________________
* (૧) કૃતજ્ઞતા ઉપકારને ભૂલવો નહિ
કોઈના નાના પણ
(૨) ઉદારતા - આપણી પાસેની ચીજશક્તિનો યથાશક્ય સદુપયોગ
(૩) પરોપકાર - બીજાનું કામ કરી છૂટવાની તૈયારી
(૪) ૫૨માર્થવૃત્તિ - બીજાનું કામ ન કરી શકાય તો પણ મનમાં બીજાનું સારું કાર્ય સારી રીતે નિર્વિઘ્ને પાર પડો એવી હાર્દિક ભાવના
-જીવનધારામાં અનાદિકાળના સંસ્કારોની પરવશતાથી આવનારા રાગાદિ વિકારો અને વાસનાની ગંદકીને હઠાવવા માટે ભગીરથ પ્રયત્ન જ્ઞાની ગુરૂની નિશ્રામાં ક૨વા મથે તે શ્રી નવકાર મહામંત્રનો આરાધક !
- જીવનશક્તિઓને વિશ્ર્વર બનાવનારી સદાચારની વૃત્તિઓને અવલંબી જાપ શક્તિઓને સંસારની મોહમાયાના ઉકરડા તરફ જતી અટકાવવા મથે તે શ્રી નવકાર મહામંત્રનો આરાધક !
અંતરંગ ચેતના શક્તિના શણગારરૂપ સત્ય, દ્યુતિ, દયા, સંતોષ, નમ્રતા આદિ શણગારોથી અંતરંગ રીતે સુશોભિત રહેવા મથે તે શ્રી નવકાર મહામંત્રનો આરાધક !
- આપણા ચૈતન્યને દિવ્યપંથે વધવા માટે જરૂરી દિવ્ય શક્તિના સ્ત્રોતને મેળવવા તેના અખૂટ ખજાનારૂપ પંચપરમેષ્ઠિઓ સાથે તેઓની આજ્ઞાના પાલનરૂપે અતૂટ સંપર્ક સ્થાપિત કરવા મથે તે શ્રી નવકાર મહામંત્રનો આરાધક !
વિચારોની આંધી અને અવનતિની ખાઈમાંથી ગબડતાં બચાવનાર પંચપરમેષ્ઠિઓના સ્મરણરૂપ જાપના અવલંબને પોતાની જાતને નિર્ભય બનાવવા મથે તે નવકાર મહામંત્રનો
-
Jain Education International 2010_03
*
આરાધક !
વિચારો અને આવરણ વચ્ચે ઉપેક્ષા - બેદરકારીથી પડેલ ખાઈને યશાશક્ય જ્ઞાની મહાપુરૂષોની નિશ્રાએ વિધિપૂર્વક શાસ્ત્રીય મર્યાદાઓના આગ્રહપૂર્વક દેઢ પાલનના બળે પૂરવા મથે તે નવકાર મહામંત્રનો આરાધક !
વારંવાર આત્મનિરીક્ષણ દ્વારા સ્વદોષ દર્શનની સુવ્યવસ્થિત ટેવનો વિકાસ કરી ગુણાનુરાગ દિષ્ટ દ્વારા બીજાના નાના પણ ગુણને ઓળખવા મથામણ કરે તે નવકાર મહામંત્રનો આરાધક ! સંસ્કારોની નાગચૂડમાં ભીંસાઈ ગયેલ મનોવૃત્તિ અને કાયાની સ્થૂલ પ્રવૃત્તિઓને આત્મસમર્પણ, નિખાલસતા અને આજ્ઞાપાલનના બળે છોડાવવા મથામણ કરે તે નવકાર મહામંત્રનો આરાધક !
–
વિચારોની દુનિયામાં ખોવાઈ જવાના પરિણામે અગર વિચારક્ષેત્રમાં મુક્ત સ્વૈરવિચારથી ઉપજતા મિથ્યા આત્મસંતોષના બળે વિકસતી બે જવાબદારીને કર્તવ્યનિષ્ઠા અને પોતાની કક્ષાને અનુરૂપ ફ૨જના સજાગ ભાન દ્વારા દૂર કરવા મથે તે નવકાર !
- આરાધકના પંથે જ્ઞાન સાથે ચારિત્ર્યનો અને
તે બંન્નેનો સમ્યગ્દર્શન સાથે પુનિત સંબંધ સ્થાપી રત્નત્રયીની આરાધના દ્વારા જીવનને કર્મનિર્જરારૂપે સફળતાના પંથો વાળવા મથે તે શ્રી નવકાર મહામંત્રનો આરાધક !
આવા મહાશક્તિશાળી શ્રી નવકાર મહામંત્રને ઓળખવા સમજવા અચૂક ઉપાય નિયતે સમયે નિયત સ્થાને - નિયત સંખ્યાથી જાપ કરવો તે જ અમોઘ ઉપાય છે. આવી વિધિપૂર્વક કરાયેલ જાપની પ્રક્રિયાથી એવી ઉદાત્ત શક્તિનો વિકાસ થાય છે કે જેથી પ્રબળ અતિ નિબિડ ગાઢ પણ કર્મનાં આવરણો આપોઆપ ઓગળી જાય છે.
૧૬૯
For Private & Personal Use Only
www.jainelibrary.org