Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay

View full book text
Previous | Next

Page 224
________________ પલ્લીપતિ શિખ્યો મુનિવર પાસે, મહામંત્ર મન શુદ્ધ, પરભવતે રાજસિંહ પૃથિવીપતિ, પામ્યો પરિગલ રિદ્ધ; એ મંત્ર થકી અમરાપુર પોહોતો, ચારુદત્ત સુવિચાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. સંન્યાસી કાશી તપ સાધંતો, પંચાગ્નિ પરજાલે, દીઠો શ્રી પાર્શ્વકુમારે, પન્નગ, અધબલતો તે ટાલે; સંભળાવ્યો શ્રીનવકારસ્વયંમુખ, ઈન્દ્રભુવન અવતાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. મન શુદ્ધ જપતાં મયણાસુંદરી પામી પ્રિયસંયોગ, ઈણ ધ્યાન થકી કષ્ટ ટળ્યું ઉંબરનું રક્તપિત્તનો રોગ; નિશ્ચે શું જપતાં નવનિધિ થાયે, ધર્મતણો આધાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ઘટમાંહિ કૃષ્ણ ભુજંગમ ઘાલ્યો, ધરણી કરવા ઘાત, પરમેષ્ઠિપ્રભાવે હાર ફૂલનો, વસુધામાંહિ વિખ્યાત; કમલાવતીયે પિંગલ કીધો, પાપણો પરિહાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ગયણાંગણ જાતિ રાખી ગ્રહીને, પાડી બાણપ્રહાર, પદ પંચ સુગંતાં પાંડુપતિ ઘર, તે થઈ કુંતા નાર; એ મંત્ર અમૂલક મહિમા મંદિર, ભવદુઃખ ભંજણહાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. કંબલ સંબલે કાદવ કાઢ્યાં, શકટ પાંચસે માન, દીધે નવકારે ગયા દેવલોક, વિલસે અમરવિમાન; એ મંત્ર થકી સંપત્તિ વસુધા લહી, વિલસે જૈન વિહાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. આગે ચોવીસી હુઈ અનંતી, હોશે વાર અનંત, નવકારતણી કોઈ આદિન જાણે, એમ ભાખે અરિહંત; પૂરવ દિશિ ચારે આદિ પ્રપંચે, સમરે સંપત્તિ થાય, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૧૦ ૨૧૪, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252