________________
૧૬૬
વચનામૃત પત્ર-૬૦૧ થી ૫૫ આત્મદશાને પામી નિર્વદ્રપણે યથાપ્રારબ્ધ વિચરે છે, એવા મહાત્માઓનો યોગ જીવને દુર્લભ છે. તેવો યોગ બળે જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી, અને તથારૂપ ઓળખાણ પડ્યા વિના તે મહાત્મા પ્રત્યે દયાશ્રય થતો નથી. જ્યાં સુધી આશ્રય દઢ ન થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતો નથી. ઉપદેશ પરિણમ્યા વિના સમ્યગ્દર્શનનો યોગ બનતો નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય નથી. તેવા મહાત્મા પુરષોનો યોગ તો દુર્લભ છે, તેમાં સંશય નથી. પણ આત્માર્થી જીવોનો યોગ બનવો પણ કઠણ છે. તોપણ કવચિત્ કવચિત્ તે યોગ વર્તમાનમાં બનવા યોગ્ય છે. સત્સમાગમ અને સન્શાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે.
૮૧૭ ક્ષયોપશમ, ઉપશમ, ક્ષાયિક, પારિણામિક, ઔદયિક અને સાન્નિપાતિક એ છ ભાવનો લક્ષ કરી આત્માને તે ભાવે અનુપ્રેક્ષી જોતાં સદ્વિચારમાં વિશેષ સ્થિતિ થશે. - જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે આત્મભાવરૂપ છે, તે સમજાવા માટે ઉપર કહ્યા તે ભાવો વિશેષ અવલંબનભૂત છે.
૮૧૮ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે. વિષય-કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિવચંપણું જોઈને ઘણો જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માથી જીવોએ લીધું છે. અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે.
૮૧૯ આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે; સત્કૃત અને સત્સમાગમ. પ્રત્યક્ષ સન્દુરુષોનો સમાગમ કવચિત્ કવચિત્ જીવને પ્રાપ્ત થાય છે, પણ જો જીવ સદ્દષ્ટિવાના હોય તો સત્કૃતના ઘણાકાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સન્દુરુષના સમાગમથી બહુ અલ્પ કાળમાં પ્રાપ્ત કરી શકે છે; કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિ ક્રિયાયેષ્ટિતપણું છે. જીવને તેવો સમાગમયોગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. તેવા યોગના અભાવે સત્કૃતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રનો પરિચય તે સત્કૃતનો પરિચય છે.
૮૨૫ સત્કૃતનો પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે. મળ, વિક્ષેપ અને પ્રમાદ તેમાં વારંવાર અંતરાય કરે છે, કેમ કે દીર્ઘ કાળ પરિચિત છે; પણ જો નિશ્ચય કરી તેને અપરિચિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો તેમ થઈ શકે એમ છે. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે.
૮૨૬