Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay

View full book text
Previous | Next

Page 229
________________ શ્રી નવકારભાસ (શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત) (ઢાલ નણદલની એ દેશી) પ્રથમપદવર્ણનભાસ વારી જાઉં હું અરિહંતની, જેહના ગુણ છે બાર; મોહન ૦ પ્રાતિહારિજ આઠ છે, મૂલ અતિશય ચ્યાર મો ૦ ૧ વા ૦ વૃક્ષ અશોક ૧ સુરકુસુમની, વૃષ્ટિ ૨ દિવ્ય ધ્વનિ વાણ, ૩ મો૦ ચામર ૪ સિંહાસન ૫ દુદુભિ, ૬ ભામંડલ ૭ છત્ર વખાણ ૮ મો ૦ ૨ વા ૦ પૂજા અતિશય છે ભલો, ત્રિભુવન જનને માન્ય; ૧ મો ૦ વચનાતિશય યોજનમાં નિ, સમજે ભવિ અસમાન. ૨ મો ૦ ૩ વા ૦ જ્ઞાનાતિશય અનુત્તર સુરતણા, સંશય છેદનહાર; ૩ મો ૦ લોકાલોક પ્રકાશતા, કેવલજ્ઞાન ભંડાર. ૪ મો ૦ ૪ વા ૦ રાગાદિક અંતરરિપુ, તેહના કીધા અંત; મો ૦ જિહાં વિચરે જગદીસરું, તિહાં સાતે ઈતિ શાંત મો ૦ ૫ વા ૦ એહ અપાયાગમનો, અતિશય અતિ અદ્ભુત; મો ૦ અહનિશિ સેવા વારતા, કોડીગમેં પુરુહૂત મો ૦ ૬ વા ૦ મારગ શ્રી અરિહંતનો, આદરીશું ગુણગેહ; મો ૦ ચાર નિક્ષેપઈ વંદીઈ, જ્ઞાનવિમલ ગુણગેહ મો ૦ ૭ વા ૦ ઈતિ પ્રથમપદવર્ણનભાસ દ્વિતીયપદવર્ણન (ઢાળ-અલબેલાની દેશી) નમો સિદ્ધાણં બીજે પદે રે લાલ, જેહમાં ગુણ છે આઠરે; હું વારી લાલ ૦ શુક્લ ધ્યાન અનલે કરી રે લાલ, બાળ્યાં કર્મકુકાઠરે; હું વારી ૦૧ નમો ૦આંકણી૦ જ્ઞાનાવરણ ક્ષયે લો રે લાલ, કેવલજ્ઞાન અનંત રે; હું વારી ૦ દર્શનાવરણ ક્ષયથી થયો રે લાલ, કેવલ દર્શન કંતરે. હું ૦ ૨ નમો ૦ અખયઅનંત સુખ સહજથીરે લાલ, વેદની કર્મનો નાશ રે; હું વારી ૦ ૨૧૯ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252