________________
અર્થાત્ સમગ્ર જિનશાસનના સારરૂપ અને ચૌદપૂર્વેના સમુદ્ધારરૂપ શ્રી નમસ્કાર મહામંત્ર જેના હૈયે છે એને સંસાર કાંઈ જ કરી શકતો નથી. આ ગાથામાં શ્રી નમસ્કારમહામંત્રને જિનશાસનના સારરૂપે બિરદાવાયો છે તે સર્વથા યથાર્થ છે અને એટલે જ શ્રુતકેવલી મહાપુરુષો પણ એમના અંતિમ સમયે સમાધિની પ્રાપ્તિ અર્થે અગાધ શ્રુતસાગરનું સ્મરણ નથી કરતા, પરંતુ જિનશાસનના સારરૂપ શ્રી નમસ્કાર મહામંત્રનું જ સ્મરણ કરે છે. આ મહામંત્રની અર્થગંભીરતામાંત્રિક વિશેષતાઓ-આધ્યાત્મિક મહત્તાઓ બેસુમાર છે જ, કિંતુ એના અક્ષરોની આંકડાકીય સંદર્ભમાંથી પ્રગટતી વિશેષતાઓ પણ રસપ્રદ નીવડે તેમ છે. આપણે એ નિહાળીએ :
શ્રી નમસ્કારમહામંત્રના પ્રથમ પાંચ પદમાં ૩૫ અક્ષર છે. તેમાં ગુરુ અક્ષર ૨૪ છે અને લઘુ અક્ષર ૧૧ છે. આમાંના ૨૪ ગુરુ અક્ષરથી ૨૪ તીર્થંકરોને નમન સૂચિત થાય છે અને ૧૧ લઘુ અક્ષરથી ચરમ તીર્થંકર શ્રી મહાવીરપ્રભુના ૧૧ ગણધરોને નમન સૂચિત થાય છે. (નોંધ : અહીં આ કલ્પનામાં પ્રાકૃત-માગધીભાષાના નિયમ મુજબની નહિ, પરંતુ સંસ્કૃતભાષાના નિયમ મુજબની ગુરુલઘુ અક્ષરગણના કરાઈ છે.)
શ્રી નમસ્કાર મહામંત્રમાં ‘મ્’ અક્ષરની સંખ્યા ૯ છે. એનાથી મહાવ્રતપંચક અને મંગલચતુષ્ક સૂચિત થાય છે. હિંસા-જૂઠ-ચોરીઅબ્રહ્મ-પરિગ્રહનો સર્વથા ત્યાગ એ મહાવ્રતપંચક છે અને અરિહંત-સિદ્ધ-સાધુ ધર્મ : આ મંગલચતુષ્ક
છે.
શ્રી નમસ્કાર મહામંત્રમાં ‘' અક્ષરની સંખ્યા ૩ છે. તે રત્નત્રયીની આરાધનાનું સૂચન કરે છે. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યગ્યારિત્ર : આ છે રત્નત્રયી.
શ્રી નમસ્કાર મહામંત્રમાં ‘હૂ’ અક્ષરની
Jain Education International 2010_03
સંખ્યા ૩ છે. તે ત્રિદોષને હણવાનું સૂચન કરે છે. ત્રણ દોષ છે : રાગ, દ્વેષ અને મોહ અર્થાત્ અજ્ઞાન આ ત્રણ ભાવમાલિન્યના હેતુ રૂપ દોષ ગણાય છે.
:
શ્રી નમસ્કારમહામંત્રમાં ‘સ્’ અક્ષરની સંખ્યા ૮ છે. તેનાથી એમ સૂચિત થાય છે કે આ મંત્ર અષ્ટ સિદ્ધિ આપનાર છે. લઘિમા-વશિતા-ઈશિતાપ્રાકામ્ય-મહિમા-અણિમા-યત્રકામાવસાયિતા અને
પ્રાપ્તિ : આ
શ્રી નમસ્કારમહામંત્રમાં હું અક્ષરની સંખ્યા
૧ છે. તેનાથી એમ સૂચિત થાય છે કે ત૨વાનું એકમેવ શ્રેષ્ઠ આલંબન શ્રી નમસ્કાર મહામંત્ર છે.
શ્રી નમસ્કાર મહામંત્રમાં ‘પ્’ અક્ષરની સંખ્યા ૩ છે. તે યોગત્રયની શુભ પરિણતીનું સૂચન કરે છે. મન-વચન-કાયા : આ ત્રણ યોગ કહેવાય છે.
શ્રી નમસ્કાર મહામંત્રમાં ‘ઉ’ અક્ષરની સંખ્યા ૧ છે. તે એમ સૂચિત કરે છે કે ઉદ્ધારક જો કોઈ પણ હોય તો તે શ્રી નમસ્કાર મહામંત્ર છે. શ્રી નમસ્કાર મહામંત્રની આ ઉદ્ધારકતાને લક્ષ્યમાં રાખીને શ્રી વૃદ્ધનમસ્કારફલસ્તોત્રની ૧૦૦મી ગાથામાં એ મંત્રને સારથિની ઉપમા આપતી મજાની કલ્પના કરાઈ છે કે ઃ
‘‘તવનિયમસંજમરહો,
નાળતુરંગમજુત્તો,
પંચનમુક્કારસારહિપઉત્તો ।
નેઈ નાં નિવ્રુઈનયરમ્ II’
અર્થાત્ શ્રી નમસ્કાર મહામંત્ર જેનો સારથિ - ચાલક છે અને જેમાં જ્ઞાનના અશ્વો જોડવામાં આવેલા છે, તે તપ-નિયમ-સંયમનો ૨થ મુક્તિનો અનુભવ કરાવે છે.
શ્રી નમસ્કાર મહામંત્રમાં ‘વ્’ અક્ષરની સંખ્યા પાંચ છે. તેનાથી પાંચ પ્રકારનાં વર્તન અર્થાત્ આચાર સૂચિત થાય છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્ય : આ પાંચ આચાર છે.
શ્રી નમસ્કારમહામંત્રમાં પ્રથમ પાંચ પદમાં
૧૮૭
For Private & Personal Use Only
www.jainelibrary.org