________________
પલ્લીપતિ શિખ્યો મુનિવર પાસે, મહામંત્ર મન શુદ્ધ, પરભવતે રાજસિંહ પૃથિવીપતિ, પામ્યો પરિગલ રિદ્ધ; એ મંત્ર થકી અમરાપુર પોહોતો, ચારુદત્ત સુવિચાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. સંન્યાસી કાશી તપ સાધંતો, પંચાગ્નિ પરજાલે, દીઠો શ્રી પાર્શ્વકુમારે, પન્નગ, અધબલતો તે ટાલે; સંભળાવ્યો શ્રીનવકારસ્વયંમુખ, ઈન્દ્રભુવન અવતાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. મન શુદ્ધ જપતાં મયણાસુંદરી પામી પ્રિયસંયોગ, ઈણ ધ્યાન થકી કષ્ટ ટળ્યું ઉંબરનું રક્તપિત્તનો રોગ; નિશ્ચે શું જપતાં નવનિધિ થાયે, ધર્મતણો આધાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ઘટમાંહિ કૃષ્ણ ભુજંગમ ઘાલ્યો, ધરણી કરવા ઘાત, પરમેષ્ઠિપ્રભાવે હાર ફૂલનો, વસુધામાંહિ વિખ્યાત; કમલાવતીયે પિંગલ કીધો, પાપણો પરિહાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ગયણાંગણ જાતિ રાખી ગ્રહીને, પાડી બાણપ્રહાર, પદ પંચ સુગંતાં પાંડુપતિ ઘર, તે થઈ કુંતા નાર; એ મંત્ર અમૂલક મહિમા મંદિર, ભવદુઃખ ભંજણહાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. કંબલ સંબલે કાદવ કાઢ્યાં, શકટ પાંચસે માન, દીધે નવકારે ગયા દેવલોક, વિલસે અમરવિમાન; એ મંત્ર થકી સંપત્તિ વસુધા લહી, વિલસે જૈન વિહાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. આગે ચોવીસી હુઈ અનંતી, હોશે વાર અનંત, નવકારતણી કોઈ આદિન જાણે, એમ ભાખે અરિહંત; પૂરવ દિશિ ચારે આદિ પ્રપંચે, સમરે સંપત્તિ થાય, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર.
૧૦
૨૧૪,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org