________________
(અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ સાર !
રમીલા ચીમનલાલ શાહ
શ્રી નવકાર મહામંત્ર જયવંતા વર્તો. આપણા આ મહામંત્રના પાંચ પદોને શ્રી તીર્થંકર પરમાત્માએ ‘પંચતીર્થી સ્વરૂપ’ કહ્યા છે. શ્રી અરિહંતનો આઘ અક્ષર અ - અષ્ટાપદ તીર્થનો નિર્દેશ કરે છે. શ્રી સિદ્ધનો આદ્ય અક્ષર સિ – સિદ્ધાચલજી તીર્થને પ્રસ્થાપિત કરે છે. આચાર્યનો આઘ અક્ષર આ - આબુજી તીર્થને પ્રદર્શિત કરે છે. ઉપાધ્યાયનો આઘ અક્ષર ઉ – ઉજ્જયંતગિરિ એટલે કે ગિરનારજી તીર્થ
-
સૂચવે છે. સાધુના આદ્ય અક્ષરમાં રહેલ સ - સમેતશિખરજી તીર્થને દૃષ્ટિ સમક્ષ મૂકે છે.
અહીં પ્રસ્તુત છે શ્રી નવકાર મંત્રના અડસઠ અક્ષરોના અડસઠ તીર્થોની નામાવલિ, અમને આશા, વિશ્વાસ અને શ્રદ્ધા છે શ્રી નવકાર મહામંત્રના અડસઠ અક્ષરોને અડસઠ તીર્થ સાથે સરખાવી સ્વસ્થ મને, એકાગ્ર ચિત્તે, શુદ્ધ ઉપયોગપૂર્વક આ મહામંત્રનો જાપ કરવાથી આપને આ અડસઠ તીર્થોની યાત્રાનું ફળ અવશ્ય મળશે જ તેમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી.
શ્રી નવકાર મહામંત્રના અડસઠ અક્ષરને અડસઠ તીર્થ સમાન ગણવામાં આવ્યા છે. સંસાર સાગરથી પાર ઉતારે તેને આપણા શાસ્ત્રકારોએ ‘તીર્થ’ કહ્યું છે. નવકાર મહામંત્રના એક એક અક્ષર તીર્થ સમાન છે. તેથી શ્રી નવકાર મહામંત્રની જે ઉલ્લાસપૂર્વક આરાધના કરે છે, જે ભાવપૂર્વક જાપ કરે છે તે જન્મ-મરણરૂપી આ ભવસમુદ્રને અવશ્ય પાર કરી શકે છે. આ વિષય પર વિશેષ પ્રકાશ પાડતાં આપણા ધર્મગ્રંથોમાં કહ્યું
છે કે ‘ઓમ' એ એક અક્ષરી મંત્ર પંચપરમેષ્ઠીના પ્રતીક રૂપ છે. જ્યારે ‘ડ્રીં’ એ અક્ષરમાં ચોવીસ તીર્થંકર ભગવંતોનો વાસ છે. જો આ રીતે આવા એક અક્ષરમાં આટલી બધી વ્યાપક શક્તિ છુપાયેલી હોય તો આ મહામંગલકારી શ્રી નવકાર મહામંત્રના પ્રત્યેક અક્ષરોને તીર્થ સમાન કહેવામાં આવ્યા છે તે યથાર્થ જ છે.
‘ઉપદેશ તરંગિણી’માં કહેવામાં આવ્યું છે કે - આલોક અને પરલોક એમ બંને લોકમાં ઈચ્છિત ફળ આપનાર અદ્વિતીય શક્તિ સ્વરૂપ
ક્રમ
અક્ષર
૧
” છ
ન
g, 2 ) P
હું
Jain Education International 2010_03
તીર્થનું નામ
નાગેશ્વર
મહુડી
અષ્ટાપદ
રાજગૃહી
હસ્તીનાપુર
તારંગા
નાકોડા
૧૦૦
ક્રમ
८
૯
૧૦
૧૧
ટક છે
૧૩
For Private & Personal Use Only
અક્ષર
ન
s, a
ન
આ
તીર્થનું નામ
નાડોલ
મહેસાણા
સિદ્ધાચલ
ધોળકા (કલિકુંડ) નંદીશ્વરદીપ
નાડલાઈ
મોહનખેડા
આબુ
www.jainelibrary.org