Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay

View full book text
Previous | Next

Page 179
________________ * (૧) કૃતજ્ઞતા ઉપકારને ભૂલવો નહિ કોઈના નાના પણ (૨) ઉદારતા - આપણી પાસેની ચીજશક્તિનો યથાશક્ય સદુપયોગ (૩) પરોપકાર - બીજાનું કામ કરી છૂટવાની તૈયારી (૪) ૫૨માર્થવૃત્તિ - બીજાનું કામ ન કરી શકાય તો પણ મનમાં બીજાનું સારું કાર્ય સારી રીતે નિર્વિઘ્ને પાર પડો એવી હાર્દિક ભાવના -જીવનધારામાં અનાદિકાળના સંસ્કારોની પરવશતાથી આવનારા રાગાદિ વિકારો અને વાસનાની ગંદકીને હઠાવવા માટે ભગીરથ પ્રયત્ન જ્ઞાની ગુરૂની નિશ્રામાં ક૨વા મથે તે શ્રી નવકાર મહામંત્રનો આરાધક ! - જીવનશક્તિઓને વિશ્ર્વર બનાવનારી સદાચારની વૃત્તિઓને અવલંબી જાપ શક્તિઓને સંસારની મોહમાયાના ઉકરડા તરફ જતી અટકાવવા મથે તે શ્રી નવકાર મહામંત્રનો આરાધક ! અંતરંગ ચેતના શક્તિના શણગારરૂપ સત્ય, દ્યુતિ, દયા, સંતોષ, નમ્રતા આદિ શણગારોથી અંતરંગ રીતે સુશોભિત રહેવા મથે તે શ્રી નવકાર મહામંત્રનો આરાધક ! - આપણા ચૈતન્યને દિવ્યપંથે વધવા માટે જરૂરી દિવ્ય શક્તિના સ્ત્રોતને મેળવવા તેના અખૂટ ખજાનારૂપ પંચપરમેષ્ઠિઓ સાથે તેઓની આજ્ઞાના પાલનરૂપે અતૂટ સંપર્ક સ્થાપિત કરવા મથે તે શ્રી નવકાર મહામંત્રનો આરાધક ! વિચારોની આંધી અને અવનતિની ખાઈમાંથી ગબડતાં બચાવનાર પંચપરમેષ્ઠિઓના સ્મરણરૂપ જાપના અવલંબને પોતાની જાતને નિર્ભય બનાવવા મથે તે નવકાર મહામંત્રનો - Jain Education International 2010_03 * આરાધક ! વિચારો અને આવરણ વચ્ચે ઉપેક્ષા - બેદરકારીથી પડેલ ખાઈને યશાશક્ય જ્ઞાની મહાપુરૂષોની નિશ્રાએ વિધિપૂર્વક શાસ્ત્રીય મર્યાદાઓના આગ્રહપૂર્વક દેઢ પાલનના બળે પૂરવા મથે તે નવકાર મહામંત્રનો આરાધક ! વારંવાર આત્મનિરીક્ષણ દ્વારા સ્વદોષ દર્શનની સુવ્યવસ્થિત ટેવનો વિકાસ કરી ગુણાનુરાગ દિષ્ટ દ્વારા બીજાના નાના પણ ગુણને ઓળખવા મથામણ કરે તે નવકાર મહામંત્રનો આરાધક ! સંસ્કારોની નાગચૂડમાં ભીંસાઈ ગયેલ મનોવૃત્તિ અને કાયાની સ્થૂલ પ્રવૃત્તિઓને આત્મસમર્પણ, નિખાલસતા અને આજ્ઞાપાલનના બળે છોડાવવા મથામણ કરે તે નવકાર મહામંત્રનો આરાધક ! – વિચારોની દુનિયામાં ખોવાઈ જવાના પરિણામે અગર વિચારક્ષેત્રમાં મુક્ત સ્વૈરવિચારથી ઉપજતા મિથ્યા આત્મસંતોષના બળે વિકસતી બે જવાબદારીને કર્તવ્યનિષ્ઠા અને પોતાની કક્ષાને અનુરૂપ ફ૨જના સજાગ ભાન દ્વારા દૂર કરવા મથે તે નવકાર ! - આરાધકના પંથે જ્ઞાન સાથે ચારિત્ર્યનો અને તે બંન્નેનો સમ્યગ્દર્શન સાથે પુનિત સંબંધ સ્થાપી રત્નત્રયીની આરાધના દ્વારા જીવનને કર્મનિર્જરારૂપે સફળતાના પંથો વાળવા મથે તે શ્રી નવકાર મહામંત્રનો આરાધક ! આવા મહાશક્તિશાળી શ્રી નવકાર મહામંત્રને ઓળખવા સમજવા અચૂક ઉપાય નિયતે સમયે નિયત સ્થાને - નિયત સંખ્યાથી જાપ કરવો તે જ અમોઘ ઉપાય છે. આવી વિધિપૂર્વક કરાયેલ જાપની પ્રક્રિયાથી એવી ઉદાત્ત શક્તિનો વિકાસ થાય છે કે જેથી પ્રબળ અતિ નિબિડ ગાઢ પણ કર્મનાં આવરણો આપોઆપ ઓગળી જાય છે. ૧૬૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252