________________
જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય; શાની વેઠે ધૈર્યથી, અજ્ઞાની વેઠે રોય.
܀܀܀܀܀
મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય.
܀܀܀܀܀
વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.
܀܀܀
જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુ:ખના હેતુ; કારણ તેનાં બે કહ્યાં, રાગ દ્વેષ અણહેતુ.
܀܀܀܀
નથી ધર્યો દેહ વિષય વધારવા;
નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.
܀܀܀܀