________________
ઓળખાવી શકાય. બાકીની સંપદાઓમાં ‘એસો પંચ નમુક્કારો,’ ‘સવ્વ પાવ પણાસણો’ની સંપદાને ‘વિશેષ હેતુ સંપદા' કહી શકાય. અને ‘મંગલાણં ચ સવ્વેસિં, ‘પઢમં હવઈ મંગલમ્’ની સંપદાને ‘સ્વરૂપ સંપદા’ અથવા ‘ફલ સંપદા’ કહી. શકાય. અલબત્ત આ તો માત્ર અનુમાન છે. આ વિષયમાં જાણકારો વધુ પ્રકાશ પાડી શકે.
એક મત એવો પણ છે કે નવકારમંત્ર સંપદા એટલે વિશ્રામસ્થાન એવો અર્થ ન ધટાવતાં ‘સંપદા’ એટલે ‘સિદ્ધ' એવો સીધો જ અર્થ ઘટાવવો જોઈએ. એ રીતે નવકારમંત્રમાં આઠ સંપદા એટલે આઠ સિદ્ધિઓ રહેલી છે એવો અર્થ ઘટાવવાનો છે. (જુઓ ‘શ્રી મંત્રરાજ ગુણકલ્પમહોદધિ' (પં. જયદલાલ શર્મા) છઠ્ઠો પરિચ્છેદ.)
સિદ્ધિ આઠ પ્રકારની બતાવવામાં આવે છે. એને મહાસિદ્ધિ પણ કહેવામાં આવે છે. એ નીચે પ્રમાણે છે :
(૧) અણિમા - અણુ જેટલા સૂક્ષ્મ થઈ જવાની શક્તિ.
(૨) લધિમા - ઈચ્છાનુસાર હલકા અને શીઘ્રગામી થઈ જવાની શક્તિ.
(૩) મહિમા – મહાન અને પૂજાવાને યોગ્ય થઈ જવાની શક્તિ.
(૪) ગરિમા - ઈચ્છાનુસાર મોટા અને ભારે થઈ જવાની શક્તિ.
(૫) પ્રાપ્તિ - દૂરની વસ્તુની પાસે લાવવાની શક્તિ.
(૬) પ્રાકામ્ય - બધી જ ઈચ્છા અવશ્ય પાર પડે જ એવી શક્તિ.
(૭) ઈશિત્વ - બીજા ઉપર પ્રભુત્વ, સ્વામિત્વ કે સત્તા ધરાવવાની શક્તિ.
Jain Education International. 2010_03
=
(૮) વશિત્વ - બીજાને વશ કરવાની શક્તિ. (આઠ સિદ્ધિઓનાં આ નામોના ક્રમમાં કેટલાક ફેરફાર જુદા જુદા ગ્રંથોમાં જોવા મળે છે. વળી સિદ્ધિઓનાં નામોમાં અને પ્રકારોમાં પણ ફરક જોવા મળે છે.)
નવકારમંત્રનાં નીચેનાં આઠ પદનું ધ્યાન ધરવાથી આઠ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એમ શાસ્ત્રકારો જણાવે છે :
(૧) નો - અણિમા સિદ્ધિ. (૨) ઝરિહંતાĪ - મહિમા સિદ્ધિ (૩) સિદ્ધાણં - ગરિમા સિદ્ધિ (૪) ઝરિયાનં - લધિમા સિદ્ધિ. (૫) વન્સાવાળું - પ્રાપ્તિ સિદ્ધિ. (૬) સવ્વ સાળં - પ્રાકામ્ય સિદ્ધિ (૭) પંચ નમુવારો - ઈશિત્વ સિદ્ધિ. (૮) માતાનં - વશિત્વ સિદ્ધિ.
(૧) નમો - નમો એટલે નમસ્કાર, નમવાની ક્રિયા. જ્યાં સુધી અહંકારનો ભાર છે ત્યાં સુધી નમાતું નથી. એ ભાર નીકળી જાય છે ત્યારે ભાવપૂર્વક નમવાની ક્રિયા થાય છે. નમવાનો મનોભાવ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. અણિમા એટલે અણુ જેટલા થઈ જવાની શક્તિ પ્રાપ્ત કરાવનારી સિદ્ધિ. નમો પદનું ધ્યાન ધરતાં ધરતાં અણિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
(૨) રિહંતાĪ - અરિહંત પરમાત્મા પૂજાને પાત્ર ગણાય છે, એટલે કે એમનો મહિમા થાય છે. અરિહંત માટે ‘અત્’ શબ્દ પણ પ્રયોજાય છે. અર્હમ્ એટલે યોગ્યતા ધરાવનાર અથવા મહિમા ધરાવનાર. ‘અરિહંતાĪ’ પદનું ધ્યાન ધરવાથી મહિમા નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૩) સિદ્ધાળું - આ પદમાં રહેલા ત્રણે અક્ષરો ગુરુ
૧૯૫
For Private & Personal Use Only
www.jainelibrary.org