________________
૧૧
પરમેષ્ઠિસુરપદ તે પણ પામે, જે કૃત કર્મ કઠોર, પુંડરીકગિરિ ઉપર પ્રત્યક્ષ પેખો મણિધરને એક મોર; સદ્દગુરુ સમ્મુખ વિધિએ સમરતાં, સફલ જન્મ સંસાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. શૂલિકારોપણ તસ્કર કીધો, લોહખરો પરસિદ્ધ તિહાં શેઠે નવકાર સુણાવ્યો, પામ્યો અમરની રિદ્ધ; શેઠ તપે ઘર વિદન નિવાર્યા, સુરે કરી મનોહાર, સો ભવિયા ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. પંચ પરમેષ્ઠિ જ્ઞાન જ પંચત, પંચ દાન ચારિત્ર, પંચ સજઝાય મહાવ્રત પંચહ, પંચ સમિતિ સમક્તિ; પંચ પ્રમાદ વિષય તજો પંચહ, પાલો પચચાર, સો ભવિયા ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર.
કલશ (છપ્પય) નિત્ય જપીયે નવકાર, સાર સંપત્તિ સુખદાયક, સિદ્ધમંત્ર એ શાશ્વતો, એમ જપે શ્રી જગનાયક. શ્રી અરિહંત સુસિદ્ધ, શુદ્ધ આચાર્ય ભણીને, શ્રી ઉવજઝાય સુસાધુ, પંચ પરમેષ્ઠિ યૂણીએ. નવકાર સાર સંસાર છે, કુશલલાભ વાચક કહે, એક ચિત્તે આરાધતાં, વિવિધ ઋદ્ધિ વાંછિત લહે.
૧૩
નિવકારનો દોહરો)
એક અક્ષર નવકારનો, શુદ્ધ ગણે જે સાર તે બાંધે શુભદેવનું, આયુષ્ય અપરંપાર ૧ ઓગણીસ લાખ ત્રેસઠ હજાર, બસે બાસઠ પળ; ત્યાંહાં સુધી તે ભોગવે, નવકારમંત્રનું ફળ ૨ અશુભ કર્મ કે હરણકુ, મંત્ર બડો નવકાર વાણી દ્વાદશ અંગ મે, દેખ લીયો તત્ત્વસાર ૩
૨૧૫
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org