________________
તેથી શ્રી નવકાર ચિંતામણિરત્ન કરતાં પણ ચઢિયાતો છે. આ રીતે શ્રી નવકાર મહામંત્રની અપૂર્વ મહિમા સૂચવનારી પાંચ ઉપમાઓ દર્શાવી. હવે શ્રી નવકાર મહામંત્રના લોકોત્તર આધ્યાત્મિક પ્રભાવને સૂચવતી ચાર ઉપમાઓ દર્શાવાય છે. જે આ ચિત્રમાં નીચેના ભાગે દેખાય છે. ૬. વજ (ડાબે) અને ૭. ચક્રરત્ન (જમણે) ૮. દીવાદાંડી (ડાબે) તથા ૯. વહાણ (જમણે) દેખાય છે.
એટલે કે - શ્રી નવકાર મહામંત્ર એટલો બધો અભુત પુણ્યશાળી છે કે – (૬) વજ જે રીતે મોટા મોટા ' પર્વતોના ભુક્કો કરી નાખે તેમ ઓગણોતેર કોડાકોડી સાગરોપમની સ્થિતિ તોડવાની અપૂર્વ શક્તિ જેના એકેક અક્ષરના દ્રવ્યથી પણ ઉચ્ચારમાં રહેલી છે. તેવો શ્રી નવકાર મહામંત્ર અતિ ગૂઢ તીવ્રતમ મિથ્યાત્વ આદિ રૂપ મોહના સંસ્કારોને ગુરુગમથી કરાયેલ જાપ-ધ્યાન-ચિંતનાદિ પ્રભાવે નષ્ટ કરી નાંખે છે. - વળી (૭) ચક્રવર્તીનું ચક્ર જે રીતે વિષમ દુશ્મનોને પણ ક્ષણભરમાં કબજે કરી દે છે, અને ચક્રવર્તીને છ ખંડની અપૂર્વ ઋદ્ધિ આપે છે, તે રીતે આ નવકાર પણ નિબિડતમ કર્મના સંસ્કારોનાં બંધનોને મૂળમાંથી છેદી આત્માને કર્મની ગુલામીમાંથી છોડાવી અખંડ આનૈશ્વર્યનો ભોક્તા બનાવે છે.
આ પ્રમાણે (૮) દીવાદાંડી જેમ ભરદરિયે પહાડ કે ભેખડો સાથે અથડાઈને ભુક્કો થઈ જવાના મહાન ભયમાંથી વહાણને દૂરથી ઉગારી લે છે તેમ કુવિચાર, તીવ્ર સંકલેશ આદિ વિષમ વિક્ષેપોમાંથી જીવનને હેમખેમ બચાવનાર શ્રી નવકાર મહામંત્ર છે.
તે રીતે (૯) શ્રી નવકાર અનાદિઅનંત આ સંસારસમુદ્રમાં આથડી રહેલા આપણા જીવાત્માને નિરાબાધ આ પ્રમાણે પાર ઉતારી મુક્તિરૂપ નગરમાં લઈ જનાર સર્વ સાધન સંપન્ન સફરી વહાણ જેવો છે.
આ રીતે શ્રી નવકાર મહામંત્ર જગતની અદ્ભુત ઉપમાઓથી પણ ખરેખર અવર્ણનીય બની રહે છે.
માત્ર આવી વિશિષ્ટ ઉપમાઓથી શ્રી નવકાર મહામંત્રની અદ્ભુત શક્તિઓ વિષે બહુ આછો ખ્યાલ | આપી શકાય.
ટૂંકમાં શ્રી નવકાર મહામંત્ર સર્વ ઉપમાઓથી અતીત અને સર્વશિરોમણિ છે. એ વાત આ ચિત્ર પરથી તે સમજી શકાય છે.
વિશેષમાં આ ચિત્રમાં સૌથી ઉપર મધ્યભાગે શ્રી નવકાર મહામંત્ર પ્રતીક (યોગશાસ્ત્ર પૃ. ૯, શ્વો. ) ૩૧ થી ૩૬)નું આલેખન છે. તેની ડાબે શ્રી અરિહંત પ્રભુની સુંદર સ્થાપના શ્રી નવકારના આરાધકોના હૈયામાં અદાજ્ઞાનું પ્રાધાન્ય દર્શાવવા કરી છેઃ
જમણી બાજુ સિદ્ધ ભગવાનનું નિરંજન નિરાકારપણું દર્શાવવાપૂર્વકની સ્થાપના આરાધનાના છેવટના લક્ષ્ય તરીકે સિદ્ધિ પદની પ્રાપ્તિનું મહત્વ દર્શાવ્યું છે.
નીચે ડાબે અને જમણે બતાવ્યાં છે. જે બંને પંચ પરમેષ્ઠિઓને ગુણાનુરાગપૂર્વક નમસ્કાર કરવારૂપના લક્ષ્યાર્થવાળા શ્રી નવકાર મહામંત્રની માંત્રિક શક્તિઓના પ્રતિનિધિ સમા મહાન સર્વોત્કૃષ્ટ મંત્ર બીજો છે. આ રીતે આ ચિત્ર ભાવિક પુણ્યાત્માઓના હૈયામાં શ્રી વીતરાગ શાસન નિર્દિષ્ટ ભાવશુદ્ધિની કેળવણી માટે ખૂબ જ ઉપયોગી છે.
વધુ માર્મિક રહસ્ય જ્ઞાની ગીતાર્થ ગુરુ પાસેથી સમજવા પ્રયત્ન કરવો.
૨૩૯
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org