________________
મંત્રની આરાધનાની ભૂમિકા પવિત્ર હોય છે. તેનાથી પવિત્ર વિચારો આવે છે. પવિત્ર ભાવના આવે છે. એ પવિત્ર વિચારોથી ઊર્જા વધે છે.
પ્રશ્ન – જ્યારે ઈન્દ્રિયો વશમાં ન હોય, ત્યારે સંકલ્પ-શક્તિનો વિકાસ થઈ શકે છે ? જો સંકલ્પશક્તિનો વિકાસ ન થયો હોય તો ઈન્દ્રિય અને ચિત્તની એકાગ્રતાની વાત સિદ્ધ થઈ શકે છે ?
ઉત્તર - બહુ અટપટો પ્રશ્ન છે. એક બાળક પહેલે દિવસે ચાલવાનું શરૂ કરે છે. આપણે ચોક્કસ માનીએ છીએ કે જ્યાં સુધી પગમાં શક્તિ નહિ હોય ત્યાં સુધી તે ચાલી નહિ શકે અને એ પણ માનીએ છીએ કે જ્યાં સુધી તે ચાલશે નહિ, ત્યાં સુધી તેના પગમાં શક્તિ નહિ આવે. બન્ને વાત સાથોસાથ થાય છે. એનો એક જ ઉપાય છે કે બાળક લથડાતો હોય તો તેને આંગળીનો સહારો આપીને ચલાવવો. બાળકને લથડવા દો. એમાં નિરાશ થવાનું કારણ નથી. પ્રારંભમાં એને રોકી શકાતું નથી. ધીરે ધીરે બાળક ચાલતાં શીખી જશે. પગમાં શક્તિનો સંચાર થઈ જશે. એ રીતે ધ્યાનનો અભ્યાસ કરો. સંકલ્પ-વિકલ્પ આવશે. આવવા દો, કોઈ ચિંતા ન કરશો, પરંતુ સંકલ્પને દૃઢ રાખો કે ‘મારે ધ્યાન કરવું જ છે.' થોડા લથડાશો તો પણ સંકલ્પ વધશે. જો સંકલ્પ વધશે તો શક્તિ પણ વધશે. એક બિન્દુ એવું આવશે કે સંકલ્પ બહુ જ દૃઢ થઈ જશે, ઈન્દ્રિયોની તાકાત પણ વધી જશે, પરંતુ આપણે તેનું સંકલ્પશક્તિથી નિયંત્રણ કરી શકીશું. તેને જીતી લઈશું. લથડવું અને ચાલવું બન્નેમાં સમજૂતી હોય, ડરો નહિ, નિરાશ ન થાવ. વચમાં આ સમજૂતીને તોડશો નહિ, વિજય આપણો થશે. યુદ્ધની પૂર્ણ તૈયારી કર્યા પછી જો સમજૂતી તોડવામાં આવે તો કંઈ વાંધો નહિ, નહિ તો હાર નિશ્ચિત છે. આપણે આ યુદ્ધનીતિ ઉપર
Jain Education International 2010_03
ચાલીએ. અત્યારે સમાધાન કરીને ચાલીએ અને જ્યારે લાગે કે હવે યુદ્ધની પૂર્ણ તૈયારી થઈ ગઈ છે ત્યારે રણભેરી વગાડવી, પછી કોઈ ચિંતા નથી.
પ્રશ્ન - શરીર અને મનની બીમારીથી તો આપણે પરિચિત છીએ, પરંતુ પ્રાણની બીમારી શું હોય છે ?
ઉત્તર આપણા શરીરમાં જ્યારે વિદ્યુતનું સંતુલન બગડી જાય છે ત્યારે અનેક રોગો ઉત્પન્ન થાય છે. મેગ્નેટ થેરાપી અને એક્યુપંક્ચર થેરાપી - આ બન્નેમાં મુખ્યત્વે આ વિષયનું ધ્યાન રાખવામાં આવ્યું છે. રોગો વિદ્યુતના અસંતુલનથી પેદા થાય છે. મેગ્નેટ થેરાપીમાં ચુમ્બકનો પ્રયોગ એટલા માટે કરવામાં આવે છે કે અસ્ત-વ્યસ્ત વિદ્યુત ફરીથી મૂળ સ્થાન ઉપર આવી જાય. વિદ્યુતનું સંતુલન સ્થાપિત થતાં જ રોગ મટી જાય છે. એક્યુપંકચરમાં સોયોનો પ્રયોગ કરવામાં આવે છે અને એના માધ્યમથી વિદ્યુતને સંતુલિત ક૨વામાં આવે છે. તૈજસ શરીરના સ્તર ઉપર જે રોગો પ્રગટ થાય છે તે આપણા શરીરની પ્રાણશક્તિ કે વિદ્યુતશક્તિને અસ્ત-વ્યસ્ત કરી દે છે. વિદ્યુતનું સંતુલન કરીને એની ચિકિત્સા કરવામાં આવે છે.
પ્રશ્ન - જે ધ્યાનમાં આપ મહામંત્રનો પ્રયોગ કરો છો તે તો ફક્ત ધ્વનિનો તરંગ માત્ર જ છે. એવો ધ્વનિતરંગ એક, બે, ત્રણ એવી શબ્દાવલીથી પણ ઉત્પન્ન કરી શકાય છે. પરિણામ પણ તે જ આવે છે જે મંત્રધ્વનિથી આવે છે. તો પછી આપણે કોઈ પણ શબ્દને મહામંત્ર કેમ ન માનીએ ?
ઉત્ત૨ : મંત્ર જ્યારે શબ્દથી અશબ્દ સુધી પહોંચે છે ત્યારે તેમાં શક્તિ ઉત્પન્ન થાય છે. એક, બે, ત્રણ જ્યાં સુધી શબ્દ છે ત્યાં સુધી શક્તિ શૂન્ય છે. આ અંકોના ઉચ્ચારણથી પણ કંઈક પરિણામ આવે છે.
પરંતુ તે મંત્ર-શબ્દથી આવનાર પરિણામની પાસે કંઈ ગણતરીમાં નથી. મંત્ર જયારે ઉચ્ચારણથી પર,
૧૦૪
For Private & Personal Use Only
www.jainelibrary.org