________________
વિભાગ-૩ : સિદ્ધિ મૃત્યુંજય નવકાર : મુક્તિનું દ્વાર
जिणसासणस्य सारो,
चउदसपुव्वाण जो समुद्धारो ।
जस्स णे नवकारो,
संसारो तस्य किं कुणइ ॥ અનાદિથી ચાલી રહ્યું છે આ તરણતારણ જૈનશાસન, જયવંતુ રહ્યું છે અનાદિથી આ જૈનશાસન, અને જગતના જીવમાત્રને પોતાના અનુશાસનમાં રહેવાની પ્રેરણા આપતું રહ્યું છે. જૈનશાસને પરમમંત્ર નવકાર આપીને સારાયે જગતનું જ્ઞાન આ નવકારના માધ્યમથી કરાવી દીધું છે, જે માત્ર નવકાર ન સમજી શકે તેઓ માટે વિરાટ વીતરાગની વાણી જ યોગ્ય છે.
મહામંત્ર . નવકારને જૈનશાસનનો અનાદિનિધન, શાશ્વત મહામંત્ર કહ્યો છે. સદા શાશ્વત રહેનારા આ મહામંત્રનો સાથ કરનારા શાશ્વત સિદ્ધિને પ્રાપ્ત કરે છે, જેમ સજ્જનના સંગમાં રહેનારી વ્યક્તિ સજ્જન બની જાય છે અને દુર્જનનો સંગ કરનાર અંતે દુર્જનની સ્થિતિ પ્રાપ્ત કરે છે એ જ રીતે શાશ્વતનો સંયોગ અને શાશ્વતનો સંગ કરનાર એક ને એક દિવસ શાશ્વત સ્થિતિ પ્રાપ્ત કરે છે અને જગતનો સંગ કરનારા હંમેશાં ભવપરંપરામાં આવ-જા કરે છે, ક્યાંય સ્થિર મુકામ કરી શકતા નથી. જો આપણે કોઈ ચોક્કસ સ્થિર મુકામ મેળવવો હોય તો આપણા હૃદયમાં વ્યવસ્થિત સ્વરૂપે નવકારને અપનાવવો પડે.
અરિહંત ઃ કર્મશત્રુનો નાશક :
બધા વિના ચાલશે પણ નવકાર વિના નહિ ચાલે. સવારે ઉઠતાં જ મહામંત્ર નવકારનું સ્મરણ
Jain Education International 2010_03
- આ. જયંતસેનસૂરિ કર્યું. કદી અહીં-તહીં આવતાં-જતાં મહામંત્ર નવકારમાં જ ધ્યાન હોય, જગતની વિવિધ પ્રવૃત્તિઓ સાથે જો નવકાર પ્રત્યે લગાવ હશે તો ખ્યાલ આવશે કે નવકા૨ કેટલો ‘ગહન’ અને કેટલો ‘ગંભીર’ છે. મહામંત્ર નવકારમાં આપણે પ્રથમ પદ બોલીએ છીએ : ‘નમો અરિહંતાળ’ - ‘અરિહંતાનં’ ની જગ્યાએ કેટલાક ગ્રંથોમાં ક્યારેક‘ઞરુહંતાનં’ કે ‘ઞરહંતાણં’ લખેલું મળી આવે છે. ‘રિöતાન’ નો અર્થ આ પ્રમાણે છે : રિ અર્થાત્ દુશ્મન, દંતાણં એટલે આ રિ ને નષ્ટ
કરનારા.
X
આંત્મ જગતમાં કોઈ જીવનો દુશ્મન નથી, કોઈ જીવ આ જીવનો દુશ્મન નથી, આ જીવનો દુશ્મન છે કેવળ જીવની પોતાની અજ્ઞાનતા. અજ્ઞાન દશાના કારણે બંધાતા કર્મ શત્રુઓના વિરોધમાં જો આપણે આંદોલન શરૂ કરી દઈએ અને કર્મ શત્રુઓ સાથે યુદ્ધ શરૂ કરીને જે પોતે આ યુદ્ધમાં વિજેતા બની જાય છે તે અરિહંત બની જાય છે.
કર્મની સ્થિતિ :
કર્મ તો ચારેબાજુ ફેલાયેલાં છે. પૂરા લોક કાર્મણ વર્ગણાથી ઠસોઠસ ભરાયેલું છે. જ્યાં જુઓ ત્યાં કાર્મણ વર્ગણા છે. આપણે હાથને સ્હેજ પણ હલાવીએ તો વચ્ચે કાર્મણ વર્ગણા આવીને બેસી જાય છે. એટલું સરળ ને સહજ છે કે એને આપણે જોઈ શકતા નથી. કાર્મણ વર્ગણાનું ચક્ર સદા ચાલ્યા કરે છે. આ કાર્મણ વર્ગણાઓ આપણને અડકતી નથી, માત્ર ભરેલા હોય છે. પરંતુ આપણી પ્રવૃત્તિ જે કર્મને અનુરૂપ હોય છે તે કાર્મણ વર્ગણાના પુદ્ગલ આપણા આત્મા સાથે લાગી જાય છે.
૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org