________________
કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.
અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ને મિત્રતા !
અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા ! ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું;
નિવૃત્તિ શીદ્યમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. -
નહિ તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમયોગ જિતલોભ.
આવ્યું બહુ સમદેશમાં છાયા જાય સમાઈ;
આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ૧ ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. ૨
સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે.