________________
૧૮૬
છ દર્શન ઉપર દષ્ટાંત
છ દર્શન ઉપર દર્ણત - છ જુદા જુદા વેધોની દુકાન છે. તેમાં એક વેધ સંપૂર્ણ સાચો છે. તે તમામ રોગોને, તેનાં કારણને અને તે ટાળવાના ઉપાયને જાણે છે. તેનાં નિદાન, ચિકિત્સા સાચાં હોવાથી રોગીનો રોગ નિર્મૂળ થાય છે. વેદ્ય કમાય છે પણ સારું. આ જોઈ બીજા પાંચ કૂટવૈદ્યો પણ પોતપોતાની દુકાન ખોલે છે. તેમાં સાચા વૈદ્યના ઘરની દવા પોતા પાસે હોય છે, તેટલા પૂરતો તો રોગીનો રોગ દૂર કરે છે, અને બીજી પોતાની કલ્પનાથી પોતાના ઘરની દવા આપે છે, તેથી ઊલટો રોગ વધે છે; પણ દવા સસ્તી આપે છે એટલે લોભના માર્યા લોક લેવા બહુ લલચાય છે, અને ઊલટા નુકસાન પામે છે.
આનો ઉપનય એ કે, સાચો વૈદ્ય તે વીતરાગ દર્શન છે; જે સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે. તે મોહ વિષયાદિને, રાગ દ્વેષને, હિંસા આદિને સંપૂર્ણ દૂર કરવા કહે છે, જે વિષયવિવશ રોગીને મોંઘાં પડે છે, ભાવતાં નથી અને બીજા પાંચ કૂટવૈદ્યો છે, તે કુદર્શનો છે; તે જેટલા પૂરતી વીતરાગના ઘરની વાતો કરે છે, તેટલા પૂરતી તો રોગ દૂર કરવાની વાત છે, પણ સાથે સાથે મોહની, સંસારવૃદ્ધિની, મિથ્યાત્વની, હિંસા આદિની ધર્મના બહાને વાત કરે છે તે પોતાની કલ્પનાની છે, અને તે સંસારરૂપ રોગ ટાળવાને બદલે વૃદ્ધિનું કારણ થાય છે. વિષયમાં રાચી રહેલ પામર સંસારીને મોહની વાતો તો મીઠી લાગે છે, અર્થાત્ સસ્તી પડે છે, એટલે ફૂટવેધ તરફ ખેંચાય છે, પણ પરિણામે વધારે રોગી થાય છે.
વીતરાગ દર્શન ત્રિવેદ્ય જેવું છે. અર્થાત્ (૧) રોગીનો રોગ ટાળે છે, (૨) નીરોગીને રોગ થવા દેતું નથી, અને (૩) આરોગ્યની પુષ્ટિ કરે છે. અર્થાત્ (૧) જીવનો સમ્યગ્દર્શન વડે મિથ્યાત્વરોગ ટાળે છે, (૨)| સમજ્ઞાન વડે જીવને રોગનો ભોગ થતાં બચાવે છે અને (૩) સમ્યફચારિત્ર વડે સંપૂર્ણ શુદ્ધ ચેતનારૂપ આરોગ્યની પુષ્ટિ કરે છે.
ચાર પ્રકારના જીવો ઉપર દષ્ટાંત - ચાર કઠિયારા જંગલમાં ગયા. પ્રથમ સર્વેએ કાષ્ઠ લીધાં. ત્યાંથી આગળ ચાલ્યા કે સુખડ આવી. ત્યાં ત્રણે સુખડ લીધી. એક કહે “એ જાતનાં લાકડાં ખપે કે નહીં, માટે મારે તો લેવાં નથી, આપણે રોજ લઈએ છીએ તે જ મારે તો સારાં.' આગળ ચાલતાં સોનુંરૂપું આવ્યું ત્રણમાંથી બેએ સુખડ નાંખી દઈ સોનુંરૂપું લીધું, એકે ન લીધું. ત્યાંથી આગળ ચાલ્યા કે રત્નચિંતામણિ આવ્યો બેમાંથી એકે સોનું નાંખી દઈ રત્નચિંતામણિ લીધો; એકે સોનું રહેવા દીધું.
આ જગ્યાએ એમ દષ્ટાંત ઘટાવવું કે જેણે લાકડાં જ લીધાં અને બીજું ન લીધું તે પ્રકારના એક જીવ છે; કે જેણે લોકિક કર્મો કરતાં જ્ઞાની પુરુષને ઓળખ્યા નહીં; દર્શન પણ કર્યા નહીં; એથી તેનાં જન્મ જરા મરણ પણ ટળ્યાં નહીં; ગતિ પણ સુધરી નહીં. સુખડ લીધી અને કાષ્ઠ મૂકી દીધાં ત્યાં દષ્ટાંત એમ ઘટાવવું કે જેણે સહેજે જ્ઞાનીને ઓળખ્યા, દર્શન કર્યા તેથી તેની ગતિ સારી થઈ. સોનું આદિ લીધું તે દષ્ટાંત એમ ઘટાવવું કે જેણે જ્ઞાનીને તે પ્રકારે ઓળખ્યા માટે તેને દેવગતિ પ્રાપ્ત થઈ. રત્નચિંતામણિ જેણે લીધો તે દર્શત એમ ઘટાવવું કે જે જીવને જ્ઞાનીની યથાર્થ ઓળખાણ થઈ તે જીવ ભવમુક્ત થયો.
એક વન છે. તેમાં માહાત્મવાળા પદાર્થો છે. તેનું જે પ્રકારે ઓળખાણ થાય તેટલું માહાભ્ય લાગે, અને તે પ્રમાણમાં તે ગ્રહે. આ રીતે જ્ઞાની પુરુષરૂપી વન છે. જ્ઞાનીપુરુષનું અગમ્ય, અગોચર માહાભ્ય છે. તેનું જેટલું ઓળખાણ થાય તેટલું માહાભ્ય લાગે; અને તે તે પ્રમાણમાં તેનું કલ્યાણ થાય.