________________
અર્પણ કરે છે. તેમાં ૬૮ અક્ષરો છે જે અષ્ટકર્મની નિર્જરા કરાવવામાં સેતુ સમાન છે. અષ્ટપ્રકારની ભૌતિક સિદ્ધિઓ સાધકને વણમાગ્યે અર્પે છે. । આ મંત્રાધિરાજના મુખ્ય પાંચ પદ છે. જે દેવ અને ગુરુ તત્વમાં વિભાજિત છે. પદ આ પ્રમાણે છે. नमो अरिहंताणं.
......9
નમો સિદ્ધાણં...
नमो आयरियाणं.
नमो उवज्झायाणं.
+
नमो लोए सव्वसाहूणं. પ્રથમ બે પદ દેવ તત્ત્વ છે.
.૩
બાકીનાં ત્રણ પદ ગુરુ તત્ત્વ સ્વરૂપે છે. અહીંયાં દેવ તથા ગુરુની ગણતરી સમ્યક્ યાને શુદ્ધ દેવ ગુરુની ગણના છે. જેઓ પરમાર્થે, કરુણાર્થે, ઉપકારી છે. તેઓનાં વર્ણ અને ગુણ આ પ્રમાણે છે.
શ્યામ-કૃષ્ણ
૪
પદ : વર્ણ (રંગ) : પ્રથમ, ઉજ્જવળ-ધવલ,
દ્વિતીય, લાલ, તૃતીય, પીળો,
ચતુર્થ, નીલો,
પંચમ
Jain Education International 2010_03
ગુણ ઃ
બાર
આઠ,
છત્રીસ,
પચ્ચીસ,
સત્તાવીસ
આમ કુલ ગુણ ૧૦૮ થાય છે માટે રોજ એક માળા ગણવી જોઈએ. વધુ જેટલી ગણાય તેટલી સારી. પ્રકારાંતરે તેમાં ધર્મ તત્ત્વ ઉમેરાવાથી સિદ્ધચક્રજી અથવા નવપદજીનું પ્રાગટ્યપણું । સંભવિત બને છે. આ ધર્મ તત્ત્વ આ પ્રમાણે છે.
દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આ ચારે સમ્યક્ હોવા જરૂરી છે. આવા શ્રી સિદ્ધચક્રજીના પ્રભાવથી શ્રીપાલ-મયણા પોતાનો ભવ સુધારી ગયા અને ભવાંતરમાં સુંદર ઉચ્ચતર ઉચ્ચતમ ભવો
X
પ્રાપ્ત કરી મોક્ષવધૂને પ્રાપ્ત કરશે.
કર્મસત્તાને મારી હટાવનાર નમસ્કાર મહામંત્ર રૂપી પુરુષાર્થ એ મહાસત્તા છે. મંત્ર એટલે શું?
મેં = મન, ત્ર = બચાવે. આમ મનને બચાવે તે મંત્ર. મનને શાનાથી બચાવે ? પં. અભયસાગર જણાવે છે તેમ,
- મનસ્કારથી કર્મ બંધાય.
૧૩૯
- નમસ્કારથી કર્મ છૂટે
- મનસ્કારથી જીવન રાગાદિથી કલુષિત થાય - નમસ્કારથી આત્મા વિવેકશીલ બની રાગાદિ દોષોથી રહિત બને.
મંત્રાધિરાજમાં લીન થવાથી અને તેનો નિરંતર અભ્યાસ કરવાથી, પંચપરમેષ્ઠિમાં મગ્ન થવાય છે. દર્શનમોહ મંદ પડે છે. પરિણામે સમ્યક્ જ્ઞાન, ચારિત્ર અને તપનો પ્રાદુર્ભાવ થાય છે. આત્મામાં મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થ્ય ભાવના પ્રગટ થાય છે. અને તેના પરિણામે અનુક્રમે ઈર્ષ્યા, દ્રોહ, અસૂયા અને ક્રોધ જેવા વિષનું વમન થવા માંડે છે. જીવનને ડામાડોળ કરનારાં પાંચ તત્વો જે આ પ્રમાણે છે : (૧) મિથ્યાત્વ (૨) લોભ (૩) માયા (૪) માન અને (૫) ક્રોધ. તે મંત્રાધિરાજનાં પ્રથમ પાંચ પદોથી અનુક્રમે વમી જાય છે.
અરિહંત પદથી મિથ્યાત્વ
સિદ્ધ પદથી લોભ-પરિગ્રહ આચાર્ય પદથી માયા-કપટ-દંભ ઉપાધ્યાય પદથી માન
સાધુ પદથી ક્રોધ
આ જ પ્રમાણે મંત્રાધિરાજનાં પ્રથમ પાંચ પદોના નિત્ય સેવન અને સમર્પણ ભાવથી પંચઈન્દ્રિયોના વિજેતા બનાય છે.
અરિહંત પદથી શ્રોત્રેન્દ્રિયના વિષયો સિદ્ધ પદથી ચક્ષુરિન્દ્રિયના વિષયો
For Private & Personal Use Only
www.jainelibrary.org