________________
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક
૧૫૯
સર્વ દુઃખનો આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ પરમહિત છે. વીતરાગસન્માર્ગ તેનો સદુપાય છે.
તે સન્માર્ગનો આ પ્રમાણે સંક્ષેપ છેઃ
સમ્યગ્દર્શન, સમ્યક્જ્ઞાન, અને સમ્યક્રચારિત્રની એકત્રતા તે ‘મોક્ષમાર્ગ છે. સર્વજ્ઞના જ્ઞાનમાં ભાસ્યમાન તત્ત્વોની સમ્યક્પ્રતીતિ થવી તે ‘સમ્યક્દર્શન' છે. તે તત્ત્વનો બોધ થવો તે ‘સમ્યજ્ઞાન’ છે.
ઉપાદેય તત્ત્વનો અભ્યાસ થવો તે ‘સભ્યચારિત્ર' છે.
શુદ્ધ આત્મપદ સ્વરૂપ એવા વીતરાગપદમાં સ્થિતિ થવી તે એ ત્રણેની એકત્રતા છે. સર્વજ્ઞદેવ, નિગ્રંથગુરુ અને સર્વજ્ઞોપદિષ્ટ ધર્મની પ્રતીતિથી તત્ત્વપ્રતીતિ થાય છે.
સર્વ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, સર્વ મોહ અને સર્વ વીર્યાદિ અંતરાયનો ક્ષય થવાથી આત્માનો સર્વજ્ઞવીતરાગ સ્વભાવ પ્રગટે છે.
નિગ્રંથપદના અભ્યાસનો ઉત્તરોત્તર ક્રમ તેનો માર્ગ છે. તેનું રહસ્ય સર્વજ્ઞોપદિષ્ટ ધર્મ છે.
સર્વજ્ઞે કહેલું ગુરુ ઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણીને, સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરો.
જેમ જેમ ધ્યાનવિશુદ્ધિ તેમ તેમ જ્ઞાનાવરણીયનો ક્ષય થશે.
૭૬૨
પોતાની કલ્પનાથી તે ધ્યાન સિદ્ધ થતું નથી.
જ્ઞાનમય આત્મા જેમને પરમોત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયો, અને જેમણે પરદ્રવ્યમાત્ર ત્યાગ કર્યું છે, તે દેવને નમન હો ! નમન હો !
બાર પ્રકારના, નિદાનરહિત તપથી કર્મની નિર્જરા, વૈરાગ્યભાવનાભાવિત, અહંભાવરહિત એવા જ્ઞાનીને
થાય છે.
તે નિર્જરા પણ બે પ્રકારની જાણવી : સ્વકાલપ્રાપ્ત, અને તપથી. એક ચારે ગતિમાં થાય છે, બીજી વ્રતધારીને જ હોય છે.
જેમ જેમ ઉપશમની વૃદ્ધિ થાય તેમ તેમ તપ કરવાથી કર્મની ઘણી નિર્જરા થાય.
તે નિર્જરાનો ક્રમ કહે છે. મિથ્યાદર્શનમાં વર્તતો પણ થોડા વખતમાં ઉપશમ સમ્યક્દર્શન પામવાનો છે એવા જીવ કરતાં અસંયત સભ્યદૃષ્ટિને અસંખ્યાતગુણ નિર્જરા, તેથી દેશવિરતિ, તેથી સર્વવિરતિ જ્ઞાનીને, તેથી
(અપૂર્ણ)
૭૬૩
હે જીવ ! આટલો બધો પ્રમાદ શો ?
શુદ્ધ આત્મપદની પ્રાપ્તિને અર્થે વીતરાગ સન્માર્ગની ઉપાસના કર્તવ્ય છે.
સર્વજ્ઞદેવ.
શુદ્ધ આત્મદૃષ્ટિ થવાનાં અવલંબન છે.
નિગ્રંથ ગુરુ. દયા મુખ્ય ધર્મ.
સર્વજ્ઞે અનુભવેલો એવો શુદ્ધઆત્મપ્રાપ્તિનો ઉપાય શ્રી ગુરુ વડે જાણીને, તેનું રહસ્ય ધ્યાનમાં લઈને આત્મપ્રાપ્તિ કરો.
७५४