Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay

View full book text
Previous | Next

Page 248
________________ વિશિરોમણિ શ્રી નવકારો ચિત્ર પરિચય શ્રી નવકાર મહામંત્રને શાસ્ત્રોમાં ઉપમાનીત વિશેષણોથી વર્ણવ્યો છે. શ્રી નવકારની અસીમ શક્તિઓના સામાન્ય પરિચય માટે અમુક વિશિષ્ટ ઉપમાઓ જણાવાય છે, પણ તે ખરેખર શ્રી નવકારના યથાર્થ સ્વરૂપને જણાવી શકતી નથી. આ વાતને સ્પષ્ટ રીતે સમજવા માટે આ ચિત્ર છે. આ ચિત્રમાં વચગાળામાં ખૂબ જ શ્યામ રંગની પૃષ્ઠભૂમિકા આપણા જીવનમાં ખૂબ જ ગાઢ રીતે ફેલાયેલ મિથ્યાત્વ, અજ્ઞાનાદિનો અંધકાર સૂચવે છે. તેમાં લાલ પૃષ્ઠભૂમિકાએ સફેદ સ્ફટિક જેવા અક્ષરોથી ચકચકતો શ્રી નવકાર સિદ્ધપદની શાશ્વત ભૂમિકાએ પહોંચવાની સુદઢ લક્ષ્યની જાગૃતિ સાથે શ્વેતવર્ણથી શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાની પ્રધાનતા શ્રી નવકારના આરાધકો માટે દર્શાવે છે. આને ફરતા બહારના વર્તુળમાં નીચેથી ખીલેલી ફળસમૃદ્ધ વેલડીના દૃશ્યમાં નવ ચીજો શ્રી નવકારની અનુપમ શક્તિનો પરિચય આપનારી દર્શાવી છે. ૧. સૌથી ઉપરના મથાળે દશ કલ્પવૃક્ષો પાંચની બે લાઈનમાં દર્શાવ્યાં છે, તે એમ સૂચવે છે કે - યુગલીયા વગેરે પુણ્યશાલી જીવોની સઘળી મનોકામના પૂર્ણ કરનારા આ કલ્પવૃક્ષો મનથી ચિતવેલું જ માત્ર આપે છે, અને તે પણ પુણ્ય-સાપેક્ષ રહીને જ !!!. ગમે તેને ગમે તે ચીજ ગમે તેટલી આપવાની શક્તિ કલ્પવૃક્ષમાં નથી. જ્યારે નવકાર તો સર્વ જીવોને ધાર્યા કરતાં વધુ પુણ્ય ન હોય તો નવું ઉપજાવીને પણ આપીને છેવટે આત્માની અખૂટ ઋદ્ધિ પણ આપે છે. એટલે શ્રી નવકાર કલ્પવૃક્ષથી પણ ચઢિયાતો છે. ૨. ડાબે કામધેનુ છે. ૩. જમણે કુંભ છે. આ બંને ચીજો સંસારી પૌગલિક પદાર્થો પુણ્યસાપેક્ષ રીતે ચિતવ્યા પ્રમાણે દેવાધિષ્ઠિતપણાને લીધે આપે છે. પણ શ્રી નવકાર તો આત્માના અનુપમ મહિમાશાલી વિશિષ્ટ સદ્ગુણોના ઐશ્વર્યને સાદિ-અનંત ભાગે આપે છે. તેથી શ્રી નવકાર કામધેનુ અને કામકુંભ કરતાં પણ ચઢિયાતો છે. ૪. ચિત્રમાં ડાબે અમૃતકુંભ અને ૫. જમણે ચિંતામણિરત્ન દર્શાવ્યું છે. ખરેખર અમૃતમાં સંસારી રોગોને સમૂળ નાશ કરી અભુત આરોગ્ય આપવાની શક્તિ આયુ આદિ શુભકર્મ સાપેક્ષપણે છે. પણ શ્રી નવકાર તો ભવોભવનાં વિવિધ દુઃખોના મૂળ કારણસમા કર્મરૂપ ભાવરોગને મૂળમાંથી નષ્ટ ' કરી અનંત અવ્યાબાધ પરમપદની પ્રાપ્તિ કરાવે છે. તેથી શ્રી નવકારના પ્રત્યેક વર્ણો અમૃતકુંભ કરતાં પણ વધુ મહત્વના છે. તથા ચિંતામણિરત્ન માંગણી પ્રમાણે પુણ્યસાપેક્ષ રીતે જગતના પૌગલિક વૈભવને કદાચ આપે, પણ શ્રી નવકાર તો ભક્તિ-શ્રદ્ધા અને શરણાગતિના સુમેળના પરિણામે ઈહભવ-પરભવની લૌકિક-લોકોત્તર સંપદા-સમૃદ્ધિ આપવા સાથે આત્માના અખંડ સામ્રાજયને અચૂક રીતે પ્રાપ્ત કરાવે છે. ૨૩૮, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252