Book Title: Achintya Chintamani Shashwat Mahamantra
Author(s): Manhar C Shah
Publisher: Dharmadhara Karyalay

View full book text
Previous | Next

Page 211
________________ મહારાજ શ્રી યશોવિજયજી ગણી સ્વકૃત મોહાષ્ટકના પ્રારંભમાં જણાવે છે કે : : “अहं ममोति मन्त्रोडयं मोहस्य जगदान्ध्यकृत् । સ વ દિ નપૂર્વો, પ્રતિમન્ત્રોડપિ મોનિન ।।’' × અને મમ એવો મોહનો એક જ મંત્ર સારાય જગતને અંધ કરનાર છે. પણ તેની પૂર્વ જો નમ્ જોડીએ, અર્થાત તેને સુધારીને નાદું ન મમ કરીએ તો એ જ મંત્ર મોહનો પ્રતિ પક્ષી બનીને મોહને જીતી લે છે. આ એક જ શ્લોકથી તેઓશ્રીએ શ્રી નવકાર મહામંત્રના અચિંત્ય મહિમાને સમજાવી દીધો છે. એ રીતે કે સર્વજીવોના જન્મ-મરણાદિ દુઃખોનું બીજ છે. તેમાંથી મન પ્રગટે છે. અને મમ માંથી રાગ-દ્વેષ વગેરેની પરંપરા પ્રગટાવીને મોહ જીવને ચાર ગતિના ચક્રોમાં ભમાવે છે. નમો દ્વારા મનનું જ્ઞ + મન ભાવમાં રૂપાંતર થાય છે. 7 + મન એટલે મનને નમાવવું. નમાવવું એટલે અહંકા૨ રહિત બનાવવું, અ જાય એટલે મમ જાય, મન જાય એટલ સમ આવે, સમ આવે એટલે આત્મ સમત્વ પ્રગટે, આ રીતે નો પદ આત્મસિદ્ધિ માટેના અમોઘ રસાયણનું કામ કરે છે. રસાયણની પેઠે તેનું સેવન કરનારનો બેડો પાર થઈ જાય છે. અને તેના જન્મ-મરણ આદિ ટળી જાય છે. મોહનીયમાં પણ માન-મોહનીય માનવને સર્વ દુરિતોમાં શિરોમણિભૂત છે. એટલે કે માનવને વધુમાં વધુ હેરાન કરનારું અને પાડનારું છે. તેનો નાશ કરવાનું સામર્થ્ય એક માત્ર નવકારમંત્રમાં જ છે. અને તેથી જ આ મંત્ર સર્વ મંત્રોમાં શિરોમણિ ગણાય છે. આવા સર્વ મંત્ર શિરોમણિ શ્રી નવકારમંત્રની આરાધનાથી પુણ્યનું ઉપાર્જન થાય છે અને પાપનો નાશ થાય છે. Jain Education International 2010_03 શ્રી નમસ્કાર મહામંત્ર, એ નવપદોનું બનેલું મહામંગલ સૂત્ર છે. એના પ્રારંભમાં પાંચ પદોમાં શ્રી અરિહંતાદિ પાંચ પરમેષ્ઠિને નમસ્કાર દર્શાવેલો છે. પછીના બે પદોથી આ પાંચ નમસ્કારને સર્વ પાપનો નાશક કહેવા દ્વારા ફળ બતાવવામાં આવ્યું છે. ત્યારે, છેવટના બે પદોમાં સર્વ કરતાં શ્રેષ્ઠ મંગળ કહી એનો મહિમા ગાવામાં આવ્યો છે. નમો અરિહંતાણં : શ્રી અરિહંત ભગવંતોને નમન નમો સિદ્ધાણં : શ્રી સિદ્ધ ભગવંતોને નમન નમો આયરિયાણં : શ્રી આચાર્ય ભગવંતોને નમન નમો ઉવજ્ઝાયાણં : શ્રી ઉપાધ્યાય ભગવંતોને નમન નમો લોએ સવ્વસાહૂણં : શ્રી વિશ્વના સર્વ સાધુજનોને નમન . એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સન્વેસિં, પઢમં હવઈ મંગલં ॥ આ પાંચ નમસ્કારોનો સંપૂટ સર્વ પાપોને નષ્ટ કરનારો છે. અને તમામ મંગળ મંત્રોમાં પ્રથમ (શ્રેષ્ઠ) છે. આમ આ નવકાર મંત્રના પાંચ પદો પછી ચાર પંક્તિઓના શ્લોકમાં મહામંત્રનો મહિમા વર્ણવવામાં આવે છે. આ ચાર પંક્તિઓ ‘‘ચૂલિકા’ કહેવાય છે. આમ આખા મહામંત્રમાં પ્રારંભનાં પાંચ પદો અને ત્યાર પછી ચૂલિકાનાં ચાર પદો મળી નવ પદો થાય. આ પદોના બધા મળી અડસઠ અક્ષરો થાય છે. અડસઠ અક્ષર એના જાણો અડસઠ તીરથ સાર, આઠ સંપદાથી પરમાણો અષ્ટ સિદ્ધિ દાતાર સમરો મંત્ર ભલો નવકાર નવકાર મંત્રનો ન એક અક્ષર ગણવાથી ૭ સાગરોપમના પાપનો નાશ થાય છે. એક પદ ‘નમો અરિહંતાણં'' નું સ્મરણ ૨૦૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252