________________
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક
૯૫
આખો લોક ત્રણે કાળને વિષે દુ:ખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે; અને તેમાં પણ આ વર્તે છે, તે તો મહા દુષમકાળ છે; અને સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ એવો જે ‘કર્તવ્યરૂપ શ્રી સત્સંગ’ તે તો સર્વ કાળને વિષે પ્રાપ્ત થવો દુર્લભ છે. તે આ કાળમાં પ્રાપ્ત થવો ઘણો ઘણો દુર્લભ હોય એમાં કંઈ આશ્ચર્યકારક નથી.
અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે; કુટુંબથી, ધનથી, પુત્રથી, “વૈભવથી”, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે; તે મનને પણ સત્સંગને વિષે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે.
૩૪૭
જગતમાં બીજા પદાર્થો અમને કંઈ રુચિનાં કારણ રહ્યા નથી. જે કંઈ રુચિ રહી છે તે માત્ર એક સત્યનું ધ્યાન કરનારા એવા સંત પ્રત્યે, જેમાં આત્માને વર્ણવ્યો છે એવા સત્શાસ્ત્ર પ્રત્યે, અને પરેચ્છાએ પરમાર્થનાં નિમિત્ત-કારણ એવાં દાનાદિ પ્રત્યે રહી છે. આત્મા તો કૃતાર્થ સમજાય છે.
૩૫૭
જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક્દર્શન થાય છે.
૩૫૮
કોઈ પણ પ્રકારે પ્રથમ તો જીવનું પોતાપણું ટાળવા યોગ્ય છે. દેહાભિમાન ગલિત થયું છે જેનું, તેને સર્વ સુખરૂપ જ છે. જેને ભેદ નથી તેને ખેદ સંભવતો નથી. હરિઇચ્છા પ્રત્યે વિશ્વાસ દેઢ રાખી વર્તો છો, એ પણ સાપેક્ષ સુખરૂપ છે.
ЗЧС
જ્યાં પૂર્ણકામપણું છે, ત્યાં સર્વજ્ઞતા છે.
જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૂપસુખથી કરીને પરિતૃપ્તપણું વર્તે છે, અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે.
જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે, તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે, એ અચરજની વાત છે. જો જીવને પરિતૃપ્તપણું વર્ત્યા કરતું ન હોય તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં.
૩૬૦
અમે પૂર્ણકામપણા વિષે લખ્યું હતું, તે એવા આશયથી લખ્યું છે કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશવું છે, તે પ્રમાણે શબ્દાદિ વ્યાવહારિક પદાર્થને વિષેથી નિઃસ્પૃહપણું વર્તે છે; આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે. અન્ય સુખની જે ઇચ્છા નહીં થવી, તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે.
જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે, એમ જે લખ્યું છે, તે એવા આશયથી લખ્યું છે કે તેને મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે. જેને એમ હોય તેને પછી અનિત્યપણા વિષે રહ્યા છે, એમ કહીએ નહીં, તો તે વાત સત્ય છે.
ખરું આત્મભાન થાય છે તેને, હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ, અહંપ્રત્યયીબુદ્ધિ, તે વિલય પામે છે.
એવું
આત્મભાન તે વારંવાર ઉજ્જ્વળપણે વર્ત્યા કરે છે, તથાપિ જેમ ઇચ્છીએ તેમ તો નહીં.
૩૬૨