________________
ઉપાધ્યાય યશોવિજયવિરચિત પંચ-પરમેષ્ઠિ-ગીતા (થોડાંક પદ્યો)
ચાલિ. નમસ્કાર અરિહંતને વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; - આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુરગતિ વાસ; ભવક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ.
ચાલિ. નમસ્કાર તે સિદ્ધને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તે કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ર; આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુરગતિ વાસ, ભવક્ષય કરતાં રે સમરતાં, લહિયે સુકૃત ઉલ્લાસ. - ૨ આચારજ નમુક્કારે, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃત-પુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુરગતિ વાસ, ભવક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ. ૩
ચાલિ. નમસ્કાર ઉવજઝાયને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃત-પુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુરગતિ વાસ, ભવક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ. ૪
ચાલિ. નમસ્કાર અણગારને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃત-પુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુરગતિ વાસ, ભવક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ.
દુહા પંચ નવકાર એ સુપ્રકાશ, એહથી હોએ સવિ પાપ નાશ; સર્વ મંગલતણું એક મૂલ, સુજશ વિદ્યા વિવેકાનુકૂલ. ૬
૦૧૬
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org