SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ શ્રી પરમેષ્ઠિમંત્ર નવકાર ) સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદપૂરવનો સાર; એના મહિમાનો નહિ પાર, એનો અર્થ અનંત ઉદાર... સુખમાં સમરો દુઃખમાં સમરો, સમરો દિવસ ને રાત; જીવતાં સમરો મરતાં સમરો, સમરો સૌ સંગાત... સમ૦ યોગી સમરે ભોગી સમરે, સમરે રાજા રંક; દેવો સમરે દાનવ સમરે, સમરે સૌ નિશંક... સમ ૦ અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પરમાણો, અડસિદ્ધિ દાતાર... સમ ૦ નવ પદ એના નવનિધિ આપે, ભવભવનાં દુઃખ કાપે; વીર વચનથી હૃદયે વ્યાપે, પરમાતમ પદ આપે... સમ ૦ ૩ ૪ ========= ૫ ૧ ૩ . શ્રી નવકાર જપો મનરંગે, શ્રી જિનશાસન સાર; સર્વ મંગલમાં પહેલું મંગલ, જપતાં જયજયકાર. પહેલે પદ ત્રિભુવનંજન પૂજિત, પ્રણમી શ્રી અરિહંત; અષ્ટકર્મ વરજિત બીજે પદ, ધ્યાવો સિદ્ધ અનંત. આચારજ ત્રીજે પદ સમરો, ગુણ છત્રીશ નિધાન; ચોથે પદ ઉવજઝાય જપીજે, સૂત્ર સિદ્ધાંત સુજાણ. સર્વ સાધુ પંચમ પદ પ્રણામો, પંચ મહાવ્રત ધાર; નવ પદ અષ્ટ ઈહાં છે સંપદ, અડસઠ વરણ સંભાર. સાત અક્ષર છે ગુરુ જેહના, એકસઠ લઘુ ઉચ્ચાર; સાત સાગરના પાતક વર્ષે, પદે પચાસ વિચાર. સંપૂરણ પણસય સાગરના, પાતક જાયે દૂર; ઈહ ભવ સર્વકુશળ મનવાંછિત, પરભવ સુખ ભરપૂર. યોગી સોવન પરિસો કીધો, શિવકુમાર ઈણે ધ્યાન; સર્પ મિટિ તિહાં ફૂલની માળા, શ્રીમતીને પરધાન ૬ ૭ ૨૨૮ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy