________________
મહારાજ શ્રી યશોવિજયજી ગણી સ્વકૃત મોહાષ્ટકના પ્રારંભમાં જણાવે છે કે :
:
“अहं ममोति मन्त्रोडयं मोहस्य जगदान्ध्यकृत् । સ વ દિ નપૂર્વો, પ્રતિમન્ત્રોડપિ મોનિન ।।’'
× અને મમ એવો મોહનો એક જ મંત્ર
સારાય જગતને અંધ કરનાર છે. પણ તેની પૂર્વ જો નમ્ જોડીએ, અર્થાત તેને સુધારીને નાદું ન મમ કરીએ તો એ જ મંત્ર મોહનો પ્રતિ પક્ષી બનીને મોહને જીતી લે છે.
આ એક જ શ્લોકથી તેઓશ્રીએ શ્રી નવકાર મહામંત્રના અચિંત્ય મહિમાને સમજાવી દીધો છે. એ રીતે કે સર્વજીવોના જન્મ-મરણાદિ દુઃખોનું બીજ છે. તેમાંથી મન પ્રગટે છે. અને મમ માંથી રાગ-દ્વેષ વગેરેની પરંપરા પ્રગટાવીને મોહ જીવને ચાર ગતિના ચક્રોમાં ભમાવે છે.
નમો દ્વારા મનનું જ્ઞ + મન ભાવમાં રૂપાંતર થાય છે. 7 + મન એટલે મનને નમાવવું. નમાવવું એટલે અહંકા૨ રહિત બનાવવું, અ જાય એટલે મમ જાય, મન જાય એટલ સમ આવે, સમ આવે એટલે આત્મ સમત્વ પ્રગટે, આ રીતે નો પદ આત્મસિદ્ધિ માટેના અમોઘ રસાયણનું કામ કરે છે. રસાયણની પેઠે તેનું સેવન કરનારનો બેડો પાર થઈ જાય છે. અને તેના જન્મ-મરણ આદિ ટળી જાય છે.
મોહનીયમાં પણ માન-મોહનીય માનવને સર્વ દુરિતોમાં શિરોમણિભૂત છે. એટલે કે માનવને વધુમાં વધુ હેરાન કરનારું અને પાડનારું છે. તેનો નાશ કરવાનું સામર્થ્ય એક માત્ર નવકારમંત્રમાં જ છે. અને તેથી જ આ મંત્ર સર્વ મંત્રોમાં શિરોમણિ ગણાય છે. આવા સર્વ મંત્ર શિરોમણિ શ્રી નવકારમંત્રની આરાધનાથી પુણ્યનું ઉપાર્જન થાય છે અને પાપનો નાશ થાય છે.
Jain Education International 2010_03
શ્રી નમસ્કાર મહામંત્ર, એ નવપદોનું બનેલું મહામંગલ સૂત્ર છે. એના પ્રારંભમાં પાંચ પદોમાં શ્રી અરિહંતાદિ પાંચ પરમેષ્ઠિને નમસ્કાર દર્શાવેલો છે. પછીના બે પદોથી આ પાંચ નમસ્કારને સર્વ પાપનો નાશક કહેવા દ્વારા ફળ બતાવવામાં આવ્યું છે. ત્યારે, છેવટના બે પદોમાં સર્વ કરતાં શ્રેષ્ઠ મંગળ
કહી એનો મહિમા ગાવામાં આવ્યો છે.
નમો અરિહંતાણં : શ્રી અરિહંત ભગવંતોને નમન નમો સિદ્ધાણં : શ્રી સિદ્ધ ભગવંતોને નમન નમો આયરિયાણં : શ્રી આચાર્ય ભગવંતોને નમન નમો ઉવજ્ઝાયાણં : શ્રી ઉપાધ્યાય ભગવંતોને નમન નમો લોએ સવ્વસાહૂણં : શ્રી વિશ્વના સર્વ સાધુજનોને
નમન .
એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સન્વેસિં, પઢમં હવઈ મંગલં ॥ આ પાંચ નમસ્કારોનો સંપૂટ સર્વ પાપોને નષ્ટ કરનારો છે. અને તમામ મંગળ મંત્રોમાં પ્રથમ (શ્રેષ્ઠ) છે.
આમ આ નવકાર મંત્રના પાંચ પદો પછી ચાર પંક્તિઓના શ્લોકમાં મહામંત્રનો મહિમા વર્ણવવામાં આવે છે. આ ચાર પંક્તિઓ ‘‘ચૂલિકા’ કહેવાય છે. આમ આખા મહામંત્રમાં પ્રારંભનાં પાંચ પદો અને ત્યાર પછી ચૂલિકાનાં ચાર પદો મળી નવ પદો થાય. આ પદોના બધા મળી અડસઠ અક્ષરો થાય છે.
અડસઠ અક્ષર એના જાણો અડસઠ તીરથ સાર,
આઠ સંપદાથી પરમાણો અષ્ટ સિદ્ધિ દાતાર સમરો મંત્ર ભલો નવકાર
નવકાર મંત્રનો ન એક અક્ષર ગણવાથી ૭ સાગરોપમના પાપનો નાશ થાય છે.
એક પદ ‘નમો અરિહંતાણં'' નું સ્મરણ
૨૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org