________________
૫૬
વચનામૃત પત્ર-૧ થી ૫૦૦ એ પ્રિયજીવન સર્વ પામી જાય, સર્વ એને યોગ્ય હોય, સર્વને એ પ્રિય લાગે, સર્વને એમાં રુચિ થાય, એવું ભૂતકાળ બન્યું નથી, વર્તમાનકાળે બનતું નથી, અને ભવિષ્યકાળે પણ બનવું અસંભવિત છે; અને એ જ કારણથી આ જગતની વિચિત્રતા ત્રિકાળ છે.
મનુષ્ય સિવાયની પ્રાણીની બીજી જાતિ જોઈએ છીએ, તેમાં તો એ વસ્તુનો વિવેક જણાતો નથી; હવે જે મનુષ્ય રહ્યાં, તે સર્વ મનુષ્યમાં પણ તેમ દેખી શકશો નહીં.
(અપૂર્ણ)
૮૩
ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે - ૧. દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે ? તે સુખી છે કે દુખી ? એ સંભારી લે.
૨. દુખ લાગશે જ, અને દુઃખનાં કારણો પણ તને દૃષ્ટિગોચર થશે, તેમ છતાં કદાપિ ન થાય તો મારા કોઈ ભાગને વાંચી જા, એટલે સિદ્ધ થશે. તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્યાભ્યતરરહિત થવું.
૩. રહિત થવાય છે, ઓર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. ૪. તે સાધના માટે સર્વસંગપરિત્યાગી થવાની આવશ્યકતા છે. નિગ્રંથ સદ્ગુરુના ચરણમાં જઈને પડવું યોગ્ય છે.
પ. જેવા ભાવથી પડાય તેવા ભાવથી સર્વકાળ રહેવા માટેની વિચારણા પ્રથમ કરી લે. જો તને પૂર્વકર્મા બળવાન લાગતાં હોય તો અત્યાગી, દેશલ્યાગી રહીને પણ તે વસ્તુને વિસારીશ નહીં.
૬. પ્રથમ ગમે તેમ કરી તું તારું જીવન જાણ. જાણવું શા માટે કે ભવિષ્યસમાધિ થવા. અત્યારે અપ્રમાદી
થવું.
૭. તે આયુષ્યનો માનસિક આત્મોપયોગ તો નિર્વેદમાં રાખ.
૮. જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહુ છે, અને ત્યાગ થઈ શકે તેમ નથી તો, નીચેની વાત પુનઃ પુનઃ લક્ષમાં રાખ..
૧. જિજ્ઞાસા તે વસ્તુની રાખવી. ૨. સંસારને બંધન માનવું ૩. પૂર્વ કર્મ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવ્યા જવો. તેમ છતાં પૂર્વ કર્મ નડે તો શોક કરવો નહીં.
૪. દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે.
પ. ન ચાલે તો પ્રતિશ્રોતી થા. ૬. જેમાંથી જેટલું થાય તેટલું કર. ૭. પરિણામિક વિચારવાળો થા. ૮. અનુત્તરવાસી થઈને વર્ત. ૯. છેવટનું સમયે સમયે ચૂકીશ નહીં. એ જ ભલામણ અને એ જ ધર્મ.