________________
મારો તો જીવનનો આધાર.....શ્રેષ્ઠમંત્ર નવકાર સિદ્ધમત્ર નવકાર અડસઠ અક્ષર એના જાણો અડસઠ તીરથ સાર આઠ સંપદાથી પરમાણો અડસિદ્ધિ દાતાર મારે મન એક જ છે નવકાર મારો તો જીવનનો આધાર...... શ્રેષ્ઠમંત્ર નવકાર સિદ્ધમત્ર નવકાર સકળ સંઘને હૈયે વસતો આરાધકનો પ્રાણ શાશ્વત યંત્ર શાશ્વત મંત્ર જિનશાસનનો સાર મારે મન એક જ છે નવકાર મારો તો જીવનનો આધાર.......શ્રેષ્ઠમંત્ર નવકાર સિદ્ધમત્ર નવકાર
મહામંત્ર છે મોટો જગમાં
(રાગ : રામચંદ્ર ગયે સિયા સે) મહામંત્ર છે મોટો જગમાં, એક જ શ્રી નવકાર ધૂન લગાવો સાથે મળી સૌ, એ છે તારણહાર રે.......
હે મહામંત્ર છે મોટો જગમાં. નમો અરિહંતાણું કહેતા તરિકે સાગર પાર રે (૨) નમસ્કાર હો જો સિદ્ધોને કોટિ કોટિ વાર રે (૨) આચાર્ય ભગવંતોને હું (૨) વંદુ વારંવાર રે......
ધૂન લગાવો સાથી મળી સૌ....... એ છે. ઉપાધ્યાય સ્વાધ્યાય દઈને કરે સદા ઉપકાર રે (૨) સાધુની સેવા કરવાને થાજો સૌ તૈયાર રે (૨) એ પાંચેની ભક્તિ કરીને (૨) સફળ કરો અવતાર રે
ધૂન મચાવો સાથી મળી સૌ...... એ છે નવકારમાં અનેક ગુણો, ગણતા ના'વે પાર રે (૨) એમાં પૂર્ણપણે સમાયો ચૌદ પૂરવનો સાર રે (૨) ધન્ય ધન્ય અવતાર જેનો (૨) સમરે શ્રી નવકાર રે ધૂન લગાવો સાથે મળી સૌ... એ છે તારણહાર રે
એ છે તારણહાર રે
૨૩૨
Jain Education International 2010 03
For Private & Personal Use Only
www.jainelibrary.org