________________
મનોમય ભૂમિકામાં ચાલ્યો જાય છે. માનસિક ઉચ્ચારણ બની જાય છે અને એનાથી પણ આગળ પ્રાણના સ્તર ઉપર પહોંચી જાય છે. પ્રાણમય બની જાય છે, ત્યારે તેનું પરિણામ આવે છે. ત્યાં પહોંચતાં જ મંત્રમાં અસીમ શક્તિ ઉત્પન્ન થાય છે. જો હું કેવળ એ પ્રતિપાદન કરું કે મંત્ર-શબ્દના ઉચ્ચારણ માત્રથી બધું કંઈ થાય છે તો તે પ્રતિપાદન નિરર્થક ઠરે.
પ્રશ્ન - મંત્ર શબ્દાત્મક હોય છે. શબ્દના તરંગોથી મંત્રનો લાભ મળી જાય છે કે તેના અર્થનું ચિંતવન કરવું પણ આવશ્યક છે ?
ઉત્તર - મંત્રના શરીરથી આપણે યાત્રાનો પ્રારંભ કરીએ છીએ અને આત્મા સુધી પહોંચીએ છીએ. મંત્રનું શરીર છે શબ્દ અને મંત્રનો આત્મા છે અર્થ. આપણે કેવળ મંત્રના શરીરને શબ્દને જ મંત્ર ન માની લઈએ. મંત્રનો જે આત્મા છે, તેનો જે અર્થાત્મા છે તેને પણ આપણે સમજવાનો છે. મંત્રશાસ્ત્રમાં કેવળ શબ્દને મંત્ર નથી માનવામાં આવતો. મંત્ર અર્થાત્મા સાથે જોડાયેલો હોય છે ત્યારે જ તે મંત્ર બને છે. મંત્રની સાધના કરનારે પહેલાં મંત્રના શરીરનો-શબ્દનો સ્પર્શ કરવો જોઈએ અને પછી એના માધ્યમ દ્વારા તેના આત્મા-અર્થ સુધી પહોંચવું જોઈએ. એ બન્ને મંત્રની સીમામાં આવી જાય છે. ભલે આપણે તેના પહેલા ચરણને પ્રેક્ષા માની લઈએ, પરંતુ મંત્રનો જે પૂરો ન્યાસ છે. ફેલાવ (પ્રસરણ) છે તે શબ્દથી અશબ્દ છે.
શબ્દ એક સાધન છે. શબ્દના ધ્વનિ-તરંગો પ્રકંપના પેદા કરે છે. પરંતુ જે પરિણામ આવવું જોઈએ તે આવતું નથી. એક વાર કોઈ એક માણસે વિવેકાનંદને કહ્યું કે, ‘‘મંત્રો બેકાર છે. શબ્દોમાં શક્તિ જ ક્યાં છે?'' વિવેકાનંદે કહ્યું, ‘‘તમે મોટા બેવકૂફ છો, મૂર્ખ છો.’ બસ આટલું સાંભળતાં જ
Jain Education International 2010_03
માણસ સમસમી ઊઠ્યો. તેણે કહ્યું, ‘સ્વામીજી ! આપ આટલા મહાન સંત થઈને આવા શબ્દો બોલો છો ? વિવેકાનંદે કહ્યું – ‘હમણાં તો તમે કહેતા હતા કે શબ્દમાં શું રહ્યું છે ? શબ્દનું કંઈ પરિણામ નથી આવતું !' તે માણસે સ્વીકાર કરી લીધો કે શબ્દનું પરિણામ આવે છે.
પ્રશ્ન - આત્મા શુદ્ધ ચૈતન્ય છે. તો પછી તેમાંથી આટલી વિકૃતિઓ કેવી રીતે નીકળે છે ?
ઉત્તર -બાળક જ્યારે જન્મે છે ત્યારે તે બિલકુલ સાફ હોય છે, પરંતુ જયારે તે ઘરના અમુક વાતાવરણમાં રહે છે, ત્યારે ગાળો દેવાનું, ગુસ્સો ક૨વાનું વગેરે શીખી જાય છે. આપણો સંસાર પરમાણુઓથી આક્રાન્ત થયેલો છે. પરમાણુમય સંસારમાં રહેનાર આત્મા પણ વિશુદ્ધ કેવી રીતે રહી શકે ? મિશ્રણથી બધી અશુદ્ધિઓ આવે છે. તેથી મંત્ર
સાધના દ્વારા આપણે એવું કવચ તૈયાર કરીએ છીએ
કે બહારનો કોઈ પ્રભાવ આપણા ઉપર ન પડે. ત્યારે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં પોતે પોતાની મેળે રહેશે.
પ્રશ્ન - આપે જણાવ્યું કે નમસ્કાર મહામંત્રની આરાધના અનેક રૂપે કરી શકાય છે. જેમકે - અહમ્ ઓમ, અસિઆઉસા વગેરે. એક મંત્રસાધકે શું આ બધામાંથી કોઈ એક શબ્દાવલી પસંદ કરવી જોઈએ ? તેણે ક્યા વિધિ-વિધાનનું પાલન કરવું જોઈએ ?
ઉત્તર -મહામંત્રની ઉપાસના વિભિન્ન રૂપોમાં કરવામાં આવે છે. પરંતુ એની પસંદગી, મંત્રસાધકનો પ્રશ્ન શો છે તેને આધારે કરવામાં આવે છે. મંત્રસાધનાનું એનું લક્ષ્ય શું છે સાધકે એ નિર્ણય ક૨વો પડે છે કે તે મનની કઈ શક્તિને જગાડવા માગે છે. તેના આધારે જ મહામંત્રનાં વિભિન્ન રૂપોમાંથી ગમે તે એકની પસંદગી થશે.
જો કોઈ સાધક ત્રણ ચૈતન્યકેન્દ્રોને જાગ્રત કરવા માગતો હોય તો તેણે મહામંત્રના ‘ઓમ’ રૂપની
૧૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org