SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ મહાવાક્યો. ૧ આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. ૨ એકાંત ભાવી કે એકાંત ન્યાયદોષને સન્માન ન આપજો. ૩ કોઈનો પણ સમાગમ કરવા યોગ્ય નથી છતાં જ્યાં સુધી તેવી દશા ન થાય ત્યાં સુધી પુરુષનો સમાગમ અવશ્ય સેવવો ઘટે છે. ૪ જે કૃત્યમાં પરિણામે દુઃખ છે તેને સન્માન આપતાં પ્રથમ વિચાર કરો. ૫ કોઈને અંતઃકરણ આપશો નહીં, આપો તેનાથી ભિન્નતા રાખશો નહીં; ભિન્નતા રાખો ત્યાં અંતઃકરણ આપ્યું તે ન આપ્યા સમાન છે. ૭ એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, અને એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે; એ આશ્ચર્યકારક પણ સમજવા યોગ્ય કથન છે. ૭ યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. ૮ આપણે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતાં અટકશો નહીં. ૯ તો જ લોકાપવાદ સહન કરવા કે જેથી તે જ લોકો પોતે કરેલા અપવાદનો પુનઃ પશ્ચાત્તાપ કરે. ૧૦ હજારો ઉપદેશવચનો, કથન સાંભળવા કરતાં તેમાંનાં થોડાં વચનો પણ વિચારવાં તે વિશેષ કલ્યાણકારી છે. ૧૧ નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે; આનંદના કારણરૂપ થઈ પડે છે. ૧૨ જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભૂત નિધિના ઉપભોગી થાઓ. ૧૩ સ્ત્રી જાતિમાં જેટલું માયાકપટ છે તેટલું ભોળપણું પણ છે. ૧૪ પઠન કરવા કરતાં મનન કરવા ભણી બહુ લક્ષ આપજો. ૧૫ મહાપુરુષનાં આચરણ જોવા કરતાં તેનું અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા છે. ૧૭ વચનસપ્તશતી' પુનઃ પુનઃ સ્મરણમાં રાખો. ૧૭ મહાત્મા થવું હોય તો ઉપકારબુદ્ધિ રાખો; સત્પરુષના સમાગમમાં રહો; આહાર, વિહારાદિમાં અલુબ્ધ અને નિયમિત રહો; સાસ્ત્રનું મનન કરો; ઊંચી શ્રેણીમાં લક્ષ રાખો. ૧૮ એ એક્ટ ન હોય તો સમજીને આનંદ રાખતાં શીખો. ૧૯ વર્તનમાં બાલક થાઓ, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ થાઓ. ૨૦ રાગ કરવો નહીં, કરવો તો પુરુષ પર કરવો; વેષ કરવો નહીં, કરવો તો કુશલ પર કરવો. ૨૧ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યથી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો. ૧. શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત સાતસો મહાનીતિ
SR No.006030
Book TitleShrimad Rajchandra Handbook
Original Sutra AuthorN/A
AuthorPayal J Shah
PublisherPayal J Shah
Publication Year2013
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy