Book Title: Shrimad Rajchandra Handbook
Author(s): Payal J Shah
Publisher: Payal J Shah
Catalog link: https://jainqq.org/explore/006030/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્રાજયંદ્ર હેન્ડબુક જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું – નિગ્રંથ પ્રવચન અદ્ભુત વચન | સ્વ અનુભૂતિ વચન | સ્વરૂપ દર્શન | સાધના માર્ગ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું – નિગ્રંથ પ્રવચન 'અદ્ભુત વચન | સ્વ અનુભૂતિ વચન | સ્વરૂપ દર્શન | સાધના માર્ગ | Page #3 -------------------------------------------------------------------------- ________________ c Page #4 -------------------------------------------------------------------------- ________________ ॐ અહો સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત; —છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ શ્રીમદ્ રાજચંદ્ર Page #5 -------------------------------------------------------------------------- ________________ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વ ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ષટ્ સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્ એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત. **** પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. - શ્રીમદ્ રાજચંદ્ર Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક પરિચય શ્રીમદ્ રાજચંદ્રના પત્રો, દોહરા, મહાવાક્યો, તત્ત્વજ્ઞાન, આત્મસિદ્ધિ, અપૂર્વ અવસર, દૃષ્ટાંતો, વચનામૃત એ સર્વ વિદ્યાર્થી, જિજ્ઞાસુ અને મુમુક્ષુ ભાઇ-બહેનો માટે ત્વરાથી માર્ગના મર્મને જાણવા, સમજવા અને પામવા માટે પૂર્ણ માર્ગદર્શિકા છે. આ વચનોનો નિત્ય સરળતાથી સ્વાધ્યાય થઈ શકે તે માટે શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક બનાવવામાં આવેલ છે. આ હેન્ડબુકમાં શ્રીમદ્ રાજચંદ્રના અદ્ભુત લખાણ– પુષ્પમાળા, બોધવચન, અમૂલ્ય તત્ત્વવિચાર, મહાવાક્યો, વચનામૃત પત્રો (૧ - ૯૫૫), દોહરા, દૃષ્ટાંત, પદ્ય, આત્મસિદ્ધિશાસ્ત્ર, અપૂર્વ અવસર, આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ (૧ - ૩) નો સમાવેશ કરવામાં આવેલ છે. આ હેન્ડબુકના પ્રથમનાં આઠ પાનામાં શ્રીમદ્ભુના વચનોમાં છલકતી અદ્ભુતતા, અપૂર્વતા, સ્વરૂપ દર્શન અને સાધનામાર્ગની ઝલક બતાવવામાં આવી છે, જે માર્ગના મર્મને પામવા માટે ચિનગારી સમાન છે. આ કાળમાં પણ આવા વચનોની પ્રાપ્તિ થવી એ આપણા અહોભાગ્ય છે. શ્રીમદ્જીએ સ્વ અનુભવથી પૂર્ણ સ્વરૂપ દર્શન, તત્ત્વજ્ઞાન અને સાધનામાર્ગ બતાઈને સર્વ ગ્રંથનો સાર અને આખો તૈયાર મોક્ષમાર્ગ આપણી હથેળીમાં મૂકી દીધો છે. આ બુક બનાવવાનો એક હેતુ એ છે કે શ્રીમદ્ભુનાં વચનામૃતનો સરળતાથી નિત્ય સ્વાધ્યાય થાય, વારંવાર અભ્યાસ થાય, દિન દિન પ્રત્યે ચિંતન, મનન અને નિદિધ્યાસનનો હેતુ બને અને તેનાં ફળરૂપે સંપૂર્ણ તત્ત્વપ્રતીતિ થઈ કલ્યાણના માર્ગની પ્રાપ્તિ થાય. બધાં વચનોને સ્વતંત્ર લખાણ તરીકે લેવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. દરેક નવા વિષય અને લખાણને ‘સેક્શન પેપર’થી અલગ દર્શાવવામાં આવેલ છે. દરેક વિષય અને વિચાર એક સંપૂર્ણજ્ઞાનની પ્રતીતિ કરાવે છે. જ્યાં જ્યાં જગ્યાનો અવકાશ હોય ત્યાં ‘શિક્ષાપાઠ' અને ‘દોહરા' મૂકવામાં આવેલ છે. નોંધ :– આ એક હેન્ડબુક હોવાથી વાંચનાર વર્ગને ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ (ઈ-બુક) સાથે રાખવા વિનંતી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિ ઃ વિ.સં. ૨૦૬૯, ઈ.સ. ૨૦૧૩ પ્રત : પ૦૦ અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ– અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીતિ કરાવ્યો એવા પરમકૃપાળુ સદગુરુદેવ આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વર્તો. - હા.નોં. ૩ પ્રકાશક : પાયલબેન જે. શાહ પ્રાપ્તિસ્થાન : શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર, પાલડી, અમદાવાદ પડતર કિંમત : રૂા. ૧૯૯-૦૦ વેચાણ કિંમત : રૂ. ૨૦-૦૦ આ પુસ્તકમાં સન્દુરુષનાં વચનો છે. તમે કોઈ પ્રકારે આ પુસ્તકની આશાતના કરશો નહીં, તેને ફાડશો નહીં, ડાઘ પડશો નહીં કે બીજી કોઈ પણ રીતે બગાડશો નહીં તેમજ નીચે જમીન પર મૂકશો નહીં. મુદ્રકઃ ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોનઃ ૦૭૯-૨૨૧૩૪૧૭૭, મો. ૯૯૨૫૦૨૦૧૦૬ E-mail : bharatgraphics1@gmail.com Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રીમરાજચંદ્ર વિચારરત્નો Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ વાંચનારને ભલામણ, વાંચનાર ! હું આજે તમારા હસ્તકમળમાં આવું છું. મને યત્નાપૂર્વક વાંચજો. મારાં કહેલાં તત્ત્વને હૃદયમાં ધારણ કરજો. હું જે જે વાત કહું તે તે વિવેકથી વિચારજો; એમ કરશો તો તમે શાન, ધ્યાન, નીતિ, વિવેક, સણ અને આત્મશાંતિ પામી શકશો. તમે જાણતા હશો કે, કેટલાંક અજ્ઞાન મનુષ્યો નહીં વાંચવા યોગ્ય પુસ્તકો વાંચીને પોતાનો વખત ખોઈ દે છે, અને અવળે રસ્તે ચઢી જાય છે. આ લોકમાં અપકીર્તિ પામે છે, તેમજ પરલોકમાં નીચ ગતિએ જાય છે. તમે જે પુસ્તકો ભણ્યા છો, અને હજુ ભણો છો, તે પુસ્તકો માત્ર સંસારનાં છે; પરંતુ આ પુસ્તક તો ભવ પરભવ બન્નેમાં તમારું હિત કરશે; ભગવાનનાં કહેલાં વચનોનો એમાં થોડો ઉપદેશ કર્યો છે. તમે કોઈ પ્રકારે આ પુસ્તકની આશાતના કરશો નહીં, તેને ફાડશો નહીં, ડાઘ પાડશો નહીં કે બીજી કોઈ પણ રીતે બિગાડશો નહીં. વિવેકથી સઘળું કામ લેજો. વિચક્ષણ પુરુષોએ કહ્યું છે કે વિવેક ત્યાં જ ધર્મ છે. તમને એક એ પણ ભલામણ છે કે, જેઓને વાંચતાં નહીં આવડતું હોય અને તેની ઇચ્છા હોય તો આ પુસ્તક અનુક્રમે તેને વાંચી સંભળાવવું. તમે જે વાતની ગમ પામો નહીં તે ડાહા પુરુષ પાસેથી સમજી લેજો. સમજવામાં આળસ કે મનમાં શંકા કરશો નહીં. તમારા આત્માનું આથી હિત થાય, તમને જ્ઞાન, શાંતિ અને આનંદ મળે, તમે પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ એવી શુભ યાચના અહંતુ ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરું છું. - શ્રીમદ્ રાજચંદ્ર Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વિષય પૃષ્ઠ શ્રીમદ્ રાજચંદ્ર વિચારરત્નો ૧-૮ ૯-૨૦ વિભાગ-૧ પુષ્પમાળા, બોધવચન, નિત્યસ્મૃતિ દ્વાદશાનુપ્રેક્ષા, દષ્ટાંત મહાવાક્યો, વચનામૃત, અમૂલ્ય તત્ત્વવિચાર વિભાગ-૨ ૨૧-૪૦ ૪૧-૪૮ વચનામૃત (પત્ર ૧ - ૫૦૦) ૪૯-૧૧૮ ૧૧૯-૧૩૪ ૧૩પ-૧૪૨ વિભાગ-૩ વચનામૃત (પત્ર ૫૦૧ - ૦૦૦) મહાત્મા ગાંધીજીએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર વચનામૃત (પત્ર ૧૦૧ - ૯૫૫) વિભાગ-૪ આત્મસિદ્ધિશાસ્ત્ર, અપૂર્વ અવસર આવ્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ (૧-૩) ૧૪૩-૧૭૪ ૧૭૫-૧૮૬ ૧૮૭-૨૦૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ શાકભુત વચન શ્રીમદ્ રાજચંદ્ર વિચા૨ની. “જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યો છું; અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહા બંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે, તે ગ્રહવા એ જ માન્યતા છે, તો પછી તે માટે જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા શું જોવી ? તે ગમે તેમ બોલે પણ આત્મા જો બંધનરહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય તો તેમ કરી લેવું. એટલે કીર્તિ અપકીર્તિથી સર્વ કાળને માટે રહિત થઈ શકાશે.” ( પત્રાંક ૩૭ “જગતમાં સપરમાત્માની ભક્તિ-સતગુરુ-સત્સંગ-સતુશાસ્ત્રાધ્યયન-સમ્યફદષ્ટિપણું અને સયોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હોત તો આવી દશા હોત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. સદ્ગના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃતકૃત્યતા છે. એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન પુરુષો કરે છે.” પત્રાંક ૪૭. અનંત વાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.” પત્રાંક ૭૧૯ ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણિને ચિંતામણિ કહ્યો છે; એ જ આ મનુષ્યદેહ છે કે જે દેહમાં, યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે. અચિંત્ય જેનું માહાસ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે.” પત્રાંક ૯૩૬ “નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે જૂન જ છે. આત્મા અનંત કાળ રખડ્યો, તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે. જેના એક રોમમાં કિંચિત પણ અજ્ઞાન, મોહ, કે અસમાધિ રહી નથી તે પુરુષનાં વચન અને બોધ માટે કંઈ પણ નહીં કહી શકતાં, તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજ્જવળ શુકલ ધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિગ્રંથનાં પવિત્ર વચનોની મને-તમને ત્રિકાળ શ્રદ્ધા રહો ! એ જ પરમાત્માનાં યોગબળ આગળ પ્રયાયના !” પત્રાંક પર Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર વિચારરત્નો અદભુત વચન “પરિભ્રમણ કરતો જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યો નથી. જે પામ્યો છે, તે બધું પૂર્વાનુપૂર્વ છે. એ સઘળાની વાસનાનો ત્યાગ કરવાનો અભ્યાસ કરશો. દઢ પ્રેમથી અને પરમોલ્લાસથી એ અભ્યાસ જયવંત થશે, અને તે કાળે કરીને મહાપુરુષના યોગે અપૂર્વની પ્રાપ્તિ કરાવશે. | સર્વ પ્રકારની ક્રિયાનો, યોગનો, જપનો, તપનો, અને તે સિવાયના પ્રકારનો લક્ષ એવો રાખજો કે આત્માને છોડવા માટે સર્વે છે; બંધનને માટે નથી. જેથી બંધન થાય એ બધાં (ક્રિયાથી કરીને સઘળાં યોગાદિકપર્યત) ત્યાગવા યોગ્ય છે.” પત્રાંક ૧૮૩ “અનંત કાળથી પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં અતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય ?” પત્રાંક ૧૭૨ “અનંત જન્મમરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે જ કર્મમુક્ત થવાની જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે.” પત્રાંક ૪૦ જરૂર - અત્યંત જરૂર - આ જીવનો કોઈ પ્રમાદ છે; નહીં તો પ્રગટ જાણ્યું છે એવું જે ઝેર તે પીવાને વિષે જીવની પ્રવૃત્તિ કેમ હોય ? અથવા એમ નહીં તો ઉદાસીન પ્રવૃત્તિ હોય, તોપણ તે પ્રવૃત્તિયે હવે તો કોઈ પ્રકારે પણ પરિસમાપ્તપણું ભજે એમ થવા યોગ્ય છે, નહીં તો જરૂર જીવનો કોઈ પણ પ્રકારે દોષ છે. ( પત્રાંક ૪૯૫ જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિ-દિવસ વિચારવા યોગ્ય છે. પત્રાંક ૮૧૦ ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો !” પત્રાંક ૩૫ “અનંત કાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું તે શાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.” પત્રાંક ૮૩૯ સપુરૂષોના અગાધ ગંભીર સંયમને નમસ્કાર અવિષમ પરિણામથી જેમણે કાળકૂટ વિષ પીધું એવા શ્રી ઋષભાદિ પરમ પુરુષોને નમસ્કાર.” પરિણામમાં તો જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળકૂટ વિષની પેઠે મુઝવે છે, એવા શ્રી સંયમને નમસ્કાર. તે જ્ઞાનને, તે દર્શનને અને તે ચારિત્રને વારંવાર નમસ્કાર. પત્રાંક ૮૦૮ Page #14 -------------------------------------------------------------------------- ________________ સ્વઅનુભૂતિ વચન શ્રીમદ્ રાજચંદ્ર વિચારરત્નો “ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઈએ છે. બીજી કંઈ સ્પૃહા રહેતી નથી. રહેતી હોય તોપણ રાખવા ઇચ્છા નથી. એક “તુંહિ હિ” એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે. અધિક શું કહેવું ? લખ્યું લખાય તેમ નથી; કથ્ય કથાય તેમ નથી. જ્ઞાને માત્ર ગમ્ય છે. કાં તો શ્રેણીએ શ્રેણીએ સમજાય તેવું છે. બાકી તો અવ્યક્તતા જ છે, માટે જે નિઃસ્પૃહ દશાનું જ રટણ છે, તે મળ્યે, આ કલ્પિત ભૂલી ગયે છૂટકો છે.’’ પત્રાંક ૧૪૪ ܀܀܀܀܀ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહત્પુરુષને પંથ જો ? અપૂર્વ ૧ ܀܀܀ પત્રાંક ૭૩૮ “આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણિમાં આણવો એ કેવું નિરુપમ સુખ છે તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી અને મને વિચાર્યું વિચારાતું નથી.” 3 ܀܀܀܀܀ પત્રાંક ૭૨ “જે છૂટવા માટે જ જીવે છે તે બંધનમાં આવતો નથી આ વાક્ય નિઃશંક અનુભવનું છે. બંધનનો ત્યાગ કર્યો છુટાય છે, એમ સમજ્યા છતાં તે જ બંધનની વૃદ્ધિ કર્યા કરવી, તેમાં પોતાનું મહત્ત્વ સ્થાપન કરવું, પૂજ્યતા પ્રતિપાદન કરવી, એ જીવને બહુ રખડાવનારું છે. આ સમજણ સમીપે આવેલા જીવને હોય છે, અને તેવા જીવો સમર્થ ચક્રવર્તી જેવી પદવીએ છતાં તેનો ત્યાગ કરી, કરપાત્રમાં ભિક્ષા માગીને જીવનાર સંતના ચરણને અનંત અનંત પ્રેમે પૂજે છે, અને જરૂર તે છૂટે છે. દીનબંધુની દૃષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં; બંધાવાના કામીને છોડવો નહીં.’ ***** પત્રાંક ૧૭૬ “સંસારમાં સુખ શું છે, કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઇચ્છા કરે છે ?” ***** પત્રાંક ૪૧૯ દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારો આત્મા અખંડપણે કહે છે; અને એમ જ છે, જરૂ૨ એમ જ છે. પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વીતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય છે, પ્રાપ્ત કરવાને પૂર્ણ યોગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા મટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ જ છે.” *** પત્રાંક ૩૩૪ “વિચારવાન પુરુષને કેવળ ક્લેશરૂપ ભાસે છે, એવો આ સંસાર તેને વિષે હવે ફરી આત્મભાવે કરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. ત્રણે કાળને વિષે હવે પછી આ સંસારનું સ્વરૂપ અન્યપણે ભાયમાન થવા યોગ્ય નથી, અને ભાસે એવું ત્રણે કાળને વિષે સંભવતું નથી.” પત્રાંક ૩૮૩ ***** Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર વિચારરત્નો સ્વઅનુભૂતિ વચન “જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિયુ” પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય ? કે જ્યાં વાણીનો પ્રવેશ નથી. વધારે શું કહેવું ? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે; અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજો સુગમ મોક્ષમાર્ગ છે જ નહીં. તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી ! મોહ બળવાન છે !'' પત્રાંક ૨૪૧ “જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે, તે પ્રકાર અન્યરૂપ છે; ધર્મરૂપ નથી. જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે.” ४ ܀܀܀܀܀ ***** પત્રાંક ૪૦૩ “મારું ચિત્ત, મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે, ભય પામી નાસી ન જાય ! મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખૂજલી આવતી હોય તે આ શરીરને જડપદાર્થ જાણી પોતાનું માથું ખૂજલી મટાડવા આ શરીરને ઘસે !” પત્રાંક ૮૫૦ “પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક એવા આ સંસારને વિષે એક સમયમાત્ર પણ અવકાશ લેવાની જ્ઞાનીપુરુષોએ હા કહી નથી; કેવળ તે વિષે નકાર કહ્યો છે. તે આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે તો તે જ સયમે તે આત્માપણે થાય છે. તે જ સમયે આત્માને વિષે તે ઉપયોગ અનન્ય થાય છે.” ܀܀܀܀܀ પત્રાંક ૪૪૬ “લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવકાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબપરિવારાદિ યોગવાળી હોય તોપણ તે દુ:ખનો જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવકાંટો છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તોપણ પરમ સમાધિનું સ્થાન છે.” ***** ܀܀܀܀܀ પત્રાંક ૯૪૯ “વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ ! ! હે જીવ ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા ! ! નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે.” ***** ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ પત્રાંક ૫૦૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર વિચારરત્નો “કર્મ એ જડ વસ્તુ છે. જે જે આત્માને એ જડથી જેટલો જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય, એમ અનુભવ થાય છે. આશ્ચર્યતા છે, કે પોતે જડ છતાં ચેતનને અચેતન મનાવી રહ્યાં છે ! ચેતન ચેતનભાવ ભૂલી જઈ તેને સ્વસ્વરૂપ જ માને છે. જે પુરુષો તે કર્મસંયોગ અને તેના ઉદયે ઉત્પન્ન થયેલા પર્યાયોને સ્વસ્વરૂપ નથી માનતા અને પૂર્વસંયોગો સત્તામાં છે, તેને અબંધ પરિણામે ભોગવી રહ્યા છે, તે આત્માઓ સ્વભાવની ઉત્તરોત્તર ઊર્ધ્વશ્રેણી પામી શુદ્ધ ચેતનભાવને પામશે, આમ કહેવું સપ્રમાણ છે. કારણ અતીત કાળે તેમ થયું છે, વર્તમાન કાળે તેમ થાય છે, અનાગત કાળે તેમ જ થશે. સ્વરૂપ દર્શન અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો સત્પુરુષ (જેમાં સદ્ગુરુત્વ, સત્સંગ અને સત્કથા એ રહ્યાં છે) મળ્યા નથી; નહીં તો નિશ્ચય છે, કે મોક્ષ હથેળીમાં છે, ઇષત્પ્રાક્ભારા એટલે સિદ્ધ-પૃથ્વી પર ત્યાર પછી છે. એને સર્વ શાસ્ત્ર પણ સંમત છે, (મનન કરશો.) અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે.'' ***** પત્રાંક ૫૫ “જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક્દર્શન થાય છે.” પત્રાંક ૩૫૮ “દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક ૫રમ જ્યોતિસ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે ?'' પત્રાંક ૮૩૨ “જ્ઞાનીનાં વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન, જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે.” ܀܀܀܀܀ ܀܀܀܀܀ પત્રાંક ૯૦૧ “જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી; ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી. તે જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. જ્ઞાનીને જે યથાયોગ્યપણે ઓળખે છે તે જ્ઞાની થાય છે- ક્રમે કરી જ્ઞાની થાય છે.” ܀܀܀܀܀ ***** પત્રાંક ૩૮૭ “એવો એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે કે જેથી અનંત પ્રકારનો પરિચય નિવૃત્ત થાય છે; તે કયો ? અને કેવા પ્રકારે ? તેનો વિચાર મુમુક્ષુઓ કરે છે.’ પત્રાંક ૨૭૧ “જિનનો સિદ્ધાંત છે કે જડ કોઈ કાળે જીવ ન થાય, અને જીવ કોઈ કાળે જડ ન થાય; તેમ ‘સત્’ કોઈ કાળે ‘સત્’ સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે જ નહીં. આવી દેખીતી સમજાય તેવી વાતમાં મુઝાઈ જીવ પોતાની કલ્પનાએ ‘સત્' કરવાનું કહે છે, પ્રરૂપે છે, બોધે છે, એ આશ્ચર્ય છે. જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે.” ܀܀܀܀܀ ܀܀܀܀܀ પત્રાંક ૨૭૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર વિચારરત્નો સ્વરૂપ દર્શન “જ્ઞાનીના માર્ગનો વિચાર કરતાં જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂર્છાપાત્ર આ દેહ નથી, તેને દુઃખે શોચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ-અજ્ઞાને શોચવું એ સિવાય બીજો શોચ તેને ઘટતો નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતાં છતાં જેને દેહને વિષે મૂર્છા નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે.” પત્રાંક ૪૨૫ “સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અસત્પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્માત્ર સંશય નથી. આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે. સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે. 9 ܀܀܀܀܀ ***** પત્રાંક પ૬૯ “કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું, અને માઠી ગતિનું કારણ છે. સદ્વિચાર, અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે.” પત્રાંક ૪૬૦ “અન્ય સંબંધી જે તાદાત્મ્યપણું ભાસ્યું છે, તે તાદાત્મ્યપણું નિવૃત્ત થાય તો સહજસ્વભાવે આત્મા મુક્ત જ છે; એમ શ્રી ઋષભાદિ અનંત જ્ઞાનીપુરુષો કહી ગયા છે, યાવત્ તથારૂપમાં શમાયા છે.” ***** પત્રાંક ૫૪૩ સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણદશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે. તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી, એ પરમ શ્રેય છે. ***** પત્રાંક પ૩૯ “દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમ કે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડાકાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. ܀܀܀܀܀ શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” પત્રાંક ૯૯૨ ܀܀܀܀܀ Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર વિચારરત્નો “માર્ગની ઇચ્છા જેને ઉત્પન્ન થઈ છે. તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છેઃ— સાધના માર્ગ “અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી ? અને તે શું કરવાથી થાય ?’ આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે; અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દૃઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી; પૂર્વે થયું નથી; અને ભવિષ્યકાળે પણ નહીં થશે. અમે તો એમ જાણ્યું છે. માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું ? તે જણાય છે.’’ પત્રાંક ૧૯૫ “બીજું કાંઈ શોધ મા. માત્ર એક સત્પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ષો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. સત્પુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી; આ અનુભવપ્રવચન પ્રમાણિક ગણ. એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ.” પત્રાંક ૭૬ “સર્વેએ એટલું જ હાલ તો કરવાનું છે કે જૂનું મૂક્યા વિના તો છૂટકો જ નથી; અને એ મૂકવા યોગ્ય જ છે એમ દઢ કરવું. માર્ગ સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે.” ***** ܀܀܀܀܀ પત્રાંક ૨૧૦ “પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે; પણ આ કાળમાં તેવો જોગ બનવો બહુ વિકટ છે; માટે જીવે એ વિકટતામાં રહી પાર પાડવામાં વિકટ પુરુષાર્થ કરવો યોગ્ય છે, અને તે એ કે અનાદિ કાળથી જેટલું જાણ્યું છે, તેટલું બધુંય અજ્ઞાન જ છે; તેનું વિસ્મરણ કરવું. ‘સત્ સત્ જ છે, સરળ છે, સુગમ છે; સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ ‘સત્'ને બતાવનાર ‘સત્’ જોઈએ. પત્રાંક ૨૦૭ “જીવ સ્વભાવે (પોતાની સમજણની ભૂલે) દોષિત છે; ત્યાં પછી તેના દોષ ભણી જોવું, એ અનુકપાનો ત્યાગ કરવા જેવું થાય છે, અને મોટા પુરુષો તેમ આચરવા ઇચ્છતા નથી. કળિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી ભૂલભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે.” ܀܀܀܀܀ પત્રાંક ૨૫૭ “ઉદય આવેલાં કર્મોને ભોગવતાં નવાં કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો એ સત્પુરુષોનો મહાન બોધ છે. (કોઈ વેળા) શુભાશુભ કર્મના ઉદય સમયે હર્ષશોકમાં નહીં પડતાં ભોગવ્યે છૂટકો છે, અને આ વસ્તુ તે મારી નથી એમ ગણી સમભાવની શ્રેણિ વધારતા રહેશો.’’ પત્રાંક ૫૧ ܀܀ Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર વિચારરત્નો સાધના માર્ગ ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યફપ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આધ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે.” ( પત્રાંક ૧૯૪ “સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીનાં ચરણસેવન વિના અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે.” પત્રાંક ૩૧૫ સપુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમપરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે.” પત્રાંક ૭૧૯ “જીવને સ્વચ્છેદ એ મહા મોટો દોષ છે, એ જેનો મટી ગયો છે તેને માર્ગનો ક્રમ પામવો બહુ સુલભ છે.” પત્રાંક ૨૯૪ “આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. સમ્યફદર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવો અનુભવ છે.” પત્રાંક ૩૨૪ “જેમ જેમ જીવમાં ત્યાગ વૈરાગ્ય અને આશ્રયભક્તિનું બળ વધે છે, તેમ તેમ પુરુષનાં વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે; અને બંધનિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે.” ( પત્રાંક ૪૯૭ દેખતભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય એવો સ્પષ્ટ અનુભવ થાય છે, તેમ છતાં તે જ દેખતભૂલીના પ્રવાહમાં જ જીવ વહ્યો જાય છે, એવા જીવોને આ જગતને વિષે કોઈ એવો આધાર છે કે જે આધારથી, આશ્રયથી તે પ્રવાહમાં ન વહે ?” પત્રાંક ૬૪૧ “આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે ભાસ્યા કરે એ મુમુક્ષતાનું મુખ્ય લક્ષણ છે. મૂળ વાત તો એ છે કે જીવને વૈરાગ્ય આવતાં છતાં પણ જે તેનું અત્યંત શિથિલપણું છે – ઢીલાપણું છે - તે ટાળતાં તેને અત્યંત વસમું લાગે છે, અને ગમે તે પ્રકારે પણ એ જ પ્રથમ ટાળવા યોગ્ય છે.” પત્રાંક ૪૯૮ “હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંદ કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમતું કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપનાં ચરણારવિન્દમાં નમસ્કાર કરું છું. આપની પરમભક્તિ અને વીતરાગપુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ.” ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ( પત્રાંક ૪૧૭ Page #20 -------------------------------------------------------------------------- ________________ પષ્પમાળા બોધવચન નિત્યસ્મૃતિ ' દ્વાદશનુ પેસા કાત | દાતા"ળો વચનામૃત અબ તત્વવિચાર Page #21 -------------------------------------------------------------------------- ________________ પપમાળા બોધવચન, નિત્યસ્મૃતિ - દ્વાદાનપેક્ષા પ્રાંત મદાવાળો વચનામૃત અમુલ્ય તત્વવિચાર Page #22 -------------------------------------------------------------------------- ________________ પુષ્પમાળા ૧ રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો. ૨ વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર દૃષ્ટિ ફેરવી જાઓ. ૩ સફળ થયેલા વખતને માટે આનંદ માનો, અને આજનો દિવસ પણ સફળ કરો. નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાત્તાપ કરી નિષ્ફળતા વિસ્તૃત કરો. ૪ ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઈ નહીં. ૫ સફળજન્ય એક્ટ બનાવ તારાથી જો ન બન્યો હોય તો ફરી ફરીને શરમા. ૬ અઘટિત કૃત્યો થયાં હોય તો શરમાઈને મન, વચન, કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. ૭ જો તું સ્વતંત્ર હોય તો સંસારસમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ (૧) ૧ પ્રહર - ભક્તિકર્તવ્ય. (૨) ૧ પ્રહર - ધર્મકર્તવ્ય. (૩) ૧ પ્રહર - આહારપ્રયોજન. (૪) ૧ પ્રહર - વિદ્યાપ્રયોજન. (૫) ૨ પ્રહર - નિદ્રા. (૯) ૨ પ્રહર - સંસારપ્રયોજન. ૮ પ્રહર ૮ જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દષ્ટિ કરજે. ૯ જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય તો નીચે કહું છું તે વિચારી જજે: (૧) તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી ? (૨) આવતી કાલની વાત શા માટે જાણી શકતો નથી ? (૩) તું જે ઇચ્છે છે તે શા માટે મળતું નથી ? (૪) ચિત્રવિચિત્રતાનું પ્રયોજન શું છે ? ૧૦ જો તને અસ્તિત્વ પ્રમાણભૂત લાગતું હોય અને તેના મૂળતત્વની આશંકા હોય તો નીચે કહું છું - ૧૧ સર્વ પ્રાણીમાં સમદષ્ટિ– ૧૨ કિંવા કોઈ પ્રાણીને જીવિતવ્યરહિત કરવાં નહીં, ગજા ઉપરાંત તેનાથી કામ લેવું નહીં. ૧૩ કિંવા સત્પરુષો જે રસ્તે ચાલ્યા તે. ૧૪ મૂળતત્વમાં ક્યાંય ભેદ નથી, માત્ર દૃષ્ટિમાં ભેદ છે એમ ગણી આશય સમજી પવિત્ર ધર્મમાં પ્રવર્તન કરજે. ૧૫ તું ગમે તે ધર્મ માનતો હતો તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમાળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. Page #23 -------------------------------------------------------------------------- ________________ પુષ્પમાળા ૧૭ ગમે તેટલો પરતંત્ર હો તો પણ મનથી પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે. ૧૭ આજે જો તું દુષ્કતમાં દોરાતો હો તો મરણને સ્મર. ૧૮ તારા દુઃખ-સુખના બનાવોની નોંધ આજે કોઈને દુઃખ આપવા તત્પર થાય તો સંભારી જા. ૧૯ રાજા હો કે રંક હો-ગમે તે હો, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી આવજો કે આ કાયાનાં પુદ્ગલ થોડા વખતને માટે માત્ર સાડાત્રણ હાથ ભૂમિ માંગનાર છે. ૨૦ તું રાજા હો તો ફિકર નહીં, પણ પ્રમાદ ન કર, કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારનો, ગર્ભપાતનો, નિર્વશનો, ચંડાલનો, કસાઈનો અને વેશ્યાનો એવો કણ તું ખાય છે. તો પછી ? ૨૧ પ્રજાનાં દુઃખ, અન્યાય, કર એને તપાસી જઈ આજે ઓછાં કર. તું પણ તે રાજા ! કાળને ઘેર આવેલો પરૂણો છે. ૨૨ વકીલ હો તો એથી અર્ધા વિચારને મનન કરી જજે. ર૩ શ્રીમંત હો તો પૈસાના ઉપયોગને વિચારજે. રળવાનું કારણ આજે શોધીને કહેજે. ૨૪ ધાન્યાદિકમાં વ્યાપારથી થતી અસંખ્ય હિંસા સંભારી ન્યાયસંપન્ન વ્યાપારમાં આજે તારું ચિત્ત ખેંચ.. ૨૫ જો તું કસાઈ હોય તો તારા જીવન સુખનો વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. રક જો તું સમજણો બાલક હોય તો વિદ્યા ભણી અને આશા ભણી દૃષ્ટિ કર. ૨૭ જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દષ્ટિ કર. ૨૮ જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર. ૨૯ જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભાર - દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુંબ ભણી દષ્ટિ કર. ૩૦ જો તું કવિ હોય તો અસંભવિત પ્રશંસાને સંભારી જઈ આજના દિવસમાં પ્રવેશ કર. ૩૧ જો તું પણ હોય તો – ૩૨ જો તું અમલમસ્ત હોય તો નેપોલિયન બોનાપાર્ટને બન્ને સ્થિતિથી સ્મરણ કર. ૩૩ ગઈ કાલે કોઈ કૃત્ય અપૂર્ણ રહ્યું હોય તો પૂર્ણ કરવાનો સુવિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. ૩૪ આજે કોઈ કૃત્યનો આરંભ કરવા ધારતો હો તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. ૩૫ પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. ૩૭ અઘોર કર્મ કરવામાં આજે તારે પડવું હોય તો રાજપુત્ર હો તોપણ ભિક્ષાચરી માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૩૦ ભાગ્યશાલી હો તો તેના આનંદમાં બીજાને ભાગ્યશાલી કરજે, પરંતુ દુર્ભાગ્યશાલી હો તો અન્યનું બૂરું કરતાં રોકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. ને Page #24 -------------------------------------------------------------------------- ________________ પુષ્પમાળા. ૩૮ ધર્માચાર્ય હો તો તારા અનાચાર ભણી કટાક્ષદષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૩૯ અનુચર હો તો પ્રિયમાં પ્રિય એવા શરીરના નિભાવનાર તારા અધિરાજની નિમકહલાલી ઇચ્છી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪૦ દુરાચારી હો તો તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪૧ દુઃખી હો તો (આજની) આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪૨ ધર્મકરણીનો અવશ્ય વખત મેળવી આજની વ્યવહારસિદ્ધિમાં તું પ્રવેશ કરજે. ૪૩ કદાપિ પ્રથમ પ્રવેશે અનુકૂળતા ન હોય તોપણ રોજ જતા દિવસનું સ્વરૂપ વિચારી આજે ગમે ત્યારે પણ તે પવિત્ર વસ્તુનું મનન કરજે. ૪૪ આહાર, વિહાર, નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪૫ તું કારીગર હો તો આળસ અને શક્તિના ગેરઉપયોગનો વિચાર કરી જઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪૬ તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકાર્થે અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. ૪૭ એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી શૌચક્રિયાયુકત થઈ ભગવદ્ભક્તિમાં લીન થઈ ક્ષમાપના થાય. ૪૮ સંસારપ્રયોજનમાં જો તું તારા હિતને અર્થે અમુક સમુદાયનું અહિત કરી નાખતો હો તો અટકશે. ૪૯ જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતો હો તો અટકજે. ૫૦ ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મકર્તવ્ય અને વિદ્યાસંપત્તિમાં ગ્રાહ્ય કરજે. ૫૧ જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. પર સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષમી ઇત્યાદિ બધાં સુખ તારે ઘેર હોય તોપણ એ સુખમાં ગૌણતાએ દુઃખ રહ્યું છે એમ ગણી આજના દિવસમાં પ્રવેશ કર. ૫૩ પવિત્રતાનું મૂળ સદાચાર છે. પ૪ મન દોરંગી થઈ જતું જાળવવાને,૫૫ વચન શાંત, મધુર, કોમળ, સત્ય અને શૌચ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. પક કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, તે માટે હું આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું' એમ આજે વિચારજે. ૫૭ તારે હાથે કોઈની આજીવિકા આજે તૂટવાની હોય તો, ૫૮ આહારક્રિયામાં હવે તે પ્રવેશ કર્યો. મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો. ૫૯ જો આજે દિવસે તને સૂવાનું મન થાય, તો તે વખતે ઈશ્વરભક્તિપરાયણ થજે, કે સતુશાસ્ત્રનો લાભ લઈ લેજે. ૧૦ હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે, તોપણ અભ્યાસ સર્વનો ઉપાય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ પુષ્પમાળા ૯૧ ચાલ્યું આવતું વૈર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે. કર તેમ નવું વેર વધારીશ નહીં, કારણ વૈર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે એ વિચાર તત્ત્વજ્ઞાનીઓ કરે છે. ઉ૩ મહાભી, હિંસાયુક્ત વ્યાપારમાં આજે પડવું પડતું હોય તો અટકજે. ૬૪ બહોળી લક્ષ્મી મળતાં છતાં આજે અન્યાયથી કોઈનો જીવ જતો હોય તો અટકશે. ઉપ વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,૦૦૦ વિપળનો ઉપયોગ કરજે. કક વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે માટે જંજાળમોહિનીથી આજે અત્યંતરમોહિની વધારીશ નહીં. ક૭ નવરાશનો દિવસ હોય તો આગળ કહેલી સ્વતંત્રતા પ્રમાણે ચાલજે. ૬૮ કોઈ પ્રકારની નિષ્પાપી ગમ્મત કિંવા અન્ય કંઈ નિષ્પાપી સાધન આજની આનંદનીયતાને માટે શોધજે. ૭૯ સુયોજક કૃત્ય કરવામાં દોરાવું હોય તો વિલંબ કરવાનો આજનો દિવસ નથી, કારણ આજ જેવો મંગળદાયક દિવસ બીજો નથી. ૭૦ અધિકારી હો તોપણ પ્રજાહિત ભૂલીશ નહીં, કારણ જેનું (રાજાનું) તું લૂણ ખાય છે, તે પણ પ્રજાના માનીતા નોકર છે. ૭૧ વ્યાવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની પ્રતિજ્ઞા માની આજના દિવસમાં વજે. ૭૨ સાયંકાળ થયા પછી વિશેષ શાંતિ લેજે. ૭૩ આજના દિવસમાં આટલી વસ્તુને બાધ ન અણાય તો જ વાસ્તવિક વિચક્ષણતા ગણાયઃ (૧) આરોગ્યતા. (૨) મહતા. (૩) પવિત્રતા. (૪) ફરજ. ૭૪ જો આજે તારાથી કોઈ મહાન કામ થતું હોય તો તારા સર્વ સુખનો ભોગ પણ આપી દેજે. ૭૫ કરજ એ નીચ રજ (ક + રજ) છે; કરજ એ યમના હાથથી નીપજેલી વસ્તુ છે; (કર + જ) કર એ રાક્ષસી રાજાનો જુલમી કર ઉઘરાવનાર છે. એ હોય તો આજે ઉતારજે, અને નવું કરતાં અટકશે. ૭૦ દિવસ સંબંધી કૃત્યનો ગણિતભાવ હવે જોઈ જા. ૭૭ સવારે સ્મૃતિ આપી છે છતાં કંઈ અયોગ્ય થયું હોય તો પશ્ચાત્તાપ કર અને શિક્ષા લે. ૭૮ કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો હો તો આનંદ માન, નિરભિમાની રહે. ૭૯ જાણતાં અજાણતાં પણ વિપરીત થયું હોય તો હવે તે માટે અટકશે. ૮૦ વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. ૮૧ આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો, તેવી તારી જિંદગી ભોગવવાને માટે તું આનંદિત થા તો જ આo૮૨ આજ જે પળે તું મારી કથા મનન કરે છે, તે જ તારું આયુષ્ય સમજી સવૃત્તિમાં દોરાજે. ૮૩ સન્દુરુષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય. ૧. કરજ (કર+જ). Page #26 -------------------------------------------------------------------------- ________________ પુષ્પમાળા ૮૪ આજનો દિવસ સોનેરી છે, પવિત્ર છે, કૃતકૃત્ય થવારૂપ છે, એમ સત્પરષોએ કહ્યું છે; માટે માન્ય કર. ૮૫ જેમ બને તેમ આજના દિવસ સંબંધી, સ્વપત્ની સંબંધી પણ વિષયાસક્ત ઓછો રહેજે. ૮૭ આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે, એ જ્ઞાનીઓનું અનુભવસિદ્ધ વચન છે. ૮૭ તમાકુ સૂંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તો આજે પૂર્ણ કર—(0) નવીન વ્યસન કરતાં અટક. ૮૮ દેશ, કાળ, મિત્ર એ સઘળાંનો વિચાર સર્વ મનુષ્ય આ પ્રભાતમાં સ્વશક્તિ સમાન કરવો ઉચિત છે. ૮૯ આજે કેટલા સપુરુષોનો સમાગમ થયો, આજે વાસ્તવિક આનંદસ્વરૂપ શું થયું? એ ચિંતવન વિરલા પુરુષો કરે છે. ૯૦ આજે તું ગમે તેવા ભયંકર પણ ઉત્તમ કૃત્યમાં તત્પર હો તો નાહિમ્મત થઈશ નહીં. ૯૧ શુદ્ધ સચ્ચિદાનંદ, કરુણામય પરમેશ્વરની ભક્તિ એ આજનાં તારાં સત્કૃત્યનું જીવન છે. - ૯૨ તારું, તારા કુટુંબનું, મિત્રનું, પુત્રનું, પત્નીનું, માતાપિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સત્પરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંધી છે. ૯૩ જેને ઘેર આ દિવસ ક્લેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે. ૯૪ કુશલ અને કહ્યાગરા પુત્રો, આશાવલંબની ધર્મયુક્ત અનુચરો, સટ્ટણી સુંદરી, સંપીલું કુટુંબ, સપુરુષ જેવી પોતાની દશા જે પુરુષની હશે તેનો આજનો દિવસ આપણે સઘળાને વંદનીય છે. લ્પ એ સર્વ લક્ષણસંયુક્ત થવા જે પુરુષ વિચક્ષણતાથી પ્રયત્ન કરે છે તેનો દિવસ આપણને માનનીય છે. ૯૭ એથી પ્રતિભાવવાળું વર્તન જ્યાં મચી રહ્યું છે તે ઘર આપણી કટાક્ષદષ્ટિની રેખા છે. ૯૭ ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતો હો, પરંતુ નિરુપાધિમય હોય તો ઉપાધિમય પેલું રાજસુખ ઇચ્છી તારો આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. ૯૮ કોઈએ તને કડવું કથન કહ્યું હોય તે વખતમાં સહનશીલતા-નિરુપયોગી પણ, ૯૯ દિવસની ભૂલ માટે રાત્રે હસશે, પરંતુ તેવું હસવું ફરીથી ન થાય તે લક્ષિત રાખજે. ૧૦૦ આજે કંઈ બુદ્ધિપ્રભાવ વધાર્યો હોય, આત્મિક શક્તિ ઉજવાળી હોય, પવિત્ર કૃત્યની વૃદ્ધિ કરી હોય તો તે – ૧૦૧ અયોગ્ય રીતે આજે તારી કોઈ શક્તિનો ઉપયોગ કરીશ નહીં-મર્યાદાલોપનથી કરવો પડે તો પાપભીરુ રહેજે. ૧૦૨ સરળતા એ ધર્મનું બીજ સ્વરૂપ છે, પ્રજ્ઞાએ કરી સરળતા સેવાઈ હોય તો આજનો દિવસ સર્વોત્તમ છે. ૧૦૩ બાઈ, રાજપત્ની હો કે દીનજનપત્ની હો, પરંતુ મને તેની કંઈ દરકાર નથી. મર્યાદાથી વર્તતી મેં તો શું પણ પવિત્ર જ્ઞાનીઓએ પ્રશંસી છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પુષ્પમાળા ૧૦૪ સદ્ગુણથી કરીને જો તમારા ઉપર જગતનો પ્રશસ્ત મોહ હશે તો તે બાઈ, તમને હું વંદન કરું છું. ૧૦૫ બહુમાન, નમ્રભાવ, વિશુદ્ધ અંતઃકરણથી પરમાત્માના ગુણસંબંધી ચિંતવન, શ્રવણ, મનન, કીર્તન, પૂજા, અર્ચા એ જ્ઞાની પુરુષોએ વખાણ્યાં છે, માટે આજનો દિવસ શોભાવજો. ૧૦૬ સતશીલવાન સુખી છે. દુરાચારી દુઃખી છે. એ વાત જો માન્ય ન હોય તો અત્યારથી તમે લક્ષ રાખી તે વાત વિચારી જુઓ. ૧૦૭ આ સઘળાંનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા. ૧૦૮ લાંબી ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી, પવિત્રતાનાં પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગળદાયક થશે. વિશેષ શું કહું? કર્મના ચમત્કાર હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જઉં છું; એ ઉપરથી વિચાર કરશો તો તમને પરભવની શ્રદ્ધા દઢ થશે. એક જીવ સુંદર પલંગે પુષ્પશધ્યામાં શયન કરે છે, એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી. એક ભાત ભાતનાં ભોજનોથી તૃપ્ત રહે છે, એકને કાળી જારના પણ સાંસા પડે છે. એક અગણિત લક્ષ્મીનો ઉપભોગ લે છે, એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે. એક મધુરાં વચનથી મનુષ્યનાં મન કરે છે, એક અવાચક જેવો થઈને રહે છે. એક સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ફરે છે, એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી. એક રોગી છે, એક પ્રબળ છે. એક બુદ્ધિશાળી છે, એક જડભરત છે. એક મનોહર નયનવાળો છે, એક અંધ છે. એક લૂલો છે, એક પાંગળો છે. એક કીર્તિમાન છે, એક અપયશ ભોગવે છે. એક લાખો અનુચરો પર હુકમ ચલાવે છે, એક તેટલાના જ ટુંબ સહન કરે છે. એકને જોઈને આનંદ ઊપજે છે, એકને જોતાં વમન થાય છે. એક સંપૂર્ણ ઇન્દ્રિયોવાળો છે, એક અપૂર્ણ છે. એકને દીન દુનિયાનું લેશ ભાન નથી, એકના દુઃખનો કિનારો પણ નથી. એક ગર્ભાધાનથી હરાયો, એક જભ્યો કે મૂઓ, એક મૂએલો અવતર્યો, એક સો વર્ષનો વૃદ્ધ થઈને મરે છે. કોઈનાં મુખ, ભાષા અને સ્થિતિ સરખાં નથી. મૂર્ખ રાજગાદી પર ખમા ખમાથી વધાવાય છે, સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે ! આમ આખા જગતની વિચિત્રતા ભિન્નભિન્ન પ્રકારે તમે જુઓ છો; એ ઉપરથી તમને કંઈ વિચાર આવે છે ? મેં કહ્યું છે, છતાં વિચાર આવતો હોય તો કહો તે શા વડે થાય છે ? પોતાનાં બાંધેલાં શુભાશુભ કર્મ વડે. કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે. પરભવ નહીં માનનાર પોતે એ વિચાર શા વડે કરે છે ? એ વિચારે તો આપણી આ વાત એ પણ માન્ય રાખે. Page #28 -------------------------------------------------------------------------- ________________ જ બોધવચન ૧ આહાર કરવો નહીં ૨ આહાર કરવો તો પુગલના સમૂહને એકરૂપ માની કરવો, પણ લુબ્ધ થવું નહીં. ૩ આત્મશ્લાઘા ચિંતવવી નહીં. ૪ ત્વરાથી નિરભિમાની થવું. ૫ સ્ત્રીનું રૂપ નીરખવું નહીં. ક સ્ત્રીનું રૂપ જોવાઈ જવાય તો રોગયુક્ત થવું નહીં, પણ અનિત્યભાવ વિચારવો. ૭ કોઈ નિંદા કરે તે ઉપર દ્વેષબુદ્ધિ રાખવી નહીં. ૮ મતમતાંતરમાં પડવું નહીં. ૯ મહાવીરનો પંથ વિસર્જન કરવો નહીં. ૧૦ ત્રિપદનો ઉપયોગ અનુભવવો. ૧૧ અનાદિનું જે સ્મૃતિમાં છે તેને વીસરી જવું. ૧૨ સ્મૃતિમાં નથી તે સંભારો. ૧૩ વેદનીય કર્મ ઉદય થયું હોય તો પૂર્વકર્મસ્વરૂપ વિચારી મૂંઝાવું નહીં. ૧૪ વેદનીયઉદય ઉદય થાય તો “અવેદ પદ નિશ્ચયનું ચિંતવવું. ૧૫ પુરુષવેદ ઉદય થાય તો સ્ત્રીનું શરીર ભિન્ન ભિન્ન કરી નિહાળવું, શાનદશાથી. ૧૩ ત્વરાથી આગ્રહ વસ્તુ તજવી. ત્વરાથી આગ્રહ “સ” દશા ગ્રહવી. ૧૭ પણ બાહ્ય ઉપયોગ દેવો નહીં. ૧૮ મમત્વ એ જ બંધ. ૧૯ બંધ એ જ દુઃખ ૨૦ દુઃખસુખથી ઉપરાંઠા થવું. ૨૧ સંકલ્પ-વિકલ્પ તજવો. ૨૨ આત્મ-ઉપયોગ એ કર્મ મૂકવાનો ઉપાય. ૨૩ રસાદિક આહાર તજવો. ૨૪ પૂર્વ ઉદયથી ન જાય તો અબંધપણે ભોગવવો. ૨૫ છે તેની તેને સોંપો. (અવળી પરિણતિ) છે તે છે પણ મન વિચાર કરવા શક્તિમાન નથી. ૨૭ ક્ષણિક સુખ ઉપર લુબ્ધતા કરવી નહીં. ૨૮ સમદષ્ટિમાં ગજસુકુમારનું ચરિત્ર વિચારવું. ૨૯ રાગાદિકથી વિરક્ત થવું એ જ સમ્યજ્ઞાન. ૩૦ સુગંધી પુગલ સૂંઘવા નહીં; સ્વાભાવિક તેવી ભૂમિકામાં ગયા તો રાગ કરવો નહીં. Page #29 -------------------------------------------------------------------------- ________________ બોધવચન ૩૧ દુર્ગન્ધ ઉપર દ્વેષ કરવો નહીં. ૩૨ પુદ્ગલની હાનિવૃદ્ધિ ઉપર ખેદખિન્ન કે રાજી થવું નહીં. ૩૩ આહાર અનુક્રમે ઓછો કરવો (લેવો.) ૩૪ કાયોત્સર્ગ બને છે અહોરાત્રી કરવો. (નીકર) એક કલાક કરવા ચૂકવું નહીં. ૩૫ ધ્યાન એકચિત્તથી રાગદ્વેષ મૂકીને કરવું. ૩૭ ધ્યાન કર્યા પછી ગમે તે પ્રકારનો ભય ઉત્પન્ન થાય તો પણ બીવું નહીં. અભય આત્મસ્વરૂપ વિચારવું. “અમરદશા જાણી ચળવિચળ ન થવું.” ૩૭ એકલા શયન કરવું. ૩૮ એકાકી વિચાર હંમેશ અંતરંગ લાવવો. ૩૯ શંકા, કંખા કે વિડિગિચ્છા કરવી નહીં. જેમ ત્વરાએ આત્મહિત થાય એવાની સોબત કરવી. ૪૦ દ્રવ્યગુણ જોઈને પણ રાજી થવું નહીં. ૪૧ ખટદ્રવ્યના ગુણપર્યાય વિચારો. ૪૨ સર્વને સમદષ્ટિએ જુઓ. ૪૩ બાહ્ય મિત્ર ઉપર જે જે ઇચ્છા રાખતા હો તે કરતાં અભ્યતર મિત્રને તાકીદથી ઇચ્છો. ૪૪ બાહ્ય સ્ત્રીની જે પ્રકારની ઇચ્છા રાખો છો તેથી ઊલટી રીતે આત્માની સ્ત્રી તરૂપ તે જ ઇચ્છો. ૪૫ બહાર લડો છો તે કરતાં અત્યંતર મહારાજાને હરાવો. ૪૯ અહંકાર કરશો નહીં. ૪૭ કોઈ દ્વેષ કરે પણ તમે તેમ કરશો નહીં. ૪૮ ક્ષણે ક્ષણે મોહનો સંગ મૂકો. ૪૯ આત્માથી કર્માદિક અન્ય છે, તો મમત્વરૂપ પરિગ્રહનો ત્યાગ કરો. ૫૦ સિદ્ધનાં સુખ સ્મૃતિમાં લાવો. ૫૧ એક ચિત્તે આત્મા ધ્યાવો. પ્રત્યક્ષ અનુભવ થશે. પર બાહ્ય કુટુંબ ઉપર રાગ કરશો નહીં. પ૩ અત્યંતર કુટુંબ ઉપર રાગ કરશો નહીં. ૫૪ સ્ત્રીએ પુરુષાદિક ઉપર અનુરક્ત થવું નહીં. પપ વસ્તુધર્મ યાદ કરો. પક કોઈ બાંધનાર નથી, પોતાની ભૂલથી બંધાય છે. ૫૭ એકને ઉપયોગમાં લાવશો તો શત્રુ સર્વે દૂર જશે. ૫૮ ગીત અને ગાયન વિલાપ તુલ્ય જાણો. પ૯ આભરણ એ જ દ્રવ્યભાર (ભાવ) ભારકર્મ. ૯૦ પ્રમાદ એ જ ભય. Page #30 -------------------------------------------------------------------------- ________________ બોધવચન ઉ૧ અપ્રમાદ ભાવ એ જ અભય પદ છે. કર જેમ બને તેમ ત્વરાથી પ્રમાદ તજો. ૯૩ વિષમપણું મૂકવું. ૬૪ કર્મયોગે આત્માઓ નવીન નવીન દેહ ધરે છે. ઉપ અત્યંતર દયા ચિંતવવી. કક સ્વ અને પરના નાથ થાઓ. ક૭ બાહ્ય મિત્ર આત્મહિતનો રસ્તો બતાવે તેને અત્યંતર મિત્ર તરીકે – ૬૮ જે બાહ્ય મિત્રો પોગલિક વાતો અને પર વસ્તુનો સંગ કરાવે તેઓને ત્વરાથી જાય તો તજો. અને કદાચિતજાય એમ ન હોય તો અત્યંતરથી લુબ્ધ અને આસક્ત થશો નહીં. તેઓને પણ જાણતા હો તેમાંનો બોધ આપો. ૧૯ ચેતનરહિત કાષ્ઠ છેદતાં કાષ્ઠ દુઃખ માનતું નથી. તેમ તમે પણ સમદષ્ટિ રાખજો. ૭૦ યત્નાથી ચાલવું. ૭૧ વિકારનો ઘટાડો કરજો. ૭૨ સપુરુષનો સમાગમ ચિંતવજો. મળેથી દર્શનલાભ ચૂકશો નહીં. ૭૩ કુટુંબપરિવાર ઉપર અંતરંગ ચાહના રાખશો નહીં. ૭૪ નિદ્રા અત્યંત લેશો નહીં. ૭૫ નકામો વખત જવા દેશો નહીં. ૭૩ વ્યાવહારિક કામથી જે વખત મુક્ત થાઓ તે વખતે એકાંતમાં જઈ આત્મદશા વિચારજો. ૭૭ સંકટ આવ્યું પણ ધર્મ ચૂકશો નહીં. ૭૮ અસત્ય બોલશો નહીં. ૭૯ આર્ત રૌદ્રને ત્વરાથી તજો. ૮૦ ધર્મધ્યાનના ઉપયોગમાં ચાલવું. ૮૧ શરીર ઉપર મમત્વ રાખશો નહીં. ૮૨ આત્મદશા નિત્ય અચળ છે, તેનો સંશય લાવશો નહીં. ૮૩ કોઈની ગુપ્ત વાત કોઈને કરશો નહીં. ૮૪ કોઈ ઉપર જન્મ પર્યત ષબુદ્ધિ રાખશો નહીં. ૮૫ કોઈને કાંઈ દ્વેષથી કહેવાઈ જવાય તો પશ્ચાત્તાપ ઘણો કરજો, અને ક્ષમાપના માગજો. પછીથી તેમ કરશો નહીં. ૮૭ કોઈ તારા ઉપર દ્વેષબુદ્ધિ કરે, પણ તું તેમ કરીશ નહીં. ૮૭ ધ્યાન જેમ બને તેમ ત્વરાથી કરજે. Page #31 -------------------------------------------------------------------------- ________________ બોધવચન ૮૮ કોઈએ કૃતઘ્નતા કરી હોય તેને પણ સમદષ્ટિએ જુઓ. ૮૯ અન્યને ઉપદેશ આપવાનો લક્ષ છે, તે કરતાં નિજધર્મમાં વધારે લક્ષ કરવો. ૯૦ કથન કરતાં મથન ઉપર વધારે લક્ષ આપવું. ૯૧ વીરના માર્ગમાં સંશય કરશો નહીં. ૯૨ તેમ ન થાય તો કેવલીગમ્ય, એમ ચિંતવજો એટલે શ્રદ્ધા ફરશે નહીં. ૯૩ બાહ્ય કરણી કરતાં અત્યંતર કરણી ઉપર વધારે લક્ષ આપવું. ૯૪ “હું ક્યાંથી આવ્યો?” “હું ક્યાં જઈશ ?” “શું મને બંધન છે ?” “શું કરવાથી બંધન જાય ?” “કેમ છૂટવું થાય ?” આ વાક્યો સ્મૃતિમાં રાખવાં. ૯૫ સ્ત્રીઓના રૂપ ઉપર લક્ષ રાખો છો તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ દો તો હિત થાય. ૯૬ ધ્યાનદશા ઉપર લક્ષ રાખો છો તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ આપશો તો ઉપશમભાવ સહજથી થશે અને સમસ્ત આત્માઓને એક દૃષ્ટિએ જોશો. એકચિત્તથી અનુભવ થશે તો તમને એ ઇચ્છા અંદરથી અમર થશે. એ અનુભવસિદ્ધ વચન છે. ૯૭ કોઈના અવગુણ તરફ ધ્યાન આપશો નહીં, પણ પોતાના અવગુણ હોય છે તે ઉપર વધારે દૃષ્ટિ રાખી ગુણસ્થ થવું. ૯૮ બંધાયેલાને જે પ્રકારે બાંધ્યો તેથી ઊલટી રીતે વર્તી એટલે છૂટશે. ૯૯ સ્વસ્થાનકે જવાનો ઉપયોગ કરજો. ૧૦૦ મહાવીરની ઉપદેશેલી બાર ભાવનાઓ ભાવો. ૧૦૧ મહાવીરના ઉપદેશવચનનું મનન કરો. ૧૦૨ મહાવીર પ્રભુ જે વાટેથી તર્યા અને જેવો તપ કર્યો તેવો નિર્મોહપણે તપ કરવો. ૧૦૩ પરભાવથી વિરક્ત થા. ૧૦૪ જેમ બને તેમ આત્માને ત્વરાથી આરાધો. ૧૦૫ સમ, દમ, ખમ એ અનુભવો. ૧૦૦ સ્વરાજ પદવી સ્વરૂપ આત્માનો લક્ષ રાખો (દો). ૧૦૭ રહેણી ઉપર ધ્યાન દેવું. ૧૦૮ સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. ૧૦૯ સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ. ૧૧૦ સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ. ૧૧૧ સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ. ૧૧૨ સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ. ૧૧૩ સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ. ૧૧૪ સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો (દો.) Page #32 -------------------------------------------------------------------------- ________________ બોધવચન ૧૧૫ પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તો. ૧૧૭ પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજો. ૧૧૭ પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજો. ૧૧૮ ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી ટાઢ, તાપ, છેદન, ભેદન ઇત્યાદિક ઇo દેહના મમત્વના વિચાર લાવશો નહીં. ૧૧૯ ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી દેવ, મનુષ્ય, તિર્યંચના પરિષહ પડે તો આત્મા અવિનાશી છે એવો એક ઉપયોગથી વિચાર લાવશો, તો તમોને ભય થશે નહીં અને ત્વરાથી કર્મબંધથી છૂટશો. આત્મદશા અવશ્ય નિહાળશો. અનંત જ્ઞાન, અનંત દર્શન, ઇત્યાદિક ઇO ઋદ્ધિ પામશો. ૧૨૦ નવરાશના વખતમાં નકામી કૂટ અને નિંદા કરો છો તે કરતાં તે વખત જ્ઞાનધ્યાનમાં લો તો કેવું યોગ્ય ગણાય ! ૧૨૧ ધીરનાર મળે પણ તમે દેવું વિચારીને કરજો. ૧૨૨ ધીરનાર વ્યાજનાં વ્યાજ લેવા ધીરે પણ તે ઉપર તમે ખ્યાલ રાખો. ૧૨૩ તું દેવાનો ખ્યાલ નહીં રાખે તો પછી પસ્તાવો પામીશ. ૧૨૪ દ્રવ્યદેવું આપવાની ફિકર રાખો છો તે કરતાં ભાવદેવું આપવા વધારે ત્વરા રાખો. ૧૨૫ દેવું આપવા વધારે ત્વરા રાખો. ઉપયોગ ત્યાં ધર્મ છે. મહાવીરદેવને નમસ્કાર ૧ છેવટનો નિર્ણય થવો જોઈએ. ૨ સર્વ પ્રકારનો નિર્ણય તત્ત્વજ્ઞાનમાં છે. ૩ આહાર, વિહાર, નિહારની નિયમિતતા. ૪ અર્થની સિદ્ધિ. આર્યજીવન ઉત્તમ પુરુષોએ આચરણ કર્યું છે. નિત્યસ્મૃતિ ૧ જે મહાકામ માટે તું જળ્યો છે, તે મહાકામનું અનુપ્રેક્ષણ કર. ૨ ધ્યાન ધરી જા; સમાધિસ્થ થા. ૩ વ્યવહારકામને વિચારી જા. જેનો પ્રમાદ થયો છે, તે માટે હવે પ્રમાદ ન થાય તેમ કર. જેમાં સાહસ થયું હોય, તેમાંથી હવે તેવું ન થાય તેવો બોધ લે. Page #33 -------------------------------------------------------------------------- ________________ નિત્યસ્મૃતિ. નિત્યસ્મૃતિ ૪ દઢ યોગી છો, તેવો જ રહે. ૫ કોઈ પણ અલ્પ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી, એ મહાકલ્યાણ છે. હું લેપાઈશ નહીં. ૭ મહાગંભીર થા. ૮ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિચારી જા. ૯ યથાર્થ કર. ૧૦ કાર્યસિદ્ધિ કરીને ચાલ્યો જા. સહજપ્રકૃતિ ૧ પરહિત એ જ નિજહિત સમજવું, અને પરદુઃખ એ પોતાનું દુઃખ સમજવું. ૨ સુખદુખ એ બન્ને મનની કલ્પના છે. ૩ ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ૪ સઘળા સાથે નમ્રભાવથી વસવું એ જ ખરું ભૂષણ છે. ૫ શાંત સ્વભાવ એ જ સજજનતાનું ખરું મૂળ છે. ક ખરા સ્નેહીની ચાહના એ સજજનતાનું ખાસ લક્ષણ છે. ૭ દુર્જનનો ઓછો સહવાસ. ૮ વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું. ૯ શ્વેષભાવ એ વસ્તુ ઝેરરૂપ માનવી. ૧૦ ધર્મકર્મમાં વૃત્તિ રાખવી. ૧૧ નીતિના બાંધા પર પગ ન મૂકવો. ૧૨ જિતેન્દ્રિય થવું. ૧૩ જ્ઞાનચર્ચા અને વિદ્યાવિલાસમાં તથા શાસ્ત્રાધ્યયનમાં ગૂંથાવું. ૧૪ ગંભીરતા રાખવી. ૧૫ સંસારમાં રહ્યા છતાં ને તે નીતિથી ભોગવતાં છતાં, વિદેહી દશા રાખવી. ૧૭ પરમાત્માની ભક્તિમાં ગૂંથાવું. ૧૭ પરેનિંદા એ જ સબળ પાપ માનવું. ૧૮ દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ માનવું. ૧૯ આત્મજ્ઞાન અને સજજનસંગત રાખવાં. Page #34 -------------------------------------------------------------------------- ________________ અનિત્યાનુપ્રેક્ષા ચિંતવન દેવ, મનુષ્ય, તિર્યંચ એ સમસ્ત જોતજોતામાં પાણીના બિંદુની પેઠે અને ઝાકળના પુંજની પેઠે વિણસી જાય છે, જોતજોતામાં વિલયમાન થઈ ચાલ્યા જાય છે. વળી આ બધાં રિદ્ધિ, સંપદા, પરિવાર, સ્વપ્ન સમાન છે. જેવી રીતે સ્વપ્નમાં જોયેલું પાછું નથી દેખાતું, તેવી રીતે વિનાશ પામે છે. આ જગતમાં ધન, યૌવન, જીવન, પરિવાર સમસ્ત ક્ષણભંગુર છે, એને સંસારી મિથ્યાદષ્ટિ જીવ, પોતાનું સ્વરૂપ, પોતાનું હિત જાણે છે. પોતાના સ્વરૂપની ઓળખાણ હોય તો પરને પોતાનું સ્વરૂપ કેમ માને ? સમસ્ત ઇંદ્રિયજનિત સુખ જે દૃષ્ટિગોચર દેખાય છે, તે ઇંદ્રધનુષ્યના રંગની પેઠે જોતજોતામાં નાશ થઈ જાય છે. યૌવનનું જોશ સંધ્યાકાળની લાલીની પેઠે ક્ષણ ક્ષણમાં વિનાશ પામે છે, એટલા માટે આ મારું ગામ, આ મારું રાજ્ય, આ મારું ઘર, આ મારું ધન, આ મારું કુટુંબ, એવા વિકલ્પ કરવા તે જ મહામોહનો પ્રભાવ છે. જે જે પદાર્થો આંખથી જોવામાં આવે છે, તે તે સમસ્ત નાશ પામશે, એની દેખવા-જાણવાવાળી ઇંદ્રિયો છે તે અવશ્ય નાશ પામશે. તે માટે આત્માના હિત માટે જ ઉતાવળે ઉદ્યમ કરો. જેમ એક જહાજમાં અનેક દેશના અને અનેક જાતિના માણસો ભેગા થઈ બેસે છે, પછી કિનારે જઈ નાના દેશ પ્રતિ ગમન કરે છે, તેમ કુળરૂપ જહાજમાં અનેક ગતિથી આવેલા પ્રાણી ભેગા થઈ વસે છે. પછી આયુષ્ય પૂરું થયે પોતપોતાના કર્માનુસાર ચારે ગતિમાં જઈ ઉત્પન્ન થાય છે; જે દેહથી સ્ત્રી, પુત્ર, મિત્ર, ભાઈ વગેરેની સાથે સંબંધ માની રાગી થઈ રહ્યો છે, તે દેહ અગ્નિથી ભસ્મ થશે, વળી માટી સાથે મળી જશે તથા જીવ ખાશે તો વિષ્ટા અને કૃમિકલેવરરૂ૫ થશે. એક એક પરમાણુ જમીન, આકાશમાં અનંત વિભાગરૂપે વિખરાઈ જશે; પછી ક્યાંથી મળશે ? તેથી એનો સંબંધ પાછો પ્રાપ્ત નહીં થાય એમ નિશ્ચય જાણો. સ્ત્રી, પુત્ર, મિત્ર, કુટુંબાદિમાં મમતા કરી, ધર્મ બગાડવો તે મોટો અનર્થ છે. જે પુત્ર, સ્ત્રી, ભાઈ, મિત્ર, સ્વામી, સેવકાદિનાં એકઠાં થયેલ સુખથી જીવન ચાહો છો, તે સમસ્ત કુટુંબ શરદકાળનાં વાદળાંની જેમ વિખરાઈ જશે. આ સંબંધ આ વખતે દેખાય છે તે નહીં રહેશે, જરૂર વિખરાઈ જશે, એવો નિયમ જાણો. જે રાજ્યના અર્થે અને જમીનના અર્થે તથા હાટ, હવેલી, મકાન તથા આજીવિકાને અર્થે હિંસા, અસત્ય, કપટ, છળમાં પ્રવૃત્તિ કરો છો, ભોળાઓને ઠગો છો, પોતે જોરાવર થઈ નિર્બળને મારો છો, તે સમસ્ત પરિગ્રહનો સંબંધ તમારાથી જરૂર વિખૂટો પડશે. અલ્પ જીવવાના નિમિત્તે, નરક, તિર્યંચ ગતિના અનંતકાળ પર્યત અનંત દુઃખના સંતાન ન ગ્રહણ કરો. એના સ્વામીપણાનું અભિમાન કરી અનેક ચાલ્યાં ગયાં, અને અનેક પ્રત્યક્ષ ચાલ્યાં જતાં જુઓ છો, માટે હવે તો મમતા છોડી, અન્યાયનો પરિહાર કરી, પોતાના આત્માના કલ્યાણ થવાના કાર્યમાં પ્રવર્તન કરો. ભાઈ, મિત્ર, પુત્ર, કુટુંબાદિક સાથે વસવું, તે જેમ ગ્રીષ્મઋતુમાં ચાર માર્ગની વચમાં એક વૃક્ષની છાયા નીચે અનેક દેશના વટેમાર્ગુ વિશ્રામ લઈ પોતપોતાને ઠેકાણે જાય છે, તેમ કુલરૂપ વૃક્ષની છાયામાં રોકાયેલ, કર્મને અનુકૂળ અનેક ગતિમાં ચાલ્યા ! જાય છે. જેનાથી પોતાની પ્રીતિ માનો છો તે પણ દરેક મતલબના છે. આંખના રાગ જેમ, ક્ષણ માત્રમાં પ્રીતનો રાગ નાશ પામે છે. જેમ એક વૃક્ષ વિષે પક્ષી પૂર્વે સંકેત કર્યા વિના જ આવી વસે છે, તેમ કુટુંબના માણસો સંકેત કર્યા વિના કર્મને વશ ભેળા થઈ વિખરે છે. એ સમસ્ત ધન, સંપદા, આશા, એશ્વર્ય, રાજ્ય, ઇંદ્રિયોના વિષયોની સામગ્રી જોતજોતામાં અવશ્ય વિયોગને પ્રાપ્ત થશે. જુવાની મધ્યાહુની છાયાની પેઠે ઢળી જશે, સ્થિર નહીં રહેશે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાદિક તો અસ્ત થઈ પાછા ૧. રત્નકરંડશ્રાવકાચારમાંથી પ્રથમની ત્રણ અનુપ્રેક્ષાનો આ અનુવાદ છે. તે અપૂર્ણ છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાનુપ્રેક્ષા અનિત્યાનુપ્રેક્ષા ચિંતવન ઊગે છે, અને હેમંત વસંતાદિક ઋતુઓ પણ જઈ જઈ પાછી આવે છે, પરંતુ ગયેલ ઇંદ્રિયો, યોવન, આયુ, કાયાદિક પાછાં નથી આવતાં. જેમ પર્વતથી પડતી નદીના તરંગ રોકાયા વિના ચાલ્યા જાય છે, તેમ આયુષ્ય ક્ષણક્ષણમાં રોકાયા વિના વ્યતીત થાય છે. જે દેહને આધીન જીવવું છે, તે દેહને જર્જરિત કરનારું ઘડપણ સમય સમય આવે છે. ઘડપણ કેવું છે કે જુવાનીરૂપ વૃક્ષને દગ્ધ કરવાને દાવાગ્નિ સમાન છે. તે ભાગ્યરૂપ પુષ્પો (મોર)ને નાશ કરનાર ધૂમસની વૃષ્ટિ છે. સ્ત્રીની પ્રીતિરૂપ હરણીને વ્યાઘ સમાન છે. જ્ઞાનનેત્રને અંધ કરવા માટે ધૂળની વૃષ્ટિ સમાન છે. તારૂપ કમળના વનને હિમ સમાન છે. દીનતા ઉત્પન્ન કરવાની માતા છે. તિરસ્કાર વધારવા માટે ધાઈ સમાન છે. ઉત્સાહ ઘટાડવાને તિરસ્કાર જેવી છે. રૂપધનને ચોરવાવાળી છે. બળને નાશ કરવાવાળી છે. જંઘાબળ બગાડનારી છે. આળસને વધારનારી છે. સ્મૃતિનો નાશ કરનારી આ વૃદ્ધવસ્થા છે. મોતનો મેળાપ કરાવનારી દૂતી એવી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થવાથી પોતાના આત્મહિતનું વિસ્મરણ કરી, સ્થિર થઈ રહ્યા છો તે મોટો અનર્થ છે. વારંવાર મનુષ્યજન્માદિક સામગ્રી નહીં મળે. જે જે નેત્રાદિક ઇંદ્રિયોનું તેજ છે તે ક્ષણક્ષણમાં નાશ થાય છે. સમસ્ત સંયોગ વિયોગરૂપ જાણો. એ ઇંદ્રિયોના વિષયમાં રાગ કરી, કોણ કોણ નાશ નથી થયા ? આ બધા વિષયો પણ નાશ પામી જશે, અને ઇંદ્રિયો પણ નાશ થઈ જવાની. કોને અર્થે આત્મહિત છોડી ઘોર પાપરૂપ માઠું ધ્યાન કરો છો ? વિષયોમાં રાગ કરી વધારે વધારે લીન થઈ રહ્યા છો ? બધા વિષયો તમારા હૃદયમાં તીવ્ર બળતરા ઉપજાવી વિનાશ પામશે. આ શરીરને રોગે કરીને હંમેશાં વ્યાપ્ત જાણ. જીવને મરણથી ઘેરાયેલો જાણ. ઐશ્વર્ય વિનાશની સન્મુખ જાણ. આ સંયોગ છે તેનો નિયમથી વિયોગ થશે. આ સમસ્ત વિષયો છે તે આત્માના સ્વરૂપને ભુલાવવાવાળા છે. એમાં રાચી ત્રણલોક નાશ થઈ ગયું છે. જે વિષયોના સેવવાથી સુખ ઇચ્છવું છે, તે જીવવાને અર્થે વિષ પીવું છે. શીતળ થવાને માટે અગ્નિમાં પ્રવેશ કરવા બરાબર છે. મીઠાં ભોજનને માટે ઝેરના વૃક્ષને પાણી પાવું છે. વિષય મહામોહ મદને ઉપજાવનાર છે, એનો રાગ છોડી આત્માનું કલ્યાણ કરવા યત્ન કરો. અચાનક મરણ આવશે, પછી મનુષ્યજન્મ તેમ જ જિનેન્દ્રનો ધર્મ ગયા પછી મળવો અનંતકાળમાં દુર્લભ છે. જેમ નદીનો પ્રવાહ નિરંતર ચાલ્યો જાય છે, ફરી નહીં આવે, તેમ આયુષ્ય, કાયા, રૂ૫, બળ, લાવણ્ય અને ઇંદ્રિયશક્તિ ગયા પછી પાછાં નહીં આવે. જે આ પ્યારાં માનેલાં સ્ત્રીપુત્રાદિક નજરે દેખાય છે તેનો સંયોગ નહીં રહેશે. સ્પખના સંયોગ સમાન જાણી, એના અર્થે અનીતિ પાપ છોડી, ઉતાવળે સંયમાદિક ધારણ કર. તે ઇંદ્રજાળની પેઠે લોકોને ભ્રમ ઉપજાવનારું છે. આ સંસારમાં ધન, યૌવન, જીવન, સ્વજન, પરજનના સમાગમમાં જીવ આંધળો થઈ રહ્યો છે. તે ધનસંપદા ચક્રવર્તીઓને ત્યાં પણ સ્થિર રહી નહીં, તો બીજા પુણ્યહીનને ત્યાં કેમ સ્થિર રહેશે ? યૌવન વૃદ્ધાવસ્થાથી નાશ થશે. જીવવું મરણ સહિત છે. સ્વજન પરજન વિયોગની સન્મુખ છે. શામાં સ્થિરબુદ્ધિ કરો છો ? આ દેહ છે તેને નિત્ય સ્નાન કરાવો છો, સુગંધ લગાડો છો, આભરણ વસ્ત્રાદિકથી ભૂષિત કરો છો, નાના પ્રકારનાં ભોજન કરાવો છો, વારંવાર એના જ દાસપણામાં કાળ વ્યતીત કરો છો; શય્યા, આસન, કામભોગ, નિદ્રા, શીતલ, ઉષ્ણ અનેક ઉપચારોથી એને પુષ્ટ કરો છો. એના રાગથી એવા અંધ થઈ ગયા છો કે ભક્ષ, અભક્ષ, યોગ્ય, અયોગ્ય, ન્યાય, અન્યાયના વિચારરહિત થઈ, આત્મધર્મ બગાડવો, યશનો વિનાશ કરવો, મરણ પામવું, નરકે જવું, નિગોદને વિષે વાસ કરવો, એ સમસ્ત નથી ગણતા. આ શરીરનો જળથી ભરેલા કાચા ઘડાની પેઠે જલદી વિનાશ થશે. આ દેહનો ઉપકાર કૃતનના Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૩ અનિત્યાનુપ્રેક્ષા ચિંતવન ઉપકારની પેઠે વિપરીત ફળશે. સર્પને દૂધ સાકરનું પાન કરાવવા સમાન પોતાને મહા દુઃખ રોગ, ક્લેશ, દુર્ગાન, અસંયમ, કુમરણ અને નરકનાં કારણરૂપ શરીર ઉપરનો મોહ છે એમ નિશ્ચયપૂર્વક જાણો. આ શરીરને જેમ જેમ વિષયાદિકથી પુષ્ટ કરશો, તેમ તેમ આત્માને નાશ કરવામાં સમર્થ થશે. એક દિવસ ખોરાક નહીં આપશો તો બહુ દુઃખ દેશે. જે જે શરીરમાં રાગી થયા છે, તે તે સંસારમાં નાશ થઈ, આત્મકાર્ય બગાડી અનંતાનંત કાળ નરક, નિગોદમાં ભમે છે. જેમણે આ શરીરને પસંયમમાં લગાડી કૃશ કર્યું તેઓએ પોતાનું હિત કર્યું છે. આ ઇંદ્રિયો છે, તે જેમ વિષયોને ભોગવે છે તેમ તૃષ્ણા વધારે છે; જેમ અગ્નિ બળતણથી તૃપ્ત થતી નથી, તેમ ઇંદ્રિયો વિષયોથી તૃપ્ત થતી નથી. એક એક ઇંદ્રિયની વિષયની વાંછના કરી મોટા મોટા ચક્રવર્તી રાજા ભ્રષ્ટ થઈ નરકે જઈ પહોંચ્યા છે, તો બીજાનું તે શું કહેવું ? એ ઇંદ્રિયોને દુઃખદાયી, પરાધીન કરનારી, નરકમાં પહોંચાડનારી જાણી, તે ઇંદ્રિયોનો રાગ છોડી, એને વશ કરો. સંસારમાં જેટલાં નિંદ્ય કર્મ કરીએ છીએ તે તે સમસ્ત ઇંદ્રિયોને આધીન થઈ કરીએ છીએ. માટે ઇંદ્રિયરૂપ સર્પના વિષથી આત્માની રક્ષા કરો. આ લક્ષ્મી છે તે ક્ષણભંગુર છે. આ લક્ષ્મી કુલીનમાં નથી રમતી. ધીરમાં, શૂરમાં, પંડિતમાં, મૂર્ખમાં, રૂપવાનમાં, કુરૂપમાં, પરાક્રમીમાં, કાયરમાં, ધર્માત્મામાં, અધર્મીમાં, પાપીમાં, દાનીમાં, કૃપણમાં ક્યાંય નથી રમતી. એ તો પૂર્વજન્મમાં પુણ્ય કરેલ હોય તેની દાસી છે. કુપાત્ર-દાનાદિક, કુતપ કરી ઉત્પન્ન થયેલ જીવને, ખોટા ભોગમાં, કુમાર્ગમાં, મદમાં લગાડી દુર્ગતિમાં પહોંચાડનારી છે. આ પંચમકાળની મધ્યમાં તો કુપાત્ર-દાન કરી કુતપસ્યા કરી લક્ષ્મી ઊપજે છે. તે બુદ્ધિને બગાડે છે. મહા દુઃખથી ઊપજે છે, મહા દુઃખથી ભોગવાય છે. પાપમાં લગાડે છે. દાનભોગમાં ખર્યા વિના મરણ થયે, આર્તધ્યાનથી છોડી તિર્યંચગતિમાં જીવ ઊપજે છે. એથી લક્ષ્મીને તૃષ્ણા વધારવાવાળી, મદ ઉપજાવવાવાળી જાણી, દુઃખિત દરિદ્રીના ઉપકારમાં, ધર્મને વધારવાવાળાં ધર્મસ્થાનકોમાં, વિદ્યા આપવામાં, વીતરાગ સિદ્ધાંત લખાવવામાં લગાડી સફળ કરો. ન્યાયના પ્રમાણિક ભોગમાં, જેમ ધર્મ ન બગડે તેમ લગાડો. આ લક્ષ્મી જલતરંગવતુ અસ્થિર છે. અવસરમાં દાન ઉપકાર કરી લો. પરલોકમાં સાથે આવશે નહીં. અચાનક છાંડી મરવું પડશે. જે નિરંતર લક્ષ્મીનો સંચય કરે છે, દાન ભોગમાં લઈ શકતા નથી, તે પોતે પોતાને ઠગે છે. પાપનો આરંભ કરી, લક્ષ્મીનો સંગ્રહ કરી, મહા મૂછથી ઉપાર્જન કરી છે, તેને બીજાના હાથમાં આપી, અન્ય દેશમાં વ્યાપારાદિથી વધારવા માટે તેને સ્થાપન કરી, જમીનમાં અતિ દૂર છેટે મેલી અને રાત-દિવસ એનું જ ચિંતવન કરતાં કરતાં દુર્ગાનથી મરણ કરી દુર્ગતિ જઈ પહોંચે છે. કૃપણને લક્ષ્મીનું રખવાલપણું અને દાસપણું જાણવું. દૂર જમીનમાં નાખીને લક્ષ્મીને પહાણા સમાન કરી છે. જેમ ભૂમિમાં બીજા પહાણા રહે છે તેમ લક્ષ્મીનું જાણો. રાજાનાં, વારસનાં તથા કુટુંબનાં કાર્ય સાધ્યાં, પણ પોતાનો દેહ તો ભસ્મ થઈ ઊડી જશે, તે પ્રત્યક્ષ નથી દેખતા ? આ લક્ષ્મી સમાન આત્માને ઠગવાવાળું બીજું કોઈ નથી. પોતાના સમસ્ત પરમાર્થને ભૂલી લક્ષ્મીના લોભનો માર્યો રાત્રિ અને દિવસ ઘોર આરંભ કરે છે. વખતસર ભોજન નથી કરતો. ટાઢી ઊની વેદના સહન કરે છે. રાગાદિકના દુઃખને નથી જાણતો, ચિંતાતુર થઈ રાત્રે ઊંઘ નથી લેતો. લક્ષ્મીનો લોભી પોતાનું મરણ થશે એમ નથી ગણતો. સંગ્રામના ઘોર સંકટમાં જાય છે. સમુદ્રમાં પ્રવેશ Page #37 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાનુપ્રેક્ષા અનિત્યઅનુપ્રેક્ષા ચિંતવન કરે છે. ઘોર ભયાનક રાન પર્વતમાં જાય છે. ધર્મરહિત દેશમાં જાય છે. જ્યાં પોતાની જાતિનું, કુળનું કે ઘરનું કોઈ દેખવામાં આવતું નથી, એવા સ્થાનમાં કેવંળ લક્ષ્મીના લોભથી ભ્રમણ કરતો કરતો મરણ પામી દુર્ગતિમાં જઈ પહોંચે છે. લોભી નહીં કરવાનું તથા નીચ ભીલને કરવા યોગ્ય કામ કરે છે. તો તું હવે જિવેંદ્રના ધર્મને પામીને સંતોષ ધારણ કર. પોતાના પુણ્યને અનુકૂલ ન્યાયમાર્ગને પ્રાપ્ત થઈ, ધનનો સંતોષી થઈ, તીવ્ર રાગ છોડી, ન્યાયના વિષયભોગોમાં અને દુઃખિત, બુભુક્ષિત, દીન અનાથના ઉપકાર નિમિત્તે દાન, સન્માનમાં લગાડ. એ લક્ષ્મીએ અનેકને ઠગીને દુર્ગતિમાં પહોંચાડ્યા છે. લક્ષ્મીનો સંગ કરી જગતના જીવ અચેત થઈ રહ્યા છે. એ પુણ્ય અસ્ત થયે અસ્ત થઈ જશે. લક્ષ્મીનો સંગ્રહ કરી મરી જવું એવું ફલ લક્ષ્મીનું નથી. એનાં ફલ કેવળ ઉપકાર કરવો, ધર્મનો માર્ગ ચલાવવો એ છે. એ પાપરૂપ લક્ષ્મીને ગ્રહણ નથી કરતાં તેને ધન્ય છે. ગ્રહણ કરીને મમતા છોડી ક્ષણ માત્રમાં ત્યાગી દીધી છે તેને ધન્ય છે. વિશેષ શું લખીએ ? તે ધન, યૌવન, જીવન, કુટુંબના સંગને પાણીનાં ટીપાં સમાન અનિત્ય જાણી, આત્મહિતરૂપ કાર્યમાં પ્રવર્તન કરો. સંસારના જેટલા જેટલા સંબંધ છે તેટલા તેટલા બધા વિનાશિક છે. ૨૪ એવી રીતે અનિત્ય વિચારણા વિચારો. પુત્ર, પૌત્રો, સ્ત્રી, કુટુંબાદિક કોઈ પરલોક સાથે ગયા નથી અને જશે નહીં. પોતાનાં ઉપાર્જન કરેલ પુણ્યપાપાદિક કર્મ સાથે આવશે. આ જાતિ કુળ રૂપાદિક તથા નગરાદિકનો સંબંધ દેહની સાથે જ વિનાશ થશે. તે અનિત્ય ચિંતવના ક્ષણ માત્ર પણ વિસ્મરણ ન થાય. જેથી પરથી મમત્વ છૂટી આત્મકાર્યમાં પ્રવૃત્તિ થાય એવી અનિત્ય ભાવનાનું વર્ણન કર્યું. હવે અશરમ અનુપ્રેક્ષા ચિંતવીએ છીએ. આ સંસારમાં કોઈ દેવ, દાનવ, ઇન્દ્ર, મનુષ્ય એવા નથી કે જેના ઉપર યમરાજાની ફાંસી નથી પડી. મૃત્યુને વશ થતાં કોઈ આશરો નથી. આયુષ્ય પૂર્ણ થવાના કાળમાં ઇન્દ્રનું પતન ક્ષણ માત્રમાં થાય છે. જેના અસંખ્યાત દેવ આજ્ઞાકારી સેવક છે, જે હજારો રિદ્ધિવાળા છે, જેનો સ્વર્ગમાં અસંખ્યાત કાળથી નિવાસ છે, રોગ ક્ષુધા તૃષાદિક ઉપદ્રવ રહિત જેનું શરીર છે, અસંખ્યાત બળ પરાક્રમના જે ધારક છે, આવા ઇંદ્રનું પતન થઈ જાય ત્યાં પણ અન્ય કોઈ શરણ નથી. જેમ ઉજ્જડ વનમાં વાઘે ગ્રહણ કરેલ હરણના બચ્ચાની કોઈ રક્ષા કરવાને સમર્થ નથી, તેમ મૃત્યુથી પ્રાણીની રક્ષા કરવાને કોઈ સમર્થ નથી. આ સંસારમાં પૂર્વે અનંતાનંત પુરુષ પ્રલયને પ્રાપ્ત થયા છે. કોઈ શરણ છે ? કોઈ એવાં ઔષધ, મંત્ર, યંત્ર અથવા દેવદાનવાદિક નથી કે જે એક ક્ષણ માત્ર કાળથી રક્ષા કરે. જો કોઈ દેવ, દેવી, વૈદ, મંત્ર, તંત્રાદિક એક મનુષ્યની મરણથી રક્ષા કરત, તો મનુષ્ય અક્ષય થઈ જાત. માટે મિથ્યા બુદ્ધિને છોડી અશરણ અનુપ્રેક્ષા ચિંતવો. મૂઢ લોક એવા વિચાર કરે છે કે મારા સગાના હિતનો ઇલાજ ન થયો, ઔષધ ન આપ્યું, દેવતાનું શરણ ન લીધું, ઉપાય કર્યા વિના મરી ગયો, એવો પોતાના સ્વજનનો શોક કરે છે. પણ પોતાનો શોચ નથી કરતો કે હું જમની દાઢની વચ્ચે બેઠો છું. જે કાળને કરોડો ઉપાયથી પણ ઇંદ્ર જેવા પણ ન રોકી શક્યા, તેને બાપડું માણસજાત તે શું રોકશે ? જેમ બીજાનું મરણ થતાં જોઈએ છીએ તેમ મારું પણ અવશ્ય થશે. Page #38 -------------------------------------------------------------------------- ________________ અશરણઅનુપ્રેક્ષા ચિંતવન જેમ બીજા જીવોને સ્ત્રી, પુત્રાદિકનો વિયોગ દેખીએ છીએ, તેમ મારે પણ વિયોગમાં કોઈ શરણ નથી. અશુભકર્મની ઉદીરણા થતાં બુદ્ધિ નાશ થાય છે, પ્રબળ કર્મનો ઉદય થતાં એક ઉપાય કામ નથી આવતો. અમૃત વિષ થઈ પરિણમે છે, તણખલું પણ શસ્ત્ર થઈ પરિણમે છે. પોતાના વહાલા મિત્ર પણ વેરી થઈ પરિણમે છે, અશુભના પ્રબળ ઉદયના વશથી બુદ્ધિ વિપરીત થઈ પોતે પોતાનો જ ઘાત કરે છે. જ્યારે શુભ કર્મનો ઉદય થાય છે, ત્યારે મૂર્ખને પણ પ્રબળ બુદ્ધિ ઊપજે છે. કર્યા વિના સુખકારી અનેક ઉપાય પોતાની મેળે પ્રગટ થાય છે. વેરી મિત્ર થઈ જાય છે, વિષ પણ અમૃત પરિણમે છે. જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે સમસ્ત ઉપદ્રવકારી વસ્તુઓ નાના પ્રકારના સુખ કરવાવાળી થાય છે. તે પુણ્યકર્મનો પ્રભાવ છે. પાપના ઉદયથી હાથમાં આવેલું ધન ક્ષણમાત્રમાં નાશ થઈ જાય છે. પુણ્યના ઉદયથી ઘણી દૂર હોય તે વસ્તુ પણ પ્રાપ્ત થઈ જાય છે. લાભાંતરાયનો ક્ષયોપશમ થાય ત્યારે, વિના યત્ન નિધિરત્ન પ્રગટ થાય છે. પાપ ઉદય થાય ત્યારે સુંદર આચરણ કરતો હોય તેને પણ દોષ, કલંક આવી પડે છે, અપવાદ અપયશ થાય છે. યશ નામકર્મના ઉદયથી સમસ્ત અપવાદ દૂર થઈ દોષ ગુણરૂપ થઈ પરિણમે છે. સંસાર છે તે પુણ્યપાપના ઉદયરૂપ છે. પરમાર્થથી બન્ને ઉદય (પુણ્ય-પાપ) પરના કરેલા અને આત્માથી ભિન્ન જાણીને તેના જાણનાર અથવા સાક્ષી માત્ર રહો, હર્ષ અને ખેદ કરો નહીં. પૂર્વે બંધ કરેલ કર્મ તે હવે ઉદય આવ્યાં છે. પોતાનાં કર્યા દૂર નથી થતાં. ઉદય આવ્યા પછી ઇલાજ નથી. કર્મના ફળ, જે જન્મ, જરા, મરણ, રોગ, ચિંતા, ભય, વેદના, દુઃખ આદિ આવતાં તેનાથી રક્ષણ કરવા મંત્ર, તંત્ર, દેવ, દાનવ, ઔષધાદિક, કોઈ સમર્થ નથી. કર્મનો ઉદય આકાશ, પાતાલ, કે ક્યાંય પણ નથી છોડતો. ઔષધાદિક બાહ્ય નિમિત્ત, અશુભ કર્મનો ઉદય મંદ થતાં ઉપકાર કરે છે. દુષ્ટ, ચોર, ભીલ, વેરી તથા સિંહ, વાઘ, સર્પાદિક ગામમાં કે વનમાં મારે, જલચરાદિક પાણીમાં મારે; પણ અશુભ કર્મનો ઉદય જળમાં, સ્થળમાં, વનમાં, સમુદ્રમાં, પહાડમાં, ગઢમાં, ઘરમાં, શય્યામાં, કુટુંબમાં, રાજાદિક સામંતોની વચમાં, શસ્ત્રોથી રક્ષા કરતાં છતાં ક્યાંય પણ નથી છોડતો. આ લોકમાં એવાં સ્થાન છે કે જેમાં સૂર્ય, ચંદ્રમાના ઉદ્યોત તથા પવન તથા વૈક્રિયિક રિદ્ધિવાળાં જઈ શકતાં નથી, પરંતુ કર્મનો ઉદય તો સર્વત્ર જાય છે. પ્રબળ કર્મનો ઉદય થતાં, વિદ્યા, મંત્ર, બળ, ઔષધિ, પરાક્રમ, વહાલા મિત્ર, સામંત, હાથી, ઘોડા, રથ, પાયદળ, ગઢ, કોટ, શસ્ત્ર, સામ, દામ, દંડ, ભેદાદિક બધા ઉપાય શરણરૂપ થતા નથી. જેમ ઉદય થતા સૂર્યને કોણ રોકે ? તેમ કર્મના ઉદયને ન રોકી શકાય એવા જાણી સમતાભાવનું શરણ ગ્રહણ કરો, તો અશુભ કર્મની નિર્જરા થાય, અને નવો બંધ ન થાય. રોગ, વિયોગ, દારિદ્રય, મરણાદિકનો ભય છોડી પરમ વૈર્ય ગ્રહણ કરો. પોતાનો વીતરાગભાવ, સંતોષભાવ, પરમ સમતાભાવ, એ જ શરણ છે, બીજું કોઈ શરણ નથી. આ જીવના ઉત્તમ ક્ષમાદિક ભાવ પોતે જ શરણરૂપ છે. ક્રોધાદિક ભાવ આ લોક પરલોકમાં આ જીવના ઘાતક છે. આ જીવને કષાયની મંદતા આ લોકમાં હજારો વિપ્નની નાશ કરનારી પરમ શરણરૂપ છે, અને પરલોકમાં નરક તિર્યંચ ગતિથી રક્ષા કરે છે. મંદ-કષાયીનું Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૬ દ્વાદશાનુપ્રેક્ષા અશરણઅનુપ્રેક્ષા ચિંતવન દેવલોકમાં તથા ઉત્તમ મનુષ્યજાતિમાં ઊપજવું થાય છે. જો પૂર્વકર્મના ઉદયમાં આર્ત્ત, રૌદ્ર પરિણામ કરશો તો ઉદીરણાને પ્રાપ્ત થયાં, તે રોકવા કોઈ સમર્થ નથી. કેવળ દુર્ગતિનાં કારણ નવાં કર્મ વધારે વધશે. કર્મનો ઉદય આવવા માટેનાં જોઈતાં બાહ્ય નિમિત્તો ક્ષેત્ર, કાળ, ભાવ મળ્યા પછી તે કર્મનો ઉદય ઇંદ્ર, જિનેન્દ્ર, મણિ, મંત્ર, ઔષધાદિક કોઈ પણ રોકવા સમર્થ નથી. રોગના ઇલાજ તો ઔષધાદિક જગતમાં દેખીએ છીએ, પરંતુ પ્રબળ કર્મના ઉદયને રોકવાને ઔષધાદિક સમર્થ નથી, ઊલટા તે વિપરીત થઈ પરિણમે છે. આ જીવને અશાતા વેદનીય કર્મનો ઉદય પ્રબળ થાય ત્યારે ઔષધાદિક વિપરીત થઈ પરિણમે છે. અશાતાનો મંદ ઉદય હોય અથવા ઉપશમ હોય ત્યારે ઔષધાદિક ઉપકાર કરે છે. કારણ કે મંદ ઉદયને રોકવાને સમર્થ તો અલ્પ શક્તિવાળા પણ થાય છે. પ્રબળ બળવાળાને અલ્પ શક્તિધારક રોકવાને સમર્થ નથી. આ પંચમકાળમાં અલ્પ માત્ર બાહ્ય દ્રવ્ય, ક્ષેત્રાદિક સામગ્રી છે, અલ્પ માત્ર જ્ઞાનાદિક છે, અલ્પ માત્ર પુરુષાર્થ છે. અને અશુભનો ઉદય આવવાથી બાહ્ય સામગ્રી પ્રબળ છે, તો તે અલ્પ સામગ્રી અલ્પ પુરુષાર્થથી પ્રબળ અશાતાના ઉદયને કેમ જીતે ? મોટી નદીઓનો પ્રવાહ પ્રબળ મોજાં ઉછાળતો ચાલ્યો આવતો હોય તેમાં તરવાની કળામાં સમર્થ પુરુષ પણ તરી નથી શકતો. નદીના પ્રવાહનો વેગ મંદ થતો જાય ત્યારે તરવાની વિદ્યા જાણનાર તરી પાર ઊતરી જાય છે, તેવી રીતે પ્રબળ કર્મના ઉદયમાં પોતાને અશરણ જાણો. પૃથ્વી અને સમુદ્ર બન્ને મોટાં છે, પરંતુ પૃથ્વીનો છેડો લેવાને અને સમુદ્રને તરવાને ઘણાં સમર્થ જોઈએ છીએ, પરંતુ કર્મ-ઉદયને તરવાને સમર્થ થતાં દેખાતાં નથી. આ સંસારમાં સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યારિત્ર, સમ્યકૃતપ-સંયમ શરણ છે. આ ચાર આરાધના વિના કોઈ શરણ નથી. તથા ઉત્તમ ક્ષમાદિક દેશ ધર્મ પ્રત્યક્ષ આ લોકમાં સમસ્ત ક્લેશ, દુઃખ, મરણ, અપમાન, હાનિથી રક્ષા કરવાવાળાં છે. મંદ કષાયનાં ફલ સ્વાધીન સુખ, આત્મરક્ષા, ઉજ્જ્વળ યશ, ક્લેશરહિતપણું, ઉચ્ચતા આ લોકમાં પ્રત્યક્ષ દેખી એનું શરણ ગ્રહણ કરો. પરલોકમાં એનું ફળ સ્વર્ગલોક છે. વિશેષમાં વ્યવહારમાં ચાર શરણ છે. અદ્વૈત, સિદ્ધ, સાધુ, કેવળજ્ઞાનીનો પ્રકાશેલ ધર્મ એ જ શરણ જાણવું. એ પ્રમાણે અહીં એના શરણ વિના આત્માની ઉજ્વળતા પ્રાપ્ત નથી થતી એવું દર્શાવનારી અશરણ અનુપ્રેક્ષા વિચારી. હવે સંસાર અનુપ્રેક્ષાનું સ્વરૂપ વિચારીએ છીએ ઃ આ સંસારમાં અનાદિકાળના મિથ્યાત્વના ઉદયથી અચેત થયેલ જીવ, જિનેન્દ્ર, સર્વજ્ઞ વીતરાગના પ્રરૂપણ કરેલ સત્યાર્થ ધર્મને પ્રાપ્ત નહીં થઈ ચારે ગતિમાં ભ્રમણ કરે છે. સંસારમાં કર્મરૂપ દઢ બંધનથી બંધાઈ, પરાધીન થઈ, ત્રસસ્થાવરમાં નિરંતર ઘોર દુઃખ ભોગવતો વારંવાર જન્મ મરણ કરે છે. જે જે કર્મના ઉદય આવી રસ દે છે, તેના ઉદયમાં પોતાને ધારણ કરી અજ્ઞાની જીવ પોતાના સ્વરૂપને છોડી નવાં નવાં કર્મના બંધન કરે છે. કર્મના બંધને આધીન થયેલ પ્રાણીને એવી કોઈ દુઃખની જાતિ બાકી નથી રહી કે જે તેણે નથી ભોગવી. બધાં દુ:ખો અનંતાનંત વાર ભોગવી અનંતાનંત કાળ વ્યતીત થઈ ગયો. એવી રીતે અનંત પરિવર્તન આ સંસારમાં આ જીવને થયાં છે. એવું કોઈ પુદ્ગલ સંસારમાં નથી રહ્યું કે જે જીવે શરીરરૂપે, આહારરૂપે ગ્રહણ નથી કરેલ. અનંત જાતિનાં અનંત પુદ્ગલોનાં શરીર ધારી આહારરૂપ (ભોજન પાનરૂપ) કરેલ છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ સંસારઅનુપ્રેક્ષા ચિંતવન ત્રણસેં સેંતાલીસ ઘનરન્તુ પ્રમાણ લોકમાં એવો કોઈ એક પણ પ્રદેશ નથી કે જ્યાં સંસારી જીવે અનંતાનંત જન્મ મરણ નથી કરેલાં. ઉત્સર્પિણી અવસર્પિણી કાલનો એવો એક પણ સમય બાકી નથી રહ્યો કે જે સમયમાં આ જીવ અનંતવાર નથી જન્મ્યો, અને નથી મૂઓ. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારે પર્યાયોમાં આ જીવે જઘન્ય આયુષ્યથી લઈ ઉત્કૃષ્ટ આયુષ્ય પર્યત સમસ્ત આયુષ્યના પ્રમાણ ધારણ કરી અનંતવાર જન્મ ધરેલ છે. એક અનુદિશ, અનુત્તર વિમાનમાં તે નથી ઊપજ્યો, કારણ કે એ ચોદે વિમાનોમાં સફદષ્ટિ વિના અન્યનો ઉત્પાદ નથી. સમ્યફદષ્ટિને સંસારભ્રમણ નથી. કર્મની સ્થિતિબંધનાં સ્થાન તથા સ્થિતિબંધને કારણે અસંખ્યાત લોકપ્રમાણ કષાયાધ્યવસાયસ્થાન, તેને કારણે અસંખ્યાત લોકપ્રમાણ અનુભાગ બંધાધ્યવસાયસ્થાન તથા જગતશ્રેણીના સંખ્યાતમા ભાગ જેટલાં યોગસ્થાનમાંનો એવો કોઈ ભાવ બાકી નથી રહ્યો કે જે સંસારી જીવને નથી થયો. એક સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના યોગ ભાવ નથી થયા. અન્ય સમસ્ત ભાવ સંસારમાં અનંતાનંતવાર થયા છે. જિનેન્દ્રના વચનના અવલંબનરહિત પુરુષને મિથ્યાજ્ઞાનના પ્રભાવથી વિપરીત બુદ્ધિ અનાદિની થઈ રહી છે તેથી સમ્યકમાર્ગને નહીં ગ્રહણ કરતાં સંસારરૂપ વનમાં નાશ થઈ જીવ નિગોદમાં જઈ પડે છે. કેવી છે નિગોદ ? જેમાંથી અનંતાનંત કાલ થાય તોપણ નીકળવું ઘણું મુશ્કેલ છે. કદાચિત પૃથ્વીકાયમાં, જળકાયમાં, અગ્નિકાયમાં, પવનકાયમાં, પ્રત્યેક વનસ્પિકાયમાં, સાધારણ વનસ્પતિકાયમાં લગભગ સમસ્ત જ્ઞાનનો નાશ થવાથી જડરૂપ થઈ, એક સ્પર્શ ઇંદ્રિય દ્વારા કર્મના ઉદયને આધીન થઈ આત્મશક્તિરહિત, જિલ્લા, નાસિકા, નેત્ર, કર્ણાદિક ઇંદ્રિયરહિત થઈ દુઃખમાં દીર્ઘ કાળ વ્યતીત કરે છે. અને બેઇંદ્રિય, ટીંદ્રિય, ચતુરિંદ્રિયરૂપ વિકલત્રય જીવ, આત્મજ્ઞાનરહિત કેવળ રસનાદિક ઇંદ્રિયોના વિષયોની ઘણી તૃષ્ણાના માર્યા ઊછળી ઊછળી વિષયોને અર્થે પડી પડી મરે છે. અસંખ્યાત કાલ વિકલત્રયમાં રહી પાછાં એકેન્દ્રિયમાં ફરી ફરી વારંવાર કૂવા પરના રેંટના ઘડાની પેઠે નવા નવા દેહ ધારણ કરતાં કરતાં ચારે ગતિમાં નિરંતર જન્મ, મરણ, ભૂખ, તરસ, રોગ, વિયોગ, સંતાપ ભોગવી પરિભ્રમણ અનંતકાલ સુધી કરે છે. એનું નામ સંસાર છે. જેમ ઊકળેલા આધણમાં ચોખા સર્વ તરફ ફરતાં છતાં ચોડવાઈ જાય છે, તેમ સંસારી જીવ કર્મથી તપ્તાયમાન થઈ પરિભ્રમણ કરે છે. આકાશમાં ઊડતાં પક્ષીને બીજું પક્ષી મારે છે, જળમાં વિચરતાં મચ્છાદિકને બીજાં મચ્છાદિક મારે છે, સ્થળમાં વિચરતાં મનુષ્ય પશુ આદિકને સ્થળચારી સિંહ, વાઘ, સર્પ વગેરે દુષ્ટ તિર્યંચ તથા ભીલ, મ્લેચ્છ, ચોર, લૂંટારા, મહા નિર્દય મનુષ્ય મારે છે. આ સંસારમાં બધાં સ્થાનમાં નિરંતર ભયરૂપ થઈ નિરંતર દુઃખમય પરિભ્રમણ કરે છે. જેમ શિકારીના ઉપદ્રવથી ભયભીત થયેલ જીવો મોઢું ફાડી બેઠેલા અજગરના મોઢામાં બિલ જાણી પ્રવેશ કરે છે, તેમ અજ્ઞાની જીવ ભૂખ, તરસ, કામ, કોપ વગેરે તથા ઇંદ્રિયોના વિષયોની તૃષ્ણાના આતાપથી સંતાપિત થઈ, વિષયાદિકરૂપ અજગરના મુખમાં પ્રવેશ કરે છે. વિષયકષાયમાં પ્રવેશ કરવો તે સંસારરૂપ અજગરનું મોટું છે. એમાં પ્રવેશ કરી પોતાના જ્ઞાન, દર્શન, સુખ, સત્તાદિ ભાવપ્રાણનો નાશ કરી, નિગોદમાં અચેતન તુલ્ય થઈ, અનંતવાર જન્મ મરણ કરતાં અનંતાનંત કાળ વ્યતીત કરે છે. ત્યાં આત્મા અભાવ તુલ્ય છે, જ્ઞાનાદિકનો અભાવ થયો ત્યારે નાશ પણ થયો. Page #41 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાનુપ્રેક્ષા સંસારઅનુપ્રેક્ષા ચિંતવન નિગોદમાં અક્ષરનો અનંતમો ભાગ જ્ઞાન છે, તે સર્વજ્ઞે જોયેલ છે. ત્રસ પર્યાયમાં જેટલા દુઃખના પ્રકાર છે, તે તે દુ:ખ અનંતવાર ભોગવે છે. એવી કોઈ દુઃખની જાતિ બાકી નથી રહી જે આ જીવ સંસારમાં નથી પામ્યો. આ સંસારમાં આ જીવ અનંત પર્યાય દુઃખમય પામે છે, ત્યારે કોઈ એકવાર ઇંદ્રિયજનિત સુખના પર્યાય પામે છે, તે વિષયોના આતાપ સહિત ભય, શંકા, સંયુક્ત અલ્પકાળ પામે. પછી અનંત પર્યાય દુઃખના, પછી કોઈ એક પર્યાય ઇંદ્રિયજનિત સુખનો કદાચિત્ પ્રાપ્ત થાય છે. ૨૦ હવે ચતુર્ગતિનું કાંઈક સ્વરૂપ પરમાગમ અનુસાર ચિંતવન કરીએ છીએ. નરકની સપ્ત પૃથ્વી છે. તેમાં ઓગણપચાસ ભૂમિકા છે. તે ભૂમિકામાં ચોરાસી લાખ બિલ છે તેને નરક કહીએ છીએ. તેની વજ્રમય ભૂમિ ભીંતની માફક છજેલ છે. કેટલાંક બિલ સંખ્યાત યોજન લાંબાં પહોળાં છે, કેટલાંક અસંખ્યાત યોજન લાંબાં પહોળાં છે. તે એક એક બિલની છત વિષે નારકીનાં ઉત્પત્તિનાં સ્થાન છે. તે ઊંટના મુખના આકાર આદિવાળાં, સાંકડાં મોઢાવાળાં અને ઊંધે માથે છે. તેમાં નારકી જીવો ઊપજી નીચે માથું અને ઉપર પગથી આવી વજ્રાગ્નિમય પૃથ્વીમાં પડી, જેમ જોરથી પડી દડી પાછી ઊછળે છે તેમ (નારકી) પૃથ્વી પર પડી ઊછળતાં લોટતાં ફરે છે. કેવી છે નરકની ભૂમિ ? અસંખ્યાત વીંછીના સ્પર્શને લીધે ઊપજી વેદનાથી અસંખ્યાત ગુણી અધિક વેદના કરવાવાળી છે. ઉપરની ચાર પૃથ્વીનાં ચાલીશ લાખ બિલ અને પંચમ પૃથ્વીનાં બે લાખ બિલ એમ બેંતાલીસ લાખ બિલમાં તો કેવળ આતાપ, અગ્નિની ઉષ્ણ વેદના છે. તે નરકની ઉષ્ણતા જણાવવાને માટે અહીં કોઈ પદાર્થ દેખવામાં, જાણવામાં આવતો નથી કે જેની સદશતા કહી જાય; તોપણ ભગવાનના આગમમાં એવું અનુમાન ઉષ્ણતાનું કરાવેલ છે, કે લાખ યોજનપ્રમાણ મોટા લોઢાના ગોળા છોડીએ તો તે નરકભૂમિને નહીં પહોંચતાં, પહોંચતાં પહેલાં નરકક્ષેત્રની ઉષ્ણતાથી કરી રસરૂપ થઈ વહી જાય છે. (અપૂર્ણ) ܀܀܀܀܀ (૧) સહજ સ્વભાવે મુક્ત, અત્યંત પ્રત્યક્ષ અનુભવ સ્વરૂપ આત્મા છે, તો પછી જ્ઞાની પુરુષોએ આત્મા છે, આત્મા નિત્ય છે, બંધ છે, મોક્ષ છે, એ આદિ અનેક પ્રકારનું નિરૂપણ કરવું ઘટતું નહોતું. (૨) આત્મા જો અગમ અગોચર છે તો પછી કોઈને પ્રાપ્ત થવા યોગ્ય નથી, અને જો સુગમ સુગોચર છે તો પછી પ્રયત્ન ઘટતું નથી. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૯ મોક્ષસુખ દેષ્ટાંત કેટલીક આ સૃષ્ટિમંડળ પર પણ એવી વસ્તુઓ અને મનેચ્છા રહી છે કે જે કેટલાક અંશે જાણતા છતાં કહી શકાતી નથી. છતાં એ વસ્તુઓ કંઈ સંપૂર્ણ શાશ્વત કે અનંત ભેદવાળી નથી. એવી વસ્તુનું જ્યારે વર્ણન ન થઈ શકે ત્યારે અનંત સુખમય મોક્ષ સંબંધી તો ઉપમા ક્યાંથી જ મળે ? ભગવાનને ગૌતમસ્વામીએ મોક્ષના અનંત સુખ વિષે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને ઉત્તરમાં કહ્યું, ગૌતમ ! એ અનંતસુખ ! હું જાણું છું; પણ તે કહી શકાય એવી અહીં આગળ કંઈ ઉપમા નથી. જગતમાં એ સુખના તુલ્ય કોઈપણ વસ્તુ સુખ નથી. એમ વદી એક ભીલનું દૃષ્ટાંત નીચેના ભાવમાં આપ્યું હતું. એક જંગલમાં એક ભદ્રિક ભીલ તેનાં બાળબચ્ચાં સહિત રહેતો હતો. શહેર વગેરેની સમૃદ્ધિની ઉપાધિનું તેને લેશ ભાન પણ નહોતું. એક દિવસે કોઈ રાજા અશ્વક્રીડા માટે ફરતો ફરતો ત્યાં નીકળી આવ્યો. તેને બહુ તૃષા લાગી હતી. જેથી કરીને સાન વડે ભીલ આગળ પાણી માગ્યું. ભીલે પાણી આપ્યું. શીતળ જળથી રાજા સંતોષાયો. પોતાને ભીલ તરફથી મળેલા અમૂલ્ય જળદાનનો પ્રત્યુપકાર કરવા માટે થઈને ભીલને સમજાવીને સાથે લીધો. નગરમાં આવ્યા પછી ભીલે જિંદગીમાં નહીં જોયેલી વસ્તુમાં તેને રાખ્યો. સુંદર મહેલમાં, કને અનેક અનુચરો, મનોહર છત્રપલંગ અને સ્વાદિષ્ટ ભોજનથી મંદ મંદ પવનમાં સુગંધી વિલેપનમાં તેને આનંદ આનંદ કરી આપ્યો. વિવિધ જાતિનાં હીરામાણેક, મૌક્તિક, મણિરત્ન અને રંગબેરંગી અમૂલ્ય ચીજો નિરંતર તે ભીલને જોવા માટે મોકલ્યા કરે; બાગબગીચામાં ફરવા હરવા મોકલે. એમ રાજા તેને સુખ આપ્યા કરતો હતો. કોઈ રાત્રે બધાં સૂઈ રહ્યાં હતાં ત્યારે તે ભીલને બાળબચ્ચાં સાંભરી આવ્યાં એટલે તે ત્યાંથી કંઈ લીધા કર્યા વગર એકાએક નીકળી પડ્યો. જઈને પોતાનાં કુટુંબીને મળ્યો. તે બધાંએ મળીને પૂછ્યું કે તું ક્યાં હતો ? ભીલે કહ્યું, બહુ સુખમાં. ત્યાં મેં બહુ વખાણવા લાયક વસ્તુઓ જોઈ. કુટુંબીઓ - પણ તે કેવી ? તે તો અમને કહે. ભીલ - શું કહું, અહીં એવી એક્કે વસ્તુ જ નથી. કુટુંબીઓ – એમ હોય કે ? આ શંખલાં, છીપ, કોડાં કેવાં મજાનાં પડ્યાં છે ! ત્યાં કોઈ એવી જોવાલાયક વસ્તુ હતી ? - ભીલ – નહીં, નહીં ભાઈ, એવી ચીજ તો અહીં એક્કે નથી. એના સોમા ભાગની કે હજારમા ભાગની પણ મનોહર ચીજ અહીં નથી. કુટુંબીઓ – ત્યારે તો તું બોલ્યા વિના બેઠો રહે, તને ભ્રમણા થઈ છે; આથી તે પછી સારું શું હશે ? હે ગૌતમ ! જેમ એ ભીલ રાજવૈભવસુખ ભોગવી આવ્યો હતો તેમજ જાણતો હતો; છતાં ઉપમા યોગ્ય વસ્તુ નહીં મળવાથી તે કંઈ કહી શકતો નહોતો, તેમ અનુપમેય મોક્ષને, સચ્ચિદાનંદ સ્વરૂપમય નિર્વિકારી મોક્ષનાં સુખના અસંખ્યાતમા ભાગને પણ યોગ્ય ઉપમેય નહીં મળવાથી હું તને કહી શકતો નથી. મોક્ષના સ્વરૂપ વિષે શંકા કરનારા તો કુતર્કવાદી છે; એઓને ક્ષણિક સુખસંબંધી વિચાર આડે સત્સુખનો વિચાર નથી. કોઈ આત્મિકજ્ઞાનહીન એમ પણ કહે છે કે, આથી કોઈ વિશેષ સુખનું સાધન ત્યાં રહ્યું નહીં એટલે અનંત અવ્યાબાધ સુખ કહી દે છે. આ એનું કથન વિવેકી નથી. નિદ્રા પ્રત્યેક માનવીને પ્રિય છે; પણ તેમાં તેઓ કંઈ જાણી કે દેખી શકતા નથી; અને જાણવામાં આવે તો માત્ર સ્વપ્નોપાધિનું મિથ્યાપણું આવે; જેની કંઈ અસર પણ થાય. એ સ્વપ્ના વગરની નિદ્રા જેમાં સૂક્ષ્મ સ્થૂલ સર્વ જાણી અને દેખી શકાય; અને નિરુપાધિથી શાંત ઊંઘ લઈ શકાય તો તેનું તે વર્ણન શું કરી શકે ? એને ઉપમા પણ શી આપે આ તો સ્થૂળ દૃષ્ટાંત છે; પણ બાલ, અવિવેકી એ પરથી કંઈ વિચાર કરી શકે એ માટે કહ્યું છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ 30 દષ્ટાંતા ભિખારીનો ખેદ દષ્ટાંત એક પામર ભિખારી જંગલમાં ભટકતો હતો, ત્યાં તેને ભૂખ લાગી, એટલે તે બિચારો લથડિયાં ખાતો ખાતો એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચ્યો ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી તેના કાલાવાલાથી કરુણાર્ક થઈ તે ગૃહપતિની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતાં વધેલું મિષ્ટાન્ન ભોજન આણી આપ્યું. એવું ભોજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતો પામતો નગરની બહાર આવ્યો. આવીને એક ઝાડ તળે બેઠો. ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિ વૃદ્ધતાને પામેલો એવો પોતાનો જળનો ઘડો મૂક્યો; એક બાજુએ પોતાની ફાટી તૂટી મલિન ગોદડી મૂકી અને પછી એક બાજુએ પોતે તે ભોજન લઈને બેઠો. રાજી રાજી થતાં કોઈ દિવસ તેણે નહીં દીઠેલું એવું ભોજન એણે ખાઈને પૂરું કર્યું. ભોજનને સ્વધામ પહોંચાડ્યા પછી ઓશીકે એક પથ્થર મૂકીને તે સૂતો. ભોજનના મદથી જરા વારમાં તેની આંખો મિચાઈ ગઈ. તે નિદ્રાવશ થયો ત્યાં તેને એક સ્વપ્ન આવ્યું. પોતે જાણે મહા રાજરિદ્ધિ પામ્યો છે; તેથી તેણે સુંદર વસ્ત્રાભૂષણો ધારણ કર્યા છે, દેશ આખામાં તેના વિજયનો ડંકો વાગી ગયો છે, સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરવા અનુચરો ઊભા થઈ રહ્યા છે; આજુબાજુ છડીદારો “ખમા ! ખમા !” પોકારે છે; એક ઉત્તમ મહાલયમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે; દેવાંગના જેવી સ્ત્રીઓ તેને પાદચંપન કરે છે, એક બાજુથી મનુષ્યો પંખા વડે સુગંધી પવન ઢોળે છે, એમ એને અપૂર્વ સુખની પ્રાપ્તિવાળું સ્વપ્ન પ્રાપ્ત થયું. સ્વપ્નાવસ્થામાં તેનાં રોમાંચ ઉલ્લસી ગયાં. તે જાણે પોતે ખરેખર તેવું સુખ ભોગવે છે એવું તે માનવા લાગ્યો. એવામાં સૂર્યદેવ વાદળાંથી ઢંકાઈ ગયો; વીજળીના ઝબકારા થવા લાગ્યા, મેઘ મહારાજા ચઢી આવ્યા; સર્વત્ર અંધકાર વ્યાપી ગયો; મુશળધાર વરસાદ પડશે એવો દેખાવ થઈ ગયો; અને ગાજવીજથી એક સઘન કડાકો થયો. કડાકાના પ્રબળ અવાજથી ભય પામીને સત્વર તે પામર ભિખારી જાગૃત થઈ ગયો. જાગીને જુએ છે તો નથી તે દેશ કે નથી તે નગરી, નથી તે મહાલય કે નથી તે પલંગ, નથી તે ચામરછત્ર ધરનારા કે નથી તે છડીદારો, નથી તે સ્ત્રીઓનાં છંદ કે નથી તે વસ્ત્રાલંકારો, નથી તે પંખા કે નથી તે પવન, નથી તે અનુચરો કે નથી તે આજ્ઞા, નથી તે સુખવિલાસ કે નથી તે મદોન્મત્તતા. જુએ છે તો જે સ્થળે પાણીનો વૃદ્ધ ઘડો પડ્યો હતો તે જ સ્થળે તે પડ્યો છે. જે સ્થળે ફાટી તૂટી ગોદડી પડી હતી તે સ્થળે તે ફાટી તૂટી ગોદડી પડી છે. ભાઈ તો જેવા હતા તેવા ને તેવા દેખાયા. પોતે જેવાં મલિન અને અનેક જાળી ગોખવાળાં વસ્ત્ર ધારણ કર્યા હતાં તેવાં ને તેવાં તે જ વસ્ત્રો શરીર ઉપર વિરાજે છે. નથી તલભાર ઘટ્યું કે નથી જવભાર વધ્યું. એ સઘળું જોઈને તે અતિ શોક પામ્યો. જે સુખાડંબર વડે મેં આનંદ માન્યો તે સુખમાંનું તો અહીં કશું નથી. અરેરે ! મેં સ્વપ્નના ભોગ ભોગવ્યા નહીં અને મિથ્યા ખેદ મને પ્રાપ્ત થયો. બિચારો તે ભિખારી એમ ગ્લાનિમાં આવી પડ્યો. વખપ્રાપ્તિમાં જેમ તે ભિખારીએ સુખસમુદાય દીઠા, ભોગવ્યા અને આનંદ માન્યો, તેમ પામર પ્રાણીઓ સંસારના સ્વપ્નવત સુખસમુદાયને મહાનંદરૂપ માની બેઠા છે. જેમાં તે સુખસમુદાય જાગૃતિમાં તે ભિખારીને મિથ્યા જણાયા, તેમ તત્ત્વજ્ઞાનરૂપી જાગૃતિ વડે સંસારનાં સુખ તેવાં જણાય છે. સ્વપ્નાના ભોગ ન ભોગવ્યા છતાં જેમ તે ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ, તેમ પામર ભવ્યો સંસારમાં સુખ માની બેસે છે, અને ભોગવ્યા તુલ્ય ગણે છે, પણ તે ભિખારીની પેઠે પરિણામે ખેદ, પશ્ચાત્તાપ અને અધોગતિને પામે છે. સ્વપ્નાની એકે વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. બન્ને ચપલ અને શોકમય છે. આવું વિચારી બુદ્ધિમાન પુરુષો આત્મશ્રેયને શોધે છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ અનાથી મુનિ દષ્ટાંત અનેક પ્રકારની લીલાથી યુક્ત મગધ દેશનો શ્રેણિક રાજા અશ્વક્રીડાને માટે મંડિકુક્ષ એ નામના વનમાં નીકળી પડ્યો. વનની વિચિત્રતા મનોહારિણી હતી. નાના પ્રકારનાં તરૂકુંજ ત્યાં આવી રહ્યાં હતાં, નાના પ્રકારની કોમળ વલ્લિકાઓ ઘટાટોપ થઈ રહી હતી, નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં, નાના પ્રકારનાં પક્ષીઓનાં મધુરાં ગાયન ત્યાં સંભળાતાં હતાં; નાના પ્રકારનાં ફૂલથી તે વન છવાઈ રહ્યું હતું; નાના પ્રકારનાં જળનાં ઝરણાં ત્યાં વહેતાં હતાં; ટૂંકામાં સૃષ્ટિ-સૌંદર્યના પ્રદર્શનરૂપ હોઈને તે વન નંદનવનની તુલ્યતા ધરાવતું હતું. ત્યાં એક તરુ તળે મહા સમાધિવત પણ સુકુમાર અને સુખોચિત મુનિને તે શ્રેણિકે બેઠેલા દીઠા. એનું રૂપ દેખીને તે રાજા અત્યંત આનંદ પામ્યો. એ અતુલ્ય ઉપમારહિત રૂપથી વિસ્મય પામીને મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યો. અહો ! આ મુનિનો કેવો અદ્ભુત વર્ણ છે ! અહો ! એનું કેવું મનોહર રૂપ છે ! અહો ! આ આર્યની કેવી અદ્ભુત સૌમ્યતા છે ! અહો ! આ કેવી વિસ્મયકારક ક્ષમાના ધરનાર છે ! અહો ! આના અંગથી વૈરાગ્યની કેવી ઉત્તમ ફુરણા છે ! અહો ! આની કેવી નિભતા જણાય છે ! અહો ! આ સંયતિ કેવું નિર્ભય અપ્રભુત્વ-નમ્રપણું ધરાવે છે ! અહો ! એનું ભોગનું અસંગતિપણું કેવું સુદઢ છે એમ ચિંતવતો ચિંતવતો, મુદિત થતો થતો, સ્તુતિ કરતો કરતો, ધીમેથી ચાલતો ચાલતો, પ્રદક્ષિણા દઈને તે મુનિને વંદન કરીને અતિ સમીપે નહીં તેમ અતિ દૂર નહીં એમ તે બેઠો. પછી બે હાથની અંજલિ કરીને વિનયથી તેણે મુનિને પૂછયું, “ આર્ય ! તમે પ્રશંસા કરવા યોગ્ય એવા તરુણ છો; ભોગવિલાસને માટે તમારું વય અનુકૂળ છે; સંસારમાં નાના પ્રકારનાં સુખ રહ્યાં છે; ઋતુ-ઋતુના કામભોગ, જળ સંબંધીના કામભોગ, તેમજ મનોહારિણી સ્ત્રીઓના મુખવચનનું મધુરું શ્રવણ છતાં એ સઘળાંનો ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરો છો એનું શું કારણ? તે મને અનુગ્રહથી કહો.” રાજાનાં વચનનો આવો અર્થ સાંભળીને મુનિએ કહ્યું, “હું અનાથ હતો. હે મહારાજા ! મને અપૂર્વ વસ્તુનો પ્રાપ્ત કરાવનાર તથા યોગક્ષેમનો કરનાર, મારા પર અનુકંપા આણનાર, કરુણાથી કરીને પરમસુખનો દેનાર, સુહ-મિત્ર લેશમાત્ર પણ કોઈ ન થયો. એ કારણ અનાથીપણાનું હતું.” શ્રેણિક, મુનિનાં ભાષણથી સ્મિત હસી પડ્યો. “અરે ! તમારે મહા રિદ્ધિવંતને નાથ કેમ ન હોય ? લો, કોઈ નાથ નથી તો હું થઉં છું. હે ભયત્રાણ ! તમે ભોગ ભોગવો. હે સંયતિ ! મિત્ર ! જ્ઞાતિએ કરી દુર્લભ એવો તમારો મનુષ્યભવ સુલભ કરો !” અનાથીએ કહ્યું, “પરંતુ અરે શ્રેણિક, મગધ દેશના રાજા ! તું પોતે અનાથ છો તો મારો નાથ શું થઈશ ? નિર્ધન તે ધનાઢ્ય ક્યાંથી બનાવે ? અબુધ તે બુદ્ધિદાન ક્યાંથી આપે ? અન્ન તે વિદ્વત્તા ક્યાંથી દે ? વંધ્યા તે સંતાન ક્યાંથી આપે ? જ્યારે તું પોતે અનાથ છો, ત્યારે મારો નાથ ક્યાંથી થઈશ ?” મુનિનાં વચનથી રાજા અતિ આકુળ અને અતિ વિસ્મિત થયો. કોઈ કાળે જે વચનનું શ્રવણ થયું નથી એવાં વચનનું યતિમુખપ્રતિથી શ્રવણ થયું એથી તે શંકાગ્રસ્ત થયો. “હું અનેક પ્રકારના અશ્વનો ભોગી છું, અનેક પ્રકારના મદોન્મત્ત હાથીઓનો ધણી છું, અનેક પ્રકારની સેના અને આધીન છે; નગર ગ્રામ, અંતઃપુર અને ચતુષ્પાદની મારે કંઈ ન્યૂનતા નથી; મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભોગ મને પ્રાપ્ત છે; અનુચરો, મારી આજ્ઞાને રૂડી રીતે આરાધે છે; પાંચ પ્રકારની સંપત્તિ મારે ઘેર છે; સર્વ મનવાંછિત વસ્તુઓ મારી સમીપે રહે છે. આવો હું જાજવલ્યમાન છતાં અનાથ કેમ હોઉં ? રખે હે ભગવન્! તમે મૃષા બોલતા હો.” મુનિએ કહ્યું, “હે રાજા ! મારા કહેલા અર્થની ઉપપત્તિને તું બરાબર સમજ્યો નથી. તું પોતે અનાથ છે, પરંતુ તે સંબંધી તારી અજ્ઞતા છે. હવે હું કહું છું તે અવ્યગ્ર અને સાવધાન ચિત્ત કરીને તું Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૨ દૃષ્ટાંત સાંભળ, સાંભળીને પછી તારી શંકાનો સત્યાસત્ય નિર્ણય કરજે. મેં પોતે જે અનાથપણાથી મુનિત્વ અંગીકૃત કર્યું છે તે હું પ્રથમ તને કહું છું. કૌશાંબી નામે અતિ જીર્ણ અને વિવિધ પ્રકારના ભેદની ઉપજાવનારી એક સુંદર નગરી છે. ત્યાં રિદ્ધિથી પરિપૂર્ણ ધનસંચય નામનો મારો પિતા રહેતો હતો. પ્રથમ યૌવનવયને વિષે કે મહારાજા ! અતુલ્ય અને ઉપમારહિત મારી આંખોને વિષે વેદના ઉત્પન્ન થઈ. દુઃખપ્રદ દાહજ્વર આખે શરીરે પ્રવર્તમાન થયો. શસ્ત્રથી પણ અતિશય તીક્ષ્ણ તે રોગ વેરીની પેઠે મારા પર કોપાયમાન થયો. મારું મસ્તક તે આંખની અસહ્ય વેદનાથી દુઃખવા લાગ્યું. ઇંદ્રના વજના પ્રહાર સરખી, બીજાને પણ રૌદ્ર ભય ઉપજાવનારી, એવી તે અત્યંત પરમ દારુણ વેદનાથી હું બહુ શોકાર્ત હતો. શારીરિક વિદ્યાના નિપુણ, અનન્ય મંત્રમૂળીના સુજ્ઞ વૈદરાજ મારી તે વેદનાનો નાશ કરવાને માટે આવ્યા; અનેક પ્રકારના ઔષધોપચાર કર્યા પણ તે વૃથા ગયા. એ મહાનિપુણ ગણાતા વૈદરાજો મને તે દરદથી મુક્ત કરી શક્યા નહીં. એ જ હે રાજા ! મારું અનાથપણું હતું. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપવા માંડ્યું, પરંતુ તેથી કરીને પણ મારી તે વેદના ટળી નહીં. હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી માતા પુત્રના શોકે કરીને અતિ દુઃખાર્ત થઈ; પરંતુ તે પણ મને તે દરદથી મુકાવી શકી નહીં, એ જ કે મહારાજા ! મારું અનાથપણું હતું. એક ઉદરથી ઉત્પન્ન થયેલા મારા જ્યેષ્ઠ અને કનિષ્ઠ ભાઈઓ પોતાથી બનતો પરિશ્રમ કરી ચૂક્યા પણ મારી વેદના ટળી નહીં, હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. એક ઉદરથી ઉત્પન્ન થયેલી મારી જ્યેષ્ઠા અને કનિષ્ઠા ભગિનીઓથી મારું દુઃખ ટળ્યું નહીં. હે મહારાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિવ્રતા, મારા પર અનુરક્ત અને પ્રેમવંતી હતી, તે આંખે પરિપૂર્ણ આંસુ ભરી મારા હૃદયને સિંચતાં ભીંજાવતી હતી. અન્ન, પાણી, અને નાના પ્રકારનાં અંઘોલણ, ચૂવાદિક સુગંધી દ્રવ્ય, અનેક પ્રકારનાં ફૂલ ચંદનાદિકનાં વિલેપન મને જાણતાં અજાણતાં કર્યા છતાં પણ હું તે યૌવનવંતી સ્ત્રીને ભોગવી ન શક્યો. મારી સમીપથી ક્ષણ પણ અળગી નહોતી રહેતી, અન્ય સ્થળે જતી નહોતી, હે મહારાજા ! એવી તે સ્ત્રી પણ મારા રોગને ટાળી શકી નહીં, એ જ મારું અનાથપણું હતું. એમ કોઈના પ્રેમથી, કોઈના ઔષધથી, કોઈના વિલાપથી કે કોઈના પરિશ્રમથી એ રોગ ઉપશમ્યો નહીં. મેં એ વેળા પુનઃ પુનઃ અસહ્ય વેદના ભોગવી. પછી હું અનંત સંસારથી ખેદ પામ્યો. એક વાર જો હું મહાવિંડબનામય વેદનાથી મુક્ત થાઉં તો ખંતી, દંતી અને નિરારંભી પ્રવ્રજ્યાને ધારણ કરું, એમ ચિંતવતો હું શયન કરી ગયો. જ્યારે રાત્રી અતિક્રમી ગઈ ત્યારે હે મહારાજા ! મારી તે વેદના ક્ષય થઈ ગઈ; અને હું નીરોગી થયો. માત, તાત અને સ્વજન, બંધવાદિકને પ્રભાતે પૂછીને મેં મહાક્ષમાવંત ઇંદ્રિયને નિગ્રહ કરવાવાળું, અને આરંભોપાધિથી રહિત એવું અણગારત્વ ધારણ કર્યું. ત્યાર પછી હું આત્મા પરાત્માનો નાથ થયો. સર્વ પ્રકારના જીવનો હું નાથ છું.” અનાથી મુનિએ આમ અશરણભાવના તે શ્રેણિકરાજાના મન પર દઢ કરી. હવે બીજો ઉપદેશ તેને અનુકૂળ કહે છે. “હે રાજા ! આ આપણો આત્મા જ દુઃખની ભરેલી વૈતરણીનો કરનાર છે. આપણો આત્મા જ ક્રૂર શાલ્મલિ વૃક્ષનાં દુઃખનો ઉપજાવનાર છે. આપણો આત્મા જ મનવાંછિત વસ્તુરૂપી દૂધની દેવાવાળી કામધેનુ ગાયનાં સુખનો ઉપજાવનાર છે. આપણો આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે. આપણો આત્મા જ કર્મનો કરનાર છે. આપણો આત્મા જ તે કર્મનો ટાળનાર છે. આપણો આત્મા જ દુઃખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ સુખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ મિત્ર ને આપણો આત્મા જ વૈરી છે. આપણો આત્મા જ કનિષ્ઠ આચારે સ્થિત અને આપણો Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૩ આત્મા જ નિર્મળ આચારે સ્થિત રહ્યો છે.” એ તથા બીજા અનેક પ્રકારે તે અનાથી મુનિએ શ્રેણિકરાજા પ્રત્યે સંસારનું અનાથપણું કહી બતાવ્યું. પછી શ્રેણિકરાજા અતિ સંતોષ પામ્યો. યુગ હાથની અંજલિ કરીને એમ બોલ્યો કે, “હે ભગવન્! તમે મને ભલી રીતે ઉપદેશ્યો. તમે એમ હતું તેમ અનાથપણું કહી બતાવ્યું. હે મહાકષિ ! તમે સનાથ, તમે સબંધવ અને તમે સધર્મ છો, તમે સર્વ અનાથના નાથ છો. હે પવિત્ર સંયતિ ! હું ક્ષમાવું છું. જ્ઞાનરૂપી તમારી શિક્ષાને વાંછું છું. ધર્મધ્યાનમાં વિઘ્ન કરવાવાળું ભોગ ભોગવવા સંબંધીનું મેં તમને હે મહાભાગ્યવંત ! જે આમંત્રણ કીધું તે સંબંધીનો મારો અપરાધ મસ્તકે કરીને ક્ષમાવું છું.” એવા પ્રકારથી સ્તવીને રાજપુરુષકેસરી પરમાનંદ પામી રોમરાયના વિકસિત મૂળસહિત પ્રદક્ષિણા કરીને વિનયે કરી વંદન કરીને સ્વસ્થાનકે ગયો. અહો ભવ્યો ! મહા તપોધન, મહા મુનિ, મહા પ્રજ્ઞાવંત, મહા યશવંત, મહા નિગ્રંથ અને મહાકૃત, અનાથી મુનિએ મગધ દેશના રાજાને પોતાના વીતક ચારિત્રથી જે બોધ આપ્યો છે તે ખરે ! અશરણ ભાવના સિદ્ધ કરે છે. મહામુનિ અનાથીએ સહન કર્યા તુલ્ય વા એથી અતિ વિશેષ અસહ્ય દુઃખ અનંત આત્માઓ સામાન્ય દૃષ્ટિથી ભોગવતા દેખાય છે, તત્સંબંધી તમે કિંચિત્ વિચાર કરો ! સંસારમાં છવાઈ રહેલી અનંત અશરણતાનો ત્યાગ કરી સત્ય શરણરૂપ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલને સેવો. અંતે એ જ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા, તેમ પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની ઉત્તમ પ્રાપ્તિ વિના સદેવ અનાથ જ છે. સનાથ થવા પુરુષાર્થ કરવો એ જ શ્રેય છે ! ભરતેશ્વર દષ્ટાંત જેની અથશાળામાં રમણીય, ચતુર અને અનેક પ્રકારના તેજી અશ્વના સમૂહ શોભતા હતા; જેની ગજશાળામાં અનેક જાતિના મદોન્મત્ત હસ્તીઓ ઝૂલી રહ્યા હતા, જેના અંતઃપુરમાં નવયૌવના સુકુમારિકા અને મુગ્ધા સ્ત્રીઓ સહસ્ત્રગમે વિરાજી રહી હતી; જેના ધનનિધિમાં ચંચળા એ ઉપમાથી વિદ્વાનોએ ઓળખેલી સમુદ્રની પુત્રી લક્ષ્મી સ્થિરરૂપ થઈ હતી; જેની આજ્ઞાને દેવ દેવાંગનાઓ આધીન થઈને મુકુટ પર ચડાવી રહ્યાં હતાં; જેને પ્રાશન કરવાને માટે નાના પ્રકારનાં ષસ ભોજનો પળે પળે નિર્મિત થતાં હતાં, જેના કોમલ કર્ણના વિલાસને માટે ઝીણાં અને મધુર સ્વરી ગાયનો કરનારી વારાંગનાઓ તત્પર હતી; જેને નિરીક્ષણ કરવા માટે અનેક પ્રકારનાં નાટક ચટક હતાં; જેની યશસ્કીર્તિ વાયુરૂપે પ્રસરી જઈ આકાશ જેવી વ્યાપ્ત હતી; જેના શત્રુઓને સુખથી શયન કરવાનો વખત આવ્યો ન હતો; અથવા જેના વેરીની વનિતાઓનાં નયનોમાંથી સદેવ આંસુ ટપકતાં હતાં, જેનાથી કોઈ શત્રુવટ દાખવવા તો સમર્થ નહોતું, પણ સામા નિર્દોષતાથી આંગળી ચીંધવાયે પણ કોઈ સમર્થ નહોતું; જેની સમક્ષ અનેક મંત્રીઓના સમુદાય તેની કૃપાની નિમંત્રણા કરતા હતા; જેનાં રૂ૫, કાંતિ અને સૌંદર્ય એ મનોહારક હતાં; જેને અંગે મહાન બળ, વીર્ય, શક્તિ અને ઉગ્ર પરાક્રમ ઊછળતાં હતાં; ક્રીડા કરવાને માટે જેને મહા સુગંધીમય બાગબગીચા અને વનોપવન હતાં; જેને ત્યાં પ્રધાન કુળદીપક પુત્રના સમુદાય હતા; જેની સેવામાં લાખોગમે અનુચરો સજ્જ થઈ ઊભા રહેતા હતા; જે પુરુષ જ્યાં જ્યાં પ્રવેશ કરતો, ત્યાં ત્યાં ખમા ખમા, કંચનફૂલ અને મૌક્તિકના થાળથી વધાવાતો હતો; જેના કુંકુમવર્ણા પાદપંકજનો સ્પર્શ કરવાને ઈંદ્ર જેવા પણ તલસી રહેતા હતાં, જેની આયુધશાળામાં મહા યશોમાન દિવ્ય ચક્રની ઉત્પત્તિ થઈ હતી, જેને ત્યાં સામ્રાજ્યનો અખંડ દીપક પ્રકાશમાન હતો; જેને શિરે મહાન છ ખંડની પ્રભુતાનો તેજસ્વી અને ચળકાટમાન મુકુટ વિરાજિત હતો. કહેવાનો હેતુ કે જેનાં દળનો, જેના નગર-પુરપાટણનો, જેના વૈભવનો અને જેના વિલાસનો સંસાર સંબંધે કોઈપણ પ્રકારે Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪ દૃષ્ટાંત ન્યૂનભાવ નહોતો એવો તે શ્રીમાન રાજરાજેશ્વર ભરત પોતાના સુંદર આદર્શ-ભુવનમાં વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈ મનોહર સિંહાસન પર બેઠો હતો. ચારે બાજુનાં દ્વાર ખુલ્લા હતાં; નાના પ્રકારનો ધૂપનો ધૂમ્ર સૂક્ષ્મ રીતે પ્રસરી રહ્યો હતો; નાના પ્રકારના સુગંધી પદાર્થો ધમધમી રહ્યા હતા; નાના પ્રકારનાં સુસ્વરયુક્ત વાજિંત્રો યાંત્રિક કળા વડે સ્વર ખેંચી રહ્યાં હતાં; શીતલ, મંદ અને સુગંધી એમ ત્રિવિધ વાયુની લહરીઓ છૂટતી હતી; આભૂષણાદિક પદાર્થોનું નિરીક્ષણ કરતાં કરતાં એ શ્રીમાન રાજરાજેશ્વર ભરત તે ભુવનમાં અપૂર્વતાને પામ્યો. એના હાથની એક આંગળીમાંથી વીંટી નીકળી પડી. ભરતનું ધ્યાન તે ભણી ખેંચાયું; અને આંગળી કેવળ અડવી જણાઈ. નવ આંગળીઓ વીંટી વડે કરીને જે મનોહરતા ધરાવતી હતી તે મનોહરતા વિના આ આંગળી પરથી ભરતેશ્વરને અદ્દભુત મૂળોત્તર વિચારની પ્રેરણા થઈ. શા કારણથી આ આંગળી આવી લાગવી જોઈએ ? એ વિચાર કરતાં વીંટીનું નીકળી પડવું એ કારણ એમ તેને સમજાયું. તે વાતને વિશેષ પ્રમાણભૂત કરવા બીજી આંગળીની વીંટી તેણે ખેંચી લીધી. એ બીજી આંગળીમાંથી જેવી વીંટી નીકળી તેવી તે આંગળી અશોભ્ય દેખાઈ; વળી એ વાતને સિદ્ધ કરવાને તેણે ત્રીજી આંગળીમાંથી પણ વીંટી સેરવી લીધી, એથી વિશેષ પ્રમાણ થયું. વળી ચોથી આંગળીમાંથી વીંટી કાઢી લીધી એટલે એણે પણ એવો જ દેખાવ દીધો; એમ અનુક્રમે દશે આંગળીઓ અડવી કરી મૂકી; અડવી થઈ જવાથી સઘળીનો દેખાવ અશોભ્ય દેખાયો. અશોભ્ય દેખાવાથી રાજરાજેશ્વર અન્યત્વભાવનામાં ગદ્ગદિત થઈ એમ બોલ્યો - “અહોહો ! કેવી વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની; એ મુદ્રિકા વડે મારી આંગળી સુંદર દેખાઈ; એ આંગળીમાંથી મુદ્રિકા નીકળી પડતાં એથી વિપરીત દેખાવ દીધો; વિપરીત દેખાવથી અશોભ્યતા અને અડવાપણું ખેદરૂપ થયું. અશોભ્ય જણાવાનું કારણ માત્ર વીંટી નહીં એ જ ઠર્યું કે ? જો વીંટી હોત તો તો એવી અશોભા હું ન જોત. એ મુદ્રિકા વડે મારી આ આંગળી શોભા પામી; એ આંગળી વડે આ હાથ શોભે છે; અને એ હાથ વડે આ શરીર શોભા પામે છે. ત્યારે એમાં હું શોભા કોની ગણું ? અતિ વિસ્મયતા ! મારી આ મનાતી મનોહર કાંતિને વિશેષ દીપ્ત કરનાર તે મણિ માણિજ્યાદિના અલંકારો અને રંગબેરંગી વસ્ત્રો ઠર્યો. એ કાંતિ મારી ત્વચાની શોભા કરી; એ ત્વચા શરીરની ગુપ્તતા ઢાંકી સુંદરતા દેખાડે છે; અહોહો ! આ મહા વિપરીતતા છે ! જે શરીરને હું મારું માનું છું તે શરીર તે માત્ર ત્વચા વડે, તે ત્વચા કાંતિ વડે અને તે કાંતિ વસ્ત્રાલંકાર વડે શોભે છે. ત્યારે શું મારા શરીરની તો કંઈ શોભા નહીં જ કે? રુધિર, માંસ અને હાડનો જ કેવળ એ માળો કે? અને એ માળો તે હું કેવળ મારો માનું છું. કેવી ભૂલ! કેવી ભ્રમણા ! અને કેવી વિચિત્રતા છે ! કેવળ હું પરપુગલની શોભાથી શોભું છું. કોઈથી રમણીકતા ધરાવતું શરીર તે મારે મારું કેમ માનવું? અને કદાપિ એમ માનીને હું એમાં મમત્વભાવ રાખું તે પણ કેવળ દુખપ્રદ અને વૃથા છે. આ મારા આત્માનો એ શરીરથી એક કાળે વિયોગ છે ! આત્મા જ્યારે બીજા દેહને ધારણ કરવા પરવરશે ત્યારે આ દેહ અહીં રહેવામાં કંઈ શંકા નથી. એ કાયા મારી ના થઈ અને નહીં થાય ત્યારે હું એને મારી માનું છું કે માનું એ કેવળ મૂર્ખતા છે. જેનો એક કાળે વિયોગ થવાનો છે, અને જે કેવળ અન્યત્વભાવ ધરાવે છે તેમાં મમત્વપણું શું રાખવું? એ જ્યારે મારી થતી નથી, ત્યારે મારે એનું થવું શું ઉચિત છે ? નહીં નહીં, એ જ્યારે મારી નહીં ત્યારે હું એનો નહીં, એમ વિચારું, દઢ કરું, અને પ્રવર્તન કરું, એમ વિવેકબુદ્ધિનું તાત્પર્ય છે. આ આખી સૃષ્ટિ અનંત ચીજથી અને અનંત પદાર્થોથી Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ભરી છે; તે સઘળા પદાર્થ કરતાં જેના જેટલી કોઈ પણ વસ્તુ પર મારી પ્રિયતા નથી; તે વસ્તુ તે મારી ન થઈ; તો પછી બીજી કઈ વસ્તુ મારી હોય ? અહો ! હું બહુ ભૂલી ગયો. મિથ્યા મોહમાં લથડી પડ્યો. તે નવયૌવનાઓ, તે માનેલા કુળદીપક પુત્રો, તે અઢળક લક્ષ્મી, તે છ ખંડનું મહાન રાજ, એ મારાં નથી. એમાંનું લેશમાત્ર પણ મારું નથી. એમાં મારો કિંચિત્ ભાગ નથી. જે કાયાથી હું એ સઘળી વસ્તુઓનો ઉપભોગ લઉં છું, તે ભોગ્ય વસ્તુ જ્યારે મારી ન થઈ ત્યારે બીજી મારી માનેલ વસ્તુ-સ્નેહી, કુટુંબી ઇત્યાદિ-મારાં શું થનાર હતાં ? નહીં, કંઈ જ નહીં. એ મમત્વભાવ મારે જોઈતો નથી ! એ પુત્ર, એ મિત્ર, એ કલત્ર, એ વૈભવ અને એ લક્ષ્મીને મારે મારાં માનવાં જ નથી હું એનો નહીં ને એ મારાં નહીં ! પુણ્યાદિક સાધીને મેં જે જે વસ્તુ પ્રાપ્ત કરી તે તે વસ્તુ મારી ન થઈ, એ જેવું સંસારમાં કયું ખેદમય છે ? મારાં ઉગ્ર પુણ્યત્વનું પરિણામ આ જ કે ? છેવટે એ સઘળાંનો વિયોગ જ કે ? પુણ્યત્વનું એ ફળ પામીને એની વૃદ્ધિને માટે જે જે પાપ કર્યા તે તે મારા આત્માએ ભોગવવાં જ કે? તે પણ એકલાએ જ કે? એમાં કોઈ સહિયારી નહીં જ કે? નહીં નહીં. એ અન્યત્વભાવવાળા માટે થઈને હું મમત્વભાવ દર્શાવી આત્માનો અનુહિતેષી થઈ એને રૌદ્ર નરકનો ભોક્તા કરું એ જેવું કયું અજ્ઞાન છે ? એવી કઈ ભ્રમણા છે ? એવો કયો અવિવેક છે ? ત્રેસઠશલાકા પુરુષોમાંનો હું એક ગણાયો; ત્યાં આવાં કૃત્ય ટાળી શકું નહીં, અને પ્રાપ્ત કરેલી પ્રભુતાને ખોઈ બેસું, એ કેવળ અયુક્ત છે. એ પુત્રોનો, એ પ્રમાદાઓનો, એ રાજવૈભવનો અને એ વાહનાદિક સુખનો મારે કશો અનુરાગ નથી ! મમત્વ નથી !” વૈરાગ્યનું રાજરાજેશ્વર ભરતના અંતઃકરણમાં આવું ચિત્ર પડ્યું કે તિમિરપટ ટળી ગયું. શુકલ-ધ્યાન પ્રાપ્ત થયું. અશેષ કર્મ બળીને ભસ્મીભૂત થયાં !મહા દિવ્ય અને સહસ્ત્ર-કિરણથી પણ અનુપમ કાંતિમાન કેવળજ્ઞાન પ્રગટ થયું. તે જ વેળા એણે પંચમુષ્ટિ કેશલોચન કર્યું. શાસનદેવીએ એને સંતસાજ આપ્યો; અને તે મહા વિરાગી સર્વજ્ઞ સર્વદર્શી થઈ, ચતુર્ગતિ, ચોવીશ દંડક, તેમજ આધિ, વ્યાધિ અને ઉપાધિથી વિરક્ત થયો. ચપળ સંસારના સકળ સુખવિલાસથી એણે નિવૃત્તિ કરી, પ્રિયાપ્રિય ગયું અને તે નિરંતર સ્તવવા યોગ્ય પરમાત્મા થયો. એમ એ છ ખંડનો પ્રભુ, દેવના દેવ જેવો, અઢળક સામ્રાજ્યલક્ષ્મીનો ભોક્તા, મહાયુનો ધણી, અનેક રત્નની યુક્તતા ધરાવનાર, રાજરાજેશ્વર ભરત આદર્શ ભુવનને વિષે કેવળ અન્યત્વભાવના ઊપજવાથી શુદ્ધ વિરાગી થયો ! ખરેખર ભરતેશ્વરનું મનન કરવા યોગ્ય ચરિત્ર સંસારની શોકાતા અને દાસીન્યતાનો પૂરેપૂરો ભાવ, ઉપદેશ અને પ્રમાણ દર્શિત કરે છે. કહો ! એને ત્યાં કઈ ખામી હતી ? નહોતી એને ત્યાં નવયૌવના સ્ત્રીઓની ખામી, કે નહોતી રાજરિદ્ધિની ખામી, નહોતી વિજયસિદ્ધિની ખામી, કે નહોતી નવનિધિની ખામી, નહોતી પુત્રસમુદાયની ખામી, કે નહોતી કુટુંબ-પરિવારની ખામી, નહોતી રૂપકાંતિની ખામી, કે નહોતી યશસ્કીર્તિની ખામી. આગળ કહેવાઈ ગયેલી તેની રિદ્ધિનું એમ પુનઃ સ્મરણ કરાવી પ્રમાણથી શિક્ષાપ્રસાદીનો લાભ આપીએ છીએ કે, ભરતેશ્વરે વિવેકથી અન્યત્વના સ્વરૂપને જોયું, જાણું અને સર્પકંચુકવતું સંસાર પરિત્યાગ કરી તેનું મિથ્યા મમત્વ સિદ્ધ કરી આપ્યું. મહાવેરાગ્યની અચળતા, નિર્મમત્વતા, અને આત્મશક્તિનું પ્રફુલ્લિત થવું, આ મહા યોગીશ્વરના ચરિત્રમાં રહ્યું છે. એક પિતાના સો પુત્રમાં નવાણું આગળ આત્મસિદ્ધિને સાધતા હતા. સોમા આ ભરતેશ્વરે સિદ્ધિ સાધી. પિતાએ પણ એ જ સિદ્ધિ સાધી. ભરતેશ્વરી-રાજ્યસન-ભોગીઓ ઉપરાઉપરી આવનાર એ જ આદર્શભુવનમાં તે જ સિદ્ધિ પામ્યા કહેવાય છે. એ સકળ સિદ્ધિસાધક મંડળ અન્યત્વને જ સિદ્ધ કરી એકત્વમાં પ્રવેશ કરાવે છે. અભિવંદન હો તે પરમાત્માઓને ! Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૬ દૃષ્ટાંત મૃગાપુત્ર દૃષ્ટાંત નાના પ્રકારનાં મનોહર વૃક્ષથી ભરેલાં ઉદ્યાનો વડે સુગ્રીવ એ નામે એક સુશોભિત નગર છે. તે નગરના રાજ્યાસન પર બલભદ્ર એ નામે એક રાજા થયો. તેની પ્રિયંવદા પટરાણીનું નામ મૃગા હતું. એ પતિપત્નીથી બળશ્રી નામે એક કુમારે જન્મ લીધો હતો. મૃગાપુત્ર એવું એનું પ્રખ્યાત નામ હતું. જનકજનેતાને તે અતિ વલ્લભ હતા. એ યુવરાજ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સંયતિના ગુણને પામ્યા હતા; એથી કરીને દમીશ્વર એટલે યતિમાં અગ્રેસર ગણાવા યોગ્ય હતા. તે મૃગાપુત્ર શિખરબંધ આનંદકારી પ્રાસાદને વિષે પોતાની પ્રાણપ્રિયા સહિત દોગુંદક દેવતાની પેરે વિલાસ કરતા હતા. નિરંતર પ્રમોદ સહિત મનથી વર્તતા હતા. ચંદ્રકાંતાદિક મણિ તેમજ વિવિધ રત્નથી પ્રાસાદનો પટશાળ જડિત હતો. એક દિવસને સમયે તે કુમાર પોતાના ગોખને વિષે રહ્યા હતા. ત્યાંથી નગરનું નિરીક્ષણ પરિપૂર્ણ થતું હતું. જ્યાં ચાર રાજમાર્ગ એકત્વને પામતા હતા એવા ચોકમાં ત્રણ રાજમાર્ગ એકઠા મળ્યા છે ત્યાં તેની દૃષ્ટિ દોડી. મહા તપ, મહા નિયમ, મહા સંયમ, મહા શીલ, અને મહા ગુણના ધામરૂપ એક શાંત તપસ્વી સાધુને ત્યાં તેણે જોયા. જેમ જેમ વેળા થતી જાય છે, તેમ તેમ તે મુનિને મૃગાપુત્ર નીરખી નીરખીને જુએ છે. એ નિરીક્ષણ ઉપરથી તે એમ બોલ્યા : હું જાણું છું કે આવું રૂપ મેં ક્યાંક દીઠું છે. અને એમ બોલતાં બોલતાં તે કુમાર શોનિક પરિણામને પામ્યા. મોહપટ ટળ્યું ને ઉપશમતા પામ્યા. જાતિસ્મૃતિજ્ઞાન પ્રકાશિત થયું. પૂર્વિત જાતિની સ્મૃતિ ઊપજવાથી તે મૃગાપુત્ર, મહા રિદ્ધિના ભોક્તા, પૂર્વના ચારિત્રના સ્મરણને પણ પામ્યા. શીઘ્રમેવ તે વિષયને વિષે અણરાચતા થયા; સંયમને વિષે રાચતા થયા. માતાપિતાની સમીપે આવીને તે બોલ્યા કે “પૂર્વભવને વિષે મેં પાંચ મહાવ્રતને સાંભળ્યાં હતાં. નરકને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં. તિર્યંચને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં. એ અનંત દુઃખથી ખેદ પામીને હું તેનાથી નિવર્તવાને અભિલાષી થયો છું. સંસારરૂપી સમુદ્રથી પાર પામવા માટે હે ગુરુજનો ! મને તે પાંચ મહાવ્રત ધારણ કરવાની અનુજ્ઞા દો.” કુમારનાં નિવૃત્તિથી ભરેલાં વચનો સાંભળીને માતાપિતાએ ભોગ ભોગવવાનું આમંત્રણ કર્યું. આમંત્રણવચનથી ખેદ પામીને મૃગાપુત્ર એમ કહે છે કે “અહો માત ! અને અહો તાત ! જે ભોગોનું તમે મને આમંત્રણ કરો છો તે ભોગ મેં ભોગવ્યા. તે ભોગ વિષફળ-કિંપાકવૃક્ષનાં ફળની ઉપમાથી યુક્ત છે. ભોગવ્યા પછી કડવા વિપાકને આપે છે. સદેવ દુઃખોત્પત્તિનાં કારણ છે. આ શરીર છે તે અનિત્ય અને કેવળ અશુચિમય છે, અશુચિથી ઉત્પન્ન થયું છે; જીવનો એ અશાશ્વત વાસ છે; અનંત દુઃખનો હેતુ છે; રોગ, જરા, અને ક્લેશાદિકનું એ શરીર ભાજન છે; એ શરીરને વિષે હું કેમ રતિ કરું ? બાળપણે એ શરીર છાંડવું છે કે વૃદ્ધપણે એવો જેનો નિયમ નથી, એ શરીર પાણીના ફીણના બુર્બુદ જેવું છે એવા શરીરને વિષે સ્નેહ કેમ યોગ્ય હોય ? મનુષ્યત્વમાં એ શરીર પામીને કોઢ જ્વર વગેરે વ્યાધિને તેમજ જરામરણને વિષે ગ્રહાવું રહ્યું છે. તેમાં હું કેમ પ્રેમ બાંધું? જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રોગનું દુઃખ, મરણનું દુઃખ, કેવળ દુઃખના હેતુ સંસારને વિષે છે. ભૂમિ, ક્ષેત્ર, આવાસ, કંચન, કુટુંબ, પુત્ર, પ્રમદા, બંધવ, એ સકળને છાંડીને માત્ર ક્લેશ પામીને આ શરીરથી અવશ્યમેવ જવું છે. જેમ કિંપાકવૃક્ષનાં ફળનું પરિણામ સુખદાયક નથી, એમ ભોગનું પરિણામ પણ સુખદાયક નથી. જેમ કોઈ પુરુષ મહા પ્રવાસને વિષે અન્નજળ અંગીકાર ન કરે એટલે કે ન લે અને ક્ષુધાતૃષાએ કરીને દુઃખી થાય તેમ ધર્મના અનાચરણથી પરભવને વિષે જતાં તે પુરુષ દુઃખી થાય, જન્મજરાદિકથી પીડા પામે, મહા પ્રવાસમાં પરવરતાં જે પુરુષ અન્નજળાદિક લે તે પુરુષ ક્ષુધાતૃષાથી રહિત થઈ સુખને પામે, એમ ધર્મનો આચરનાર પુરુષ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પરભવ પ્રત્યે પરવરતાં સુખને પામે; અલ્પ કર્મરહિત હોય; અશાતા વેદનીય રહિત હોય. હે ગુરુજનો ! જેમ કોઈ ગૃહસ્થનું ઘર પ્રજ્વલિત થાય છે, ત્યારે તે ઘરનો ધણી અમૂલ્ય વસ્ત્રાદિકને લઈ જઈ જીર્ણ વસ્ત્રાદિકને છાંડી રહેવા દે છે, તેમ લોક બળતો દેખીને જીર્ણ વસ્ત્રરૂપ જરામરણને છાંડીને અમૂલ્ય આત્માને તે બળતાથી (તમે આજ્ઞા આપો એટલે હું) તારીશ.” મૃગાપુત્રનાં વચન સાંભળીને શોકાર્ત થયેલાં એનાં માતપિતા બોલ્યાં, “હે પુત્ર ! આ તું શું કહે છે ? ચારિત્ર પાળતાં બહુ દુર્લભ છે. ક્ષમાદિક ગુણને યતિએ ધરવા પડે છે, રાખવા પડે છે, યત્નાથી સાચવવા પડે છે. સંયતિએ મિત્રમાં અને શત્રુમાં સમભાવ રાખવો પડે છે; સંયતિને પોતાના આત્મા ઉપર અને પરાત્મા ઉપર સમબુદ્ધિ રાખવી પડે છે; અથવા સર્વ જગત ઉપર સરખો ભાવ રાખવો પડે છે. એવું એ પ્રાણાતિપાતવિરતિ પ્રથમ વ્રત, જીવતાં સુધી, પાળતાં દુર્લભ તે પાળવું પડે છે. સંયતિને સદેવકાળ અપ્રમાદપણાથી મૃષા વચનનું વર્જવું, હિતકરી વચનનું ભાખવું, એવું પાળતાં દુષ્કર બીજું વ્રત અવધારણ કરવું પડે છે. સંયતિને દાંત શોધનાને અર્થે એક સળીનું પણ અદત્ત વર્જવું, નિરવદ્ય અને દોષરહિત ભિક્ષાનું આચરવું, એવું પાળતાં દુષ્કર ત્રીજું વ્રત અવધારણ કરવું પડે છે. કામભોગના સ્વાદને જાણવા અને અબ્રહ્મચર્યનું ધારણ કરવું તે ત્યાગ કરીને બ્રહ્મચર્યરૂપ ચોથું વ્રત સંયતિને અવધારણ કરવું તેમજ પાળવું બહુ દુર્લભ છે. ધન ધાન્ય, દાસનાં સમુદાય, પરિગ્રહ મમત્વનું વર્જન, સઘળા પ્રકારના આરંભનો ત્યાગ, કેવળ એ નિર્મમત્વથી પાંચમું મહાવ્રત સંયતિને ધારણ કરવું અતિ વિકટ છે. રાત્રિભોજનનું વર્જન, ધૃતાદિક પદાર્થનું વાસી રાખવાનું ત્યાગવું, તે અતિ દુષ્કર છે. હે પુત્ર ! તું ચારિત્ર ચારિત્ર શું કરે છે ? ચારિત્ર જેવી દુઃખપ્રદ વસ્તુ બીજી કઈ છે ? ક્ષુધાના પરિષહ સહન કરવા; તૃષાના પરિષહ સહન કરવા; ટાઢના પરિષહ સહન કરવા; ઉષ્ણ તાપના પરિષહ સહન કરવા; ડાંસ મચ્છરના પરિષહ સહન કરવા; આક્રોશના પરિષહ સહન કરવા; ઉપાશ્રયના પરિષહ સહન કરવા; તૃણાદિક સ્પર્શના પરિષહ સહન કરવા; મેલના પરિષહ સહન કરવા; નિશ્ચય માન કે હે પુત્ર ! એવું ચારિત્ર કેમ પાળી શકાય ? વધના પરિષહ, બંધના પરિષહ કેવા વિકટ છે ? ભિક્ષાચારી કેવી દુર્લભ છે ? યાચના કરવી કેવી દુર્લભ છે ? યાચના કરવા છતાં ન પમાય એ અલાભપરિષહ કેવો દુર્લભ છે ? કાયર પુરુષના હૃદયને ભેદી નાખનારું કેશલોચન કેવું વિકટ છે ? તું વિચાર કર, કર્મવેરી પ્રતિ રૌદ્ર એવું બ્રહ્મચર્ય વ્રત કેવું દુર્લભ છે ? ખરે ! અધીર આત્માને એ સઘળાં અતિ અતિ વિકટ છે. પ્રિય પુત્ર ! તું સુખ ભોગવવાને યોગ્ય છે. અતિ રમણીય રીતે નિર્મળ સ્નાન કરવાને તારું સુકુમાર શરીર યોગ્ય છે. પ્રિય પુત્ર ! નિશ્ચય તું ચારિત્ર પાળવાને સમર્થ નથી. જીવતાં સુધી એમાં વિસામો નથી. સંયતિના ગુણનો મહા સમુદાય લોઢાની પેઠે બહુ ભારે છે. સંયમનો ભાર વહન ક૨વો અતિ અતિ વિકટ છે. આકાશગંગાને સામે પૂરે જવું જેમ દોહ્યલું છે, તેમ યૌવન વયને વિષે સંયમ મહા દુષ્કર છે. પ્રતિસ્રોત જવું જેમ દુર્લભ છે, તેમ યૌવનને વિષે સંયમ મહા દુર્લભ છે. ભુજાએ કરીને જેમ સમુદ્ર તરવો દુર્લભ છે, તેમ સંયમ ગુણસમુદ્ર તરવો યૌવનમાં મહા દુર્લભ છે. વેળુનો કવળ જેમ નીરસ છે, તેમ સંયમ પણ નીરસ છે. ખગંધારા પર ચાલવું જેમ વિકટ છે, તેમ તપ આચરવું મહા વિકટ છે. જેમ સર્પ એકાંત દૃષ્ટિથી ચાલે છે, તેમ ચારિત્રમાં ઇર્યાસમિતિ માટે એકાંતિક ચાલવું મહા દુર્લભ છે. હે પ્રિય પુત્ર ! જેમ લોઢાના જવ ચાવવા દુર્લભ છે, તેમ સંયમ આચરતાં દુર્લભ છે. જેમ અગ્નિની શિખા પીવી દુર્લભ છે, તેમ યૌવનને વિષે યતિપણું અંગીકાર કરવું મહા દુર્લભ છે. કેવળ મંદ સંઘયણના ધણી કાયર પુરુષે યતિપણું પામવું તેમ પાળવું દુર્લભ છે. જેમ ત્રાજવે Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ દાંત કરી મેરુ પર્વત તોળવો દુર્લભ છે, તેમ નિશ્ચળપણાથી, નિઃશંકતાથી દેશવિધિ યતિધર્મ પાળવો દુષ્કર છે. ભુજાએ કરી સ્વયંભૂરમણ સમુદ્ર જેમ તરવો દુષ્કર છે, તેમ જે નથી ઉપશમવંત તેને ઉપશમરૂપી સમુદ્ર તરવો દોહ્યલો છે. હે પુત્ર ! શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ એ પાંચ પ્રકારે મનુષ્ય સંબંધી ભોગ ભોગવીને ભુક્તભોગી થઈને વૃદ્ધપણામાં તું ધર્મ આચરજે.” માતાપિતાનો ભોગસંબંધી ઉપદેશ સાંભળીને તે મૃગાપુત્ર માતપિતા પ્રત્યે એમ બોલી ઊઠ્યાઃ “વિષયની વૃત્તિ ન હોય તેને સંયમ પાળવો કંઈયે દુષ્કર નથી. આ આત્માએ શારીરિક અને માનસિક વેદના અશાતારૂપે અનંત વાર સહી છે, ભોગવી છે. મહા દુઃખથી ભરેલી, ભયને ઉપજાવનારી અતિ રૌદ્ર વેદના આ આત્માએ ભોગવી છે. જન્મ જરા, મરણ એ ભયનાં ધામ છે. ચતુર્ગતિરૂપ સંસારાટવીમાં ભમતાં અતિ રૌદ્ર દુઃખો મેં ભોગવ્યાં છે. હે ગુરુજનો ! મનુષ્યલોકમાં જે અગ્નિ અતિશય ઉષ્ણ મનાયો છે, તે અગ્નિથી અનંતગણી ઉષ્ણ તાપવેદના નરકને વિષે આ આત્માએ ભોગવી છે. મનુષ્ય લોકમાં જે ટાઢ અતિ શીતળ મનાઈ છે, એ ટાઢથી અનંતગણી ટાઢ નરકને વિષે અશાતાએ આ આત્માએ ભોગવી છે. લોહમય ભાજન, તેને વિષે ઊંચા પગ બાંધી નીચું મસ્તક કરીને દેવતાએ વક્રિય કરેલા ધૂંવાÉવા બળતા અગ્નિમાં આક્રંદ કરતાં, આ આત્માએ અયુગ્ર દુઃખ ભોગવ્યાં છે. મહા દવના અગ્નિ જેવા મરુ દેશમાં જેવી વેળુ છે તે વેળ જેવી વજમય વેળુ કદંબ નામે નદીની વેળુ છે, તે સરખી ઉષ્ણ વેળુને વિષે પૂર્વે મારા આ આત્માને અનંત વાર બાળ્યો છે. આક્રંદ કરતાં પચવાના ભાજનને વિષે પચવાને અર્થે મને અનંતી વાર નાખ્યો છે. નરકમાં મહા રૌદ્ર પરમાધામીઓએ મને મારા કડવા વિપાકને માટે અનંતી વાર ઊંચા વૃક્ષની શાખાએ બાંધ્યો હતો. બંધવ રહિત એવા મને લાંબી કરવતે કરીને છેદ્યો હતો. અતિ તીક્ષ્ણ કંટકે કરીને વ્યાખ ઊંચા શાલ્મલિ વૃક્ષને વિષે બાંધીને મહા ખેદ પમાડ્યો હતો. પાશ કરીને બાંધી આઘો-પાછો ખેંચવે કરી મને અતિ દુઃખી કર્યો હતો. મહા અસહ્ય કોલુને વિષે શેલડીની પેઠે આક્રંદ કરતો હું અતિ રૌદ્રતાથી પીડાયો હતો. એ ભોગવવું પડ્યું તે માત્ર મારા અશુભ કર્મના અનંતી વારના ઉદયથી જ હતું. શ્વાનને રૂપે સામનામા પરમાધામીએ કીધો, શબલનામા પરમાધામીએ તે શ્વાનરૂપે મને ભોંય પર પાડ્યો; જીર્ણ વસ્ત્રની પરે ફાડ્યો; વૃક્ષની પરે છેદ્યો; એ વેળા હું અતિ અતિ તરફડતો હતો. વિકરાળ ખગે કરી, ભાલાએ કરી તથા બીજા શસ્ત્ર વડે કરી અને તે પ્રચંડીઓએ વિખંડ કીધો હતો. નરકમાં પાપકર્મે જન્મ લઈને વિષમ જાતિના ખંડનું દુઃખ ભોગવ્યામાં મણા રહી નથી. પરતંત્રે કરી અનંત પ્રજ્વલિત રથમાં રોઝની પેઠે પરાણે મને જોતર્યો હતો. મહિષની પેઠે દેવતાના વેક્રિય કરેલા અગ્નિમાં હું બળ્યો હતો. ભડથું થઈ અશાતાથી અત્યગ્ર વેદના ભોગવતો હતો. ટંક-ગીધ નામના વિકરાળ પક્ષીઓની સાણસા સરખી ચાંચથી ચૂંથાઈ અનંત વલવલાટથી કાયર થઈ હું વિલાપ કરતો હતો. તૃષાને લીધે જલપાનનું ચિંતન કરી વેગમાં દોડતાં, વેતરણીનું છરપલાની ધાર જેવું અનંત દુઃખદ પાણી પામ્યો હતો. જેનાં પાંદડાં તીવ્ર ખગની ધાર જેવાં છે, મહા તાપથી જે તપી રહ્યું છે, તે અસિપત્રવન હું પામ્યો હતો, ત્યાં આગળ પૂર્વકાળે મને અનંત વાર છેડ્યો હતો. મુરથી કરી, તીવ્ર શસ્ત્રથી કરી, ત્રિશૂલથી કરી, મુશળથી કરી, તેમજ ગદાથી કરીને મારાં ગાત્ર ભાંગ્યાં હતાં. Page #52 -------------------------------------------------------------------------- ________________ શરણરૂપ સુખ વિના હું અશરણરૂપ અનંત દુઃખ પામ્યો હતો. વસ્ત્રની પેઠે મને છરપલાની તીક્ષ્ણ ધારે કરી, પાળીએ કરી અને કાતરણીએ કરીને કાપ્યો હતો. મારા ખંડોખંડ કટકા કર્યા હતા. મને તીરછો છેડ્યો હતો. ચરરર કરતી મારી ત્વચા ઉતારી હતી. એમ હું અનંત દુઃખ પામ્યો હતો. પરવશતાથી મૃગની પેઠે અનંત વાર પાશમાં હું સપડાયો હતો. પરમાધામીએ મને મગરમચ્છરૂપે જાળ નાંખી અનંત વેળા દુઃખ આપ્યું હતુ. સીંચાણારૂપે પંખીની પેઠે જાળમાં બાંધી અનંત વાર મને હણ્યો હતો. ફરશી ઇત્યાદિ શસ્ત્રથી કરીને મને અનંતવાર વૃક્ષની પેઠે ફૂટીને મારા સૂથમ કર્યા હતા. મુગરાદિકના પ્રહાર વતી લોહકાર જેમ લોહને ટીપે તેમ મને પૂર્વકાળે પરમાધામીઓએ અનંતી વાર ટીપ્યો હતો. તાંબું, લોઢું અને સીસું અગ્નિથી ગાળી તેનો કળકળતો રસ મને અનંત વાર પાયો હતો. અતિ રૌદ્રતાથી તે પરમાધામીઓ મને એમ કહેતા હતા કે, પૂર્વભવમાં તને મારા પ્રિય હતું તે લે આ માંસ. એમ મારા શરીરના ખંડોખંડ કટકા મેં અનંતી વાર ગળ્યા હતા. મઘની વલ્લભતા માટે પણ એથી કંઈ ઓછું દુઃખ પડ્યું નહોતું. એમ મેં મહા ભયથી, મહા ત્રાસથી અને મહા દુઃખથી કંપાયમાન કાયાએ કરી અનંત વેદના ભોગવી હતી. જે સહન કરતાં અતિ તીવ્ર, રૌદ્ર અને ઉત્કૃષ્ટ કાળસ્થિતિની વેદના, સાંભળતાં પણ અતિ ભયંકર, અનંત વાર તે નરકમાં મેં ભોગવી હતી. જેવી વેદના મનુષ્યલોકમાં છે તેવી દેખાતી પણ તેથી અનંતગણી અધિક અશતાવેદની નરકને વિષે રહી હતી. સર્વ ભવને વિષે અશાતાદની મેં ભોગવી છે. મેષાનમેષ માત્ર પણ ત્યાં શાતા નથી.” એ પ્રમાણે મૃગાપુત્રે વૈરાગ્યભાવથી સંસાર-પરિભ્રમણ-દુઃખ કહ્યાં. એના ઉત્તરમાં તેનાં જનકજનેતા એમ બોલ્યાં કે, “હે પુત્ર ! જો તારી ઇચ્છા દીક્ષા લેવાની છે તો દીક્ષા ગ્રહણ કર; પણ ચારિત્રમાં રોગાત્પત્તિ વેળા વૈદક, કોણ કરશે ? દુઃખનિવૃત્તિ કોણ કરશે ? એ વિના બહુ દોહ્યલું છે.” મૃગાપુત્રે કહ્યું, “એ ખરું, પણ તમે વિચારો કે અટવીમાં મૃગ તેમજ પંખી એકલું હોય છે, તેને રોગ ઉત્પન્ન થાય છે ત્યારે તેનું વૈદું કોણ કરે છે ? જેમ વનમાં મૃગ વિહાર કરે છે તેમ હું ચારિત્રવનમાં વિહાર કરીશ, અને સપ્તદશ ભેદે શુદ્ધ સંયમનો અનુરાગી થઈશ. દ્વાદશ પ્રકૃતિ તપ આચરીશ; તેમજ મૃગચર્યાથી વિચરીશ. મૃગને વનમાં રોગનો ઉપદ્રવ થાય છે, ત્યારે તેનું વૈદું કોણ કરે છે ?” એમ પુનઃ કહી તે બોલ્યો કે “કોણ તે મૃગને ઔષધ દે છે ? કોણ તે મૃગને આનંદ, શાંતિ અને સુખ પૂછે છે ? કોણ તે મૃગને આહાર જળ આણી આપે છે ? જેમ તે મૃગ ઉપદ્રવમુક્ત થયા પછી ગહનવને જ્યાં સરોવર હોય છે ત્યાં જાય છે, તૃણપાણી આદિનું સેવન કરીને પાછું જેમ તે મૃગ વિચરે છે તેમ હું વિચારીશ. સારાંશ એ રૂપ મૃગચર્યા હું આચરીશ. એમ હું મૃગની પેઠે સંયમવંત હોઈશ. અનેક સ્થળે વિચરતો યતિ મૃગની પેઠે અપ્રતિબદ્ધ રહે. મૃગની પેઠે વિચરીને, મૃગચર્યા સેવીને, સાવદ્ય ટાળીને યતિ વિચરે. જેમ મૃગ, તૃણ જળાદિકની ગોચરી કરે તેમ યતિ ગોચરી કરીને સંયમભાર નિર્વાહ કરે. દુરાહાર માટે ગૃહસ્થને હીલે નહીં, નિંદા કરે નહીં એવો સંયમ હું આચરીશ.” “વં પુના નદીસુd - હે પુત્ર ! જેમ તને સુખ થાય તેમ કરો !” એમ માતાપિતાએ અનુજ્ઞા આપી. અનુજ્ઞા મળ્યા પછી મમત્વભાવ છેદીને જેમ મહા નાગ કંચુક ત્યાગી ચાલ્યો જાય છે, તેમ તે મૃગાપુત્ર સંસાર ત્યાગી સંયમધર્મમાં સાવધાન થયા. કંચન, કામિની, મિત્ર, પુત્ર, જ્ઞાતિ અને સગાસંબંધીના પરિત્યાગી થયા. વસ્ત્રને ધૂણી જેમ રજ ખંખેરી નાખીએ તેમ તે સઘળા પ્રપંચ ત્યાગીને દીક્ષા લેવાને માટે નીકળી પડ્યા. પવિત્ર પાંચ મહાવ્રતયુક્ત થયા. પંચ સમિતિથી સુશોભિત થયા. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૦ દષ્ટાંત ત્રિગુપ્યાનુગુપ્ત થયા. બાહ્યાભ્યતરે દ્વાદશ તપથી સંયુક્ત થયા. મમત્વરહિત થયા, નિરહંકારી થયા; સ્ત્રીઆદિકના સંગરહિત થયા. સર્વાત્મભૂતમાં એનો સમાનભાવ થયો. આહાર જળ પ્રાપ્ત થાઓ કે ન થાઓ, સુખ ઊપજો કે દુઃખ, જીવિતવ્ય હો કે મરણ હો, કોઈ સ્તુતિ કરો કે કોઈ નિંદા કરો, કોઈ માન દો કે કોઈ અપમાન દો, તે સઘળાં પર તે સમભાવી થયા. રિદ્ધિ, રસ અને સુખ એ ત્રિગારવના અહંપદથી તે વિરક્ત થયા. મનદંડ, વચનદંડ અને તનદંડ નિવર્તાવ્યા. ચાર કષાયથી વિમુક્ત થયા. માયાશલ્ય, નિદાનશલ્ય તથા મિત્થાત્વશલ્ય એ ત્રિશલ્યથી તે વિરાગી થયા. સપ્ત મહા ભયથી તે અભય થયા. હાસ્ય અને શોકથી નિવર્યા. નિદાન રહિત થયા; રાગદ્વેષરૂપી બંધનથી છૂટી ગયા. વાંછા રહિત થયા; સર્વ પ્રકારના વિલાસથી રહિત થયા; કરવાથી કોઈ કાપે અને કોઈ ચંદન વિલેપન કરે તે પર સમભાવી થયા. પાપ આવવાનાં સઘળાં દ્વાર તેણે રૂંધ્યાં. શુદ્ધ અંતઃકરણ સહિત ધર્મધ્યાનાદિક વ્યાપારે તે પ્રશસ્ત થયા. જિનેન્દ્ર શાસનતત્ત્વ પરાયણ થયા. જ્ઞાને કરી, આત્મચારિત્રે કરી, સમ્યકત્વે કરી, તપે કરી, પ્રત્યેક મહાવ્રતની પાંચ ભાવના એમ પાંચ મહાવ્રતની પચીસ ભાવનાએ કરી અને નિર્મળતાએ કરી તે અનુપમ વિભૂષિત થયા. સમ્યફ પ્રકારથી ઘણાં વર્ષ સુધી આત્મચારિત્ર પરિસેવીને એક માસનું અનશન કરીને તે મહાજ્ઞાની યુવરાજ મૃગાપુત્ર પ્રધાન મોક્ષગતિએ પરવર્યા. તત્ત્વજ્ઞાનીઓએ સપ્રમાણ સિદ્ધ કરેલી વાદશભાવનામાંની સંસારભાવનાને દઢ કરવા મૃગાપુત્રનું ચરિત્ર અહીં વર્ણવ્યું. સંસારાટવીમાં પરિભ્રમણ કરતાં અનંત દુઃખ છે એ વિવેકસિદ્ધ છે; અને એમાં પણ મેષાનમેષ જેમાં સુખ નથી એવી નરકાધોગતિનાં અનંત દુઃખ યુવજ્ઞાની યોગદ્ર મૃગાપુત્ર જનકજનેતા પ્રતિ વર્ણવ્યાં છે, તે કેવળ સંસારમુક્ત થવાનો વિરાગી ઉપદેશ પ્રદર્શિત કરે છે. આત્મચારિત્ર અવધારણ કરતાં તપપરિષહાદિકના બહિદુઃખને દુઃખ માન્યું છે; અને મહાધોગતિના પરિભ્રમણરૂપ અનંત દુઃખને બહિર્ભાવ મોહિનીથી સુખ માન્યું છે; એ જો કેવી ભ્રમવિચિત્રતા છે ? આત્મચારિત્રનું દુઃખ તે દુઃખ નહીં પણ પરમ સુખ છે, અને પરિણામે અનંત સુખતરંગ પ્રાપ્તિનું કારણ છે; તેમજ ભોગવિલાસાદિકનું સુખ તે ક્ષણિક અને બહિર્દશ્ય સુખ તે કેવળ દુઃખ જ છે. પરિણામે અનંત દુઃખનું કારણ છે, એમ સપ્રમાણ સિદ્ધ કરવા મહાજ્ઞાની મૃગાપુત્રનો વૈરાગ્ય અહીં દર્શાવ્યો છે. એ મહા પ્રભાવિક, મહા યશોમાન મૃગાપુત્રની પેઠે તપાદિક અને આત્મચારિત્રાદિક શુદ્ધાચરણ કરે, તે ઉત્તમ સાધુ ત્રિલોકમાં પ્રસિદ્ધ અને પ્રધાન એવી પરમ સિદ્ધિદાયક સિદ્ધગતિને પામે. સંસારમમત્વને દુઃખવૃદ્ધિરૂપ માની, તત્ત્વજ્ઞાનીઓ તે મૃગાપુત્રની પેઠે શાનદર્શનચારિત્રરૂપ દિવ્ય ચિંતામણિને પરમ સુખ અને પરમાનંદને કારણે આરાધે છે. મહર્ષિ મૃગાપુત્રનું સર્વોતમ ચરિત્ર (સંસારભાવનારૂપે) સંસારપરિભ્રમણનિવૃત્તિનો, અને તેની સાથે અનેક પ્રકારની નિવૃત્તિનો ઉપદેશ કરે છે. સંસારપરિભ્રમણનિવૃત્તિ અને સાવદ્ય ઉપકરણનિવૃત્તિનો પવિત્ર વિચાર તત્ત્વજ્ઞાનીઓ નિરંતર કરે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૧ મહાવાક્યો. ૧ આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. ૨ એકાંત ભાવી કે એકાંત ન્યાયદોષને સન્માન ન આપજો. ૩ કોઈનો પણ સમાગમ કરવા યોગ્ય નથી છતાં જ્યાં સુધી તેવી દશા ન થાય ત્યાં સુધી પુરુષનો સમાગમ અવશ્ય સેવવો ઘટે છે. ૪ જે કૃત્યમાં પરિણામે દુઃખ છે તેને સન્માન આપતાં પ્રથમ વિચાર કરો. ૫ કોઈને અંતઃકરણ આપશો નહીં, આપો તેનાથી ભિન્નતા રાખશો નહીં; ભિન્નતા રાખો ત્યાં અંતઃકરણ આપ્યું તે ન આપ્યા સમાન છે. ૭ એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, અને એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે; એ આશ્ચર્યકારક પણ સમજવા યોગ્ય કથન છે. ૭ યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. ૮ આપણે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતાં અટકશો નહીં. ૯ તો જ લોકાપવાદ સહન કરવા કે જેથી તે જ લોકો પોતે કરેલા અપવાદનો પુનઃ પશ્ચાત્તાપ કરે. ૧૦ હજારો ઉપદેશવચનો, કથન સાંભળવા કરતાં તેમાંનાં થોડાં વચનો પણ વિચારવાં તે વિશેષ કલ્યાણકારી છે. ૧૧ નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે; આનંદના કારણરૂપ થઈ પડે છે. ૧૨ જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભૂત નિધિના ઉપભોગી થાઓ. ૧૩ સ્ત્રી જાતિમાં જેટલું માયાકપટ છે તેટલું ભોળપણું પણ છે. ૧૪ પઠન કરવા કરતાં મનન કરવા ભણી બહુ લક્ષ આપજો. ૧૫ મહાપુરુષનાં આચરણ જોવા કરતાં તેનું અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા છે. ૧૭ વચનસપ્તશતી' પુનઃ પુનઃ સ્મરણમાં રાખો. ૧૭ મહાત્મા થવું હોય તો ઉપકારબુદ્ધિ રાખો; સત્પરુષના સમાગમમાં રહો; આહાર, વિહારાદિમાં અલુબ્ધ અને નિયમિત રહો; સાસ્ત્રનું મનન કરો; ઊંચી શ્રેણીમાં લક્ષ રાખો. ૧૮ એ એક્ટ ન હોય તો સમજીને આનંદ રાખતાં શીખો. ૧૯ વર્તનમાં બાલક થાઓ, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ થાઓ. ૨૦ રાગ કરવો નહીં, કરવો તો પુરુષ પર કરવો; વેષ કરવો નહીં, કરવો તો કુશલ પર કરવો. ૨૧ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યથી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો. ૧. શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત સાતસો મહાનીતિ Page #55 -------------------------------------------------------------------------- ________________ મહાવાક્યો ૨૨ મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. ૨૩ આ સંસારને શું કરવો ? અનંત વાર થયેલી માને આજે સ્ત્રીરૂપે ભોગવીએ છીએ. ૨૪ નિર્ચથતા ધારણ કરતાં પહેલાં પૂર્ણ વિચાર કરજો; એ લઈને ખામી આણવા કરતાં અલ્પારંભી થજો. ૨૫ સમર્થ પુરુષો કલ્યાણનું સ્વરૂપ પોકારી પોકારીને કહી ગયા; પણ કોઈ વિરલાને જ તે યથાર્થ સમજાયું. ૨૭ સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે. ૨૭ કુપાત્ર પણ પુરુષના મૂકેલા હસ્તથી પાત્ર થાય છે, જેમ છાશથી શુદ્ધ થયેલો સોમલ શરીરને નીરોગી કરે છે. ૨૮ આત્માનું સત્યસ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે, છતાં ભ્રાંતિથી ભિન્ન ભાસે છે, જેમ ત્રાંસી આંખ કરવાથી ચંદ્ર બે દેખાય છે. ૨૯ યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશો નહીં કે આપનારનો ઉપકાર ઓળવશો નહીં. ૩૦ અમે બહુ વિચાર કરીને આ મૂળતત્ત્વ શોધ્યું છે કે,–ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. ૩૧ રડાવીને પણ બચ્ચાંના હાથમાં રહેલો સોમલ લઈ લેવો. ૩ર નિર્મળ અંતઃકરણથી આત્માનો વિચાર કરવો યોગ્ય છે. ૩૩ જ્યાં હું માને છે ત્યાં “તું નથી; જ્યાં “તું” માને છે ત્યાં “તું નથી. ૩૪ હે જીવ! હવે ભોગથી શાંત થા, શાંત. વિચાર તો ખરો કે એમાં કયું સુખ છે ? ૩પ બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં. ૩૭ સત્વજ્ઞાન અને સલ્ફીલને સાથે દોરજે. ૩૭ એકથી મૈત્રી કરીશ નહીં, કર તો આખા જગતથી કરજે. ૩૮ મહા સૌંદર્યથી ભરેલી દેવાંગનાના ક્રીડાવિલાસ નિરીક્ષણ કરતાં છતાં જેના અંતઃકરણમાં કામથી વિશેષ વિશેષ વિરાગ છૂટે છે તેને ધન્ય છે, તેને ત્રિકાળ નમસ્કાર છે. ૩૯ ભોગના વખતમાં યોગ સાંભરે એ હળુકર્મીનું લક્ષણ છે. ૪૦ આટલું હોય તો હું મોક્ષની ઇચ્છા કરતો નથીઃ આખી સૃષ્ટિ સીલને સેવે, નિયમિત આયુષ્ય, નીરોગી શરીર, અચળ પ્રેમી પ્રેમદા, આજ્ઞાંકિત અનુચર, કુળદીપક પુત્ર, જીવનપર્યત બાલ્યાવસ્થા, આત્મતત્ત્વનું ચિંતવન. ૪૧ એમ કોઈ કાળે થવાનું નથી, માટે હું તો મોક્ષને જ ઇચ્છું છું. ૪૨ સૃષ્ટિ સર્વ અપેક્ષાએ અમર થશે ? ૪૩ કોઈ અપેક્ષાએ હું એમ કહું છું કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હોત તો બહુ વિવેકી ધોરણથી પરમાનંદમાં વિરાજમાન હોત. ૪૪ શુકલ નિર્જનાવસ્થાને હું બહુ માન્ય કરું છું. ૪૫ સૃષ્ટિીલામાં શાંતભાવથી તપશ્ચર્યા કરવી એ પણ ઉત્તમ છે. ૪૬ એકાંતિક કથન કથનાર જ્ઞાની ન કહી શકાય. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૩ મહાવાક્યો ૪૭ શુકલ અંતઃકરણ વિના મારાં કથનને કોણ દાદ આપશે ? ૪૮ જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. ૪૯ હું તમારી મૂર્ખતા પર હસું છું કે–નથી જાણતા ગુખ ચમત્કારને છતાં ગુરુપદ પ્રાપ્ત કરવા મારી પાસે કાં પધારો ? ૫૦ અહો ! મને તો કૃતઘ્ની જ મળતા જણાય છે, આ કેવી વિચિત્રતા છે ! ૫૧ મારા પર કોઈ રાગ કરો તેથી હું રાજી નથી, પરંતુ કંટાળો આપશો તો હું સ્તબ્ધ થઈ જઈશ અને એ મને પોસાશે પણ નહીં. પર હું કહું છું એમ કોઈ કરશો ? મારું કહેલું સઘળું માન્ય રાખશો ? મારાં કહેલાં ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો ? હા હોય તો જ તે સત્યરુષ ! તું મારી ઇચ્છા કરજે. ૫૩ સંસારી જીવોએ પોતાના લાભને માટે દ્રવ્યરૂપે મને હસતો રમતો મનુષ્ય લીલામય કર્યો ! - ૫૪ દેવદેવીની તુષમાનતાને શું કરીશું? જગતની તુષમાનતાને શું કરીશું? તુષમાનતા પુરુષની ઇચ્છો. ૫૫ હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. પક એમ સમજો કે તમે તમારા આત્માના હિત માટે પરવરવાની અભિલાષા રાખતા છતાં એથી નિરાશા પ્રાપ્ત થઈ તો તે પણ તમારું આત્મહિત જ છે. ૫૭ તમારા શુભ વિચારમાં પાર પડો; નહીં તો સ્થિર ચિત્તથી પાર પડ્યા છો એમ સમજો. ૫૮ જ્ઞાનીઓ અંતરંગ ખેદ અને હર્ષથી રહિત હોય છે. ૫૯ જ્યાં સુધી તે તત્ત્વની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી મોક્ષની તાત્પર્યતા મળી નથી. ૬૦ નિયમ પાળવાનું દઢ કરતાં છતાં નથી પળતો એ પૂર્વકર્મનો જ દોષ છે એમ શાનીઓનું કહેવું છે. ૧૧ સંસારરૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પરોણા દાખલ છે. કર એ જ ભાગ્યશાલી કે જે દુર્ભાગ્યશાલીની દયા ખાય છે. ૧૩ શુભ દ્રવ્ય એ શુભ ભાવનું નિમિત્ત મહર્ષિઓ કહે છે. ૧૪ સ્થિર ચિત્ત કરીને ધર્મ અને શુકલ ધ્યાનમાં પ્રવૃત્તિ કરો. ઉપ પરિગ્રહની મૂચ્છ પાપનું મૂળ છે. કક જે કૃત્ય કરવા વખતે વ્યામોહસંયુક્ત ખેદમાં છો, અને પરિણામે પણ પસ્તાઓ છો, તો તે કૃત્યને પૂર્વકર્મનો દોષ જ્ઞાનીઓ કહે છે. ક૭ જડભરત અને જનક વિદેહીની દશા મને પ્રાપ્ત થાઓ. ૧૮ પુરુષના અંતઃકરણે આચર્યો કિંવા કહ્યો તે ધર્મ. ૧૯ અંતરંગ મોહગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા છે. ૭૦ વ્રત લઈને ઉલ્લાસિત પરિણામે ભાંગશો નહીં. ૭૧ એકનિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ મહાવાક્યો ૭ર ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, પરિણામ એ બંધ, ભ્રમ એ મિથ્યાત્વ, બ્રહ્મ તે આત્મા અને શંકા એ જ શલ્ય છે. શોકનો સંભારવો નહીં; આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી. ૭૩ જગત જેમ છે તેમ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જુઓ. ૭૪ શ્રી ગૌતમને ચાર વેદ પઠન કરેલ જોવાને શ્રીમતુ મહાવીર સ્વામીએ સમ્યફનેત્ર આપ્યાં હતાં. ૭પ ભગવતીમાં કહેલી પુગલ નામના પરિવ્રાજકની કથા તત્ત્વજ્ઞાનીઓનું કહેલું સુંદર રહસ્ય છે. ૭૬ વરનાં કહેલાં શાસ્ત્રમાં સોનેરી વચનો છૂટક છૂટક અને ગુપ્ત છે. ૭૭ સમ્યકત્ર પામીને તમે ગમે તે ધર્મશાસ્ત્ર વિચારો તોપણ આત્મહિત પ્રાપ્ત થશે. ૭૮ કુદરત, આ તારો પ્રબલ અન્યાય છે કે મારી ધારેલી નીતિએ મારો કાલ વ્યતીત કરાવતી નથી ! (કુદરત તે પૂર્વિતકર્મ) ૭૯ માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે. ૮૦ ઉત્તરાધ્યયન નામનું જેનસૂત્ર તત્ત્વદૃષ્ટિએ પુનઃ પુનઃ અવલોકો. ૮૧ જીવતાં મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઇચ્છવા યોગ્ય છે. ૮૨ કૃતજનતા જેવો એક્કે મહા દોષ મને લાગતો નથી. ૮૩ જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત ! ૮૪ વસ્તુને વસ્તુગતે જુઓ. ૮૫ ધર્મનું મૂળ વિ૦ છે. ૮૬ તેનું નામ વિદ્યા કે જેનાથી અવિદ્યા પ્રાપ્ત ન થાય. ૮૭ વીરના એક વાક્યને પણ સમજો. ૮૮ અપર, કૃતઘ્નતા, ઉસૂત્રપ્રરૂપણા, અવિવેકધર્મ એ માઠી ગતિનાં લક્ષણો છે. ૮૯ સ્ત્રીનું કોઈ અંગ લેશમાત્ર સુખદાયક નથી છતાં મારો દેહ ભોગવે છે. ૯૦ દેહ અને દેહાર્થમમત્વ એ મિથ્યાત્વ લક્ષણ છે. ૯૧ અભિનિવેશના ઉદયમાં ઉસૂત્રપ્રરૂપણા ન થાય તેને હું મહાભાગ્ય, જ્ઞાનીઓના કહેવાથી કહું છું. ૯૨ સ્યાદ્વાદ શૈલીએ જોતાં કોઈ મત અસત્ય નથી. ૯૩ સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. ૯૪ અભિનિવેશ જેવું એકે પાખંડ નથી. ૯૫ આ કાળમાં આટલું વધ્યું – ઝાઝા મત, ઝાઝા તત્ત્વજ્ઞાનીઓ, ઝાઝી માયા અને ઝાઝો પરિગ્રહવિશેષ. ૯૦ તત્ત્વાભિલાષાથી મને પૂછો તો હું તમને નીરાગધર્મ બોધી શકે ખરો. ૯૭ આખા જગતના શિષ્ય થવારૂપ દષ્ટિ જેણે વેદી નથી તે સદ્ગુરુ થવાને યોગ્ય નથી. ૯૮ કોઈ પણ શુદ્ધાશુદ્ધ ધર્મકરણી કરતો હોય તો તેને કરવા દો. ૯૯ આત્માનો ધર્મ આત્મામાં જ છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ મહાવાક્યો ૧૦૦ મારા પર સઘળા સરળ ભાવથી હુકમ ચલાવો તો હું રાજી છું. ૧૦૧ હું સંસારથી લેશ પણ રાગસંયુક્ત નથી છતાં તેને જ ભોગવું છું; કાંઈ મેં ત્યાખ્યું નથી. ૧૦૨ નિર્વિકારી દશાથી મને એકલો રહેવા દો. ૧૦૩ મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું છે તે જ્ઞાન સર્વ આત્મામાં છે, પણ આર્વિભાવ કરવું જોઈએ. ૧૦૪ બહુ છકી જાઓ તો પણ મહાવીરની આજ્ઞા તોડશો નહીં. ગમે તેવી શંકા થાય તો પણ મારી વતી વીરને નિઃશંક ગણજો. ૧૦૫ પાર્શ્વનાથસ્વામીનું ધ્યાન યોગીઓએ અવશ્ય સ્મરવું જોઈએ છે. નિઃ—એ નાગની છત્રછાયા વેળાનો પાર્શ્વનાથ ઓર હતો ! ૧૦૬ ગજસુકુમારની ક્ષમા અને રાજેનતી રહનેમીને બોધે છે તે બોધ મને પ્રાપ્ત થાઓ. ૧૦૭ ભોગ ભોગવતાં સુધી (જયાં સુધી તે કર્મ છે ત્યાં સુધી) મને યોગ જ પ્રાપ્ત રહો ! ૧૦૮ સર્વ શાસ્ત્રનું એક તત્ત્વ મને મળ્યું છે એમ કહું તો મારું અહંપદ નથી. ૧૦૯ ન્યાય મને બહુ પ્રિય છે. વરની શૈલી એ જ જાય છે, સમજવું દુર્લભ છે. ૧૧૦ પવિત્ર પુરુષોની કૃપાદૃષ્ટિ એ જ સમ્યફદર્શન છે. ૧૧૧ ભર્તુહરિએ કહેલો ત્યાગ વિશુદ્ધ બુદ્ધિથી વિચારતાં ઘણી ઊર્ધ્વજ્ઞાનદશા થતાં સુધી વર્તે છે. ૧૧૨ કોઈ ધર્મથી હું વિરુદ્ધ નથી. સર્વ ધર્મ હું પાળું છું. તમે સઘળાં ધર્મથી વિરુદ્ધ છો એમ કહેવામાં મારો ઉત્તમ હેતુ છે. ૧૧૩ તમારો માનેલો ધર્મ મને કયા પ્રમાણથી બોધો છો તે મારે જાણવું જરૂરનું છે. ૧૧૪ શિથિલ બંધ દૃષ્ટિથી નીચે આવીને જ વિખેરાઈ જાય. (- જો નિર્જરામાં આવે તો.) ૧૧૫ કોઈ પણ શાસ્ત્રમાં મને શંકા ન હો. ૧૧૭ દુઃખના માર્યા વૈરાગ્ય લઈ જગતને આ લોકો જમાવે છે. ૧૧૭ અત્યારે, હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. ૧૧૮ તું સન્દુરુષનો શિષ્ય છે. ૧૧૯ એ જ મારી આકાંક્ષા છે. ૧૨૦ મને કોઈ ગજસુકુમાર જેવો વખત આવો. ૧૨૧ કોઈ રાજેમતી જેવો વખત આવો. ૧૨૨ સપુરુષો કહેતા નથી, કરતા નથી; છતાં તેની સપુરુષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે. ૧૨૩ સંસ્થાનવિચ ધ્યાન પૂર્વધારીઓને પ્રાપ્ત થતું હશે એમ માનવું યોગ્ય લાગે છે. તમે પણ તેને ધ્યાવન કરો. ૧૨૪ આત્મા જેવો કોઈ દેવ નથી. ૧૨૫ કોણ ભાગ્યશાળી ! અવિરતિ સમ્યગ્દષ્ટિ કે વિરતિ ? ૧૨૯ કોઈની આજીવિકા તોડશો નહીં. Page #59 -------------------------------------------------------------------------- ________________ મહાવાક્યો વચનામૃત ૧ પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. ૨ જે જે કાળે જે જે કરવાનું છે તેને સદા ઉપયોગમાં રાખ્યા રહો. ૩ ક્રમે કરીને પછી તેની સિદ્ધિ કરો. ૪ અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા, અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધનો છે. ૫ શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. કદાપિ તે જિજ્ઞાસા પાર ન પડી તોપણ જિજ્ઞાસા તે પણ તે જ અંશવત્ છે. ૭ નવાં કર્મ બાંધવાં નહીં અને જૂનાં ભોગવી લેવાં, એવી જેની અચળ જિજ્ઞાસા છે તે, તે પ્રમાણે વર્તી શકે છે. ૭ જે કૃત્યનું પરિણામ ધર્મ નથી, તે કૃત્ય મૂળથી જ કરવાની ઇચ્છા રહેવા દેવી જોઈતી નથી. ૮ મન જો શંકાશીલ થઈ ગયું હોય તો દ્રવ્યાનુયોગ” વિચારવો યોગ્ય છે; પ્રમાદી થઈ ગયું હોય તો ચરણકરણાનુયોગ” વિચારવો યોગ્ય છે; અને કષાયી થઈ ગયું હોય તો “ધર્મકથાનુયોગ” વિચારવો યોગ્ય છે; જડ થઈ ગયું હોય તો ગણિતાનુયોગ' વિચારવો યોગ્ય છે. ૯ કોઈ પણ કામની નિરાશા ઇચ્છવી; પરિણામે પછી જેટલી સિદ્ધિ થઈ તેટલો લાભ; આમ કરવાથી સંતોષી રહેવાશે. ૧૦ પૃથ્વી સંબંધી ક્લેશ થાય તો એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી; ઊલટો હું તેને દેહ આપી જવાનો છું; વળી તે કંઈ મૂલ્યવાન નથી. સ્ત્રી સંબંધી ક્લેશ, શંકા ભાવ થાય તો આમ સમજી અન્ય ભોક્તા પ્રત્યે હસશે કે તે મળમૂત્રની ખાણમાં મોહી પડ્યો, (જે વસ્તુનો આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં !) ધન સંબંધી નિરાશા કે ક્લેશ થાય તો તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે; ક્રમે કરીને તો તું નિઃસ્પૃહી થઈ શકીશ. ૧૧ તેનો તું બોધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય. ૧૨ એક વાર જો સમાધિમરણ થયું તો સર્વ કાળના અસમાધિમરણ ટળશે. ૧૩ સર્વોત્તમ પદ સર્વત્યાગીનું છે. સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો ૧. એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. ૨. જે મનુષ્ય સન્દુરુષોનાં ચરિત્રરહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. ૩. ચંચળ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે. ૪. ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બન્ને સમાન દુઃખદાયક છે. ૫. સમસ્વભાવનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. ૩. ઇંદ્રિયો તમને જીત અને સુખ માનો તે કરતાં તેને તમે જીતવામાં જ સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશો. ૭. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. ૮. યુવાવયનો સર્વસંગપરિત્યાગ પરમપદને આપે છે. ૯. તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતીન્દ્રિયસ્વરૂપ છે. | ૧૦. ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ. Page #60 -------------------------------------------------------------------------- ________________ અમૂલ્ય તત્ત્વવિચાર (હરિગીત છંદ) બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે કહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો ? ૧ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!! ૨ નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન, જેથી જંજીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતદુઃખ તે સુખ નહીં. ૩ હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. ૪ તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો “તેહ જેણે અનુભવ્યું; રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીઘ એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખો. ૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ સર્વમાન્ય ધર્મ સર્વમાન્ય ધર્મ (ચોપાઈ) ધર્મતત્ત્વ જો પૂછવું મને, તો સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર. ભાનું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સંતોષ, ઘો પ્રાણીને, દળવા દોષ. સત્ય શીળ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ. પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય; સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે, નહીં વિશેષ; સર્વ પ્રકારે જિનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ ! એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ; ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ. તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. બ્રહ્મચર્ય વિષે સુભાષિત (દોહરા) નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧ આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગું બધું, કેવળ શોકસ્વરૂપ. ૨ એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુર ને અધિકાર. ૩ વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. ૪ જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. ૫ સુંદર શિયળ સુરત, મન વાણી ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. ૬. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. ૭ Page #62 -------------------------------------------------------------------------- ________________ વનાત હા ૧ - ૫૦૦) Page #63 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત ૧ – ૯૦૦) 리더인 Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ક્ષણભંગુર દુનિયામાં સન્દુરુષનો સમાગમ એ જ અમૂલ્ય અને અનુપમ લાભ છે. જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું; તેથી રૂડું થયું નથી. કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યો છું; અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહા બંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે, તે ગ્રહવા એ જ માન્યતા છે, તો પછી તે માટે જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા શું જોવી ? તે ગમે તેમ બોલે પણ આત્મા જ બંધનારહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય તો તેમ કરી લેવું. એટલે કીર્તિ અપકીર્તિથી સર્વ કાળને માટે રહિત થઈ શકાશે. કેમ આપણે માનીએ છીએ, અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી; પણ આત્માને આટલું જ પૂછવાનું જરૂર છે, કે જો મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઈ બાધા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે. જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે; અને તે તમને અત્યારે બોધી જઉં છું. અને તે જ ઉપયોગ રાખજો, ઉપયોગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર પુરુષનાં ચરણકમળ છે; તે પણ કહી જઉં છું. આત્મભાવમાં સઘળું રાખજો; ધર્મધ્યાનમાં ઉપયોગ રાખજો; જગતના કોઈ પણ પદાર્થ, સગાં, કુટુંબી, મિત્રનો કંઈ હર્ષ-શોક કરવો યોગ્ય જ નથી. પરમશાંતિપદને ઇચ્છીએ એ જ આપણો સર્વસમ્મત ધર્મ છે અને એ જ ઇચ્છામાં ને ઇચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિત રહો. હું કોઈ ગચ્છમાં નથી; પણ આત્મામાં છું; એ ભૂલશો નહીં. ૩૭ વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, અને જિતેંદ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. અનંત જન્મમરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે જ કર્મમુક્ત થવાનો જિજ્ઞાસુ કી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે. જે આત્મા મુક્ત થયા છે તે આત્મા કંઈ સ્વચ્છંદવર્તનાથી મુક્ત થયા નથી, પણ આપ્ત પુરુષે બોધેલા માર્ગના પ્રબળ અવલંબનથી મુક્ત થયા છે. અનાદિકાળના મહાશગુરૂપ રાગ, દ્વેષ અને મોહના બંધનમાં તે પોતા સંબંધી વિચાર કરી શક્યો નથી. મનુષ્યત્વ, આર્ય દેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે; અને અંતરંગ સાધન માત્રા મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે. એમ જો સુલભબોધિપણાની યોગ્યતા આત્મામાં આવી હોય તો તે, જે પુરુષો મુક્ત થયા છે અથવા વર્તમાનમાં મુક્તપણે કે આત્મજ્ઞાનદશાએ વિચરે છે તેમણે ઉપદેશેલા માર્ગમાં નિસંદેહપણે શ્રદ્ધાશીલ થાય. ૪૦ Page #65 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત પત્ર-૧ થી પ૦૦ જગતમાં નીરાગીત, વિનયતા અને પુરુષની આજ્ઞા એ નહીં મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો; પણ નિરૂપાયતા થઈ તે થઈ. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. જય થાઓ ! ૪૨ સૃષ્ટિમાં અનેક સપુરુષો ગુપ્તરૂપે રહ્યા છે. વિદિતમાં પણ રહ્યા છે. તેમના ગુણને સ્મરો. તેઓનો પવિત્ર સમાગમ કરો અને આત્મિક લાભ વડે મનુષ્યભવને સાર્થક કરો એ મારી નિરંતર પ્રાર્થના છે. ૪૩ અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ એ ચાર તથા મિથ્યાત્વમોહિની, મિશ્રમોહિની, સમ્યકૃત્વમોહિની એ ત્રણ એમ એ સાત પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયોપશમ, ઉપશમાં કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યક દષ્ટિ થવું સંભવતું નથી. એ સાત પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યક્ત્વનો ઉદય થાય છે. તે પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ તેને આત્મા હસ્તગત થવો સુલભ છે. તત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિને ભેદવાનો ફરી ફરીને બોધ કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિ:સંદેહ છે. એ વસ્તુથી આત્મા અનંત કાળથી ભરપૂર રહ્યો છે. એમાં દષ્ટિ હોવાથી નિજ ગૃહ પર તેની યથાર્થ દષ્ટિ થઈ નથી. જગતમાં સપરમાત્માની ભક્તિ-સતગુરુ-સસંગ-સશાસ્ત્રાધ્યયન-સમ્યફદષ્ટિપણું અને સત્યોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હોત તો આવી દશા હોતા નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. - સદ્ગરના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃતકૃત્યતા છે. “ધર્મ” એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ આંતરસંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતરસંશોધન કોઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહે પામે છે. છેવટની આ વિનયપૂર્વક મારી શિક્ષા ધ્યાનમાં રાખશો કે - એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુખ નહીં વધારવાનો પ્રયત્ન પુરુષો કરે છે. સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. ૪૭ સમય સમય જીવનની ક્ષણિક વ્યતીતતા છે, ત્યાં પ્રમાદ કરીએ છીએ એ જ મહામોહનીયનું બળ છે. પ૦ ૧. ગ્રંથિથી Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૫૧ ઉદય આવેલાં કર્મોને ભોગવતાં નવાં કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો એ સપુરુષોનો મહાન બોધ છે. (કોઈ વેળા) શુભાશુભ કર્મના ઉદય સમયે હર્ષશોકમાં નહીં પડતાં ભોગવ્ય છૂટકો છે, અને આ વસ્તુ તે મારી નથી એમ ગણી સમભાવની શ્રેણિ વધારતા રહેશો. પ૧ નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંત કાળ રખડ્યો, તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે. જેના એક રોમમાં કિંચિત પણ અજ્ઞાન, મોહ, કે અસમાધિ રહી નથી તે સત્પષનાં વચન અને બોધ માટે કંઈ પણ નહીં કહી શકતાં, તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજ્જવળ શુકલ ધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિગ્રંથનાં પવિત્ર વચનોની મને-તમને ત્રિકાળ શ્રદ્ધા રહો ! એ જ પરમાત્માનાં યોગબળ આગળ પ્રયાચના ! પર મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મોક્ષરૂપ પરમશાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા પુરુષો એક જ માગથિી પામ્યા છે, વર્તમાનકાળ પણ તેથી જ પામે છે; ભવિષ્યકાળ પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિમાર્ગ છે, તથા તે સ્થિર માર્ગ છે, અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વ કાળે તે માર્ગનું હોવાપણું છે, જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી, અને ભવિષ્યકાળ પામશે નહીં. શ્રી જિને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસંગમે ઉપદેશો એ એક જ માર્ગ આપવા માટે કહ્યાં છે અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સૌ નિષ્ફળ છે. શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે. જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાટ ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણિમાં, ગમે તે યોગમાં જ્યારે પમાશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનંત અતીન્દ્રિય સુખનો અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. યોગ્ય સામગ્રી નહીં મેળવવાથી ભવ્ય પણ એ માર્ગ પામતાં અટક્યા છે, તથા અટકશે અને અટક્યા હતા. કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યયોગે જે માર્ગ સંશોધન કરવાનો છે, તે એ જ છે. માન્યામાન્ય, ભેદભેદ કે સત્યાસત્ય માટે વિચાર કરનારા કે બોધ દેનારાને, મોક્ષને માટે જેટલા ભવનો વિલંબ હશે, તેટલા સમયનો (ગૌણતાએ) સંશોધક ને તે માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હશે. Page #67 -------------------------------------------------------------------------- ________________ પર વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ વિશેષ શું કહેવું? તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મા–પ્રાપ્ય પુરુષ - નિગ્રંથ આત્મા - જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ અર્પશે - ઉદય આપશે - ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે, ત્યારે જ તે મતભેદાદિક જશે. મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળ્યો, તે અંતવૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે. પ૪ કર્મ એ જડ વસ્તુ છે. જે જે આત્માને એ જડથી જેટલો જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય, એમ અનુભવ થાય છે. આશ્ચર્યતા છે, કે પોતે જડ છતાં ચેતનને અચેતન મનાવી રહ્યાં છે ! ચેતન ચેતનભાવ ભૂલી જઈ તેને સ્વસ્વરૂપ જ માને છે. જે પુરુષો તે કર્મસંયોગ અને તેના ઉદયે ઉત્પન્ન થયેલા પર્યાયોને સ્વસ્વરૂપ નથી માનતા અને પૂર્વસંયોગો સત્તામાં છે, તેને અબંધ પરિણામે ભોગવી રહ્યા છે, તે આત્માઓ સ્વભાવની ઉત્તરોત્તર ઊર્ધ્વશ્રેણી પામી શુદ્ધ ચેતનભાવને પામશે, આમ કહેવું સપ્રમાણ છે. કારણ અતીત કાળે તેમ થયું છે, વર્તમાન કાળે તેમ થાય છે, અનાગત કાળે તેમ જ થશે. કોઇ પણ આત્મા ઉદથી કર્મને ભોગવતાં સમત્વશ્રેણીમાં પ્રવેશ કરી અબંધ પરિણામે વર્તશે, તો ખચીત ચેતનશુદ્ધિ પામશે. આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદેવ પુરુષના ચરણકમળ પ્રતિ રહો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય. અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો પુરુષ (જેમાં સરુત્વ, સત્સંગ અને સત્કથા એ રહ્યાં છે) મળ્યા નથી; નહીં તો નિશ્ચય છે, કે મોક્ષ હથેળીમાં છે, ઇષપ્રાગભારા એટલે સિદ્ધ-પૃથ્વી પર ત્યાર પછી છે. એને સર્વ શાસ્ત્ર પણ સંમત છે, મનન કરશો.) અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે. પપ કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો. મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેરબુદ્ધિ, પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો, કરુણા એટલે સંસારતાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી, અને ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે. પ૭ આ એક વચન અવશ્ય સ્મરણમાં રાખશો, કે શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. ધર્મનો રસ્તો સરળ, સ્વચ્છ અને સહજ છે; પણ તે વિરલ આત્માઓ પામ્યા છે, પામે છે અને પામશે. ૫૮ પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે; પણ તે ધ્યાન આત્મા સપુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી, એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણિમાં આણવો એ કેવું નિરુપમ સુખ છે તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી અને મને વિચાર્યું વિચારતું નથી. ઉર Page #68 -------------------------------------------------------------------------- ________________ પ3. શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક સર્વ શાસ્ત્રના બોધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યોગનું અને ભક્તિનું પ્રયોજન સ્વસ્વરૂપ પ્રાપ્તિને અર્થે છે; અને એ સમ્યકશ્રેણિઓ આત્મગત થાય, તો તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે; પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા સર્વસંગપરિત્યાગની અવશ્ય છે. નિર્જનાવસ્થા - યોગભૂમિકામાં વાસ - સહજ સમાધિની પ્રાપ્તિ નથી, તે સર્વસંગપરિત્યાગમાં નિયમો વાસિત છે. દેશ (ભાગ) સંગપરિત્યાગમાં ભજનો સંભવે છે. જ્યાં સુધી ગૃહવાસ પૂર્વકર્મના બળથી ભોગવવો રહ્યો છે, ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત-ઉદાસીન ભાવે સેવવા યોગ્ય છે. બાહ્ય ભાવે ગૃહસ્થ શ્રેણિ છતાં અંતરંગ નિગ્રંથશ્રેણિ જોઈએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વ સિદ્ધિ છે. | ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય, તો ત્યાં પછી મતાંતરની કંઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરી છે; અને જેટલા આત્મા તર્યા, વર્તમાનમાં તરે છે, ભવિષ્ય તરશે તે સર્વે એ એક જ ભાવને પામીને. આપણે એ સર્વ ભાવે પામીએ એ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે. ૭૧ બાહ્યભાવે જગતમાં વર્નો અને અંતરંગમાં એકાંત શીતલીભૂત - નિર્લેપ રહો એ જ માન્યતા અને બોધના છે, બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વલ્ય જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. સપુરષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી; આ અનુભવપ્રવચન પ્રમાણિક ગણ. એક સપુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ. ૭૬ “સુખકી સહેલી હૈ, અકેલી ઉદાસીનતા” અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. લઘુ વયથી અદ્ભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ? ૧ જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય ? ૨ જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉદ્યોત; તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતર જ્યોત. ૩ કરી કલ્પના દઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અસ્તિ તે સૂચવે, એ જ ખરો નિર્ધાર. ૪ આ ભવ વણ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. ૫ (અંગત) ૭૭. Page #69 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ સ્ત્રીના સંબંધમાં મારા વિચાર અતિ અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું કે શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે; તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે. ૫૪ સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દૃષ્ટિથી કલ્પાયું છે, પણ તે તેમ નથી જ. સ્ત્રીથી જે સંયોગસુખ ભોગવવાનું ચિહ્ન તે વિવેકથી દૃષ્ટિગોચર કરતાં વમન કરવાને યોગ્ય ભૂમિકાને પણ યોગ્ય રહેતું નથી. જે જે પદાર્થો પર જુગુપ્સા રહી છે, તે તે પદાર્થો તો તેના શરીરમાં રહ્યા છે; અને તેની તે જન્મભૂમિકા છે. વળી એ સુખ ક્ષણિક, ખેદ અને ખસના દરદરૂપ જ છે. તે વેળાનો દેખાવ હૃદયમાં ચીતરાઈ રહી હસાવે છે, કે શી આ ભુલવણી ? ટૂંકામાં કહેવાનું કે તેમાં કંઈ પણ સુખ નથી; અને સુખ હોય તો તેને અપરિચ્છેદરૂપે વર્ણવી જુઓ, એટલે માત્ર મોહદશાને લીધે તેમ માન્યતા થઈ છે, એમ જ જણાશે. અહીં હું સ્ત્રીના અવયવાદિ ભાગનો વિવેક કરવા બેઠો નથી; પણ ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક થયો છે, તેનું સહજ સૂચવન કર્યું. સ્ત્રીમાં દોષ નથી; પણ આત્મામાં દોષ છે; અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્ભુત આનંદમય જ છે; માટે એ દોષથી રહિત થવું, એ જ પરમ જિજ્ઞાસા છે. શુદ્ધ ઉપયોગની જો પ્રાપ્તિ થઈ તો પછી તે સમયે સમયે પૂર્વોપાર્જિત મોહનીયને ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવગમ્ય પ્રવચન છે. પણ પૂર્વોપાર્જિત હજુ સુધી મને પ્રવર્તે છે, ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય ? એ વિચારતાં મને નીચે પ્રમાણે સમાધાન થયું: સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું. એક સત્સંગી તેને ગણવી. તેનાથી ધર્મબહેનનો સંબંધ રાખવો. અંતઃકરણથી કોઈ પણ પ્રકારે મા બહેન અને તેમાં અંતર ન રાખવો. તેના શારીરિક ભાગનો કોઈ પણ રીતે મોહકર્મને વશે ઉપભોગ લેવાય છે. ત્યાં યોગની જ સ્મૃતિ રાખી, ‘આ છે તો હું કેવું સુખ અનુભવું છું ?” એ ભૂલી જવું. (તાત્પર્ય-તે માનવું અસત્ છે.) મિત્રે મિત્રની જેમ સાધારણ ચીજનો પરસ્પર ઉપભોગ લઈએ છીએ તેમ તે વસ્તુ લેવા (વિ) નો સખેદ ઉપભોગ લઈ પૂર્વબંધનથી છૂટી જવું. તેનાથી જેમ બને તેમ નિર્વિકારી વાત કરવી. વિકારચેષ્ટાનો કાયાએ અનુભવ કરતાં પણ ઉપયોગ નિશાન પર જ રાખવો. તેનાથી કંઈ સંતાનોત્પત્તિ થાય તો તે એક સાધારણ વસ્તુ છે, એમ સમજી મમત્વ ન કરવું. પણ એમ ચિંતવવું કે જે દ્વારથી લઘુશંકાનું વહેવું છે તે દ્વારથી ઉત્પન્ન થયેલો પદાર્થ (આ) પાછો તેમાં ભૂલી જાય છે - મહા અંધારી કેદથી કંટાળી આવ્યા છતાં પાછો ત્યાં જ મિત્રતા કરવા જાય છે. એ શી વિચિત્રતા છે! ઇચ્છવું એમ કે બન્નેના તે સંયોગથી કંઈ હર્ષશોક કે બાળબચ્ચાંરૂપ ફળની ઉત્પત્તિ ન થાઓ. એ ચિત્ર મને સંભારવા ન દો. નહીં તો એક માત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ (જડ પદાર્થનો) તે આત્માને કેટલું બંધન કરી સંપત્તિહીન કરે છે, તે આત્મા કોઈ પણ પ્રકારે વિસારીશ નહીં. ૭૮ Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે; સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઈ છે; પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે; ક્લેશનાં કારણ જેણે નિર્મૂળ કર્યા છે; અનેકાંતદષ્ટિયુક્ત એકાંતદષ્ટિને જે સેવ્યા કરે છે, જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે; તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. ૮૦ તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તો, ત્યાં નેપથ્યમાંથી એવો ધ્વનિ જ નીકળશે કે, તમે કોણ છો ? ક્યાંથી આવ્યા છો ? કેમ આવ્યા છો ? તમારી સમીપ આ સઘળું શું છે ? તમારી તમને પ્રતીતિ છે ? તમે વિનાશી, અવિનાશી વા કોઈ ત્રિરાશિ છો ? એવા અનેક પ્રશ્નો હૃદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે; અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાયો ત્યાં પછી બીજા વિચારોને બહુ જ થોડો અવકાશ રહેશે; ચદિ એ વિચારોથી જ છેવટે સિદ્ધિ છે; એ જ વિચારોના વિવેકથી જે અવ્યાયબાધા સુખની ઇચ્છા છે, તેની પ્રાપ્તિ થાય છે, એ જ વિચારોના મનનથી અનંત કાળનું મૂંઝન ટળવાનું છે; તથાપિ તે સર્વને માટે નથી. વાસ્તવિક દષ્ટિથી જોતાં તેને છેવટ સુધી પામનારાં પાત્રોની ન્યૂનતા બહુ છે; કાળ ફરી ગયો છે; એ વસ્તુનો અધીરાઈ અથવા અશૌચતાથી અંત લેવા જતાં ઝેર નીકળે છે; અને ભાગ્યહીન અપાત્ર બન્ને લોકથી ભ્રષ્ટ થાય છે; એટલા માટે અમુક સંતોને અપવાદરૂપ માની બાકીનાઓને તે ક્રમમાં આવવા, તે ગુફાનું દર્શન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે; કદાપિ તે ગુફાદર્શનની તેની ઇચ્છા ન હોય તો પણ પોતાનાં આ ભવનાં સુખને અર્થે પણ જળ્યા તથા મૂઆની વચ્ચેનો ભાગ કોઈ રીતે ગાળવા માટે પણ એ અભ્યાસની ખચીત જરૂર છે. એ કથન અનુભવગમ્ય છે, ઘણાને તે અનુભવમાં આવ્યું છે. ઘણા આર્ય સમ્પરષો તે માટે વિચાર કરી ગયા છે; તેઓએ તે પર અધિકાધિક મનન કર્યું છે. આત્માને શોધી, તેના અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવાને માટે, અનેક ક્રમ બાંધ્યા છે, તે મહાત્મા જયવાન હો ! અને તેને ત્રિકાળ નમસ્કાર હો ! આપણે થોડીવાર તત્ત્વજ્ઞાનની ગુફાની વિસ્મરણા કરી, આર્યોએ બોધેલા અનેક ક્રમ પર આવવા માટે પરાયણ છીએ, તે સમયમાં જણાવી જવું યોગ્ય જ છે કે, પૂર્ણાહૂલાદકર જેને માન્યું છે, પરમ સુખકર, હિતકર, અને હૃદયમય જેને માનેલ છે, તેમ છે, અનુભવગમ્ય છે, તે તો તે જ ગુફાનો નિવાસ છે; અને નિરંતર તેની જ જિજ્ઞાસા છે. તે ક્રમનું બીજ હૃદયમાં અવશ્ય રોપાયું છે, અને એ જ સુખકર થયું છે. સૃષ્ટિના રાજથી જે સુખ મળવા આશા નહોતી, તેમ જ કોઈ પણ રીતે ગમે તેવા ઔષધથી, સાધનથી, સ્ત્રીથી, પુત્રથી, મિત્રથી કે બીજા અનેક ઉપચારથી જે અંતરશાંતિ થવાની નહોતી તે થઈ છે. નિરંતરની ભવિષ્યકાળની ભીતિ ગઈ છે અને એક સાધારણ ઉપજીવનમાં પ્રવર્તતો એવો આ તમારો મિત્ર એને જ લઈને જીવે છે, નહીં તો જીવવાની ખચીત શંકા જ હતી; વિશેષ શું કહેવું ? આ ભ્રમણા નથી, વહેમ નથી, ખચીત સત્ય જ છે. એ ત્રિકાળમાં એક જ પરમપ્રિય અને જીવનવસ્તુની પ્રાપ્તિ, તેનું બીજારોપણ કેમ વા કેવા પ્રકારથી થયું એ વ્યાખ્યાનો પ્રસંગ અહીં નથી, પરંતુ ખચીત એ જ મને ત્રિકાળ સમ્મત હો ! એટલું જ કહેવાનો પ્રસંગ છે, કારણ લેખસમય બહુ ટૂંકો છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૬ વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ એ પ્રિયજીવન સર્વ પામી જાય, સર્વ એને યોગ્ય હોય, સર્વને એ પ્રિય લાગે, સર્વને એમાં રુચિ થાય, એવું ભૂતકાળ બન્યું નથી, વર્તમાનકાળે બનતું નથી, અને ભવિષ્યકાળે પણ બનવું અસંભવિત છે; અને એ જ કારણથી આ જગતની વિચિત્રતા ત્રિકાળ છે. મનુષ્ય સિવાયની પ્રાણીની બીજી જાતિ જોઈએ છીએ, તેમાં તો એ વસ્તુનો વિવેક જણાતો નથી; હવે જે મનુષ્ય રહ્યાં, તે સર્વ મનુષ્યમાં પણ તેમ દેખી શકશો નહીં. (અપૂર્ણ) ૮૩ ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે - ૧. દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે ? તે સુખી છે કે દુખી ? એ સંભારી લે. ૨. દુખ લાગશે જ, અને દુઃખનાં કારણો પણ તને દૃષ્ટિગોચર થશે, તેમ છતાં કદાપિ ન થાય તો મારા કોઈ ભાગને વાંચી જા, એટલે સિદ્ધ થશે. તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્યાભ્યતરરહિત થવું. ૩. રહિત થવાય છે, ઓર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. ૪. તે સાધના માટે સર્વસંગપરિત્યાગી થવાની આવશ્યકતા છે. નિગ્રંથ સદ્ગુરુના ચરણમાં જઈને પડવું યોગ્ય છે. પ. જેવા ભાવથી પડાય તેવા ભાવથી સર્વકાળ રહેવા માટેની વિચારણા પ્રથમ કરી લે. જો તને પૂર્વકર્મા બળવાન લાગતાં હોય તો અત્યાગી, દેશલ્યાગી રહીને પણ તે વસ્તુને વિસારીશ નહીં. ૬. પ્રથમ ગમે તેમ કરી તું તારું જીવન જાણ. જાણવું શા માટે કે ભવિષ્યસમાધિ થવા. અત્યારે અપ્રમાદી થવું. ૭. તે આયુષ્યનો માનસિક આત્મોપયોગ તો નિર્વેદમાં રાખ. ૮. જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહુ છે, અને ત્યાગ થઈ શકે તેમ નથી તો, નીચેની વાત પુનઃ પુનઃ લક્ષમાં રાખ.. ૧. જિજ્ઞાસા તે વસ્તુની રાખવી. ૨. સંસારને બંધન માનવું ૩. પૂર્વ કર્મ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવ્યા જવો. તેમ છતાં પૂર્વ કર્મ નડે તો શોક કરવો નહીં. ૪. દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. પ. ન ચાલે તો પ્રતિશ્રોતી થા. ૬. જેમાંથી જેટલું થાય તેટલું કર. ૭. પરિણામિક વિચારવાળો થા. ૮. અનુત્તરવાસી થઈને વર્ત. ૯. છેવટનું સમયે સમયે ચૂકીશ નહીં. એ જ ભલામણ અને એ જ ધર્મ. Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક પ૭ સમજીને અાભાષી થનારને પશ્ચાત્તાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે. હે નાથ ! સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હોત તો વખતે સમ્મત કરત, પણ જગતની મોહિની સમ્મત થતી નથી. પૂર્વનાં અશુભ કર્મ ઉદય આવ્યે વેદતાં જો શોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવાં બાંધતાં પરિણામે તેવાં તો બંધાતાં નથી ? આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું. જેટલા પોતાની પુગલિક મોટાઈ ઇચ્છે છે તેટલા હલકા સંભવે. પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો; ગુણચિંતન કરો. ૮૫ અનંતકાળ થયાં જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય?' આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે. તેને વિચાર્યા વિના કે દઢ વિશ્વાસથી ઝૂર્યા વિના માર્ગના અંશનું અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિકલ્પો દૂર કરી આ એક ઉપર લખેલું સપુરુષોનું વચનામૃત વારંવાર વિચારી લેશો. ' સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. મૈત્રી - સર્વ જીવ પ્રત્યે હિતચિંતવના. પ્રમોદ - ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસપરિણામ. કરુણ - કોઈ પણ જીવને જન્મમરણથી મુક્ત થવાનું કરવું. મધ્યસ્થતા - નિર્ગુણી જીવ પ્રત્યે મધ્યસ્થતા. સર્વ સત્પરષો માત્ર એક જ વાટેથી તર્યા છે અને તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહસ્થિતિપર્યત સક્રિયા કે રાગદ્વેષ અને મોહ વગરની દશા થવાથી તે તત્ત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે. પ્રકાશવરૂપ ધામ. તેમાં અનંત અપ્રકાશ ભાયમાન અંતઃકરણ. તેથી શું થાય ? જ્યાં જ્યાં તે તે અંતઃકરણો વ્યાપે ત્યાં ત્યાં માયા ભાસ્યમાન થાય. આત્મા અસંગ છતાં સંગવાન જણાય, અકર્તા છતાં કર્તા જણાય, એ આદિ વિપરીતતા થાય. તેથી શું થાય ? આત્માને બંધની કલ્પના થાય તેનું શું કરવું ? અંતઃકરણનો સંબંધ જવા માટે તેનાથી પોતાનું જુદાપણું સમજવું. જુદાપણું સમયે શું થાય ? આત્મા સ્વસ્વરૂપ અવસ્થાન વર્તે. Page #73 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી, સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ શુકલ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન, સમ્યફ જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સવરૂપદર્શિતાની બલિહારી છે ! જ્યાં મતભેદ નથી; જ્યાં શંકા, કંખા, વિડિગિચ્છા, મૂઢદષ્ટિ એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી. ૯૧ સર્વ દર્શનથી ઊંચ ગતિ છે. પરંતુ મોક્ષનો માર્ગ જ્ઞાનીઓએ તે અક્ષરોમાં સ્પષ્ટ દર્શાવ્યો નથી, ગૌણતાએ રાખ્યો છે. તે ગૌણતાનું સર્વોત્તમ તત્વ આ જણાય છે – નિશ્ચય, નિગ્રંથ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ, તેની આજ્ઞાનું આરાધવું, સમીપમાં સવકાળ રહેવું, કાં સત્સંગની પ્રાપ્તિમાં રહેવું, આત્મદર્શિતા ત્યારે પ્રાપ્ત થશે. ૨ આપણે જેમ બને તેમ એક જ પદના ઇચ્છક થઈ પ્રયત્ની થઈએ છીએ, તે આ કે “બંધાયેલાને છોડવો”. એ બંધન જેથી છૂટે તેથી છોડી લેવું, એ સર્વમાન્ય છે. જ જગતમાં ભિન્ન ભિન્ન મત અને દર્શન જોવામાં આવે છે તે દષ્ટિભેદ છે. ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દષ્ટિનો એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ. ૧ તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. ૨ પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર. ૩ ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ; તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. ૪ બાહ્ય તેમ અત્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય; પરમ પુરુષ તેને કહો, સરળ દષ્ટિથી જોય. ૫ બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અત્યંતર મિથ્યાત્વ; સ્વભાવથી પ્રતિકૂળતા, – Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક પ૯ આ જગતમાં વિચિત્ર પ્રકારના દેહધારીઓ છે અને પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રમાણથી એમ સિદ્ધ થઈ શક્યું છે કે, તેમાં મનુષ્યરૂપે પ્રવર્તતા દેહધારી આત્માઓ એ ચારે વર્ગ સાધી શકવાને વિશેષ યોગ્ય છે. મનુષ્યજાતિમાં જેટલા આત્માઓ છે, તેટલા બધા કંઈ સરખી વૃત્તિના, સરખા વિચારના કે સરખી જિજ્ઞાસા અને ઇચ્છાવાળા નથી, એ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. પ્રત્યેકે પ્રત્યેક સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં વૃત્તિ, વિચાર, જિજ્ઞાસા અને ઇચ્છાની એટલી બધી વિચિત્રતા લાગે છે કે આશ્ચર્ય ! એ આશ્ચર્યનું બહુ પ્રકારે અવલોકન કરતાં, સર્વ પ્રાણીની અપવાદ સિવાય સુખપ્રાપ્તિ કરવાની જે ઇચ્છા, તે બહુ અંશે મનુષ્યદેહમાં સિદ્ધ થઈ શકે છે; તેવું છતાં તેઓ સુખને બદલે દુઃખ લઈ લે છે; એમ માત્ર મોહદષ્ટિથી થયું છે. ૧૦૧ દુરન્ત તથા સારવર્જિત આ અનાદિ સંસારમાં ગુણસહિત મનુષ્યપણું જીવને દુષ્માપ્ય અર્થાત દુર્લભ છે. હે આત્મન્ ! તેં જો આ મનુષ્યપણું કાકતાલીય ન્યાયથી પ્રાપ્ત કર્યું છે, તો તારે પોતામાં પોતાનો નિશ્ચય કરીને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ. આ મનુષ્યજન્મ સિવાય અન્ય કોઈ પણ જન્મમાં પોતાના સ્વરૂપનો નિશ્ચય નથી થતો. આ કારણથી આ ઉપદેશ છે. અનેક વિદ્વાનોએ પુરુષાર્થ કરવો એ આ મનુષ્યજન્મનું ફળ કહ્યું છે. આ પુરુષાર્થ ધર્માદિક ભેદથી ચાર પ્રકારે છે. પ્રાચીન મહર્ષિઓએ ૧. ધર્મ, ૨. અર્થ, ૩. કામ, અને ૪. મોક્ષ, એમ ચાર પ્રકારનો પુરુષાર્થ કહ્યો છે. આ પુરુષાર્થમાં પ્રથમના ત્રણ પુરુષાર્થ નાશસહિત અને સંસારરોગથી દૂષિત છે એમ જાણીને તત્ત્વોના જાણનાર જ્ઞાનીપુરુષ અંતનો પરમપુરુષાર્થ અર્થાત્ મોક્ષનાં સાધન કરવામાં જ યત્ન કરે છે. કારણ કે મોક્ષ નાશરહિત અવિનાશી છે. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ રૂપ સમસ્ત કર્મોના સંબંધના સર્વથા નાશરૂપ લક્ષણવાળો તથા જે સંસારનો પ્રતિપક્ષી છે તે મોક્ષ છે. આ વ્યતિરેક પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ છે. દર્શન અને વીર્યાદિ ગુણ સહિત તથા સંસારના લેશો રહિત ચિદાનંદમયી આત્યંતિક અવસ્થાને સાક્ષાત્ મોક્ષ કહે છે. આ અન્વય પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ કહ્યું છે. જેમાં અતદ્રિય, ઇંદ્રિયોથી અતિક્રાંત, વિષયોથી અતીત, ઉપમારહિત અને સ્વાભાવિક, વિચ્છેદરહિત, પારમાર્થિક સુખ હોય તેને મોક્ષ કહ્યો જાય છે. જેમાં આ આત્મા નિર્મળ, શરીરરહિત, ક્ષોભરહિત, શાંતસ્વરૂપ, નિષ્પન્ન (સિદ્ધરૂપ), અત્યંત અવિનાશી સુખરૂપ, કૃતકૃત્ય તથા સમીચીન સમ્યક્રજ્ઞાન સ્વરૂપ થઈ જાય છે તે પદને મોક્ષ કહીએ છીએ. ધીરવીર પુરુષ આ અનંત પ્રભાવવાળા મોક્ષરૂપ કાર્યના નિમિત્ત, સમસ્ત પ્રકારના ભ્રમોને છોડી, કર્મબંધ નાશ કરવાના કારણરૂપ તપને અંગીકાર કરે છે. શ્રી જિન સમ્યક્રદર્શન, જ્ઞાન અને ચારિત્રને મુક્તિનું કારણ કહે છે. અતએ જે મુક્તિની ઇચ્છા કરે છે, તે સમ્યફદર્શન, જ્ઞાન, ચારિત્રને જ મોક્ષનું સાધન કહે છે. મોક્ષનાં સાધન જે સમ્યકદર્શનાદિક છે તેમાં “ધ્યાન’ ગર્ભિત છે. તે કારણ ધ્યાનનો ઉપદેશ હવે પ્રકટ કરતાં કહે છે કે “હે આત્મન્ ! તું સંસારદુઃખના વિનાશ અર્થે જ્ઞાનરૂપી સુધારસને પી અને સંસારસમુદ્ર પાર ઊતરવા માટે ધ્યાનરૂપ વહાણનું અવલંબન કર. (અપૂર્ણ) ૧૦૨ Page #75 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત પત્ર-૧ થી પ૦૦ કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તોપણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે, તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે; મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતરગુફામાં તે જાજ્વલ્યમાન છે. સુધારણા કરતાં વખતે શ્રાદ્ધોત્પત્તિ થવી સંભવે, માટે ત્યાં અલ્પભાષી થવું, અલ્પહાસી થવું, અલ્પપરિચયી થવું, અલ્પઆવકારી થવું, અલ્પભાવના દર્શાવવી, અલ્પસહચારી થવું, અલ્પગુરુ થવું, પરિણામ વિચારવું, એ જ શ્રેયસ્કર છે. ૧૦૩ હે જીવ, તું ભ્રમા મા, તને હિત કહું છું. અંતરમાં સુખ છે; બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, આશ્ચર્ય ભૂલ. સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે; નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે; ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ. આ ક્રમ યથાયોગ્યપણે ચાલ્યો આવ્યો તો તું જીવન ત્યાગ કરતો રહીશ, મૂંઝાઈશ નહીં, નિર્ભય થઈશ. ભ્રમા મા, તને હિત કહું છું. આ મારું છે એવા ભાવની વ્યાખ્યા પ્રાયે ન કર. આ તેનું છે એમ માની ન બેસ. આ માટે આમ કરવું છે એ ભવિષ્યનિર્ણય ન કરી રાખ. આ માટે આમ ન થયું હોત તો સુખ થાત એમ સ્મરણ ન કર. આટલું આ પ્રમાણે હોય તો સારું એમ આગ્રહ ન કરી રાખ. આણે મારા પ્રતિ અનુચિત કર્યું એવું સંભારતાં ન શીખ. આણે મારા પ્રતિ ઉચિત કર્યું એવું સ્મરણ ન રાખ. આ મને અશુભ નિમિત્ત છે એવો વિકલ્પ ન કર. આ મને શુભ નિમિત્ત છે એવી દઢતા માની ન બેસ. આ ન હોત તો હું બંધાત નહીં એમ અચળ વ્યાખ્યા નહીં કરીશ. પૂર્વકર્મ બળવાન છે, માટે આ બધો પ્રસંગ મળી આવ્યો એવું એકાંતિક ગ્રહણ કરીશ નહીં. પુરુષાર્થનો જય ન થયો એવી નિરાશા સ્મરીશ નહીં. બીજાના દોષે તને બંધન છે એમ માનીશ નહીં. તારે નિમિત્તે પણ બીજાને દોષ કરતો ભુલાવ. તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું. એ બધામાં તારી લાગણી નથી, માટે જુદે જુદે સ્થળે તે સુખની કલ્પના કરી છે. તે મૂઢ, એમ ન કર Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક એ તને તેં હિત કહ્યું. અંતરમાં સુખ છે. જગતમાં કોઈ એવું પુસ્તક વા લેખ વા કોઈ એવો સાક્ષી ત્રાહિત તમને એમ નથી કહી શકતો કે આ સુખનો માર્ગ છે, વા તમારે આમ વર્તવું વા સર્વને એક જ ક્રમે ઊગવું; એ જ સૂચવે છે કે ત્યાં કંઈ પ્રબળ વિચારણા રહી છે. એક ભોગી થવાનો બોધ કરે છે. એક યોગી થવાનો બોધ કરે છે. એ બેમાંથી કોને સમ્મત કરીશું ? બન્ને શા માટે બોધ કરે છે ? બન્ને કોને બોધ કરે છે ? કોના પ્રેરવાથી કરે છે ? કોઈને કોઈનો અને કોઈને કોઈનો બોધ કાં લાગે છે ? ? એનાં કારણો શું છે તેનો સાક્ષી કોણ છે ? તમે શું વાંછો છો ? તે ક્યાંથી મળશે વા શામાં છે ? તે કોણ મેળવશે ? ક્યાં થઈને લાવશો ? લાવવાનું કોણ શીખવશે ? વા શીખ્યા છીએ ? શીખ્યા છો તો ક્યાંથી શીખ્યા છો ? અપુનવૃત્તિરૂપે શીખ્યા છો ? નહીં તો શિક્ષણ મિથ્યા ઠરશે. ૬૧ જીવન શું છે ? જીવ શું છે ? તમે શું છો ? તમારી ઇચ્છાપૂર્વક કાં નથી થતું ? તે કેમ કરી શકશો ? બાધતા પ્રિય છે કે નિરાબાધતા પ્રિય છે ? તે ક્યાં ક્યાં કેમ કેમ છે ? એનો નિર્ણય કરો. અંતરમાં સુખ છે. બહારમાં નથી. સત્ય કહું છું. Page #77 -------------------------------------------------------------------------- ________________ કર વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ હે જીવ, ભૂલ મા, તને સત્ય કહું છું. સુખ અંતરમાં છે; તે બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. સ્થિતિ રહેવી બહુ વિકટ છે; નિમિત્તાધીન ફરી ફરી વૃત્તિ ચલિત થઈ જાય છે. એનો દઢ ઉપયોગ રાખવો જોઈએ. એ ક્રમ યથાયોગ્ય ચલાવ્યો આવીશ તો તું મૂંઝાઈશ નહીં. નિર્ભય થઈશ. હે જીવ ! તું ભૂલ મા. વખતે વખતે ઉપયોગ ચૂકી કોઈને રંજન કરવામાં, કોઈથી રંજન થવામાં, વા મનની નિર્બળતાને લીધે અન્ય પાસે મંદ થઈ જાય છે, એ ભૂલ થાય છે. તે ન કર. ૧૦૮ ધર્મમાં પ્રસક્ત રહો એ જ ફરી ફરી ભલામણ. સત્યપરાયણના માર્ગનું સેવન કરીશું તો જરૂર સુખી થઈશું, પાર પામીશું, એમ હું ધારું છું. આ ભવનું પરભવનું નિરુપાધિપણું જે વાટેથી કરી શકાય તે વાટેથી કરશો, એમ વિનંતી છે. ૧૧૮ जणं जणं दिसं इच्छई तणं तणं दिसं अप्पडिबद्धे । જે જે દિશા ભણી જવું ઇચ્છે તે તે દિશા જેને અપ્રતિબદ્ધ અર્થાત્ ખુલ્લી છે. (રોકી શકતી નથી.) આવી દશાનો અભ્યાસ જ્યાં સુધી નહીં થાય; ત્યાં સુધી યથાર્થ ત્યાગની ઉત્પત્તિ થવી કેમ સંભવે ? પૌદ્ગલિક રચનાએ આત્માને સ્તંભિત કરવો ઉચિત નથી. ૧૨૪ અંતર્નાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ-વિકલ્પનું રટણ ન કર્યું હોય, અને એ વડે ‘સમાધિ' ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી ? બીજા જીવો પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લોભ કરતાં કે અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણ્યું ? અર્થાત્ એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહી જીવી શકું એવા કેટલાક પદાર્થો (સ્ત્રીઆદિક) તે અનંત વાર છોડતાં, તેનો વિયોગ થયાં અનંત કાળ પણ થઈ ગયો; તથાપિ તેના વિના જિવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રીતિભાવ કાં થયો ? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે. વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોઉં; જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું; તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો ? અર્થાત્ એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું! અને તેમ કરવાની તો ઇચ્છા નહોતી ! કહો એ સ્મરણ થતાં આ ક્લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય ? અર્થાત્ આવે છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉ૩ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક વધારે શું કહેવું ? જે જે પૂર્વનાં ભવાંતરે બ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દઢત્વ આત્મામાં પ્રકાશે છે. પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું ? જે દઢતા છે તે પૂર્ણ કરવી; જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે, પણ જે કંઈ આડું આવે છે, તે કોરે કરવું પડે છે, અર્થાત ખસેડવું પડે છે, અને તેમાં કાળ જાય છે. જીવન ચાલ્યું જાય છે, એને ન જવા દેવું, જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી, એમ દઢતા છે તેનું કેમ કરવું ? કદાપિ કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ ? અર્થાત્ તેવા સંતો ક્યાં છે, કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ ? ત્યારે હવે કેમ કરવું? ગમે તેમ હો, ગમે તેટલાં દુખ વેઠો, ગમે તેટલા પરિષહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહના કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો, અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ. ત્યાં સુધી હે જીવ ! છૂટકો નથી.” આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે, અને તે યથાયોગ્ય લાગે છે. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું, તે હોય તો આર્યાચરણ (આર્ય પુરુષોએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો પછી માગવાની ઇચ્છા પણ નથી. - ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. લોકલ્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે. એ કંઈ ખોટું છે ?” શું ? પરિભ્રમણ કરાયું તે કરાયું. હવે તેનાં પ્રત્યાખ્યાન લઈએ તો ? લઈ શકાય. એ પણ આશ્ચર્યકારક છે. એ જ વિજ્ઞાપન. ૧૨૮ ઇશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેનો દઢ વિશ્વાસ હોય છે, તે દુઃખી હોતો નથી, અથવા દુઃખી હોય તો દુઃખ વેદતો નથી. દુઃખ ઊલટું સુખરૂપ થઈ પડે છે. આભેચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્દાનુસાર ગમે તેવા શુભાશુભ ઉદય આવો, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો. Page #79 -------------------------------------------------------------------------- ________________ હ૪ વચનામૃત પત્ર-૧ થી પ૦૦ રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે. પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું? હાડ, માંસ, અને તેની મજાને એક જ એ જ રંગનું રંગના છે. એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે, અને તેને લીધે નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ સુંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું નથી કંઈ ચાખવું ગમતું કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઊઠવું ગમતું, નથી સૂવું ગમતું કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ ગમતો કે નથી સંગા ગમતો, નથી લક્ષ્મી ગમતી કે નાથી અલક્ષ્મી ગમતી એમ છે; તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઊગતું જણાતું નથી. તે હો તોપણ ભલે અને ન હો તોપણ ભલે એ કંઈ દુઃખનાં કારણ નથી. દુઃખનું કારણ માત્રા વિષમાત્મા છે, અને તે જે સમ છે તો સર્વ સુખ જ છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. ૧૩૩ દેહધારીને વિટંબના એ તો એક ધર્મ છે. ત્યાં બંદ કરીને આત્મવિસ્મરણ શું કરવું? નિરૂપાયતા આગળ સહનશીલતા જ સુખદાયક છે. આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો. જોકે સર્વ ક્ષેત્રે જન્મવાની તેણે ઇચ્છા રૂંધી જ છે, તથાપિ થયેલા જન્મ માટે શોક દર્શાવવા આમ રુદનવાક્ય લખ્યું છે. કોઈ પણ પ્રકારે વિદેહી દશા વગરનું, યથાયોગ્ય જીવન્મુક્ત દશા વગરનું, યથાયોગ્ય નિગ્રંથ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાળવું જીવને સુલભ લાગતું નથી તો પછી બાકી રહેલું અધિક આયુષ્ય કેમ જશે, એ વિટંબના આભેચ્છાની છે. ૧૩૪ જ્યાં સુધી આત્મા આત્મભાવથી અન્યથા એટલે દેહભાવે વર્તશે, હું કરું છું એવી બુદ્ધિ કરશે, હું રિદ્ધિ ઇત્યાદિકે અધિક છું એમ માનશે, શાસ્ત્રને જાળરૂપે સમજશે, મર્મને માટે મિથ્યા મોહ કરશે, ત્યં સુધી તેની શાંતિ થવી દુર્લભ છે. ૧૩૬ નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો:૧. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય આવવાના કષાયોને શમાવો. ૨. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. ૩. આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકો. ૪. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. પ. કોઈ એક પુરુષ શોધો, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખો. એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે; પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે, એમ અવશ્ય માનો. અધિક શું કહું ? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. બાકીનાં ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમા અભ્યાસ સિવાયનો, તેની પ્રાપ્તિ સિવાયનો બીજો કોઈ નિર્વાણમાર્ગ મને સૂઝતો નથી; અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂછ્યું હશે - (સૂછ્યું છે.) ૧૪૩ Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૬૫ ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઈએ છે. બીજી કંઈ સ્પૃહા રહેતી નથી. રહેતી હોય તોપણ રાખવા ઇચ્છા નથી. એક “હિ હિ” એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે. અધિક શું કહેવું? લખ્યું લખાય તેમ નથી; કથ્ય કથાય તેમ નથી. જ્ઞાને માત્ર ગમ્ય છે. કાં તો શ્રેણીઓ શ્રેણીએ સમજાય તેવું છે. બાકી તો અવ્યક્તતા જ છે, માટે જે નિઃસ્પૃહ દશાનું જ રટણ છે, તે મળે, આ કલ્પિત ભૂલી ગયે છૂટકો છે. ૧૪૪ મોતનું ઔષધ હું આ તને દઉં છું. વાપરવામાં દોષ કરજે નહીં. તને કોણ પ્રિય છે ? મને ઓળખનાર. આમ કાં કરો ? હજુ વાર છે. શું થનાર છે તે ? હે કર્મ ! તને નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ નહીં. ૧૫૦ - ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. ૧પ૩ બીજાં સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ; અથવા અસદ્ગર થકી, ઊલટો વધ્યો ઉતાપ. પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્ગુરુ યોગ; વચન સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશોગ. નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ. ૧પ૪ પ્રથમ ત્રણ કાળને મૂઠીમાં લીધો, એટલે મહાવીર દેવે જગતને આમ જોયું - તેમાં અનંત ચૈતન્યાત્માઓ મુક્ત દીઠા. અનંત ચૈતન્યાત્માઓ બદ્ધ દીઠા. અનંત મોક્ષપાત્ર દીઠા. અનંત મોક્ષ અપાત્ર દીઠા. અનંત અધોગતિમાં દીઠા. ઊર્ધ્વગતિમાં દીઠા. તેને પુરુષાકારે જોયું. જડ ચૈતન્ચાત્મક જોયું. ૧૫૬ Page #81 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ રોજનીશી નાના પ્રકારનો મોહ પાતળો થવાથી આત્માની દૃષ્ટિ પોતાના ગુણથી ઉત્પન્ન થતાં સુખમાં જાય છે, અને પછી તે મેળવવા તે પ્રયત્ન કરે છે. એ જ દષ્ટિ તેને તેની સિદ્ધિ આપે છે. આયુષ્યનું પ્રમાણ આપણે જાણ્યું નથી. બાલાવસ્થા અસમજમાં વ્યતીત થઈ; માનો કે ૪૦ વર્ષનું આયુષ્ય હશે, અથવા વૃદ્ધતા દેખી શકીશું એટલું આયુષ્ય હશે. પણ તેમાં શિથિલદશા સિવાય બીજું કંઈ જોઈ શકીશું નહીં. હવે માત્ર એક યુવાવસ્થા રહી. તેમાં જો મોહનીય બળવત્તરતા ન ઘટી તો સુખથી નિદ્રા આવશે નહીં, નીરોગી રહેવાશે નહીં, માઠા સંકલ્પ-વિકલ્પ ટળશે નહીં અને ઠામ ઠામ આથડવું પડશે, અને તે પણ રિદ્ધિ હશે તો થશે, નહીં તો પ્રથમ તેનું પ્રયત્ન કરવું પડશે. તે ઇચ્છા પ્રમાણે મળી ન મળી તો એક બાજુ રહી, પરંતુ વખતે પેટ પૂરતી મળવી દુર્લભ છે. તેની જ ચિંતામાં, તેના જ વિકલ્પમાં અને તે મેળવીને સુખ ભોગવીશું એ જ સંકલ્પમાં, માત્ર દુઃખ સિવાય બીજું કંઈ દેખી શકીશું નહીં. એ વયમાં કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરતાં ફાવ્યા તો એકદમ આંખ તીરછી થઈ જશે. ન ફાવ્યા તો લોકનો ભેદ અને પોતાનો નિષ્ફળ ખેદ બહુ દુઃખ આપશે. પ્રત્યેક વખત મૃત્યુના ભયવાળો, રોગના ભયવાળો, આજીવિકાના ભયવાળો, યશ હશે તો તેની રક્ષાના ભયવાળો, અપયશ હશે તો તેને ટાળવાના ભયવાળો, લેણું હશે તો તેને લેવાના ભયવાળો, દેણું હશે તો તેની હાયવોયના ભયવાળો, સ્ત્રી હશે તો તેની..ના ભયવાળો, નહીં હોય તો તેને પ્રાપ્ત કરવાના ખ્યાલવાળો, પુત્રપુત્રાદિક હશે તો તેની કડાકૂટના ભયવાળો, નહીં હોય તો તેને મેળવવાના ખ્યાલવાળો, ઓછી રિદ્ધિ હશે તો વધારેના ખ્યાલવાળો, વધારે હશે તો તેને બાથ ભરવાના ખ્યાલનો, એમ જ પ્રત્યેક સાધનો માટે અનુભવ થશે. ક્રમે કે વિક્રમે ટૂંકામાં કહેવાનું કે, સુખનો સમય હવે કયો કહેવો ? બાલાવસ્થા ? યુવાવસ્થા ? જરાવસ્થા ? નીરોગાવસ્થા? રોગાવસ્થા ? ધનાવસ્થા ? નિર્ધનાવસ્થા ? ગૃહસ્થાવસ્થા ? અગૃહસ્થાવસ્થા? એ સર્વ પ્રકારની બાહા મહેનત વિના અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયો તે જ આપણને બીજી દૃષ્ટિ કરાવી, સર્વ કાળને માટે સુખી કરે છે. એટલે કહ્યું શું? તો કે વધારે જિવાયું તોપણ સુખી, ઓછું જિવાયું તોપણ સુખી, પાછળ જન્મવું હોય તોપણ સુખી, ન જન્મવું હોય તો પણ સુખી. આજ મને ઉછરંગ અનુપમ, જન્મકૃતાર્થ જોગ જણાયો; વાસ્તવ્ય વસ્તુ, વિવેક વિવેચક તે ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો. કળિકાળે મનુષ્યને સ્વાર્થપરાયણ અને મોહવશ કર્યા. જેનું હદય શુદ્ધ, સંતની બતાવેલી વાટે ચાલે છે તેને ધન્ય છે. સત્સંગના અભાવથી ચઢેલી આત્મશ્રેણિ ઘણું કરીને પતિત થાય છે. ૧. કોઈના પણ દોષ જો નહીં. તારા પોતાના દોષથી જે કંઈ થાય છે, તે થાય છે, એમ માન. ૨. તારી (આત્મ) પ્રશંસા કરીશ નહીં, અને કરીશ તો તું જ હલકો છે એમ હું માનું છું. ૩. જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂક કરવાનું પ્રયત્ન કરજે. એકદમ તેમાં તને સિદ્ધિ નહીં મળે, વા વિન નડશે, તથાપિ દઢ આગ્રહથી હળવે હળવે તે ક્રમ પર તારી નિષ્ઠા લાવી મૂકજે. Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક આ બંધાયેલા પામે છે મોક્ષ એમ કાં ન કહી દેવું ? એવી કોને ઇચ્છા રહી કે તેમ થવા દે છે ? જિનનાં વચનની રચના અદ્ભુત છે, એમાં તો ના નહીં. પણ પામેલા પદાર્થનું સ્વરૂપ તેનાં શાસ્ત્રોમાં કાં નહીં ? શું તેને આશ્ચર્ય નહીં લાગ્યું હોય, કાં છુપાવ્યું હશે ? ५७ ૧૫૭ તે શ્રીમાન પુરુષોત્તમ, સત્-ચિત્-આનંદરૂપે સર્વત્ર ભરપૂર છે. મૂર્તિમાન ! (ગુરુગમ) સ્વરૂપ અક્ષરધામમાં બિરાજે છે. અમે તે મૂર્તિમાન સ્વરૂપને શું વર્ણવીએ ? એ સ્વરૂપ વિચારતાં, સંભારતાં અમને તો પરમ સમાધિ આવે છે. અહો તે સ્વરૂપ ! અહો તે સ્વરૂપ ! અહો અમારું મહાભાગ્ય કે આ જન્મને વિષે અમને તેની ભક્તિની દૃઢ રુચિ થઈ ! ૧૫૭૪ હે હરિ, આ કળિકાળમાં તારે વિષે અખંડ પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે, એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. નાના પ્રકારના સુખાભાસને વિષે પ્રયત્ન થઈ રહ્યો છે. આરત પણ નાશ પામ્યા જેવું થઈ ગયું છે. વૃદ્ધમર્યાદા રહી નથી. ધર્મમર્યાદાનો તિરસ્કાર થયા કરે છે. સત્સંગ શું ? અને એ જ એક કર્તવ્યરૂપ છે એમ સમજવું કેવળ દુર્ઘટ થઈ પડ્યું છે. સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે. માયાની પ્રવૃત્તિનો પ્રસંગ ફરી ફરી જીવો કર્યા કરે છે. એક વખતે જે વચનોની પ્રાપ્તિ થતાં જીવ બંધનમુક્ત હોય અને તારા સ્વરૂપને પામે, તેવાં વચનો ઘણા વખત કહેવાયાનું પણ કાંઈ જ ફળ થતું નથી. એવી જીવોમાં અજોગ્યતા આવી ગઈ છે. નિષ્કપટપણું હાનિને પામ્યું છે. શાસ્ત્રને વિષે સંદેહ ઉત્પન્ન કરવો એ એક જ્ઞાન જીવે માન્યું છે. પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપરૂપ તેને લાગતું નથી. પરિગ્રહ પેદા કરનાર એવા સગાસંબંધીમાં એવો પ્રેમ કર્યો છે કે તેવો તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તો જીવ તને પામે. સર્વભૂતને વિષે દયા રાખવી અને સર્વને વિષે તું છો એમ હોવાથી દાસત્વભાવ રાખવો એ પરમ ધર્મ સ્ખલિત થઈ ગયો છે. સર્વરૂપે તું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવનો ત્યાગ કરવો એ મોટા પુરુષોનું અંતરંગ જ્ઞાન આજે ક્યાંય જોવામાં આવતું નથી. અમે કે જે માત્ર તારું નિરંતર દાસત્વ જ અનન્ય પ્રેમે ઇચ્છીએ છીએ, તેને પણ તું કળિયુગનો પ્રસંગી સંગ આપ્યા કરે છે. હવે હે હરિ, આ જોયું જતું નથી, સાંભળ્યું જતું નથી. તે ન કરાવવું યોગ્ય છે, તેમ છતાં અમારા પ્રત્યે તારી તેવી જ ઇચ્છા હોય તો પ્રેરણા કર એટલે અમે તે કેવળ સુખરૂપ જ માની લઈશું. અમારા પ્રસંગમાં આવેલા જીવો કોઈ પ્રકારે દુભાય નહીં અને અમારા દ્વેષી ન હોય (અમારા કારણથી) એવો હું શરણાગત ઉપર અનુગ્રહ થવો યોગ્ય હોય તો કર. મને મોટામાં મોટું દુઃખ માત્ર એટલું જ છે કે તારાથી વિમુખ થવાય એવી વૃત્તિઓએ જીવો પ્રવર્તે છે, તેનો પ્રસંગ થવો અને વળી કોઈ કારણોને લીધે તેને તારા સન્મુખ થવાનું જણાવતાં છતાં તેનું અનંગીકારપણું થવું એ અમોને પરમદુઃખ છે. અને જો તે યોગ્ય હશે તો તે ટાળવાને હે નાથ ! તું સમર્થ છો, સમર્થ છો. મારું સમાધાન ફરી ફરી હે હર ! સમાધાન કર. ૧૭૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉ૮ વચનામૃત પત્ર-૧ થી પ૦૦ અભુત ! અદ્ભુત ! અદ્ભુત ! પરમ અચિંત્ય એવું છે હરિ, તારું સ્વરૂપ, તેનો પામર પ્રાણી એવો હું કેમ પાર પામું? હું જે તારો અનંત બ્રહ્માંડમાંનો એક અંશ તે તને શું જાણે ? સર્વસત્તાત્મકશાન જેના મધ્યમાં છે એવા હે હરિ, તને ઇચ્છું છું, ઇચ્છું છું, તારી કૃપાને ઇચ્છું છું. તને ફરી ફરી હે હરિ, ઇચ્છું છું. હે શ્રીમાન પુરુષોત્તમ, તું અનુગ્રહ કર ! અનુગ્રહ ! ! ૧૬૪ ભગવાન પરિપૂર્ણ સર્વગુણસંપન્ન કહેવાય છે. તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછાં નથી ! વિચિત્ર કરવું એ જ એની લીલા ! ત્યાં અધિક શું કહેવું ! સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલાં જ્ઞાનને જ ગાઈ ગયા છે. એ જ્ઞાનની દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. હું ધારું છું કે કેવળજ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. મોક્ષની આપણને કાંઈ જરૂર નથી. નિઃશંકપણાની, નિર્ભયપણાની, નિર્મઝનપણાની અને નિસ્પૃહપણાની જરૂર હતી, તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જાય છે; અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણાસાગર ગુપ્ત રહેલાની કૃપા થશે એમ આશા રહે છે. છતાં વળી એથીયે અલૌકિક દશાની ઇચ્છા રહે છે, ત્યાં વિશેષ શું કહેવું ? જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. ૧૦પ સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે ? નીચેનાં વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય સપુરુષોની સમ્મતિથી મંગળરૂપ માન્યાં છે. મોક્ષનાં સર્વોત્તમ કારણરૂપ માખ્યાં છે – ૧. માસિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી; તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. ૨. કોઈ પણ પ્રકારે સદ્ગરનો શોધ કરવો; શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું; અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. ૩. અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિધાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર “સત મળ્યા નથી, “સત સુચ્યું નથી, અને “સત શ્રધ્યું નથી, અને એ મળે, એ સુચ્છે, અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. ૪. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. ૫. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિ કાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો. ૧૬૬ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૯ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે. અને તે પામવાનો હેતુ પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃતસાગરનું અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાધ કરે નહીં; અવલોકનસુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં; “તુંહિ તેહિ વિના બીજી રટણા રહે નહીં; માયિક એક પણ ભયનો, મોહનો, સંકલ્પનો કે વિકલ્પનો અંશ રહે નહીં. મહાન પુરુષોએ કેવી દશા પામી માર્ગ પ્રકાશ્યો છે, શું શું કરીને માર્ગ પ્રકાશ્યો છે, એ વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે; અને એ જ પ્રગટ માર્ગ કહેવા દેવાની ઈશ્વરી ઇચ્છાનું લક્ષણ જણાય છે. તીર્થકર જે સમજ્યા અને પામ્યા છે. આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઈ જ નથી. આ નિર્ણય ઘણાય વખત થયાં કરી રાખ્યો છે. જોકે તીર્થકર થવા ઇચ્છા નથી; પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા છે, એટલી બધી ઉન્મત્તતા આવી ગઈ છે. તેને શમાવવાની શક્તિ પણ આવી ગઈ છે, પણ ચાહીને શમાવવાની ઇચ્છા રાખી નથી. ૧૭૦ અનંત કાળથી પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય ? નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો; સપુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; સપુરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું; સપુરુષોનાં લક્ષણનું ચિંતન કરવું; સપુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું; તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદભુત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહા માર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિધમાન સપુરુષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. અધિક શું લખવું? આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે અને ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સૂછ્યું, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશે મને તો એ જ સમ્મત છે. ૧૭૨ જે છૂટવા માટે જ જીવે છે તે બંધનમાં આવતો નથી આ વાક્ય નિઃશંક અનુભવનું છે. બંધનનો ત્યાગ કર્યો છુટાય છે, એમ સમજ્યા છતાં તે જ બંધનની વૃદ્ધિ કર્યા કરવી, તેમાં પોતાનું મહત્ત્વ સ્થાપન કરવું, પૂજ્યતા પ્રતિપાદન કરવી, એ જીવને બહુ રખડાવનારું છે. આ સમજણ સમીપે આવેલા જીવન હોય છે, અને તેવા જીવો સમર્થ ચક્રવતી જેવી પદવીએ છતાં તેનો ત્યાગ કરી, કરપાત્રમાં ભિક્ષા માગીને જીવનાર સંતના ચરણને અનંત અનંત પ્રેમે પૂજે છે, અને જરૂર તે છૂટે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૦ વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ દીનબંધુની દષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં; બંધાવાના કામીને છોડવો નહીં. અહીં વિકલ્પી જીવને એવો વિકલ્પ ઊઠે કે જીવને બંધાવું ગમતું નથી, સર્વને છૂટવાની ઇચ્છા છે, તો પછી બંધાય છે કાં ? એ વિકલ્પની નિવૃત્તિ એટલી જ છે કે, એવો અનુભવ થયો છે કે, જેને છૂટવાની દઢ ઇચ્છા થાય છે, તેને બંધનનો વિકલ્પ મટે છે; અને એ આ વાર્તાનો સત્સાક્ષી છે. એક બાજુથી પરમાર્થમાર્ગ ત્વરાથી પ્રકાશવા ઇચ્છા છે, અને એક બાજુથી અલખ “લે' માં સમાઈ જવું એમ રહે છે. અલખ “લે’ માં આત્માએ કરી સમાવેશ થયો છે, યોગે કરીને કરવો એ એક રટણ છે. પરમાર્થનો માર્ગ ઘણા મુમુક્ષુઓ પામે, અલખ સમાધિ પામે તો સારું અને તે માટે કેટલુંક મનન છે. દીનબંધુની ઇચ્છા પ્રમાણે થઈ રહેશે. અદ્ભુત દશા નિરંતર રહ્યા કરે છે. અબધુ થયા છીએ; અબધુ કરવા માટે ઘણા જીવો પ્રત્યે દષ્ટિ છે. ૧૭૬ નિત્ય નિયમમાં તમને અને બધા ભાઈઓને હમણાં તો એટલું જ જણાવું છું કે જે જે વાટેથી અનંતકાળથી ગ્રહાયેલા આગ્રહનો, પોતાપણાનો, અને અસત્સંગનો નાશ થાય છે તે વાટે વૃત્તિ લાવવી; એ જ ચિંતન રાખવાથી, અને પરભવનો દઢ વિશ્વાસ રાખવાથી કેટલેક અંશે તેમાં જય પમાશે. ૧૭૭ રોમ રોમ ખુમારી ચઢશે, અમરવમય જ આત્મદષ્ટિ થઈ જશે, એક “Úહિ તૃહિ' મનન કરવાનો પણ અવકાશ નહીં રહે, ત્યારે આપને અમરવરના આનંદનો અનુભવ થશે. અત્ર એ જ દશા છે. રામ હદે વસ્યા છે, અનાદિનાં ખસ્યાં છે. સુરતિ ઇત્યાદિક હસ્યાં છે. ૧૮૦ પરિભ્રમણ કરતો જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યો નથી. જે પામ્યો છે, તે બધું પૂર્વાનુપૂર્વ છે. એ સઘળાની વાસનાનો ત્યાગ કરવાનો અભ્યાસ કરશો. દઢ પ્રેમથી અને પરમોલ્લાસથી એ. અભ્યાસ જયવંત થશે, અને તે કાળે કરીને મહાપુરુષના યોગે અપૂર્વની પ્રાપ્તિ કરાવશે. સર્વ પ્રકારની ક્રિયાનો, યોગનો, જપનો, તપનો, અને તે સિવાયના પ્રકારનો લક્ષ એવો રાખજો કે આત્માને છોડવા માટે સર્વે છે; બંધનને માટે નથી. જેથી બંધન થાય એ બધાં (ક્રિયાથી કરીને સઘળાં યોગાદિક પર્યત) ત્યાગવા યોગ્ય છે. ૧૮૩ છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ સમજાયા વિના રહ્યો નથી; પરંતુ યોગ (મન, વચન, કાયા) થી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે; અને એમ થયે એ દેશ અનુભવાશે, અર્થાત્ તેમાં જ રહેવાશે; પરિપૂર્ણ લોકાલોકજ્ઞાન ઉત્પન્ન થશે; અને એ ઉત્પન્ન કરવાની (તેમ) આકાંક્ષા રહી નથી, છતાં ઉત્પન્ન કેમ થશે? એ વળી આશ્ચર્યકારક છે ! પરિપૂર્ણ સ્વરૂપજ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે; અને એ સમાધિમાંથી નીકળી લોકાલોકદર્શન પ્રત્યે જવું કેમ બનશે? એ પણ એક મને નહીં પણ પત્ર લખનારને વિકલ્પ થાય છે ! જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો, એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે ! ૧૮૭ Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ ? અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. સત્સ્વરૂપને અભેદભાવે અને અનન્ય ભક્તિએ નમોનમઃ ૭૧ ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક્પ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. એ માર્ગ, આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગનો વિચાર કરવો; દૃઢ મોક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનજો. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જોકે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે; તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. સૂયગડાંગસૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે : હે આયુષ્યમનો ! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું ? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે. સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છેઃ- ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે. आणा धम्म आणाए तवो । આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આશાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર) સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વેથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા (લોકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પવિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. અને એ માર્ગે જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ રાખજો. બાકી બીજાં બધાં સાધન પછી કરવા યોગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ વિચારતાં લાગશે નહીં. ૧૯૪ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૨ વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ સત્સવરૂપને અભેદરૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર માર્ગની ઇચ્છા જેને ઉત્પન્ન થઈ છે, તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે: “અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી ? અને તે શું કરવાથી થાય ?” આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે; અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી; પૂર્વે થયું નથી; અને ભવિષ્યકાળે પણ નહીં થશે. અમે તો એમ જાણ્યું છે. માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું? તે જણાય છે. ૧૫ જીવને બે મોટાં બંધન છેઃ એક સ્વછંદ અને બીજું પ્રતિબંધ. સ્વછંદ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ; અને પ્રતિબંધ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તો બંધનનો નાશ થતો નથી. સ્વછંદ જેનો છેદાયો છે તેને જે પ્રતિબંધ છે, તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે. આટલી શિક્ષા સ્મરણ કરવારૂપ છે. ૧૯૬ બીજી બધી પ્રવૃત્તિ કરતાં જીવને યોગ્યપણું પ્રાપ્ત થાય તેવી વિચારણા કરવી યોગ્ય છે; અને તેનું મુખ્ય સાધન સર્વ પ્રકારના કામભોગથી વૈરાગ્યસમેત સત્સંગ છે. સત્સંગ (સમવયી પુરુષોનો, સમગુણી પુરુષોનો યોગ)માં, સત્નો જેને સાક્ષાત્કાર છે એવા પુરુષનાં વચનોનું પરિચર્યન કરવું કે જેમાંથી કાળે કરીને સની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવનમૂર્તિ પ્રાપ્ત થયે જ સત પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સતનો માર્ગ મળે છે, સત્ પર લક્ષ આવે છે. સજીવનમૂર્તિનાં લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે; આ અમારું હૃધ્ય છે. આ કાળ સુલભબોધીપણું પ્રાપ્ત થવામાં વિદનભૂત છે. કંઈક (બીજા કાળ કરતાં બહુ) હજુ તેનું વિષમપણું ઓછું છે; તેવા સમયમાં વક્રપણું, જડપણું જેનાથી પ્રાપ્ત થાય છે એવા માયિક વ્યવહારમાં ઉદાસીન થવું શ્રેયસ્કર છે.............. સત્નો માર્ગ કોઈ સ્થળે દેખાતો નથી. જે કંઈ પુસ્તકો વાંચવાનો પરિચય રહેતો હોય, તેમાંથી જગતનું વિશેષ વર્ણન કર્યું હોય તેવો ભાગ વાંચવાનો લક્ષ ઓછો કરજો; અને જીવે શું નથી કર્યું ? ને હવે શું કરવું? એ ભાગ વાંચવાનો, વિચારવાનો વિશેષ લક્ષ રાખજે. હાલ તો તમે સર્વ પોતપોતાના સફળપણા અર્થે મિથ્યા ધર્મવાસનાઓનો, વિષયાદિકની પ્રિયતાનો, પ્રતિબંધનો ત્યાગ કરતાં શીખજે. જે કંઈ પ્રિય કરવા જેવું છે, તે જીવે જાણ્યું નથી; અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી; આ અમારો નિશ્ચય છે. ૧૯૮ Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૭૩ ઉપાધિથી થોડો પણ નિત્ય પ્રતિ અવકાશ લઈ ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે. અને ઉપાધિમાં પણ નિવૃત્તિનો લક્ષ રાખવાનું સ્મરણ રાખજો. જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સંભવે ? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે; એવો નિશ્ચય કરવો જોઈએ. અને સફળપણા માટે જે જે સાધનોની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે. ૧૯૯ ૧. જીવ પોતાને ભૂલી ગયો છે, અને તેથી સત્સુખનો તેને વિયોગ છે, એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે. ૨. પોતાને ભૂલી ગયારૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિઃશંક માનવું. ૩. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. ૪. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પોતાની ઇચ્છાએ પ્રવર્તતાં અનાદિ કાળથી રખડ્યો. ૫. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. ૬. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. ૭. જોકે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી, અને મનન તથા નિદિધ્યાસનાદિનો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. ૮. આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે. ૯. ઋષભદેવજીએ અઠ્ઠાણું પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. ૧૦. પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. ૧૧. અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. ૧૨. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. ૧૩. આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. ૧૪. એ ગુપ્ત ૨૦૦ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ૧. લોક પુરુષસંસ્થાને કહ્યો, એનો ભેદ તમે કંઈ લહ્યો ? એનું કારણ સમજ્યા કાંઈ, કે સમજાવ્યાની ચતુરાઈ ૧ શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શને કે ઉદ્દેશ; જેમ જણાવો સુણીએ તેમ, કાં તો લઈએ દઈએ ક્ષેમ. ૨ ૨ ૩ ૪ વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ પથ ૫ ܀܀܀܀܀ શું કરવાથી પોતે સુખી ? શું કરવાથી પોતે દુઃખી ? પોતે શું ? ક્યાંથી છે આપ ? એનો માગો શીઘ્ર જવાપ. ૧ ܀܀܀܀܀ જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ; પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ૧ ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂર્વિત ભાગ્ય; તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખરંગ. ૨ ܀܀܀܀܀ જે ગાયો તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી. ૧ મૂળ સ્થિતિ જો પૂછો મને, તો સોંપી દઉં યોગી કને; પ્રથમ અંત ને મધ્યે એક, લોકરૂપ અલોકે દેખ. ૨ જીવાજીવ સ્થિતિને જોઈ, ટળ્યો ઓરતો શંકા ખોઈ; એમ જ સ્થિતિ ત્યાં નહીં ઉપાય, “ઉપાય કાં નહીં ?'' શંકા જાય. ૩ એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ; સમજે બંધમુક્તિયુત જીવ, નીરખી ટાળે શોક સદીવ. ૪ બંધયુક્ત જીવ કર્મ સહિત, પુદ્ગલ રચના કર્મ ખચીત; પુદ્ગલજ્ઞાન પ્રથમ લે જાણ, નર દેહે પછી પામે ધ્યાન. ૫ જો કે પુદ્ગલનો એ દેહ, તોપણ ઓર સ્થિતિ ત્યાં છેહ; સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ. ૬ ܀܀܀܀܀ જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સર્વદા માનો ક્લેશ; ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. ૧ સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ; ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા. ૨ ܀܀܀܀܀ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૫ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક આજના પ્રભાતથી નિરંજનદેવની કોઈ અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણા દિવસ થયાં ઇશ્કેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ (કૃષ્ણચંદ્ર)ને મહીની મટુકીમાં નાંખી વેચવા નીકળી હતી; એવી એક શ્રીમદ્ભાગવતમાં કથા છે; તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે; અમૃત પ્રવહે છે ત્યાં સહસ્ત્રદળ કમળ છે, એ મહીની મટુકી છે; અને આદિપુરુષ તેમાં બિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે; તેની પ્રાપ્તિ સપુરુષની ચિત્તવૃત્તિરૂપ ગોપીને થતાં તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે કોઈ માધવ લ્યો, હરે કોઈ માધવ લ્યો” એમ કહે છે, અર્થાત્ તે વૃત્તિ કહે છે કે આદિપુરુષની અમને પ્રાપ્તિ થઈ, અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે; બીજું કશુંય પ્રાપ્ત કરવા યોગ્ય નથી; માટે તમે પ્રાપ્ત કરો. ઉલ્લાસમાં ફરી ફરી કહે છે કે તમે તે પુરાણપુરુષને પ્રાપ્ત કરો; અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઇચ્છો તો અમે તમને તે આદિપુરુષ આપી દઈએ; મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાં છીએ, ગ્રાહક દેખી આપી | મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસ્ત્રદળ કમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે; મહીનું નામમાત્ર છે; આખી સૃષ્ટિને મળીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃતરૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે. એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થૂળ કરીને વ્યસાજીએ અદ્ભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકજને પ્રાપ્ત કરાવવા માટે અક્ષરે અક્ષરે ભરપૂર છે; અને તે (અ)મને ઘણા કાળ થયા પહેલાં સમજાયું છે; આજે અતિ અતિ સ્મરણમાં છે; કારણ કે સાક્ષાત અનુભવપ્રાપ્તિ છે; અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે. એવી દશાથી જીવ ઉન્મત્ત પણ થઈ ગયા વિના રહેશે નહીં, અને વાસુદેવ હરિ ચાહીને કેટલીક વખત વળી અંતર્ધાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ; અને તમારો સહવાસ તે પણ અસંગતા જ છે, એથી પણ વિશેષ અમને પ્રિય છે. ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સપુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણ વારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. ૨૦૧ જીવનું કલ્યાણ થાય તે માર્ગ આરાધવો “શ્રેયસ્કર છે, એમ વારંવાર કહ્યું છે છતાં અહીં એ વાતનું સ્મરણ કરાવું છું. સંસારી સંબંધ અનંત વાર થયો છે, અને જે મિથ્યા છે તે વાટે પ્રીતિ વધારવા ઇચ્છા નથી. પરમાર્થ વાટે વહાલપ ઊપજે એવો પ્રકાર ધર્મ છે. તેને આરાધજો. ૨૦૨ तत्र को मोहः कः शोकः एकत्वमनुपश्यतः । તેને મોહ શો, અને તેને શોક શો ? કે જે સર્વત્ર એકત્વ (પરમાત્મસ્વરૂપ) ને જ જુએ છે. વાસ્તવિક સુખ જો જગતની દૃષ્ટિમાં આવ્યું હોત તો જ્ઞાનીપુરુષોએ નિયત કરેલું એવું મોક્ષસ્થાને ઊર્ધ્વ લોકમાં હોત નહીં; પણ આ જગત જ મોક્ષ હોત. જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે; આ વાત જો કે યથાર્થ છે; તોપણ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે એવું જગત, વિચારી પગ મૂકવા જેવું તેને પણ કંઈ લાગે છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ, કાં તમારા સંગને ઇચ્છીએ છીએ, એ યોગ્ય જ છે. ૨૦૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૬ વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ જે સાધુઓ તમને અનુસરતા હોય તેમને સમય પરત્વે જણાવતા રહેવું કે, ધર્મ તેનું નામ આપી શકાય કે જે ધર્મ થઈને પરિણમે; જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણમે; આપણે આ બધી ક્રિયા અને વાંચના ઇત્યાદિક કરીએ છીએ, તે મિથ્યા છે, એમ કહેવાનો મારો હેતુ તમે સમજો નહીં તો હું તમને કંઈ કહેવા ઇચ્છું છું, આમ જણાવી તેમને જણાવવું કે આ જે કંઈ આપણે કરીએ છીએ, તેમાં કોઈ એવી વાત રહી જાય છે કે જેથી ધર્મ અને જ્ઞાન આપણને પોતાને રૂપે પરિણમતાં નથી, અને કષાય તેમ જ મિથ્યાત્વ (સંદેહ)નું મંદત થતું નથી, માટે આપણે જીવના કલ્યાણનો ફરી ફરી વિચાર કરવો યોગ્ય છે; અને તે વિચાર્યું કંઈક આપણે ફળ પામ્યા વિના રહેશું નહીં, આપણે બધું જાણવાનું પ્રયત્ન કરીએ છીએ પણ આપણો “સંદેહ' કેમ જાય તે જાણવાનું પ્રયત્ન કરતા નથી. એ જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી “સંદેહ કેમ જાય? અને સંદેહ હોય ત્યાં સુધી જ્ઞાન પણ ન હોય; માટે સંદેહ જવાનું પ્રયત્ન કરવું જોઈએ. પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે; પણ આ કાળમાં તેવો જોગ બનવો બહુ વિકટ છે; માટે જીવે એ વિકટતામાં રહી પાર પાડવામાં વિકટ પુરુષાર્થ કરવો યોગ્ય છે, અને તે એ કે “અનાદિ કાળથી જેટલું જાણ્યું છે, તેટલું બધુંય અજ્ઞાન જ છે; તેનું વિસ્મરણ કરવું.” સત્ સત્ જ છે, સરળ છે, સુગમ છે; સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ “સતુને બતાવનાર “સતું જોઈએ. ૨૦૭ મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક “સતને જ પ્રકાશ્ય છે. તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે. તે જ પ્રતીત કરવા યોગ્ય છે, તે જ અનુભવરૂપ છે. અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. તે “પરમસતુની જ અમો અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઇચ્છીએ છીએ. તે પરમસતુને પરમજ્ઞાન કહો, ગમે તો પરમપ્રેમ કહો, અને ગમે તો “સતુ-ચિત-આનંદ સ્વરૂપ' કહો, ગમે તો “આત્મા કહો, ગમે તો સર્વાત્મા’ કહો, ગમે તો એક કહો, ગમે તો અનેક કહો, ગમે તો એકરૂપ કહો, ગમે તો સર્વરૂપ કહો, પણ સત્ તે સત્ જ છે. અને તે જ એ બધા પ્રકારે કહેવા યોગ્ય છે. કહેવાય છે, સર્વ એ જ છે, અન્ય નહીં. એવું તે પરમતત્ત્વ, પુરુષોત્તમ, હરિ, સિદ્ધ, ઈશ્વર, નિરંજન, અલખ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર અને ભગવત આદિ અનંત નામોએ કહેવાયું છે. ૨૦૯ સર્વેએ એટલું જ હાલ તો કરવાનું છે કે જૂનું મૂક્યા વિના તો છૂટકો જ નથી; અને એ મૂકવા યોગ્ય જ છે એમ દઢ કરવું. માર્ગ સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે. ૨૧૦ આજ મને ઉછરંગ અનુભવ, જન્મકૃતાર્થ જોગ જણાયો; વાસ્તવ્ય વસ્તુ વિવેક વિવેચક, તે ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો. ૧. સાધુ પ્રત્યે Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક સત’ એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે. સ” જે કંઈ છે, તે “સ” જ છે; સરળ છે; સુગમ છે; અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ જેને ભ્રાંતિરૂપ આવરણતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય; તેમ જ આવરણ-તિમિર જેને છે એવાં પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના “સત જણાતી નથી, અને “સતની નજીક સંભવતી નથી. “સત છે, તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (૬) છે; કલ્પનાથી “પર” (આઘે) છે; માટે જેની પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી ‘સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચનો લખ્યાં છે, તે સર્વ મુમુક્ષુને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યફ પ્રકારે વિચાર્યેથી પરમપદને આપે એવાં છે; એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષદર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે; માટે ફરી ફરીને તેને સંભારવિચારજો; સમજ; સમજવા પ્રયત્ન કરજે; એને બાધ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો; એમાં જ વૃત્તિનો લય કરજો. એ તમને અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે; એમાં “સત જ કહ્યું છે; એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો. ૨૧૧ જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે, એવી સજીવમૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણી વાર થઈ ગયો છે; પણ તેનું ઓળખાણ થયું નથી; જીવે ઓળખાણ કરવા પ્રયત્ન કવચિત કર્યું પણ હશે; તથાપિ જીવને વિષે ગ્રહી રાખેલી સિદ્ધિયોગાદિ, રિદ્ધિયોગાદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દષ્ટિ મલિન હતી; દષ્ટિ જો મલિન હોય તો તેવી સામૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી; અને જ્યારે ઓળખાણ પડે છે, ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે, અર્થાત તેના વિયોગે તે ઉદાસીનભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે; બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બન્ને એને સમાન થઈ ગયાં હોય છે. આવી દશા જ્યારે આવે છે, ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે; પણ એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય દઢ છે તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. ૨૧૨ આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાનાં પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઇચ્છે છે, એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલા ખેદ, વરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક સપુરુષ જ શરણ છે; પુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્પષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. Page #93 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત પત્ર-૧ થી પ૦૦ સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ સપુરુષનો જ અનુગ્રહ છે; કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે, તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સપુરુષ જ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ, તેનું સપુરુષ જ કારણ છે; આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમા રૂપ પુરુષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ. ત્રિલોકના નાથ વશ થયા છે જેને એવા છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે; એવા સપુરુષને અમે ફરી ફરી આવીએ છીએ. એક સમય પણ કેવળ અસગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે; તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, એવાં સસ્પષનાં અંતઃકરણ, તે જોઈ અમે પરમાગ્દર્ય પામી નમીએ છીએ. હે પરમાત્મા. અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય. તેમ છતાં જૈન ગ્રંથોમાં કવચિત્ પ્રતિપાદન થયું છે તે પ્રમાણે આ કાળે મોક્ષ ન હોય; તો આ ક્ષેત્રે એ પ્રતિપાદન તું રાખ, અને અમને મોક્ષ આપવા કરતાં સસ્તુરુષના જ ચરણનું ધ્યાન કરીએ અને તેની સમીપ જ રહીએ એવો યોગ આપ. હે પુરુષપુરાણ ! અમે તારામાં અને સત્પષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી; તારા કરતાં અમને તો સપુરુષ જ વિશેષ લાગે છે, કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે, અને અમે પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં; એ જ તારું દુર્ઘટપણું અમને પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કારણ કે તું વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી, અને તારાથી પણ સરળ છે, માટે હવે તું કહે તેમ કરીએ ? હે નાથ ! તારે ખોટું ન લગાડવું કે અમે તારા કરતાં પણ સપુરુષને વિશેષ આવીએ છીએ; જગત આખું તને જીવે છે, તો પછી અમે એક તારા સામા બેઠા રહીશું તેમાં તેમને ક્યાં જીવનની આકાંક્ષા છે; અને ક્યાં તને ન્યૂનપણું પણ છે ? ૨૧૩ અભેદદશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા ઇચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી; અને પોતાની અરૂ૫ ભ્રાંતિનો પરિત્યાગ કરવો. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભોગની ઇચ્છા ત્યાગવી યોગ્ય છે, અને એમ થવા માટે સત્પરુષના શરણ જેવું એક્કે ઔષધ નથી. આ નિશ્ચયવાર્તા બિચારાં મોહાંધ પ્રાણીઓ નહીં જાણીને ત્રણે તાપથી બળતાં જોઈ પરમ કરુણા આવે છે. હે નાથ, તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્ગાર નીકળે છે. અમને તો એમ લાગે છે કે આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે; તે સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત્ છે; અને પરમાત્માની વિભૂતિરૂપે અમારું ભક્તિધામ છે. ૨૧૪ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૯ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક આ જે કંઈ જોઈએ છીએ, જે કંઈ જોઈ શકાય તેવું છે, જે કંઈ સાંભળીએ છીએ, જે કંઈ સાંભળી શકાય તેવું છે, તે સર્વ એક સત્ જ છે. જે કંઈ છે તે સત્ જ છે. અન્ય નહીં. તે સત એક જ પ્રકારનું હોવાને યોગ્ય છે. તે જ સત્ જગતરૂપે બહુ પ્રકારનું થયું છે, પણ તેથી તે કંઈ સ્વરૂપથી શ્રુત થયું નથી. સ્વરૂપમાં જ તે એકાકી છતાં અને કાકી હોઈ શકવાને સમર્થ છે. એક સુવર્ણ, કુંડલ, કડાં, સાંકળાં અને બાજુબંધાદિક અનેક પ્રકારે હોય તેથી તેમાંથી કંઈ સુવર્ણપણું ઘટતું નથી. પર્યાયાંતર ભાસે છે. અને તે તેની સત્તા છે. તેમ આ સમસ્ત વિશ્વ તે ‘સતનું પર્યાયાંતર છે, પણ સતરૂપ જ છે. ૨૧૬ પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ કરવો યોગ્ય જ છે. સરળ વાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મયભક્તિ રહેતી નથી, અને એકતાર સ્નેહ ઊભરાતો નથી. આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઇચ્છા થયા કરે છે. જોકે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી, પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપયોગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે, કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે; અને એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમભક્તિ આવ્યા વિના દેહત્યાગ કરવાની ઇચ્છા થતી નથી. કદાપિ સર્વાત્માની એવી જ ઇચ્છા હશે તો ગમે તેવી દીનતાથી પણ તે ઇચ્છા ફેરવશું. પણ પ્રેમભક્તિની પૂર્ણ લય આવ્યા વિના દેહત્યાગ નહીં કરી શકાય એમ રહે છે; અને વારંવાર એ જ રટના રહેવાથી “વનમાં જઈએ' “વનમાં જઈએ' એમ થઈ આવે છે. આપનો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે. ગોપાંગનાની જેવી શ્રીમદ્ ભાગવતમાં પ્રેમભક્તિ વર્ણવી છે, એવી પ્રેમભક્તિ આ કળિકાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે, એમ જોકે સામાન્ય લક્ષ છે, તથાપિ કળિકાળમાં નિષ્ણુળ મતિથી એ જ લય લાગે તો પરમાત્મા અનુગ્રહ કરી શીધ્ર એ ભક્તિ આપે છે. ૨૧૭ સત્ સત્ છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. સત્ છે. કાળથી તેને બાધા નથી. તે સર્વનું અધિષ્ઠાન છે. વાણીથી અકથ્ય છે. તેની પ્રાપ્તિ હોય. છે; અને તે પ્રાપ્તિનો ઉપાય છે. | ગમે તે સંપ્રદાય, દર્શનના મહાત્માઓનો લક્ષ એક “સત જ છે. વાણીથી અકથ્ય હોવાથી મૂંગાની શ્રેણે સમજાવ્યું છે, જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે; વાસ્તવિક રીતે ભેદ નથી. લોકનું સ્વરૂપ સર્વ કાળ એક સ્થિતિનું નથી; ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે; અનેક રૂપ નવાં થાય. છે; અનેક સ્થિતિ કરે છે અને અનેક લય પામે છે; એક ક્ષણ પહેલાં જે રૂપ બાહ્ય જ્ઞાને જણાયું નહોતું, તે દેખાય. છે; અને ક્ષણમાં ઘણાં દીર્ધ વિસ્તારવાળાં રૂપ લય પામ્યાં જાય છે. મહાત્માના વિધમાને વર્તતું લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે; પણ સર્વ કાળ જેની એક સ્થિતિ નથી Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૦ વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ એવું એ રૂપ ‘સત્' નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાળે ભ્રાંતિ ટાળી છે, અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ હોય જ એમ નથી, એમ સમજાય છે. બાળજીવ તો તે સ્વરૂપને શાશ્વતરૂપ માની લઈ ભ્રાંતિમાં પડે છે, પણ કોઈ જોગજીવ એવી અનેકતાની કહેણીથી મૂંઝાઈ જઈ ‘સત્' તરફ વળે છે. ઘણું કરીને સર્વ મુમુક્ષુઓ એમ જ માર્ગ પામ્યા છે. ‘ભ્રાંતિ'નું જ રૂપ એવું આ જગત વારંવાર વર્ણવવાનો મોટા પુરુષનો એ જ ઉદ્દેશ છે કે તે સ્વરૂપનો વિચાર કરતાં પ્રાણી ભ્રાંતિ પામે કે ખરું શું ? આમ અનેક પ્રકારે કહ્યું છે, તેમાં શું માનું, અને મને શું કલ્યાણકારક ? એમ વિચારતાં વિચારતાં એને એક ભ્રાંતિનો વિષય જાણી, જ્યાંથી ‘સત્’ની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણ વગર છૂટકો નથી, એમ સમજી તે શોધી, શરણાપન્ન થઈ ‘સત્' પામી ‘સત્’રૂપ હોય છે. મોક્ષ જેટલે સ્થળે બતાવ્યો છે તે સત્ય છે. કર્મથી, ભ્રાંતિથી અથવા માયાથી છૂટવું તે મોક્ષ છે. એ મોક્ષની શબ્દવ્યાખ્યા છે. ૨૧૮ પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમમહાત્મ્યા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી; પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતવ્યે જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાનીપુરુષનાં સર્વ ચરિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે. જ્ઞાનીપુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે; અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ – જ્ઞાનીરૂપ પરમાત્માની- ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એવો શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપ થયો છે એમ જ જ્ઞાનીપુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિષે શ્રીમદ્ ભાગવતમાં, ભગવદ્ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશંસ્યો છે; અધિક શું કહેવું ? જ્ઞાની તીર્થંકરદેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ઠી મંત્રમાં “નમો અરિહંતાણં' પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. ૨૨૩ અનંતકાળથી જીવને અસત્ વાસનાનો અભ્યાસ છે. તેમાં એકદમ સત્ સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને વિષે યથાયોગ્ય પ્રતિબિંબદર્શન થઈ શકતું નથી, તેમ અસત્ વાસનાવાળા ચિત્તને વિષે પણ સત્ સંબંધી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી; કવચિત્ અંશે થાય છે, ત્યાં જીવ પાછો અનંત કાળનો જે મિથ્યા અભ્યાસ છે, તેના વિકલ્પમાં પડી જાય છે. એટલે તે ક્વચિત્ સા અંશો પર આવરણ આવે છે. સત્ સંબંધી સંસ્કારોની દૃઢતા થવા સર્વ પ્રકારે લોકલજ્જાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે. લોકલજ્જા તો કોઈ મોટા કારણમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે. સામાન્ય રીતે સત્સંગનો લોકસમુદાયમાં તિરસ્કાર નથી, જેથી લજ્જા દુઃખદાયક થતી નથી. માત્ર ચિત્તને વિષે સત્સંગના લાભનો વિચાર કરી નિરંતર અભ્યાસ કરવો; તો પરમાર્થને વિષે દૃઢતા થાય છે. ૨૨૯ Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક માયાનું સ્વરૂપ એવું છે કે એમાં જેને “સત સંપ્રાપ્ત છે તેવા જ્ઞાની પુરુષને પણ રહેવું વિકટ છે, તો પછી હજુ મુમુક્ષુતાના અંશોનું પણ મલિનત્વ છે તેને એ સ્વરૂપમાં રહેવું વિકટ, ભુલામણીવાળું, ચલિત કરનાર હોય એમાં કંઈ આશ્ચર્ય નથી એમ જરૂર જાણો. | માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાધકર્તા છે; તે પ્રપંચના તાપની નિવૃત્તિ કોઈ કલ્પદ્રુમની છાયા છે; અને કાં કેવળદશા છે; તથાપિ કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત છે; તે સિવાય એ તાપની નિવૃત્તિ નથી; અને એ કલ્પદ્રુમને વાસ્તવિક ઓળખવા જીવે જોગ્ય થવું પ્રશસ્ત છે. તે જોગ્ય થવામાં બાધકર્તા એવો આ માયા પ્રપંચ છે, જેનો પરિચય જેમ ઓછો હોય તેમ વર્યા વિના જોગ્યતાનું આવરણ ભંગ થતું નથી; પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં જીવ વગર વિચાર્યે કોસ્યવધિ યોજનો ચાલ્યા કરે છે; ત્યાં જોગ્યતાનો અવકાશ ક્યાંથી હોય ? આમ ન થાય તેટલા માટે થયેલાં કાર્યના ઉપદ્રવને જેમ શમાવાય તેમ શમાવી, સર્વ પ્રકારે નિવૃત્તિ (એ વિષેની) કરી યોગ્ય વ્યવહારમાં આવવાનું પ્રયત્ન કરવું ઉચિત છે. “ન ચાલતાં કરવો જોઈએ, અને તે પણ પ્રારબ્ધવશાત્ નિઃસ્પૃહ બુદ્ધિથી એવો જે વ્યવહાર તેને યોગ્ય વ્યવહાર માનજો. ૨૩૨ ચિત્તનું સરળપણું, વૈરાગ્ય અને “સ પ્રાપ્ત હોવાની જિજ્ઞાસા એ પ્રાપ્ત થવાં પરમ દુર્લભ છે; અને તેની પ્રાપ્તિને વિષે પરમ કારણરૂપ એવો “સત્સંગ તે પ્રાપ્ત થવો એ તો પરમ પરમ દુર્લભ છે. મોટેરા પુરુષોએ આ કાળને કઠણ કાળ કહ્યો છે, તેનું મુખ્ય કારણ તો એ છે કે “સત્સંગ'નો જોગ થવો જીવને બહુ કઠણ છે; અને એમ હોવાથી કાળને પણ કઠણ કહો છે. માયામય અગ્નિથી ચોદે રાજલોક પ્રજ્વલિત છે. તે માયામાં જીવની બુદ્ધિ રાચી રહી છે, અને તેથી જીવ પણ તે ત્રિવિધતાપ-અગ્નિથી બળ્યા કરે છે; તેને પરમ કારુણ્યમૂર્તિનો બોધ એ જ પરમ શીતળ જળ છે; તથાપિ જીવને ચારે બાજુથી અપૂર્ણ પુણ્યને લીધે તેની પ્રાપ્તિ હોવી દુર્લભ થઈ પડી છે. પણ એ જ વસ્તુની ચિંતના રાખવી. “સને વિષે પ્રીતિ, “સત રૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એ જ નિરંતર સંભારવા યોગ્ય છે. ૨૩૮ જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિય” પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય ? કે જ્યાં વાણીનો પ્રવેશ નથી. વધારે શું કહેવું ? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે; અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજો સુગમ મોક્ષમાર્ગ છે જ નહીં. તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી ! મોહ બળવાન છે ! ૨૪૧ કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ, ત્યાં તે કરી શકતો નથી. સદ્ધર્મનો ઘણું કરીને લોપ જ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યો છે. સદ્ધર્મનો જોગ સપુરુષ વિના હોય નહીં, કારણ કે અસતમાં સતું હોતું નથી. ઘણું કરીને પુરુષનાં દર્શનની અને જોગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે, ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને ક્યાંથી પ્રાપ્ત હોય? અને અમુક કાળ વ્યતીત થયાં છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત નથી થતી ત્યારે મુમુક્ષતા પણ કેમ રહે ? Page #97 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત પત્ર-૧ થી પ૦૦ ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે, તે પરિચયરૂપ પોતાને માને છે. જેનો પ્રગટ અનુભવ પણ થાય છે કે અનાર્યકુળમાં પરિચય કરી રહેલો જીવ અનાર્યરૂપે પોતાને દઢ માને છે; અને આર્યત્વને વિષે મતિ કરતો નથી. માટે મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. પોતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે, તેવી યોગ્યતા ધરાવનારા પુરષોનો સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ કારણ એના જેવું કોઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી, અને સાંભળ્યું નથી. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે; તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શકતું નથી; કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષmગે વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિચ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પરષ છે. મોક્ષે ગયા છે એવા (અતાદિક) પુરુષનું ચિંતન ઘણા કાળે ભાવાનુસાર મોક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યક્ત્વ પામ્યા છે એવા પુરુષનો નિચ્ચય થયું અને જગ્યતાના કારણે જીવ સમ્યક્ત્વ પામે છે. ૨૪૯ નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે; અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે. પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે; અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે; પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષતા ઉત્પન્ન ન જ હોય, અથવા “મુમુક્ષુતા' જ ઉત્પન્ન ન હોય. ઘણું કરીને મનુષ્યાત્મા કોઈ ને કોઈ ધર્મમતમાં હોય છે, અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે; પણ એનું નામ “મુમુક્ષતા નથી. “મુમુક્ષતા’ તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુઝાઈ એક “મોક્ષને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. “તીવ્ર મુમુક્ષતા’ વિષે અત્રે જણાવવું નથી પણ “મુમુક્ષુતા' વિષે જણાવવું છે, કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે, ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે. સ્વચ્છંદ જ્યાં પ્રાયે દબાયો છે, ત્યાં પછી “માર્ગપ્રાપ્તિને રોકનારાં ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે, એમ અમે જાણીએ છીએ. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દેચતાની ઓછાઈ અને પદાર્થનો અનર્ણય. એ બધાં કારણો ટાળવાનું બીજ હવે પછી કહેશું. તે પહેલાં તે જ કારણોને અધિકતાથી કહીએ છીએ. આ લોકની અલ્પ પણ સુખેચ્છા', એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાનાં કારણો નિઃશંકપણે તે “સત છે એવું દઢ થયું નથી, અથવા તો “પરમાનંદરૂપ' જ છે એમ પણ નિશ્ચય નથી. અથવા તો મુમુક્ષતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્યશાતાનાં કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે (!) અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની જોગ્યતા રોકાઈ જાય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૩ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ દેખ્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિષે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ જોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ દૈન્યત્વ જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની જોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. કદાપિ એ બન્ને થયાં હોય, તથાપિ વાસ્તવિક તત્ત્વ પામવાની કંઈ જોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થનિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે, અને મિથ્થા સમતા આવે છે; કલ્પિત પદાર્થ વિષે “સત'ની માન્યતા હોય છે, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતો નથી, અને એ જ પરમ જોગ્યતાની હાનિ છે. આ ત્રણે કારણો ઘણું કરીને અમને મળેલા ઘણાખરા મુમુક્ષુમાં અમે જોયાં છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ કોઈ વિષે જોઈ છે, અને જો તેઓમાં સર્વ પ્રકારે (પરમદેચતાની ખામીની) ન્યૂનતા થવાનું પ્રયત્ન હોય તો જોગ્ય થાય એમ જાણીએ છીએ. પરમ દેન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે; અને એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે. અધિક શું કહીએ ? અનંતકાળે એ જ માર્ગ છે. પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી. અને મહાત્માના જોગે તેના અલોકિક સ્વરૂપને ઓળખવું. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, તો ઓળખાશે. મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે. મહાત્મામાં જેનો દઢ નિશ્ચય થાય છે, તેને મોહાસક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિઃશંકતા આવે છે. જેથી જીવ સર્વ પ્રકારનાં દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિઃસંગતા ઉત્પન્ન હોય છે, અને એમ યોગ્ય છે. કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે. ૨૫૪ એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી; અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ; વ્રત નિયમનો કંઈ નિયમ રાખ્યો નથી; જાતભાતનો કંઈ પ્રસંગ નથી; અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી; અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતાં ખેદ રહે છે; સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઇચ્છા નથી; શબ્દાદિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી, - અથવા ઈશ્વરેચ્છાથી તેની ઇચ્છા રહી નથી; પોતાની ઇચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે; જેમ હરિએ ઇચ્છેલો ક્રમ દોરે તેમ દોરાઈએ છીએ; હૃદય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે; પાંચ ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તવારૂપ જ રહે છે; નય, પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભરતાં નથી; કંઈ વાંચતાં ચિત્ત સ્થિર રહેતું નથી; ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પોતાની ઇચ્છા પ્રમાણે વર્તે છે; મન પોતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી. આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૪. વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ તેમ વર્તાય છે. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે; એક પ્રકારે તે ઘેલછા કંઈક છૂપી રાખીએ છીએ; અને જેટલી છૂપી રખાય છે, તેટલી હાનિ છે. યોગ્ય વર્તીએ છીએ કે અયોગ્ય એનો કંઈ હિસાબ રાખ્યો નથી. આદિપુરુષને વિષે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે; આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી, એમ માનીએ છીએ; અખંડ પ્રેમખુમારી જેવી પ્રવહેવી જોઈએ તેવી પ્રવકતી નથી, એમ જાણીએ છીએ; આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ નિશ્ચળપણે જાણીએ છીએ; પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડ્યો છે; અને એ સર્વનો દોષ અમને છે કે હરિને છે, એવો ચોક્કસ નિશ્ચય કરી શકાતો નથી. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ; લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ; જાળવીએ છીએ, અને ખેદ પામીએ છીએ. વળી હસીએ છીએ. - જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે; અને તેનું કારણ માત્ર હરિની સુખદ ઇચ્છા જ્યાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટવો નથી. ૨૫૫ જીવ સ્વભાવે પોતાની સમજણની ભૂલે) દોષિત છે; ત્યાં પછી તેના દોષ ભણી જોવું, એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે, અને મોટા પુરુષો તેમ આચરવા ઇચ્છતા નથી. કળિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી ભૂલભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે. ૨૫૭ ૐ સત્ બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત્. ૧ બૂઝી ચહત જો પ્યાસકો, હે બૂઝનકી રીત; પાવે નહીં ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ એહી નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાનમેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ ૪ જપ, તપ ઔર ત્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. ૫ પાયાકી એ બાત હૈ, નિજ છંદનનો છોડ; પિછે લાગ સત્પષકે, તો સબ બંધન તોડ. ૩ તૃષાતુરને પાયાની મહેનત કરજો. અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહેજો. ૨૫૮ Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૮૫ આ જગતને વિષે સત્સંગની પ્રાપ્તિ ચતુર્થકાળ જેવા કાળને વિષે પણ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે, તો આ દુષમકાળને વિષે પ્રાપ્તિ પરમ દુર્લભ હોવી સંભાવ્ય છે એમ જાણી, જે જે પ્રકારે સત્સંગના વિયોગમાં પણ આત્મામાં ગુણોત્પત્તિ થાય તે તે પ્રકારે પ્રવર્તવાનો પુરુષાર્થ વારંવાર, વખતોવખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે; અને નિરંતર સત્સંગની ઇચ્છા, અસત્સંગમાં ઉદાસીનતા રહેવામાં મુખ્ય કારણ તેવો પુરુષાર્થ છે, એમ જાણી જે કંઈ નિવૃત્તિનાં કારણો હોય, તે તે કારણોનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. અમને આ લખતાં એમ સ્મરણ થયા છે કે “શું કરવું ?” અથવા “કોઈ પ્રકારે થતું નથી ?” એવું તમારા ચિત્તમાં વારંવાર થઈ આવતું હશે, તથાપિ એમ ઘટે છે કે જે પુરુષ બીજા બધા પ્રકારનો વિચાર અકર્તવ્યરૂપ જાણી આત્મકલ્યાણને વિષે ઉજમાળ થાય છે, તેને કંઈ નહીં જાણતાં છતાં, તે જ વિચારના પરિણામમાં જે કરવું ઘટે છે, અને કોઈ પ્રકારે થતું નથી એમ ભાસ્યમાન થયેલું તે પ્રગટ થવાનું તે જીવને વિષે કારણ ઉત્પન્ન થાય છે, અથવા કૃતકૃત્યતાનું સાક્ષાત્ સ્વરૂપ ઉત્પન્ન થાય છે. ૬૨ ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે; તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે ? જે અટક્યું તે યોગ્યતાની કચાશને લીધે. અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. જ્ઞાની પાસે જ્ઞાન ઇચ્છવું તે કરતાં બોધસ્વરૂપ સમજી ભક્તિ ઇચ્છવી એ પરમ ફળ છે. વધારે શું કહીએ ? જ્ઞાન તે જ કે અભિપ્રાય એક જ હોય; થોડો અથવા ઘણો પ્રકાશ, પણ પ્રકાશ એક જ. શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવજ્ઞાનથી નિવેડો છે. ૨૧૩ ૨૭૦ એવો એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે કે જેથી અનંત પ્રકારનો પરિચય નિવૃત્ત થાય છે; તે કયો ? અને કેવા પ્રકારે ? તેનો વિચાર મુમુક્ષુઓ કરે છે. ૨૦૧ જે મહત્ પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે, એવો મહાત્મા પ્રાપ્ત થયે નિઃસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તતો હોય તો મુમુક્ષુએ કેવી દૃષ્ટિ રાખવી એ વાર્તા સમજવા જેવી છે. ૨૭૨ જિનનો સિદ્ધાંત છે કે જડ કોઈ કાળે જીવ ન થાય, અને જીવ કોઈ કાળે જડ ન થાય; તેમ ‘સત્' કોઈ કાળે ‘સત્’ સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે જ નહીં. આવી દેખીતી સમજાય તેવી વાતમાં મુઝાઈ જીવ પોતાની કલ્પનાએ ‘સત્' કરવાનું કહે છે, પ્રરૂપે છે, બોધે છે, એ આશ્ચર્ય છે. જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે. ૨૦૭૪ Page #101 -------------------------------------------------------------------------- ________________ ટકા વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ જીવને જ્યાં સુધી સંતનો જોગ ન થાય ત્યાં સુધી મતમતાંતરમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે. ૨૭૯ જણાવ્યા જેવું તો મન છે, કે જે સસ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે (નાગ જેમ મોરલી ઉપર); તથાપિ તે દશા વર્ણવવાની સત્તા સર્વાધાર હરિએ વાણીમાં પૂર્ણ મૂકી નથી અને લેખમાં તો તે વાણીનો અનંતમો ભાગ માંડ આવી શકે; એવી તે દશા તે સર્વનું કારણ એવું જે પુરુષોત્તમસ્વરૂપ તેને વિષે અમને તમને અનન્ય પ્રેમભક્તિ અખંડ રહો; તે પ્રેમભક્તિ પરિપૂર્ણ પ્રાપ્ત થાઓ. ૨૮૦ અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે; જેનાથી પ્રાપ્ત થાય છે, તેનું સ્વરૂપ ઓળખાવું દુર્લભ છે, અને જીવને ભુલવણી પણ એ જ છે. ૨૮૫ આર્તધ્યાન ધ્યાન કરવા કરતાં ધર્મધ્યાનમાં વૃત્તિ લાવવી એ જ શ્રેયસ્કર છે. અને જેને માટે આર્તધ્યાન ધ્યાવવું પડતું હોય ત્યાંથી કાં તો મન ઉઠાવી લેવું અથવા તો તે કૃત્ય કરી લેવું એટલે તેથી વિરક્ત થવાશે. જીવને સ્વચ્છેદ એ મહા મોટો દોષ છે. એ જેનો મટી ગયો છે તેને માર્ગનો ક્રમ પામવો બહુ સુલભ ૨૪ ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સના ચરણમાં રહેવું. અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે, અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવાં કામનાં છે. માટે એમાંથી જે જે સાધનો થઈ શકતાં હોય તે બધાં એક લક્ષ થવાને અર્થે કરવાં કે જે લક્ષ અમે ઉપર જણાવ્યો છે. જપતપાદિક કંઈ નિષેધવા યોગ્ય નથી; તથાપિ તે બધાં એક લક્ષને અર્થે છે, અને એ લક્ષ વિના જીવને સમયકૃતસિદ્ધિ થતી નથી. વધારે શું કહીએ ? ઉપર જણાવ્યું છે તેટલું જ સમજવાને માટે સઘળાં શાસ્ત્રો પ્રતિપાદિત થયાં છે. ૨૯૯ Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક પદ્ય (દોહરા) હે પ્રભુ! હે પ્રભુ ! શું કહું, દીનાનાથ દયાળ; | તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ | નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહી. ૧૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ જરૂ૫; | અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ ? ૨ | નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૧૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી; | એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; આપ તણો વિશ્વાસ દઢ, ને પરમાદર નાહીં. ૩ | નહીં એક સદ્ગુણ પણ, મુખ બતાવું શુંય ? ૧૩) જોગ નથી સત્સંગનો, નથી સસેવા જોગ | કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪ પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ ‘હું પામર શું કરી શકું?” એવો નથી વિવેક અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫ સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. ૧૫ અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. ૭ પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. ૧૭ અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; | સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭ | સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? ૧૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન; | પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ | દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય? ૧૮ કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ | અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ | એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ૧૯ સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ | પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; દિવેકિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦ | સદ્દગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ. ૨૦ Page #103 -------------------------------------------------------------------------- ________________ .. વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ ૐ સત્ (તોટક છંદ) યમનિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મોન રહ્યો, દઢ આસન પદ્મ લગાય દિયો. ૧ મન પોન નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુ તાર ભયો; જપ ભેદ જપે તપ ત્યૌહિં તપે, ઉરસેંહિ ઉદાસી લહી સબર્પે. ૨ સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. ૩ અબ ક્યોં ન બિચારત હે મનસેં, કછુ ઔર રહા ઉન સાધનર્સે ? બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈં કહ બાત કહે ? ૪ કરુના હમ પાવત કે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમેં પ્રગટે મુખ આગલસેં, જબ સ ુચર્ન સુપ્રેમ બસ. પ તનસેં, મનસેં, ધનસેં, સબસેં, ગુરુદેવ કી આન સ્વ-આત્મ બર્સે; તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમ ઘનો. ૬ વર્ષ સત્ય સુધા દરશાહવલિંગે, ચતુરાંગુલ કે દુગસે મિલકે; રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગોજુગ સો જીવહી. ૭ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસેં; વહ કેવલકો બીજ ગ્યાનિ કહે, નિજકો અનુભો બતલાઈ દિયે. ૮ ܀܀܀܀܀ Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક પદ્ય (દોહરા) (૧) જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. ૧ જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ ? ૨ જો જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; બંધ મોક્ષ તો નહિ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ હોય. ૩ બંધ મોક્ષ સંયોગથી, જ્યાં લગ આત્મ અભાન; પણ નહિ ત્યાગ સ્વભાવનો, ભાખે જિન ભગવાન. ૪ વર્તે બંધ પ્રસંગમાં, તે નિજ પદ અશાન; પણ જડતા નહિ આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ. ૫ હે અરૂપી રૂપીને, એ અચરજ ની વાત; જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત. ૭ પ્રથમ દેહ દષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ; હવે દષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ. ૭ જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત. ૮ મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. ૯ હોય તેહનો નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. ૧૦ (૨) પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત પત્ર-૧ થી પ૦૦ (હરિગીત) જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં; તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષ, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૧ નહિ ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી, નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો, જિનવર કહે છે શાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૨ આ જીવ ને આ દેહ એવો, ભેદ જો ભાસ્યો નહીં, પચખાણ કીધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૩ કેવળ નહીં બ્રહચર્યથી, કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૪ શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, જાણિયું નિજરૂપને, કાં તેહવા આશ્રય કરજો, ભાવથી સાચા મને; તો જ્ઞાન તેને ભાખિયું, જો સમ્મતિ આદિ સ્થળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૫ આઠ સમિતિ જાણીએ જો, શાનીના પરમાર્થથી, તો જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી; નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનનો આમળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૭ ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સો મિથ્યાત્વનાં, શ્રીનંદીસૂત્ર ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે ઠરો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. ૭ વ્રત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈનો, મહાપા તીર્થકર થશે, શ્રેણિક ઠારંગ જોઈ લો; છે ઘો અનંતા ..... Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૯૧ જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં. ૩૦૧ (એવું જે) પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે, તે સત્ય હોય છે. ૩૦૭ વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો; મનથી કરેલો નિશ્ચય સાક્ષાત્ નિશ્ચય માનશો નહીં. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. પછી જેમ ભાવિ. સુધાને વિષે અમને સંદેહ નથી, તમે તેનું સ્વરૂપ સમજો, અને ત્યારે જ ફળ છે. ૩૦૮ સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીનાં ચરણસેવન વિના અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. ૩૧૫ અનંતકાળ થયાં સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્યભાવ જીવને સાધારણ થઈ ગયો છે. દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્યભાવની સાધારણતા ટળે છે; અર્થાત્ અન્યભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે; તથાપિ સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો. જિંદગી અલ્પ છે, અને જંજાળ અનંત છે; સંખ્યાત ધન છે, અને તૃષ્ણા અનંત છે; ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં; પણ જ્યાં જંજાળ અલ્પ છે, અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે, અથવા નથી, અને સર્વ સિદ્ધિ છે ત્યાં સ્વરૂપસ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાનજીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે ! ૩૧૯ અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે; તોપણ કહીએ છીએ; માયા દુસ્તર છે; દુરંત છે; ક્ષણવાર પણ, સમય એક પણ, એને આત્માને વિષે સ્થાપન કરવા યોગ્ય નથી. એવી તીવ્ર દશા આવ્યે અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે; અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના(ગૃહસ્થપણા સહિતની) - તે અબંધપરિણામી કહેવા યોગ્ય છે. જે બોધસ્વરૂપે સ્થિત છે એમ કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે. વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી; ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી; તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે. ૩૨૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ ર વચનામૃત પત્ર-૧ થી પ૦૦ લૌકિક દષ્ટિએ તમે અને અમે પ્રવર્તીશું તો પછી અલૌકિકદષ્ટિએ કોણ પ્રવર્તશે? સમ્યફપ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયે મુક્તપણું છે. સંસારસંબંધી તમને જે જે ચિંતા છે, તે ચિંતા પ્રાયે અમને જાણવામાં છે, અને તે વિષે અમુક અમુક વિકલ્પ રહે છે તે પણ જાણીએ છીએ. તેમજ પરમાર્થચિંતા પણ સત્સંગના વિયોગને લીધે રહે છે તે પણ જાણીએ છીએ; બે પ્રકારનો વિકલ્પ હોવાથી તમને આકુળવ્યાકુળપણું પ્રાપ્ત હોય એમાં પણ આશ્ચર્ય લાગતું નથી, અથવા અસંભવરૂપ લાગતું નથી. હવે એ બેય પ્રકારને માટે ચોખ્ખા શબ્દોમાં નીચે જે કંઈ મનને વિષે છે તે લખવાનું પ્રયત્ન કર્યું છે. પ્રાણીમાત્ર પ્રાયે આહાર, પાણી પામી રહે છે. તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે, તે ગમે તો રાખીએ અને ગમે તો ન રાખીએ તે બન્ને સરખું છે, કેમ કે જેમાં પોતાનું નિરુપાયપણું રહ્યું તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દૃષ્ટિ સમ્યક છે. જે લાગ્યું તે જણાવ્યું છે. અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્યભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી. વન અને ઘર એ બન્ને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વીતરાગભાવને અર્થે રહેવું વધારે રૂચિકર લાગે છે; સુખની ઇચ્છા નથી પણ વીતરાગપણાની ઇચ્છા છે. માગી ખાઈને ગુજરાન ચલાવશું; પણ ખેદ નહીં પામીએ; જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે. આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારો નમસ્કાર હો ! એવું જે વચન તે ખરી જોગ્યતા વિના નીકળવું સંભવિત નથી. “દુઃખસુખરૂપ કરમ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.” (શ્રી વાસુપૂજ્ય-સ્તવન, આનંદઘનજી) આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. સમ્યક્રદર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવો અનુભવ છે. ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઇચ્છતું નથી. તથાપિ તે કરવું પડે છે એ એમ સૂચવે છે કે પૂર્વકર્મનું નિબંધન અવશ્ય છે. અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. તથાપિ અનેક વર્ષો થયાં વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે; તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તો તે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત સમાધિ જ છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૯૩ આ દેહ ધારણ કરીને જોકે કોઈ મહાન શ્રીમંતપણું ભોગવ્યું નથી, શબ્દાદિ વિષયોનો પૂરો વૈભવ પ્રાપ્ત થયો નથી, કોઈ વિશેષ એવા રાજ્યાધિકારે સહિત દિવસ ગાળ્યા નથી, પોતાનાં ગણાય છે એવાં કોઈ ધામ, આરામ સેવ્યાં નથી, અને હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે, તથાપિ એ કોઈની આત્મભાવે અમને કંઈ ઇચ્છા ઉત્પન્ન થતી નથી, એ એક મોટું આશ્ચર્ય જાણી વર્તીએ છીએ; અને એ પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિ બન્ને સમાન થયાં જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. એમ છતાં વારંવાર વનવાસ સાંભરે છે, કોઈ પ્રકારનો લોકપરિચય રુચિકર થતો નથી, સત્સંગમાં સુરતી પ્રવહ્યા કરે છે, અને અવ્યવસ્થિત દશાએ ઉપાધિ-યોગમાં રહીએ છીએ. એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી, અથવા કંઈ કામ કરાતું નથી. ૩૨૯ દીર્ઘ કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે; અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યક્ત્વ હોય છે. કોઈ પણ પ્રકારે પોતે કંઈ મનમાં સંકલ્યું હોય કે આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ, તો સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, તો તે સંકલ્પેલું પ્રાયે (જ્ઞાનીનું સ્વરૂપ સમજાયે) ખોટું છે, એમ જણાય છે. યથાર્થ બોધ એટલે શું તેનો વિચાર કરી, અનેક વાર વિચાર કરી, પોતાની કલ્પના નિવૃત્તિ કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. અનેક વાર ગ્રંથ વંચાવાની ચિંતા નહીં, પણ કોઈ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ દીર્ધકાળ સુધી રહ્યા કરે એમ કરવું યોગ્ય છે. પરમાર્થ પ્રાપ્ત થવા વિષે કોઈ પણ પ્રકારનું આકુળવ્યાકુળપણું રાખવું – થવું - તેને ‘દર્શનપરિષહ' કહ્યો છે. એ પરિષહ ઉત્પન્ન થાય તે તો સુખકારક છે; પણ જો ધીરજથી તે વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે. 330 ભ્રાંતિગતપણે, સુખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે; ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું માહાત્મ્ય પણ તથારૂપપણે ભાયમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચીત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે. ૩૩૧ આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદપરિણામને પામે છે; તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. અનંત કાળના પરિચયવાળું એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. તેટલા માટે, તન, મન, ધનાદિ જે કંઈ પોતાપણે વર્તતાં હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે; પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે; અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે, આરંભ-પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાનાં થતાં અટકાવવાં; ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે. ૩૩૨ Page #109 -------------------------------------------------------------------------- ________________ છે. વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારો આત્મા અખંડપણે કહે છે; અને એમ જ છે, જરૂર એમ જ છે. પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વીતરાગત અત્યંત આશ્ચર્યકારક છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય છે, પ્રાપ્ત કરવાને પૂર્ણ યોગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા માટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ જ છે. ૩૩૪ જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને ઇચ્છે નહીં, એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. માત્ર જ્ઞાનીને ઇચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે જ તેવો થાય છે, અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. ૩૩૫ જે જે પ્રાણીઓ દેહ ધારણ કરે છે, તે તે પ્રાણીઓ તે દેહનો ત્યાગ કરે છે, એમ આપણને પ્રત્યક્ષ અનુભવસિદ્ધ દેખાય છે, તેમ છતાં આપણું ચિત્ત તે દેહનું અનિત્યપણું વિચારી નિત્ય પદાર્થના માર્ગને વિષે ચાલતું નથી, એ શોચનીય વાતનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. આ દેહ પણ જ્યારે ત્યારે એમ જ ત્યાગવાનો છે, એ વાત સ્મરણમાં આવ્યા કરે છે, અને સંસારમતિ વૈરાગ્ય વિશેષ રહ્યા કરે છે. પૂર્વ કર્મને અનુસરી જે કંઈ પણ સુખદુઃખ પ્રાપ્ત થાય તે સમાનભાવથી વેદવું એ જ્ઞાનીની શિખામણ સાંભરી આવી છે, તે લખી છે. માયાની રચના ગહન છે. * ૩૩૭ કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. અમને તો માત્ર અપૂર્વ એવા સતના જ્ઞાન વિષે જ રુચિ રહે છે. બીજું જે કંઈ કરવામાં આવે છે, કે અનુસરવામાં આવે છે, તે બધું આસપાસનાં બંધનને લઈને કરવામાં આવે છે. કોઈ પણ જીવ પરમાર્થને ઇચ્છે અને વ્યાવહારિક સંગમાં પ્રીતિ રાખે, ને પરમાર્થ પ્રાપ્ત થાય એમ તો કોઈ કાળે બને જ નહીં. ૩૩૯ જે જ્ઞાન કરીને ભવાંત થાય છે, તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે. તથાપિ તે જ્ઞાન, સ્વરૂપે તો અત્યંત સુગમ છે, એમ જાણીએ છીએ. તે જ્ઞાન સુગમપણે પ્રાપ્ત થવામાં જે દશા જોઈએ છે, તે દશા પ્રાપ્ત થવી ઘણી ઘણી કઠણ છે; અને એ પ્રાપ્ત થવાનાં જે બે કારણ તે મળ્યા વિના જીવને અનંતકાળા થયાં રખડવું પડ્યું છે, જે બે કારણ મળે મોક્ષ હોય છે. ૩૪૦ અમને તો ગમે તેમ હો તોપણ સમાધિ જ રાખ્યા કરવાની દઢતા રહે છે. પોતાને જે કાંઈ આપત્તિ, વિટંબના, મુઝવણ કે એવું કાંઈ આવી પડે તેને માટે કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઇચ્છા થતી નથી. તેમ પરમાર્થષ્ટિએ જોતાં તે જીવનો દોષ છે. વ્યાવહારિક દૃષ્ટિએ જોતાં નહીં જેવો છે, અને જીવની જ્યાં સુધી વ્યાવહારિક દૃષ્ટિ હોય છે ત્યાં સુધી પારમાર્થિક દોષનો ખ્યાલ આવવો બહુ દુષ્કર છે. ૩૪૧ Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૯૫ આખો લોક ત્રણે કાળને વિષે દુ:ખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે; અને તેમાં પણ આ વર્તે છે, તે તો મહા દુષમકાળ છે; અને સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ એવો જે ‘કર્તવ્યરૂપ શ્રી સત્સંગ’ તે તો સર્વ કાળને વિષે પ્રાપ્ત થવો દુર્લભ છે. તે આ કાળમાં પ્રાપ્ત થવો ઘણો ઘણો દુર્લભ હોય એમાં કંઈ આશ્ચર્યકારક નથી. અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે; કુટુંબથી, ધનથી, પુત્રથી, “વૈભવથી”, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે; તે મનને પણ સત્સંગને વિષે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે. ૩૪૭ જગતમાં બીજા પદાર્થો અમને કંઈ રુચિનાં કારણ રહ્યા નથી. જે કંઈ રુચિ રહી છે તે માત્ર એક સત્યનું ધ્યાન કરનારા એવા સંત પ્રત્યે, જેમાં આત્માને વર્ણવ્યો છે એવા સત્શાસ્ત્ર પ્રત્યે, અને પરેચ્છાએ પરમાર્થનાં નિમિત્ત-કારણ એવાં દાનાદિ પ્રત્યે રહી છે. આત્મા તો કૃતાર્થ સમજાય છે. ૩૫૭ જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક્દર્શન થાય છે. ૩૫૮ કોઈ પણ પ્રકારે પ્રથમ તો જીવનું પોતાપણું ટાળવા યોગ્ય છે. દેહાભિમાન ગલિત થયું છે જેનું, તેને સર્વ સુખરૂપ જ છે. જેને ભેદ નથી તેને ખેદ સંભવતો નથી. હરિઇચ્છા પ્રત્યે વિશ્વાસ દેઢ રાખી વર્તો છો, એ પણ સાપેક્ષ સુખરૂપ છે. ЗЧС જ્યાં પૂર્ણકામપણું છે, ત્યાં સર્વજ્ઞતા છે. જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૂપસુખથી કરીને પરિતૃપ્તપણું વર્તે છે, અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે, તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે, એ અચરજની વાત છે. જો જીવને પરિતૃપ્તપણું વર્ત્યા કરતું ન હોય તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં. ૩૬૦ અમે પૂર્ણકામપણા વિષે લખ્યું હતું, તે એવા આશયથી લખ્યું છે કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશવું છે, તે પ્રમાણે શબ્દાદિ વ્યાવહારિક પદાર્થને વિષેથી નિઃસ્પૃહપણું વર્તે છે; આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે. અન્ય સુખની જે ઇચ્છા નહીં થવી, તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે, એમ જે લખ્યું છે, તે એવા આશયથી લખ્યું છે કે તેને મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે. જેને એમ હોય તેને પછી અનિત્યપણા વિષે રહ્યા છે, એમ કહીએ નહીં, તો તે વાત સત્ય છે. ખરું આત્મભાન થાય છે તેને, હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ, અહંપ્રત્યયીબુદ્ધિ, તે વિલય પામે છે. એવું આત્મભાન તે વારંવાર ઉજ્જ્વળપણે વર્ત્યા કરે છે, તથાપિ જેમ ઇચ્છીએ તેમ તો નહીં. ૩૬૨ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૬ વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ અનંતકાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે, તો તેની જંજાળમાં પરમાર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું, એવો જેને નિશ્ચય છે, તેને તેમ હોય છે, એમ અમે જાણીએ છીએ. ૩૬૩ મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારે ઉપયોગ કરી અન્ય ભાવમાં પોતાપણું થતું નથી, અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે, એવી જે દશા તેને વિષે વિકટ ઉપાધિજોગનો ઉદય એ આશ્ચર્યકારક છે. નિરુપમ એવું જે આત્મધ્યાન, તીર્થંકરાદિકે કર્યું છે, તે પરમ આશ્ચર્યકારક છે. તે કાળ પણ આશ્ચર્યકારક હતો. વધારે શું કહેવું ? “વનની મારી કોયલ'ની કહેવત પ્રમાણે આ કાળમાં, અને આ પ્રવૃત્તિમાં અમે છીએ. ૩૬૬ હાલ તો અમે અત્રપણે વર્તીએ છીએ, એટલે કોઈ પ્રકારની જ્ઞાનવાર્તા પણ જણાવી શકાતી નથી; પણ મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તો નિઃશંક વાર્તા છે. અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી; સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તો ક્યાંય કહ્યું જતું નથી. ૩૬૮ અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તે પ્રાપ્તપણાને વિષે અમુક કાળ વ્યતીત થાય તો હાનિ નથી. માત્રા અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તેને વિષે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે. જે પરમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાસ્યમાન થયું છે, તો પછી તેના માર્ગને વિષે અનુક્રમે જીવનું પ્રવેશપણું થાય એ સરળ પ્રકારે સમજાય એવી વાર્તા છે. રૂડે પ્રકારે મન વર્તે એમ વર્તે. વિયોગ છે, તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે, એ વાર્તા સત્ય છે, તથાપિ જો જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિષે ચિત્ત વર્તે છે, તો કલ્યાણ છે. ધીરજનો ત્યાગ કરવાને યોગ્ય નથી. ૩૭૧ મનને લઈને આ બધું છે' એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો, તે સામાન્ય પ્રકારે તો યથાતથ્ય છે. તથાપિ ‘મન’, ‘તેને લઈને', અને આ બધું અને તેનો નિર્ણય', એવા જે ચાર ભાગ એ. વાક્યના થાય છે, તે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે; વર્તે છે, એ વાત નિશ્ચયરૂપ છે; તથાપિ ન વર્તતું હોય તોપણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે. - મહાત્માનો દેહ બે કારણને લઈને વિધમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે, જીવોના કલ્યાણને અર્થે; તથાપિ એ બન્નેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે, એમ જાણીએ છીએ. ૩૭૩ બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત્, બૂઝી ચહત જો પ્યાસકો, હૈ બૂઝનની રીત; પાવે નહીં ગુરૂગમ બિના, એહી અનાદિ સ્થિત. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૭ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે, ઉપદેશ્યાં છે. તે ઉપશમ આત્મા છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ના આવ્યું, તો તે જિનાગમનું શ્રવણ, વાંચન નિષ્ફળરૂપ છે; એ વાર્તા અમને તો નિઃસંદેહ યથાર્થ લાગે છે. દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઇચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના, થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને પ્રયોજનરૂપ છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુવચનનું શ્રવણવું કે સશાસ્ત્રનું વિચારવું એ છે. જે કોઈ જીવ દુખની નિવૃત્તિ ઇચ્છતો હોય, સર્વથા દુખથી મુક્તપણે તેને પ્રાપ્ત કરવું હોય તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારનાં મતમતાંતરનો, કુળધર્મનો, લોકસંજ્ઞારૂપ ધર્મનો, ઓઘસંજ્ઞારૂપ ધર્મનો ઉદાસભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી, અને સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઇચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, એ શ્રેયરૂપ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. સત્સંગનું અત્યંત માહાભ્ય પૂર્વભવે વેદન કર્યું છે તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે અને નિરંતર અભંગપણે તે ભાવના ફુરિત રહ્યા કરે છે. ૩૭૫ જે ભાવે કરી સંસારની ઉત્પત્તિ હોય છે, તે ભાવ જેને વિષેથી નિવૃત્ત થયો છે, એવા જ્ઞાની પણ બાહ્યપ્રવૃત્તિનાં નિવૃત્તપણાને અને સત્સમાગમનાં નિવાસપણાને ઇચ્છે છે. તે જોગનું જ્યાં સુધી ઉદયપણું પ્રાપ્ત ન હોય ત્યાં સુધી, અવિષમપણે પ્રાપ્ત સ્થિતિએ વર્તે છે એવા જે જ્ઞાની તેના ચરણારવિંદની ફરી ફરી સ્મૃતિ થઈ આવવાથી પરમ વિશિષ્ટભાવે નમસ્કાર કરીએ છીએ. જેને વિષે સત્સરૂપ વર્તે છે, એવા જે જ્ઞાની તેને વિષે લોક-સ્પૃહાદિનો ત્યાગ કરી, ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે, તે નિકટપણે કલ્યાણને પામે છે, એમ જાણીએ છીએ. કાળનું કળિસ્વરૂપ વર્તે છે, તેને વિષે જે અવિષમપણે માર્ગની જિજ્ઞાસાએ કરી, બાકી બીજા જે અન્ય જાણવાના ઉપાય તે પ્રત્યે ઉદાસીનપણે વર્તતો પણ જ્ઞાનીના સમાગમે અત્યંત નિકટપણે કલ્યાણ પામે છે, એમ જાણીએ છીએ. ૩૭૬ આત્માને વિષે વર્તે છે એવા જ્ઞાની પુરુષો સહજપ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. વાસ્તવ્ય તો એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. દેહાદિને વિષે અપ્રતિબદ્ધ છે. સુખ દુઃખ હર્ષ શોકાદિને વિષે અપ્રતિબદ્ધ છે એવા જે જ્ઞાની તેને કોઈ આશ્રય કે આલંબન નથી. ૩૭૭ જેની પ્રાપ્તિ પછી અનંત કાળનું વાચકપણું મટી, સર્વ કાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે એવો જો કોઈ હોય તો તે તરણતારણ જાણીએ છીએ, તેને ભજો, Page #113 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ મોક્ષ તો આ કાળને વિષે પણ પ્રાપ્ત હોય, અથવા પ્રાપ્ત થાય છે. પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે; અર્થાતુ મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. ૩૭૯ વિચારવાની પુરુષને કેવળ ફ્લેશરૂપ ભાસે છે, એવો આ સંસાર તેને વિષે હવે ફરી આત્મભાવે કરી જન્મવાની નિચ્ચળ પ્રતિજ્ઞા છે. ત્રણે કાળને વિષે હવે પછી આ સંસારનું સ્વરૂપ અન્યપણે ભાસ્યમાન થવા યોગ્ય નથી, અને ભાસે એવું ત્રણે કાળને વિષે સંભવતું નથી. શ્રી તીર્થકરે તેરમા સ્થાનકે વર્તતા પુરુષનું નીચે લખ્યું છે, તે સ્વરૂપ કહ્યું છે આત્મભાવને અર્થે સર્વ સંસાર સંવૃત કર્યો છે જેણે, અર્થાત્ સર્વ સંસારની ઇચ્છા જેના પ્રત્યે આવતી નિરોધ થઈ છે, એવા નિગ્રંથને, સરુષને-તેરમે ગુણસ્થાનકે કહેવા યોગ્ય છે. મનસમિતિએ યુક્ત, વચનસમિતિએ યુક્ત, કાયસમિતિએ યુક્ત, કોઈ પણ વસ્તુને ગ્રહણ-ત્યાગ કરતાં સમિતિએ યુક્ત, દીર્ઘશંકાદિનો ત્યાગ કરતાં સમિતિયુક્ત, મનને સંકોચનાર, વચનને સંકોચનાર, કાયાને સંકોચનાર, સર્વ ઇંદ્રિયોના સંકોચપણે બ્રહ્મચારી, ઉપયોગપૂર્વક ચાલનાર, ઉપયોગપૂર્વક ઊભો રહેનાર, ઉપયોગપૂર્વક બેસનાર, ઉપયોગપૂર્વક શયન કરનાર, ઉપયોગપૂર્વક બોલનાર, ઉપયોગપૂર્વક આહાર લેનાર અને ઉપયોગપૂર્વક શ્વાસોચ્છવાસ લેનાર, આંખનું એક નિમિષમાત્ર પણ ઉપયોગરહિત ચલન ન કરનાર, કે ઉપયોગરહિત જેની ક્રિયા નથી તેવા આ નિગ્રંથને એક સમયે ક્રિયા બંધાય છે, બીજે સમયે વેદાય છે, ત્રીજે સમયે તે કર્મરહિત હોય છે, અર્થાત્ ચોથે સમયે તે ક્રિયા સંબંધી સર્વ ચેષ્ટા નિવૃત્ત થાય છે. શ્રી તીર્થકર જેવાને કેવો અત્યંત નિશ્ચળ, (અપૂર્ણ) ૩૮૩ શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઇચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીવોનું જ્યાં વિશેષપણે દેખાવું છે, એવો જે કાળ તે આ દુસમ કળિયુગ નામનો કાળ છે. તેને વિષે વિહ્વળપણું, જેને પરમાર્થને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તનભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત્ત થયું નથી, બીજાં જે કારણો તેને વિષે જેનો વિશ્વાસ વર્તતો નથી, એવો જો કોઈ હોય તો તે આ કાળને વિષે બીજો શ્રી રામ' છે. તથાપિ જોઈને સખેદ આશ્ચર્ય વર્તે છે કે એ ગુણોના કોઈ અંશે સંપન્ન પણ અલ્પ જીવો દષ્ટિગોચર થતા નથી. મોટા આશ્ચર્ય પમાડનારાં એવાં જળ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ આદિ પદાર્થોના જે ગુણો તે સામાન્ય ૪ જજે અને દાદ આવતા નથી, અને પતિનુ જ નાનું ઘર અથવા જે કંઈ ચર્ચા તેને વિષે કોઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખી અહત્વ વર્તે છે, એ જોઈ એમ થાય છે કે લોકોને દૃષ્ટિભ્રમ - અનાદિકાળનો - મટ્યો નથી; જેથી મટે એવો જે ઉપાય, તેને વિષે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તતું નથી; અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે; એમ ઘણા જીવોની સ્થિતિ જોઈ આ લોક અનંતકાળ રહેવાનો છે, એમ જાણો. ૩૮૪ નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ. Page #114 -------------------------------------------------------------------------- ________________ CE શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક સૂર્ય ઉદય-અસ્ત રહિત છે, માત્ર લોકોને ચક્ષુમર્યાદાથી બહાર વર્તે ત્યારે અસ્ત અને ચહ્યુમર્યાદાને વિષે વર્તે ત્યારે ઉદય એમ ભાસે છે. પણ સૂર્યને વિષે ઉદયઅસ્ત નથી. તેમજ જ્ઞાની છે તે, બધા પ્રસંગને વિષે જેમ છે તેમ છે, માત્ર પ્રસંગની મર્યાદા ઉપરાંત લોકોનું જ્ઞાન નથી, એટલે પોતાની જેવી તે પ્રસંગને વિષે દશા થઈ શકે તેવી દશા, જ્ઞાનીને વિષે કહ્યું છે; અને એ કલ્પના જ્ઞાનીનું પરમ એવું જે આત્મપણું, પરિતોષપણું, મુક્તપણું તે જીવને જણાવા દેતી નથી, એમ જાણવા યોગ્ય છે. જે પ્રકારે પ્રારબ્ધનો ક્રમ ઉદય હોય તે પ્રકારે હાલ તો વર્તીએ છીએ, અને એમ વર્તવું કોઈ પ્રકારે તો સુગમ ભાસે છે. જોકે અમારું ચિત્ત નેત્ર જેવું છે; નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. બીજા અવયવોરૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે, તેને વિષે વાણીનું ઊઠવું, સમજાવવું, આ કરવું, અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડ માંડ બને છે. ઘણી ક્રિયા તો શૂન્યપણાની પેઠે વર્તે છે; આવી સ્થિતિ છતાં ઉપાધિજોગ તો બળવાનપણે આરાધીએ છીએ, એ વેદવું વિકટ ઓછું લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે. તે જેમ દુઃખે -અત્યંત દુઃખે થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરાબર છે. ૩૮૫ - જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી; ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી. તે જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે, જ્ઞાનીને જે યથાયોગ્યપણે ઓળખે છે તે જ્ઞાની થાય છે-ક્રમે કરી જ્ઞાની થાય છે. ૩૮૭ જગત અને મોક્ષનો માર્ગ એ બે એક નથી. જેને જગતની ઇચ્છા, રુચિ, ભાવના તેને મોક્ષને વિષે અનિચ્છા, અરુચિ, અભાવના હોય એમ જણાય છે. ૩૮૯ સતું એક પ્રદેશ પણ અસમીપ નથી, તથાપિ તે પ્રાપ્ત થવાને વિષે અનંત અંતરાય - લોકપ્રમાણે પ્રત્યેક એવા રહ્યા છે. જીવને કર્તવ્ય એ છે કે અપ્રમત્તપણે તે “સતનું શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવાનો અખંડ નિશ્ચય રાખવો. ૩૯૧ અનાદિથી જીવને સંસારરૂપ અનંત પરિણતિ પ્રાપ્ત થવાથી અસંસારપણારૂપ કોઈ અંશ પ્રત્યે તેને બોધ નથી. ઘણાં કારણોનો જોગ પ્રાપ્ત થયે તે અંશદષ્ટિ પ્રગટવાનો જોગ પ્રાપ્ત થયો તો તે વિષમ એવી સંસારપરિણતિ આડે તેને તે અવકાશ પ્રાપ્ત થતો નથી; જ્યાં સુધી તે અવકાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવને સ્વપ્રાપ્તિમાન ઘટતું નથી. જ્યાં સુધી તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવને કંઈ સુખ કહેવું ઘટતું નથી, દુઃખી કહેવો ઘટે છે, એમ દેખી અત્યંત અનંત કરુણા પ્રાપ્ત થઈ છે જેને, એવા આપ્તપુરુષે દુઃખ મટવાનો માર્ગ જામ્યો છે, જે તે કહેતા હતા, કહે છે, ભવિષ્યકાળે કહેશે. તે માર્ગ એ કે જીવનું સ્વાભાવિકપણું પ્રગટયું છે જેને વિષે, જીવનું સ્વાભાવિક સુખ પ્રગટ્યું છે જેને વિષે, એવો જ્ઞાની પુરુષ તે જ તે અજ્ઞાનપરિણતિ અને તેથી પ્રાપ્ત થયું જે દુઃખ પરિણામ તેથી નિવારી આત્માને સ્વાભાવિકપણે સમજાવી શકવા યોગ્ય છે, કહી શકવાને યોગ્ય છે; અને તે વચન સ્વાભાવિક આત્મા જાણ્યાપૂર્વક હોવાથી તે દુઃખ મટાડી શકવાને બળવાન છે. માટે તે વચન જો કોઈ પણ પ્રકારે જીવને શ્રવણ થાય, તે અપૂર્વભાવરૂપ જાણી તેમાં પરમ પ્રેમ વર્તે, તો તત્કાળ અથવા અમુક અનુક્રમે આત્માનું સ્વાભાવિકપણું પ્રગટ થાય. ૩૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ વચનામૃત પત્ર-૧ થી પ૦૦ આજે ક્ષાયિકસમક્તિ ન હોય’ એ વગેરે સંબંધી વ્યાખ્યાનના પ્રસંગનું તમ લિખિત પત્ર પ્રાપ્ત થયું છે; જે જીવો તે તે પ્રકારે પ્રતિપાદન કરે છે, ઉપદેશે છે, અને તે સંબંધી વિશેષપણે જીવોને પ્રેરણા કરે છે, તે જીવો જો તેટલી પ્રેરણા, ગવેષણા, જીવના કલ્યાણને વિષે કરશે તો તે પ્રશ્નનું સમાધાન થવાનો ક્યારેક પણ તેમને પ્રસંગ પ્રાપ્ત થશે, તે જીવો પ્રત્યે દોષદષ્ટિ કરવા યોગ્ય નથી, નિષ્કામ કરુણાએ કરી માત્ર તે જીવો જોવા યોગ્ય છે; કોઈ પ્રકારનો તે સંબંધી ચિત્તને વિષે ખેદ આણવો યોગ્ય નથી, તે તે પ્રસંગે જીવે તેમના પ્રત્યે ક્રોધાદિ કરવા યોગ્ય નથી. તે જીવોને ઉપદેશ કરી સમજાવવાની કદાપિ તમને ચિંતના થતી હોય તો પણ તે માટે તમે વર્તમાન દશાને જોતાં તો નિરુપાય છો, માટે અનુકંપાબુદ્ધિ અને સમતાબુદ્ધિએ તે જીવો પ્રત્યે સરળ પરિણામે જોવું, તેમ જ ઇચ્છવું અને તે જ પરમાર્થમાર્ગ છે, એમ નિશ્ચય રાખવો યોગ્ય છે. જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળપરિણામે પરમ ઉપયોગદષ્ટિએ વર્તવું, એ અનંતસંસારને નાશ કરનારું તીર્થકર કહે છે; અને તે વાક્યો જિનાગમને વિષે છે. ઘણા જીવો તે વાક્યો શ્રવણ કરતા હશે, તથાપિ પ્રથમ વાક્યને અફળ અને બીજા વાક્યને સફળ કર્યું હોય એવા જીવો તો કવચિત્ જોવામાં આવે છે; પ્રથમ વાક્યને સફળ અને બીજા વાક્યને અફળ એમ જીવે અનંત વાર કર્યું છે. તેનાં પરિણામમાં આવતાં તેને વખત લાગતો નથી, કારણ કે અનાદિકાળથી મોહ નામનો મદિરા તેના “આત્મા'માં પરિણામ પામ્યો છે; માટે વારંવાર વિચારી તેવા તેવા પ્રસંગમાં યથાશક્તિ, યથાબળવીર્વે ઉપર દર્શિત કર્યા છે જે પ્રકાર તે પ્રકારે વર્તવું યોગ્ય છે. કદાપિ એમ ધારો કે “ક્ષાયિક સમકિત આ કાળમાં ન હોય એવું સ્પષ્ટ જિનના આગમને વિષે લખ્યું છે; હવે તે જીવે વિચારવું યોગ્ય છે કે “ક્ષાયિક સમકિત એટલે શું સમજવું?” જેમાં એક નવકારમંત્ર જેટલું પણ વ્રત, પ્રત્યાખ્યાન હોતું નથી, છતાં તે જીવ વિશેષ તો ત્રણ ભવે અને નહીં તો તે જ ભલે પરમપદને પામે છે, એવી મોટી આશ્ચર્યકારક તો તે સમકિતની વ્યાખ્યા છે, ત્યારે હવે એવી તે કઈ દશા સમજવી કે જે “ક્ષાયિક સમકિત' કહેવાય ? “ભગવાન તીર્થંકરને વિષે દઢ શ્રદ્ધા એનું નામ જો “ક્ષાયિક સમકિત' એમ ગણીએ તો તે શ્રદ્ધા કેવી સમજવી, કે જે શ્રદ્ધા આપણે જાણીએ કે આ તો ખચીત આ કાળમાં હોય જ નહીં. જો એમ જણાતું નથી કે અમુક દશા કે અમુક શ્રદ્ધાને ‘ક્ષાયિક સમકિત' કહ્યું છે, તો પછી તે નથી, એમ માત્ર જિનાગમના શબ્દોથી જાણવું થયું કહીએ છીએ. હવે એમ ધારો કે તે શબ્દો બીજા આશયે કહેવાયા છે; અથવા કોઈ પાછળના કાળના વિસર્જનદોષે લખાયા છે, તો તેને વિષે આગ્રહ કરીને જે જીવે પ્રતિપાદન કર્યું હોય તે જીવ કેવા દોષને પ્રાપ્ત થાય તે સખેદકરૂણાએ વિચારવા યોગ્ય છે. જપ, તપ ઔર ત્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. પાયાકી એ બાત હૈ, નિજ છંદનકો છોડ; | પિછે લાગ સપુરુષકે, તો સબ બંધન તોડ. Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૧૦૧ હાલ જેને જિનસૂત્રોને નામે ઓળખવામાં આવે છે, તેમાં ‘ક્ષાયિક સમકિત નથી’ એવું સ્પષ્ટ લખેલું નથી, અને પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી આવે છે, એમ વાંચેલું છે, અને સાંભળેલું છે; અને તે વાક્ય મિથ્યા છે કે તૃષા છે એમ અમારો અભિપ્રાય નથી, તેમ તે વાક્ય જે પ્રકારે લખ્યું છે તે એકાંત અભિપ્રાયે જ લખ્યું છે, એમ અમને લાગતું નથી. કદાપિ એમ ધારો કે તે વાક્ય એકાંત એમ જ હોય તો પણ કોઈ પણ પ્રકારે વ્યાકુળપણું કરવું યોગ્ય નથી. કારણ કે તે બધી વ્યાખ્યા જો સત્પુરુષના આશયથી જાણી નથી, તો પછી સફળ નથી. એને બદલે કદાપિ ધારો કે જિનાગમમમાં લખ્યું હોય કે ચોથા કાળની પેઠે પાંચમા કાળમાં પણ ઘણા જીવો મોક્ષે જવાના છે; તો તે વાતનું શ્રવણ કંઈ તમને અમને કંઈ કલ્યાણકર્તા થાય નહીં, અથવા મોક્ષપ્રાપ્તિનું કારણ હોય નહીં, કારણ કે તે મોક્ષપ્રાપ્તિ જે દશાને કહી છે, તે જ દશાની પ્રાપ્તિ જ સિદ્ધ છે, ઉપયોગી છે, કલ્યાણકર્તા છે, શ્રવણ તો માત્ર વાત છે, તેમજ તેથી પ્રતિકૂળ વાક્ય પણ માત્ર વાત છે; તે બેય લખી હોય અથવા એક જ લખી હોય અથવા વગર વ્યવસ્થાએ રાખ્યું હોય તોપણ તે બંધ કે મોક્ષનું કારણ નથી; માત્ર બંધદશા તે બંધ છે, મોક્ષદશા તે મોક્ષ છે, ક્ષાયિકદશા તે ક્ષાયિક છે, અન્યદશા તે અન્ય છે, શ્રવણ તે શ્રવણ છે, મનન તે મનન છે, પરિણામ તે પરિણામ છે, પ્રાપ્તિ તે પ્રાપ્તિ છે, એમ સત્પુરુષનો નિશ્ચય છે. બંધ તે મોક્ષ નથી, મોક્ષ તે બંધ નથી, જે જે છે તે તે છે, જે જે સ્થિતિમાં છે, તે તે સ્થિતિમાં છે; બંધબુદ્ધિ ટળી નથી, અને મોક્ષ-જીવન્મુક્તતા-માનવામાં આવે તો તે જેમ સફળ નથી, તેમ અક્ષાયિદકશાએ ક્ષાયિક માનવામાં આવે તો તે પણ સફળ નથી. માનવાનું ફળ નથી, પણ દશાનું ફળ છે. જ્યારે એ પ્રકારે છે ત્યારે હવે આપણો આત્મા કઈ દશામાં હાલ છે, અને તે ક્ષાયિકસમકિતી જીવની દશાનો વિચાર કરવાને યોગ્ય છે કે કેમ, અથવા તેનાથી ઊતરતી અથવા તેથી ઉપરની દશાનો વિચાર આ જીવ યથાર્થ કરી શકે એમ છે કે કેમ ? તે જ વિચારવું જીવને શ્રેયસ્કર છે; પણ અનંત કાળ થયાં જીવે તેવું વિચાર્યું નથી, તેને તેવું વિચારવું યોગ્ય છે એવું ભાસ્યું પણ નથી, અને નિષ્ફળપણે સિદ્ધપદ સુધીનો ઉપદેશ જીવ અનંત વાર કરી ચૂક્યો છે; તે ઉપર જણાવ્યો છે, તે પ્રકાર વિચાર્યા વિના કરી ચૂક્યો છે, વિચારીને-યથાર્થ વિચાર કરીને-કરી ચૂક્યો નથી. જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ કર્યું છે, તેમજ તે દશા (યથાર્થ વિચારદશા) વિના વર્તમાને તેમ કરે છે. પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે વર્ત્યા કરશે. કોઈ પણ મહાપુણ્યને યોગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા-ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધબળ આવરણને પામ્યું છે, એમ જાણી તેને વિષે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર કરશે ત્યારે તેવો ઉપદેશ કરતાં, બીજાને પ્રેરતાં, આગ્રહે કહેતાં અટકશે. વધારે શું કહીએ ? એક અક્ષર બોલતાં અતિશય-અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મોનપણાને પ્રાપ્ત થશે; અને તે મોનપણું પ્રાપ્ત થયા પહેલાં જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે; આ વાત કોઈ પણ પ્રકારે ત્રણે કાળને વિષે સંદેહપાત્ર નથી. તીર્થંકરે પણ એમ જ કહ્યું છે; અને તે તેના આગમમાં પણ હાલ છે, એમ જાણવામાં છે. કદાપિ આગમને વિષે એમ કહેવાયેલો અર્થ રહ્યો હોત નહીં, તોપણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે; માટે સેવનીય છે. ૩૯૭ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિષે હતું તેવા પુરુષનો જોગ આ કાળમાં થાય એમ થયું છે, તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવોને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. તેમાં પણ જે ગૃહવાસાદિ પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે, તે જોઈ જીવને પ્રતીતિ આવવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે, અને કદાપિ પ્રતીતિ આવી તો તેમનો જે પ્રારબ્ધપ્રકાર હાલ વર્તે છે, તે જોઈ નિશ્ચય રહેવો દુર્લભ છે, અને કદાપિ નિશ્ચય થાય તો પણ તેનો સત્સંગ રહેવો દુર્લભ છે, અને જે પરમાર્થનું મુખ્ય કારણ તે તો તે છે. ૩૯૮ માનવદેહ તમે સાંભળ્યું તો હશે કે વિદ્વાનો માનવદેહને બીજા સઘળા દેહ કરતાં ઉત્તમ કહે છે. પણ ઉત્તમ કહેવાનું કારણ તમારા જાણવામાં નહીં હોય માટે લો હું કહું. આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે. એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પ્રયોજન કરે છે. મોક્ષને સાધી તેઓ અનંત સુખમાં વિરાજમાન થાય છે. એ મોક્ષ બીજા કોઈ દેહથી મળનાર નથી. દેવ, તિર્યંચ કે નરક એ એ ગતિથી મોક્ષ નથી; માત્ર માનવદેહથી મોક્ષ છે. ત્યારે તમે પૂછશો કે સઘળાં માનવીઓનો મોક્ષ કેમ થતો નથી ? એનો ઉત્તર પણ હું કહી દઉં. જેઓ માનવપણું સમજે છે તેઓ સંસારશોકને તરી જાય છે. માનવપણું વિદ્વાનો અને કહે છે કે, જેનામાં વિવેકબુદ્ધિ ઉદય પામી હોય. તે વડે સત્યાસત્યનો નિર્ણય સમજીને પરમ તત્ત્વ, ઉત્તમ આચાર અને સતધર્મનું સેવન કરીને તેઓ અનુપમ મોક્ષને પામે છે. મનુષ્યના શરીરના દેખાવ ઉપરથી વિદ્વાનો તેને મનુષ્ય કહેતા નથી, પરંતુ તેના વિવેકને લઈને કહે છે. બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે હોઠ અને એક નાક એ જેને હોય તેને મનુષ્ય કહેવો એમ આપણે સમજવું નહીં. જો એમ સમજીએ તો પછી વાંદરાને પણ મનુષ્ય ગણવો જોઈએ. એણે પણ એ પ્રમાણે સઘળું પ્રાપ્ત કર્યું છે. વિશેષમાં એક પૂંછડું પણ છે; ત્યારે શું એને મહા મનુષ્ય કહેવો ? નહીં, માનવપણું સમજે તે જ માનવ કહેવાય. જ્ઞાનીઓ કહે છે કે, એ ભવ બહુ દુર્લભ છે; અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે; માટે એથી ઉતાવળે આત્મસાર્થક કરી લેવું. અયમંતકુમાર, ગજસુકુમાર જેવા નાનાં બાળકો પણ માનવપણાને સમજવાથી મોક્ષને પામ્યા. મનુષ્યમાં જે શક્તિ વધારે છે તે શક્તિ વડે કરીને મદોન્મત્ત હાથી જેવાં પ્રાણીને પણ વશ કરી લે છે; એ જ શક્તિ વડે જો તેઓ પોતાના મનરૂપી હાથીને વશ કરી લે તો કેટલું કલ્યાણ થાય ! કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સદ્વિવેકનો ઉદય થતો નથી અને મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. એથી આપણને મળેલો એ બહુ દુર્લભ માનવદેહ સફળ કરી લેવો અવશ્યનો છે. કેટલાક મૂર્તો દુરાચારમાં, અજ્ઞાનમાં, વિષયમાં અને અનેક પ્રકારના મદમાં મળેલો માનવદેહ વૃથા ગુમાવે છે. અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે. એ નામના માનવ ગણાય. બાકી તો વાનરરૂપ જ છે. મોતની પળ નિશ્ચય આપણે જાણી શકતા નથી, માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક જીવને વિષે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ એક મોટો ગુણ જાણીએ છીએ; અને તે સાથે શમ, દમ, વિવેકાદિ સાધનો અનુક્રમે ઉત્પન્ન થવારૂપ ોગ પ્રાપ્ત થાય તો જીવને કલ્યાણની પ્રાપ્તિ સુલભ થાય છે, એમ જાણીએ છીએ. (ઉપલી લીટીમાં “જોગ શબ્દ લખ્યો છે તેનો અર્થ પ્રસંગ અથવા સત્સંગ એવો કરવો.) અનંતકાળ થયાં જીવનું સંસારને વિષે પરિભ્રમણ છે, અને એ પરિભ્રમણને વિષે એણે અનંત એવાં જપ, તપ, વૈરાગ્યાદિ સાધનો કર્યા જણાય છે, તથાપિ જેથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે, એવાં એક્કે સાધન થઈ શક્યાં હોય એમ જણાતું નથી. એવાં તપ, જપ, કે વૈરાગ્ય અથવા બીજાં સાધનો તો માત્ર સંસારરૂપ થયાં છે; તેમ થયું તે શા કારણથી? એ વાત અવશ્ય ફરી ફરી વિચારવા યોગ્ય છે. (આ સ્થળને વિષે કોઈ પણ પ્રકારે જપ, તપ, વૈરાગ્યાદિ સાધનો નિષ્ફળ છે એમ કહેવાનો હેતુ નથી, પરંતુ નિષ્ફળ થયાં છે, તેનો હેતુ શો હશે? તે વિચારવા માટે લખવામાં આવ્યું છે. કલ્યાણની પ્રાપ્તિ જેને થાય છે, એવા જીવને વિષે વૈરાગ્યાદિ સાધન તો ખચીત હોય છે.) ૪૦૧ જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે, તે પ્રકાર અન્યરૂપ છે; ધર્મરૂપ નથી. જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પરષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, ચાવત આરાધવા જોગ છે. ૪૦૩ જ્ઞાની પુરુષને મળીને જે સંસારને ભજે છે, તેને તીર્થકર પોતાના માર્ગથી બહાર કહે છે. જ્ઞાની પુરુષને મળીને જે આત્મભાવે, સવછંદપણે, કામનાએ કરી, રસે કરી, જ્ઞાનીનાં વચનની ઉપેક્ષા કરી, “અનુપયોગપરિણામી’ થઈ સંસારને ભજે છે, તે પુરુષ તીર્થકરના માર્ગથી બહાર છે, એમ કહેવાનો તીર્થકરનો આશય છે. ૪૧૪ ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે, તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ, ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે, અને તેનો મુખ્ય માર્ગ તે બોધસ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે. જ્ઞાની પુરુષનો તેવો તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણી વાર થઈ ગયો છે, તથાપિ આ પુરુષ શાની છે, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી; અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તો દઢ કરીને લાગે છે. - જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એક તો હું જાણું છું, હું સમજું છું” એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. બીજું પરિગ્રહાદિકને વિષે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ત્રીજું, લોકભયને લીધે, અપકીર્તિભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪. વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે; જ્ઞાનીને વિષે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે; પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનના વિચારનું, શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે; થોડું પણ ગ્રંથસંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઇચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ તેને વિષે સમાય છે અને એ ત્રણે દોષનું ઉપાદાન કારણ એવો તો એક “સ્વચ્છેદ' નામનો મહા દોષ છે; અને તેનું નિમિત્તકારણ અસત્સંગ છે. ૪૧૬ હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત કંઈ પણ લેવાને સવર્ધા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપનાં ચરણારવિન્દમાં નમસ્કાર કરું છું. આપની પરમભક્તિ અને વીતરાગપુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ. . છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ४१७ સંસારમાં સુખ શું છે, કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઇચ્છા કરે છે ? ૪૧૯ જ્ઞાનીના માર્ગનો વિચાર કરતાં જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂચ્છપાત્ર આ દેહ નથી, તેને દુઃખે. શોચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ-અજ્ઞાને શોચવું એ સિવાય બીજો શોચ તેને ઘટતો નથી. પ્રગટ એવા ચમને સમીપ દેખતાં છતાં જેને દેહને વિષે મૂચ્છ નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહનો જોનાર, જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત્ દેહ નથી. વિચાર કરતાં એ વાત પ્રગટ અનુભવસિદ્ધ થાય છે, તો પછી એ ભિન્ન દેહનાં તેના સ્વાભાવિક ક્ષયવૃદ્ધિ-પાદિ પરિણામ જોઈ હર્ષ-શોકવાન થવું કોઈ રીતે ઘટતું નથી; અને અમને તમને તે નિર્ધાર કરવો, રાખવો ઘટે છે, અને એ જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ છે. ૪૨૫ કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરૂણાશીલ એવા ઋષભાદિ તીર્થકરોએ પણ કર્યું છે, કારણ કે પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હોય છે કે, સમયમાત્રના અનવકાશે આખો લોક આત્માવસ્થા પ્રત્યે હો, આત્મસ્વરૂપ પ્રત્યે હો, આત્મસમાધિ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હો; જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે, તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હો, અનવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હો, એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સપુરુષનો છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક જીવ જો અજ્ઞાનપરિણામી હોય તો તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી, તેમ મોહરૂપ એવો એ માર્ગ અથવા એવા એ લોક સંબંધી માર્ગ તે માત્ર સંસાર છે; તે પછી ગમે તે આકારમાં મૂકો તોપણ સંસાર છે, તે સંસારપરિણામથી રહિત કરવા અસંસારગત વાણીનો અસ્વચ્છેદપરિણામે જ્યારે આધાર પ્રાપ્ત થાય છે, ત્યારે તે સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે. બીજા પ્રતિબંધ તેમની દષ્ટિ પ્રમાણે કર્યા કરે છે, તેમ જ જ્ઞાનીનાં વચન પણ તેની તે દષ્ટિએ આરાધે તો કલ્યાણ થવા યોગ્ય લાગતું નથી. તમે એમ ત્યાં જણાવો કે તમે કોઈ કલ્યાણના કારણ નજીક થવાના ઉપાયની ઇચ્છા કરતા હો તો તેના પ્રતિબંધ ઓછા થવાના ઉપાય કરો; અને નહીં તો કલ્યાણની તૃષ્ણાનો ત્યાગ કરો. તમે એમ જાણતા હો કે અમે જેમ વર્તીએ છીએ તેમ કલ્યાણ છે, માત્ર અવ્યવસ્થા થઈ ગઈ છે, તે જ માત્ર અકલ્યાણ છે, એમ જાણતા હો તો તે યથાર્થ નથી. વાસ્તવ્યપણે તમારું જે વર્તવું છે, તેથી કલ્યાણ ન્યારું છે, અને તે તો જ્યારે જ્યારે જે જે જીવને તેવો તેવો ભવસ્થિત્યાદિ સમીપ જોગ હોય ત્યારે ત્યારે તેને તે પ્રાપ્ત થવા યોગ્ય છે. આખા સમૂહને વિષે કલ્યાણ માની લેવા યોગ્ય નથી, અને એમ જ કલ્યાણ થતું હોય તો તેનું ફળ સંસારાર્થ છે; કારણ કે પૂર્વે એમ કરી જીવ, સંસારી રહ્યા કર્યો છે. ૪૩૦ આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત્ આત્મા પોતાના સ્વરૂપને વિષે કેવળ જાગ્રત હોય ત્યારે તેને કેવળજ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે, એવો શ્રી તીર્થંકરનો આશય છે. “આત્મા” જે પદાર્થને તીર્થકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસે ત્યારે તેને પરમાર્થસમ્યકત્વ છે, એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. એવું સ્વરૂપ જેનું ભાસ્યું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજરુચિસમ્યકત્વ છે. તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય, એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય; એમ જિન કહે છે. અમારો અભિપ્રાય કંઈ પણ દેહ પ્રત્યે હોય તો તે માત્ર એક આત્માર્થે જ છે. અન્ય અર્થે નહીં, બીજા કોઈ પણ પદાર્થ પ્રત્યે અભિપ્રાય હોય તો તે પદાર્થ અર્થે નહીં, પણ આત્માર્થે છે. તે આત્માર્થ તે પદાર્થની પ્રાપ્તિ-અપ્રાપ્તિને વિષે હોય એમ અમને લાગતું નથી. “આત્માપણું એ ધ્વનિ સિવાય બીજો કોઈ ધ્વનિ કોઈ પણ પદાર્થના ગ્રહણત્યાગમાં સ્મરણજોગ નથી. અનવકાશ આત્માપણું જાણ્યા વિના, તે સ્થિતિ વિના અન્ય સર્વ ક્લેશરૂપ છે. ૪૩૧ આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિયોગરૂપ સંગ છે. આ આત્મા પૂર્વે અનંત કાળ વ્યતીત કર્યું જાણ્યો નથી, તે ઉપરથી એમ લાગે છે કે તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે; અથવા તો જાણવાના તથારૂપ યોગો પરમ દુર્લભ છે. જીવ અનંતકાળથી એમ જાણ્યા કરે છે કે હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતો એમ નથી, એમ છતાં જે રૂપે પોતે છે તે રૂપનું નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે છે, એ વાત બહુ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે, અને તેનો ઉપાય પણ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે. ૪૩૨ Page #121 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ આ જગતને વિષે જેને વિષે વિચારશક્તિ વાચાસહિત વર્તે છે, એવાં મનુષ્યપ્રાણી કલ્યાણનો વિચાર કરવાને સર્વથી અધિક યોગ્ય છે; તથાપિ પ્રાયે જીવને અનંતવાર મનુષ્યપણું મળ્યાં છતાં તે કલ્યાણ સિદ્ધ થયું નથી, જેથી વર્તમાન સુધી જન્મમરણનો માર્ગ આરાધવો પડ્યો છે. અનાદિ એવા આ લોકને વિષે જીવની અનંતકોટી સંખ્યા છે; સમયે સમયે અનંત પ્રકારની જન્મમરણાદિ સ્થિતિ તે જીવોને વિષે વર્ત્યા કરે છે; એવો અનંતકાળ પૂર્વે વ્યતીત થયો છે. અનંતકોટી જીવના પ્રમાણમાં આત્મકલ્યાણ જેણે આરાધ્યું છે, કે જેને પ્રાપ્ત થયું છે, એવા જીવ અત્યંત થોડા થયા છે, વર્તમાને તેમ છે, અને હવે પછીના કાળમાં પણ તેવી જ સ્થિતિ સંભવે છે, તેમ જ છે. અર્થાત્ કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણે કાળને વિષે અત્યંત દુર્લભ છે; એવો જે શ્રી તીર્થંકરદેવાદિ જ્ઞાનીનો ઉપદેશ તે સત્ય છે. એવી, જીવસમુદાયની જે ભ્રાંતિ તે અનાદિ સંયોગે છે, એમ ઘટે છે, એમ જ છે; તે ભ્રાંતિ જે કારણથી વર્તે છે, તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે; એક પારમાર્થિક અને એક વ્યાવહારિક; અને તે બે પ્રકારનો એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે, આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી; એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી; સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી; તેવા તેવા જોગે સમર્થ અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે; અને તેનું સૌથી મોટું કારણ અસત્સંગની વાસનાએ જન્મ પામ્યું એવું નિષેચ્છાપણું, અને અસહ્દર્શનને વિષે સત્કર્શનરૂપ ભ્રાંતિ તે છે. ૧૦૬ ‘આત્મા નામનો કોઈ પદાર્થ નથી', એવો એક અભિપ્રાય ધરાવે છે; ‘આત્મા નામનો પદાર્થ સંયોગિક છે', એવો અભિપ્રાય કોઈ બીજા દર્શનનો સમુદાય સ્વીકારે છે; ‘આત્મા દેહસ્થિતિરૂપ છે, દેહની સ્થિતિ પછી નથી,' એવો અભિપ્રાય કોઈ બીજા દર્શનનો છે. ‘આત્મા અણુ છે,' ‘આત્મા સર્વવ્યાપક છે,' ‘આત્મા શૂન્ય છે,' ‘આત્મા સાકાર છે,' ‘આત્મા પ્રકાશરૂપ છે,’ ‘આત્મા સ્વતંત્ર નથી,’ ‘આત્મા કર્તા નથી,' ‘આત્મા કર્તા છે ભોક્તા નથી,' ‘આત્મા કર્તા નથી ભોક્તા છે,' ‘આત્મા કર્તા નથી ભોક્તા નથી,’ ‘આત્મા જડ છે', ‘આત્મા કૃત્રિમ છે,' એ આદિ અનંત નય જેના થઈ શકે છે એવા અભિપ્રાયની ભ્રાંતિનું કારણ એવું અસગ્દર્શન તે આરાધવાથી પૂર્વે આ જીવે પોતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી. તે તે ઉપર જણાવ્યાં એકાંત-અયથાર્થપદે જાણી આત્માને વિષે અથવા આત્માને નામે ઈશ્વરાદિ વિષે પૂર્વે જીવે આગ્રહ કર્યો છે; એવું જે અસત્સંગ, નિજેચ્છાપણું અને મિથ્યાદર્શનનું પરિણામ તે જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી આ જીવ ક્લેશ રહિત એવો શુદ્ધ અસંખ્ય પ્રદેશાત્મક મુક્ત થવો ઘટતો નથી, અને તે અસત્સંગાદિ ટાળવાને અર્થે સત્સંગ, જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું, અને પરમાર્થસ્વરૂપ એવું જે આત્માપણું તે જાણવા યોગ્ય છે. ૪૩૭ ‘સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.’ શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કહ્યો હોય તે પ્રકાર તેની સ્થિતિમાં હો, તેને વિષે અમારું ઉદાસીનપણું છે. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પઘર્થ અમે જાણ્યો છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. જે લક્ષણે કહ્યો છે, તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કહ્યો છે. અમે તે આત્મા એવો જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે, પ્રગટ તે જ આત્મા છીએ. તે આત્મા ‘સમતા' નામને લક્ષણે યુક્ત છે. વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્યસ્થિતિ તે આત્માની છે તે, તે પહેલાંના એક, બે, ત્રણ, ચાર, દશ, સંખ્યાત, અસંખ્યાત, અનંત સમયે હતી, વર્તમાને છે, હવે પછીના કાળને વિષે પણ જ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું, એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી; એવું જે સમપણું, સમતા તે જેનામાં લક્ષણ છે તે જીવ છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિષે, વૃક્ષાદિને વિષે જે કંઈ રમણીયપણું જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્કૂર્તિવાળાં જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા, રમમીયપણું છે લક્ષણ જેનું તે જીવ નામનો પદાર્થ છે. જેના વિધમાનપણા વિના આખું જગત શૂન્યવત્ સંભવે છે, એવું રમ્યપણે જેને વિષે છે, તે લક્ષણ જેને વિષે ઘટે તે જીવ છે. કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિધમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિધમાનપણું ઘટે છે, અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલા માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય, તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઇચ્છે તો તે બનવા યોગ્ય નથી, માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય એવો એ પ્રગટ “ઊર્ધ્વતાધર્મ” તે જેને વિષે છે, તે પદાર્થને શ્રી તીર્થકર જીવ કહે છે. પ્રગટ એવા જડ પદાર્થો અને જીવ, તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયકરહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં, અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિષે જ્ઞાયકપણું સંભવી શકે નહીં, એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થ, તીર્થકરે જીવ કહ્યો છે. | શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતાં માત્ર છેવટે તે સર્વને વિષે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે. તે સુખભાસ નામનું લક્ષણ, માટે તીર્થકરે જીવનું કહ્યું છે; અને વ્યવહારદષ્ટાંતે નિદ્રાથી પ્રગટ જણાય છે. જે નિદ્રાને વિષે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે, તે બાકી વધ્યો એવો જે જીવ પદાર્થ તેનું છે; બીજું કોઈ ત્યાં વિધમાન નથી, અને સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ છે; તે જેનેથી ભાસે છે, તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી. આ મોળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે, હું આ સ્થિતિમાં છે, ટાઢે કરું છું, તાપ પડે છે, દુઃખી છું, દુઃખ અનુભવું છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદનાન, અનુભવજ્ઞાન, અનુભવપણું તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવ પદને વિષે છે, અથવા તે જેનું લક્ષણ હોય છે તે પદાર્થ જીવ હોય છે, એ જ તીર્થંકરાદિનો અનુભવ છે. સ્પષ્ટ પ્રકાશપણું, અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત તે સર્વ પોતે પોતાને જણાવા અથવા જાણવા યોગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. અર્થાત તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, તે જીવનું તે જીવપ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે. એ જે લક્ષણો કહ્યાં તે ફરી ફરી વિચારી જીવ નિરાબાંધપણે જાણ્યો જાય છે, જે જાણવાથી જીવ જામ્યો છે તે લક્ષણો એ પ્રકારે તીર્થંકરાદિએ કહ્યાં છે. ૪૩૮ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વચનામૃત પત્ર-૧ થી પ૦૦ ચિત્તમાં તમે પરમાર્થની ઇચ્છા રાખો છો એમ છે; તથાપિ તે પરમાર્થની પ્રાપ્તિને અત્યંતપણે બાધા કરવાવાળા એવા જે દોષ તે પ્રત્યે અજ્ઞાન, ક્રોધ, માનાદિના કારણથી ઉદાસ થઈ શકતા નથી અથવા તેની અમુક વળગણામાં રુચિ વહે છે ને તે પરમાર્થને બાધ કરવાનાં કારણ જાણી અવશ્ય સર્પના વિષની પેઠે ત્યાગવા યોગ્ય છે. કોઈનો દોષ જેવો ઘટતો નથી, સર્વ પ્રકારે જીવના દોષનો જ વિચાર કરવો ઘટે છે; એવી ભાવના અત્યંતપણે દઢ કરવા યોગ્ય છે. જગતદષ્ટિએ કલ્યાણ અસંભવિત જાણી આ કહેલી વાત ધ્યાનમાં લેવાજોગ છે, એ વિચાર રાખવો. ૪૪૨(૧) સંસારસંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થાય એવા કોઈ પુરુષ હોય, તો તે તીર્થકર કે તીર્થકર જેવા જાણીએ છીએ; પણ પ્રાયે એવી સુલભ પ્રાપ્તિના જોગથી જીવને અલ્ય કાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ્ય થતો નથી. અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી, એમ જાણી, જે કંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા જોગ બને છે, તે ઉપકારકારક જાણી સુખે રહેવા યોગ્ય ૪૪૩ પ્રદેશ પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક એવા આ સંસારને વિષે એક સમયમાત્ર પણ અવકાશ લેવાની જ્ઞાની પુરુષોએ હા કહી નથી; કેવળ તે વિષે નકાર કહ્યો છે. તે આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે તો તે જ સમયે તે આત્માપણે થાય છે. તે જ સમયે આત્માને વિષે તે ઉપયોગ અનન્ય થાય છે. એ આદિ જે અનુભવવાર્તા તે જીવને સત્સંગના દઢ નિશ્ચય વિના પ્રાપ્ત થવી અત્યંત વિકટ છે. જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. ઈશ્વરેચ્છા પ્રમાણે જે થાય તેમાં સમતા ઘટે છે; અને તેના ઉપાયનો કંઈ વિચાર સૂઝે તે કર્યા રહેવું એટલો માત્ર આપણો ઉપાય છે. સંસારના પ્રસંગોમાં કવચિત્ જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે, ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગજોગ છે, એવું પ્રાયે હૃદયમાં આવવું દુર્લભ છે. તે સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય છે, તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતો થઈ પછી વૈરાગ્ય આવે છે; પછી આત્મસાધનની કંઈ સૂઝ પડે છે; અને પરમાત્મા શ્રીકૃષ્ણનાં વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે, કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂઝે છે. અમુક વખત સુધી અનુકૂળપ્રસંગી સંસારમાં કદાપિ સત્સંગનો જોગ થયો હોય તોપણ આ કાળમાં તે વડે વૈરાગ્યનું યથાસ્થિત વેદના થવું દુર્લભ છે; પણ ત્યાર પછી પ્રતિકૂળ પ્રતિકૂળ કોઈ કોઈ પ્રસંગ બન્યા કર્યા હોય તો તેને વિચારે, તેને વિમાસણે સત્સંગ હિતકારક થઈ આવે છે; એવું જાણી જે કંઈ પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય તે આત્મસાધનના કારણરૂપે માની સમાધિ રાખી ઉજાગર રહેવું. કલ્પિત ભાવમાં કોઈ રીતે ભૂલ્યા જેવું નથી. ૪૪૭ Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૧૦૯ સર્વ પરમાર્થનાં સાધનમાં પરમસાધન તે સત્સંગ છે, પુરુષના ચરણ સમીપનો નિવાસ છે. બધા કાળમાં તેનું દુર્લભપણું છે; અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. કલ્યાણને વિષે પ્રતિબંધરૂપ જે જે કારણો છે, તે જીવે વારંવાર વિચારવાં ઘટે છે; તે તે કારણોને વારંવાર વિચારી મટાડવાં ઘટે છે; અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના ત્રણ દોષ છે. જ્ઞાની પુરુષોનાં વચનની પ્રાપ્તિ થયે, તેનો યથાયોગ્ય વિચાર થવાથી, અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેનો રોંધ થવાને અર્થે અને જ્ઞાનીપુરુષનાં વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે, મળ અને વિક્ષેપ મટાડવાં ઘટે છે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અત્યારંભ, અપરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. જ્ઞાનીપુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય, તે તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, ચેષ્ટા અને વચનો નીરખવા, સંભારવા અને વિચારવા યોગ્ય છે. વળી તે સમાગમના અંતરાયમાં, પ્રવૃત્તિના પ્રસંગોમાં, અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે; કારણ કે એક તો સમાગમનું બળ નથી, અને બીજો અનાદિ અભ્યાસ છે જેનો, એવી સહજાકાર પ્રવૃત્તિ છે; જેથી જીવ આવરણપ્રાપ્ત હોય છે. ઘરનું, જ્ઞાતિનું કે બીજાં તેવાં કામોનું કારણ પડ્યે ઉદાસીનભાવે પ્રતિબંધરૂપ જાણી પ્રવર્તન ઘટે છે. તે કારણોને મુખ્ય કરી કોઈ પ્રવર્તન કરવું ઘટતું નથી; અને એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ પ્રાપ્ત થાય નહીં. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે; જે કારણોમાં ઉદાસીન થયા વિના, નિઃસર્વ એવી લોકસંબંધી જપતપાદિ ક્રિયામાં સાક્ષાત્ મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી, એમ માખ્યા વિના, નિઃસજ્જ એવા અસક્શાસ્ત્ર અને અસર જે આત્મસ્વરૂપને આવરણનાં મુખ્ય કારણો છે, તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જ્ઞાનીપુરુષનાં પ્રગટ આત્મસ્વરૂપને કહેતાં એવાં વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતાં નથી. હવે એવો નિભ્યય કરવો ઘટે છે, કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી; અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જામ્યો છે, એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. ૪૪૯ સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો તે પુરુષ જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાનીપુરુષનાં દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થકર કહે છે. જેની કેડનો ભંગ થયો છે, તેનું પ્રાયે બધું બળ પરિક્ષીણપણાને ભજે છે. જેને જ્ઞાનીપુરુષનાં વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે, એમ તીર્થંકર કહે છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી, એમ તમે જાણો. જ્ઞાનીપુરુષનાં વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ખરેખર પૃથ્વીનો વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. જ્ઞાની પુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિષે ઇચ્છે નહીં. એ આદિ વચનો તે પૂર્વે જ્ઞાની પુરુષો માર્ગાનુસારી પુરુષને બોધતા હતા. જે જાણીને, સાંભળીને તે સરળ જીવો આત્માને વિષે અવધારતા હતા. પ્રાણત્યાગ જેવા પ્રસંગને વિષે પણ તે વચનોને અપ્રધાન ન કરવા યોગ્ય જાણતા હતા, વર્તતા હતા. | સર્વથી સ્મરણજોગ વાત તો ઘણી છે, તથાપિ સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પગુણમાં પણ પ્રીતિ, પોતાના અલ્પદોષને વિષે પણ અત્યંત ક્લેશ, દોષના વિલયમાં અત્યંત વીર્યનું સ્ફરવું, એ વાતો સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. જેમ બને તેમ નિવૃત્તિકાળ, નિવૃત્તિક્ષેત્ર, નિવૃત્તિદ્રવ્ય, અને નિવૃત્તિભાવને ભજજો. તીર્થંકર ગૌતમ જેવા જ્ઞાની પુરુષને પણ સંબોધતા હતા કે સમયમાત્ર પણ પ્રમાદ યોગ્ય નથી. ૪૫૪ ઘણું કરીને પ્રાણીઓ આશાથી જીવે છે. જેમ જેમ સંશા વિશેષ હોય છે તેમ તેમ વિશેષ આશાના બળથી જીવવું થાય છે. એક માત્ર જ્યાં આત્મવિચાર અને આત્મજ્ઞાનનો ઉદ્ભવ થાય છે, ત્યાં સર્વ પ્રકારની આશાની સમાધિ થઈ જીવના સ્વરૂપથી જિવાય છે. જે કોઈ પણ મનુષ્ય ઇચ્છે છે, તે ભવિષ્યમાં તેની પ્રાપ્તિ ઇચ્છે છે, અને તે પ્રાપ્તિની ઇચ્છારૂપ આશાએ તેની કલ્પનાનું જીવવું છે, અને તે કલ્પના ઘણું કરી કલ્પના જ રહ્યા કરે છે; જો તે કલ્પના જીવને ન હોય અને જ્ઞાન પણ ન હોય તો તેની દુઃખકારક ભયંકર સ્થિતિ અકથ્ય હોવી સંભવે છે. સર્વ પ્રકારની આશા, તેમાં પણ આત્મા સિવાય બીજા અન્ય પદાર્થની આશામાં સમાધિ કેવા પ્રકારે થાય તે કહો. ૪પક રાખ્યું કંઈ રહેતું નથી, અને મૂછ્યું કંઈ જતું નથી, એવો પરમાર્થ વિચારી કોઈ પ્રત્યે દીનતા ભજવી કે વિશેષતા દાખવવી એ યોગ્ય નથી. સમાગમમાં દીનપણે આવવું નહીં. ૪પ૭ શ્રી કૃષ્ણાદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી. જે જીવને સમ્યકત્વ ઉત્પન્ન થાય, તેને સર્વ પ્રકારની સંસારી ક્રિયા તે જ સમયે ન હોય એવો કંઈ નિયમ નથી. સમ્યકત્વ ઉત્પન્ન થવા પછી સંસારી ક્રિયા રસરહિતપણે થવી સંભવે છે. ઘણું કરી એવી કોઈ પણ ક્રિયા તે જીવની હોતી નથી કે જેથી પરમાર્થને વિષે ભ્રાંતિ થાય; અને જ્યાં સુધી પરમાર્થને વિષે ભ્રાંતિ થાય નહીં ત્યાં સુધી બીજી ક્રિયાથી સમ્યક્ત્વને બાધ થાય નહીં. સર્પને આ જગતના લોકો પૂજે છે તે વાસ્તવિકપણે પૂજ્યબુદ્ધિથી પૂજતા નથી, પણ ભયથી પૂજે છે; ભાવથી પૂજતા નથી; અને કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ઇષ્ટદેવને લોકો અત્યંત ભાવે પૂજે છે, એમ સભ્યફદષ્ટિ જીવ તે સંસારને ભજતો દેખાય છે, તે પૂર્વે નિબંધન કરેલાં એવાં પ્રારબ્ધકર્મથી દેખાય છે. વાસ્તવ્યપણે ભાવથી તે સંસારમાં તેનો પ્રતિબંધ ઘટે નહીં. પૂર્વકર્મના ઉદયરૂપ ભયથી ઘટે છે. એટલે અંશે ભાવ પ્રતિબંધ ન હોય તેટલે અંશે જ સમ્યક્દષ્ટિપણું તે જીવને હોય છે. - અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ સમ્યકત્વ સિવાય ગયાં સંભવે નહીં; એમ જે કહેવાય છે તે યથાર્થ છે. સંસારી પદાર્થોને વિષે જીવને તીવ્ર સ્નેહ વિના એવાં ક્રોધ, માન, માયા અને લોભ હોય નહીં, કે જે કારણે તેને અનંત સંસારનો અનુબંધ થાય. જે જીવને સંસારી પદાર્થો વિષે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ ઉદય થવા સંભવે છે, અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થોમાં હોય ત્યાં સુધી અવશ્ય પરમાર્થમાર્ગવાળો જીવ તે ન હોય. પરમાર્થમાર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતાં જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુઃખે. દુખમાં કાયરપણું કદાપિ બીજા જીવોનું પણ સંભવે છે, પણ સંસારસુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમવાપણું, નીરસપણું પરમાર્થમાગી પુરુષને હોય છે. તેવું નીરસપણું જીવને પરમાર્થજ્ઞાને અથવા પરમાર્થજ્ઞાનીપુરુષના નિશ્ચયે થવું સંભવે છે; બીજા પ્રકારે થવું સંભવતું નથી. પરમાર્થજ્ઞાને અપરમાર્થરૂપ એવો આ સંસાર જાણી પછી તે પ્રત્યે તીવ્ર એવો ક્રોધ, માન, માયા કે લોભ કોણ કરે? કે ક્યાંથી થાય ? જે વસ્તુનું માહાભ્ય દષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી. સંસારને વિષે ભ્રાંતિપણે જાણેલું સુખ તે પરમાર્થજ્ઞાને ભ્રાંતિ જ ભાસે છે, અને જેને ભ્રાંતિ ભાસી છે તેને પછી તેનું માહાભ્ય શું લાગે? એવી માહાભ્યદષ્ટિ પરમાર્થજ્ઞાનીપુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે, તેનું કારણ પણ એ જ છે. કોઈ જ્ઞાનના આવરણને કારણે જીવને વ્યવચ્છેદક જ્ઞાન થાય નહીં, તથાપિ સામાન્ય એવું જ્ઞાન, જ્ઞાનીપરુષની શ્રદ્ધારૂપે થાય છે. વડનાં બીજની પેઠે પરમાર્થ-વડનું બીજ એ છે. ૪૫૯ શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સખ્યપ્રકારે અહિયાસવા યોગ્ય છે. ઘણી વાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યફપ્રકાર રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે; તથાપિ હૃદયને વિષે વારંવાર તે વાતનો વિચાર કરતાં અને આત્માને નિત્ય, અછેદ્ય, અભેદ્ય, જરા, મરણાદિ ધર્મથી રહિત ભાવતાં, વિચારતાં, કેટલીક રીતે તે સમપ્રકારનો નિશ્ચય આવે છે. મોટા પુરુષોએ અહિયાસેલા એવા ઉપસર્ગ, તથા પરિષદના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરી, તે વિષે તેમનો રહેલો અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમક્ષરિણામ ફળીભૂત થાય છે, અને વેદના, વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી. વ્યાધિરહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણી, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી, તે પ્રત્યેથી મોહ-મમત્વાદિ ત્યાગ્યાં હોય, તો તે મોટું શ્રેય છે; તથાપિ તેમ ન બન્યું હોય તો કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતાં જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી. જ્યાં સુધી દેહાદિકથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે, ત્યાં સુધી તે દેહને વિષે અપરિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે; એટલે કે આ દેહના કોઈ ઉપચાર કરવા પડે તો તે ઉપચાર દેહના મમત્વાર્થે કરવાની ઇચ્છા નહીં, પણ તે દેહે કરી જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે, એવો કોઈ પ્રકારે તેમાં રહેલો લાભ, તે લાભને અર્થે, અને તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિના ઉપચારે પ્રવર્તવામાં બાધ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ નથી. જે કંઈ તે મમતા છે તે અપરિણામિક મમતા છે, એટલે પરિણામે સમતા સ્વરૂપ છે; પણ તે દેહની પ્રિયતાળું, સાંસારિક સાધનમાં પ્રધાન ભોગનો એ હેતુ છે, તે ત્યાગવો પડે છે, એવા આર્તધ્યાને કોઈ પ્રકારે પણ તે દેહમાં બુદ્ધિ ન કરવી એવી જ્ઞાની પુરુષોના માર્ગની શિક્ષા જાણી આત્મકલ્યાણનો તેવા પ્રસંગે લક્ષ રાખવો યોગ્ય છે. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું, અને માઠી ગતિનું કારણ છે. સદ્વિચાર, અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. ૪૬૦ જવાહિરી લોકોનું એમ માનવું છે કે એક સાધારણ સોપારી જેવું સારા રંગનું, પાણીનું અને ઘાટનું માણેક (પ્રત્યક્ષ) એબ રહિત હોય તો તેની કરોડો રૂપિયા કિંમત ગણીએ તોપણ તે ઓછું છે. જો વિચાર કરીએ તો માત્ર તેમાં આંખનું કરવું અને મનની ઇચ્છા ને કલ્પિત માન્યતા સિવાય બીજું કાંઈ નથી, તથાપિ એક આંખના ઠરવાની એમાં મોટી ખૂબીને માટે અને દુર્લભ પ્રાપ્તિને કારણે જીવો તેનું અદ્ભુત માહાત્મ કહે છે; અને અનાદિ દુર્લભ, જેમાં આત્મા ઠરી રહે છે એવું જે સત્સંગરૂપ સાધન તેને વિષે કંઈ આગ્રહ-રૂચિ નથી, તે આશ્ચર્ય વિચારવા યોગ્ય છે. ૪૬૨ આખો દિવસ નિવૃત્તિના યોગે કાળ નહીં જાય ત્યાં સુધી સુખ રહે નહીં, એવી અમારી સ્થિતિ છે. “આત્મા આત્મા” તેનો વિચાર, જ્ઞાનીપુરુષની સ્મૃતિ, તેના માહાભ્યની કથાવાર્તા, તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેમના અનવકાશ આત્મચરિત્ર પ્રત્યે મોહ, એ અમને હજુ આકર્ષા કરે છે, અને તે કાળ ભજીએ છીએ. પૂર્વ કાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે; તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે; તે શ્રવણને, શ્રવણના કર્તાને, અને તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત્ છે. તે આત્મસ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી અથવા જ્ઞાનીનાં શાસ્ત્રો કે માનુસારી જ્ઞાની પુરુષના સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિ ભક્તિએ કરીએ છીએ. ૪૬૫ • જેની પાસેથી ધર્મ માગવો, તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું. • જેની પાસેથી ધર્મ માગવો તેવા પૂર્ણજ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરવો અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યોદય સમજવો. તે સત્સંગમાં તેવા પરમજ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષાબોધ ગ્રહણ કરવો એટલે જેથી કદાગ્રહ, મતમતાંતર, વિશ્વાસઘાત અને અસત્ વચન એ આદિનો તિરસ્કાર થાય; અર્થાત્ તેને ગ્રહણ કરવાં નહીં. મતનો આગ્રહ મૂકી દેવો. આત્માનો ધર્મ આત્મામાં છે. આત્મત્વ પ્રાપ્તપુરુષનો બોધેલો ધર્મ આત્મતામાર્ગરૂપ હોય છે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં. • આટલું થતાં છતાં જે જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ, મતમતાંતરાદિ દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં. રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ | થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. આત્મા સતુ ચૈતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક • પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાનીઓ જોકે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય. નહીં એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીએ. • જીવ પોતાની કલ્પનાથી કહ્યું કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે; માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. • જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે, કે સત્સંગ થયો હોય તો સત્સંગમાં સાંભળેલ શિક્ષાબોધ પરિણામ પામી, સહેજે જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્રહાદિ દોષો તો છૂટી જવા જોઈએ, કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બોલવાનો પ્રસંગ બીજા જીવોને આવે નહીં. • જ્ઞાનીપુરુષે કહેવું બાકી નથી રાખ્યું, પણ જીવે કરવું બાકી રાખ્યું છે. એવો યોગાનુયોગ કોઈક જ વેળા ઉદયમાં આવે છે. તેવી વાંછાએ રહિત મહાત્માની ભક્તિ તો કેવળ કલ્યાણકારક જ નીવડે છે; પણ કોઈ વેળા તેવી વાંછા મહાત્મા પ્રત્યે થઈ અને તેવી પ્રવૃત્તિ થઈ ચૂકી, તોપણ તે જ વાંછા જો અસત્યરુષમાં કરી હોય અને જે ફળ થાય છે, તે કરતાં આનું ફળ જુદું થવાનો સંભવ છે. પુરુષ પ્રત્યે તેવા કાળમાં જો નિઃશંકપણું રહ્યું હોય, તો કાળે કરીને તેમની પાસેથી સન્માર્ગની પ્રાપ્તિ હોઈ શકે છે. એક પ્રકારે અમને પોતાને એ માટે બહુ શોચ રહેતો હતો, પણ તેનું કલ્યાણ વિચારીને શોચ વિસ્મરણ કર્યો છે. ૪૬૬ અનાદિકાળથી વિપર્યયબુદ્ધિ હોવાથી, અને કેટલીક જ્ઞાનીપુરુષની ચેષ્ટા અજ્ઞાની પુરુષના જેવી જ દેખાતી હોવાથી જ્ઞાની પુરુષને વિષે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે, અથવા જીવથી જ્ઞાનીપુરુષ પ્રત્યે તે તે ચેષ્ટાનો વિકલ્પ આવ્યા કરે છે. બીજી બાજુથી જ્ઞાની પુરુષનો જો યથાર્થ નિશ્ચય થયો હોય તો કોઈ વિકલ્પને ઉત્પન્ન કરવાવાળી એવી જ્ઞાનીની ઉન્મત્તાદિ ભાવવાળી ચેષ્ટા પ્રત્યક્ષ દીઠામાં આવે તોપણ બીજી બાજુના નિશ્ચયના બળને લીધે તે ચેષ્ટા અવિકલ્પપણાને ભજે છે; અથવા જ્ઞાની પુરુષની ચેષ્ટાનું કોઈ અગમ્યપણે જ એવું છે કે, અધૂરી અવસ્થાએ કે અધૂરા નિશ્ચયે જીવને વિશ્વમ તથા વિકલ્પનું કારણ થાય છે, પણ વાસ્તવપણે તથા પૂરા નિશ્ચયે તે વિભ્રમ અને વિકલ્પ ઉત્પન્ન થવા યોગ્ય નથી; માટે આ જીવનો અધૂરો જ્ઞાનીપુરુષ પ્રત્યેનો નિશ્ચય છે, એ જ આ જીવનો દોષ છે. જ્ઞાનીપુરુષ બધી રીતે અજ્ઞાની પુરુષથી ચેષ્ટાપણે સરખા હોય નહીં, અને જો હોય તો પછી શાની નથી એવો નિશ્ચય કરવો તે યથાર્થ કારણ છે; તથાપિ જ્ઞાની અને અજ્ઞાની પુરુષમાં કોઈ એવાં વિલક્ષણ કારણોનો ભેદ છે, કે જેથી જ્ઞાનીનું, અજ્ઞાનીનું એકપણું કોઈ પ્રકારે થાય નહીં. અજ્ઞાની છતાં જ્ઞાનીનું સ્વરૂપ જે જીવ મનાવતો હોય તે તે વિલક્ષણપણા દ્વારાએ નિશ્ચયમાં આવે છે, માટે જ્ઞાની પુરુષનું જે વિલક્ષણપણું છે તેનો પ્રથમ નિશ્ચય વિચારવા યોગ્ય છે; અને જો તેવા વિલક્ષણ કારણનું સ્વરૂપ જાણી જ્ઞાનીનો નિશ્ચય થાય છે, તો પછી અજ્ઞાની જેવી ક્વચિત્ જે જે જ્ઞાની પુરુષની ચેષ્ટા જોવામાં આવે છે તેને વિષે નિર્વિકલ્પપણું પ્રાપ્ત હોય છે; તેમ નહીં તો જ્ઞાની પુરુષની તે ચેષ્ટા તેને વિશેષ ભક્તિ અને સ્નેહનું કારણ થાય છે. ૪૬૭ Page #129 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દૃષ્ટિ જગતના સર્વ આત્માને વિષે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઇચ્છીએ છીએ, તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઇચ્છીએ છીએ. જે જે આ આત્મા માટે ઇચ્છીએ છીએ, તે તે સર્વ આત્મા માટે ઇચ્છીએ છીએ. જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ. જેવો સર્વ દેહ પ્રત્યે વર્તવાનો પ્રકાર રાખીએ છીએ, તેવો જ આ દેહ પ્રત્યે પ્રકાર વર્તે છે. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને ક્યારેય થઈ શકતી નથી. જે સ્ત્રીઆદિનો સ્વપણે સંબંધ ગણાય છે, તે સ્ત્રીઆદિ પ્રત્યે જે કંઈ સ્નેહાદિક છે, અથવા સમતા છે, તેવાં જ પ્રાયે સર્વ પ્રત્યે વર્તે છે. આત્મારૂપપણાનાં કાર્યે માત્ર પ્રવર્તન હોવાથી જગતના સર્વ પદાર્થ પ્રત્યે જેમ ઉદાસીનતા વર્તે છે, તેમ સ્વપણે ગણાતા સ્ત્રીઆદિ પદાર્થો પ્રત્યે વર્તે છે. ૧૧૪ પ્રારબ્ધ પ્રબંધે સ્ત્રીઆદિ પ્રત્યે જે કંઈ ઉદય હોય તેથી વિશેષ વર્તના ઘણું કરીને આત્માથી થતી નથી. કદાપિ કરુણાથી કંઈ તેવી વિશેષ વર્તના થતી હોય તો તેવી તે જ ક્ષણે તેવા ઉદયપ્રતિબદ્ધ આત્માઓ પ્રત્યે વર્તે છે, અથવા સર્વ જગત પ્રત્યે વર્તે છે. કોઈ પ્રત્યે કંઈ વિશેષ કરવું નહીં, કે ન્યૂન કરવું નહીં; અને કરવું તો તેવું એકધારાનું વર્તન સર્વ જગત પ્રત્યે કરવું, એવું જ્ઞાન આત્માને ઘણા કાળ થયાં દઢ છે; નિશ્ચયસ્વરૂપ છે. કોઈ સ્થળે ન્યૂનપણું, વિશેષપણું, કે કંઈ તેવી સમ વિષમ ચેષ્ટાએ વર્તવું દેખાતું હોય તો જરૂર તે આત્મસ્થિતિએ, આત્મબુદ્ધિએ થતું નથી, એમ લાગે છે. પૂર્વપ્રબંધી પ્રારબ્ધના યોગે કંઈ તેવું ઉદયભાવપણે થતું હોય તો તેને વિષે પણ સમતા છે. કોઈ પ્રત્યે ઓછાપણું, અધિકપણું, કંઈ પણ આત્માને રુચતું નથી, ત્યાં પછી બીજી અવસ્થાનો વિકલ્પ હોવા યોગ્ય નથી, એમ તમને શું કહીએ ? સંક્ષેપમાં લખ્યું છે. સૌથી અભિન્નભાવના છે; જેટલી યોગ્યતા જેની વર્તે છે, તે પ્રત્યે તેટલી અભિન્નભાવની સ્ફૂર્તિ થાય છે; કવચિત્ કરુણાબુદ્ધિથી વિશેષ સ્ફૂર્તિ થાય છે; પણ વિષમપણાથી કે વિષય, પરિગ્રહાદિ કારણપ્રત્યયથી તે પ્રત્યે વર્તવાનો કંઈ આત્મામાં સંકલ્પ જણાતો નથી. અવિકલ્પરૂપ સ્થિતિ છે. વિશેષ શું કહીએ ? અમારે કંઈ અમારું નથી, કે બીજાનું નથી કે બીજું નથી; જેમ છે તેમ છે. જેમ સ્થિતિ આત્માની છે, તેવી સ્થિતિ છે. સર્વ પ્રકારની વર્તના નિષ્કપટપણાથી ઉદયની છે; સમવિષમતા નથી. સહજાનંદ સ્થિતિ છે. જ્યાં તેમ હોય ત્યાં અન્ય પદાર્થમાં આસક્ત બુદ્ધિ ઘટે નહીં, હોય નહીં. ૪૬૯ ‘જ્ઞાનીપુરુષ પ્રત્યે અભિન્નબુદ્ધિ થાય, એ કલ્યાણ વિષેનો મોટો નિશ્ચય છે,' એવો સર્વ મહાત્મા પુરુષોનો અભિપ્રાય જણાય છે. ૪૭૦ આતમભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે. કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૪૭૪ Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૧૧૫ “જીવનું મૂઢપણું ફરી ફરી, ક્ષણે ક્ષણે, પ્રસંગે-પ્રસંગે વિચારવામાં જો સચેતપણું ન રાખવામાં આવ્યું તો આવો જોગ બન્યો તે પણ વૃથા છે.” ૪૭૯ પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે; (કહ્યું છે.) (સૂયગડાંગસૂત્ર વીર્ય અધ્યયન) જે કુળને વિષે જન્મ થયો છે, અને જેના સહવાસમાં જીવ વસ્યો છે, ત્યાં અજ્ઞાની એવો આ જીવ તે મમતા કરે છે. અને તેમાં નિમગ્ન રહ્યા કરે છે. (સૂયગડાંગ-પ્રથમાધ્યયન) ૪૮૬ તીર્થંકર વારંવાર નીચે કહ્યો છે, તે ઉપદેશ કરતા હતા: “હે જીવો ! તમે બૂઝો, સમ્યક્ પ્રકારે બૂઝો. મનુષ્યણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણો. અજ્ઞાનથી સદ્વિવેક પામવો દુર્લભ છે, એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે, એમ જાણો. અને ‘સર્વ જીવ’ પોતપોતાનાં કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે, તેનો વિચાર કરો.” (સૂયગડાંગ-અધ્યયન ૭ મું, ૧૧) સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, તે પુરુષે આત્માને ગવેષવો, અને આત્મા ગવેષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને ગવેષવો; તેમ જ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. (દ્વાદશાંગીનું સળંગ સૂત્ર) સર્વ પ્રકારની ઉપાધિ, આધિ, વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તો પણ સત્સંગને વિષે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ અમને વસ્યા કરે છે, તથાપિ ઉદયજોગ પ્રારબ્ધથી તેવો અંતરાય વર્તે છે. ઘણું કરી કોઈ વાતનો ખેદ ‘અમારા' આત્માને વિષે ઉત્પન્ન થતો નથી. તથાપિ સત્સંગના અંતરાયનો ખેદ અહોરાત્ર ઘણું કરી વર્ત્યા કરે છે, ‘સર્વ ભૂમિઓ, સર્વ માણસો, સર્વ કામો, સર્વ વાતચીતાદિ પ્રસંગો અજાણ્યાં જેવાં, સાવ પરનાં, ઉદાસીન જેવાં, અરમણીય, અમોહકર અને રસરહિત સ્વાભાવિકપણે ભાસે છે.' માત્ર જ્ઞાનીપુરુષો, મુમુક્ષુપુરુષો કે માર્ગાનુસારીપુરુષોનો સત્સંગ તે જાણીતો, પોતાનો, પ્રીતિકર, સુંદર, આકર્ષનાર અને રસસ્વરૂપ ભાસે છે. એમ હોવાથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભજતું ભજતું તમ જેવા માર્ગેચ્છાવાન પુરુષોને વિષે પ્રતિબદ્ધપણું પામે છે. ૪૯૧ અમારા ચિત્તમાં તો એમ આવે છે કે, મુમુક્ષુજીવને આ કાળને વિષે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. અનંતકાળથી અભ્યાસેલો એવો આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે, એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે. વ્યાવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્રવિચિત્રપણું છે. માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાસે છે; પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાસે છે; અને જ્ઞાનીપુરુષોએ તે બેય કલ્પના કરવાની ના કહી છે. અને તમને તે કરવી ઘટતી નથી. વિચારવાનને શોક ઘટે નહીં, એમ શ્રી તીર્થંકર કહેતા હતા. ૪૯૨ Page #131 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાનીપુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. ૧૧૬ પ્રથમ પદ :- આત્મા છે.' જેમ ઘટપટઆદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટઆદિ હોવાનું પ્રમાણ છે; તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદ :– ‘આત્મા નિત્ય છે.' ઘટપટઆદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે; કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હોય નહીં. ત્રીજું પદ :- ‘આત્મા કર્તા છે.' સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયાસંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. ચોથું પદ :– ‘આત્મા ભોક્તા છે.' જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફ્ળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે, તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે. પાંચમું પદ – ‘મોક્ષપદ છે.' જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. છઠ્ઠું પદ :– ‘તે મોક્ષનો ઉપાય છે.' જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્ત્યાદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્ત તું તેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૧૧૭ શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક્રદર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે. પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્રદર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્રદર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંયોગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવપર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે. એમ સ્પષ્ટ-પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ-અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઇષ્ટ-અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ માહાભ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માનો નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે; અને ભાવિકાળમાં પણ તેમ જ થશે. જે સપુરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે સન્દુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પરુષો, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો ! જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ, નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સપુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે; કેમ કે જેના પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઇચ્છયા વિના માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કર્તા છે, માટે મારી છે, એમ કદી જોયું નથી, એવા જે સત્પરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો ! જે સપુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો ! જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રામાં જીવ પામવા યોગ્ય થયો, તે પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો! નમસ્કાર હો !! ૪૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ વચનામૃત પત્ર-૧ થી પ૦૦ જો કોઈ પણ પ્રકારે બને તો આ ત્રાસરૂપ સંસારમાં વધતો વ્યવસાય ન કરવો; સત્સંગ કરવો યોગ્ય છે. મને એમ લાગે છે કે જીવને મૂળપણે જોતાં જો મુમુક્ષતા આવી હોય તો નિત્ય પ્રત્યે તેનું સંસારબળ ઘટ્યા કરે. સંસારમાં ધનાદિ સંપત્તિ ઘટે કે નહીં તે અનિયત છે, પણ સંસાર પ્રત્યે જે જીવની ભાવના, તે મોળી પડ્યા કરે; અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય; આ કાળમાં એ વાત ઘણું કરી જોવામાં આવતી નથી. કોઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઈ વિચાર થાય છે કે આવા સંગે કરી જીવની ઊર્ધ્વદશા થવી ઘટે નહીં, પણ અધોદશા થવી ઘટે, વળી સત્સંગનો કંઈ પ્રસંગ થયો છે એવા જીવની વ્યવસ્થા પણ કાળદોષથી પલટતાં વાર નથી લાગતી. એવું પ્રગટ જોઈને ચિત્તમાં ખેદ થાય છે; અને મારા ચિત્તની વ્યવસ્થા જોતાં મને પણ એમ થાય છે કે મને કોઈ પણ પ્રકારે આ વ્યવસાય ઘટતો નથી, અવશ્ય ઘટતો નથી. જરૂર – અત્યંત જરૂર – આ જીવનો કોઈ પ્રમાદ છે; નહીં તો પ્રગટ જાણ્યું છે એવું જે ઝેર તે પીવાને વિષે જીવની પ્રવૃત્તિ કેમ હોય ? અથવા એમ નહીં તો ઉદાસીન પ્રવૃત્તિ હોય, તોપણ તે પ્રવૃત્તિયે હવે તો કોઈ પ્રકારે પણ પરિસમાપ્તપણું ભજે એમ થવા યોગ્ય છે, નહીં તો જરૂર જીવનો કોઈ પણ પ્રકારે દોષ છે. કલ્પ જેમ જેમ જીવમાં ત્યાગ વૈરાગ્ય અને આશ્રયભક્તિનું બળ વધે છે, તેમ તેમ સપુરુષનાં વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે; અને બંધનિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. ૪૯૭ આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે ભાસ્યા કરે એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે. મૂળ વાત તો એ છે કે જીવને વૈરાગ્ય આવતાં છતાં પણ જે તેનું અત્યંત શિથિલપણું છે – ઢીલાપણું છે - તે ટાળતાં તેને અત્યંત વસમું લાગે છે, અને ગમે તે પ્રકારે પણ એ જ પ્રથમ ટાળવા યોગ્ય છે. - ૪૯૮ વિચારની ઉત્પત્તિ થયા પછી વર્તમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિષે અનંતથી અનંત વાર જન્મવું, મરવું થયાં છતાં, હજુ તે જન્મ મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી, તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવાં ? અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે, કે જે ભૂલનું આટલા સુધી પરિણમવું થયું છે ? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદ્ધોધનાં વર્ધમાન પરિણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામ ઠામ કહી છે; કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. જીવની ભૂલ જોતાં તો અનંતવિશેષ લાગે છે; પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ તે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, કે જે ભૂલનો વિચાર કર્યાથી સર્વે ભૂલનો વિચાર થાય છે; અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. કોઈ જીવ કદાપિ નાના પ્રકારની ભૂલનો વિચાર કરી તે ભૂલથી છૂટવા ઇચ્છે, તો પણ તે કર્તવ્ય છે, અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઇચ્છા મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય છે. વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિષે અમને બોધ થયો. જે બોધ વડે જીવમાં શાંતિ આવી, સમાધિદશા થઈ, તે બોધ આ જગતમાં કોઈ અનંત પુણ્યોગે જીવને પ્રાપ્ત થાય છે, એમ મહાત્માપુરુષો ફરી ફરી કહી ગયા છે. આ દુષમકાળને વિષે અંધકાર પ્રગટી બોધના માર્ગને આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે, તે કાળમાં અમને દેહજોગ બન્યો, તે કોઈ રીતે ખેદ થાય છે, તથાપિ પરમાર્થથી તે ખેદ પણ સમાધાન રાખ્યા કર્યો છે. પ૦૦ Page #134 -------------------------------------------------------------------------- ________________ વયનાખત. પત્ર પ૦૧ = પાપ Page #135 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત (૫૨ ૫૦૧ – ૯૫૫) Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા પુરુષના યોગ વિના સમજાતું નથી; તોપણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનાથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ ! ! | હે જીવ ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા ! ! નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે પુરુષની આજ્ઞા નિભ્યય ઉપાસવા યોગ્ય છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ પપ શ્રી તીર્થંકરાદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિષે થયેલી આત્મબુદ્ધિ, અને આત્મભાવને વિષે થયેલી દેહબુદ્ધિ તે મટી છે, એટલે આત્મા આત્મપરિણામી થયો છે, તેવા જ્ઞાનીપુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે, ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે. કેમકે, અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જાણ્યો છે. બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે. એક તો “સિદ્ધાંતબોધ' અને બીજો તે સિદ્ધાંતબોધ થવાને કારણભૂત એવો ઉપદેશબોધ.” જો ઉપદેશબોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ન હોય તો સિદ્ધાંતબોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. સિદ્ધાંતબોધ' એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે, જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જામ્યો છે તે જે પ્રકારથી વાણી દ્વારા જણાવાય તેમ જણાવ્યો છે એવો જે બોધ છે તે સિદ્ધાંતબોધ' છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થસ્વરૂપને નિર્ધારી લે છે; તે વિપર્યાસબુદ્ધિનું બળ ઘટવા, યથાવત્ વસ્તુસ્વરૂપ જાણવાને વિષે પ્રવેશ થવા, જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યાં છે; અને એવાં જે જે સાધનો જીવને સંસારભય દઢ કરાવે છે તે તે સાધનો સંબંધી જે ઉપદેશ કહ્યો છે તે “ઉપદેશબોધ છે. ગૃહકુટુંબ પરિગ્રહાદિ ભાવને વિષે જે અહંતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કષાય છે, તે જ “વિપર્યાસબુદ્ધિ છે; અને અહંતા મમતા તથા કષાય જ્યાં વૈરાગ્ય-ઉપશમ ઉદ્ભવે છે ત્યાં મંદ પડે છે, અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. ગૃહકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે “વૈરાગ્ય’ છે; અને તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કષાય-ફ્લેશ તેનું મંદ થવું તે “ઉપશમ' છે. એટલે તે બે ગુણ વિર્યાસબુદ્ધિને પર્યાયાંતર કરી સદ્ગદ્ધિ કરે છે; અને તે બુદ્ધિ જીવાજીવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે, કેમ કે ચક્ષુને પટળાદિ અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવતું દેખાય છે, તેમ અહંતાદિ પટળનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંતભાવ, આત્મભાવ, વિચારચક્ષુએ દેખાય છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે હોય છે. વૈરાગ્ય ઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં, અથવા યથાવતુ વિવેક હોય નહીં. સહજ આત્મસ્વરૂપ છે એવું કેવળજ્ઞાન તે પણ પ્રથમ મોહિનીય કર્મના ક્ષયાંતર પ્રગટે છે. અને તે વાતથી ઉપર જણાવ્યા છે તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે. Page #137 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત પત્ર-૫૦૧ થી ૬૦૦ વળી જ્ઞાની પુરુષોની વિશેષ શિખામણ વૈરાગ્ય-ઉપશમ પ્રતિબોધતી જોવામાં આવે છે. જિનના આગમ પર દૃષ્ટિ મૂકવાથી એ વાત વિશેષ સ્પષ્ટ જણાઈ શકશે. ‘સિદ્ધાંતબોધ’ એટલે જીવાજીવ પદાર્થનું વિશેષપણે કથન તે આગમમાં જેટલું કર્યું છે, તે કરતાં વિશેષપણે, વિશેષપણે વૈરાગ્ય અને ઉપશમને કથન કર્યાં છે, કેમ કે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે, અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે છે, એટલે તેની પણ સહેજે સિદ્ધિ થશે; અને તેમજ થતું હોવાથી ઠામ ઠામ એ જ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે. જો જીવને આરંભ-પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે, કેમ કે આરંભ-પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમનાં મૂળ છે, વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. ૧૨૦ ૫૦૬ આ સંસારને વિષે કોઈ પ્રકાર રુચિયોગ્ય જણાતો નથી; પ્રત્યક્ષ રસરહિત એવું સ્વરૂપ દેખાય છે; તેને વિષે જરૂર સહિચારવાન જીવને અલ્પ પણ રુચિ થાય નહીં, એવો નિશ્ચય વર્તે છે. વારંવાર સંસાર ભયરૂપ લાગે છે. ભયરૂપ લાગવાનો બીજો કોઈ હેતુ જણાતો નથી, માત્ર એમાં શુદ્ધ એવું આત્મસ્વરૂપ અપ્રધાન રાખી વર્તવું થાય છે તેથી મોટો ત્રાસ વર્તે છે, અને નિત્ય છૂટવાનો લક્ષ રહે છે; તથાપિ હજુ તો અંતરાય સંભવે છે, અને પ્રતિબંધ પણ રહ્યા કરે છે; તેમ જ તેને અનુસરતા બીજા અનેક વિકલ્પથી ખારા લાગેલા આ સંસારને વિષે પરાણે સ્થિતિ છે. ૫૦૮ સિદ્ધ અને સંસારી જીવો એ સમસત્તાવાન સ્વરૂપે છે એ નિશ્ચય જ્ઞાનીપુરૂષોએ કર્યો છે તે યથાર્થ છે. તથાપિ ભેદ એટલો કે સિદ્ધને વિષે તે સત્તા પ્રગટપણે છે, સંસારી જીવને વિષે તે સત્તા સત્તાપણે છે. જેમ દીવાને વિષે અગ્નિ પ્રગટ છે અને ચકમકને વિષે અગ્નિ સત્તાપણે છે, તે પ્રકારે. દીવાને વિષે અને ચકમકને વિષે જે અગ્નિ તે અગ્નિપણે સમ છે, વ્યક્તિપણે (પ્રગટતા) અને શક્તિ (સત્તામાં) પણે ભેદ છે, પણ વસ્તુની જાતિપણે ભેદ નથી, તે પ્રકારે સિદ્ધના જીવને વિષે જે ચેતનસત્તા છે તે જ સૌ સંસારી જીવને વિષે છે. ભેદ માત્ર પ્રગટ અપ્રગટપણાનો છે. જેને તે ચેતનસત્તા પ્રગટી નથી એવા સંસારી જીવને તે સત્તા પ્રગટવાનો હેતુ, પ્રગટસત્તા જેને વિષે છે એવા સિદ્ધ ભગવંતનું સ્વરૂપ, તે વિચારવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે, સ્તુતિ કરવા યોગ્ય છે; કેમકે તેથી આત્માને નિજસ્વરૂપનો વિચાર, ધ્યાન, સ્તુતિ કરવાનો પ્રકાર થાય છે કે જે કર્તવ્ય છે. સિદ્ધસ્વરૂપ જેવું આત્મસ્વરૂપ છે એવું વિચારીને અને આ આત્માને વિષે તેનું વર્તમાનમાં અપ્રગટપણું છે તેનો અભાવ કરવા તે સિદ્ધસ્વરૂપનો વિચાર, ધ્યાન તથા સ્તુતિ ઘટે છે. એ પ્રકાર જાણી સિદ્ધની સ્તુતિ કરતાં કંઈ બાધ જણાતો નથી. ૫૦૯ બંધવૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવને અભ્યાસ, સતત અભ્યસ કર્ત્તવ્ય છે, કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય ? કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી; તો આ જીવે તે વૃત્તિઓનાં ઉપશમન કે નિવર્તનનો કોઈ ઉપાય કર્યો ન હોય એટલે તેનો અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવરૂપ છે. ઘણી વાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યું નથી, અને હજુ સુધી તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતો નથી, અર્થાત્ હજુ તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતો નથી; તેમ કડવાશ લાગતાં છતાં તે કડવાશ ઉપર પગ દઈ આ જીવ ઉપશમન, નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. આ વાત વારંવાર આ દુષ્ટપરિણામી જીવે વિચારવા યોગ્ય છે; વિસર્જન કરવા યોગ્ય કોઈ રીતે નથી. ૫૧૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૧૨૧ જે જે સાધન આ જીવે પૂર્વ કાળે કર્યા છે, તે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત અંદેશારહિત લાગે છે. જો એમ થયું હોત તો જીવને સંસારપરિભ્રમણ હોય નહીં. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી, અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધવશાત્ જેનો દેહ છે, એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામા જીવને પ્રેરે છે; અને આ જીવે તો પૂર્વ કાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી; ઊલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય, અને ઊલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય, કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. જે વાત સ્વપ્ન પણ આવતી નથી, તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. તેમ આ જીવ પૂર્વ કાળથી અંધ ચાલ્યો આવતાં છતાં પોતાની કલ્પનાએ આત્માર્થ માને તો તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે. એટલે એમ તો જણાય છે કે, જીવના પૂર્વકાળનાં બધાં માઠાં સાધન, કલ્પિત સાધન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી; અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે; અને એ વાત જ્યારે જીવથી મનાય છે, ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે. શ્રી જિને આ જીવના અજ્ઞાનની જે જે વ્યાખ્યા કહી છે, તેમાં સમયે સમયે તેને અનંતકર્મનો વ્યવસાયી કહ્યો છે; અને અનાદિકાળથી અનંતકર્મનો બંધ કરતો આવ્યો છે, એમ કહ્યું છે; તે વાત તો યથાર્થ છે, પણ ત્યાં એક પ્રશ્ન થયું કે, “તો તેવાં અનંતકર્મ નિવૃત્ત કરવાનું સાધન ગમે તેવું બળવાન હોય તોપણ અનંતકાળને પ્રયોજને પણ તે પાર પડે નહીં. જોકે કેવળ એમ હોય તો તમને લાગ્યું તેમ સંભવે છે; તથાપિ જિને પ્રવાહથી જીવને અનંતકર્મનો કર્તા કહ્યો છે, અનંતકાળથી કર્મનો કર્તા તે ચાલ્યો આવે છે એમ કહ્યું છે; પણ સમયે સમયે અનંતકાળ ભોગવવાં પડે એવાં કર્મ તે આગામિક કાળ માટે ઉપાર્જન કરે છે એમ કહ્યું નથી. કોઈ જીવઆશ્રયી. એ વાત દૂર રાખી, વિચારવા જતાં એમ કહ્યું છે, કે સર્વ કર્મનું મૂળ એવું જે અજ્ઞાન, મોહ પરિણામ તે હજુ જીવમાં એવું ને એવું ચાલ્યું આવે છે, કે જે પરિણામથી અનંતકાળ તેને ભ્રમણ થયું છે; અને જે પરિણામ વર્યા કરે તો હજુ પણ એમ ને એમ અનંતકાળ પરિભ્રમણ થાય. અગ્નિના એક તણખાને વિષે આખો લોક સળગાવી શકાય એટલો એશ્વર્ય ગુણ છે; તથાપિ તેને જેવો જેવો યોગ થાય છે તેવો તેવો તેનો ગુણ ફળવાન થાય છે. તેમ અજ્ઞાનપરિણામને વિષે અનાદિકાળથી જીવનું રખડવું થયું છે. તેમ હજુ અનંતકાળ પણ ચૌદ રાજલોકમાં પ્રદેશ પ્રદેશે અનંત જન્મમરણ તે પરિણામથી હજુ સંભવે; તથાપિ જેમ તણખાનો અગ્નિ યોગવશ છે, તેમ અજ્ઞાનનાં કર્મપરિણામની પણ અમુક પ્રકૃતિ છે. અર્થાતુ જીવને અજ્ઞાનભાવથી કર્મસંબંધ ચાલ્યો આવે છે, તથાપિ તે તે કર્મોની સ્થિતિ ગમે તેટલી વિટંબણારૂપ છતાં, અનંતદુઃખ અને ભવનો હેતુ છતાં પણ જેમાં જીવ તેથી નિવૃત્ત થાય એટલો અમુક પ્રકાર બાધ કરતાં સાવ અવકાશ છે. આ પ્રકાર જિને ઘણો સૂક્ષ્મપણે કહ્યો છે, તે વિચારવા યોગ્ય છે. જેમાં જીવને મોક્ષનો અવકાશ કહી કર્મબંધ કહ્યો છે. પ૧૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ વચનામૃત પત્ર-૫૦૧ થી ૬૦૦ પાણી સ્વભાવે શીતળ છતાં કોઈ વાસણમાં નાખી નીચે અગ્નિ સળગતો રાખ્યો હોય તો તેની નિરિચ્છા હોવા છતાં તે પાણી ઉષ્ણપણું ભજે છે. તેવો આ વ્યવસાય, સમાધિએ શીતળ એવા પુરુષ પ્રત્યે ઉષ્ણપણાનો હેતુ થાય છે, એ વાત અમને તો સ્પષ્ટ લાગે છે. વર્ધમાનસ્વામીએ ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી, એમ જાયું હતું. તેમ છતાં તે ગૃહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મુનિપણામાં પણ આત્મબળે સમર્થ છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે એમ જાણી મૌનપણું અને અનિદ્રાપણું સાડાબાર વર્ષ લગભગ ભર્યું છે, કે જેથી વ્યવસાયરૂપ અગ્નિ તો પ્રાયે થઈ શકે નહીં. જે વર્ધમાનસ્વામી ગૃહવાસમાં છતાં અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિઃસ્પૃહ હતા, અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા, તે વર્ધમાનસ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્યા; તે વ્યવસાય, બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવા યોગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્યો કર્યો, પ્રવર્તને પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે. જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુપદને વિષે થઈ નથી, અથવા તો આ જીવ લોકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઇચ્છે છે. પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી; કારણ કે બેય જીવનાં સરખાં પરિણામ હોય અને એક બંધાય, બીજાને અબંધતા થાય, એમ ત્રિકાળમાં બનાવાયોગ્ય નથી. પ૧૬ સપુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી, તથાપિ પુરુષને વિષે, તેનાં વચનને વિષે, તે વચનના આશયને વિષે, પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી અને પુરુષનો જીવને યોગ થયો છે, એવું ખરેખરું તે જીવને ભાસ્યું છે, એમ પણ કહેવું કઠણ છે. જીવને પુરુષનો યોગ થયે તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણને અર્થે હતાં તે સૌ નિષ્ફળ હતાં, લક્ષ વગરનાં બાણની પેઠે હતાં, પણ હવે પુરુષનો અપૂર્વ યોગ થયો છે, તો મારાં સર્વ સાધન સફળ થવાનો હેતુ છે. લોકપ્રસંગમાં રહીને જે નિષ્ફળ, નિર્લક્ષ સાધન કર્યું તે પ્રકારે હવે સપુરુષને યોગે ન કરતાં જરૂર અંતરાત્મામાં વિચારીને દઢ પરિણામ રાખીને, જીવે આ યોગને, વચનને વિષે જાગૃત થવા યોગ્ય છે, જાગૃત રહેવા યોગ્ય છે; અને તે તે પ્રકાર ભાવી, જીવને દઢ કરવો કે જેથી તેને પ્રાપ્ત જોગ “અફળ ન જાય, અને સર્વ પ્રકારે એ જ બળ આત્મામાં વર્ધમાન કરવું, કે આ યોગથી જીવને અપૂર્વ ફળ થવા યોગ્ય છે, તેમાં અંતરાય કરનાર “હું જાણું છું, એ મારું અભિમાન, કુળધર્મને અમે કરતા આવ્યા છીએ તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોકભય, સત્પરુષની ભક્તિ આદિને વિષે પણ લોકિકભાવ, અને કદાપિ કોઈ પંચવિષયાકાર એવાં કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધવાપણું એ આદિ પ્રકાર છે, તે જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ છે. જ્યાં જ્યાં આ જીવ જળ્યો છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વર્યો છે; જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે, એટલે હજી સુધી તે જ્ઞાનવિચારે કરી ભાવ ગાળ્યો નથી, અને તે તે પૂર્વસંજ્ઞાઓ હજી એમ ને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે, એ જ એને લોક આખાની અધિકરણક્રિયાનો હેતુ કહ્યો છે. પર૨ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક આ આત્મભાવ છે, અને આ અન્યભાવ છે, એવું બોધબીજ આત્માને વિષે પરિણમિત થવાથી અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે, અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્યભાવથી સર્વથા મુક્તપણું કરે છે. નિજારભાવ જેણે જાણ્યો છે એવા જ્ઞાની પુરુષને ત્યાર પછી પરભાવનાં કાર્યનો જે કંઈ પ્રસંગ રહે છે, તે પ્રસંગમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે, પણ તેમાં હિતબુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી. અન્ય કાળમાં અવ્યાબાધ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવે પરપરિચયથી નિવર્તવું જ ઘટે છે, હળવે હળવે નિવૃત્ત થવાનાં કારણો ઉપર ભાર દેવા કરતાં જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે; અને તેમ કરતાં અશાતાદિ આપત્તિયોગ વેચવા પડતા હોય તો તેને વેદીને પણ પરપરિચયથી શીધ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય નથી. જ્ઞાનનું બળવાન તારતમ્યપણું થયે તો જીવને પરપરિચયમાં કદાપિ સ્વાત્મબુદ્ધિ થવી સંભવતી નથી, અને તેની નિવૃત્તિ થયે પણ જ્ઞાનબળે તે એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે; પણ તેથી જેની ઓછી દશા છે એવા જીવને તો અવશ્ય પરપરિચયને છેદીને સત્સંગ કર્તવ્ય છે, કે જે સત્સંગથી સહેજે અવ્યાબાધ સ્થિતિનો અનુભવ થાય છે. જ્ઞાનીપુરુષ કે જેને એકાંતે વિચરતાં પણ પ્રતિબંધ સંભવતો નથી, તે પણ સત્સંગની નિરંતર ઇચ્છા રાખે છે. કેમ કે જીવને જો અવ્યાબાધ સમાધિની ઇચ્છા હોય તો સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય નથી. પરપ યોગવાસિષ્ઠાદિ જે જે રૂડા પુરુષોનાં વચનો છે તે સૌ અહંવૃત્તિનો પ્રતિકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે. જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાઈ છે, તે તે પ્રકારે તે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું, એ જ સર્વ તીર્થંકરાદિ મહાત્માનું કહેવું છે; અને તે જ વાક્ય ઉપર જીવે વિશેષ કરી સ્થિર થવાનું છે, વિશેષ વિચારવાનું છે, અને તે જ વાક્ય અનુપ્રેક્ષાયોગ્ય મુખ્યપણે છે. તે કાર્યની સિદ્ધિને અર્થે સર્વ સાધન કહ્યાં છે. અહંતાદિ વધવાને માટે, બાહ્ય ક્રિયા, કે મતના આગ્રહ માટે, સંપ્રદાય ચલાવવા માટે, કે પૂજાગ્લાઘાદિ પામવા અર્થે, કોઈ મહાપુરુષનો કંઈ ઉપદેશ છે નહીં, અને તે જ કાર્ય કરવાની સર્વથા આજ્ઞા જ્ઞાની પુરુષની છે. પોતાને વિષે ઉત્પન્ન થયો હોય એવો મહિમાયોગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી, પણ અલ્પ પણ નિજદોષ જોઈને ફરી ફરી પશ્ચાત્તાપમાં પડવું ઘટે છે, અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે; એ ભલામણ જ્ઞાનીપુરુષનાં વચનમાં સર્વત્ર રહી છે; અને તે ભાવ આવવા માટે સત્સંગ, સદ્ગુરુ અને સલ્ફાસ્ત્રાદિ સાધન કહ્યાં છે, જે અનન્ય નિમિત્ત છે. તે સાધનની આરાધના જીવને નિજસ્વરૂપ કરવાના હેતુપણે જ છે, તથાપિ જીવ જો ત્યાં પણ વંચનાબુદ્ધિએ પ્રવર્તે તો કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. વંચનાબુદ્ધિ એટલે સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે ખરા આત્મભાવે માહાભ્યબુદ્ધિ ઘટે તે મહાભ્યબુદ્ધિ નહીં, અને પોતાના આત્માને અજ્ઞાનપણું જ વર્યા કર્યું છે, માટે તેની અલ્પજ્ઞતા, લઘુતા વિચારી અમાહાભ્યબુદ્ધિ નહીં, તે સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે આરાધવાં નહીં એ પણ વંચનાબુદ્ધિ છે ત્યાં પણ જો જીવ લઘુતા ધારણ ન કરે તો પ્રત્યક્ષપણે જીવ ભવપરિભ્રમણથી ભય નથી પામતો એમ જ વિચારવા યોગ્ય છે. વધારે લક્ષ તો પ્રથમ જીવને જો આ થાય તો સર્વ શાસ્ત્રાર્થ અને આત્માર્થ સહેજે સિદ્ધ થવા સંભવે છે. પ૨૬ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ વચનામૃત પત્ર-૫૦૧ થી ૬૦૦ સ્વપ્નય જેને સંસારસુખની ઇચ્છા રહી નથી, અને સંપૂર્ણ નિસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાસ્યું છે, એવા જ્ઞાની પુરુષ પણ વારંવાર આત્માવસ્થા સંભાળી સંભાળીને ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે, પણ આત્માવસ્થાને વિષે પ્રમાદ થવા દેતા નથી. પ્રમાદના અવકાશ યોગે જ્ઞાનીને પણ અંશે વ્યામોહ થવાનો સંભવ જે સંસારથી કહ્યો છે, તે સંસારમાં સાધારણ જીવે રહીને તેનો વ્યવસાય લૌકિકભાવે કરીને આત્મહિત ઇચ્છવું એ નહીં બનવા જેવું જ કાર્ય છે; કેમ કે લૌકિકભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી, ત્યાં હિતવિચારણા બીજી રીતે થવી સંભવતી નથી. એકની નિવૃત્તિ તો બીજાનું પરિણામ થવું સંભવે છે. અહિતહેતુ એવો સંસારસંબંધી પ્રસંગ; લૌકિકભાવ, લોકચેષ્ટા એ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરીને, તેને સંક્ષેપીની આત્મહિતને અવકાશ આપવો ઘટે છે. આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું નિમિત્ત કોઈ જણાતું નથી, છતાં તે સત્સંગ પણ, જે જીવ લૌકિકભાવથી અવકાશ લેતો નથી તેને, પ્રાયે નિષ્ફળ જાય છે, અને સહેજે સત્સંગ ફળવાન થયો હોય તો પણ વિશેષ વિશેષ લોકાશ રહેતો હોય તો તે ફળ નિર્મૂળ થઈ જતાં વાર લાગતી નથી; અને સ્ત્રી પુત્ર, આરંભ, પરિગ્રહના પ્રસંગમાંથી જો નિજબુદ્ધિ છોડવાનો પ્રયાસ કરવામાં ન આવે તો સત્સંગ ફળવાન થવાનો સંભવ શી રીતે બને ? જે પ્રસંગમાં મહા જ્ઞાની પુરુષો સંભાળીને ચાલે છે, તેમાં આ જીવે તો અત્યંત અત્યંત સંભાળથી, સંક્ષેપીને ચાલવું, એ વાત ન જ ભૂલવા જેવી છે એમ નિશ્ચય કરી, પ્રસંગે પ્રસંગે, કાર્યું કાર્યો અને પરિણામે પરિણામે તેનો લક્ષ રાખી તેથી મોકળું થવાય તેમ જ કર્યા કરવું, એ શ્રી વર્ધમાનસ્વામીની છવસ્થ મુનિચર્યાને દષ્ટાંતે અમે કહ્યું હતું. પ૨૮ ભગવત્ ભગવતુનું સંભાળશે, પણ જ્યારે જીવ પોતાપણું મૂકશે ત્યારે, એવું જે ભદ્રજનોનું વચન તે પણ વિચારતાં હિતકારી છે. પર૯ મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઇચ્છવી એ રૂપ જે ઇચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઇચ્છા હોય નહીં, અને પૂર્વકર્મના બળે તેવો કોઈ ઉદય હોય તોપણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લોક દુખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળથી બળતો છે, એવો વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે; અને જ્ઞાનપ્રાપ્તિનો કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભચનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુબોધ; તો પામે સમકિતને, વર્તે અંતરશોધ. Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક મહાત્મા શ્રી તીર્થંકરે નિગ્રંથને પ્રાપ્તપરિષહ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. તે પરિષહનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં અજ્ઞાનપરિષહ અને દર્શનપરિષહ એવા બે પરિષહ પ્રતિપાદન કર્યા છે, કે કોઈ ઉદયયોગનું બળવાનપણું હોય અને સત્સંગ, સત્પુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનનાં કારણો ટાળવામાં હિમ્મત ન ચાલી શકતી હોય, મુઝવણ આવી જતી હોય, તોપણ ધીરજ રાખવી; સત્સંગ, સત્પુરુષનો યોગ વિશેષ વિશેષ કરી આરાધવો; તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે; કેમ કે નિશ્ચય જે ઉપાય છે, અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, તો પછી તે અજ્ઞાન નિરાધાર થયું છતું શી રીતે રહી શકે ? એક માત્ર પૂર્વકર્મયોગ સિવાય ત્યાં કોઈ તેને આધાર નથી. તે તો જે જીવને સત્સંગ, સત્પુરુષનો યોગ થયો છે અને પૂર્વકર્મનિવૃત્તિ પ્રત્યે પ્રયોજન છે, તેને ક્રમે કરી ટળવા જ યોગ્ય છે, એમ વિચારી તે અજ્ઞાનથી થતું આકુળવ્યાકુળપણું તે મુમુક્ષુજીવે ધીરજથી સહન કરવું, એ પ્રમાણે પરમાર્થ કહીને પરિષહ કહ્યો છે. અત્ર અમે સંક્ષેપમાં તે બેય પરિષહનું સ્વરૂપ લખ્યું છે. આ પરિષહનું સ્વરૂપ જાણી સત્સંગ, સત્પુરુષના યોગે, જે અજ્ઞાનથી મુઝવણ થાય છે તે નિવૃત્ત થશે એવો નિશ્ચય રાખી, યથાઉદય જાણી, ધીરજ રાખવાનું ભગવાન તીર્થંકરે કહ્યું છે; પણ તે ધીરજ એવા અર્થમાં કહી નથી, કે સત્સંગ, સત્પુરુષના યોગે પ્રમાદ હેતુએ વિલંબ કરવો તે ધીરજ છે, અને ઉદય છે, તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા યોગ્ય છે. ૧૨૫ શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે; પણ જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે; અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે ? પણ સ્વપ્નદશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપયોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સત્પુરુષાદિ સાધન કહ્યાં છે; અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી. ૫૩૭ સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણદશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી, એ પરમ શ્રેય છે; અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે જેમાં કંઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાંશદશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિષે પોતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે. ૫૩૯ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ વચનામૃત પત્ર-૫૦૧ થી ૬૦૦ અન્ય સંબંધી જે તાદાભ્યપણું ભાસ્યું છે, તે તાદાભ્યપણે નિવૃત્ત થાય તો સહજ સ્વભાવે આત્મા મુક્ત જ છે; એમ શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષો કહી ગયા છે, ચાવત તથારૂપમાં સમાયા છે. પ૪૩. જ્ઞાનીપુરુષનો સત્સંગ થયે, નિશ્ચય થયે, અને તેના માર્ગને આરાણે જીવને દર્શનમોહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે, અને અનુક્રમે સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કૃતકૃત્ય થાય છે, એ વાત પ્રગટ સત્ય છે; પણ તેથી ઉપાર્જિત પ્રારબ્ધ પણ ભોગવવું પડતું નથી એમ સિદ્ધાંત થઈ શકતો નથી. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વીતરાગને પણ ઉપાર્જિત પ્રારબ્ધરૂપ એવાં ચાર કર્મ વેદવાં પડે છે; તો તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીવોને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં આશ્ચર્ય કાંઈ નથી. જેમ તે સર્વજ્ઞ એવા વીતરાગને ઘનઘાતી ચાર કર્મ નાશ પામવાથી વેદવાં પડતાં નથી, અને ફરી તે કર્મ ઉત્પન્ન થવાનાં કારણની તે સર્વજ્ઞ વીતરાગને સ્થિતિ નથી, તેમ જ્ઞાનીનો નિશ્ચય થયે અજ્ઞાનભાવથી જીવને ઉદાસીનતા થાય છે; અને તે ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું કર્મ ઉપાર્જવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી. કવચિત્ પૂર્વાનુસાર કોઈ જીવને વિપર્યયઉદય હોય, તોપણ તે ઉદય અનુક્રમે ઉપશમી, ક્ષય થઈ, જીવ જ્ઞાનીના માર્ગને ફરી પામે છે; અને અર્ધપુગલપરાવર્તનમાં અવશ્ય સંસારમુક્ત થાય છે; પણ સમકિતી જીવને, કે સર્વજ્ઞ વીતરાગને, કે કોઈ અન્ય યોગી કે જ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પ્રારબ્ધ વેવું પડે નહીં કે દુખ હોય નહીં એમ સિદ્ધાંત ન હોઈ શકે. તો પછી અમને તમને માત્ર સત્સંગનો અલ્પ લાભ હોંય ત્યાં સંસારી સર્વ દુઃખ નિવૃત્ત થવાં જોઈએ એમ માનીએ તો પછી કેવળજ્ઞાનાદિ નિરર્થક થાય છે; કેમ કે ઉપાર્જિત પ્રારબ્ધ અવેધું નાશ પામે તો પછી સર્વ માર્ગ મિથ્યા જ કરે. જ્ઞાનીના સત્સંગે અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળસે, સત્યાસત્ય વિવેંક થાય, અનંતાનુબંધી ક્રોધાદિ ખપે, અનુક્રમે સર્વ રાગદ્વેષ ક્ષય થાય, એ બનવા યોગ્ય છે, અને જ્ઞાનીના નિશ્ચય તે અલ કાળમાં અથવા સુગમપણે બને એ સિદ્ધાંત છે; તથાપિ જે દુઃખ અવશ્ય ભોગવ્યે નાશ પામે એવું ઉપાર્જિત છે તે તો ભોગવવું જ પડે એમાં કાંઈ સંશય થતો નથી. પ૪૮ શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે; તે અનુભવજ્ઞાને જોતાં પરમ સત્ય છે. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી, અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં એવી વિષમપ્રવૃત્તિ શ્રી તીર્થકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે, તો પછી બીજા જીવને વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આચ્ચર્ય નથી. કોઈ પણ પરપદાર્થને વિષે ઇચ્છાની પ્રવૃત્તિ છે, અને કોઈ પણ પરપદાર્થના વિયોગની ચિંતા છે, તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે, તેમાં અંદેશો ઘટતો નથી. જેટલી સંસારને વિષે સારપરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થકરે કહી છે. વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે શાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૧૨૭ શ્રી જિને જે આત્મઅનુભવ કર્યો છે, અને પદાર્થનાં સ્વરૂપ સાક્ષાત્કાર કરી જે નિરૂપણ કર્યું છે કે, સર્વ મુમુક્ષુ જીવે પરમકલ્યાણને અર્થે નિચ્ચય કરી વિચારવા યોગ્ય છે. જિને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે, અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે; એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રી જિને કહ્યું છે. આત્મા સાંભળવો, વિચારવો, નિદિધ્યાસવો, અનુભવવો એવી એક વેદની કૃતિ છે; અર્થાત જો એક એ જ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરી પાર પામે એવું લાગે છે. બાકી તો માત્ર કોઈ શ્રી તીર્થકર જેવા જ્ઞાની વિના, સર્વને આ પ્રવૃત્તિ કરતાં કલ્યાણનો વિચાર કરવો અને નિશ્ચય થવો તથા આત્મસ્વસ્થતા થવી દુર્લભ છે. પપ૧ - પ્રત્યક્ષ કારાગૃહ છતાં તેના ત્યાગને વિષે જીવ ઇચ્છે નહીં, અથવા અત્યાગરૂપ શિથિલતા ત્યાગી શકે નહીં, કે ત્યાગબુદ્ધિ છતાં ત્યાગતાં ત્યાગતાં કાળ વ્યય કરવાનું થાય, તે સૌ વિચાર આવે કેવી રીતે દૂર કરવા ? અલ્પ કાળમાં તેમ કેવી રીતે બને ? પપપ જો જ્ઞાની પુરુષના દઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે, તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાની પુરુષના દઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય? કેમ કે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં. જ્ઞાનીપુરુષના વચનનો દઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સન્દુરુષોએ કર્યો છે; તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન થઈ શકે ? આટલું સત્ય છે કે આ દુષમકાળને વિષે સત્સંગની સમીપતા કે દઢ આશ્રય વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ; તોપણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય તેની પ્રથમ ઇચ્છા કરવી, કે જેથી સર્વ સાધન અલ્પ કાળમાં ફળીભૂત થાય. ugo અસાર અને ક્લેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહે તો ઘણાં વર્ષની ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે, એવો નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને નિરુપાય પ્રસંગમાં કંપતા ચિત્તે ન જ છૂટ્ય પ્રવર્તવું ઘટે છે, એ વાતનો મુમુક્ષુ જીવે કાર્યો કાર્ય, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ રાખ્યા વિના મુમુક્ષુતા રહેવી દુર્લભ છે; અને એવી દશા વેદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં. પ૧ જે પ્રકારે બંધનથી છુટાય તે પ્રકારે પ્રવર્તવું, એ હિતકારી કાર્ય છે. બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત કરવો એ છૂટવાનો એક પ્રકાર છે. જીવ આ વાત જેટલી વિચારશે તેટલો જ્ઞાની પુરુષનો માર્ગ સમજવાનો સમય સમીપ પ્રાપ્ત થશે. પક્ષ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ વચનામૃત પત્ર-૫૦૧ થી ૧૦૦ અશરણ એવા સંસારને વિષે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય અને તે વ્યવહારનો સંબધ નિવૃત્ત કરતાં તથા ઓછો કરતાં વિશેષ કાળ વ્યતીત થયા કરતો હોય તો તે કામ અલ્પકાળમાં કરવા માટે જીવને શું કરવું ઘટે? સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણ છે તે શરણનો હેતુ થાય એવું કલ્પવું તે મૃગજળ જેવું છે. વિચારી વિચારીને શ્રી તીર્થકર જેવાએ પણ તેથી નિવર્તવું, છૂટવું એ જ ઉપાય શોધ્યો છે. તે સંસારનાં મુખ્ય કારણ પ્રેમબંધન તથા ષબંધન સર્વ જ્ઞાનીએ સ્વીકાર્યા છે. તેની મૂંઝવણ જીવને નિજ વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી, અથવા થાય એવા યોગે તે બંધનના કારણથી આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી, અને તે સૌ પ્રમાદનો હેતુ છે, અને તેવા પ્રમાદે લેશમાત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું કે અજાગૃત રહેવું તે આ જીવનું અતિશય નિર્બળપણું છે, અવિવેકતા છે, ભ્રાંતિ છે, અને ટાળતાં અત્યંત કઠણ એવો મોહ છે. સમસ્ત સંસાર બે પ્રવાહી વહે છે, પ્રેમથી અને દ્વેષથી. પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છુટાય નહીં, અને પ્રેમથી વિરક્ત થાય તેણે સર્વસંગથી વિરક્ત થયા વિના વ્યવહારમાં વર્તી અપ્રેમ (ઉદાસ) દશા રાખવી તે ભયંકર વ્રત છે. જો કેવળ પ્રેમનો ત્યાગ કરી વ્યવહારમાં પ્રવર્તવું કરાય તો કેટલાક જીવોની દયાનો, ઉપકારનો, અને સ્વાર્થનો ભંગ કરવા જેવું થાય છે; અને તેમ વિચારી જો દયા ઉપકારાદિ કારણે કંઈ પ્રેમદશા રાખતાં ચિત્તમાં વિવેકીને ક્લેશ પણ થયા વિના રહેવો ન જોઈએ. ત્યારે તેનો વિશેષ વિચાર કયા પ્રકારે કરવો ? પ૬૬ આત્મવરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. સર્વ ફ્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સદ્વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ-પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી એમાં કિંચિત્માત્ર સંશય નથી. આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર “સમાધિ' કહે છે. આત્મપરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થકર “અસમાધિ' કહે છે. આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થકર “ધર્મ કહે છે. આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થકર “કમ’ કહે છે. આત્માના અંતવ્યપાર (શુભાશુભ પરિણામધારા) પ્રમાણે બંધમોક્ષની વ્યવસ્થા છે. કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી; અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એવો પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્વર્ય છે. જે સર્વજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠો છે, તો પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે ? જીવ વિષે, પ્રદેશ વિષે, પર્યાય વિષે, તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષેનો યથાશક્તિ વિચાર કરવો. જે કંઈ અન્ય પદાર્થનો વિચાર કરવો છે તે જીવના મોક્ષાર્થે કરવો છે, અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરવો નથી. પ૬૮ Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૧૨૯ સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અસત્પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્માત્ર સંશય નથી. આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે. જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે; પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે, કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્યવૃત્તિ છે, તેટલો જીવથી મોક્ષ દૂર છે. જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાયે મનુષ્યદેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી, અત્યંત નિશ્ચય કરી, આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. અસત્સંગપ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળનો હીનસત્ત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થયોગ્ય થઈ વિચારદશાને પામે. જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આર્ત્તિ થયા કરે છે, અને છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે તે, આ જીવનું શિથિલપણું જ છે, એમ લાગે છે; અથવા એવો નિશ્ચય રહે છે. જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. શ્રી જિન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિયોગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે, એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમ કે એમ જ કર્તવ્ય છે. જે રાગદ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતાં નથી, તે રાગદ્વેષાદિ પરિણામ છતાં જીવન્મુક્તપણું સર્વથા માનીને જીવન્મુક્ત દશાની જીવ આશાતના કરે છે, એમ વર્તે છે. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષીણપણું જ કર્તવ્ય છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ વચનામૃત પત્ર-૫૦૧ થી ૧૦૦ આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે. તે તાદાભ્યઅધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાગ કહો નથી, એમ છે, તોપણ આ જીવે અંતર્ભાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. પ૯ જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે, તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં; કેમ કે માત્ર અવિચારે કરીને તેમાં મોહબુદ્ધિ રહે છે. અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેનો વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યો છે, કેમ કે જેનો અનાદિકાળથી અભ્યાસ છે કે, અત્યંત પુરુષાર્થ વિના, અલ્ય કાળમાં છોડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સન્શાસ્ત્ર અને પોતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ વરૂપ આવિર્ભાવ થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે, અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસારપરિભ્રમણનો યોગ રહ્યા કરે છે. પ૭૦ સૌ કરતાં વિચારવા યોગ્ય વાત તો હાલ એ છે કે, ઉપાધિ કરવામાં આવે, અને કેવળ અસંગદશા રહે એમ બનવું અત્યંત કઠણ છે; અને ઉપાધિ કરતાં આત્મપરિણામ ચંચળ ન થાય, એમ બનવું અસંભવિત જેવું છે. ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતાં આપણે સૌએ તો આત્મામાં જેટલું અસંપૂર્ણ - અસમાધિપણું વર્તે છે તે, અથવા વર્તી શકે તેવું હોય તે, ઉચ્છેદ કરવું, એ વાત લક્ષમાં વધારે લેવા યોગ્ય છે. સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવ્રજ્ઞાનદશા કહી છે. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધનમુક્ત થાય નહીં, એવો સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે. સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ભાસ્યું નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૧૩૧ કોઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે, કેમ કે અનાદિથી અત્યંત અજ્ઞાના દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે, તે પ્રવૃત્તિ એકદમ અસત્ય, અસાર સમજાઈ, તેની નિવૃત્તિ સૂઝે, એમ બનવું બહુ કઠણ છે; માટે જ્ઞાની પુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે. જ્ઞાની પુરુષના ચરણને વિષે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થતો નથી, જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે. જ્ઞાનીપુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનનો વિચાર કરવાથી, તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દષ્ટિએ જોવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે. જ્ઞાનીપુરુષના આશ્રમમાં વિરોધ કરનારા પંચવિષયાદિ દોષો છે. તે દોષ થવાનાં સાધનાથી જેમ બને તેમાં દૂર રહેવું, અને પ્રાપ્તસાધનમાં પણ ઉદાસીનતા રાખવી, અથવા તે તે સાધનોમાંથી અહંબુદ્ધિ છોડી દઈ, રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે. અનાદિ દોષનો એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે. કેમ કે આત્મા તે દોષને છેરવા પોતાની સન્મુખ લાવે છે કે, તે સ્વરૂપાંતર કરી તેને આકર્ષે છે, અને જાગૃતિમાં શિથિલ કરી નાંખી પોતાને વિષે એકાગ્રબુદ્ધિ કરાવી દે છે. તે એકાગ્રબુદ્ધિ એવા પ્રકારની હોય છે કે, “મને આ પ્રવૃત્તિથી તેવો વિશેષ બાધ નહીં થાય, હું અનુક્રમે તેને છોડીશ; અને કરતાં જાગૃત રહીશ' એ આદિ બ્રાંતદશા તે દોષ કરે છે, જેથી તે દોષનો સંબંધ જીવ છોડતો નથી, અથવા તે દોષ વધે છે, તેનો લક્ષ તેને આવી શકતો નથી. એ વિરોધી સાધનનો બે પ્રકારથી ત્યાગ થઈ શકે છે. એક તે સાધનના પ્રસંગની નિવૃત્તિ; બીજો પ્રકાર વિચારથી કરી તેનું તુચ્છપણું સમજાવું. વિચારથી કરી તુચ્છપણું સમજાવા માટે પ્રથમ તે પંચવિષયાદિના સાધનની નિવૃત્તિ કરવી વધારે યોગ્ય છે, કેમ કે તેથી વિચારનો અવકાશ પ્રાપ્ત થાય છે. તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા કરવાનું જીવનું બળ ન ચાલતું હોય ત્યારે, ક્રમે ક્રમે, દેશે. દેશે તેનો ત્યાગ કરવો ઘટે; પરિગ્રહ તથા ભોગોપભોગના પદાર્થનો અલ્પ પરિચય કરવો ઘટે. એમ કરવાથી અનુક્રમે તે દોષ મોળા પડે, અને આશ્રયભક્તિ દઢ થાય; તથા જ્ઞાનીનાં વચનોનું આત્મામાં પરિણામ થઈ તીવ્રજ્ઞાનદશા પ્રગટી જીવન્મુક્ત થાય. જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે, પણ દિનદિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રયભક્તિમાર્ગ સિદ્ધ થાય. પ૭૨ જન્મ, જરા, મરણાદિ દુઃખે કરી સમસ્ત સંસાર અશરણ છે. સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી તે જ આત્મસ્વભાવને પામ્યા છે, અને નિર્ભય થયા છે. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી, અને સંગના મોહે પરાધીન એવા આ જીવને વિચાર પ્રાપ્ત થવો દુર્લભ છે. પ૭૩ બનતાં સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ. જન્મ, જરા, મરણ, કોનાં છે ? કે જે તૃષ્ણા રાખે છે તેનાં જન્મ, જરા, મરણ છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું. પ૭૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ વચનામૃત પત્ર-૫૦૧ થી ૬૦૦ જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાનીપુરુષનાં વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થંકરે કહ્યું છે, તે સત્ય છે. બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનોનો આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. બોધબીજની પ્રાપ્તિ થયે, નિર્વાણમાર્ગની યથાર્થ પ્રતીતિ થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરુષનો આશ્રય મુખ્ય સાધન છે; અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી છે; નહીં તો જીવને પતિત થવાનો ભય છે, એમ માન્યું છે, તો પછી પોતાની મેળે અનાદિથી ભ્રાંત એવા જીવને સદ્ગુરુના યોગ વિના નિજસ્વરૂપનું ભાન થવું અશક્ય છે, એમાં સંશય કેમ હોય ? નિજસ્વરૂપનો દઢ નિશ્ચય વર્તે છે તેવા પુરુષને પ્રત્યક્ષ જગવ્યવહાર વારંવાર ચૂકવી દે એવા પ્રસંગ પ્રાપ્ત કરાવે છે, તો પછી તેથી ન્યૂનદશામાં ચૂકી જવાય એમાં આશ્ચર્ય શું છે ? પોતાના વિચારના બળે કરી, સત્સંગ-સન્શાસ્ત્રનો આધાર ન હોય તેવા પ્રસંગમાં આ જગવ્યવહાર વિશેષ બળ કરે છે, અને ત્યારે વારંવાર શ્રી સદ્ગુરુનું માહાભ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરોક્ષ સત્ય દેખાય છે. પ૭૫ આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એવો પરમ પુરુષે કરેલો નિશ્ચય તે પણ અત્યંત પ્રત્યક્ષ છે. એ જ વિનંતી. પ૭૯ ચેતનને ચેતન પર્યાય હોય, અને જડને જડ પર્યાય હોય, એ જ પદાર્થની સ્થિતિ છે. પ્રત્યેક સમયે જે જે પરિણામ થાય છે તે તે પર્યાય છે. વિચાર કરવાથી આ વાત યથાર્થ લાગશે. * પ૮૧ શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એવો અખંડમાર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર. આત્મસ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુતજ્ઞાનસ્વરૂપ એવાં દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશયોગ્ય એવું “આચારાંગસૂત્ર' છે; તેના પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં પ્રથમ વાક્ય જે શ્રી જિને ઉપદેશ કર્યો છે, તે સર્વ અંગના, સર્વ શ્રુતજ્ઞાનના સારસ્વરૂપ છે, મોક્ષના બીજભૂત છે, સમ્યકત્વસ્વરૂપ છે. તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે, કે જ્ઞાનીપુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છેદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી તે વાત અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે, અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી. પ૮૮ આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્દગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ નહિ, ઔષધ વિચાર ધ્યાન. જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૧૩૩ વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઇચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર તે વિષયમૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે, કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિર્મૂળપણું થવું સંભવતું નથી. માત્ર ઉદય વિષયો ભોગવ્યાથી નાશ થાય, પણ જો શાનદશા ન હોય તો ઉત્સુક પરિણામ, વિષય આરાધતાં ઉત્પન્ન થયા વિના ન રહે; અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય. જેને જ્ઞાનદશા છે તેવા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઇચ્છાથી તેમાં પ્રવર્તતા નથી, અને એમ જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાનીપુરુષની ભોગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપશ્ચાત્ પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામસંયુક્ત હોય છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્ભવને અર્થે વિષય આરાધવા જતાં તો ઘણું કરી બંધાવા સંભવ છે, કેમ કે જ્ઞાનીપુરુષ પણ તે પ્રસંગોને માંડ માંડ જીતી શક્યા છે, તો જેની માત્ર વિચારદા છે, એવા પુરુષનો ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે. ૫૧ જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતાં છતાં પણ ક્ષણભંગુર છે, તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ? જગતના સર્વ પદાર્થ કરતાં જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે, એવો આ દેહ છે તે પણ દુઃખનો હેતુ છે, તો બીજા પદાર્થમાં સુખના હેતુની શું કલ્પના કરવી ? જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીર જુદું છે એમ દીઠું છે, તે પુરુષો ધન્ય છે. બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઈ હોય, તે જ્યારે એમ જણાય કે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષો કરે છે. ૫૯૨ આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વજ્ઞે કહ્યો છે. અનાદિકાળથી જીવે અસ્વસ્થતા નિરંતર આરાધી છે, જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે. શ્રી જિને એમ કહ્યું છે, કે યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતી વાર આવ્યો છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી પાછો સંસારપરિણામી થયા કર્યો છે. ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્ય પ્રત્યે સત્સમાગમ, સદ્વિચાર અને સગ્રંથનો પરિચય નિરંતરપણે કરવો શ્રેયભૂત છે. જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર હો. ૫૩ સર્વ કરતાં જેમાં અધિક સ્નેહે રહ્યા કરે છે એવી આ કાયા તે રોગ, જાદિથી સ્વાત્માને જ દુઃખરૂપ થઈ પડે છે; તો પછી તેથી દૂર એવાં ધનાદિથી જીવને તથારૂપ (યથાયોગ્ય) સુખવૃત્તિ થાય એમ માનતાં વિચારવાનની બુદ્ધિ જરૂ૨ ક્ષોભ પામવી જોઈએ; અને કોઈ બીજાં વિચારમાં જવી જોઈએ; એવો જ્ઞાનીપુરુષોએ નિર્ણય કર્યો છે, તે યથાતથ્ય છે. ૫૪ Page #151 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત પત્ર-૫૦૧ થી ૬૦૦ શરણ (આશ્રય), અને નિશ્ચય કવ્ય છે. અધીરજથી ખેદ કર્રવ્ય નથી. ચિત્તને દેહાદિ ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી, અસ્થિર પરિણામ ઉપશમાવવા યોગ્ય છે. ЧСС ૧૩૪ અપારવત્ સંસારસમુદ્રથી તારનાર એવા સદ્ધર્મનો નિષ્કારણ કરુણાથી જેણે ઉપદેશ કર્યો છે, તે જ્ઞાનીપુરુષના ઉપકારને નમસ્કાર હો ! નમસ્કાર હો! પરપરિણતિનાં કાર્ય કરવાનો પ્રસંગ રહે અને સ્વપરિણતિમાં સ્થિતિ રાખ્યા કરવી તે ચૌદમા જિનની સેવા શ્રી આનંદઘનજીએ કહી છે તેથી પણ વિશેષ દોહ્યલું છે. જ્ઞાનીપુરુષને નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યદશા વર્તે ત્યારથી જે સંયમસુખ પ્રગટે છે તે અવર્ણનીય છે. ઉપદેશમાર્ગ પણ તે સુખ પ્રગટ્યું પ્રરૂપવા યોગ્ય છે. goo ܀܀܀܀ ખરું સુખ શામાં છે ? ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજ્જ્વળ આત્માઓનો સ્વતઃવેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે. બાહ્ય દૃષ્ટિથી જ્યાં સુધી ઉજ્વળ આત્માઓ સંસારના માયિક પ્રપંચમાં દર્શન દે છે ત્યાં સુધી, તે કથનની સિદ્ધતા કવચિત્ દુર્લભ છે; તો પણ સૂક્ષ્મદ્રષ્ટિથી અવલોકન કરતાં એ કથનનું પ્રમાણ કેવળ સુલભ છે, એ નિઃસંશય છે. એક નાનામાં નાના જન્તુથી કરીને એક મદોન્મત્ત હાથી સુધીનાં સઘળાં પ્રાણીઓ, માનવીઓ અને દેવદાનવીઓ એ સઘળાંની સ્વાભાવિક ઇચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. એથી કરીને તેઓ તેના ઉદ્યોગમાં ગૂંથાયાં રહે છે; પરંતુ વિવેકબુદ્ધિના ઉદય વિના તેમાં તેઓ વિભ્રમ પામે છે, તેઓ સંસારમાં નાના પ્રકારનાં સુખનો આરોપ કરે છે. અતિ અવલોકનથી એમ સિદ્ધ છે કે તે આરોપ વૃથા છે. એ આરોપને અનારોપ કરવાવાળાં વિરલાં માનવીઓ વિવેકના પ્રકાશ વડે અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરવા કહેતાં આવ્યાં છે. જે સુખ ભયવાળાં છે તે સુખ નથી પણ દુઃખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહા તાપ છે, જે વસ્તુ ભોગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યા છે; તેમ જ પરિણામે મહા તાપ, અનંત શોક, અને અનંત ભય છે; તે વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે; વા નથી જ. આમ હોવાથી તેની અનુરક્તતા વિવેકીઓ કરતાં નથી. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ગાંધીજીએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર '૧. પ્રશ્ન - (૧) આત્મા શું છે ? (૨) તે કંઈ કરે છે ? (૩) અને તેને કર્મ નડે છે કે નહીં ? ઉ૦ (૧) જેમ ઘટપટાદિ જડ વસ્તુઓ છે તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. ઘટપદાદિ અનિત્ય છે, ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવા નથી. આત્મા એકસ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ શકી ન હોય, તે પદાર્થ નિત્ય હોય છે. આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી. કેમ કે જડના હજારોગમે સંયોગો કરીએ તોપણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા યોગ્ય છે. જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી, તે ઉત્પન્ન થઈ શકે નહીં, એવો સૌને અનુભવ થઈ શકે એમ છે. જે ઘટપદાદિ પદાર્થો છે તેને વિષે જ્ઞાનસ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોના પરિણામાંતર કરી સંયોગ કર્યો હોય અથવા થયા હોય તો પણ તે તેવી જ જાતિના થાય, અર્થાતુ જડસ્વરૂપ થાય, પણ જ્ઞાનસ્વરૂપ ન થાય. તો પછી તેવા પદાર્થના સંયોગે આત્મા કે જેને જ્ઞાની પુરુષો મુખ્ય જ્ઞાનસ્વરૂપ લક્ષણવાળો કહે છે, તે તેવા (ઘટપદાદિ, પૃથ્વી, જળ, વાયુ, આકાશી પદાર્થથી, ઉત્પન્ન કોઈ રીતે થઈ શકવા યોગ્ય નથી. જ્ઞાનસ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જડનું છે. તે બન્નેના અનાદિ સહજ સ્વભાવ છે. આ તથા બીજાં તેવાં સહસગમે પ્રમાણો આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે છે. તેમ જ તેનો વિશેષ વિચાર કર્યો સહજ સ્વરૂપ નિત્યપણે આત્મા અનુભવવામાં પણ આવે છે. જેથી સુખદુઃખાદિ ભોગવનાર, તેથી નિવનાર, વિચારનાર, પ્રેરણા કરનાર એ આદિ ભાવો જેના વિદ્યમાનપણાથી અનુભવમાં આવે છે, તે આત્મા મુખ્ય ચેતન (જ્ઞાન) લક્ષણવાળો છે; અને તે ભાવે (સ્થિતિએ) કરી તે સર્વકાળ રહી શકે એવો નિત્ય પદાર્થ છે, એમ માનવામાં કંઈ પણ દોષ કે બાધ જણાતો નથી, પણ સત્યનો સ્વીકાર થયારૂપ ગુણ થાય છે. (૨) શાનદશામાં, પોતાના સ્વરૂપના યથાર્થબોધથી ઉત્પન્ન થયેલી દિશામાં તે આત્મા નિજભાવનો એટલે જ્ઞાન, દર્શન (યથાસ્થિત નિર્ધાર) અને સહજસમાધિપરિણામનો કર્તા છે. અજ્ઞાનદશામાં ક્રોધ, માન, માયા, લોભ એ આદિ પ્રકૃતિનો કર્તા છે, અને તે ભાવનાં ફળનો ભોક્તા થતાં પ્રસંગવશાત્ ઘટપટાદિ પદાર્થનો નિમિત્તપણે કર્તા છે, અર્થાત્ ઘટપટાદિ પદાર્થના મૂળ દ્રવ્યનો તે કર્તા નથી, પણ તેને કોઈ આકારમાં લાવવારૂપ ક્રિયાનો કર્તા છે. એ જે પાછળ તેની દશા કહી તેને જેને કર્મ કહે છે; વેદાંત ભ્રાંતિ કહે છે; તથા બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે. વાસ્તવ્ય વિચાર કર્યોથી આત્મા ઘટપટાદિનો તથા ક્રોધાદિનો કર્તા થઈ શકતો નથી, માત્ર નિજસ્વરૂપ એવા જ્ઞાનપરિણામનો જ કર્તા છે, એમ સ્પષ્ટ સમજાય છે. (૩) અજ્ઞાનભાવથી કરેલાં કર્મ પ્રારંભકાળે બીજરૂપ હોઈ વખતનો યોગ પામી ફળરૂપ વૃક્ષપરિણામે પરિણમે છે; અર્થાત્ તે કર્મો આત્માને ભોગવવાં પડે છે. જેમાં અગ્નિના સ્પર્શે ઉષ્ણપણાનો સંબંધ થાય છે, અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે, તેમ આત્માને ક્રોધાદિ ભાવના કર્તાપણાએ જન્મ, જરા, મરણાદિ વેદનારૂપ પરિણામ થાય છે. આ વિચારમાં તમે વિશેષપણે વિચારશો, અને તે પરત્વે જે કંઈ પ્રશ્ન થાય તે લખશો, કેમ કે જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય કર્યું જીવને મોક્ષદશા પ્રાપ્ત થાય છે. ૧. મહાત્મા ગાંધીજીએ ડરબન, આફ્રિકાથી પૂછેલ ૨૭ પ્રશ્નોના આ સંક્ષેપમાં ઉત્તર છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ૨. પ્ર. - ગાંધીજીએ પૂછેલ પ્રશ્નોનાં ઉત્તર (૧) ઈશ્વર શું છે ? (૨) તે જગતકર્તા છે એ ખરું છે ? ઉ. - (૧) અમે તમે કર્મબંધમાં વસી રહેલા જીવ છીએ. તે જીવનું સહજસ્વરૂપ, એટલે કર્મરહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. જ્ઞાનાદિ ઐશ્વર્ય જેને વિષે છે, તે ઈશ્વર કહેવા યોગ્ય છે; અને તે ઈશ્વરતા આત્માનું સહજસ્વરૂપ છે. જે સ્વરૂપ કર્મપ્રસંગે જણાતું નથી, પણ તે પ્રસંગ અન્યસ્વરૂપ જાણી, જ્યારે આત્મા ભણી દૃષ્ટિ થાય છે ત્યારે જ અનુક્રમે સર્વજ્ઞતાદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે; અને તેથી વિશેષ ઐશ્વર્યવાળો કોઈ પદાર્થ સમસ્ત પદાર્થો નીરખતાં પણ અનુભવમાં આવી શકતો નથી; જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે, એથી કોઈ વિશેષ સત્તાવાળો પદાર્થ ઈશ્વર છે એમ નથી, એવા નિશ્ચયમાં મારો અભિપ્રાય છે. (૨) તે જગતકર્તા નથી, અર્થાત્ પરમાણુ, આકાશાદિ પદાર્થ નિત્ય હોવા યોગ્ય છે, તે કોઈ પણ વસ્તુમાંથી બનવા યોગ્ય નથી. કદાપિ એમ ગણીએ કે, તે ઈશ્વરમાંથી બન્યા છે, તો તે વાત પણ યોગ્ય લાગતી નથી, કેમ કે ઈશ્વરને જો ચેતનપણે માનીએ, તો તેથી પરમાણુ, આકાશ વગેરે ઉત્પન્ન કેમ થઈ શકે ? કેમ કે ચેતનથી જડની ઉત્પત્તિ થવી જ સંભવતી નથી. જો ઈશ્વરને જડ સ્વીકારવામાં આવે તો સહેજે તે અનૈશ્વર્યવાન ઠરે છે, તેમ જ તેથી જીવરૂપ ચેતન પદાર્થની ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. જડચેતન ઉભયરૂપ ઈશ્વર ગણીએ, તો પછી જડચેતન ઉભયરૂપ જગત છે તેનું ઈશ્વર એવું બીજું નામ કહી સંતોષ રાખી લેવા જેવું થાય છે; અને જગતનું નામ ઈશ્વર રાખી સંતોષ રાખી લેવો તે કરતાં જગતને જગત કહેવું, એ વિશેષ યોગ્ય છે. કદાપિ પરમાણુ, આકાશાદિ નિત્ય ગણીએ અને ઈશ્વરને કર્માદિનાં ફળ આપનાર ગણીએ તો પણ તે વાત સિદ્ધ જણાતી નથી. એ વિચાર પર ‘ષટ્દર્શનસમુચ્ચય'માં સારાં પ્રમાણો આપ્યાં છે. ૩. પ્ર.- મોક્ષ શું છે ? ઉ. - જે ક્રોધાદિ અજ્ઞાનભાવમાં, દેહાદિમાં આત્માને પ્રતિબંધ છે તેથી સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી તે મોક્ષપદ જ્ઞાનીઓએ કહ્યું છે. તે સહજ વિચારતાં પ્રમાણભૂત લાગે છે. મોક્ષ મળશે કે નહીં તે ચોક્કસ રીતે આ દેહમાં જ જાણી શકાય ? ૪.પ્ર. ઉ. - એક દોરડીના ઘણા બંધથી હાથ બાંધવામાં આવ્યો હોય, તેમાંથી અનુક્રમે જેમ જેમ બંધ છોડવામાં આવે, તેમ તેમ તે બંધના સંબંધની નિવૃત્તિ અનુભવમાં આવે છે, અને તે દોડી વળ મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે છે એમ પણ જણાય છે, અનુભવાય છે. તેમ જ અજ્ઞાનભાવના અનેક પરિણામરૂપ બંધનો પ્રસંગ આત્માને છે, તે જેમ જેમ છૂટે છે, તેમ તેમ મોક્ષનો અનુભવ થાય છે; અને તેનું ઘણું જ અલ્પપણું જ્યારે થાય છે ત્યારે, સહજે આત્મામાં નિજભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાનભાવરૂપ બંધથી છૂટી શકવાનો પ્રસંગ છે, એવો સ્પષ્ટ અનુભવ થાય છે. તેમ જ કેવળ અજ્ઞાનાદિ ભાવથી નિવૃત્તિ થઈ કેવળ આત્મભાવ આ જ દેહને વિષે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે, અને સર્વ સંબંધથી કેવળ પોતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે; અર્થાત્ મોક્ષપદ આ દેહમાં પણ અનુભવમાં આવવા યોગ્ય છે. ૫. પ્ર. – એમ વાંચવામાં આવ્યું કે માણસ દેહ છોડી કર્મ પ્રમાણે જનાવરોમાં અવતરે, પથરો પણ થાય, ઝાડ પણ થાય, આ બરાબર છે ? Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ઉ. દેહ છોડી ઉપાર્જિત પ્રમાણે જીવની ગતિ થાય છે, તેથી તે તિર્યંચ (જનાવર) પણ થાય છે અને પૃથ્વીકાય એટલે પૃથ્વીરૂપ શરીર ધારણ કરી બાકીની બીજી ચાર ઇંદ્રિયો વિના કર્મ ભોગવવાનો જીવને પ્રસંગ પણ આવે છે; તથાપિ તે કેવળ પથ્થર કે પૃથ્વી થઈ જાય છે, એવું કાંઈ નથી. પથ્થરરૂપ કાયા ધારણ કરે, અને તેમાં પણ અવ્યક્તપણે જીવ જીવપણે જ હોય છે. બીજી ચાર ઇંદ્રિયોનું ત્યાં અવ્યક્ત(અપ્રગટ)પણું હોવાથી પૃથ્વીકાયરૂપ જીવ કહેવા યોગ્ય છે. અનુક્રમે તે કર્મ ભોગવી જીવ નિવૃત્ત થાય છે ત્યારે, ફક્ત પથ્થરનું દળ પરમાણુરૂપે રહે છે, પણ જીવ તેના સંબંધથી ચાલ્યો જવાથી આહારાદિ સંજ્ઞા તેને હોતી નથી, અર્થાત્ કેવળ જડ એવો પથ્થર જીવ થાય છે એવું નથી. કર્મના વિષમપણાથી ચાર ઇન્દ્રિયોનો પ્રસંગ અવ્યક્ત થઈ ફક્ત એક સ્પર્શેન્દ્રિયપણે દેહનો પ્રસંગ જીવને જે કર્મથી થાય છે, તે કર્મ ભોગવતાં તે પૃથ્વી આદિમાં જન્મે છે, પણ કેવળ પૃથ્વીરૂપ કે પથ્થરરૂપ થઈ જતો નથી. જનાવર થતાં કેવળ જનાવર પણ થઈ જતો નથી. દેહ છે તે, જીવને વેષધારીપણું છે, સ્વરૂપપણું નથી. પ્ર. ૬-૭. છઠા પ્રશ્નનું પણ આમાં સમાધાન આવ્યું છે. સાતમા પ્રશ્નનું પણ સમાધાન આવ્યું છે કે, કેવળ પથ્થર કે કેવળ પૃથ્વી કંઈ કર્મના કર્તા નથી. તેમાં આવીને ઊપજેલો એવો જીવ કર્મનો કર્તા છે, અને તે પણ દૂધ અને પાણીની પેઠે છે. જેમાં તે બન્નેનો સંયોગ થતાં પણ દૂધ તે દૂધ છે અને પાણી તે પાણી છે, તેમ એકેન્દ્રિયાદિ કર્મબંધે જીવને પથ્થરપણું, જડપણું જણાય છે, તોપણ તે જીવ અંદર તો જીવપણે જ છે; અને ત્યાં પણ તે આહારભયાદિ સંજ્ઞાપૂર્વક છે, જે અવ્યક્ત જેવી છે. ૮. પ્ર. - (૧) આર્યધર્મ તે શું? (૨) બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે શું ? ઉ. (૧) આર્યધર્મની વ્યાખ્યા કરવામાં સૌ પોતાના પક્ષને આર્યધર્મ કહેવા ઇચ્છે છે. જેને જેનને, બૌદ્ધ બૌદ્ધને, વેદાંતી વેદાંતને આર્યધર્મ કહે એમ સાધારણ છે. તથાપિ જ્ઞાની પુરુષો તો જેથી આત્માને નિજસ્વરૂપની પ્રાપ્તિ થાય એવો જે આર્ય (ઉત્તમ) માર્ગ તેને આર્યધર્મ કહે છે, અને એમ જ યોગ્ય છે. બધાની ઉત્પત્તિ વેદમાંથી થવી સંભવતી નથી. વેદમાં જેટલું જ્ઞાન કહ્યું છે તેથી સહસ્રગણા આશયવાળું જ્ઞાન શ્રી તીર્થંકરાદિ મહાત્માઓએ કહ્યું છે એમ મારા અનુભવમાં આવે છે, અને તેથી હું એમ જાણું છું કે, અલ્પ વસ્તુમાંથી સંપૂર્ણ વસ્તુ થઈ શકે નહીં; એમ હોવાથી વેદમાંથી સર્વની ઉત્પત્તિ કહેવી ઘટતી નથી. વેષ્ણવાદિ સંપ્રદાયોની ઉત્પત્તિ તેના આશ્રયથી માનતા અડચણ નથી. જેન, બૌદ્ધના છેલ્લા મહાવીરાદિ મહાત્માઓ થયા પહેલાં, વેદ હતા એમ જણાય છે; તેમ તે ઘણા પ્રાચીન ગ્રંથ છે એમ પણ જણાય છે, તથાપિ જે કંઈ પ્રાચીન હોય તે જ સંપૂર્ણ હોય કે સત્ય હોય એમ કહી શકાય નહીં, અને પાછળથી ઉત્પન્ન થાય તે અસંપૂર્ણ અને અસત્ય હોય એમ પણ કહી શકાય નહીં. બાકી વેદ જેવો અભિપ્રાય અને જેને જેવો અભિપ્રાય અનાદિથી ચાલ્યો આવે છે. સર્વ ભાવ અનાદિ છે; માત્ર રૂપાંતર થાય છે. કેવળ ઉત્પત્તિ કે કેવળ નાશ થતો નથી. વેદ, જૈન અને બીજા સોના અભિપ્રાય અનાદિ છે, એમ માનવામાં અડચણ નથી; ત્યાં પછી વિવાદ શાનો રહે? તથાપિ એ સૌમાં વિશેષ બળવાન, સત્ય અભિપ્રાય કોનો કહેવા યોગ્ય છે, તે વિચારવું તે અમને તમને સૌને યોગ્ય છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ગાંધીજીએ પૂછેલા પ્રશ્નોનાં ઉત્તર ૯. પ્ર. - (૧) વેદ કોણે કર્યા? તે અનાદિ છે ? (૨) જો અનાદિ હોય તો અનાદિ એટલે શું ? ઉ. - (૧) ઘણા કાળ પહેલાં વેદ થયા સંભવે છે. (૨) પુસ્તકપણે કોઈ પણ શાસ્ત્ર અનાદિ નથી; તેમાં કહેલા અર્થ પ્રમાણે તો સૌ શાસ્ત્ર અનાદિ છે; કેમ કે તેવા તેવા અભિપ્રાય જુદા જુદા જીવો જુદે જુદે રૂપે કહેતા આવ્યા છે, અને એમ જ સ્થિતિ સંભવે છે. ક્રિોધાદિભાવ પણ અનાદિ છે, અને ક્ષમાદિભાવ પણ અનાદિ છે. હિંસાદિ-ધર્મ પણ અનાદિ છે, અને અહિંસાદિધર્મ પણ અનાદિ છે. માત્ર જીવને હિતકારી શું છે ? એટલું વિચારવું કાર્યરૂપ છે. અનાદિ તો બેય છે. પછી ક્યારેક ઓછા પ્રમાણમાં અને ક્યારેક વિશેષ પ્રમાણમાં કોઈનું બળ હોય છે. ૧૦. પ્ર. - ગીતા કોણે બનાવી ? ઈશ્વરકૃત તો નથી ? જો તેમ હોય તો તેનો કોઈ પુરાવો ? ઉ. - ઉપર આપેલા ઉત્તરોથી કેટલુંક સમાધાન થઈ શકવા યોગ્ય છે કે, ઈશ્વરકૃતનો અર્થ જ્ઞાની (સંપૂર્ણજ્ઞાની) એવો કરવાથી તે ઈશ્વરકૃત થઈ શકે; પણ નિત્ય અક્રિય એવા આકાશની પેઠે વ્યાપક ઈશ્વરને સ્વીકાર્યો તેવા પુસ્તકાદિની ઉત્પત્તિ થવી સંભવે નહીં, કેમ કે તે તો સાધારણ કાર્ય છે, કે જેનું કર્તાપણું આરંભપૂર્વક હોય છે, અનાદિ નથી હોતું. ગીતા વેદવ્યાસજીનું કરેલું પુસ્તક ગણાય છે, અને મહાત્મા શ્રીકૃષ્ણ અર્જુનને તેવો બોધ કર્યો હતો, માટે મુખ્યપણે કર્તા શ્રીકૃષ્ણ કહેવાય છે, જે વાત સંભવિત છે. ગ્રંથ શ્રેષ્ઠ છે, તેવો ભાવાર્થ અનાદિથી ચાલ્યો આવે છે, પણ તે જ શ્લોકો અનાદિથી ચાલ્યા આવે એમ બનવા યોગ્ય નથી; તેમ અક્રિય ઈશ્વરથી પણ તેની ઉત્પત્તિ હોય એમ બનવા યોગ્ય નથી. સક્રિય એટલે કોઈ દેહધારીથી તે ક્રિયા બનવા યોગ્ય છે. માટે સંપૂર્ણજ્ઞાની તે ઈશ્વર છે, અને તેનાથી બોધાયેલાં શાસ્ત્રો તે ઈશ્વરીશાસ્ત્ર છે એમ માનવામાં અડચણ નથી. ૧૧. પ્ર. - પશુ આદિના યજ્ઞથી જરાયે પુણ્ય છે ખરું? ઉ. - પશુના વધથી, હોમથી કે જરાયે તેને દુઃખ આપવાથી પાપ જ છે; તે પછી યજ્ઞમાં કરો, કે ગમે તો ઈશ્વરના ધામમાં બેસીને કરો. પણ યજ્ઞમાં જે દાનાદિ ક્રિયા થાય છે તે, કાંઈક પુણ્યહેતુ છે, તથાપિ હિંસામિશ્રિત હોવાથી તે પણ અનુમોદનયોગ્ય નથી. ૧૨.પ્ર. - જે ધર્મ ઉત્તમ છે, એમ કહો તેનો પુરાવો માગી શકાય ખરો કે? ઉ. - પુરાવો માગવામાં ન આવે અને ઉત્તમ છે એમ, વગર પુરાવે પ્રતિપાદન કરવામાં આવે તો તો અર્થ, અનર્થ, ધર્મ, અધર્મ સૌ ઉત્તમ જ કરે. પ્રમાણથી જ ઉત્તમ અનુત્તમ જણાય છે. જે ધર્મ સંસાર પરિક્ષીણ કરવામાં સર્વથી ઉત્તમ હોય, અને નિજસ્વભાવમાં સ્થિતિ કરાવવાવને બળવાન હોય તે જ ઉત્તમ, અને તે જ બળવાન છે. મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ; | તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૧૩૯ ૧૩.પ્ર. - ખ્રિસ્તી ધર્મ વિષે આપ કાંઈ જાણો છો ? જો જાણતા હો તો આપના વિચાર દર્શાવશો. ઉ. - ખ્રિસ્તી ધર્મ વિષે સાધારણપણે હું જાણું છું. ભરતખંડમાં મહાત્માઓએ જેવો ધર્મ શોધ્યો છે, વિચાર્યો છે તેવો ધર્મ બીજા કોઈ દેશથી વિચારાયો નથી, એમ તો એક અલ્પ અભ્યાસે સમજી શકાય તેવું છે. તેમાં (ખ્રિસ્તી ધર્મમાં) જીવનું સદા પરવશપણું કહ્યું છે, અને મોક્ષમાં પણ તે દશા તેવી જ રાખી છે. જીવના અનાદિસ્વરૂપનું વિવેચન જેમાં યથાયોગ્ય નથી, કર્મસંબંધી વ્યવસ્થા અને તેની નિવૃત્તિ પણ યથાયોગ્ય કહી નથી, તે ધર્મ વિષે મારો અભિપ્રાય સર્વોત્તમ તે ધર્મ છે, એમ થવાનો સંભવ નથી. ખ્રિસ્તી ધર્મમાં મેં જે ઉપર કહ્યા તેવા પ્રકારનું યથાયોગ્ય સમાધાન દેખાતું નથી. આ વાક્ય મતભેદવશે કહ્યું નથી. ૧૪. પ્ર. - તેઓ એમ કહે છે કે બાઈબલ ઈશ્વરપ્રેરિત છે; ઈસુ તે ઈશ્વરનો અવતાર, તેનો દીકરો છે, ને હતો.. ઉ. - એ વાત તો શ્રદ્ધાથી માન્યાથી માની શકાય, પણ પ્રમાણથી સિદ્ધ નથી. જેમ ગીતા અને વેદના ઈશ્વરપ્રેરિતપણા માટે ઉપર લખ્યું છે, તેમ જ બાઈબલના સંબંધમાં પણ ગણવું. જે જન્મ મરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર લે તે બનવા યોગ્ય નથી, કેમ કે રાગદ્વેષાદિ પરિણામ જ જન્મનો હેતુ છે; તે જેને નથી એવો ઈશ્વર અવતાર ધારણ કરે એ વાત વિચારતાં યથાર્થ લાગતી નથી. ઈશ્વરનો દીકરો છે, ને હતો, તે વાત પણ કોઈ રૂપક તરીકે વિચારીએ તો વખતે બંધ બેસે; નહીં તો પ્રત્યક્ષ પ્રમાણથી બાધા પામતી છે. મુક્ત એવા ઈશ્વરને દીકરો હોય એમ શી રીતે કહેવાય? અને કહીએ તો તેની ઉત્પત્તિ શી રીતે કહી શકીએ ? બન્નેને અનાદિ માનીએ તો પિતા-પુત્રપણું શી રીતે બંધ બેસે? એ વગેરે વાત વિચારવા યોગ્ય છે. જે વિચારેથી મને એમ લાગે છે કે, એ વાત યથાયોગ્ય નહીં લાગે. ૧૫. પ્ર. - જૂના કરારમાં જે ભવિષ્ય ભાખ્યું છે તે બધું ઈસામાં ખરું પડ્યું છે. ઉ. - એમ હોય તોપણ તે બન્ને શાસ્ત્ર વિષે વિચાર કરવો ઘટે છે. તેમ જ એવું ભવિષ્ય તે પણ ઈસુને ઈશ્ચરાવતાર કહેવામાં બળવાન પ્રમાણ નથી, કેમ કે જ્યોતિષાદિકથી પણ મહાત્માની ઉત્પત્તિ જણાવી સંભવે છે. અથવા ભલે કોઈ જ્ઞાનથી તેવી વાત જણાવી હોય પણ તેવા ભવિષ્યવેત્તા સંપૂર્ણ એવા મોક્ષમાર્ગના જાણનાર હતા તે વાત, જ્યાં સુધી યથાસ્થિત પ્રમાણરૂપ ન થાય, ત્યાં સુધી તે ભવિષ્ય વગેરે એક શ્રદ્ધાગ્રાહ્ય પ્રમાણ છે. તેમ બીજાં પ્રમાણોથી તે હાનિ ન પામે એવું ધારણામાં નથી આવી શકતું. ૧૭. પ્ર. - “ઈસુ ખ્રિસ્તના ચમત્કાર” વિષે લખ્યું છે. ઉ. - કેવળ કાયામાંથી જીવ ચાલ્યો ગયો હોય, તે જ જીવ તે જ કાયામાં દાખલ કર્યો હોય, અથવા કોઈ બીજા જીવને તેમાં દાખલ કર્યો હોય, તો તે બની શકે એવું સંભવતું નથી; અને એમ થાય તો પછી કર્માદિની વ્યવસ્થા પણ નિષ્ફળ થાય. બાકી યોગાદિની સિદ્ધિથી કેટલાક ચમત્કાર ઉત્પન્ન થાય છે, અને તેવા કેટલાક ઈસુને હોય તો તેમાં તદ્દન ખોટું છે કે અસંભવિત છે, એમ કહેવાય નહીં; તેવી સિદ્ધિઓ આત્માના ઐશ્વર્ય આગળ અલ્પ છે, આત્માનું ઐશ્વર્ય તેથી અનંતગુણ મહતું સંભવે છે. આ વિષયમાં સમાગમે પૂછવા યોગ્ય છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ગાંધીજીએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર ૧૭. પ્ર. - આગળ ઉપર શો જન્મ થશે તેની આ ભવમાં ખબર પડે ? અથવા અગાઉ શું હતા તેની? ઉ. - તેમ બની શકે. નિર્મળજ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે. વાદળાં વગેરેનાં ચિહ્નો પરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેનાં પૂર્વકારણ કેવાં હોવાં જોઈએ, તે પણ સમજી શકાય; થોડે અંશે વખતે સમજાય. તેમ જ તે ચેષ્ટા ભવિષ્યમાં કેવું પરિણામ પામશે, તે પણ તેના સ્વરૂપ ઉપરથી જાણી શકાય; અને તેને વિશેષ વિચારતાં કેવો ભવ થવો સંભવે છે, તેમ જ કેવો ભવ હતો, તે પણ વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે. ૧૮. પ્ર. - પડી શકે તો કોને ? આનો ઉત્તર ઉપર આવી ગયો છે. ૧૯. પ્ર. - જે મોક્ષ પામેલાનાં નામ આપો છો તે શા આધાર ઉપરથી ? ઉ. - મને આ પ્રશ્ન ખાસ સંબોધીને પૂછો તો તેના ઉત્તરમાં એમ કહી શકાય કે અત્યંત સંસારદશા પરિક્ષીણ જેની થઈ છે, તેનાં વચનો આવાં હોય, આવી તેની ચેષ્ટા હોય, એ આદિ અંશે પણ પોતાના આત્મામાં અનુભવ થાય છે; અને તેને આશ્રયે તેના મોક્ષપરત્વે કહેવાય; અને ઘણું કરીને તે યથાર્થ હોય એમ માનવામાં પ્રમાણો પણ શાસ્ત્રાદિથી જાણી શકાય. ૨૦. પ્ર. - બુદ્ધદેવ પણ મોક્ષ નથી પામ્યા એ શા ઉપરથી આપ કહો છો ? ઉ.- તેના શાસ્ત્રસિદ્ધાંતોને આશ્રયે. જે પ્રમાણે તેમનાં શાસ્ત્રસિદ્ધાંતો છે, તે જ પ્રમાણે જો તેમનો અભિપ્રાય હોય તો તે અભિપ્રાય પૂર્વાપર વિરુદ્ધ પણ દેખાય છે; અને તે લક્ષણ સંપૂર્ણ જ્ઞાનનું નથી. સંપૂર્ણ જ્ઞાન જ ન હોય તો સંપૂર્ણ રાગદ્વેષ નાશ પામવા સંભવિત નથી. જ્યાં તેમ હોય ત્યાં સંસારનો સંભવ છે. એટલે કેવળ મોક્ષ તેને હોય એમ કહેવું બની શકે એવું નથી; અને તેમનાં કહેલાં શાસ્ત્રોમાં જે અભિપ્રાય છે તે સિવાય બીજો તેમનો અભિપ્રાય હતો, તે બીજી રીતે જાણવાનું અમને તમને કઠણ પડે તેવું છે; અને તેમ છતાં કહીએ કે બુદ્ધ દેવનો અભિપ્રાય બીજો હતો તો તે કારણપૂર્વક કહેવાથી પ્રમાણભૂત ન થાય એમ કાંઈ નથી. ૨૧. પ્ર. - દુનિયાની છેવટ શી સ્થિતિ થશે ? ઉ. કેવળ મોક્ષરૂપે સર્વ જીવની સ્થિતિ થાય કે કેવળ આ દુનિયાનો નાશ થાય, તેવું બનવું મને પ્રમાણરૂપ લાગતું નથી. આવા ને આવા પ્રવાહમાં તેની સ્થિતિ સંભવે છે. કોઈ ભાવ રૂપાંતર પામી ક્ષીણ થાય, તો કોઈ વર્ધમાન થાય, પણ તે એક ક્ષેત્રે વધે તો બીજે ક્ષેત્રે ઘટે એ આદિ આ સૃષ્ટિની સ્થિતિ છે; તે પરથી અને ઘણા જ ઊંડા વિચારમાં ગયા પછી એમ જણાવું સંભવિત લાગે છે કે, કેવળ આ સૃષ્ટિ નાશ થાય કે પ્રલયરૂપ થાય એ ન બનવા યોગ્ય છે. સૃષ્ટિ એટલે એક આ જ પૃથ્વી એવો અર્થ નથી. મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ શાનદશા, બાકી કહીએ ભ્રાંત. સકળ જગત તે એઠવત, અથવા સ્વપ્ન સમાન; | તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૨૨. પ્ર. આ અનીતિમાંથી સુનીતિ થશે ખરી ? ઉ. - આ પ્રશ્નનો ઉત્તર સાંભળી જે જીવ અનીતિ ઇચ્છે છે તેને તે ઉત્તર ઉપયોગી થાય એમ થવા દેવું યોગ્ય નથી. સર્વ ભાવ અનાદિ છે, નીતિ, અનીતિ; તથાપિ તમે અમે અનીતિ ત્યાગી નીતિ સ્વીકારીએ તો તે સ્વીકારી શકાય એવું છે અને એ જ આત્માને કર્તવ્ય છે; અને સર્વ જીવઆશ્રયી અનીતિ મટી નીતિ સ્થપાય એવું વચન કહી શકાતું નથી, કેમકે એકાંતે તેવી સ્થિતિ થઈ શકવા યોગ્ય નથી. ૨૩. પ્ર. દુનિયાનો પ્રલય છે ? ઉ. પ્રલય એટલે જો કેવળ નાશ એવો અર્થ કરવામાં આવે તો તે વાત ઘટતી નથી, કેમકે પદાર્થનો કેવળ નાશ થઈ જવો સંભવતો જ નથી. પ્રલય એટલે સર્વ પદાર્થોનું ઈશ્વરાદિને વિષે લીનપણું તો કોઈના અભિપ્રાયમાં તે વાતનો સ્વીકાર છે, પણ મને તે સંભવિત લાગતું નથી, કેમ કે સર્વ પદાર્થ, સર્વ જીવ એવાં સમપરિણામ શી રીતે પામે છે એવો યોગ બને, અને જો તેવાં સમપરિણામનો પ્રસંગ આવે તો પછી ફરી વિષમપણું થવું બને નહીં. અવ્યક્તપણે જીવમાં વિષમપણું હોય અને વ્યક્તપણે સમપણું એ રીતે પ્રલય સ્વીકારીએ તોપણ દેહાદિ સંબંધ વિના વિષમપણું શા આશ્રયે રહે? દેહાદિ સંબંધ માનીએ તો સર્વને એકેન્દ્રિયપણું માનવાનો પ્રસંગ આવે; અને તેમ માનતાં તો વિના કારણે બીજી ગતિઓનો અસ્વીકાર કર્યો ગણાય, અર્થાત્ ઊંચી ગતિના જીવને તેવા પરિણામનો પ્રસંગ મટવા આવ્યો હોય તે પ્રાપ્ત થવાનો પ્રસંગ આવે. એ આદિ ઘણા વિચાર ઉદ્ભવે છે. સર્વ જીવઆશ્રયી પ્રલય સંભવતો નથી. ૨૪. પ્ર. - અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે ? ઉ. - ભક્તિ જ્ઞાનનો હેતુ છે. જ્ઞાન મોક્ષનો હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને અભણ કહ્યો હોય, તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, એવું કંઈ છે નહીં. જીવ માત્ર જ્ઞાનસ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મોક્ષ હોય એમ મને લાગતું નથી; અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સર્વ ભાષાજ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી. ભાષાજ્ઞાન મોક્ષનો હેતુ છે તથા તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય, એવો કાંઈ નિયમ સંભવતો નથી. ૨૫. પ્ર.- (૧) કૃષ્ણાવતાર ને રામાવતાર એ ખરી વાત છે ? એમ હોય તો તે શું? એ સાક્ષાત્ ઈશ્વર હતા કે તેના અંશ હતા ? (૨) તેમને માનીને મોક્ષ ખરો ? ઉ. (૧) બન્ને મહાત્માપુરુષ હતા, એવો તો મને પણ નિશ્ચય છે. આત્મા હોવાથી તેઓ ઈશ્વર હતા. સર્વ આવરણ તેમને મટ્યાં હોય તો તેનો મોક્ષ પણ સર્વથા માનવામાં વિવાદ નથી. ઈશ્વરનો અંશ કોઈ જીવ છે એમ મને લાગતું નથી, કેમ કે તેને વિરોધ આપતાં એવાં હજારો પ્રમાણ દષ્ટિમાં આવે છે. ઈશ્વરનો અંશ જીવને માનવાથી બંધ મોક્ષ બધા વ્યર્થ થાય કેમ કે ઈશ્વર જ અજ્ઞાનાદિનો કર્તા થયો; અને અજ્ઞાનાદિનો જે કર્તા થાય તેને પછી સહેજે અનૈશ્વર્યપણું પ્રાપ્ત થાય ને ઈશ્વરપણું ખોઈ બેસે, અર્થાત્ ઊલટું જીવના સ્વામી થવા જતાં ઈશ્વરને નુકસાન ખમવાનો પ્રસંગ આવે તેવું છે. તેમ જીવને ઈશ્વરનો અંશ માન્યા પછી પુરુષાર્થ કરવો યોગ્ય શી રીતે લાગે ? કેમ કે તે જાતે તો કંઈ કર્તાહર્તા ઠરી શકે નહીં. એ આદિ વિરોધથી ઈશ્વરના અંશ તરીકે કોઈ જીવને સ્વીકારવાની પણ મારી બુદ્ધિ થતી નથી; તો પછી શ્રીકૃષ્ણ કે રામ જેવા મહાત્માને તેવા યોગમાં ગણવાની બુદ્ધિ કેમ થાય ? તે બન્ને અવ્યક્ત ઈશ્વર હતા એમ માનવામાં અડચણ નથી. તથાપિ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ગાંધીજીએ પૂછેલા પ્રશ્નોનાં ઉત્તર તેમને વિષે સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટ્યું હતું કે કેમ તે વાત વિચારવા યોગ્ય છે. (૨) તેમને માનીને મોક્ષ ખરો કે? એનો ઉત્તર સહજ છે. જીવને સર્વ રાગદ્વેષ અજ્ઞાનનો અભાવ અર્થાત્ તેથી છૂટવું તે મોક્ષ છે. તે જેના ઉપદેશે થઈ શકે તેને માનીને અને તેનું પરમાર્થ સ્વરૂપ વિચારીને સ્વાત્માને વિષે પણ તેવી જ નિષ્ઠા થઈ, તે જ મહાત્માના આત્માને આકારે (સ્વરૂપે) પ્રતિષ્ઠાન થાય ત્યારે, મોક્ષ થવો સંભવે છે. બાકી બીજી ઉપાસના કેવળ મોક્ષનો હેતુ નથી; તેના સાધનનો હેતુ થાય છે, તે પણ નિશ્ચય થાય જ એમ કહેવા યોગ્ય નથી. રક. પ્ર. - બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, તે કોણ ? ઉ. - સુષ્ટિના હેતુરૂપ ત્રણ ગુણ ગણી તે આશ્રયે રૂપ આપ્યું હોય તો તે વાત બંધ બેસી શકે તથા તેવાં બીજાં કારણોથી તે બ્રહ્માદિનું સ્વરૂપ સમજાય છે. પણ પુરાણોમાં જે પ્રકારે તેમનું સ્વરૂપ કહ્યું છે, તે પ્રકારે સ્વરૂપ છે, એમ માનવા વિષેમાં મારું વિશેષ વલણ નથી. કેમ કે તેમાં કેટલાંક ઉપદેશાર્થે રૂપક કહ્યાં હોય એમ પણ લાગે છે. તથાપિ આપણે પણ તેનો ઉપદેશ તરીકે લાભ લેવો, અને બ્રહ્માદિના સ્વરૂપના સિદ્ધાંત કરવાની જંજાળમાં ન પડવું, એ મને ઠીક લાગે છે. ૨૭. પ્ર. મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દેવો કે મારી નાખવો ? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ. ઉ. - સર્પ તમારે કરડવા દેવો એવું કામ બતાવતાં વિચારમાં પડાય તેવું છે. તથાપિ તમે જો દેહ અનિત્ય છે' એમ જાણ્યું હોય તો પછી આ અસારભૂત દેહના રક્ષણાર્થે, જેને દેહમાં પ્રીતિ રહી છે, એવા સર્પને, તમારે મારવો કેમ યોગ્ય હોય ? જેણે આત્મહિત ઇચ્છવું હોય તેણે તો ત્યાં પોતાના દેહને જતો કરવો એ જ યોગ્ય છે. કદાપિ આત્મહિત ઇચ્છવું ન હોય તેણે કેમ કરવું? તો તેનો ઉત્તર એ જ અપાય છે કે તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું; અર્થાત્ સર્પને મારવો એવો ઉપદેશ ક્યાંથી કરી શકીએ ? અનાર્યવૃત્તિ હોય તો મારવાનો ઉપદેશ કરાય. તે તો અમને તમને સ્વપ્ન પણ ન હોય એ જ ઇચ્છવા યોગ્ય છે. ગુણઠાણાં એ સમજવા માટે કહેલાં છે. ઉપશમ અને ક્ષેપક એ બે જાતની શ્રેણી છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી; ક્ષેપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે અગિયારમેથી જીવ પાછો વળે છે. ઉપશમશ્રેણી બે પ્રકારે છે. એક આજ્ઞારૂપ; એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવારૂપ, આશારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી. પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણાને લીધે પડે છે. આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે. કોઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે. ન | નીકળે તો કંઈ બાધ નથી. તીર્થકરના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાણ્યું છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષવિષાદ ઘટે નહીં. આત્મપરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે. સ્વભાવસમ્મુખતા, તથા તેની દઢ ઇચ્છા પણ તે હર્ષવિષાદને ટાળે છે. gou તથારૂપ ગંભીર વાક્ય નથી, તોપણ આશય ગંભીર હોવાથી એક લૌકિક વચનનું આત્મામાં હાલ ઘણી વાર સ્મરણ થઈ આવે છે, તે વાક્ય આ પ્રમાણે છે:- “રાંડી રુએ, માંડી રુએ,’ પણ સાત ભરતાર વાળી તો મોટું જ ન ઉઘાડે,” વાક્ય અગંભીર હોવાથી લખવામાં પ્રવૃત્તિ ન થાત, પણ આશય ગંભીર હોવાથી અને પોતાને વિષે વિચારવાનું વિશેષ દેખાવાથી આ વાક્ય લખ્યું છે, તેના પર યથાશક્તિ વિચાર કરશો. 1. GOC ૧. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ “મોક્ષ' કહે છે. ૨. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થયું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. ૩. સંગના યોગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે; સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. ૪. એ જ માટે સર્વ તીર્થકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે. ૫. સર્વ જિનાગમમાં કહેલાં વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે; કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યાં છે. એક પરમાણુથી માંડી ચૌદ રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેશીઅવસ્થા પર્વતની સર્વ ક્રિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. ૬. સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે, કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. છે. તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમ કે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો મથી; પરમ સ્નેહે ઉપાસ્યો નથી; અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત કુળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજસમાધિપર્યત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. ૮. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે; કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવો અમારો આત્મસાક્ષાત્કાર છે. ૯. તે સત્સંગ પ્રાપ્ત થયે જે આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે; કેમ કે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાધ કરનાર એવાં માઠાં કારણોનો ત્યાગ ન કર્યો ! Page #161 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત પત્ર-૬૦૧ થી ૯૫૫ ૧૦. મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇંદ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પ કાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે, અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય. ૧૪૪ ૧૧. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહત્ પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ, સત્પુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી; પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા, જોઈને તે પરિક્ષીણ કરવા; અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે, અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહીં. ૧૨. સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. ૧૩. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો, કે જે કંઈ મારે કરવું છે, તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતાં, પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતાં સંકોચતાં ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇંદ્રિયવિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યાં જ રહેવાં અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાધન કર્યાં જ કરવાં; કેમ કે સત્સંગપ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે, પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. સંક્ષેપમાં લખાયેલાં જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં આ વાક્યો મુમુક્ષુજીવે પોતાના આત્માને વિષે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે; જે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દરૂપે અમે લખ્યાં છે. soc ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં મૃત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે શાત ના; ના મારા ધન ધામ યોવન ધરા, એ મોહ અજ્ઞાત્વના; રે ! રે ! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૧૪૫ સત્યનું જ્ઞાન થયા પછી મિથ્યાપ્રવૃત્તિ ન ટળે એમ બને નહીં. કેમકે જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અંશે મિથ્યાભાવપ્રવૃત્તિ મટે, એવો જિનનો નિશ્ચય છે. કદી પૂર્વપ્રારબ્ધથી બાહ્યપ્રવૃત્તિનો ઉદય વર્તતો હોય તો પણ મિથ્યાપ્રવૃત્તિમાં તાદાત્મ્ય થાય નહીં, એ જ્ઞાનનું લક્ષણ છે; અને નિત્ય પ્રત્યે મિથ્યાપ્રવૃત્તિ પરિક્ષીણ થાય એ જ સત્યજ્ઞાનની પ્રતીતિનું ફળ છે. મિથ્યાપ્રવૃત્તિ કંઈ પણ ટળે નહીં, તો સત્યનું જ્ઞાન પણ સંભવે નહીં. ૬૧૦ ‘અસ્તિ’ એ પદથી માંડીને આત્માર્થે સર્વ ભાવ વિચારવા યોગ્ય છે; તેમાં જે સ્વસ્વરૂપપ્રાપ્તિના હેતુ છે, તે મુખ્યપણે વિચારવા યોગ્ય છે, અને તે વિચાર માટે અન્ય પદાર્થના વિચારની પણ અપેક્ષા રહે છે, તે અર્થે તે પણ વિચારવા યોગ્ય છે. સર્વ પ્રકારનાં સર્વાંગ સમાધાન વિના સર્વ કર્મથી મુક્ત થવું અશક્ય છે, એવો વિચાર અમારા ચિત્તમાં રહે છે, અને સર્વ પ્રકારનું સમાધાન થવા માટે અનંતકાળ પુરુષાર્થ કરવો પડતો હોય તો ઘણું કરી કોઈ જીવ મુક્ત થઈ શકે નહીં; તેથી એમ જણાય છે કે અલ્પકાળમાં તે સર્વ પ્રકાર સમાધાનના ઉપાય હોવા યોગ્ય છે; જેથી મુમુક્ષુ જીવને નિરાશાનું કારણ પણ નથી. ૬૧૭ જે વિચારવાન પુરુષની દૃષ્ટિમાં સંસારનું સ્વરૂપ નિત્ય પ્રત્યે ક્લેશસ્વરૂપ ભાસ્યમાન થતું હોય, સાંસારિક ભોગોપભોગ વિષે વિરસપણા જેવું જેને વર્તતું હોય તેવા વિચારવાનને બીજી તરફ લોકવ્યવહારાદિ, વ્યાપારાદિ ઉદય વર્તતો હોય, તો તે ઉદયપ્રતિબંધ ઇન્દ્રિયના સુખને અર્થે નહીં પણ આત્મહિતાર્થે ટાળવો હોય તો ટાળી શકવાના શા ઉપાય હોવા જોઈએ ? ૬૧૮ જન્મથી જેને મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન હતાં, અને આત્મોપયોગી એવી વૈરાગ્યદશા હતી, અલ્પકાળમાં ભોગકર્મ ક્ષીણ કરી સંયમને ગ્રહણ કરતાં મનઃપર્યવ નામનું જ્ઞાન પામ્યા હતા, એવા શ્રીમદ્ મહાવીરસ્વામી, તે છતાં પણ બાર વર્ષ અને સાડા છ માસ સુધી મૌનપણે વિચર્યા. આ પ્રકારનું તેમનું પ્રવર્તન તે ઉપદેશમાર્ગ પ્રવર્તાવતાં કોઈ પણ જીવે અત્યંતપણે વિચારી પ્રવર્તવા યોગ્ય છે, એવી અખંડ શિક્ષા પ્રતિબોધે છે. તેમ જ જિન જેવાએ જે પ્રતિબંધની નિવૃત્તિ માટે પ્રયત્ન કર્યું, તે પ્રતિબંધમાં અજાગૃત રહેવા યોગ્ય કોઈ જીવ ન હોય એમ જણાવ્યું છે, તથા અનંત આત્માર્થનો તે પ્રવર્તનથી પ્રકાશ કર્યો છે; જેવા પ્રકાર પ્રત્યે વિચારનું વિશેષ સ્થિરપણું વર્તે છે, વર્તાવું ઘટે છે. ૨૦ ‘નિમિતત્તવાસી આ જીવ છે,' એવું એક સામાન્ય વચન છે. તે સંગપ્રસંગથી થતી જીવની પરિણતિ વિષે જોતાં પ્રાયે સિદ્ધાંતરૂપ લાગી શકે છે. ૬૬ Page #163 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત પત્ર-૯૦૧ થી ૯૫૫ નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે, એવા જીવોનો જેટલો બને તેટલો તે નિમિત્તવાસી જીવોને સંગ ત્યાગવો ઘટે છે; અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે. સત્સંગના અયોગે તથાપ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો ઘટે છે. ૧૪૬ ૬૩૬ વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, જિન પણ કહે છે કે પરમાર્થનયથી આત્મા તેમ જ છે. એ જ અસંગતા સિદ્ધ થવી, પરિણત થવી તે મોક્ષ છે. પરભારી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને અસંભવિત છે, અને એ જ માટે જ્ઞાનીપુરુષોએ, સર્વ દુઃખ ક્ષય કરવાની ઇચ્છા છે જેને એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે, તે અત્યંત સત્ય છે. ५४० દેખતભૂલી ટળે તો સર્વ દુ:ખનો ક્ષય થાય' એવો સ્પષ્ટ અનુભવ થાય છે; તેમ છતાં તે જ દેખતભૂલીના પ્રવાહમાં જ જીવ વહ્યો જાય છે, એવા જીવોને આ જગતને વિષે કોઈ એવો આધાર છે કે જે આધારથી, આશ્રયથી તે પ્રવાહમાં ન વહે ? ૬૪૧ સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય ? આવા અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી, અને કંઈ પણ તેમ થયા કરે છે તેનો ઉપાય કંઈ વિશેષે કરી ગવેષવા યોગ્ય છે. જ્ઞાનીપુરુષનો નિશ્ચય થઈ અંતર્ભેદ ન રહે તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે, એવું જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લોકો ભૂલે છે ? ૯૪૨ કરવા યોગ્ય કંઈ કહ્યું હોય તે વિસ્મરણ યોગ્ય ન હોય એટલો ઉપયોગ કરી ક્રમે કરીને પણ તેમાં અવશ્ય પરિણતિ કરવી ઘટે. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્તૃત થઈ જાય છે. ૪૩ અનાદિથી વિપરીત અભ્યાસ છે, તેથી વૈરાગ્ય ઉપશમાદિ ભાવોની પરિણતિ એકદમ ન થઈ શકે, કિંવા થવી કઠિન પડે; તથાપિ નિરંતર તે ભાવો પ્રત્યે લક્ષ રાખ્યે અવશ્ય સિદ્ધિ થાય છે. સત્સમાગમનો યોગ ન હોય ત્યારે તે ભાવો જે પ્રકારે વર્ધમાન થાય તે પ્રકારનાં દ્રવ્ય-ક્ષેત્રાદિ ઉપાસવાં; સત્શાસ્ત્રનો પરિચય કરવો યોગ્ય છે. સૌ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે, તો અનંતકાળથી અનભ્યસ્ત એવી મુમુક્ષુતા માટે તેમ હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. ૪૪ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક સર્વ જીવને અપ્રિય છતાં જે દુખનો અનુભવ કરવો પડે છે, તે દુખ સકારણ હોવું જોઈએ, એ ભૂમિથી મુખ્ય કરીને વિચારવાનની વિચારશ્રેણી ઉદય પામે છે, અને તે પરથી અનુક્રમે આત્મા, કર્મ, પરલોક, મોક્ષ આદિ ભાવોનું સ્વરૂપ સિદ્ધ થયું હોય એમ જણાય છે. વર્તમાનમાં જો પોતાનું વિધમાનપણું છે, તો ભૂતકાળને વિષે પણ તેનું વિધમાનપણું હોવું જોઈએ, અને ભવિષ્યમાં પણ તેમ જ હોવું જોઈએ. આ પ્રકારના વિચારનો આશ્રય મુમુક્ષુ જીવને કર્તવ્ય છે. કોઈ પણ વસ્તુનું પૂર્વપશ્ચાત હોવાપણું ન હોય, તો. મધ્યમાં તેનું હોવાપણું ન હોય એવો અનુભવ વિચારતાં થાય છે. વસ્તુની કેવળ ઉત્પત્તિ અથવા કેવળ નાશ નથી, સર્વકાળ તેનું હોવાપણું છે, રૂપાંતર પરિણામ થયાં કરે છે; વસ્તુતા ફરતી નથી, એવો શ્રી જિનનો અભિમત છે, તે વિચારવા યોગ્ય છે. ૬૪૬ અગમ અગોચર નિર્વાણમાર્ગ છે, એમાં સંશય નથી. પોતાની શક્તિએ, સદ્ગુરુના આશ્રય વિના, તે માર્ગ શોધવો અશક્ય છે; એમ વારંવાર દેખાય છે, એટલું જ નહીં, પણ શ્રી સદ્ગુરુચરણના આશ્રયે કરી બોધબીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદ્ગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. જગતના પ્રસંગ જોતાં એમ જણાય છે કે, તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે. ઉ૪૭ દશ્યને અદશ્ય કર્યું, અને અદશ્યને દશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય નથી. ઉ૪૮ ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, અને તે અમૂલ્ય છે, તો પછી આખી આયુષ્યસ્થિતિ ! એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતાં પણ વિશેષ હાનિકારક છે, તો તેવી સાઠ પળની એક ઘડીનો હીન ઉપયોગ કરવાથી કેટલી હાનિ થવી જોઈએ? એમ જ એક દિન, એક પક્ષ, એક માસ, એક વર્ષ અને અનુક્રમે આખી આયુષ્ય સ્થિતિનો હીન ઉપયોગ એ કેટલી હાનિ અને કેટલાં અશ્રેયનું કારણ થાય એ વિચાર શુકલ હૃદયથી તરત આવી શકશે. સુખ અને આનંદ એ સર્વ પ્રાણી, સર્વ જીવ, સર્વ સત્ત્વ અને સર્વ જંતુને નિરંતર પ્રિય છે, છતાં દુઃખ અને આનંદ ભોગવે છે એનું શું કારણ હોવું જોઈએ ? અજ્ઞાન અને તે વડે જિંદગીનો હીન ઉપયોગ. હીન ઉપયોગ થતો અટકાવવાનો પ્રત્યેક પ્રાણીની ઇચ્છા હોવી જોઈએ, પરંતુ કયા સાધન વડે ? ૬૪૯ અંતમુર્ખદષ્ટિ જે પુરુષોની થઈ છે, તે પુરુષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે કહી છે, કેમ કે અનંતકાળના અધ્યાસવાળા પદાર્થોનો સંગ છે, તે કંઈ પણ દૃષ્ટિને આકર્ષે એવો ભય રાખવા યોગ્ય છે. આવી ભૂમિકામાં આ પ્રકારે ભલામણ ઘટે છે, એમ છે તો પછી વિચારદશા જેની છે એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હોય, તોપણ સ્પષ્ટ સમજી શકાય એમ છે કે મુમુક્ષુ જીવે છે જે પ્રકારે પરઅધ્યાસ થવા યોગ્ય પદાર્થોદિનો ત્યાગ થાય, તે તે પ્રકારે અવશ્ય કરવો ઘટે. જોકે આરંભપરિગ્રહનો ત્યાગ એ સ્થૂળ દેખાય છે તથાપિ અંતર્મુખવૃત્તિનો હેતુ હોવાથી વારંવાર તેનો ત્યાગ ઉપદેશ્યો છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ વચનામૃત પત્ર-૬૦૧ થી ૫૫ જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થવો તેનું નામ શમાવું છે, વસ્તુતાએ બન્ને એક જ છે. જે જે સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અહંવ, મમત્વ શમાવી દીધું, કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં. અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાધ સ્વરૂપ, કેવળ ન્યારો જોયો એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. અનંતકાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણનિવૃત્તિ ન થઈ. સમજાવા અને શમાવાનું જે કોઈ ઐક્ય કરે, તે સ્વાનુભવપદમાં વર્તે તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્ગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં; જાણવાનો પ્રતિબંધક અસત્સંગ, સ્વછંદ અને અવિચાર તેનો રોધ કર્યો નહીં જેથી સમજાવું અને શમાવું તથા બેચનું ઐક્ય ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે. અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તો જીવ સમજીને શમાય, એ નિ:સંદેહ છે. અનંત જ્ઞાની પુરુષ અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ છીએ. સત્સંગ, સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ પદ અત્યંત સાચાં છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે, અને નિઃસંદેહ છે. ૐ ૐ ૐ ૐ ૫૧ શ્રી વેદાંતે નિરૂપણ કરેલાં એવાં મુમુક્ષુ જીવનાં લક્ષણ તથા શ્રી જિને નિરૂપણ કરેલાં એવાં સમ્યગુદષ્ટિ જીવનાં લક્ષણ સાંભળવા યોગ્ય છે; (તથારૂપ યોગ ન હોય તો વાંચવા યોગ્ય છે;) વિશેષપણે મનન કરવા યોગ્ય છે; આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે. પોતાનું ક્ષયોપશમબળ ઓછું જાણીને અહેમમતાદિનો પરાભવ થવાને નિત્ય પોતાનું ન્યૂનપણું દેખવું, વિશેષ સંગ પ્રસંગ સંક્ષેપવા યોગ્ય છે. ઉપર બે અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી જીવ ‘મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી. તે આ પ્રમાણેઃ લૌકિક અને શાસ્ત્રીય'. ક્રમે કરીને સત્સમાગમયોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો મિથ્યાત્વનો ત્યાગ થાય છે, એમ વારંવાર જ્ઞાની પુરુષોએ શાસ્ત્રાદિ દ્વારાએ ઉપદેશ્ય છતાં જીવ તે છોડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે ? તે વાત વિચારવા યોગ્ય છે. ઉપ૮ | સર્વ દુઃખનું મૂળ સંયોગ (સંબંધ) છે એમ જ્ઞાનવંત એવા તીર્થંકરોએ કહ્યું છે. સમસ્ત જ્ઞાની પુરુષોએ એમ દીઠું છે. જે સંયોગ બે પ્રકારે મુખ્યપણે કહ્યો છેઃ “અંતરસંબંધીય, અને બાહ્ય સંબંધીય'. અંતરૂસંયોગનો વિચાર થવાને ; આત્માને બાહ્યસંયોગનો અપરિચય કર્તવ્ય છે, જે અપરિચયની સપરમાર્થ ઇચ્છા જ્ઞાની પુરુષોએ પણ કરી છે. સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. મોટા મુનિઓને જે વેરાગ્યદશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્યદશા તો ગૃહવાસને વિષે જેને પ્રાયે વર્તતી હતી, એવા શ્રી મહાવીર, ઋષભાદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા, એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્ય છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને પરમાર્થસંયમ કહ્યો છે. તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તોના ગ્રહણને વ્યવહારસંયમ' કહ્યો છે. કોઈ જ્ઞાની પુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષા (લક્ષ વગર) એ જે વ્યવહારસંયમમાં જ પરમાર્થસંયમની માન્યતા રાખે તેના વ્યવહાર સંયમનો, તેનો અભિનિવેશ ટાળવા, નિષેધ કર્યો છે. પણ વ્યવહારસંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તા નથી, એમ જ્ઞાની પુરુષોએ કહ્યું નથી. પરમાર્થના કારણભૂત એવા “વ્યવહાર સંયમ'ને પણ પરમાર્થસંયમ કહ્યો છે. ૬૬૪ દેહાભિમાનરહિત એવા પુરુષોને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર જ્ઞાની પુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણે કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગનો ઉપદેશ કર્યો છે, અને ઘણું કરી પોતે પણ એમ વર્યા છે, માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપવૃત્તિ જોઈએ, એમાં સંદેહ નથી. આરંભ પરિગ્રહનો ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે, અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય એ પ્રકારે મુમુક્ષુ જીવે પોતાના ચિત્તમાં વિશેષ વિચાર-અંકુર ઉત્પન્ન કરી કંઈ પણ તથારૂપ ફળ આણવું ઘટે. જો તેમ કરવામાં ન આવે તો તે જીવને મુમુક્ષતા નથી, એમ પ્રાયે કહી શકાય. - આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થયો હોય તો યથાર્થ કહેવાય તે પ્રથમ વિચાર કરી પછી ઉપર કહ્યો તે વિચાર-અંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કરવા યોગ્ય છે. ઉપ ઉત્કૃષ્ટ સંપત્તિનાં ઠેકાણાં જે ચક્રવર્યાદિ પદ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે; અથવા પ્રારબ્ધોદયે વાસ થયો તોપણ અમૂર્ષિતપણે અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધોદય સમજીને વર્યા કરે છે; અને ત્યાગનો લક્ષ રાખ્યો છે. મહાત્મા બુદ્ધ (ગૌતમ) જરા, દારિદ્રચ, રોગ અને મૃત્યુ એ ચારને એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ ઉપાયે અજિત દેખી, જેને વિષે તેની ઉત્પત્તિનો હેતુ છે, એવા સંસારને છોડીને ચાલ્યા જતા હતા. શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપામ્યો છે; અને સર્વ જીવોને તે ઉપાય ઉપદેશ્યો છે. તે આત્મજ્ઞાન દુર્ગખ્ય પાયે દેખીને નિષ્કારણ કરૂણાશીલ એવા તે સપુરુષોએ ભક્તિમાર્ગ પ્રકાશ્યો છે, જે સર્વ અશરણને નિશ્ચળ શરણરૂપ છે, અને સુગમ છે. ઉ૭ જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તોપણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, તે જ્ઞાની પુરુષોનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે. જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી. તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદ્ગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી. તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રયભાવના નિત્ય કર્તવ્ય છે. સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે; એ સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી યોગ્ય છે. ઉ૭૦ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ વચનામૃત પત્ર-૬૦૧ થી ૯૫૫ | સર્વસંગપરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતો નથી. કેમ કે જ્યાં સુધી અંતર પરિણતિ પર દૃષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગપરિત્યાગ પણ નામ માત્ર થાય છે; અને તેવા અવસરમાં પણ અંતરપરિણતિ પર દૃષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે, તો પછી આવા ગૃહવ્યવહારને વિષે લોકિક અભિનિવેશપૂર્વક રહી અંતર પરિણતિ પર દૃષ્ટિ દેવાનું બનવું કેટલું દુઃસાધ્ય હોવું જોઈએ તે વિચારવા યોગ્ય છે. વળી તેવા વ્યવહારમાં રહી જીવે અંતરપરિણતિ પર કેટલું બળ રાખવું જોઈએ તે પણ વિચારવા યોગ્ય છે, અને અવશ્ય તેમ કરવા યોગ્ય છે. વધારે શું લખીએ ? જેટલી પોતાની શક્તિ હોય તે સર્વ શક્તિથી એક લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને, કંઈ પણ અપૂર્વ નિરાવરણપણું દેખાતું નથી માટે સમજણનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને, જે પ્રકારે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે સતત જાગ્રત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી, અને રાત્રિદિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે; અને તેને માટે સત્સંગ, સશાસ્ત્ર અને સરળતાદિ નિજગુણો ઉપકારભૂત છે, એમ વિચારીને તેનો આશ્રય કરવો યોગ્ય છે. ઉ૭૭ જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો ? હે કૃપાળુતારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે. કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરૂણાશીલ એવું અમારું હૃદય રડે છે. વર્તમાન વિદ્યમાન વીરને ભૂલી જઈ, ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય ? ઓ દુષમકાળના દુર્ભાગી જીવો ! ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે. સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની વિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવું? આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્માસ્વરૂપ થયા છીએ. આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. ૐ શ્રી મહાવીર (અંગત) ઉ૮૦ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક આ જીવને દેહસંબંધ હોઈને મૃત્યુ ન હોત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડવાનો અભિપ્રાય થાત નહીં. મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાર્થરૂપ બીજે સ્થાનકે વૃત્તિ પ્રેરી છે, તે પણ કોઈક વિરલા જીવને પ્રેરિત થઈ છે, ઘણા જીવોને તો બાહ્ય નિમિત્તથી મૃત્યુભય પરથી બાહ્ય ક્ષણિક વૈરાગ્ય પ્રાપ્ત થઈ વિશેષ કાર્યકારી થયા વિના નાશ પામે છે; માત્ર કોઈક વિચારવાનું અથવા સુલભબોધી કે હળુકર્મી જીવને તે ભય પરથી અવિનાશી નિઃશ્રેય પદ પ્રત્યે વૃત્તિ થાય છે. મૃત્યુભય હોત તોપણ તે મૃત્યુ વૃદ્ધાવસ્થાએ નિયમિત પ્રાપ્ત થતું હોત તોપણ જેટલા પૂર્વે વિચારવાનો થયા છે, તેટલા ન થાત, અર્થાત્ વૃદ્ધાવસ્થા સુધી તો મૃત્યુનો ભય નથી એમ દેખીને, પ્રમાદ સહિત વર્તત; મૃત્યુનું અવશ્ય આવવું દેખીને, તથા તેનું અનિયમિતપણે આવવું દેખીને, તે પ્રસંગ પ્રાપ્ત થયે, સ્વજનાદિ સૌથી અરક્ષણપણું દેખીને, પરમાર્થ વિચારવામાં અપ્રમત્તપણે જ હિતકારી લાગ્યું, અને સર્વસંગનું અહિતકારીપણું લાગ્યું. વિચારવાન પુરુષોનો તે નિશ્ચય નિઃસંદેહ સત્ય છે; ત્રણે કાળ સત્ય છે. મૂછભાવનો ખેદ ત્યાગીને અસંગભાવપ્રત્યયી ખેદ વિચારવાનને કર્તવ્ય છે. જો આ સંસારને વિષે આવા પ્રસંગોનો સંભવ ન હોત, પોતાને અથવા પરને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હોત, અશરણાદિપણું ન હોત તો પંચવિષયનાં સુખસાધનનું કશું ન્યૂનપણું પ્રાયે નહોતું, એવા શ્રી ઋષભદેવાદિ પરમપુરુષો, અને ભરતાદિ ચક્રવર્યાદિઓ તેનો શા કારણે ત્યાગ કરત? એકાંત અસંગપણું શા કારણે ભજત? ૬૮૯ દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમ કે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. - ૬૨ જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે; પરમાવગાઢદશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણાં સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિપરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે; અથવા ઊર્ધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી. Page #169 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત પત્ર-૬૦૧ થી ૯૫૫ ક્રિયામાર્ગે અસઅભિમાન, વ્યવહારઆગ્રહ, સિદ્ધિમોહ, પૂજાસત્કારાદિ યોગ, અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષોનો સંભવ રહ્યો છે. ૧૫૨ કોઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે, અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમપુરુષ સદ્ગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંઘ દીઠું છે, અને તેમ જ વર્ચ્યા છે, તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ; નહીં તો ચિંતામણિ જેવો જેનો એક સમય છે એવો મનુષ્યદેહ ઊલટો પરિભ્રમણવૃદ્ધિનો હેતુ થાય. ૬૯૩ શરીર કોનું છે ? મોહનું છે. માટે અસંગભાવના રાખવી યોગ્ય છે. ܀܀܀ ૭૦૦ વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે એક વસ્ત્ર લોહીથી કરીને રંગાયું. તેને જો લોહીથી ધોઈએ તો તે ધોઈ શકાનાર નથી; પરંતુ વિશેષ રંગાય છે. જો પાણીથી એ વસ્ત્ર ધોઈએ તો તે મલિનતા જવાનો સંભવ છે. એ દષ્ટાંત પરથી આત્મા પર વિચાર લઈએ. આત્મા અનાદિકાળથી સંસારરૂપી લોહીથી મિલન થયો છે. મિલનતા રોમ રોમ ઊતરી ગઈ છે ! એ મલિનતા આપણે વિષય શૃંગારથી ટાળવા ધારીએ તો તે ટળી શકે નહીં. લોહીથી જેમ લોહી ધોવાતું નથી, તેમ શૃંગારથી કરીને વિષયજન્ય આત્મમલિનતા ટળનાર નથી એ જાણે નિશ્ચયરૂપ છે. અનેક ધર્મમતો આ જગતમાં ચાલે છે, તે સંબંધી અપક્ષપાતે વિચાર કરતાં આગળથી આટલું વિચારવું અવશ્યનું છે કે, જ્યાં સ્ત્રીઓ ભોગવવાનો ઉપદેશ કર્યો હોય, લક્ષ્મીલીલાની શિક્ષા આપી હોય, રંગ, રાગ, ગુલતાન અને એશઆરામ કરવાનું તત્ત્વ બતાવ્યું હોય ત્યાંથી આપણા આત્માની સાંતિ નથી. કારણ એ ધર્મમત ગણીએ તો આખો સંસાર ધર્મમતયુક્ત જ છે. પ્રત્યેક ગૃહસ્થનું ઘર એ જ યોજનાથી ભરપૂર હોય છે. છોકરાંછૈયાં, સ્ત્રી, રંગ, રાગ, તાન, ત્યાં જામ્યું પડ્યું હોય છે. અને તે ઘર ધર્મમંદિર કહેવું, તો પછી અધર્મસ્થાનક કર્યું ? અને જેમ વર્તીએ છીએ તેમ વર્તવાથી ખોટું પણ શું ? કોઈ એમ કહે કે પેલાં ધર્મમંદિરમાં તો પ્રભુની ભક્તિ થઈ શકે છે તો તેઓને માટે ખેદપૂર્વક આટલો જ ઉત્તર દેવાનો છે કે, તે પરમાત્મતત્ત્વ અને તેની વૈરાગ્યમય ભક્તિને જાણતા નથી. ગમે તેમ હો પણ આપણે આપણા મૂળ વિચાર પર આવવું જોઈએ. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ આત્મા સંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે. તે મલિનતાનો ક્ષય વિશુદ્ધ ભાવ જળથી હોવો જોઈએ. અદ્વૈતના કહેલાં તત્ત્વરૂપ સાબુ અને વૈરાગ્યરૂપી જળથી ઉત્તમ આચારરૂપ પથ્થર પર રાખીને આત્મવસ્ત્રને ધોનાર નિગ્રંથ ગુરુ છે. આમાં જો વૈરાગ્યજળ ન હોય તો બધાં સાહિત્યો કંઈ કરી શકતાં નથી; માટે વૈરાગ્યને ધર્મનું સ્વરૂપ કહી શકાય. યદિ અત્યંત પ્રણીત તત્ત્વ વૈરાગ્ય જ બોધે છે, તો તે જ ધર્મનું સ્વરૂપ એમ ગણવું. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક લૌકિક દષ્ટિ અને અલૌકિક (લોકોત્તર) દષ્ટિમાં મોટો ભેદ છે, અથવા એકબીજી દષ્ટિ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી છે. લૌકિક દષ્ટિમાં વ્યવહાર (સાંસારિક કારણો)નું મુખ્યપણું છે, અને અલૌકિક દષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. માટે અલૌકિક દષ્ટિને લૌકિક દષ્ટિના ફળની સાથે પ્રાયે (ઘણું કરીને) મેળવવી યોગ્ય નહીં. જૈન અને બીજા બધા માર્ગમાં ઘણું કરીને મનુષ્યદેહનું વિશેષ માહાભ્ય કહ્યું છે. એટલે મોક્ષસાધનના કારણરૂપ હોવાથી તેને ચિંતામણિ જેવો કહ્યો છે, તે સત્ય છે. પણ જો તેથી મોક્ષસાધન કર્યું તો જ તેનું એ માહાભ્ય છે, નહીં તો પશુના દેહ જેટલીયે વાસ્તવિક દષ્ટિથી તેની કિંમત દેખાતી નથી. મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર મુખ્યપણે લૌકિક દષ્ટિનો છે, પણ તે દેહ પામીને અવશ્ય મોક્ષસાધન કરવું, અથવા તે સાધનનો નિશ્ચય કરવો, એ વિચાર મુખ્યપણે અલૌકિક દષ્ટિનો છે. ઉત્તમ સંસ્કારવાળા પુરુષો ગૃહસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે તેથી મનુષ્યની વૃદ્ધિ અટકે તેથી મોક્ષસાધનનાં કારણ અટકે એ વિચારવું અલ્પ દષ્ટિથી યોગ્ય દેખાય, પણ તથારૂપ ત્યાગ વૈરાગ્યનો યોગ પ્રાપ્ત થયે, મનુષ્યદેહનું સફળપણું થવા અર્થે, તે યોગનો અપ્રમત્તપણે વિલંબ વગર લાભ પ્રાપ્ત કરવો, તે વિચાર તો પૂર્વાપર અવિરુદ્ધ અને પરમાર્થદષ્ટિથી સિદ્ધ કહેવાય. આયુષ્ય સંપૂર્ણ છે તથા આપણે સંતતિ થાય તો તેઓ મોક્ષસાધન કરશે એવો નિશ્ચય કરી, સંતતિ થશે જ એવું માન્ય રાખી, પાછો આવો ને આવો ત્યાગ પ્રકાશિત થશે, એવું ભવિષ્ય કલ્પીને આશ્રમપૂર્વક પ્રવર્તવાનું કયો વિચારવાન એકાંતે યોગ્ય. ગણે ? પોતાના વૈરાગ્યમાં મંદપણું ન હોય, અને જ્ઞાનીપુરુષ જેને ત્યાગ કરવા યોગ્ય ગણતા હોય, તેણે બીજાં મનોરથમાત્ર કારણોનો અથવા અનિશ્ચિત કારણોનો વિચાર છોડી દઈ નિશ્ચિત અને પ્રાપ્ત ઉત્તમ કારણનો આશ્રય કરવો એ જ ઉત્તમ છે, અને એ જ મનુષ્યપણાનું સાર્થક છે; બાકી વૃદ્ધિ આદિની તો કલ્પના છે; ખરેખરો મોક્ષમાર્ગ નાશ કરી માત્ર મનુષ્યની વૃદ્ધિ કરવાની કલ્પના કર્યા જેવું કરીએ તો બને. વૃત્તિઆદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતો હોય તોપણ કરવો ઘટે. વિશેષતા એટલી કે તે અભિમાન પર નિરંતર ખેદ રાખવો. તેમ બને તો ક્રમે કરીને વૃત્તિઆદિનો સંક્ષેપ થાય, અને તે સંબંધી અભિમાન પણ સંક્ષેપ થાય. ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણાદિ ભાવ નિર્મળ થાય. તે સત્ય છે, તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોળાં ન પડે કે ઓછાં ન થાય. મૂળસહિત છેદ તો જ્ઞાન કરીને થાય, પણ કષાયાદિનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે; અને તે વિચારને વૈરાગ્ય (ભોગ પ્રત્યે અનાસકિત) તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે, એમ જાણી તેનો નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે. સપુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતો નથી; અને પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સપુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની “અનન્ય આશ્રયભક્તિ' પરિણામ પામેથી, થાય છે. ઘણું કરી એકબીજાં કારણોને અન્યોન્યાશ્રય જેવું છે. કયાંક કોઈનું મુખ્યપણું છે, ક્યાંક કોઈનું મુખ્યપણું છે, તથાપિ એમ તો અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને પુરુષની આશ્રયભક્તિ' અહંભાવાદિ છેદવાને માટે અને અલ્પકાળમાં વિચારદશા પરિણામ પામવાને ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ વચનામૃત પત્ર-૧૦૧ થી ૯૫૫ ઘણું કરીને પુરુષને વચને આધ્યાત્મિકશાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે, કેમ કે પરમાર્થઆત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સપુષમાં વર્તે છે. મુમુક્ષુએ જો કોઈ પુરુષનો આશ્રય પ્રાપ્ત થયો હોય તો પ્રાયે જ્ઞાનની યાચના કરવી ન ઘટે, માત્ર તથારૂપ વૈરાગ્ય ઉપશમાદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે. તે યોગ્ય પ્રકારે સિદ્ધ થયે જ્ઞાનનો ઉપદેશ સુલભપણે પરિણમે છે, અને યથાર્થ વિચાર તથા જ્ઞાનનો હેતુ થાય છે. ૭૦૬ ૧. હે નાથ ! કાં ધર્મોન્નતિ કરવારૂપ ઇચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાઓ; કાં તો તે ઇચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ. અવશ્ય કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે. કેમ કે અલ્પ અલ્પ વાતમાં મતભેદ બહુ છે, અને તેનાં મૂળ ઘણાં ઊંડાં ગયેલાં છે. મૂળમાર્ગથી લોકો લાખો ગાઉ દૂર છે એટલું જ નહીં પણ મૂળમાર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવવી હોય, તોપણ ઘણા કાળનો પરિચય થયે પણ થવી કઠણ પડે એવી તેમની દુરાગ્રહાદિથી જડપ્રધાન દશા વર્તે છે. ૨. ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરું છું: બોધબીજનું સ્વરૂપનિરૂપણ મૂળમાર્ગ પ્રમાણે ઠામ ઠામ થાય. ઠામ ઠામ મતભેદથી કંઈ જ કલ્યાણ નથી એ વાત ફેલાય. પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞાએ ધર્મ છે એમ વાત લક્ષમાં આવે. દ્રવ્યાનુયોગ,-આત્મવિદ્યાપ્રકાશ થાય. ત્યાગ વૈરાગ્યના વિશેષપણાથી સાધુઓ વિચરે. નવતત્ત્વપ્રકાશ. સાધુધર્મપ્રકાશ. શ્રાવકધર્મપ્રકાશ. વિચાર. ઘણા જીવોને પ્રાપ્તિ ૭૦૯ આત્મા आत्मा સચ્ચિદાનંદ सच्चिदानंद જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું. નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ, ચૈતન્યઘન, પ્રગટ આત્મસ્વરૂપ છે. સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. જે સર્વને જાણે છે તે આત્મા છે. જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે. ઉપયોગમય આત્મા છે. અવ્યાબાધ સમાધિસ્વરૂપ આત્મા છે. આત્મા છે. આત્મા અત્યંત પ્રગટ છે, કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. તે આત્મા નિત્ય છે, અનુત્પન્ન અને અમલિન સ્વરૂપ હોવાથી. ભ્રાંતિપણે પરભાવનો કર્તા છે. તેના ફળનો ભોક્તા છે. ભાન થયે સ્વભાવપરિણામી છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક સર્વથા સ્વભાવ પરિણામ તે મોક્ષ છે. સદગુરુ, સત્સંગ, સન્શાસ્ત્ર, સદ્વિચાર અને સંયમાદિ તેનાં સાધન છે. આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીનાં પદ સાચાં છે, અત્યંત સાચાં છે, કેમ કે પ્રગટ અનુભવમાં આવે છે. ભ્રાંતિપણે આત્મા પરભાવનો કર્યા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભોગવે છે. ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીના સર્વ જૂનાવિક પર્યાય ભોગવવારૂપ ક્ષેત્ર અવશ્ય છે. નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે સખ્યત્ત્વ છે. નિરંતર તે પ્રતીતિ વર્ચા કરે તે ક્ષાયિક સખ્યત્વ કહીએ છીએ. કવચિત્ મંદ, ક્વચિત્ તીવ્ર, કવચિત્ વિસર્જન, ક્વચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને ક્ષયોપશમાં સમ્યક્ત્વ કહીએ છીએ, તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી, ત્યાં સુધી ઉપશમ સમ્યક્ત્વ કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમ્યકત્વ કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુગલનું વેદવું જ્યાં રહ્યું છે તેને વેદક સમ્યક્ત્વ કહીએ છીએ. તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી અહેમમત્વાદિ, હર્ષ, શોક ક્રમે કરી ક્ષય થાય. મનરૂપ યોગમાં તારતમ્યસહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે. અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે સ્વભાવસ્થિતિ પામે છે. નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાય કર્મના ક્ષયે પ્રગટે કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન છે....... કેવળજ્ઞાન છે. ૭૧૦ જેણે જેણે સદ્ગુરુને વિષે તથા તેમની દશાને વિષે વિશેષપણું દીઠું છે, તેને તેને ઘણું કરીને અહંભાવ તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગોમાં ઉદય થતો નથી; અથવા તરત સમાય છે. તે અહંભાવને જો આગળથી ઝેર જેવો પ્રતીત કર્યો હોય, તો પૂર્વાપર તેનો સંભવ ઓછો થાય. કંઈક અંતરમાં ચાતુર્યાદિ ભાવે મીઠાશ સૂક્ષ્મપરિણતિએ પણ રાખી હોય, તો તે પૂર્વાપર વિશેષતા પામે છે; પણ ઝેર જ છે, નિશ્ચય ઝેર જ છે, પ્રગટ કાળકૂટ ઝેર છે, એમાં કોઈ રીતે સંશય નથી; અને સંશય થાય, તો તે સંશય માનવો નથી; તે સંશયને અજ્ઞાન જ જાણવું છે, એવી તીવ્ર ખારાશ કરી મૂકી હોય, તો તે અહંભાવ ઘણું કરી બળ કરી શકતો નથી. વખતે તે અહંભાવને રોકવાથી નિરહંભાવતા થઈ તેનો પાછો અહંભાવ થઈ આવવાનું બને છે, તે પણ આગળ ઝેર, ઝેર અને ઝેર માની રાખી વર્તાયું હોય તો આત્માર્થને બાધ ન થાય. ૭૧૬ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ વચનામૃત પત્ર-૧૦૧ થી ૫૫ સપુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યફપરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે. અનંત વાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. ૭૧૯ લોકની દૃષ્ટિને જ્યાં સુધી આ જીવ તમે નહીં તથા તેમાંથી અંતવૃત્તિ છૂટી ન જાય ત્યાં સુધી જ્ઞાનીની દષ્ટિનું વાસ્તવિક માહાસ્ય લક્ષગત ન થઈ શકે એમાં શંકા નથી. ૭૨૩ જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણિરત્નતુલ્ય કહ્યું છે, તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતાં તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણિરત્નથી પરમ માહાલ્યવાન અને મૂલ્યવાન દેખાય છે અને જો દેદાર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો તો એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિઃસંદેહ દેખાય છે. ૭૫ દેહનું અને પ્રારબ્ધોદય જ્યાં સુધી બળવાન હોય ત્યાં સુધી દેહ સંબંધી કુટુંબ, કે જેનું ભરણપોષણ કરવાનો સંબંધ છૂટે તેવો ન હોય અર્થાત્ આગારવાસપર્યત જેનું ભરણપોષણ કરવું ઘટતું હોય તેનું ભરણપોષણ માત્ર મળતું હોય તો તેમાં સંતોષ પામીને મુમુક્ષુ જીવ આત્મહિતનો જ વિચાર કરે, તથા પુરુષાર્થ કરે. દેહ અને દેહસંબંધી કુટુંબના માહાભ્યાદિ અર્થે પરિગ્રહાદિની પરિણામપૂર્વક સ્મૃતિ પણ ન થવા દે; કેમ કે તે પરિગ્રહાદિની પ્રાપ્તિ આદિ કાર્ય એવાં છે, કે આત્મહિતનો અવસર જ ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે. ૭૨૬ આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, બળવીર્યની હીનતા, એવાં કારણોથી રહિત કોઈક જ જીવ હશે, એવા આ કાળને વિષે પૂર્વે ક્યારે પણ નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો, નહીં આરાધેલો તથા નહીં સ્વભાવસિદ્ધ થયેલો એવો “માર્ગ” પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી; તથાપિ જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ રાખ્યો જ નથી તે આ કાળને વિષે પણ અવશ્ય તે માર્ગને પામે છે. ૭૨૭ સર્વ દેહધારી જીવો મરણ પાસે શરણરહિત છે. માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી તેનું મમત્વ છેદીને નિજસ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિને પામ્યા છે તે જ જીવ તે મરણકાળે શરણસહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી, અથવા મરણકાળે દેહના મમત્વભાવનું અલ્પત્વ હોવાથી પણ નિર્ભય વર્તે છે. દેહ છૂટવાનો કાળ અનિયત હોવાથી વિચારવાન પુરુષો અપ્રમાદપણે પ્રથમથી જ તેનું મમત્વ નિવૃત્ત કરવાનો અવિરુદ્ધ ઉપાય સાધે છે; અને એ જ તમારે, અમારે, સૌએ લક્ષ રાખવા યોગ્ય છે. પ્રીતિબંધનથી ખેદ થવા યોગ્ય છે, તથાપિ એમાં બીજો કોઈ ઉપાય નહીં હોવાથી તે ખેદને વૈરાગ્યસ્વરૂપમાં પરિણમન કરવો એ જ વિચારવાનને કર્તવ્ય છે. ૭૨૮ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક જો સફળતાનો માર્ગ સમજાય તો આ મનુષ્યદેહનો એક સમય પણ સર્વોત્કૃષ્ટ ચિંતામણિ છે, એમાં સંશય નથી. ૭૩૦ વૃત્તિનો લક્ષ તથારૂપ સર્વસંગપરિત્યાગ પ્રત્યે વર્તતો છતાં જે મુમુક્ષુને પ્રારબ્ધવિશેષથી તે યોગનો અનુદાય રહ્યા કરે, અને કુટુંબાદિનો પ્રસંગ તથા આજીવિકાદિ કારણે પ્રવૃત્તિ રહે, જે યથાન્યાયથી કરવી પડે, પણ તે ત્યાગના ઉદયને પ્રતિબંધક જાણી સખેદપણે કરે તે મુમુક્ષુએ પૂર્વોપાર્જિત શુભાશુભ કર્માનુસાર આજીવિકાદિ પ્રાપ્ત થશે એમ વિચારી માત્ર નિમિત્તરૂપ પ્રયત્ન કરવું ઘટે, પણ ભયાકુળ થઈ ચિંતા કે ન્યાયત્યાગ કરવાં ન ઘટે, કેમ કે તે તો માત્ર વ્યામોહ છે; એ શમાવવા યોગ્ય છે. પ્રાપ્તિ શુભાશુભ પ્રારબ્ધાનુસાર છે. પ્રયત્ન વ્યાવહારિક નિમિત્ત છે, એટલે કરવું ઘટે, પણ ચિંતા તો માત્ર આત્મગુણરોધક છે. ૭૩૧ "આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણા પ્રકારે રોધક છે, અથવા સત્સમાગમના યોગમાં એક વિશેષ અંતરાયનું કારણ જાણીને તેના ત્યાગરૂપે બાહ્યસંયમ જ્ઞાનીપુરૂષોએ ઉપદેશ્યો છે, જે પ્રાયે તમને પ્રાપ્ત છે. વળી યથાર્થ ભાવસંયમની જિજ્ઞાસાથી પ્રવર્તે છો, માટે અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો જાણી સાસ્ત્ર, અપ્રતિબંધતા, ચિત્તની એકાગ્રતા, સપુરુષનાં વચનોની અનુપ્રેક્ષા દ્વારા તે સફળ કરવી યોગ્ય છે. ૭૩૨ વિષમભાવનાં નિમિત્તો બળવાનપણે પ્રાપ્ત થયાં છતાં જે જ્ઞાની પુરુષ અવિષમ ઉપયોગે વર્યા છે, વર્તે છે, અને ભવિષ્યકાળે વર્તે તે સર્વને વારંવાર નમસ્કાર. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એશ્વર્ય, એ જેમાં સહેજે સમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર. એ જ ધ્યાન. ૭૩૫ રાગદ્વેષનાં પ્રત્યક્ષ બળવાન નિમિત્તા પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિત્માત્ર પણ ક્ષોભ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહા નિર્જરા થાય, એમાં સંશય નથી. ૭૩૬ મોહનીયનું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મોહિનીએ મહા મુનીશ્વરોને પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિસિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે; શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે. નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, આત્મસ્વભાવમાં રમણતા કરવી, માત્ર દ્રષ્ટાભાવે રહેવું, એવો શાનીનો ઠામ ઠામ બોધ છે; તે બોધ યથાર્થ પ્રાપ્ત થયે આ જીવનું કલ્યાણ થાય. ૭૪૬ જ્ઞાનનું ફળ વિરતિ છે.' વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવનાં કાર્યોનો અને વિભાવનાં ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે. ૭૪૯ ૧.સાધુ પ્રત્યે Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ વચનામૃત પત્ર-૧૦૧ થી ૫૫ આત્મસિદ્ધિમાં કહેલા સમકિતના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે. આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમકિત ઉપદેશ્યાં છેઃ(૧) આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વછંદનિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે. (૨) પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે સમકિતનો બીજો પ્રકાર કહ્યો છે. (૩) નિર્વિકલ્પ પરમાર્થઅનુભવ તે સમકિતનો ત્રીજો પ્રકાર કહ્યો છે. પહેલું સમકિત બીજા સમકિતનું કારણ છે. બીજું સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણે સમકિત વીતરાગ પુષે માન્ય કર્યા છે. ત્રણે સમકિત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે; ભક્તિ કરવા યોગ્ય કેવળજ્ઞાન ઊપજવાના છેલ્લા સમય સુધી સસ્પષનાં વચનનું અવલંબન વીતરાગે કહ્યું છે; અર્થાત્ બારમા ક્ષીણમોહગુણસ્થાનક પર્યત શ્રુતજ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતાં કરતાં તે નિર્મળતા સંપૂર્ણતા પામ્યું “કેવળજ્ઞાન’ ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સત્પરુષે ઉપદેશેલો માર્ગ આધારભૂત છે; એમ કહ્યું છે તે નિઃસંદેહ સત્ય છે. ૭પ૧ લેશ્યા :- જીવના કૃષ્ણાદિ દ્રવ્યની પેઠે ભાસ્યમાન પરિણામ. અધ્યવસાય :- વેશ્યા પરિણામની કંઈક સ્પષ્ટપણે પ્રવૃત્તિ. સંકલ્પ - કંઈ પણ પ્રવૃત્તિ કરવાનો નિર્ધારિત અધ્યવસાય. વિકલ્પ - કંઈ પણ પ્રવૃત્તિ કરવાનો અપૂર્ણ અનિર્ધારિત, સંદેહાત્મક અધ્યવસાય. સંજ્ઞા :- કંઈ પણ આગળ પાછળની ચિતવનશક્તિવિશેષ અથવા સ્મૃતિ. પરિણામ:- જળના દ્રવણસ્વભાવની પેઠે દ્રવ્યની કથંચિત્ અવસ્થાંતર પામવાની શક્તિ છે, તે અવસ્થાતરની વિશેષ ધારા, તે પરિણતિ. અજ્ઞાન :- મિથ્યાત્વસહિત મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન હોય તો તે “અજ્ઞાન.” વિર્ભાગજ્ઞાન :- મિથ્યાત્વસહિત અતીન્દ્રિયજ્ઞાન હોય તે ‘વિર્ભાગજ્ઞાન.” વિજ્ઞાન :- કંઈ પણ વિશેષપણે જાણવું તે વિજ્ઞાન”. ઉપર અત્યંત સુપ્રસિદ્ધ છે કે પ્રાણીમાત્રને દુઃખ પ્રતિકૂળ, અપ્રિય અને સુખ અનુકૂળ, તથા પ્રિય છે. તે દુઃખથી રહિત થવા માટે અને સુખની પ્રાપ્તિ માટે પ્રાણીમાત્રનું પ્રયત્ન છે. પ્રાણીમાત્રનું એવું પ્રયત્ન છતાં પણ તેઓ દુઃખનો અનુભવ જ કરતાં દષ્ટિગોચર થાય છે. કવચિત્ કંઈક સુખના અંશ કોઈક પ્રાણીને પ્રાપ્ત થયા દેખાય છે, તોપણ દુઃખની બાહુલ્યતાથી કરીને જોવામાં આવે છે. પ્રાણીમાત્રને દુખ અપ્રિય હોવા છતાં, વળી તે મટાડવાને અર્થે તેનું પ્રયત્ન છતાં તે દુઃખ મટતું નથી, તો પછી તે દુઃખ ટાળવાનો કોઈ ઉપાય જ નહીં એમ સમજાય છે; કેમકે બધાનું પ્રયત્ન નિષ્ફળ જાય તે વાત નિરુપાય જ હોવી જોઈએ, એમ અત્રે આશંકા થાય છે. તેનું સમાધાન આ પ્રમાણે છે :- દુઃખનું સ્વરૂપ યથાર્થ ન સમજાવાથી, તે થવાનાં મૂળ કારણો શું છે અને તે શાથી મટી શકે તે યથાર્થ ન સમજાવાથી, દુખ મટાડવા સંબંધીનું તેમનું પ્રયત્ન સ્વરૂપથી અયથાર્થ હોવાથી દુઃખ મટી શકતું નથી. ૫૯. Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૧૫૯ સર્વ દુઃખનો આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ પરમહિત છે. વીતરાગસન્માર્ગ તેનો સદુપાય છે. તે સન્માર્ગનો આ પ્રમાણે સંક્ષેપ છેઃ સમ્યગ્દર્શન, સમ્યક્જ્ઞાન, અને સમ્યક્રચારિત્રની એકત્રતા તે ‘મોક્ષમાર્ગ છે. સર્વજ્ઞના જ્ઞાનમાં ભાસ્યમાન તત્ત્વોની સમ્યક્પ્રતીતિ થવી તે ‘સમ્યક્દર્શન' છે. તે તત્ત્વનો બોધ થવો તે ‘સમ્યજ્ઞાન’ છે. ઉપાદેય તત્ત્વનો અભ્યાસ થવો તે ‘સભ્યચારિત્ર' છે. શુદ્ધ આત્મપદ સ્વરૂપ એવા વીતરાગપદમાં સ્થિતિ થવી તે એ ત્રણેની એકત્રતા છે. સર્વજ્ઞદેવ, નિગ્રંથગુરુ અને સર્વજ્ઞોપદિષ્ટ ધર્મની પ્રતીતિથી તત્ત્વપ્રતીતિ થાય છે. સર્વ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, સર્વ મોહ અને સર્વ વીર્યાદિ અંતરાયનો ક્ષય થવાથી આત્માનો સર્વજ્ઞવીતરાગ સ્વભાવ પ્રગટે છે. નિગ્રંથપદના અભ્યાસનો ઉત્તરોત્તર ક્રમ તેનો માર્ગ છે. તેનું રહસ્ય સર્વજ્ઞોપદિષ્ટ ધર્મ છે. સર્વજ્ઞે કહેલું ગુરુ ઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણીને, સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરો. જેમ જેમ ધ્યાનવિશુદ્ધિ તેમ તેમ જ્ઞાનાવરણીયનો ક્ષય થશે. ૭૬૨ પોતાની કલ્પનાથી તે ધ્યાન સિદ્ધ થતું નથી. જ્ઞાનમય આત્મા જેમને પરમોત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયો, અને જેમણે પરદ્રવ્યમાત્ર ત્યાગ કર્યું છે, તે દેવને નમન હો ! નમન હો ! બાર પ્રકારના, નિદાનરહિત તપથી કર્મની નિર્જરા, વૈરાગ્યભાવનાભાવિત, અહંભાવરહિત એવા જ્ઞાનીને થાય છે. તે નિર્જરા પણ બે પ્રકારની જાણવી : સ્વકાલપ્રાપ્ત, અને તપથી. એક ચારે ગતિમાં થાય છે, બીજી વ્રતધારીને જ હોય છે. જેમ જેમ ઉપશમની વૃદ્ધિ થાય તેમ તેમ તપ કરવાથી કર્મની ઘણી નિર્જરા થાય. તે નિર્જરાનો ક્રમ કહે છે. મિથ્યાદર્શનમાં વર્તતો પણ થોડા વખતમાં ઉપશમ સમ્યક્દર્શન પામવાનો છે એવા જીવ કરતાં અસંયત સભ્યદૃષ્ટિને અસંખ્યાતગુણ નિર્જરા, તેથી દેશવિરતિ, તેથી સર્વવિરતિ જ્ઞાનીને, તેથી (અપૂર્ણ) ૭૬૩ હે જીવ ! આટલો બધો પ્રમાદ શો ? શુદ્ધ આત્મપદની પ્રાપ્તિને અર્થે વીતરાગ સન્માર્ગની ઉપાસના કર્તવ્ય છે. સર્વજ્ઞદેવ. શુદ્ધ આત્મદૃષ્ટિ થવાનાં અવલંબન છે. નિગ્રંથ ગુરુ. દયા મુખ્ય ધર્મ. સર્વજ્ઞે અનુભવેલો એવો શુદ્ધઆત્મપ્રાપ્તિનો ઉપાય શ્રી ગુરુ વડે જાણીને, તેનું રહસ્ય ધ્યાનમાં લઈને આત્મપ્રાપ્તિ કરો. ७५४ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ વચનામૃત પત્ર-૧૦૧ થી ૫૫ જ્ઞાન જીવનું રૂપ છે માટે તે અરૂપી છે, ને જ્ઞાન વિપરીતપણે જાણવાનું કાર્ય કરે છે, ત્યાં સુધી તેને અજ્ઞાન કહેવું એવી નિગ્રંથ પરિભાષા કરી છે, પણ એ સ્થળે જ્ઞાનનું બીજું નામ જ અજ્ઞાન છે એમ જાણવું. જ્ઞાનનું બીજું નામ અજ્ઞાન હોય તો જેમ જ્ઞાનથી મોક્ષ થાય એમ કહ્યું છે, તેમ અજ્ઞાનથી પણ મોક્ષ થવો જોઈએ; તેમ જ મુક્ત જીવમાં પણ જ્ઞાન કહ્યું છે; તેમ અજ્ઞાન પણ કહેવું જોઈએ, એમ આશંકા કરી છે, તેનું આ પ્રમાણે સમાધાન છે આંટી પડવાથી ગૂંચાયેલું સૂત્ર અને આંટી નીકળી જવાથી વગર ગૂંચાયેલું સૂત્ર એ બન્ને સૂત્ર જ છે; છતાં આંટીની અપેક્ષાથી ગૂંચાયેલું સૂત્ર, અને વગર ગૂંચાયેલું સૂત્ર એમ કહેવાય છે, તેમ મિથ્યાત્વજ્ઞાન તે “અજ્ઞાન અને “સમ્યકજ્ઞાન' તે “જ્ઞાન” એમ પરિભાષા કરી છે, પણ મિથ્યાત્વજ્ઞાન તે જડ અને સમ્યકજ્ઞાન તે ચેતન એમ નથી. જેમ આંટીવાળું સૂત્ર અને આંટી વગરનું સૂત્ર બન્ને સૂત્ર જ છે, તેમ મિથ્યાત્વજ્ઞાનથી સંસારપરિભ્રમણ થાય અને સમ્યકજ્ઞાનથી મોક્ષ થાય. જેમ અત્રેથી પૂર્વ દિશા તરફ દશ ગાઉ ઉપર એક ગામ છે, ત્યાં જવાને અર્થે નીકળેલો માણસ દિશાધ્યમથી પૂર્વને બદલે પશ્ચિમ તરફ ચાલ્યો જાય, તો તે પૂર્વ દિશાવાળું ગામ પ્રાપ્ત ન થાય; પણ તેથી તેણે ચાલવારૂપ ક્રિયા કરી નથી એમ કહી ન શકાય; તેમ જ દેહ અને આત્મા જુદા છતાં દેહ અને આત્મા એક જાણ્યા છે તે જીવ દેહબુદ્ધિએ કરી સંસારપરિભ્રમણ કરે છે, પણ તેથી તેણે જાણવારૂપ કાર્ય કર્યું નથી એમ કહી ન શકાય. પૂર્વથી પશ્ચિમમાં ચાલ્યો છે, એ પૂર્વને પશ્ચિમ માનવારૂપ જેમ ભ્રમ છે, તેમ દેહ અને આત્મા જુદા છતાં બેયને એક માનવારૂપ ભ્રમ છે; પણ પશ્ચિમમાં જતાં, ચાલતાં જેમ ચાલવારૂપ સ્વભાવ છે, તેમ દેહ અને આત્માને એક માનવામાં પણ જાણવારૂપ સ્વભાવ છે. જેમ પૂર્વને બદલે પશ્ચિમને પૂર્વ માનેલ છે, તે ભ્રમ તથારૂપ હેતુસામગ્રી મળે સમજાવાથી પૂર્વ પૂર્વ જ સમજાય છે, અને પશ્ચિમ પશ્ચિમ જ સમજાય છે, ત્યારે તે ભમ ટળી જાય છે, અને પૂર્વ તરફ ચાલવા લાગે છે, તેમ દેહ અને આત્માને એક માનેલ છે, તે સદ્ગુરુ ઉપદેશાદિ સામગ્રી મળે બન્ને જુદા છે, એમ યથાર્થ સમજાય છે, ત્યારે ભ્રમ ટળી જઈ આત્મા પ્રત્યે જ્ઞાનોપયોગ પરિણમે છે. ભ્રમમાં પૂર્વને પશ્ચિમ અને પશ્ચિમને પૂર્વ માન્યા છતાં પૂર્વ તે પૂર્વ અને પશ્ચિમ તે પશ્ચિમ દિશા જ હતી. માત્ર ભ્રમથી વિપરીત ભાસતું હતું, તેમ અજ્ઞાનમાં પણ દેહ તે દેહ અને આત્મા તે આત્મા જ છતાં તેમ ભાસતા નથી એ વિપરીત ભાસવું છે. તે યથાર્થ સમજાયે, ભ્રમ નિવૃત્ત થવાથી દેહ દેહ જ ભાસે છે, અને આત્મા આત્મા જ ભાસે છે; અને જાણવારૂપ સ્વભાવ વિપરીતપણાને ભજતો હતો તે સમ્યકપણાને ભજે છે. દિશાભ્રમ વસ્તુતાએ કંઈ નથી અને ચાલવારૂપ ક્રિયાથી ઇચ્છિત ગામ પ્રાપ્ત થતું નથી, તેમ મિથ્યાત્વ પણ વસ્તુતાએ કંઈ નથી, અને તે સાથે જાણવારૂપ સ્વભાવ પણ છે, પણ સાથે મિથ્યાત્વરૂપ ભ્રમ હોવાથી સ્વસ્વરૂપતામાં પરમસ્થિતિ થતી નથી. દિશાભ્રમ ટળેથી ઇચ્છિત ગામ તરફ વળતાં પછી મિથ્યાત્વ પણ નાશ પામે છે, અને સ્વસ્વરૂપ શુદ્ધ જ્ઞાનાત્મપદમાં સ્થિતિ થઈ શકે એમાં કંઈ સંદેહનું ઠેકાણું નથી. ૭૭૦ | વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ ! Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૧૬૧ ત્રણે સમકિતમાંથી ગમે તે સમકિત પામ્યાથી જીવ વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે. જઘન્ય તે ભવે પણ મોક્ષ થાય; અને જો તે સમકિત વમે, તો વધારેમાં વધારે અર્ધ પુદ્ગલપરાવર્તનકાળ સુધી સંસારપરિભ્રમણ કરીને પણ મોક્ષ પામે. સમકિત પામ્યા પછી વધારેમાં વધારે અર્ધ પુગલપરાવર્તન સંસાર હોય. ક્ષયોપશમ સમકિત અથવા ઉપશમ સમકિત હોય, તો તે જીવ વમી શકે; પણ ક્ષાયિક સમકિત હોય, તો તે વમાય નહીં; ક્ષાયિક સમકિતી જીવ તે જ ભવે મોક્ષ પામે, વધારે ભવ કરે તો ત્રણ ભવ કરે અને કોઈ એક જીવની અપેક્ષાએ કવચિત્ ચાર ભવ થાય. ભગવત તીર્થંકરના નિર્ચથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેણ છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થકરના આશ્રયથી અને નિશ્ચયથી સમકિત કહ્યું છે. એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવાજીવના જ્ઞાનસ્વરૂપ છે. પુરુષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમકૃપાળુ કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે, તેમ જ મોક્ષમાર્ગ હોય, તે પુરુષનાં લક્ષણાદિ પણ વીતરાગપણાની સિદ્ધિ કરે છે, જે વીતરાગ હોય તે પુરુષ યથાર્થવક્તા હોય, અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષમાર્ગ સ્વીકારવા યોગ્ય હોય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણતાએ જીવાજીવનું જ જ્ઞાન છે. તે પ્રતીતિથી, તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તારસહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. ૭૭૧ તથારૂપ (યથાર્થ) આપ્ત (મોક્ષમાર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા) પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે, તેનું ઓળખાણ થવામાં મહતું પુણ્ય જોઈએ છે, અને તેની આજ્ઞાભક્તિએ પ્રવર્તવામાં મહતું મહતું પુણ્ય જોઈએ છે; એવાં જ્ઞાનીનાં વચન છે, તે સાચાં છે, એમ પ્રત્યક્ષ અનુભવાય એવું છે. ૭૭૭ સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે “મુક્ત છે. બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે “મુક્ત' છે. અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સત્પરુષોને નમસ્કાર છે. ૭૭૯ પરમયોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મમરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ વચનામૃત પત્ર-૧૦૧ થી ૫૫ આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. ૭૮૦ કોઈને અર્થે વિકલ્પ નહીં આણતાં અસંગણું જ રાખશો. જેમ જેમ પુરુષનાં વચન પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિંજા રંગાશે, તેમ તેમ તે તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે, એમ નિસંદેહતા છે. ખરા અંતઃકરણે વિશેષ સત્સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા વખતમાં પ્રાપ્ત. થાય છે. જે કોઈ સાચા અંતઃકરણે સપુરુષના વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં કંઈ સંશય નથી; અને શરીરનિર્વાહાદિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા યોગ્ય છે, એટલે તે વિષે પણ કંઈ વિકલા રાખવા યોગ્ય નથી. | સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધચેતવ્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે; એમાં સર્વ જ્ઞાન સમાય છે; તેની પ્રતીતિમાં સર્વ સમ્યક્રદર્શન સમાય છે; આત્માને અસંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યક્રચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે; કેવળ નિઃસંદેહ છે. ૭૮૧ સર્વ જીવ સુખને ઇચ્છે છે, પણ કોઈ વિરલા પુરુષ તે સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે. જન્મ, મરણ આદિ અનંત દુઃખનો આત્યંતિક (સર્વથા) ક્ષય થવાનો ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી, તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઇચ્છા ઉત્પન્ન થયે જીવ જો સપુરુષના સમાગમનો લાભ પામે તો તે ઉપાયને જાણી શકે છે, અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે. તેવી સાચી ઇચ્છા પણ ઘણું કરીને જીવને સત્પરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. તેવો સમાગમ, તે સમાગમની ઓળખાણ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ, અને તેમ જ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે. મનુષ્યપણું, જ્ઞાનીનાં વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી, અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાન સ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્ય છે. પ્રત્યક્ષ સન્દુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષસંબંધી બધાં સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પ કાળે પ્રાયે (ઘણું કરીને) સિદ્ધ થાય છે; પણ તે સમાગમનો યોગ પામવો બહુ દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં મુમુક્ષુજીવનું નિરંતર ચિત્ત વર્તે છે. સપુરુષનો યોગ પામવો તો સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષમકાળમાં તો કવચિત જ તે યોગ બને છે. વિરલા જસપુરુષ વિચરે છે, તે સમાગમનો લાભ અપૂર્વ છે, એમ જાણીને જીવે મોક્ષમાર્ગની પ્રતીતિ કરી, તે માર્ગનું નિરંતર આરાધન કરવું યોગ્ય છે. ૭૮૩ જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર. Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૧૬૩ પથ મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ૦ નો'ય પૂજાદિની જો કામના રે, નો'ય વ્હાલું અંતર ભવદુખ. મૂળ૦ ૧ કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત, મૂળ, માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. મૂળ૦ ૨ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ, મૂળ, જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. મૂળ૦ ૩ લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, મૂળ, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. મૂળ૦ ૪ હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ, મૂળ, તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ૦ ૫ છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળo એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ૦ ૭ જે શાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂળ૦ ૭. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળo તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ૦ ૮ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળ, તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ૦ ૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ, મૂળo. ઉપદેશ સદ્ગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂળ૦ ૧૦ એમ દેવ જિનંદે ભાણિયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ, મૂળ, ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂળ૦ ૧૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ વચનામૃત પત્ર-૬૦૧ થી ૯૫૫ વિવેક એટલે શું ? લઘુશિષ્યો – ભગવન્ ! આપ અમને સ્થળે સ્થળે કહેતા આવો છો કે વિવેક એ મહાન શ્રેયસ્કર છે. - વિવેક એ અંધારામાં પડેલા આત્માને ઓળખવાનો દીવો છે. વિવેક વડે કરીને ધર્મ ટકે છે. વિવેક નથી ત્યાં ધર્મ નથી તો વિવેક એટલે શું ? તે અમને કહો. ગુરુ - આયુષ્યમનો ! સત્યાસત્યને તેને સ્વરૂપે કરીને સમજવાં તેનું નામ વિવેક. - લઘુ શિષ્યો – સત્યને સત્ય અને અસત્યને અસત્ય કહેવાનું તો બધાય સમજે છે. ત્યારે મહારાજ ! એઓ ધર્મનું મૂળ પામ્યા કહેવાય ? લઘુ શિષ્યો – અમે પોતે કડવાને કડવું જ કહીએ છીએ; મધુરાને મધુરું કહીએ છીએ, ઝેરને ઝેર ને અમૃત કહીએ છીએ. ને અમૃત - ગુરુ તમે જે વાત કહો છો તેનું એક દૃષ્ટાંત આપો જોઈએ. ગુરુ - આયુષ્યમનો ! એ બધાં દ્રવ્ય પદાર્થ છે. પરંતુ આત્માને કઈ કડવાશ, કઈ મધુરાશ, કયું ઝેર ને કયું અમૃત છે એ ભાવપદાર્થોની એથી કંઈ પરીક્ષા થઈ શકે ? લઘુ શિષ્યો ભગવન્ ! એ સંબંધી તો અમારું લક્ષ પણ નથી. ગુરુ - ત્યારે એ જ સમજવાનું છે કે જ્ઞાનદર્શનરૂપ આત્માના સત્ય ભાવ પદાર્થને અજ્ઞાન અને અદર્શનરૂપ અસત્ વસ્તુએ ઘેરી લીધા છે. એમાં એટલી બધી મિશ્રતા થઈ ગઈ છે કે પરીક્ષા કરવી અતિ અતિ દુર્લભ છે. સંસારનાં સુખો અનંતી વાર આત્માએ ભોગવ્યાં છતાં તેમાંથી હજુ પણ મોહિની ટળી નહીં, અને તેને અમૃત જેવો ગણ્યો એ અવિવેક છે; કારણ સંસાર કડવો છે; કડવા વિપાકને આપે છે; તેમજ વૈરાગ્ય જે એ કડવા વિપાકનું ઔષધ છે, તેને કડવો ગણ્યો; આ પણ અવિવેક છે. જ્ઞાનદર્શનાદિ ગુણો અજ્ઞાન, અદર્શને ઘેરી લઈ જે મિશ્રતા કરી નાંખી છે તે ઓળખી ભાવ અમૃતમાં આવવું, એનું નામ વિવેક છે. કહો ત્યારે હવે વિવેક એ કેવી વસ્તુ ઠરી ? લઘુ શિષ્યો - અહો ! વિવેક એ જ ધર્મનું મૂળ અને ધર્મરક્ષક કહેવાય છે, તે સત્ય છે. આત્મસ્વરૂપને વિવેક વિના ઓળખી શકાય નહીં એ પણ સત્ય છે. જ્ઞાન, શીલ, ધર્મ, તત્ત્વ અને તપ એ સઘળાં વિવેક વિના ઉદય પામે નહીં એ આપનું કહેવું યથાર્થ છે. જે વિવેકી નથી તે અજ્ઞાની અને મંદ છે. તે જ પુરુષ મતભેદ અને મિથ્યાદર્શનમાં લપટાઈ રહે છે. આપની વિવેક સંબંધીની શિક્ષા અમે નિરંતર મનન કરીશું. ܀܀܀܀܀ Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૧૬પ સપુરુષોના અગાધ ગંભીર સંયમને નમસ્કાર અવિષમ પરિણામથી જેમણે કાળકૂટ વિષ પીધું એવા શ્રી ઋષભાદિ પરમ પુરુષોને નમસ્કાર. પરિણામમાં તો જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળકૂટ વિષની પેઠે મુઝવે છે, એવા શ્રી સંયમને નમસ્કાર. તે જ્ઞાનને, તે દર્શનને અને તે ચારિત્રને વારંવાર નમસ્કાર. ૮૦૮ જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે. લોકદષ્ટિ અને જ્ઞાનની દૃષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે. જ્ઞાનીની દષ્ટિ પ્રથમ નિરાલંબન છે, રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી; તેથી જીવ તે દૃષ્ટિમાં રુચિવાળ થતો નથી, પણ જે જીવોએ પરિષહ વેઠીને થોડા કાળ સુધી તે દૃષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે; તેને ઉપાયને પામ્યા છે. જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે, પણ તેમાં રતિ કરવા યોગ્ય કાંઈ દેખાતું નથી. ૮૧૦ સપુરુષનો યોગ તથા સત્સમાગમ મળવો બહુ કઠણ છે, એમાં સંશય નથી. ગ્રીષ્મ ઋતુના તાપથી તપાયમાન થયેલા પ્રાણીને શીતળ વૃક્ષની છાયાની પેઠે મુમુક્ષુ જીવને સન્મુરુષનો યોગ તથા સત્સમાગમ ઉપકારી છે. સર્વ શાસ્ત્રોમાં તેવો યોગ મળવો દુર્લભ કહ્યો છે. ૮૧૧ વિશેષ ઊંચી ભૂમિકાને પામેલા મુમુક્ષુઓને પણ સપુરુષોનો યોગ અથવા સત્સમાગમ આધારભૂત છે, એમાં સંશય નથી. નિવૃત્તિમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો યોગ બનવાથી જીવ ઉત્તરોત્તર ઊંચી ભૂમિકાને પામે છે. નિવૃત્તિમાન ભાવ પરિણામ થવાને નિવૃત્તિમાન દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ જીવે પ્રાપ્ત કરવા યોગ્ય છે. શુદ્ધ સાન વગરના આ જીવને કોઈ પણ યોગથી શુભેચ્છા, કલ્યાણ કરવાની ઇચ્છા પ્રાપ્ત થાય અને નિસ્પૃહ પરમ પુરુષનો યોગ બને તો જ આ જીવને ભાન આવવું યોગ્ય છે. તે વિયોગમાં સાસ્ત્ર અને સદાચારનો પરિચય કર્તવ્ય છે; અવશ્ય કર્તવ્ય છે. ૮૧૨ કેવળ અંતર્મુખ થવાનો સન્દુરુષોનો માર્ગ સર્વ દુઃખલયનો ઉપાય છે, પણ તે કોઈક જીવને સમજાય છે. મહતું પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સન્મુરુષના સમાગમથી તે ઉપાય સમજાવા યોગ્ય છે. તે સમજવાનો અવસર એકમાત્ર આ મનુષ્યદેહ છે. તે પણ અનિયત કાળના ભયથી ગૃહીત છે; ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે. ૮૧૬ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ વચનામૃત પત્ર-૬૦૧ થી ૫૫ આત્મદશાને પામી નિર્વદ્રપણે યથાપ્રારબ્ધ વિચરે છે, એવા મહાત્માઓનો યોગ જીવને દુર્લભ છે. તેવો યોગ બળે જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી, અને તથારૂપ ઓળખાણ પડ્યા વિના તે મહાત્મા પ્રત્યે દયાશ્રય થતો નથી. જ્યાં સુધી આશ્રય દઢ ન થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતો નથી. ઉપદેશ પરિણમ્યા વિના સમ્યગ્દર્શનનો યોગ બનતો નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય નથી. તેવા મહાત્મા પુરષોનો યોગ તો દુર્લભ છે, તેમાં સંશય નથી. પણ આત્માર્થી જીવોનો યોગ બનવો પણ કઠણ છે. તોપણ કવચિત્ કવચિત્ તે યોગ વર્તમાનમાં બનવા યોગ્ય છે. સત્સમાગમ અને સન્શાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે. ૮૧૭ ક્ષયોપશમ, ઉપશમ, ક્ષાયિક, પારિણામિક, ઔદયિક અને સાન્નિપાતિક એ છ ભાવનો લક્ષ કરી આત્માને તે ભાવે અનુપ્રેક્ષી જોતાં સદ્વિચારમાં વિશેષ સ્થિતિ થશે. - જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે આત્મભાવરૂપ છે, તે સમજાવા માટે ઉપર કહ્યા તે ભાવો વિશેષ અવલંબનભૂત છે. ૮૧૮ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે. વિષય-કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિવચંપણું જોઈને ઘણો જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માથી જીવોએ લીધું છે. અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. ૮૧૯ આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે; સત્કૃત અને સત્સમાગમ. પ્રત્યક્ષ સન્દુરુષોનો સમાગમ કવચિત્ કવચિત્ જીવને પ્રાપ્ત થાય છે, પણ જો જીવ સદ્દષ્ટિવાના હોય તો સત્કૃતના ઘણાકાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સન્દુરુષના સમાગમથી બહુ અલ્પ કાળમાં પ્રાપ્ત કરી શકે છે; કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિ ક્રિયાયેષ્ટિતપણું છે. જીવને તેવો સમાગમયોગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. તેવા યોગના અભાવે સત્કૃતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રનો પરિચય તે સત્કૃતનો પરિચય છે. ૮૨૫ સત્કૃતનો પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે. મળ, વિક્ષેપ અને પ્રમાદ તેમાં વારંવાર અંતરાય કરે છે, કેમ કે દીર્ઘ કાળ પરિચિત છે; પણ જો નિશ્ચય કરી તેને અપરિચિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો તેમ થઈ શકે એમ છે. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. ૮૨૬ Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક १५७ મુમુક્ષુપણું જેમ દઢ થાય તેમ કરો; હારવાનો અથવા નિરાશ થવાનો કંઈ હેતુ નથી. દુર્લભ યોગ જીવને પ્રાપ્ત થયો તો પછી થોડોક પ્રમાદ છોડી દેવામાં જીવે મૂંઝાવા જેવું અથવા નિરાશ થવા જેવું કંઈ જ નથી. ૮૨૯ દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિસ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે; પણ અહો ! જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણીત કર્યો કે કિંચિત્માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે ? પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઇચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે ? કશું પ્રયોજન નથી. ‘સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ' હે આર્યજનો ! આ પરમ વાક્યનો આત્માપણે તમે અનુભવ કરો. ૮૩૨ સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માનઅપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ મૃત્યુ આદિ દ્વંદ્વનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહત્પુરુષોને જીવન અને મરણ બન્ને સમાન છે. જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદાસર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યક્દૅષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે. જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય ? Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ વચનામૃત પત્ર-૬૦૧ થી ૯૫૫ અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવા પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અક્લેશ સમાધિને પામે છે. પરમસુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે સસ્પષોને નમસ્કાર, - સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્રા એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો? વિકલ્પ શો? ભય શો? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૩૩ અપાર મહામોહજળને અનંત અંતરાય છતાં ધીર રહી જે પુરુષ તર્યા તે શ્રી પુરુષ ભગવાનને નમસ્કાર. અનંત કાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર. ૮૩૯ તે શ્રીમતુ અનંત ચતુષ્ટયસ્થિત ભગવતનો અને તે જયવંત ધર્મનો આશ્રય સદેવ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તમાં દેહાદિ ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષવિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજો. એ જ દષ્ટિ કર્તવ્ય છે. હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરુષોનો ધર્મ જે દેહાદિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ-શુદ્ધ-ચૈતન્ય-સ્વરૂપ છે, એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચરિત્ર પર દષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણ સ્વરૂપ છે. ૮૪૩. હે જીવ! આ ક્લેશરૂપ સંસારથી નિવૃત્ત થા, નિવૃત્ત થા. ૮૪૯ મારું ચિત્ત, મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે, ભય પામી નાસી ન જાય ! મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખૂજલી આવતી હોય તે આ શરીરને જડપદાર્થ જાણી પોતાનું માથું ખૂજલી મટાડવા આ શરીરને ઘસે ! - ૮૫૦ આપ આપકું ભૂલી ગયા, ઇનમેં ક્યા અંધેર ? | સમર સમર અબ હસત છે, નહિ ભૂલેંગે ફેર. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક જિજ્ઞાસાબળ, વિચારબળ, વૈરાગ્યબળ, ધ્યાનબળ, અને જ્ઞાનબળ વર્ધમાન થવાને અર્થે આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાની પુરુષનો સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે. તેમાં પણ વર્તમાનકાળના જીવોને તે બળની દઢ છાપ પડી જવાને અર્થે ઘણા અંતરાયો જોવામાં આવે છે, જેથી તથારૂપ શુદ્ધ જિજ્ઞાસુવૃત્તિએ દીર્ઘકાળ પર્યત સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે છે. સત્સમાગમના અભાવે વિતરાગધ્રુત, પરમશાંતરસપ્રતિપાદક વિતરાગવચનોની અનુપ્રેક્ષ વારંવાર કર્તવ્ય છે. ચિત્તધૈર્ય માટે તે પરમ ઔષધ છે. ૮પ૬ અહો સન્દુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત-છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૭૫ ઘણાં શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષોની એકેક આશા જીવ ઉપાસે તો ઘણાં શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય. ૮૮૫ અગમ્ય છતાં સરળ એવા મહાપુરૂષોના માર્ગને નમસ્કાર સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. મહતુભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે જીવને સાચી મુમુક્ષતા ઉત્પન્ન થાય છે, જે અતિ દુર્લભ છે. તે સાચી મુમુક્ષુતા ઘણું કરીને મહત્પરુષના ચરણકમલની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે, અથવા તેવી મુમુક્ષતાવાળા આત્માને મહપુરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય છે; સનાતન અનંત એવા જ્ઞાની પુરુષોએ ઉપાસેલો એવો સન્માર્ગ પ્રાપ્ત થાય છે. સાચી મુમુક્ષતા જેને પ્રાપ્ત થઈ હોય તેને પણ જ્ઞાનીનો સમાગમ અને આશા અપ્રમત્તયોગ સંપ્રાપ્ત કરાવે છે. મુખ્ય મોક્ષમાર્ગનો ક્રમ આ પ્રમાણે જણાય છે. વર્તમાનકાળમાં તેવા મહત્પરુષનો યોગ અતિ દુર્લભ છે. કેમકે ઉત્તમ કાળમાં પણ તે યોગનું દુર્લભપણું હોય છે; એમ છતાં પણ સાચી મુમુક્ષુતા જેને ઉત્પન્ન થઈ હોય, રાત્રિદિવસ આત્મકલ્યાણ થવાનું તથારૂપ ચિંતન રહ્યા કરતું હોય, તેવા પુરુષને તેવો યોગ પ્રાપ્ત થવો સુલભ છે. ૮૮૭ અવિરોધ અને એકતા રહે તેમ કર્તવ્ય છે; અને એ સર્વના ઉપકારનો માર્ગ સંભવે છે. ભિન્નતા માની લઈ પ્રવૃત્તિ કરવાથી જીવ ઊલટો ચાલે છે. અભિન્નતા છે, એકતા છે એમાં સહજ સમજવાફેરથી ભિન્નતા માનો છો એમ તે જીવોને શિખામણ પ્રાપ્ત થાય તો સન્મુખવૃત્તિ થવા યોગ્ય છે. જ્યાં સુધી અન્યોન્ય એકતા વ્યવહાર રહે ત્યાં સુધી સર્વથા કર્તવ્ય છે. ૯૦૦ | જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખ છાંઈ; | મિટે કલપના-જલપના તબ વસ્તુ તિન પાઈ. હે જીવ! ક્યા ઇચ્છત હવે? હે ઇચ્છા દુઃખ મૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. ܀܀܀܀܀ Page #187 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત પત્ર-૬૦૧ થી ૯૫૫ ક્ષમાપના હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવન્ ! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંતસંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છુ છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ **** જિનેશ્વરની વાણી (મનહર છંદ) ૧૭૦ અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો ! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ૧ Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૧૭૧ જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપવિભ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી. અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે. ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે છે, જયવંત છે. જ્ઞાનીનાં વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન, જડને ભિન્ન સ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે. દર્શનમોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્પન્ન થાય છે, તત્ત્વપ્રતીતિ સમ્યકપણે ઉત્પન્ન થાય છે. તત્ત્વપ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રવાહ વળે છે. શુદ્ધ ચૈતન્યના અનુભવ અર્થે ચારિત્રમોહ વ્યતીત કરવા યોગ્ય છે. ચારિત્રમોહ, ચૈતન્યના-જ્ઞાની પુરુષના સન્માર્ગના નૈષ્ઠિકપણાથી પ્રલય થાય છે. અસંગતાથી પરમાવગાઢ અનુભવ થવા યોગ્ય છે. હે આર્ય મુનિવરો ! એ જ અસંગ શુદ્ધ ચૈતન્ત્રાર્થે અસંગયોગને અહોનિશ ઇચ્છીએ છીએ. હે મુનિવરો ! અસંગતાનો અભ્યાસ કરો. જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર. શાંતિઃ ૯૦૧ જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે શેય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથને પંથ ભવઅંતનો ઉપાય છે. ૧ દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ૨ ૯૦૨ Page #189 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત પત્ર-૬૦૧ થી ૯૫૫ પ્રાણીમાત્રનો રક્ષક, બંધવ અને હિતકારી એવો કોઈ ઉપાય હોય તો તે વીતરાગનો ધર્મ જ છે. ૯૦૩ સમસ્ત સંસારી જીવો કર્મવશાત્ શાતા-અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે. જેમાં મુખ્યપણે તો અશાતાનો જ ઉદય અનુભવાય છે. કવિચત્ અથવા કોઈક દેહસંયોગમાં શાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે, પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતો હોય છે. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચનયોગ ધરાવતા નથી, તેવી અનંત અનંત અશાતા આ જીવે ભોગવી છે, અને જો હજુ તેનાં કારણોનો નાશ કરવામાં ન આવે તો ભોગવવી પડે એ સુનિશ્ચિત છે, એમ જાણી વિચારવાન ઉત્તમ પુરુષો તે અંતરદાહરૂપ શાતા અને બાહ્યાવ્યંતર સંક્લેશઅગ્નિરૂપે પ્રજ્વલિત એવી અશાતાનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગવેષવા તત્પર થયા, અને તે સન્માર્ગ ગવેષી, પ્રતીત કરી, તેને યથાયોગ્યપણે આરાધી, અવ્યાબાધ સુખસ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા. ૧૭૨ શાતા-અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાનાં મૂળ કારણોને ગવેષતા એવા તે મહત્ પુરુષોને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્યક વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતાં અશાતાનો ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતો. ઉપયોગ લક્ષણે સનાતનસ્ફુરિત એવા આત્માને દેહથી, તેજસ અને કાર્પણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરી, તે ચૈતન્યાત્મકસ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધદશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી, જે શુભાશુભ પરિણામધારાની પરિણતિ વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, દેહાદિથી ભિન્ન અને સ્વરૂપમર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપરામ થઈ, જેમ ઉપમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. ૯૧૩ યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેઠે છે. કચિત્ શાતા અને પ્રાયે અશાતા જ વેઠે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યગ્દષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળ દૃષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. અજ્ઞાનદૃષ્ટિ જીવો ખેદથી વેદે તોપણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. સત્યદૃષ્ટિવાન જીવો શાંત ભાવે વેદે તો તેથી તે વેદના વધી જતી નથી, પણ નવીન બંધનો હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે. હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વ કર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી' એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. ૯૨૭ Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો ! જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમ પદનો જય કર્યો. ૧૭૩ ૯૩૫ ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણિને ચિંતામણિ કહ્યો છે; એ જ આ મનુષ્યદેહ છે કે જે દેહમાં, યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે. અચિંત્ય જેનું માહાત્મ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે. ૯૩૬ પ્રમત્તભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજહિતનો ઉપયોગ નથી એ જ અતિશય ખેદકારક છે. હે આર્યો ! હાલ તે પ્રમત્તભાવને ઉલ્લાસિત વીર્યથી મોળો પાડી, સુશીલ સહિત, સત્પુતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પોષજો. ୧୪୪ વર્તમાન દુષમકાળ વર્તે છે. મનુષ્યોનાં મન પણ દુષમ જ જોવામાં આવે છે. ઘણું કરીને પરમાર્થથી શુષ્ક અંતઃકરણવાળા પરમાર્થનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે. એવા વખતમાં કેનો સંગ કરવો, કેની સાથે કેટલું કામ પાડવું, કેની સાથે કેટલું બોલવું, કેની સાથે પોતાના કેટલા કાર્યવ્યવહારનું સ્વરૂપ વિદિત કરી શકાય; એ બધું લક્ષમાં રાખવાનો વખત છે. નહીં તો સવૃત્તિવાન જીવને એ બધાં કારણો હાનિકર્તા થાય છે. ૯૪૭ લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવકાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબપરિવારાદિ યોગવાળી હોય તો પણ તે દુઃખનો જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવકાંટો છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું સ્થાન છે. ૪૯ ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણો બોજો રહ્યો હતો તે આત્મવીર્યે કરી જેમ અલ્પ કાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદ્ભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે. પ્રકૃતિ ઉદયાનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે. ૐ શાંતિઃ ૫૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ વચનામૃત પત્ર-૬૦૧ થી ૯૫૫ પદ્ય શ્રી જિન પરમાત્મને નમઃ (૧) ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. ૧ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. ૨ જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩ જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ. ૪ ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિસહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. ૫ ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયોગ. ૬ પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭ વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. ૮ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. ૧૦ નહિ તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ. ૧૧ (૨) આવ્યે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ૧ ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. ૨ (૩) સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તથ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. ** Page #192 -------------------------------------------------------------------------- ________________ આત્મસિટિશાસ્ત્ર ડામર Page #193 -------------------------------------------------------------------------- ________________ are AT162jcjrvire Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૧૭૫ સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્ય જિનસ્વરૂપ. ૧૨ - આત્મ-સિદ્ધિ શાસ્ત્ર જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત. ૧ | આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ૧૩ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોખ. ૨ અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪] કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. ૩ રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫ બાહ્ય ક્રિયામાં રાચતા, અંતભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આઈ. ૪ | પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. ૧૭ બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી; વર્તે મોહાવેશમાં, શુષ્કશાની તે આંહી. ૫ સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭ વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. ૭ માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. ૭. જે સદગુરુ ઉપદેશથી, પામો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છઘસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮ એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦ સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. ૯ અસગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. ૨૧ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૧૦ હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ૨૨ પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧ | હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાથ લક્ષણો, અહીં કહાં નિર્પક્ષ. ૨૩ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ આત્મ-સિદ્ધિ શાસ્ત્ર આત્મ-સિદ્ધિ શાસ્ત્ર આત્માર્થી-લક્ષણ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; મતાર્થી–લક્ષણ બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. ૩૪ બાહ્યત્યાગ પણ શાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪ પ્રત્યક્ષ સગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫ જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫ | એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; | પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમત. ૩૭| પ્રત્યક્ષ સદગુરુયોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્દગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૭ | એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ. ૩૭ દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિનિદાન. ૨૭ | કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮ લહું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; રહે નહીં પરમાર્થને. લેવા લૌકિક માન. ૨૮ | દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ૩૯ અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોપે સદ્વ્યવહારને, સાધન રહિત થાય. ૨૯ આવે જ્યાં એવી દશા, સદ્ગરબોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦ શાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેનો સંગ છે, તે બૂડે ભવ માંહી. ૩૦ | જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૧ | એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; પામે નહિ પરમાર્થને, અનુ-અધિકારીમાં જ. ૩૧ ગુરુશિષ્યસંવાદથી, ભાખું ષપદ આંહી. ૪૨ ષટપદનામકથન નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વેરાગ્ય; આત્મા છે,’ ‘તે નિત્ય છે,’ છે કર્તા નિજકર્મ; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. ૩૨ ] છે ભોક્તા, “વળી મોક્ષ છે, “મોક્ષ ઉપાય સુધર્મ' ૪૩ લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ. ૩૩ સ્થાનક સંક્ષેપમાં, દર્શન પણ તેહ; સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. ૪૪ Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક આત્મ-સિદ્ધિ શાસ્ત્ર શંકા શિષ્ય ઉવાય આત્માના હોવાપણારૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કહે છે : નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. ૪૫ અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. ૪૬ વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. ૪૭ માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય. ૪૮ સમાધાન- સદ્ગુરુ ઉવાચ આત્મા છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે ઃભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦ જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧ છે ઇન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પાંચ ઇન્દ્રીના વિષયનું, પણ આત્માને ભાન. પર દેહ ન જાણે તેહને, જાણે ન ઇંદ્રી, પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. ૫૩ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ૫૪ ૧૭૭ ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન ? ૫૫ પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હોય જો આતમા, ઘટે ન આમ વિકલ્પ. ૫૬ જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણે કાળ યભાવ. ૫૭ આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. ૫૮ શંકા શિષ્ય ઉવાય આત્મા નિત્ય નથી, એમ શિષ્ય કહે છે ઃઆત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર. ૫૯ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ. ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૭૧ - સમાધાન- સદ્ગુરુ ઉવાચ આત્મા નિત્ય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છેઃદેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય ? ૬૨ જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૭૩ જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૭૪ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આત્મ-સિદ્ધિ શાસ્ત્ર આત્મ-સિદ્ધિ શાસ્ત્રા જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ; તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ જીવધર્મ. ૭૫ જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; | એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. કપ | કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ? અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ. ૭૬ કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય; નાશ ને તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દોષપ્રભાવ. ૭૭ ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. ક૭ | ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. ૭૮ | આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૭૮ શંકા- શિષ્ય ઉવાચ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; તે કર્મનું ભોક્તાપણું જીવને નહીં હોય ? એમ શિષ્ય કહે છે - વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ૧૯ જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય ? ૭૯ ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ. ૭૦ ફળદાતા ઈશ્વર ગયે, ભોક્તાપણું સધાય; શંકા - શિષ્ય ઉવાચ એમ કહો ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮૦ આત્મા કર્મનો કર્તા નથી, એમ શિષ્ય કહે છે :કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ; ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. ૭૧ | પછી શુભાશુભ કર્મનાં, ભોગ્ય સ્થાન નહિ કોય. ૮૧ આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ; સમાધાન - સદ્ગર ઉવાચ અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. ૭૨ જીવને પોતાનાં કરેલાં કર્મનું ભોક્તાપણું છે, એમ સદગુરુ સમાધાન કરે છે - માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય. ૭૩ જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ. ૮૨ સમાધાન-સદગુરુ ઉવાચ ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; કર્મનું કર્તાપણું આત્માને જે પ્રકારે છે તે એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. ૮૩ પ્રકારે સદ્ગુરુ સમાધાન કરે છે - હોય ને ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ? એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ, જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. ૭૪ | કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેધ. ૮૪ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ; આત્મ-સિદ્ધિ શાસ્ત્ર એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. ૯૪ ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. ૮૫ જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય? ૯૫ તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; પાંચે ઉત્તરથી થયું, સમાધાન સવંગ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. ૮૩ સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૦ શંકા - શિષ્ય ઉવાચ સમાધાન – સદ્ગુરુ ઉવાચ જીવનો તે કર્મથી મોક્ષ નથી, એમ શિષ્ય કહે છે – મોક્ષનો ઉપાય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે - કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ વિત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. ૮૭ પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭ શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય. ૮૮ કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮ સમાધાન - સદ્ગુરુ ઉવાચ તે કર્મથી જીવનો મોક્ષ થઈ શકે છે, એમ જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; | સદ્ગુરુ સમાધાન કરે છે - | તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. ૯૯ જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાણ. ૮૯ ] થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ૧૦૦ વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; આત્મા સતું ચૈતન્યમય, સર્વાભાસ રહિત, તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯૦ જેથી કેવળ પામિય, મોલપંથ તે રીત. ૧૦૧ દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; | કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. ૯૧ તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. ૧૦૨ શંકા - શિષ્ય ઉવાચ કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; મોક્ષનો ઉપાય નથી, એમ શિષ્ય કહે છે - | હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩ હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? ૯૨ પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? ૧૦૪ અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક | છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. ૯૭ | કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ આત્મ-સિદ્ધિ શાસ્ત્ર આત્મ-સિદ્ધિ શાસ્ત્ર શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. ૧૧૭, ષષ્પદનાં પ્રશ્ન તેં, પૂછડ્યાં કરી વિચાર; તે પદની સવાંગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬ નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજસમાધિ માંય. ૧૧૮| જાતિ, વેષનો ભેદ નહિ, કહો માર્ગ જો હોય; શિષ્યબોધબીજપ્રાણિકથન સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. ૧૦૭ સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. ૧૦૮ ભાસ્યું નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગરબોધ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦ તો પામે સમકિતને, વર્તે અંતરશોધ. ૧૦૯ કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; મત દર્શન આગ્રહ તજી, વર્તે સરલક્ષ; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. ૧૨૧ લહે શુદ્ધ સમકિત , જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦ અથવા નિજપરિણામ છે, શુદ્ધ ચેતનારૂપ; વર્ત નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ૧૧૧ કર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨ મોક્ષ કહો નિશુદ્ધતા, તે પામે તે પંથ; | વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ. ૧૧૨ સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૩ કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે શાન; અહો ! અહો ! શ્રી સર, કરુણાસિંધુ અપાર; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩ આ પમર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. ૧૨૪ કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; | તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪ તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. ૧૨૫ છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. ૧૧૫ | દાસ, દાસ હું દાસ છું, તે પ્રભુનો દીન. ૧૨૭ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂ૫; | પટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૩ | માન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ. ૧૨૭ Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૧૮૧ આત્મ-સિદ્ધિ શાસ્ત્ર સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરૂઆશા જિનદશા, નિમિત્ત કારણ માંય. ૧૩૫ | 'ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષ સ્થાનક માંહી; ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮ | પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૯ આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વેધ સુજાણ; મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯ | તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. ૧૩૭ જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ૧૩૦ | હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮ નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય; મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. ૧૩૧ | તે કહીએ શાનદશા, બાકી કહીએ ભ્રાંત. ૧૩૯ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; સકળ જગત તે એઠવતું, અથવા સ્વપ્ન સમાન; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. ૧૩૨ તે કહીએ શાનદશા, બાકી વાચાશાન. ૧૪૦ ગચ્છમતની જે કલ્પના, તે નહિ સવ્યવહાર; સ્થાનક પાંચ વિચારીને, છઠે વર્તે છે; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩ | પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય | દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય. ૧૩૪ ] તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અપૂર્વ અવસર અપૂર્વ અવસર અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? સર્વ સંબંધનું બંધન તીર્ણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જો ? અપૂર્વ ૧ સર્વ ભાવથી ઓદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેત હોય જો; અન્ય કારણે અન્ય કશું કલ્પ નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જો. અપૂર્વ૦ ૨ દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ છે, દેહ ભિન્ન કેવલ ચેતન્યનું જ્ઞાન જો; તેથી પક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વ એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ૦ ૩ | આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તે વર્તે દેહપર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ૦ ૪ સંયમના હેતુથી યોગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિનઆશા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ૦ ૫ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે, મનનો ક્ષોભ જો; દ્રવ્ય ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો. અપૂર્વ૦ Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૧૮૩ અપૂર્વ અવસર ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અપૂર્વ૦ ૭ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં; વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ, ૮ નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અપૂર્વ૮ ૯ શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વ ૧૦ એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો; અડોલ આસન, ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અપૂર્વ૦ ૧૧ ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અન્ને નહીં મનને પ્રસન્નભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુલ એક સ્વભાવ જો. અપૂર્વ ૧૨ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ અપૂર્વ અવસર અપૂર્વ અવસર એમ પરાજય કરીને ચારિત્રમોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો. અપૂર્વ૦ ૧૩ મોહ સ્વયંભૂરણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષણમોહ ગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો. અપૂર્વ૦ ૧૪ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતણો આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. અપૂર્વ ૧૫ વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવતુ આકતિ માત્ર જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર જો. અપૂર્વ ૧૭ મન, વચન, કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુગલ સંબંધ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. અપૂર્વ ૧૭ એક પરમાણુમાવની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહજપદરૂપ જો. અપૂર્વ૦ ૧૮ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક અપૂર્વ અવસર પૂર્વપ્રયાગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ. ૧૯ જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ. ૨૦ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ. ૨૧ સપુરુષ અન્યાય કરે નહીં, પુરુષ અન્યાય કરશે તો આ જગતમાં વરસાદ કોના માટે વરસશે ? સૂર્ય કોના માટે પ્રકાશશે ? વાયુ કોના માટે વાશે ? આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે ! જ્યાં સુધી શરીરમાં હોય, ભલેને હજારો વરસ, ત્યાં સુધી શરીર સડતું નથી, પારાની જેમ આત્મા, ચેતન ચાલ્યું જાય અને શરીર શબ થઈ પડે અને સડવા માંડે ! જીવમાં જાગૃતિ અને પુરુષાર્થ જોઈએ. કર્મબંધ પડ્યા પછી પણ તેમાંથી (સત્તામાંથી ઉદય આવ્યા પહેલાં) છૂટવું હોય તો અબાધાકાળ પૂર્ણ થતાં સુધીમાં છૂટી શકાય. પુણ્ય, પાપ અને આયુષ્ય એ કોઈ બીજાને ન આપી શકે. તે દરેક પોતે જ ભોગવે. સ્વચ્છંદ, સ્વમતિકલ્પનાએ, સદ્ગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ તરંગરૂપ છે અને ઉપદેશ, વ્યાખ્યાન કરવું એ અભિમાનરૂપ છે. દેહધારી આત્મા પંથી છે અને દેહ એ ઝાડ છે. આ દેહરૂપ ઝાડમાં (નીચે) જીવરૂપી પંથી વટેમાર્ગ થાક લેવા બેઠો છે. તે પંથી ઝાડને જ પોતાનું કરી માને એ કેમ ચાલે ? Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ છ દર્શન ઉપર દષ્ટાંત છ દર્શન ઉપર દર્ણત - છ જુદા જુદા વેધોની દુકાન છે. તેમાં એક વેધ સંપૂર્ણ સાચો છે. તે તમામ રોગોને, તેનાં કારણને અને તે ટાળવાના ઉપાયને જાણે છે. તેનાં નિદાન, ચિકિત્સા સાચાં હોવાથી રોગીનો રોગ નિર્મૂળ થાય છે. વેદ્ય કમાય છે પણ સારું. આ જોઈ બીજા પાંચ કૂટવૈદ્યો પણ પોતપોતાની દુકાન ખોલે છે. તેમાં સાચા વૈદ્યના ઘરની દવા પોતા પાસે હોય છે, તેટલા પૂરતો તો રોગીનો રોગ દૂર કરે છે, અને બીજી પોતાની કલ્પનાથી પોતાના ઘરની દવા આપે છે, તેથી ઊલટો રોગ વધે છે; પણ દવા સસ્તી આપે છે એટલે લોભના માર્યા લોક લેવા બહુ લલચાય છે, અને ઊલટા નુકસાન પામે છે. આનો ઉપનય એ કે, સાચો વૈદ્ય તે વીતરાગ દર્શન છે; જે સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે. તે મોહ વિષયાદિને, રાગ દ્વેષને, હિંસા આદિને સંપૂર્ણ દૂર કરવા કહે છે, જે વિષયવિવશ રોગીને મોંઘાં પડે છે, ભાવતાં નથી અને બીજા પાંચ કૂટવૈદ્યો છે, તે કુદર્શનો છે; તે જેટલા પૂરતી વીતરાગના ઘરની વાતો કરે છે, તેટલા પૂરતી તો રોગ દૂર કરવાની વાત છે, પણ સાથે સાથે મોહની, સંસારવૃદ્ધિની, મિથ્યાત્વની, હિંસા આદિની ધર્મના બહાને વાત કરે છે તે પોતાની કલ્પનાની છે, અને તે સંસારરૂપ રોગ ટાળવાને બદલે વૃદ્ધિનું કારણ થાય છે. વિષયમાં રાચી રહેલ પામર સંસારીને મોહની વાતો તો મીઠી લાગે છે, અર્થાત્ સસ્તી પડે છે, એટલે ફૂટવેધ તરફ ખેંચાય છે, પણ પરિણામે વધારે રોગી થાય છે. વીતરાગ દર્શન ત્રિવેદ્ય જેવું છે. અર્થાત્ (૧) રોગીનો રોગ ટાળે છે, (૨) નીરોગીને રોગ થવા દેતું નથી, અને (૩) આરોગ્યની પુષ્ટિ કરે છે. અર્થાત્ (૧) જીવનો સમ્યગ્દર્શન વડે મિથ્યાત્વરોગ ટાળે છે, (૨)| સમજ્ઞાન વડે જીવને રોગનો ભોગ થતાં બચાવે છે અને (૩) સમ્યફચારિત્ર વડે સંપૂર્ણ શુદ્ધ ચેતનારૂપ આરોગ્યની પુષ્ટિ કરે છે. ચાર પ્રકારના જીવો ઉપર દષ્ટાંત - ચાર કઠિયારા જંગલમાં ગયા. પ્રથમ સર્વેએ કાષ્ઠ લીધાં. ત્યાંથી આગળ ચાલ્યા કે સુખડ આવી. ત્યાં ત્રણે સુખડ લીધી. એક કહે “એ જાતનાં લાકડાં ખપે કે નહીં, માટે મારે તો લેવાં નથી, આપણે રોજ લઈએ છીએ તે જ મારે તો સારાં.' આગળ ચાલતાં સોનુંરૂપું આવ્યું ત્રણમાંથી બેએ સુખડ નાંખી દઈ સોનુંરૂપું લીધું, એકે ન લીધું. ત્યાંથી આગળ ચાલ્યા કે રત્નચિંતામણિ આવ્યો બેમાંથી એકે સોનું નાંખી દઈ રત્નચિંતામણિ લીધો; એકે સોનું રહેવા દીધું. આ જગ્યાએ એમ દષ્ટાંત ઘટાવવું કે જેણે લાકડાં જ લીધાં અને બીજું ન લીધું તે પ્રકારના એક જીવ છે; કે જેણે લોકિક કર્મો કરતાં જ્ઞાની પુરુષને ઓળખ્યા નહીં; દર્શન પણ કર્યા નહીં; એથી તેનાં જન્મ જરા મરણ પણ ટળ્યાં નહીં; ગતિ પણ સુધરી નહીં. સુખડ લીધી અને કાષ્ઠ મૂકી દીધાં ત્યાં દષ્ટાંત એમ ઘટાવવું કે જેણે સહેજે જ્ઞાનીને ઓળખ્યા, દર્શન કર્યા તેથી તેની ગતિ સારી થઈ. સોનું આદિ લીધું તે દષ્ટાંત એમ ઘટાવવું કે જેણે જ્ઞાનીને તે પ્રકારે ઓળખ્યા માટે તેને દેવગતિ પ્રાપ્ત થઈ. રત્નચિંતામણિ જેણે લીધો તે દર્શત એમ ઘટાવવું કે જે જીવને જ્ઞાનીની યથાર્થ ઓળખાણ થઈ તે જીવ ભવમુક્ત થયો. એક વન છે. તેમાં માહાત્મવાળા પદાર્થો છે. તેનું જે પ્રકારે ઓળખાણ થાય તેટલું માહાભ્ય લાગે, અને તે પ્રમાણમાં તે ગ્રહે. આ રીતે જ્ઞાની પુરુષરૂપી વન છે. જ્ઞાનીપુરુષનું અગમ્ય, અગોચર માહાભ્ય છે. તેનું જેટલું ઓળખાણ થાય તેટલું માહાભ્ય લાગે; અને તે તે પ્રમાણમાં તેનું કલ્યાણ થાય. Page #206 -------------------------------------------------------------------------- ________________ આવ્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ (૧ થી ૩) Page #207 --------------------------------------------------------------------------  Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક આવ્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ ૧ પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેમાંથી વ્યાવૃત્ત કરવો. જગતના જેટલા પદાર્થો છે, તેમાંથી ચક્ષુરિંદ્રિય વડે જે દશ્યમાન થાય છે તેનો વિચાર કરતાં આ જીવથી તે પર છે અથવા તો આ જીવના તે નથી એટલું જ નહીં પણ તેના તરફ રાગાદિ ભાવ થાય તેથી તે જ દુઃખદરૂપ નીવડે છે, માટે તેનાથી વ્યાવૃત્ત કરવા નિગ્રંથ કહે છે. ૩ જે પદાર્થો ચક્ષુરિંદ્રિયથી દશ્યમાન નથી અથવા ચક્ષુરિંદ્રિયથી બોધ થઈ શકતા નથી પણ ધ્રાણેદ્રિયથી જાણી શકાય છે તે પણ આ જીવના નથી, ઇત્યાદિ. ૪ તે બે ઇંદ્રિયોથી નહીં પણ જેનો બોધ રસેંદ્રિયથી થઈ શકે છે તે પદાર્થો પણ આ જીવના નથી, ઇત્યાદિ. ૫ એ ત્રણ ઇંદ્રિયોથી નહીં પણ જેનું જ્ઞાન સ્પર્શેન્દ્રિયથી થઈ શકે છે તે પણ આ જીવના નથી, ઇત્યાદિ. ૬ એ ચાર ઇંદ્રિયથી નહીં પણ જેનું જ્ઞાન કર્મેન્દ્રિયથી થઈ શકે છે તે પણ આ જીવના નથી, ઇત્યાદિ. ૭ તે પાંચ ઇંદ્રિય સહિત મનથી અથવા તે પાંચમાંની એકાદ ઇંદ્રિય સહિત મનથી વા તે ઇંદ્રિયો વિના એકલા મનથી જેનો બોધ થઈ શકે એવા રૂપી પદાર્થ પણ આ જીવના નથી; પણ તેનાથી પર છે, ઇત્યાદિ. ૮ તે રૂપી ઉપરાંત અરૂપી પદાર્થ આકાશાદિ છે જે મન વડે માન્યા જાય છે. તે પણ આત્માના નથી; પણ તેથી પર છે, ઇત્યાદિ. ૯ આ જગતના પદાર્થ માટે વિચાર કરતાં તે તમામ નહીં પણ તેમાંથી આ જીવે પોતાના માન્યા છે તે પણ આ જીવના નથી; અથવા તેનાથી પર છે, ઇત્યાદિ. જેવાં કે - ૧. કુટુંબ અને સગાસંબંધી, મિત્ર, શત્રુ આદિ મનુષ્ય વર્ગ. ૨. નોકર, ચાકર, ગુલામ આદિ મનુષ્યવર્ગ. ૩. પશુ પક્ષી આદિ તિર્યંચ. ૪. નારકી દેવતા આદિ. ૫. પાંચ જાતના એકેંદ્રિય. ૩. ઘર, જમીન ક્ષેત્રાદિ, ગામગરાસાદિ, તથા પર્વતાદિ. ૭, નદી, તળાવ, કૂવા, વાવ, સમુદ્રાદિ. ૮. હરેક પ્રકારનાં કારખાનાદિ. ૧૦ હવે કુટુંબ અને સગા સિવાય સ્ત્રી પુત્રાદિ જે અતિ નજદીકનાં અથવા જે પોતાનાથી ઉત્પન્ન થયેલાં છે તે પણ. ૧૧ એમ બધાને બાદ કરતાં છેવટે પોતાનું શરીર જે કહેવામાં આવે છે તેને માટે વિચાર કરવામાં આવે છે. ૧ કાયા, વચન, અને મન એ ત્રણે યોગ ને તેની ક્રિયા. ૨ પાંચ ઇંદ્રિયો વગેરે. ૩ માથાના વાળથી પગના નખ સુધીના દરેક અવયવ જેમ કે - ૪ બધાં સ્થાનના વાળ, ચર્મ (ચામડી), ખોપરી, મગજ, માંસ, લોહી, નાડી, હાડ, માથું, કપાળ, કાન આંખ, નાક, મુખ, જિલ્વા, દાંત, ગળું, હોઠ, હડપચી, ગરદન, છાતી, વાંસો, પેટ, કરોડ, બરડો, ગુદા, કુલા, લિંગ, સાથળ, ગોઠણ, હાથ, બાવડાં, પોંચા, કોણી, ઘૂંટી, ઢાંકણી, પાની, નખ ઇત્યાદિ અનેક અવયવો યાને વિભાગો. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ હાથનોધ આવ્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ ઉપર બતાવેલાં મધ્યેનું એક પણ આ જીવનું નથી, છતાં પોતાનું માની બેઠો છે, તે સુધરવાને માટે અથવા તેનાથી જીવને વ્યાવૃત્ત કરવા માટે માત્ર માન્યતાની ભૂલ છે, તે સુધારવાથી બની શકવા યોગ્ય છે. તે ભૂલ શાથી થઈ છે? તે વિચારતાંરાગ દ્વેષ ને અજ્ઞાનથી. ત્યારે તે રાગાદિને કાઢવા. તે શાથી નીકળે ? જ્ઞાનથી. તે જ્ઞાન શી રીતે પ્રાપ્ત થાય ? - પ્રત્યક્ષ એવા સદ્ગરની અનન્ય ભક્તિ ઉપાસવાથી તથા ત્રણ યોગ અને આત્મા અર્પણ કરવાથી. તે જો પ્રત્યક્ષ સગુરુની હાજરી હોય તો શું કરવું ? ત્યાં તેમની આજ્ઞાનુસાર વર્તન કરવું. પરમ કરૂણાશીલ, જેના દરેક પરમાણુમાં દયાનો ઝરો વહેતો રહે છે એવા નિષ્કારણ દયાળુને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર કરીને આત્મા સાથે સંયોગમાં પામેલા પદાર્થનો વિચાર કરતાં છતાં અનાદિકાળથી દેહાત્મબુદ્ધિના અભ્યાસથી જેમ જોઈએ તેમ સમજાતું નથી, તથાપિ કોઈ પણ અંશે દેહથી આત્મા ભિન્ન છે એવા અનિર્ધારિત નિર્ણય ઉપર આવી શકાય છે. અને તે માટે વારંવાર ગવેષણા કરવામાં આવે તો અત્યાર સુધીમાં જે પ્રતીતિ થાય છે તેથી વિશેષપણે થઈ શકે તેમ સંભવે છે, કારણ કે જેમ જેમ વિચારની શ્રેણિની દઢતા થાય છે તેમ તેમ વિશેષ ખાતરી થતી જાય છે. બધા સંજોગો અને સંબંધો યથાશક્તિ વિચારતાં એમ તો પ્રતીતિ થાય છે કે દેહથી ભિન્ન એવો કોઈ પદાર્થ છે. આવા વિચાર કરવામાં એકતાદિ જે સાધનો જોઈએ તે નહીં મેળવવાથી વિચારની શ્રેણિને વારંવાર કોઈ નહીં તો કોઈ પ્રકારે વ્યાઘાત થાય છે ને તેથી વિચારની શ્રેણિ ચાલ થઈ હોય તે તૂટી જાય છે. આવા ભાંગ્યાત્રુટયા વિચારની શ્રેણિ છતાં ક્ષયોપશમ પ્રમાણે વિચારતાં જડ પદાર્થ (શરીરાદિ) સિવાય તેના સંબંધમાં કોઈ પણ વસ્તુ છે, ચોક્કસ છે એવી ખાતરી થાય છે. આવરણનું જોર અથવા તો અનાદિકાળના દેહાત્મબુદ્ધિના અધ્યાસથી એ નિર્ણય ભૂલી જવાય છે, ને ભૂલવાળા રસ્તા ઉપર દોરવાઈ જવાય છે. શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગના તાદાત્મવત્ અધ્યાસે પોતાના સ્વરૂપનો લક્ષ પામતું નથી. યત્કિંચિત પર્યાયાંતરથી એ જ પ્રકારે જૈન, વેદાંત, સાંખ્ય, યોગાદિ કહે છે. જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવનાં નિત્યપણાનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવનાં ચૈતન્યપણાનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તેને કોઈ પણ પ્રકારે બંધદશા વર્તે છે એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તે બંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે નિસંશય ઘટે છે, એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. મોક્ષપદ છે એ વાતનો કોઈ પણ કાળે સંશય નહીં થાય. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક આવ્યંતર પરિણામ અવલોકન-હાથનોધ ૧ સહજ જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે, તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે. તેની હમણાં એવી દશા અંતરંગમાં રહી છે કે કંઈક વિના સર્વ સંસારી ઇચ્છાની પણ તેણે વિસ્મૃતિ કરી નાખી છે. તે કંઈક પામ્યો પણ છે, અને પૂર્ણનો પરમ મુમુક્ષુ છે, છેલ્લા માર્ગનો નિઃશંક જિજ્ઞાસુ છે. હમણાં જ આવરણો તેને ઉદય આવ્યાં છે, તે આવરણોથી એને ખેદ નથી, પરંતુ વસ્તુભાવમાં થતી મંદતાનો ખેદ છે. તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ અને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે. ઘણા જ થોડા પુરુષોને પ્રાપ્ત થયો હશે એવો આ કાળનો ક્ષયોપશમી પુરુષ છે. તેને પોતાની સ્મૃતિ માટે ગર્વ નથી, તર્ક માટે ગર્વ નથી, તેમ તે માટે તેનો પક્ષપાત પણ નથી; તેમ છતાં કંઈક બહાર રાખવું પડે છે, તેને માટે ખેદ છે. તેનું અત્યારે એક વિષય વિના બીજા વિષયપ્રતિ ઠેકાણું નથી. તે પુરુષ જોકે તીક્ષ્ણ ઉપયોગ-વાળો છે; તથાપિ તે તીણ ઉપયોગ બીજા કોઈ પણ વિષયમાં વાપરવા તે પ્રીતિ ધરાવતો નથી. કાયાનું નિયમિતપણું. વચનનું સ્યાદ્વાદપણું. મનનું ઓદાસીન્યપણું. આત્માનું મુક્તપણું. (આ છેલ્લી સમજણ.) સુખને ઇચ્છતો ન હોય તે નાસ્તિક, કાં સિદ્ધ, કાં જડ. એ જ સ્થિતિ એ જ ભાવ અને એ જ સ્વરૂપ. ગમે તો કલ્પના કરી બીજી વાટ લો. યથાર્થ જોઈતો હોય તો આ લો . દષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ પાયે અહિતનું કારણ થતું નથી. એટલું જ શોધાય તો બધું પામશો; ખચીત એમાં જ છે. મને ચોક્કસ અનુભવ છે. સત્ય કહું છું. યથાર્થ કહું છું. નિઃશંક માનો. એ સ્વરૂપ માટે સહજ સહજ કોઈ સ્થળે લખી વાળ્યું છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ હાથનોંધ આવ્યંતર પરિણામ અવલોકન-હાથનોધ ૧ મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ; સમજ, પિોં સબ સરલ હૈ, બિનૂ સમજ મુશકીલ; યે મુશકીલી ક્યાં કહું ? ......... ખોજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તો લગ જાય; યેહિ બ્રહ્માંડ વાસના, જબ જાવે તબ..... આપ આપકું ભૂલ ગયા, ઇનર્સે ક્યા અંધેર ? સમર સમર અબ હસત છે, નહિ ભૂલેંગે ફેર. જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખ છાંઈ; મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ. હે જીવ! ક્યા ઇચ્છતા હવે? હે ઇચ્છા દુઃખ મૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. એસી કહાઁસે મતિ ભઈ, આપ આપ હે નાહિં, આપનકું જબ ભૂલ ગયે, અવર કહૌસે લાઈ. આપ આપ એ શોધસે, આપ આપ મિલ જાય; આપ મિલન નય બાપકો,... હોત આસવા પરિવા, નહિ ઇનમેં સંદેહ; માત્ર દષ્ટિકી ભૂલ છે, ભૂલ ગયે ગત એહિ. રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિન કાલ; ઇનમેં સબ મત રહત છે, કરતે નિજ સંભાલ. જિન સો હી હે આતમા, અન્ય હોઈ સો કર્મ; કર્મ કરે સો જિન વચન, તત્ત્વજ્ઞાનીકો મર્મ. જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક; નહિ જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક. એહિ દિશાકી મૂઢતા, હે નહિ જિનપે ભાવ; જિનર્સે ભાવ બિનુ કબૂ, નહિ છૂટત દુઃખદાવ. વ્યવહારસે દેવ જિન, નિહચર્સે હું આપ; એહિ બચન સમજ લે, જિનપ્રવચનકી છાપ. એહિ નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ; જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ. Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ પ્રકાશભુવન ખચીત તે સત્ય છે. એમ જ સ્થિતિ છે. તમે આ ભણી વળો તેઓએ રૂપકથી કહ્યું છે. ભિન્ન ભિન્ન પ્રકારે તેથી બોધ થયો છે, અને થાય છે; પરંતુ તે વિભ્રંગરૂપ છે. આ બોધ સમ્યક્ છે. તથાપિ ઘણો જ સૂક્ષ્મ અને મોહ ટળ્યે ગ્રાહ્ય થાય તેવો છે. સમ્યક્ બોધ પણ પૂર્ણ સ્થિતમાં રહ્યો નથી. તોપણ જે છે તે યોગ્ય છે. એ સમજીને હવે ઘટતો માર્ગ લો. કારણ શોધો મા, ના કહો મા, કલ્પના કરો મા. એમ જ છે. એ પુરુષ યથાર્થવક્તા હતો. અયથાર્થ કહેવાનું તેમને કોઈ નિમિત્ત નહોતું. વિશ્વ અનાદિ છે. જીવ અનાદિ છે. પરમાણુ પુદ્ગલો અનાદિ છે. જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે. સંયોગી ભાવમાં તાદાત્મ્ય અધ્યાસ હોવાથી જીવ જન્મમરણાદિ દુઃખોને અનુભવે છે. પાંચ અસ્તિકાયરૂપ લોક એટલે વિશ્વ છે. ચૈતન્ય લક્ષણ જીવ છે. વર્ણ, ગંધ, રસ સ્પર્શમાન પરમાણુઓ છે. તે સંબંધ સ્વરૂપથી નથી. વિભાવરૂપ છે. ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઊલસી, મટ્યો ઉદયકર્મનો ગર્વ રે. ધન્ય૦ ઓગણીસમેં ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસર્સે ને બેતાળીસે, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ધન્ય૦ ઓગણીસર્સે ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય૦ ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક પંચ રે. ધન્ય૦ ܀܀܀܀܀ વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; ક્રમે કરીને રે તે જશે, એમ ભાસે મનમાંહી રે. ધન્ય૦ યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે. ધન્ય૦ આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે. અપ્રમત્ત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. ધન્ય૦ અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાણું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય૦ ૧૯૧ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ હાથનોંધ આવ્યંતર પરિણામ અવલોકન-હાથનોધ ૧ શ્રીમાનું મહાવીર સ્વામી જેવાએ અપ્રસિદ્ધ પદ રાખી ગૃહવાસ વેધો - ગૃહવાસથી નિવૃત્ત થયે પણ સાડાબાર વર્ષ જેવા દીર્ઘ કાળ સુધી મોન આચર્યું. નિદ્રા તજી વિષમ પરિષહ સહ્યા એનો હેતુ શો ? અને આ જીવ આમ વર્તે છે, તથા આમ કહે છે તેનો હેતુ શો ? જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે. - જે જીવ પુરુષના ગુણનો વિચાર ન કરે, અને પોતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ સહજમાત્રમાં ભવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમ કે અમર થવાને માટે ઝેર પીએ છે. હું એમ જાણું છું કે અનંતકાળથી અપ્રાપ્તવતુ એવું આત્મસ્વરૂપ કેવળજ્ઞાન-કેવળદર્શન-સ્વરૂપે અંતર્મુહૂર્તમાં ઉત્પન્ન કર્યું છે, તો પછી વર્ષ છ માસ કાળમાં આટલો આ વ્યવહાર કેમ નિવૃત્ત નહીં થઈ શકે? માત્ર જાગૃતિના ઉપયોગાંતરથી તેની સ્થિતિ છે, અને તે ઉપયોગમાં બળને નિત્ય વિચાર્યેથી અલ્પ કાળમાં તે વ્યવહાર નિવૃત્ત થઈ શકવા યોગ્ય છે. હે જીવ! અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા, નિવૃત્ત ! તે વ્યવસાય કરવાને વિષે ગમે તેટલો બળવાન પ્રારબ્ધોદય દેખાતો હોય તો પણ તેથી નિવૃત્ત થા, નિવૃત્ત! જોકે શ્રી સર્વશે એમ કહ્યું છે કે ચૌદમે ગુણઠાણે વર્તતો એવો જીવ પણ પ્રારબ્ધ વેદ્યા વિના મુક્ત થઈ શકે નહીં, તોપણ તું તે ઉદયનો આશ્રયરૂપ હોવાથી નિજ દોષ જાણી તેને અત્યંત તીવ્રપણે વિચારી તેથી નિવૃત્ત થા, નિવૃત્ત ! કેવળ માત્ર પ્રારબ્ધ હોય, અને અન્ય કર્મદશા વર્તતી ન હોય તો તે પ્રારબ્ધ સહેજે નિવૃત્ત થવા દેવાનું બને છે, એમ પરમ પુરુષે સ્વીકાર્યું છે, પણ તે કેવળ પ્રારબ્ધ ત્યારે કહી શકાય કે જ્યારે પ્રાણાંતપર્યત નિષ્ઠાભેદદષ્ટિ ન થાય, અને તેને સર્વ પ્રસંગમાં એમ બને છે, એવું જ્યાં સુધી કેવળ નિશ્ચય ન થાય ત્યાં સુધી શ્રેય એ છે કે, તેને વિષે ત્યાગબુદ્ધિ ભજવી, આ વાત વિચારી હે જીવ! હવે તું અલ્પ કાળમાં નિવૃત્ત થા, નિવૃત્ત ! હે જીવ ! હવે તું સંગનિવૃત્તિરૂપ કાળની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર ! કેવળસંગનિવૃત્તિરૂપ પ્રતિજ્ઞાનો વિશેષ અવકાશ જોવામાં ન આવે તો અંશ સંગનિવૃત્તિરૂપ એવો આ વ્યવસાય તેને ત્યાગ ! જે શાનદશામાં ત્યાગાત્યાગ કંઈ સંભવે નહીં તે જ્ઞાનદશાની સિદ્ધિ છે જેને વિષે એવો તું સર્વસંગત્યાગદશા અલ્પકાળ વેદીશ તો સંપૂર્ણ જગત પ્રસંગમાં વર્તે તો પણ તને બાધારૂપ ન થાય. એ પ્રકાર વર્તે છતે પણ નિવૃત્તિ જ પ્રશસ્ત સર્વશે કહી છે. કેમકે ઋષભાદિ સર્વ પરમ પુરુષે છેવટે એમ જ કર્યું છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક આત્યંતર પરિણામ અવલોકન-હાથનોધ ૧ જે જે પ્રકારે આત્માને ચિંતન કર્યો હોય તે તે પ્રકારે તે પ્રતિભાસે છે. વિષયાપણાથી મૂઢતાને પામેલી વિચારશક્તિવાળા જીવને આત્માનું નિત્યપણું ભાસતું નથી, એમ ઘણું કરીને દેખાય છે, તેમ થાય છે, તે યથાર્થ છે; કેમ કે અનિત્ય એવા વિષયને વિષે આત્મબુદ્ધિ હોવાથી પોતાનું પણ અનિત્યપણું ભાસે છે. વિચારવાનને આત્મા વિચારવાન લાગે છે. શૂન્યપણે ચિંતન કરનારને આત્મા શૂન્ય લાગે છે, અનિત્યપણે ચિંતન કરનારને અનિત્ય લાગે છે, નિત્યપણે ચિંતન કરનારને નિત્ય લાગે છે. ચેતનની ઉત્પત્તિના કંઈ પણ સંયોગો દેખાતા નથી, તેથી ચેતન અનુત્પન્ન છે. તે ચેતન વિનાશ પામવાનો કંઈ અનુભવ થતો નથી માટે અવિનાશી છે – નિત્ય અનુભવસ્વરૂપ હોવાથી નિત્ય છે. સમયે સમયે પરિણામાંતર પ્રાપ્ત થવાથી અનિત્ય છે. સ્વસ્વરૂપનો ત્યાગ કરવાને અયોગ્ય હોવાથી મૂળ દ્રવ્ય છે. વર્તમાનકાળની પેઠે આ જગત સર્વકાળ છે. પૂર્વકાળે તે ન હોય તો વર્તમાનકાળે તેનું હોવું પણ હોય નહીં. વર્તમાનકાળે છે તો ભવિષ્યકાળમાં તે અત્યંત વિનાશ પામે નહીં. પદાર્થમાત્ર પરિણામી હોવાથી આ જગત પર્યાયાંતર દેખાય છે; પણ મૂળપણે તેનું સદા વર્તમાનપણું છે. જે વસ્તુ સમયમાત્ર છે, તે સર્વકાળ છે. જે ભાવ છે તે છે, જે નથી તે નથી. બે પ્રકારનો પદાર્થ સ્વભાવ વિભાગપૂર્વક સ્પષ્ટ દેખાય છે. જડ સ્વભાવ, ચેતન સ્વભાવ. કંઈ પણ છે ? શું છે ? શા પ્રકારે છે ? જાણવા યોગ્ય છે ? જાણવાનું ફળ શું છે ? બંધનો હેતુ શો છે ? પુદ્ગલનિમિત્ત બંધ કે જીવના દોષથી બંધ ? જે પ્રકારે માનો તે પ્રકારે બંધ ન ટાળી શકાય એવો સિદ્ધ થાય છે; માટે મોક્ષપદની હાનિ થાય છે. તેનું નાસ્તિત્વ કરે છે. અમૂર્તતા તે કંઈ વસ્તુતા કે અવસુતા ? અમૂર્તતા જો વસ્તુતા તો કંઈ મહત્ત્વવાન કે તેમ નહીં ? મૂર્ત એવાં પુદ્ગલનો અને અમૂર્ત એવા જીવનો સંયોગ કેમ ઘટે ? Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ હાથનોંધ આવ્યંતર પરિણામ અવલોકન-હાથનોધ ૨ અનંત અવકાશ છે. તેમાં જડ ચેતનાત્મક વિશ્વ રહ્યું છે. વિશ્વમર્યાદા બે અમૂર્ત દ્રવ્યથી છે, જેને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એવી સંજ્ઞા છે. જીવ અને પરમાણુપુદ્ગલ એ બે દ્રવ્ય સક્રિય છે. સર્વ દ્રવ્ય દ્રવ્યત્વે શાશ્વત છે. અનંત જીવ છે. અનંત અનંત પરમાણુપુદ્ગલ છે. ધર્માસ્તિકાય એક છે. અધર્માસ્તિકાય એક છે. આકાશાસ્તિકાય એક છે. કિાળ દ્રવ્ય છે. વિશ્વપ્રમાણ ક્ષેત્રાવગાહ કરી શકે એવો એકેક જીવ છે. નમો જિહાણ જિદભવાણ જેની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે, તે મહત્પરુષને ધન્ય છે. જે મતભેદે આ જીવ ગ્રહયો છે, તે જ મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે. વિતરાગ પુરૂષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષતા કેમ ઉત્પન્ન થાય ? સમજ્ઞાન ક્યાંથી થાય? સમ્યક્દર્શન ક્યાંથી થાય? સમ્યફચારિત્ર ક્યાંથી થાય? કેમ કે એ ત્રણે વસ્તુ અન્ય સ્થાનકે હોતી નથી. વિતરાગપુરુષના અભાવ જેવો વર્તમાન કાળ વર્તે છે. હે મુમુક્ષુ ! વીતરાગપદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે. જીવને બંધનના મુખ્ય હેતુ બેઃ રાગ અને દ્વેષ. રાગને અભાવે દ્વેષનો અભાવ થાય. રાગનું મુખ્યપણું છે. રાગને લીધે જ સંયોગમાં આત્મા તન્મયવૃત્તિમાન છે. તે જ કર્મ મુખ્યપણે છે. જેમ જેમ રાગદ્વેષ મંદ, તેમ તેમ કર્મબંધ મંદ અને જેમ જેમ રાગદ્વેષ તીવ્ર, તેમ તેમ કર્મબંધ તીવ્ર. રાગદ્વેષનો અભાવ ત્યાં કર્મબંધનો સાંપરાયિક અભાવ. રાગદ્વેષ થવાનું મુખ્ય કારણ મિથ્યાત્વ એટલે અસમ્યક્દર્શન છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૨ સમ્યાનથી સમ્યક્દર્શન થાય છે. તેથી અસમ્યક્દર્શન નિવૃત્તિ પામે છે. તે જીવને સમ્યારિત્ર પ્રગટે છે, જે વીતરાગદશા છે. સંપૂર્ણ વીતરાગદશા જેને વર્તે છે તે ચરમશરીરી જાણીએ છીએ. *** હે જીવ ! સ્થિર દૃષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, તો સર્વ પરદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. હે જીવ ! અસમ્યક્દર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી. તે સ્વરૂપમાં તને શંકા છે, વ્યામોહ અને ભય છે. સમ્યક્દર્શનનો યોગ પ્રાપ્ત કરવાથી તે અભાસનાદિની નિવૃત્તિ થશે. હે સમ્યક્દર્શની ! સમ્યક્ચારિત્ર જ સમ્યક્દર્શનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા. જે પ્રમત્તભાવ ઉત્પન્ન કરે છે તે કર્મબંધની તને સુપ્રતીતિનો હેતુ છે. હે સમ્યક્ચારિત્રી ! હવે શિથિલપણું ઘટતું નથી. ઘણો અંતરાય હતો તે નિવૃત્ત થયો, તો હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે ? ૧૯૫ ܀܀܀܀܀ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કાય યોગ દુઃખનો અભાવ કરવાને સર્વ જીવ ઇચ્છે છે. દુઃખનો આત્યંતિક અભાવ કેમ થાય ? તે નહીં જણાવાથી દુઃખ ઉત્પન્ન થાય તે માર્ગને દુઃખથી મુકાવાનો ઉપાય જીવ સમજે છે. જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગદ્વેષ છે, અથવા આ પ્રમાણે પાંચ કારણ છે. પહેલા કારણનો અભાવ થયે બીજાનો અભાવ, પછી ત્રીજાનો, પછી ચોથાનો, અને છેવટે પાંચમા કારણનો એમ અભાવ થવાનો ક્રમ છે. મિથ્યાત્વ મુખ્ય મોહ છે. અવિરતિ ગૌણ મોહ છે. પ્રમાદ અને કષાય અવિરતિમાં અંતર્ભાવી શકે છે. યોગ સહચારીપણે ઉત્પન્ન થાય છે. ચારે વ્યતીત થયા પછી પણ પૂર્વહેતુથી યોગ હોઈ શકે. ** Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯ હાથનોંધ આવ્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૨ હે મુનિઓ ! જ્યાં સુધી કેવળ સમવસ્થાનરૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય ત્યાં કંઈ કરવું રહ્યું નથી. જ્યાં જીવનાં પરિણામ વર્ધમાન, હીયમાન થયા કરે છે ત્યાં ધ્યાન કર્તવ્ય છે. અર્થાત્ ધ્યાનલીનપણે સર્વ બાહ્યદ્રવ્યના પરિચયથી વિરામ પામી નિજસ્વરૂપના લક્ષમાં રહેવું ઉચિત છે. ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી કરવું. વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી. સર્વ પરદ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. આમ કાળ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. સમયે સમયે આત્મોપયોગી ઉપકારી કરીને નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. અહો ! આ દેહની રચના ! અહો ચેતન ! અહો તેનું સામર્થ્ય ! અહો જ્ઞાની ! અહો તેની ગવેષણા ! અહો તેમનું ધ્યાન ! અહો તેમની સમાધિ ! અહો તેમનો સંયમ ! અહો તેમનો અપ્રમત્ત સ્વભાવ ! અહો તેમની પરમ જાગૃતિ ! અહો તેમનો વીતરાગ સ્વભાવ ! અહો તેમનું નિરાવરણ શાન ! અહો તેમના યોગની શાંતિ ! અહો તેમના વચનાદિ યોગનો ઉદય ! હે આત્મા ! આ બધું તને સુપ્રતીત થયું છતાં પ્રમત્તભાવ કેમ ? મંદ પ્રયત્ન કેમ ? જઘન્ય મંદ જાગૃતિ કેમ ? શિથિલતા કેમ ? મૂંઝવણ કેમ ? અંતરાયનો હેતુ શો ? અપ્રમત્ત થા, અપ્રમત્ત થા. પરમ જાગૃત સ્વભાવ ભજ, પરમ જાગૃત સ્વભાવ ભજ. હું અસંગ શુદ્ધચેતન છું. વચનાતીત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવસ્વરૂપ છું. હું પરમ શુદ્ધ, અખંડ ચિધાતુ છું. અચિધાતુના સંયોગરસનો આ આભાસ તો જાઓ ! આશ્ચર્યવતું, આશ્ચર્યરૂપ, ઘટના છે. કંઈ પણ અન્ય વિકલ્પનો અવકાશ નથી. સ્થિતિ પણ એમ જ છે. હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા ! હે મોહ ! હે મોહદયા ! હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરો છો ? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક આવ્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૨ હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યફદર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વિતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો. હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો. જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. ભગવાન જિને ઉપદેશેલો આત્માનો સમાધિમાર્ગ શ્રીગુરુના અનુગ્રહથી જાણી, પરમ પ્રયત્નથી ઉપાસના કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન • મોક્ષ. તે સ્વભાવનું અનુસંધાન તે મોક્ષમાર્ગ, પ્રતીતિરૂપે તે માર્ગ જ્યાં શરૂ થાય છે ત્યાં સમ્યક્દર્શન દેશ આચરણરૂપે તે પંચમ ગુણસ્થાનક. સર્વ આચરણરૂપે ગુણસ્થાનક. અપ્રમત્તપણે તે આચરણમાં સ્થિતિ તે સપ્તમ અપૂર્વ આત્મજાગૃતિ અષ્ટમ સત્તાગત છૂળ કષાય બળપૂર્વક સ્વરૂપસ્થિતિ તે નવમ ગુણસ્થાનક. સૂક્ષ્મ દશમ ઉપશાંત એકાદશમ ) " ક્ષીણ દ્વાદશમ એહિ નહીં કે કલ્પના, એહી નહીં વિભંગ; જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ હાથનોંધ આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૩ રાગદ્વેષનો આત્યંતિક ક્ષય થઈ શકે છે. જ્ઞાનને પ્રતિબંધક રાગદ્વેષ છે. જ્ઞાન, જીવનો સ્વત્વભૂત ધર્મ છે. જીવ, એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાનસામર્થ્ય સંપૂર્ણ છે. સર્વ જીવ સુખને ઇચ્છે છે. દુઃખ સર્વને અપ્રિય છે. દુઃખથી મુક્ત થવા સર્વ જીવ ઇચ્છે છે. વાસ્તવિક તેનું સ્વરૂપ ન સમજાવાથી તે દુઃખ મટતું નથી. તે દુઃખના આત્યંતિક અભાવનું નામ મોક્ષ કહીએ છીએ. અત્યંત વીતરાગ થયા વિના આત્યંતિક મોક્ષ હોય નહીં. સભ્યશાન વિના વીતરાગ થઈ શકાય નહીં. સમ્યગ્દર્શન વિના જ્ઞાન અસમ્યક્ કહેવાય છે. વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે, તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવી તેને સમ્યાન કહીએ છીએ. સમ્યગ્ણાનદર્શનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તે ચારિત્ર છે. તે ત્રણેની એકતાથી મોક્ષ થાય. જીવ સ્વાભાવિક છે. પરમાણુ સ્વાભાવિક છે. જીવ અનંત છે. પરમાણુ અનંત છે. જીવ અને પુદ્ગલનો સંયોગ અનાદિ છે. જ્યાં સુધી જીવને પુદ્ગલસંબંધ છે, ત્યાં સુધી સકર્મ જીવ કહેવાય. ભાવકર્મનો કર્તા જીવ છે. ભાવકર્મનું બીજું નામ વિભાવ કહેવાય છે. ભાવકર્મના હેતુથી જીવ પુદ્ગલ ગ્રહે છે. તેથી તેજસાદિ શરીર અને ઔદારિકાદિ શરીરનો યોગ થાય છે. ભાવકર્મથી વિમુખ થાય તે નિજભાવપરિણામી થાય. સમ્યગ્દર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવકર્મથી વિમુખ ન થઈ શકે. સમ્યગ્દર્શન થવાનો મુખ્ય હેતુ જિનવચનથી તત્ત્વાર્થપ્રતીતિ થવી તે છે. *** Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૧૯૯ આવ્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૩ હું કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સહજ નિજ અનુભવસ્વરૂપ છું. વ્યવહારદષ્ટિથી માત્ર આ વચનનો વક્તા છું. પરમાર્થથી તો માત્ર તે વચનથી વ્યંજિત મૂળ અર્થરૂપ છું. તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે, ભિન્નભિન્ન છે ? ભિન્ન, અભિન્ન, ભિન્નભિન્ન, એવો અવકાશ સ્વરૂપમાં નથી. વ્યવહારદૃષ્ટિથી તેનું નિરૂપણ કરીએ છીએ. – જગત મારા વિષે ભાસ્યમાન હોવાથી અભિન્ન છે, પણ જગત જગત સ્વરૂપે છે, હું સ્વસ્વરૂપે છું, તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે. તે બન્ને દૃષ્ટિથી જગત મારાથી ભિન્નભિન્ન છે. હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. અસંખ્યાત પ્રદેશાત્મક નિજઅવગાહના પ્રમાણ છું. અજન્મ, અજર, અમર, શાશ્વત છું. વપર્યાયપરિણામી સમયાત્મક છું. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ નિર્વિકલ્પ દષ્ટા છું. પ્રત્યક્ષ નિજ અનુભવસ્વરૂપ છું, તેમાં સંશય શો ? તે અનુભવમાં જે વિશેષ વિષે જૂનાવિકપણું થાય છે, તે જો મટે તો કેવળ અખંડાકાર સ્વાનુભવસ્થિતિ વર્તે. અપ્રમત્ત ઉપયોગે તેમ થઈ શકે. અપ્રમત્ત ઉપયોગ થવાના હેતુઓ સુપ્રતીત છે. તેમ વર્તે જવાય છે તે પ્રત્યક્ષ સુપ્રતીત છે. અવિચ્છિન્ન તેવી ધારા વર્તે તો અદ્ભુત અનંત જ્ઞાનસ્વરૂપ અનુભવ સુસ્પષ્ટ સમવસ્થિત વર્ત સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષસંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે “બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી છે. અથવા મૂળભૂત છે. અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ– અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વશદેવઅહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ સગુરુદેવઆ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વર્તો. વિશ્વ અનાદિ છે આકાશ સર્વ વ્યાપક છે. તેમાં લોક રહ્યો છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ હાથનોંધ આવ્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૩ જડ ચેતનાત્મક સંપૂર્ણ ભરપૂર લોક છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ એ જડ દ્રવ્ય છે. જીવ દ્રવ્ય ચેતન છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ ચાર અમૂર્ત દ્રવ્ય છે. વસ્તુતાએ કાળ ઔપચારિક દ્રવ્ય છે. ધર્મ, અધર્મ, આકાશ એકેક દ્રવ્ય છે. કાળ, પુદ્ગલ અને જીવ અનંત દ્રવ્ય છે. દ્રવ્ય ગુણપર્યાયાત્મક છે. સ્વપર ઉપકારનું મહતકાર્ય હવે કરી લે ! ત્વરાથી કરી લે ! અપ્રમત્ત થા - અપ્રમત્ત થા. શું કાળનો ક્ષણવારનો પણ ભર્સો આર્ય પુરુષોએ કર્યો છે ? હે પ્રમાદ ! હવે તું જા, જા. હે બ્રહ્મચર્ય ! હવે તું પ્રસન્ન થા, પ્રસન્ન થા. હે વ્યવહારોદય ! હવે પ્રબળથી ઉદય આવીને પણ તું શાંત થા, શાંત, હે દીર્ઘસૂત્રતા ! સુવિચારોનું, ધીરજનું, ગંભીરપણાનું પરિણામ તું શા માટે થવા ઇચ્છે છે ? હે બોધબીજ ! તું અત્યંત હસ્તામલકવતું વર્ત, વર્ત. હે જ્ઞાન ! તું દુર્ગમ્યને પણ હવે સુગમ સ્વભાવમાં લાવી મૂક. હે ચારિત્ર ! પરમ અનુગ્રહ કર, પરમ અનુગ્રહ કર. હે યોગ ! તમે સ્થિર થાઓ; સ્થિર થાઓ. હે ધ્યાન ! તું નિજસ્વભાવાકાર થા, નિજસ્વભાવાકાર થા. હે વ્યગ્રતા ! તું જતી રહે, જતી રહે. હે અલ્પ કે મધ્ય અલ્પ કષાય ! હવે તમે ઉપશમ થાઓ, ક્ષીણ થાઓ. અમારે કંઈ તમારા પ્રત્યે રુચિ રહી નથી. સર્વશપદ ! યથાર્થ સુપ્રતીતપણે તું હદયાવેશ કર, હૃદયાવેશ કર. હે અસંગ નિગ્રંથપદ ! તું સ્વાભાવિક વ્યવહારરૂપ થા ! હે પરમ કરુણામય સર્વ પરમહિતના મૂળ વીતરાગ ધર્મ ! પ્રસન્ન થા, પ્રસન્ન. હે આત્મા ! તું નિજસ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા ! અભિમુખ થા. હે વચનસમિતિ ! હે કાય અચપળતા ! હે એકાંતવાસ અને અસંગતા ! તમે પણ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ! ખળભળી રહેલી એવી જે આત્યંતર વર્ગણો તે કાં તો આત્યંતર જ વેદી લેવી, કાં તો તેને સ્વચ્છપુટ દઈ ઉપશમ કરી દેવી. જેમ નિસ્પૃહતા બળવાન તેમ ધ્યાન બળવાન થઈ શકે, કાર્ય બળવાન થઈ શકે. Page #222 -------------------------------------------------------------------------- ________________ કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ને મિત્રતા ! અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા ! ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું; નિવૃત્તિ શીદ્યમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. - નહિ તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમયોગ જિતલોભ. આવ્યું બહુ સમદેશમાં છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ૧ ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. ૨ સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. Page #223 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય; શાની વેઠે ધૈર્યથી, અજ્ઞાની વેઠે રોય. ܀܀܀܀܀ મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય. ܀܀܀܀܀ વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ. ܀܀܀ જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુ:ખના હેતુ; કારણ તેનાં બે કહ્યાં, રાગ દ્વેષ અણહેતુ. ܀܀܀܀ નથી ધર્યો દેહ વિષય વધારવા; નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. ܀܀܀܀ Page #224 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયજયોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. BHARAT GRAPHICS - Ahmedabad-1 e Ph.: 079 22134175, M 9925020106