________________
અનુભવ તેટલું જ્ઞાનનું ઊંડાણ. સંસાર દુઃખરૂપ છે અને માત્ર મોક્ષમાં પરમ સુખ છે. આ સત્ય ન જાણે કેટલીવાર આપણે જોઈએ છીએ, જાણીએ છીએ, આ જ સત્ય ન જાણે કેટલીવાર લખીએ છીએ. પુસ્તકોમાં વાંચીએ છીએ, ઉપદેશ ભાષણોમાં સાંભળીએ છીએ. પણ તે સત્ય આપણે અનુભવ્યું નથી. શું સંસાર દુઃખરૂપ આપણે અનુભવ્યો છે ? મોક્ષ પરમસુખરૂપ છે તે આપણે અનુભવ્યું છે ? સંસાર દુઃખરૂપ નથી લાગતો તેનો અર્થ એ નથી કે આપણે સંસારમાં દુઃખો જોયાં જ નથી. ક્ષણે ક્ષણે નિરંતર અગ્નિના ચાબખા ને સર્વવીંછીના ઝેરી ડંખો લાગ્યા જ કરે છે' છતાં સંસાર દુઃખરૂપ કેમ નથી લાગતો ? એવું થઈ ગયું છે કે જાણે સત્ય બુદ્ધિમાંથી હૃદયમાં જે માર્ગે જાય છે તે આખો રસ્તો Block up બંધ થઈ ગયો છે; માત્ર
જાપ દ્વારા જ તે ખુલે અને જાપ કરવો તે મંત્રોના
કરતાં મંત્રાધિરાજ શ્રી નમસ્કારનો જ કેમ ન કરવો ? શ્રી નમસ્કાર મહામંત્ર અભયનું વચન
આ ષ્ટિએ પણ હોઈ શકે. દુઃખ દુઃખરૂપ છે તે દૃઢ સંસ્કાર બાળી નાખે છે. દુઃખ પણ સુખરૂપ છે. દુઃખનું સુખમાં રૂપાંતર કરનાર વીજળી કારખાનું આ શ્રી મહામંત્ર છે. દુ:ખ દુઃખરૂપ નથી પણ સુખરૂપ છે એમ જે માને છે તેને ભય શેનો ? સાતે ભય તેને રહેતા નથી. પ્રથમપદના સાત અક્ષરોનાં રાસાયણિક દ્રવ્ય જ એવી ક્રાન્તિ તમારા શરીર, ઈંદ્રિય કે બુદ્ધિમાં કરે છે કે જે સમગ્ર દુઃખ કોઠે પડે ને આનંદ બને તેવી હોજરી તમારી બનાવી દે છે. કોઈ ભય તેને રહેતો જ નથી. માણસને ભય માત્ર દુઃખનો છે. દુઃખ જ્યાં તેનું દુઃખપણું જ ગુમાવી દે છે તેવું શબ્દોનું word chemistry મહારાસાયણિક દ્રવ્ય શ્રી નમસ્કારની માત્ર સ્થૂલ માતૃકાઓમાં છે. આ અર્થમાં દુનિયાભરના ચમત્કારો ભેગા કરો તો ય સામાન્ય હકીકત લાગે તેવો આ એક શ્રી નમસ્કારનો મહાન ચમત્કાર છે કે ક્રૂર ને કડવામાં કડવું દુઃખ પણ તમને શેરડીના રસ જેવું મધુર
Jain Education International. 2010_03
૮૩
લાગે. આ ચમત્કાર શ્રી નમસ્કાર મહામંત્રથી થાય છે તે એક વૈજ્ઞાનિક હકીકત છે. જો કે એ આખી ચમત્કારિક પ્રક્રિયા આપણી ચેતનાના ઊંડે કેમ થાય છે તે આપણે જાણતા નથી છતાં એટલું લાગે છે કે દુઃખ સુખના મિથ્યા ભ્રમ તોડનાર પ્રક્રિયાની શરૂઆત શ્રી નમસ્કારમંત્રના શબ્દોના ઉચ્ચારણ ધ્વનિ દ્વારા આપણા જાગ્રત, અર્ધજાગ્રત અને અજાગ્રત મનમાં થતા રાસાયણિક ફેરફારોથી થતી હોય, માત્ર શરૂઆત જ Higher chemistry of words માંથી થતી હોય. પછી જ ક્રિયા અગમ્ય છે. અનુભવાત્મક પ્રક્રિયા દ્વારા જ પ્રતીતિ થાય તેવું સત્ય છે. પ્રત્યેક અનુભવાત્મક સત્યની વૈજ્ઞાનિક રૂપરેખા અપાતી નથી. કારણ સત્ય જેમ જેમ અનુભવમાં આવતું જાય છે તેમ તેમ તેનું સ્વરૂપ અવાચ્ય બનતું જાય છે. અનુભવનું ક્ષેત્ર જ એવું વિદ્યુતાત્મક છે કે ત્યાં વિચાર, શબ્દો, ભાવોનાં પંખી માળો બાંધી શકતાં નથી.
સુખ દુ:ખ પ્રત્યેની નવીન દૃષ્ટિ આ શ્રી મંત્રાધિરાજ લાવે છે ને તે દ્વારા એક એવી જગ્યાની સુખે ન હોય ને દુ:ખે ન હોય. આ રીતે શ્રી મંત્રાધિરાજ જરૂરિયાત આપણે જોઈએ છીએ જ્યાં આ સંસારના
દ્વારા સિદ્ધશિલાનો જન્મ થાય છે. શ્રી નમસ્કાર સર્વ
સત્યોનું પરમ સત્ય શીખવે છે કે દુઃખ દુઃખરૂપ નથી.
દુઃખ જ સુખ છે અને સુખ જ દુઃખ છે, દુઃખનું મૂલ્ય નવકાર માતા શીખવે છે. શ્રી નવકારના માતૃત્વનું પરમ સૌંદર્ય ત્યારે જ અનુભવશું, નવકાર આપણને માતારૂપ ત્યારે જ લાગશે, જ્યારે એ પળ આવશે કે ત્યારે તમે એ નિર્ણય કરશો કે-હું આ સંસારના બળતા ઘ૨માં એક ક્ષણે રહીશ નહિ, અહીં બધું નાશરૂપ છે, દુઃખરૂપ છે, વિનાશ ને મૃત્યુના અચળા નિયમ (The law of death & destruction) ના પ્રકાશમાં શ્રી નમસ્કાર મારી વ્હાલસોયી માતો છે તે ભાન થશે, દુઃખના સળગતા ભડકાઓમાં જ શ્રી નમસ્કારનું પૂર્ણ માધુર્ય સમજાશે તો પછી દુઃખનું એ મૂલ્ય સ્વીકારવું પડશે. દુઃખ જો દુઃખરૂપ જ હોત તો શ્રી નમસ્કાર માતાના ખોળામાં તે લાવી દઈ જે સુખ ઉત્પન્ન કરે છે તે કેમ બને ?
For Private & Personal Use Only
www.jainelibrary.org