________________
અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર.
શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વ ચરણાધીન.
આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન.
ષટ્ સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્ એ ઉપકાર અમાપ.
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત. ****
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.
- શ્રીમદ્ રાજચંદ્ર