’’ દ્વારા પ્રણીત માર્ગના પથદર્શક છે, એવા સાધુ જ નમસ્કારને યોગ્ય છે. આ સાધુઓમાં જે વરિષ્ઠ છે, સંઘના સંચાલક છે, જે નવદીક્ષિત સાધુઓના પથદર્શક, દીક્ષાગુરુ છે, તે આચાર્ય વંદનીય છે. જેઓ સ્વયં આગમના જ્ઞાતા છે, જેઓ અન્ય સાધુઓને જ્ઞાન-દાન આપી તેઓને જ્ઞાનમાં પ્રતિષ્ઠિત કરે છે તે ચારિત્ર્ય-ધારી સાધુ ઉપાધ્યાય છે. આવા પરોપકારી જ્ઞાનદાતા નમન યોગ્ય છે. અન્ય સર્વે સાધુ ભગવંત જેઓ આચાર્યની આજ્ઞામાં રહી જ્ઞાનાર્જન કરે છે, આવા ગુણ અને ચારિત્ર્યધારી બધા જ સાધુઓ વંદનીય છે. આ સાધુઓ આત્મકલ્યાણ તો કરે જ છે, પણ પોતાના આચરણ અને ઉપદેશથી ગૃહસ્થોને ભગવાન જિનેન્દ્રના સંયમમાર્ગ પર આરૂઢ થવાની પ્રેરણા આપે છે. આ જ્ઞાનદાન જ તેઓની સ્વ અને પર પ્રકાશ કરનાર મૂળ વૃત્તિ છે. આવા સાધુઓ કે જેઓ પોતે વિરાગી છે, એષણાથી મુક્ત છે, આત્મલીન છે તેઓને નમસ્કાર કરવામાં આવેલ છે. આ નમસ્કાર આપણામાં રહેલી સાધુવૃત્તિને પ્રેરિત કરે. આપણે પણ સંસારના વિષય કષાયોથી મુક્ત બનીએ. આમ ભગવાન જિનેશ્વરના પથદર્શકને જ આપણે વંદન કરીએ છીએ.
આ વિવેચનથી સ્પષ્ટ થાય છે કે આ પંચ પરમેષ્ઠિના વંદનમાં ક્યાંય વ્યક્તિપૂજા નથી, પણ ગુણોની પૂજા છે. સતત ઊર્ધ્વગમનની પ્રેરણાની પૂજા છે.
આ પંચનમસ્કારની સાથે તે મંત્રનો મહિમા અન્ય ચાર પદોમાં વ્યક્ત છે.
૯
For Private & Personal Use Only
www.jainelibrary.org