Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay

View full book text
Previous | Next

Page 239
________________ ૮ જક્ષ ઉપદ્રવ કરતો વાર્યો, પરચો એ પરસિદ્ધ; ચોર ચંડપિંગલ ને હુંડક, પામે સુરતણી રિદ્ધ. પંચ પરમેષ્ઠિ છે જગ ઉત્તમ, ચૌદપૂરવનો સાર; ગુણ બોલે શ્રી પદ્મરાજગણિ, મહિમા જાસ અપાર. ૯ ======== ૩ (સમરો મંત્ર ભલો નવકાર.. એ રાગ) ગણજો મંત્ર ભલો નવકાર, એહની સિદ્ધિનો નહિ પાર; એના સમર્યાથી સુખ થાય, એના ગણવાથી દુઃખ જાય-ગણ૦ સુખમાં ગણજો દુઃખમાં ગણજો, મરતાં પ્રેમથી સુણજો; ત્રિકરણ યોગે હરઘડી ગણજો , અવિચળ સુખડાં વરજો-ગણ દેવો ગણતા દાનવ ગણતા, ગણતા રંક ને રાય; યોગી ભોગી ધ્યાને સમરી, મુક્તિપુરીમાં જાય-ગણ૦ મહિમાવંત જુગ જયવંતો, મંગલને કરનાર; શકિતવંતો કર્મ ચૂરતો, દેવગતિ દેનાર-ગણ૦ મંત્ર શિરોમણિ લયથી ગણતાં, કે ઈ તર્યા નરનાર; મરણાંતે તિર્યંચો સુણતાં, વર્યા દેવ અવતાર-ગણ૦ અડસઠ અક્ષર ધ્યાને સમરો, સંપદા અષ્ટ વિચાર; નવપદ એના હૃદયે ધારો, અડસિદ્ધિ દેનાર-ગણ૦ સઘળા અક્ષર મહિમાવંતા, ગણજો નર ને નાર; પંચ પરમેષ્ઠિ ભાવે નમતાં, ઉતારે ભવપાર-ગણ૦ નવકાર કેરો અર્થ અનંતો, શ્રી અરિહાએ ભાખ્યો; ચૌદ પૂર્વના સાર રૂપે એને, સૂત્ર શિરોમણિ દાખ્યો-ગણ૦ ભણતાં ગુણતાં નિર્જરા થાવે, પાપ પડલ દૂર જાવે; આતમ અરિહા સમીપે આવે, અક્ષય પદને પાવે-ગણ૦ ૮ ૯ રસના રસથી જપ, મહામંત્ર નવકાર, સંત છે ભવસાગરે, મહામંત્ર નવકાર. ત્રણ સંધ્યાએ ગણજો, સદા મહામંત્ર નવકાર, ૐ કાર મંત્ર સાથે ગણો મહામંત્ર નવકાર, ૨૨૯ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252