________________
હોય છે. મંત્રમાં અક્ષરનો અનાવશ્યક ઉપયોગ ન હોય. મંત્રના અક્ષરોને વેડફી નાખી શકાય નહિ, કારણ કે એથી મંત્રની શક્તિ ઘટે છે અને કાર્યસિદ્ધિમાં વિલંબ થાય છે અથવા તે નિષ્ફળ નીવડે છે. એટલા માટે અક્ષરને મંત્રદેવતાના દેહ તરીકે માનવામાં આવે છે. મંત્રની રચના મંત્રદષ્ટાઓ કરતા હોય છે. તેઓ પ્રત્યેક અક્ષરનાં સ્વરૂપ, રંગ, રહસ્ય, શક્તિ ઈત્યાદિને પોતાના અતીન્દ્રિય અનુભવ દ્વારા જાણતા હોય છે. અને તેથી તેઓ મંત્રમાં ઈષ્ટફલની દૃષ્ટિએ અક્ષરોનું સંયોજન કરે છે.
નવકારમંત્ર અનાદિ સિદ્ધ મનાયો છે. તે મંત્ર હોવાને કારણે તેમાં પણ પ્રત્યેક અક્ષરનું મહત્ત્વ સ્વીકારાયું છે. નવકારમંત્રનો એક એક અક્ષર ઘણા બધા અર્થો અને ભાવોથી સભર છે. અક્ષર ઉપરાંત તેના પ્રત્યેક શબ્દમાં પણ ઘણા અર્થો અને ભાવો રહેલા છે. એટલે જ નવકારમંત્રના શબ્દોના અર્થનું વિવરણ કરતા જઈએ અને વિવરણનું પણ વિવરણ એમ ઉત્તરોત્તર કરતા જઈએ તો ચૌદ પૂર્વ જેટલું લખાણ થાય. એટલા માટે જ નવકારમંત્રને ચૌદ પૂર્વના સાર તરીકે ઓળખાવવામાં કોઈ અતિશયોક્તિ થયેલી નથી. વળી, નવકારમંત્રમાંથી પ્રણવ, માયા, અર્હ વગેરે પ્રભાવશાળી મંત્ર બીજાક્ષરોની ઉત્પત્તિ થઈ છે એમ શાસ્ત્રકારોએ કહ્યું છે. એટલે નવકારમંત્ર એ મંત્રોનો પણ મંત્ર છે, મહામંત્ર છે.
મંત્રમાં અક્ષરોના ઉચ્ચારણમાં પ્રમાદ કે શિથિલતા ન ખપે. ‘ચાલશે’ એવી વૃત્તિ કે વલણ મંત્રસાધનામાં ન ચાલે. અક્ષર એ મંત્રદેવતાનો દેહ હોવાથી - ઉચ્ચારણમાં જો ઓછુંવત્તું થાય, આઘુંપાછું થાય કે અક્ષરો ચૂકી જવાય તો તેથી મંત્રદેવતાનું શરી૨ વિકૃત થાય છે એવી માન્યતા છે. એ માટે બે વિદ્યાસાધકોનું દૃષ્ટાંત અપાય છે.
Jain Education International 2010_03
ગુરુએ તેમને ગુપ્ત વિદ્યા આપી ને તેની આમ્નાયસાધનાની રીત પણ શીખવી. તે અનુસાર તેઓ બંનેએ વિદ્યાદેવીની સાધના કરી. પરંતુ એથી જે વિદ્યાદેવીઓ તેમને પ્રત્યક્ષ થઈ તેમાંની એક લાંબા દાંતવાળી દેખાઈ અને બીજી એક આંખે કાણી દેખાઈ. આથી તેમને આશ્ચર્ય થયું. તરત તેમને પોતાની ભૂલ સમજાઈ કે અક્ષરોના ઉચ્ચારણમાં કંઈક ફરક પડયો હોવો જોઈએ. તેઓએ ફરીથી મંત્રનો પાઠ અક્ષરની દૃષ્ટિએ બરાબર શુદ્ધ કર્યો. એથી વિદ્યાદેવીઓ ફરીથી પોતાના મૂળ સુંદર સ્વરૂપે પ્રગટ થઈ. મંત્રમાં અક્ષરો અને તેના સંયોજનનું તથા તેની પાઠશુદ્ધિનું કેટલું મહત્ત્વ છે, તે આ દૃષ્ટાંત પરથી સમજાશે.
જુદા જુદા કેટલાક મંત્રો એના અક્ષરોની સંખ્યાથી પણ સુપ્રસિદ્ધ થયા છે. પંચાક્ષરી, સપ્તાક્ષરી, અષ્ટાક્ષરી, પોડશાક્ષરી વગેરે મંત્રોની જેમ નવકાર મંત્ર અડસઠ અક્ષરોથી જાણીતો છે. મંત્રોના અક્ષરોની સંખ્યા સુનિશ્ચિત અને સુપ્રસિદ્ધ હોવાથી મંત્રમાં તેની વધઘટ થવાનો સંભવ રહેતો નથી.
નવકારમંત્ર એના અડસઠ અક્ષરથી તેમ જ નવ પદથી સુપ્રસિદ્ધ છે. નવનો સંખ્યાંક અખંડિત અને શુકનવંતો મનાયો છે. ગુણાકાર, ભાગાકાર વગેરે
ગણિતના પ્રયોગોમાં પણ તે છેવટે નવ ઉપર આવીને રહે છે. નવકારમંત્રનાં નવ પદનો મહિમા વર્ણવતાં વચનો પણ ઘણાં છે. ઉ. ત.
નવ પદ એનાં નવનિધિ આપે, ભવોભવનાં દુઃખ કાપે.
નવ પદ એ છે નવે નિધાન, સેવો હૃદયે ધરી બહુમાન; નવ પદ ધ્યાને દુઃખ વિસરાઈ, પગ પગ ઋદ્ધિ સુખ વિશાળ.
નવકારમંત્રના એક પદનો, બે પદનો, ત્રણ પદનો, પાંચ પદનો અને નવ પદનો એમ જુદી જુદી દૃષ્ટિએ મહિમા દર્શાવવામાં આવ્યો છે. પહેલાં પાંચ
૧૨૬
For Private & Personal Use Only
www.jainelibrary.org