________________
છે. કષાય સિવાય પાપકર્મનાં બંધનનો હેતુ બીજો કોઈ નથી. અજ્ઞાન, નિદ્રા, વેદના, વિઘ્ન વગેરેથી જીવને પાપ નથી લાગતું, પાપકર્મના બંધનમાં કષાયનો જ હાથ હોય છે. સાધનાનું તાત્પર્ય છે કષાયમુક્ત બનવું. કષાયમુક્ત બનવાથી મોહકર્મ પણ ક્ષીણ થવા લાગે છે. આત્મા વીતરાગ બને છે. માટે સાધુ માટે કષાય વિવેક કરવો એ એમની સાધનામય જીવનની આધારશિલા છે. કષાયવિવેક કરનાર મુનિ જ શ્રાવક સમાજ માટે આદર્શ બની શકે.
વેદના અને મૃત્યુના પ્રત્યે સહિષ્ણુ : માનવીનું શરીર વ્યાધિઓનું મંદિર છે. એમાં અનેક પ્રકારના રોગો પેદા થતા જ રહે છે. જિનકલ્પી સાધુ રોગની ચિકિત્સા પણ નથી કરાવતા. આવી સ્થિતિમાં એ ભાવસત્ય : ભાવસત્યનો અર્થ છે જયારે રોગથી આક્રાન્ત બને છે, ત્યારે એ તેને અંતરાત્માની સચ્ચાઈ. સત્ય અને શુદ્ધિમાં કાર્ય-સમભાવપૂર્વક સહન કરે છે અને અઢળક કર્મોની કારણ ભાવ છે. ભાવની સચ્ચાઈથી ભાવની વિશુદ્ધિ થાય છે. જેના આત્માનાં પરિણામો શુદ્ધ, પવિત્ર હોય છે, એવા આત્માયુક્ત સાધુભાવ સત્યથી યુક્ત હોય છે.
નિર્જરા કરે છે.
કરણસત્ય : કરણસત્યનું તાત્પર્ય છે પ્રાપ્ત કાર્યને સમ્યક્ પ્રકારે અને તન્મય થઈને કરવું. યોગસત્ય : મન, વચન અને કાયાને સત્યમાં સ્થિર કરવાં.
ક્ષમા : સાધુ નિરંતર બાવીસ પરિષહો (કષ્ટો) ને સહન કરે છે. માટે સાધુ પૃથ્વીની સમાન ક્ષમાશીલ કહેવાય છે. એ કષ્ટોને આમંત્રિત કરીને પણ સહે છે.
વૈરાગ્ય : સાધુ તપસ્વી હોય છે. તપસ્યા વૈરાગ્ય વગર થતી નથી. માટે સાધુ માટે વૈરાગ્યવાન હોવું આવશ્યક છે. વૈરાગ્ય વગર ઈન્દ્રિયોનો સંયમ, ત્રિગુપ્તિ અને પાંચ સમિતિની સાધના પણ સંભવિત નથી, વૈરાગ્ય દ્વારા જ ઈન્દ્રિઓની ચંચળતા અને મનની બર્હિમુખતા પર નિયંત્રણ કરી શકાય છે.
મન, વચન, અને કાયાને વશમાં રાખનાર ઃ સાધુ એ જે પોતાનાં મન, વાણી અને શરીરને
કાબૂમાં રાખે.
જ્ઞાન, દર્શન, ચારિત્રસંપન્નતા : સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યથી યુક્ત હોય છે. સાધુનું સંપૂર્ણ જીવન જ્ઞાનમય, દર્શનમય અને ચારિત્ર્યમય હોય છે. આત્માને જાણવો તે જ્ઞાન, આત્માનો અનુભવ ક૨વો તે દર્શન અને આત્મામાં રહેવુ એ ચારિત્ર્ય છે.
Jain Education International 2010_03
જ્યારે શરીર દ્વારા કોઈ ધાર્મિક કે સાધનાત્મક લાભ થતો ન દેખાય ત્યારે મુનિ ચિંતનપૂર્વક અનશન દ્વારા આ શરીરને છોડી દે. અનશન સમયે મુનિને ભોજન અને પાણીની તીવ્ર વેદના ઉત્પન્ન થઈ શકે, પરંતુ એ મરણાન્ત કાળની ઘોર વેદનાને સમતાભાવથી સહન કરે છે. ક્યારેક ક્યારેક મુનિજીવનમાં અકાળમોતના પ્રસંગ પણ આવતા હોય છે. અથવા કોઈ અમિત્રદેવના દ્વારા એમને નદી, તળાવ, સમુદ્ર વગેરેમાં ડૂબાડી દેવાની સ્થિતિઓ પણ બની શકે છે. પરંતુ એ સૌને સમભાવથી સહે છે.
મન, વચન, કાય સમાહરણતા : જ્યારે પણ સાધુના મન, વચન કે કાયા સંયમમાર્ગથી ચલિત થવા લાગે ત્યારે ધીર સાધુ તરત જ તેને પાછુ ખેંચી લે, જેમ જાતવાન અશ્વ લગામને ખેંચતાં જ થોભી જાય છે.
આમ પાંચ મહાવ્રતના પાળનાર, પાંચ ઈન્દ્રિયોને જીતનાર, ચાર કષાય પર વિજય મેળવનાર, ભાવસત્ય, કરણસત્ય અને યોગસત્યથી યુક્ત, ક્ષમા, વૈરાગ્ય, મન, વચન, કાયાને કાબૂમાં રાખનાર, જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યથી સંપન્ન,
૧૨૨
For Private & Personal Use Only
www.jainelibrary.org