Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay

View full book text
Previous | Next

Page 244
________________ (સર્વમંત્ર શિરામણિી સર્વમંત્ર શિરોમણિ, મહામંત્ર નવકાર સારભૂત એ મંત્રને, જપતા જય જયકાર... ઉગે સૂરજ સુખનો, ન રહે દીન ને હીન, જો ગણો નવકારને, તો સુખમાં જાએ દીન... અવળા સહુના સવળા કરે, સવળા સફળ થાય, જપતાં શ્રી નવકારને, દુ:ખ સમૂળા જાય દુઃખમાં દિલાસો આપીને, સુખમાં લે સંભાળ મિત્ર ધર્મ છોડે નહીં, મહામંત્ર નવકાર... આ લોક પરલોકમાં, આપે સુખ નવકાર આ શિવ વરૂ અળગા કરી, શિવપદને દેનાર દિવ્ય ઔષધિ જાણજો, મહામંત્ર નવકાર, તન-મન ને આતમ તણા, મહારોગ હણનાર... વિકાર બાળે, વિલાસ ટાળે, મહામંત્ર નવકાર સંયમ રોમે રોમે પ્રગટે, જીવનનો શણગાર કલ્પતરૂ ને ચિંતામણિ સમ, મહામંત્ર નવકાર મંગળ આપે દુઃખડાં કાપે, ખોલે મુક્તિનાં દ્વાર... તીન જોગ તીન કરણથી, વંદુ વારંવાર ખરું શરણ એહનું, ખરો મંત્ર નવકાર વિશ્વાસ રાખી નવકારનો જપજો શ્વાસોશ્વાસ શાશ્વત સુખને આપશે, કરી કર્મનો નાશ... સાધક શ્રધ્ધા રાખીને જપજો શ્રી નવકાર કાર્ય તમારાં સિદ્ધ થશે અનુભવનો ઉદ્ગાર... સર્વમંત્ર શિરોમણિ મહામંત્ર નવકાર... અનુભવ મિત્ર સમ ગણો, મહામંત્ર નવકાર, બ્રહ્માસ્ત્ર સમાન જાણજો, મહામંત્ર નવકાર, કૃપા થાય જો તેહની, તો બેડો થાયે પાર. વિકટ વેળાએ આપતો, સાધક સહાય અપાર. ૨૩૪. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252