Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay
View full book text
________________
નિવકારમંત્રનો મોટો મહિમા)
નવકારમંત્રનો મહિમા મોટો, સુણજો થઈ એક તાર રે હૃદયે રાખી રટણ કરો તો સફળ બને અવતાર રે...
નમો અરિહંતાણં નમો નમો
નમો સિદ્ધાણં નમો નમો શ્રધ્ધાને ભક્તિનો હૈયે, જલતો રાખી દીવડો મોહમાયાને ત્યાગી દઈને, રંગે રંગો જીવડે સંકટ સમયે સહાયક થઈને (૨) ઉતારે ભવપાર રે હૃદયે રાખી રટણ કરો તો સફળ બને અવતાર રે
નમો અરિહંતાણં નમો નમો
નમો સિદ્ધાણં નમો નમો અજર અમર પદ આપે એવો એક મંત્ર અનોખો, ઘડજો સંયમને સંસ્કાર, માનવ મનખો મોંઘો, ચૌદ પૂરવનો સાર રૂપ એ (૨) ઉતારે ભવ પાર રે... હૃદયે રાખી રટણ કરો તો સફળ બને અવતાર રે
નમો અરિહંતાણં નમો નમો નમો સિદ્ધાણં નમો નમો
સર્વ શક્તિમાન જાણજે, મહામંત્ર નવકાર, અશ્રદ્ધાવંત પણ જો ભણે, મહામંત્ર નવકાર, આત્માને જાગ્રત કરી, મિથ્યાત્વ હરનાર, અંધશ્રદ્ધા તેની ટળે, પામે શ્રદ્ધા સાર,
( જનની સમ છે પ્રેમવંત, મહામંત્ર નવકાર, જન્મ જન્મની પૂંજીરૂપ, મહામંત્ર નવકાર, ભલું કરે જગ લાલનું અહિત નહિ કરનાર. તેને રાખો સાથમાં, અશિવ ન આવે દ્વાર.
નિકંદન કાઢે કષાયનું, મહામંત્ર નવકાર, કલ્પતરુ સમ જાણજો, મહામંત્ર નવકાર નિષ્કષાયી આત્મા કરી, દેખાડે શિવકાર. દલનહાર દારિદ્રયનો આપે સુખ શ્રીકાર.
મહા રસાયણ જાણજો, મહામંત્ર નવકાર, સદા સ્મરે નવકારને, આણી મન ઉલ્લાસ, અધિક અધિક લૂંટયા થકી, સુવર્ણસિદ્ધિ દેનાર. વિમલ સરોવર સમાન છે, મહામંત્ર નવકાર.
૨૩૫
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/1e2045c373320347bf29e266e3aaae7b3bd73136608a2c7e252f9c1a2e5277fe.jpg)
Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252