________________
‘વન્નાયાાં’આ પદમાં પ્રાપ્ત સિદ્ધિ સમાયેલી છે. એ પદના જાપ અને ધ્યાનથી પ્રાપ્તિ નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. “પ્રાપ્તિ સિદ્ધિ' એટલે જમીન ઉપર ઊભા રહી હાથથી મેરૂ પર્વતને અડકવાની સિદ્ધિ.
‘નમો તો! સવ્વસાદૂનું’અર્થાત્ અઢીદ્વીપ પ્રમાણ લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. મોક્ષપ્રાપ્તિના પ્રયત્નોમાં રત સંયમધારક હોય તે જ સાચા સાધુ. સાધુના ૨૭ ગુણ ગણાય છે. જેઓ સંયમના ૧૭ ભેદોને ધારણ કરે છે તેઓને સાધુ કહેવાય છે. સાંસારિક સર્વ સંબંધો અને સર્વ પ્રવૃત્તિઓ ત્યજી દીધી હોવાથી, સાધુ આત્મપરિણતીને વિશુદ્ધ કરવાની પ્રવૃત્તિમાં જ મસ્ત રહે છે. બીજાઓના માટે પણ એ ભાવદયાના ભંડાર હોય છે. સાધુનાં બીજાં નામ મુનિ, યતિ, યોગી, ભિક્ષુ, માહણ, નિગ્રન્થ, મહાવ્રતી, સંન્યાસી, વાસંયમ, મોહજયી, અકિંચન, શ્રમણ, ક્ષમાશ્રમણ, દીક્ષિત, પ્રવ્રુજિત, અણગાર વગેરે છે.
આ મંત્ર પદનો રંગ કાળો છે. તેનું સ્થાન શક્તિ કેન્દ્ર છે. કાળો રંગ એકાગ્રતા માટે અને નકારાત્મક વિચારોના શોષણ માટે મહત્વનો છે.
‘સવ્વાસાદૂ’ એ પદમાં પ્રાકામ્ય સિદ્ધિ સમાયેલી છે. સર્વ શબ્દ એ વાતને પ્રકટ કરે છે કે સાધુજન સર્વકાર્ય સમર્થક હોય છે. અને તેથી જ પદમાં પ્રાકામ્ય સિદ્ધિ સન્નિવિષ્ટ છે. પ્રાકામ્ય સિદ્ધિ એટલે જમીનમાં પ્રવેશ કરી જમીનમાંથી બહાર નીકળવાની શક્તિ. વિષ્ણુ પુરાણમાં ‘‘સાધુ'' એ પદના ઉચ્ચારણ માત્રથી સર્વ કામનાઓની સિદ્ધિ પ્રાપ્ત થાય છે એવો ઉલ્લેખ કરેલો છે. તેથી માનવું પડશે કે સવ્વસાહૂળ એ પદના ધ્યાન અને જાપથી પ્રાકામ્ય સિદ્ધિની પ્રાપ્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે.
Jain Education International 2010_03
*
હવે અહીં નમસ્કાર મંત્રના છેલ્લા ચાર પદોથી એમ વિચારવાનું કે ‘‘આ પાંચેને કરેલો મારો નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનારો છે. મં તાળું ચ સવ્વેસિં, પઢમં વર્ડ માં । તથા સર્વ મંગલોને વિશે પહેલું મંગલ છે. આ પાંચ પરમેષ્ઠી નમસ્કારરૂપ મંગલ સર્વથી ઉત્તમ છે. તેથી એ વિશેષ કરીને ગ્રહણ કરવું. એનાથી મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે, કારણ કે જે પરમેષ્ઠીઓને નમસ્કાર કરવામાં આવે છે. તેઓ લોકોત્તમ તથા શરણાગત વત્સલ છે. મરણ સમયે પણ આ પરમેષ્ઠીને નમસ્કાર કરનાર જીવો મંગળમય સદ્ગતિ પામે છે. વળી આધ્યાત્મિક પ્રગતિને અવરોધનાર આંતર મોહ વગે૨ે વિઘ્નો આ નમસ્કારથી નષ્ટ થઈ જાય છે. ‘પંચળમુરો’ આ પદમાં ઈશિત્વ સિદ્ધિ સમાયેલી છે.
પંચ શબ્દથી પંચપરમેષ્ઠિઓનું ગ્રહણ થાય છે. તથા જે પરમ સર્વથી ઉત્તમ સ્થાન પર સ્થિત છે તેઓને પરમેષ્ઠિ કહે છે. સર્વોત્તમ સ્થાન ઉપર બિરાજમાન હોવાથી પરમેષ્ઠિ બધાના ઈશ એટલે કે સ્વામી છે તેથી તેઓને નમસ્કાર કરવાથી ઈશિત્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. કારણ કે ઉત્તમ સ્વામીઓનો એવો સ્વભાવ જ હોય છે કે તે પોતાના આશ્રિતો તથા આરાધકોને વૈભવ સંબંધમાં પોતાની સમાન બનાવી દે છે. ઈશિત્વસિદ્ધિ એટલે જ અરિહંત પરમાત્માના ચક્રવર્તી ઈન્દ્ર જેવી ઋદ્વિ બનાવવાની શક્તિ.
શ્રી નવકારનો જાપ શરૂ થાય છે એટલે મન આસ્તે આસ્તે તેના ભાવમાં સમાઈ જવા માંડે છે. એટલે કે મનનું સ્થાન શ્રી નવકારના ભાવને મળી જાય છે. મન ભાવનમસ્કારમાં પરિણિત થાય છે. એટલે કે મનને આધિન વિચારોમાં પણ મહા સત્વ ઝળહળવા માંડે છે. વિચારોનું તે મહાસત્વ આપણી સમગ્રતાને પવિત્ર કરતું કરતું વર્તનરૂપે બહાર આવે છે અને આત્મા સર્વ પાપપ્રણાશક ભૂમિકાને પ્રાપ્ત
૨૦૪
For Private & Personal Use Only
www.jainelibrary.org