Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay
View full book text
________________
(૪)
(રઘુપતિ રાઘવ રાજારામ...એ રાગ) મંગલમય સમરો નવકાર, એ છે ચૌદ પૂરવનો સાર; જેના મહિમાનો નહિ પાર, જલ જલધિથી તારણહાર... અરિહંત શાસનના શણગાર, સિદ્ધ અનંતા સુખ દેનાર; સૂરિ-પાઠક-મુનિ ગુરુ મનોહાર, એ પાંચ પરમેષ્ઠિ ઉદાર... નવપદ એ નવસેરો હાર, હૃદયે ધરતાં ઊતરે પાર; અડસઠ અક્ષર તીરથ સાર, સંપદ આઠ સિદ્ધિદાતાર... સતી શિરોમણિ શ્રીમતી નાર, મન શુદ્ધ ગણતી નવકાર; તેનું દુઃખ હરવા તત્કાળ, ફણિધર ફીટી થઈ ફૂલમાળ... મુનિએ દીધો વન મોજાર, ભીલ ભીલડીને નવકાર; ભાવે જપતાં પૂરણ આય, બે જણ રાજા રાણી થાય... સમળીને મરતાં નવકાર, દઈ મુનિએ કીધો ઉપકાર; રાજપુત્રી થઈ કર્યો ઉદાર, સુદર્શનાએ સમળી વિહાર... કમઠ કાષ્ઠમાં બળતો નાગ, દેખે પાર્શ્વકુંવર મહાભાગ; સેવક મુખ દીધો નવકાર, ઈન્દ્ર થયો તે નાગકુમાર. અમર કુંવર જપતાં સંવકાર, મહાકષ્ટથી થયો ઉદ્ધાર; રાજા તેના પ્રણમે પાય, નમસ્કાર મહિમા ફેલાય... પાપપ્રણાશક શ્રીનવકાર, મહામંગલ છે શ્રીનવકાર; વિપ્નવિદારક શ્રીનવકાર, શિવસુખદાયક શ્રીનવકાર... ક્ષણ ક્ષણ સમરો શ્રીનવકાર, પળ પળ સમરો શ્રીનવકાર; ઘડી ઘડી સમરો શ્રીનવકાર, અહોનિશ સમરો શ્રીનવકાર... એ નવકારનું ગીત રસાલ, ગાતાં સુણતાં મંગલમાલ; લબ્ધિસૂરીશ્વર કેરો બાલ, પદ્મ નમે કરજોડી ભાલ...
- ૧૧
ઈષ્ટ ફળને આપતા, મહામંત્ર નવકાર, અનિષ્ટ સૌ અળગાં કરી. શિવપદને દેનાર, સવ મંત્ર શિરોમણિ, મહામંત્ર નવકાર,
સારભૂત એ મંત્રનો, જપતા જય જયકાર,
૨૩૦
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/50c8b5531afdbd5c8193417cb66c19b2ac7d8dd9e158f3ad7c2f9983e2143ec8.jpg)
Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252