________________
‘માર્ગ’, અવિપ્રણાશ, આચાર, વિનય અને સહાય એ પાંચ વસ્તુઓ મુખ્યપણે ૫૨મેષ્ઠિને નમસ્કાર કરવા વડે મને પ્રાપ્ત થઈ શકે છે, બીજા કોઈ પણ ઉપાયથી તે પ્રાપ્ત થઈ શકે તેમ નથી, તેથી જ હું એ પાંચને જ નમસ્કાર કરું છું.' આવો પૂ આ. શ્રી ભદ્રબાહુસ્વામીજીનો દૃઢસંકલ્પ છે. તેથી તેઓ કહે છે કે – ‘વંવિનમોવાર, રેમિ પર્ણř દેન્દ્રિતૢ ।’ અર્થાત્ એ પાંચ હેતુઓથી હું પાંચ પ્રકારનો નમસ્કાર કરું છું.
‘માર્ગ’ હેતુનો વિચાર આપણે ઉપર કરી આવ્યાછીએ. બીજાં ‘અવિપ્રાણશ’ હેતુનો વિચાર હવે કરવાનો છે.
સિદ્ધભગવંતોને નમસ્કાર કરતી વખતે એકાગ્રતા લાવવામાં મુખ્ય હેતુ સિદ્ધ ભગવંતોની ‘અવિનાશિતા’નો ખ્યાલ છે. એ અવિનાશિતાનો વિચા૨ એમ સૂચવે છે કે અરિહંત પદવીને અંત છે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ અવસ્થાઓને પણ અંત છે, માત્ર એક જ સિદ્ધ અવસ્થા જ એવી છે કે જેના ઉપર કાળની ફાળ નથી. દેવ, દેવેન્દ્ર, ચક્રવર્તી કે અમિદ્રનાં પદોને અને સુખોને અંત છે. કિન્તુ સિદ્ધભગવતોનાં સુખને અંત નથી. સાદિ-અનંતકાળ સુધી અવ્યાબાધપણે એકમાત્ર સિદ્ધનાં સુખનો જ ઉપભોગ થઈ શકે તેમ છે.
પૂજ્ય ઉપાધ્યાયભગવંત શ્રી યશોવિજય મહારાજ આઠમી યોગદૃષ્ટિના વર્ણનમાં ફરમાવે છે કે
સર્વ અર્થ યોગે સુખ તેહથી, અનંતગુણ નિરીહાજી’ (૧)
અર્થાત્ – સર્વ શત્રુઓનો ક્ષય થવાથી, સર્વ વ્યાધિઓનો વિલય થવાથી, સર્વ ઈચ્છાઓ પૂર્ણ
થવાથી અને સર્વ પદાર્થોનો સંયોગ થવાથી સંસારી જીવને જે સુખ થાય તેથી અનંતગણું સુખ એક સિદ્ધભગવંતને હોય છે અને તેનો કદી અંત આવતો નથી.
સમ્યગ્દષ્ટિને મન સમગ્ર સંસાર અનિષ્ટ છે, એક મુક્તિનું સુખ જ ઈષ્ટ છે. તેની અવશ્ય સિદ્ધિ સિદ્ધભગવંતના નમસ્કારથી ત્યારે થાય કે જયારે તે પ્રણિધાનપૂર્વક કરવામાં આવે. એ પ્રણિધાનને લાવવા માટે નમસ્કારની કે બીજી કોઈપણ ક્રિયાની પાછળ પ્રશસ્ત હેતુ જોઈએ, તો જ પ્રણિધાન આવી શકે. તેથી શ્રુતકેવળીભગવંત શ્રી ભદ્રબાહુસ્વામીજી તે ‘સર્વ શત્રુ ક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ હેતુઓને જ અહીં નમસ્કારની પાછળ પ્રધાન હેતુ સમીહાજી;
તરીકે સ્થાન આપે છે.
Jain Education International. 2010_03
સુખની આ સ્થિતિ સિદ્ધભગવંત સિવાય બીજા કોઈને પ્રાપ્ત થતી નથી. તેથી તેવા અવિનાશી સુખના અર્થી આત્માઓને માટે સિદ્ધભગવંતનો નમસ્કાર પરમ ઉપાદેય છે. અવિનાશીપણાના પ્રણિધાનથી સિદ્ધભગવંતને થતો નમસ્કાર તન્મયતાને લાવી આપે છે અને એ તન્મયતા નમસ્કારને ભાવનમસ્કાર બનાવે છે. આ ભાવનમસ્કાર જ પરમાર્થ મંગળ છે.
૫રમાર્થમંગળ એ વસ્તુતઃ આત્માના શુભ અધ્યવસાયોને છોડીને બીજું કાંઈ જ નથી. અવિનાશી ગુણના પ્રણિધાન વડે સિદ્ધભગવંતોને કરેલો નમસ્કાર શુભ અધ્યવસાયને જગાડનારો થાય છે તેથી તે ભાવમંગળ છે. ભાવમંગળ એટલે નિશ્ચયથી મંગળ. મંગળનું કાર્ય અનિષ્ટનું નિવારણ અને ઈષ્ટનો લાભ કરવાનું છે તે જેનાથી થાય કે ન થાય તે દ્રવ્યમંગળ અને જેનાથી અવશ્ય થાય તે ભાવમંગળ છે.
અરિહંત નમસ્કારની પાછળ ‘માર્ગ' હેતુ પ્રધાન છે, તો સિદ્ધનમસ્કારની પાછળ ‘અવિનાશ’ હેતુ પ્રધાન છે, એથી એ પણ સિદ્ધ થાય છે કે બીજા ગૌણ હેતુઓ અનેક સંભવે છે. જેમ જેમ તે હેતુઓનું
૧૫૨
For Private & Personal Use Only
www.jainelibrary.org