________________
૮૪.
વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ તેમ વર્તાય છે. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે; એક પ્રકારે તે ઘેલછા કંઈક છૂપી રાખીએ છીએ; અને જેટલી છૂપી રખાય છે, તેટલી હાનિ છે. યોગ્ય વર્તીએ છીએ કે અયોગ્ય એનો કંઈ હિસાબ રાખ્યો નથી. આદિપુરુષને વિષે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે; આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી, એમ માનીએ છીએ; અખંડ પ્રેમખુમારી જેવી પ્રવહેવી જોઈએ તેવી પ્રવકતી નથી, એમ જાણીએ છીએ; આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ નિશ્ચળપણે જાણીએ છીએ; પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડ્યો છે; અને એ સર્વનો દોષ અમને છે કે હરિને છે, એવો ચોક્કસ નિશ્ચય કરી શકાતો નથી. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ; લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ; જાળવીએ છીએ, અને ખેદ પામીએ છીએ. વળી હસીએ છીએ. - જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે; અને તેનું કારણ માત્ર હરિની સુખદ ઇચ્છા જ્યાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટવો નથી.
૨૫૫ જીવ સ્વભાવે પોતાની સમજણની ભૂલે) દોષિત છે; ત્યાં પછી તેના દોષ ભણી જોવું, એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે, અને મોટા પુરુષો તેમ આચરવા ઇચ્છતા નથી. કળિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી ભૂલભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે.
૨૫૭ ૐ સત્ બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત્. ૧ બૂઝી ચહત જો પ્યાસકો, હે બૂઝનકી રીત; પાવે નહીં ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ એહી નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાનમેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ ૪ જપ, તપ ઔર ત્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. ૫ પાયાકી એ બાત હૈ, નિજ છંદનનો છોડ;
પિછે લાગ સત્પષકે, તો સબ બંધન તોડ. ૩ તૃષાતુરને પાયાની મહેનત કરજો.
અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહેજો.
૨૫૮