Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay
View full book text
________________
૨
શ્રી પરમેષ્ઠિમંત્ર નવકાર ) સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદપૂરવનો સાર; એના મહિમાનો નહિ પાર, એનો અર્થ અનંત ઉદાર... સુખમાં સમરો દુઃખમાં સમરો, સમરો દિવસ ને રાત; જીવતાં સમરો મરતાં સમરો, સમરો સૌ સંગાત... સમ૦ યોગી સમરે ભોગી સમરે, સમરે રાજા રંક; દેવો સમરે દાનવ સમરે, સમરે સૌ નિશંક... સમ ૦ અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પરમાણો, અડસિદ્ધિ દાતાર... સમ ૦ નવ પદ એના નવનિધિ આપે, ભવભવનાં દુઃખ કાપે; વીર વચનથી હૃદયે વ્યાપે, પરમાતમ પદ આપે... સમ ૦
૩
૪
=========
૫
૧
૩ .
શ્રી નવકાર જપો મનરંગે, શ્રી જિનશાસન સાર; સર્વ મંગલમાં પહેલું મંગલ, જપતાં જયજયકાર. પહેલે પદ ત્રિભુવનંજન પૂજિત, પ્રણમી શ્રી અરિહંત; અષ્ટકર્મ વરજિત બીજે પદ, ધ્યાવો સિદ્ધ અનંત. આચારજ ત્રીજે પદ સમરો, ગુણ છત્રીશ નિધાન; ચોથે પદ ઉવજઝાય જપીજે, સૂત્ર સિદ્ધાંત સુજાણ. સર્વ સાધુ પંચમ પદ પ્રણામો, પંચ મહાવ્રત ધાર; નવ પદ અષ્ટ ઈહાં છે સંપદ, અડસઠ વરણ સંભાર. સાત અક્ષર છે ગુરુ જેહના, એકસઠ લઘુ ઉચ્ચાર; સાત સાગરના પાતક વર્ષે, પદે પચાસ વિચાર. સંપૂરણ પણસય સાગરના, પાતક જાયે દૂર; ઈહ ભવ સર્વકુશળ મનવાંછિત, પરભવ સુખ ભરપૂર. યોગી સોવન પરિસો કીધો, શિવકુમાર ઈણે ધ્યાન; સર્પ મિટિ તિહાં ફૂલની માળા, શ્રીમતીને પરધાન
૬
૭
૨૨૮
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/b38a2d74b4eac935fde0c1fae3912562be63589f2d3a34a0ac2c9e2eaa5c19ef.jpg)
Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252