Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay

View full book text
Previous | Next

Page 234
________________ ઈમ સમર્યા સંકટ દૂર ટળે તત્કાળ; ઈમ જપે જિન પ્રભુ, સુરિ-શિષ્ય રસાળ ...૧૪ ( શ્રી નમસ્કારમંત્રનો છંદ ) પંચપરમેષ્ઠી નવકાર જપ જીવડા, જાપ સમ અવર નહિ પુણ્ય કોઈ; ધ્યાન નવકાર મન નિશ્ચલ રાખતાં, મુક્તિનો માર્ગ જે સુલભ હોઈ. જાપ જે કોઈ કરે પાતક તે દહે, સાગર સાત દુઃખ સોઈ જાય; આખું જે પદ ગણે પચાસ સાગર હશે, દુઃખ ને પાપ સહુ દૂર થાય, દિવસ થોડામાંહિ મુક્તિ જાય. પાંચસે સાગર તણું દુઃખ તેનું ગયું, શ્રી નવકાર મુખ પૂર્ણ ભાખ્યો; અડસઠ અક્ષર પદ નવ ઉચ્ચરે, મુક્તિ-તરુફલ-રસ તેણે ચાખ્યો, જીવ ચિંહુ ગતિ તેણે ભમત રાખ્યો. નવકારવાલીએ જેહ નવપદ જપે, તેહથી અધિક ફલ આનુપૂર્વી; તપ છ માસ સંવત્સર કર્મ દહે, તેટલું કર્મ ખપે કહત કવિ, એહ જિનશાસને વાત કહેવી. ૩ ૪ ચોપાઈ મુક્તિ તણો અર્થી હોય, નવકાર લય લગાવે સોય; શુભધ્યાને મન રાખે સાર, શ્રાવક એહ તુજ આચાર. દુહા સાર વચન શ્રવણે સુણી, પહેરી અંબર સાર; ઋષભ કહે નિત્ય સમરીયે, આદિમંત્ર નવકાર. ૫ ૨૨૪, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252