________________
વિભાગ-૫ : નવકારમંત્રના સ્તોત્રો
સંકલનઃ અમીબહેન શાહ
બેંગ્લોર
ગુજરાતી સ્તોત્ર)
શ્રી નવકારમંત્રનો છંદ
દુહા
વાંછિત પૂરે વિવિધ પરે, શ્રી જિનશાસન સાર, નિશ્ચ શ્રી નવકાર નિત્ય, જપતાં જયજયકાર. ૧ અડસઠ અક્ષર અધિક ફલ, નવપદ નવે નિધાન, વીતરાગ સ્વયં મુખ વદે, પંચપરમેષ્ઠિ પ્રધાન. ૨ એક જ અક્ષર એક ચિત્ત, સમય સંપત્તિ થાય, સંચિત સાગર સાતના, પાતિક દૂર પલાય. ૩ સકલ મંત્રશિર મુકુટમણિ, સદગુરુ ભાષિત સાર, સો ભવિયાં મન શુદ્ધશું , નિત્ય જપીયે નવકાર. ૪
છંદ નવકારથકી શ્રીપાલ નરેસર, પામ્યો રાજય પ્રસિદ્ધ, સ્મશાન વિષે શિવ નામ કુમારને, સોવન પુરસો સિદ્ધ; નવ લાખ જપતાં નરક નિવારે, પામે ભવનો પાર; સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૧ બાંધી વડશાખા શિકે બેસી, હેઠળ કુંડ હુતાશ, તસ્કરને મંત્ર સમર્મો શ્રાવકે, ઊડયો તે આકાશ; વિધિ રીતે જપતાં વિષધરવિષ ટાળે, ઢાળે અમૃતધાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. બીજોરા કારણ રાય મહાબલ, વ્યંતર દુષ્ટ વિરોધ, જેણે નવકારે હત્યા ટાલી, પામ્યો યક્ષ પ્રતિબોધ; નવ લાખ જપતાં થાયે જિનવર, ઈસ્યો છે અધિકાર, સો ભવિયાં ભ ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૩
૨૧૩
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org